________________
૮૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કોઈક અગોચર સ્થાનમાં જવાનું છે. લખલૂંટ પાપો, લૂંટફાટ, હત્યા વગેરે કરનાર મહમદ ગિઝની તેમજ વિશ્વવિજેતા સિકંદર પણ મૃત્યુના સમયે ધ્રુજી ઉઠ્યા હતા. તેનું કારણ એક જ છે કે જાણે અજાણપણે તેઓ સર્વજ્ઞના વચનથી વિપરીત ચાલ્યા છે, વિપરીત વર્યા છે. તેના કારણે નિરંતર સંકલેશમય અશુભ પરિણામમાં રહી. પોતાની પરિણતિને અસત બનાવી હતી.
| વિશ્વવિજેતા બનવા માટે નીકળેલા હિટલરે પણ જ્યારે પોતાની જીતની બાજી અંતે ઊંધી પડતી જોઈ તો છેલ્લે પોતાની જાતે ગોળી મારી પોતાનો અંત આણ્યો હતો.
તે જ રીતે એકાંતવાદી બધા જ દર્શનો પોતપોતાની માન્યતાના તોરમાં રહી બીજાની માન્યતાઓનું જોરશોરથી ખંડન કરી પોતાની પરિણતિને અસત બનાવી રહ્યા છે પરંતુ સમન્વય દૃષ્ટિ અપનાવી બીજાની માન્યતાઓને અપેક્ષાએ સત્ય ઠેરવતા નથી. તે તેમની પાસે રહેલી એકાંત દૃષ્ટિનો પ્રભાવ છે. તેમને ચાદ્વાદ દૃષ્ટિ મળી નથી તે તેમના પૂણ્યની ખામી છે જેથી વસ્તુનું યથાર્થ દર્શન કરી ન્યાય આપી શકતા નથી પરંતુ સ્યાદ્વાદ દ્રષ્ટિ અને અનેકાંતદર્શન પામવા છતાં આપણામાં બીજાના વિચારોને સમજવાની એને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મુલવવાની દ્રષ્ટિ નહિ આવે તો આપણે અન્યદર્શની કરતા વધારે દયાપાત્ર છીએ. આપણી સ્થિતિ વધુ ગંભીર કહેવાશે.
વક્ષેત્રે કે પરક્ષેત્રે રહેલી અધ્યાત્મની ઊંચી વાતોનું વિશાળ અને ઉદાર દૃષ્ટિ રાખી અપેક્ષા વિશેષથી સમાધાન ન કરવું અને સર્વત્ર દરેક ચીજને ખંડનાત્મક દ્રષ્ટિથી જોવી એ કોઈ અધ્યાત્મ નથી. અધ્યાત્મના માર્ગમાં બીજાને ખોટા કરીને તેનું ખંડન કરવાનું નથી પણ સામો આત્મા ક્યાં ભૂલે છે? ક્યાં અટકે છે? તે શોધી કાઢી પ્રેમથી તેની ભૂલ બતાવી તેને આગળ વધારવો અને ઠેઠ મોક્ષ સુધી પહોંચાડવો તે અધ્યાત્મવેત્તાનું કર્તવ્ય છે.
ન્યાય દ્વારા પદાર્થ સ્વરૂપનો નિર્ણય થાય છે. ન્યાય વસ્તુને યથાર્થ ઓળખાવે છે. તે માટે જે ખોટું હોય તેને બુદ્ધિથી ખોટું સાબિત કરી આપે છે અને જે સાચું હોય તેને બુદ્ધિ દ્વારા સાચું સિદ્ધ કરે છે. પણ બુદ્ધિ દ્વારા જે સાચું સમજાયું છે જેને અધ્યાત્મના માર્ગે પામવાનું છે. તે પામવા માટે હવે ખંડનનો આશ્રય લેવાનો નથી કારણ કે અધ્યાત્મ એ પ્રેમપૂરક પદ્ધતિ છે. પ્રેમ દ્વારા બીજાની ખૂટતી ડીને પુરતા જવું અને એ દ્વારા પોતાનું જે વીતરાગ સ્વરૂપ - પ્રેમ સ્વરૂપ, અભેદતત્ત્વ-એની નિકટમાં જવું અને સ્વસ્વરૂપમાં સમાઈ જવું એ જ અંતે કર્તવ્ય છે.
અધ્યાત્મનો માર્ગ એ સાધનાનો માર્ગ છે ધારણા, ધ્યાન અને સમાધિનો માર્ગ છે. મીન, એકાંત અને સ્થિરાસનનો માર્ગ છે. જ્યાં બહારથી બધાની વચ્ચે રહેવા છતાં અંદરથી અલિપ્ત અને એકલા રહેવાનું છે. સ્થળએકાંત દ્વારા ઉપયોગ એકાંત સહેલાઈથી પામી શકાય છે. માટે ઉચ્ચકક્ષાના સાધકને માટે સ્થળએકાંત
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org