________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
અભિલાષાવાળો સંસારમાં, પદાર્થોમાં પરમાર્થ બુદ્ધિ જણાતી હોવાના કારણે એને અંદરથી મેળવવાની, ભોગવવાની,વધારવાની અભિલાષા તેને રહ્યા જ કરે છે. જ્યારે સમ્યગ્દૃષ્ટિને આંતરિક સુખના કારણે વિકારો શાંત થઈ ગયા છે અને તેથી તેને પુન્યના ઉદયે જેટલું મળે તેમાં સંતોષ થઈ જાય છે એટલે સ્વાભાવિક રીતે 'યાંચાશીલપણું નથી હોતું. જ્યારે દૃષ્ટિમાં રહેલા જીવોને મિથ્યાત્વના કારણે આ વિકારો અલ્પ અલ્પ કક્ષાના થતા જાય છે અને દૃષ્ટિમાં આગળ વધે તેમ તેમ વિકારો શાંત થતા જાય છે. છતાં ચાર દૃષ્ટિ સુધી સંસારના પદાર્થમાંથી પરમાર્થબુદ્ધિ ગઈ નથી તેથી તેનામાં અલ્પાંશે પણ દુનિયાના પદાર્થો મેળવવાની વ્યક્ત કે અવ્યક્ત અભિલાષા રહે છે જ્યારે સમ્યગ્દષ્ટિ જીવને તો આત્મગુણોમાં જ રતિ હોય છે. તેથી દુનિયાના ક્ષુદ્ર પદાર્થોમાં તેને રતિ થતી નથી. જેને પરપદાર્થના લાભમાં રતિ થાય તે યાંચાના સ્વભાવવાળો અર્થાત્ માંગણ હોય છે. લાભ રતિ એ કારણ છે. યાંચાશીલ એ કાર્ય છે. મને આ મળે તો સારું, આવો અંદરમાં વર્તતો પરિણામ એ યાંચા છે. ચોથી દૃષ્ટિ સુધી મિથ્યાત્વ કાળમાં સુખની સામગ્રી મળે તો રતિ થવાનો સ્વભાવ બેઠો છે. ભૌતિક પદાર્થની અપેક્ષા રહેલી છે માટે મિથ્યાદૃષ્ટિ ગમે તેટલો ઉદાર હોય તો પણ ઉક્ત સ્વભાવના કારણે યાંચાશીલ છે. વાસ્તવિક ઉદાર નથી. ભૌતિક પદાર્થોની વાંછા માનવીને ઉદારતાનો દેખાવ અને ડોળ કરાવે છે પણ વાસ્તવિક ઉદાર બનવા દેતી નથી.
૭૭
દીન- એટલે હંમેશા જેણે કલ્યાણને નથી જોયું તે અર્થાત્ અકલ્યાણનું જ મુખ જોનારો અર્થાત્ જે અકલ્યાણની જ સહાયને ઇચ્છનારો છે અને તેથી તાત્ત્વિક દૃષ્ટિએ દીન છે.
જેમ વ્યવહારમાં જેણે જન્મતા જ મા, બાપ, ભાઈ, બહેન સ્નેહી, સંબંધી, પૈસા વગેરેનું સુખ જોયું નથી તેવો જીવ ગરીબ અને અસહાય હોવા છતાં જ્યારે રંક અને લાચાર બને છે ત્યારે તે દીન કહેવાય છે તેમ અધ્યાત્મની દૃષ્ટિએ જેટલા મિથ્યાદૃષ્ટિ જીવો છે એમને સદાને માટે પોતાનું હિત શેમાં છે તે જોયું નથી અને સદાને માટે તે જીવો સંસારના સુખની હૂંફ્થી જીવે છે. અને તેને માટે જરૂર પડે તો જુઠું બોલે, ચોરી કરે. યાવત્ ગમે તેવા પાપ કરતા અચકાતા નથી. આમ ધર્મનું બળ ન હોવાથી તેઓ કદી પણ તત્ત્વની હુંફે જીવતા નથી અને તેથી તેઓ દીન છે જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ સદા પોતાના કલ્યાણને જ જોનારો હોય છે. ધર્મનું બળ હોય છે. તત્ત્વની હુંફ હોય છે, કદાચ કર્મના યોગે સંસારમાં રહેવું પડે, પાપ કરવા પડે છતાં અકલ્યાણની હુંફ નથી તેમાં પ્રિયઘેન બોધ નથી પણ તે મારક લાગે છે. મત્સરી પરકલ્યાણ દુસ્થિતઃ બીજાનું કલ્યાણ, ઉન્નતિ જોઈને દુઃખી થનારો. કલ્યાણની ઓળખ ન હોય ત્યારે જીવ બીજાના ગુણો જોઈને દુઃખી થાય છે. બીજાના ગુણોને જોઈને જેને દ્વેષ થાય, દુર્ભાવ થાય, તેનાથી પાછો ન હટે તે જીવ ગુણઠાણાની
Jain Education International 2010_05
1
For Private & Personal Use Only
www.jainelibrary.org