________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
થઈ જાત.
હું જે જોઉ છું તે મારી જોવાની ક્રિયા એ અંદરનું જગત છે. આ દૃશ્ય જગત નથી. આત્મા દેહમાંથી નીકળી જાય પછી જગત શું ? પંચાસ્તિકાયમાંથી જીવાસ્તિકાય નીકળી જાય તો પછી જગત શું ?
સ્વપ્નમાં આવેલ સુખ-દુઃખને કોઈ સત્ય માનીને રોતું નથી તેમ બ્રહ્મભાવમાં રહીને સંસારના સુખદુઃખનું વેદન થતું નથી આ વેદાંત પદ્ધતિ છે.
યોગમાર્ગમાં આસન, પ્રાણાયામ, ધારણા દ્વારા ચિત્ત નિરોધ કરવાનો છે જ્યારે જૈનદર્શનમાં સ્યાદ્વાદ પદ્ધતિ છે.
અવેધસંવેધપદનો જય કરવો હોય અને તેનાથી થતાં નુકસાનથી બચવું હોય તો પોતાની ભૂલ જોતાં શીખવું જોઈએ. જ્યાં સુધી પોતાની ભૂલ ન દેખાય ત્યાં સુધી ભગવાન ન થવાય. ભગવાન કોણ છે ? જેને દેહ હોવા છતાં પોતે દેહના માલિક નથી, વાણીના માલિક નથી, કોઈ ચીજના માલિક નથી. તે ભગવાન છે. દૃષ્ટિની નિર્મળતા
૭૫
વાસ્તવિક ભૂલ દેખાઈ ત્યારે કહેવાય કે તે ભૂલ ફરીથી ના થાય તો. પોતાની ભૂલ અને પોતાના અપરાધ દેખાય તે સમ્યક્ દૃષ્ટિ છે. જ્યારે પારકાની ભૂલો દેખાય તે મિથ્યાદૃષ્ટિ છે. જેને પોતાના જ દોષ જોવા છે અને બીજાના જોવા નથી તેનું આ જગતમાં કોઈ નામ લેનાર નથી. આપણે બીજાના દોષો જોઈએ છીએ અને પછી તેનું ગેઝેટીંગ કરીએ છીએ માટે જગત આપણી સામે આંગળી ચીંધે છે. આ જગતમાં કોઈ જીવે કોઈપણ કાર્ય જાણી જોઈને કર્યું નથી. ઠેઠ મોક્ષે જતા સુધી આ જગત કરૂણા રાખવા જેવું છે. દંડ કરવા જેવું નથી. મોટામાં મોટી અને છેલ્લામાં છેલ્લી જાગૃતિ એ કે કોઈ દોષિત જ ન દેખાય. વીતરાગ દૃષ્ટિનું માપદંડ શું ? તો એ જ કે આખું જગત નિર્દોપ દેખાય.
નિર્દોપ દૃષ્ટિ નહિ હોય તો જેવું જોઇશું તેવા થઈ જઈશું. જગત જ્યાં સુધી દોષિત દેખાશે ત્યાં સુધી ભટકવાનું રહેશે. જગતને દોષિત જોવાની દૃષ્ટિ એ વાતની અંદરથી ચાડી ખાય છે કે આત્મા સ્વરૂપમાં વર્તતો નથી, બહાર રહે છે. જગત નિર્દોષ દેખાય તો સમજવું કે આત્મા સ્વરૂપની નજીકમાં વર્તે છે અને તે જ મોક્ષે જવાનો ઉપાય છે. અંદરમાં પડેલા ક્રોધાદિ કપાયો જ જગતને દોષિત દેખાડે છે. એ કયાંથી અંદર ઘૂસી ગયા ? “હું શુદ્ધાત્મા છું” એ માન્યતાને બદલે “હું મણિભાઇ છું” એમ માનવાથી જ ને ? એ માન્યતા તૂટી જાય તો હમણાં જ બધા કષાયો ભાગવા માંડે. તારક વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ આખા જગતને નિર્દોષ જોયું છે તો પછી આપણે જગતને દોષિત જોનારા વળી કોણ ? તેઓને જગત નિર્દોષ કેમ દેખાયું ? તો એકજ વાત કે તેઓએ આખું જગત કર્માધીન જોયું. કોઇપણ આત્મા સ્વતંત્ર રીતે પાપ કરતો નથી. કર્મની પરવશતાથી કરે છે. કર્મની પરવશતાથી કરે તેને ગુનેગાર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org