________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ થતાં સર્પ જેવો છે. રતિ રૂપી મુખવાળો છે. હર્ષ-શોક રૂપી બે જીભ વાળો છે. દેહત્યાગ રૂપી મૃત્યુને લાવનારો છે માટે કામના વિકલ્પો ઉત્પન્ન થાય તે પહેલાં જ દાબી દેવામાં આવે તો સળતા મળે. કામનું મૂળ સંકલ્પ-વિકલ્પ છે. તે જો ના કરવામાં આવે તો કામ ઉત્પન્ન થાય નહિ. કામ કીર્તિ, યશ, જ્ઞાન અને ધ્યાનનો નાશ કરે છે. કામથી વ્યાપ્ત પુરુષનું શરીર ધ્રુજે છે, શ્વાસોશ્વાસ જોરથી ચાલે છે. આખરે મરણ પામે છે.
અશુચિ ભાવના બરાબર ભાવતા આવડે તો સ્ત્રીના રાગમાંથી છૂટી શકાય છે. સ્ત્રીનું શરીર તે ચમારના ઘરની મશક જેવું છે. અંદર દુર્ગધવાળા પદાર્થો ભરેલા છે. યોનિસ્થાન તે દુર્ગધમય રસ અને લોહીને ઝરવાનું સ્થાન છે. તેના શરીરમાંથી પણ પરસેવો ઝર્યા કરે છે. તેના કટાક્ષ અગ્નિની જવાળાની જેમ જીવને બાળે છે. તે બહારથી મીઠું બોલે છે પણ તે સંયમી માટે વિષ તુલ્ય છે. તેનો સમાગમ મૃત્યુ સમાના દુઃખને લાવનાર બને છે.
સ્ત્રીમાં એવી મોહિની છે કે પ્રથમ તેને જોવાનું મન થાય છે પછી તેની સાથે વાતચીત કરવાનું મન થાય છે પછી જીવ નિર્લજ્જ બની પોતાના ચશ-કીર્તિને ધૂળમાં મેળવે છે. જેથી આલોક-પરલોક બંને બગડે છે. જેના પ્રભાવે જીવને નરકની પ્રાપ્તિ સહેલી બને છે. સ્ત્રીમાં જીવ ભાનભૂલો બનીને એવો એકાકાર બને છે કે તે વખતે પોતે શું બોલે છે ? શું કહે છે ? શું વિચારે છે ? એનું તેને કશું જ ભાન હોતું નથી. આત્માની વિવેકશક્તિનો પરાકાષ્ઠાએ નાશ અહિંયા જોવા મળે છે. આમ જગતમાં બુદ્ધિશાળી ગણાતા જીવોને પણ કર્મબંધનું મુખ્ય કારણ સ્ત્રી છે. તેથી ગ્રંથકારે નરકાદિ અપાયના મુખ્ય કારણ તરીકે તેનું ગ્રહણ કરેલ છે.
વેધસંવેદ્યપદ પ્રાપ્ત થતાં જીવ જ્ઞાની બને છે. જ્ઞાની પુરુષને જે પદાર્થ જેવો હોય તેવો જ ભાસે છે. જ્ઞાની પુરુષોએ એક આત્મા સિવાય બધું પુદ્ગલ જોયું. આજે રત્ન દેખાય તે કાલે વિષ્ટા રૂપ થાય છે. સારું એવું પણ શરીર ક્ષણવારમાં કદરૂપું થતાં વાર લાગતી નથી. નિરોગી શરીર રોગી થઈ જાય છે. જ્ઞાની પુરૂષને એકમાત્ર પોતાનું ચૈતન્ય સ્વરૂપ દેખાય છે. જે દેખાતા આખું જગત મડદા તુલ્ય જણાય છે. જ્ઞાનીને દ્રવ્યદૃષ્ટિ પ્રધાન છે તેથી પદાર્થોના ફારમાં તે મુંઝાતા નથી જ્યારે અજ્ઞાનીને પર્યાયદૃષ્ટિ વર્તે છે તેથી પર્યાયમાં તે મુંઝાઈ જાય છે. મોહાધીન જીવો. સંસારના પદાર્થોને પોતાની કલ્પનાથી સાચા માનીને તેમાં એકાકાર થઈ નવો નવો સંસાર વધારે છે. મોહના ઉદયથી નવા નવા વિકલ્પો જાગે છે જેનો નાશ જ્ઞાની બનીને અંદરમાં વૃત્તિ કરવામાં આવે તો જ શક્ય બને. આમ અવેધસંવેદ્યપદના જય માટે આત્માએ રાત દિવસ પુરુષાર્થ કરવો પડે છે. તેનાથી વિકારોનું બળ તૂટતા અને શુદ્ધિ વધતા જેમ જેમ ઉપયોગમાં સ્થિરતા વધતી જાય છે તેનાથી વેધસંવેધપદની પ્રાપ્તિ નજીક બને છે.
અહિંયા ગ્રંથકાર સમક્તિી વગેરેને ભાવયોગી કહી રહ્યા છે. એનો અર્થ એ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org