________________
૭૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
બહાર છે. માટે જ જ્ઞાનીઓએ તત્ત્વ પામવા માટે જીવો પ્રત્યે અદ્વેષ જરૂરી માન્યો છે.
ભગવાન - નિત્ય ભયવાળો. મિથ્યાત્વ કાળમાં જીવને ધર્મ જ એક શરણ છે એનો વાસ્તવિક બોધ હોતો નથી. કલ્યાણનો માર્ગ ઓળખાયો નથી. જન્મ-મરણાદિ દુ:ખોને તત્ત્વથી સમજેલો નથી તેથી આવા જીવો મૃત્યુનો વિચાર આવતા જ ભયભીત થઈ જાય છે. દુ:ખના કાલમાં અનાથતા ભાસે છે. જેના આધારે આજ સુધી જીવ્યો હતો તે સ્ત્રી, પુત્ર, ધનાદિ બધું અશરણ ભાસે છે. અને તેથી હવે મારું શું થશે ? હું ક્યાં જઈશ ? એવો ભય મિથ્યાદૃષ્ટિને લાગ્યા જ કરે છે.
શરીરથી આત્માને જુદો નહિ માનનારા નાસ્તિકો પણ શરીર કરતા સ્વની જ ચિંતા વધારે કરે છે. મરતી વખતે તેને પોતાનું અસ્તિત્વ જગતમાંથી વિલીન થઈ રહ્યું છે એમ નથી લાગતું અને તેથી મૃત્યુ પછી મારું શું થશે તે વિચાર તેને આવે છે. સિકંદર જેવા. સતત હિંસક અને પાપી આત્માને અંતે વિચાર આવ્યો કે આટલું મોટું સામ્રાજ્ય મેળવ્યું, વિશ્વ વિજેતા બન્યો. તે માટે અનેક જીવોની હિંસા કરી તો આ બધાનું ળ શું મળશે?
બીજી દૃષ્ટિમાં જીવને માં નાસ્તવ માં કહ્યું છતાં બીજી, ત્રીજી, ચોથી દ્રષ્ટિમાં મિથ્યાત્વ મોહનીયનો ઉદય ચાલુ જ છે. અને તેથી ઘણા અકલ્યાણમાં કલ્યાણબુદ્ધિ બેઠેલી છે તેથી દ્રષ્ટિમાં રહેલા જીવને તત્ત્વના બોધમાં ફાર થયા કરે છે. પ્રજ્ઞા વિશ્વાસપાત્ર નથી હોતી. અને તેથી મારાથી કોઈ ખોટી પ્રવૃત્તિ તો નહીં થતી હોય ને ? એવો ભય લાગ્યા કરે છે. અંશે અંશે અનાથવાનો ભય લાગ્યા કરે છે. પાપ પ્રવૃત્તિમાં તીવ્ર હેય બુદ્ધિ નથી હોતી.
- જ્યારે સમ્યગદૃષ્ટિ જીવને હેયોપાદેયના વિષયમાં નિશ્ચયાત્મક-સંવેદનાત્મક બોધ હોય છે. એને ખબર છે કે મેં કોઈ પણ પાપ સારું માનીને - રાચમાચીને કર્યું નથી. પાપ પ્રત્યે મારી હેય બુદ્ધિ જવલંત રહી છે અને તેથી સંસારની અનિષ્ટતામાં પોતાને અનાથતાનો ભય લાગતો નથી. મારું શું થશે ? સમાધિ ટકશે કે નહિ ? મર્યા પછી સગતિ થશે કે નહિ ? એ ભય તેને હોતો નથી.
શઠ - માયાવી. અહિંયા મિથ્યાત્વને કારણે થતી માયા લેવાની છે. દૃષ્ટિ બહાર રહેલા ગાઢ મિથ્યાદૃષ્ટિ જીવોમાં તો આત્મવંચના ગાઢ હોય છે. પર પગલમાં તીવ્રરૂચિ હોવાના કારણે અન્યને ઠગવારૂપ માયા દેખાય છે. જ્યારે દૃષ્ટિમાં રહેલા જીવો તત્ત્વ અતત્ત્વના વિષયમાં છેલ્લે સુધી માધ્યસ્થ નથી રહેતા. તત્ત્વાતત્ત્વનો ભેદ કરવામાં આત્માને વંચે છે. અતત્વમાં આગ્રહરૂપ અપ્રામાણિકતા તેઓમાં નથી હોતી છતાં ખોટી વાત કોઈ વખતે રૂચિકારક બની જાય તેવું બની શકે છે.
અા - જેમાં પોતાનો વિકાસ નથી તેવા પદાર્થોને પોતાના માને છે. તેમાં રાજી થાય છે. તેને માટે પાપ કરે છે. માટે તે મૂર્ખ છે. દષ્ટિમાં રહેલા જીવોમાં અમુક અંશે ખરાબ પરિણામોમાં સારાપણાની બુદ્ધિ છે માટે તે અજ્ઞ છે.
નિષ્ફળ કાર્યનો આરંભ કરનારા - મિથ્યાષ્ટિ જીવો જે પ્રવૃત્તિ કરે છે તે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org