________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ તપોવનની નજીકના માર્ગમાંથી જતાં સાધુઓનું દર્શન થયું તેના વડે તે મહાત્માઓ કહેવાયા શું તમારે આજે અનાકુટ્ટિ નથી ? જેના કારણે અટવી તરફ જઈ રહ્યા છો. તેઓ વડે કહેવાયું, અમારે તો જાવજીવને માટે અનાકટ્ટિ છે એ પ્રમાણે કહીને સાધુઓ આગળ ચાલ્યા. તે સાંભળીને તેના ઉપર ઉહાપોહ કરતા-ચિંતના કરતાં ધર્મરૂચિને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું કે હું પૂર્વભવમાં પ્રવજ્યાને પાળીને ત્યાંથી દેવલોકના સુખને અનુભવીને અહિંયા આવ્યો છું આ પ્રમાણે જાતિસ્મરણથી જાણીને તે પ્રત્યેક બુદ્ધ થયો.
આ જ્ઞાન સંવેદનાત્મક જ્ઞાન છે. સ્પર્ધાત્મક જ્ઞાન છે. આવા જ્ઞાનથી ભવસાગર તરી શકાય છે. અહિંયા અનાદિની અજ્ઞાનદૃષ્ટિ, મોહ દૃષ્ટિ, મિથ્યા માન્યતા, વગેરેને તાળા મરાય છે.
અહિંયા ટીકામાં ગ્રંથકારે વેધસંવેધપદમાં ભિન્નગ્રંથિકતા લીધી છે. એનું કારણ એ છે કે એ સમ્યકત્વની અત્યંત નજીક છે. અપૂર્વકરણના અધ્યવસાયથી. ગ્રંથી ભેદાયા પછી તરત અનિવૃત્તિકરણ દ્વારા અંતઃકરણ અર્થાત્ સમ્યકત્વના પરિણામ પ્રગટે છે માટે ગ્રંથકાર કહે છે કે ગ્રંથિભેદમાં પણ વેધસંવેધપદનું આશયસ્થાન છે અને સમ્યકત્વમાં પણ વેધસંવેદ્યપદનું આશયસ્થાન છે. તે બંને આશયસ્થાનમાં બહુ ક ન હોવાથી ભિન્ન ગ્રંથિક પછી સમ્યક્ત્વ પદ જુદુ ન મૂકયું પણ દેશવિરતિનું આશયસ્થાન એનાથી ઊંચી કોટિનું આશયસ્થાન હોઈ સખ્યત્વની અપેક્ષાએ દેશવિરતિમાં ઊંચા વેધસંવેધપદનું આશયસ્થાન છે માટે દેશવિરતિપદ જુદુ મુક્યું.
જ્યારે સર્વવિરતિનું આશયસ્થાન એ સર્વ હેયના ત્યાગ રૂપ અને સર્વ ઉપાદેયના આદરરૂપ છે અને તેનું ગ્રહણ “અપ્રવૃત્તિ બુદ્ધયા' પદથી થઈ જાય છે.
આત્માના શુભપરિણામ ઘણીજ ઉચ્ચદશાને પામે છે અને તેમાં વૃત્તિ એકાકાર થાય છે તેમ તેમ જગતની વિસ્મૃતિ થતી જાય છે. ઉપયોગમાં સ્વરૂપ ઘંટાયા કરે છે ત્યારે જીવનની કોઈ ધન્યપળે આત્મા ગ્રંથિભેદ કરી વેધસંવેધપદ પામે છે. અહંભાવ મર્યા પછી આત્મા પ્રાપ્ત થાય છે. તે માટે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો જય કરવો પડે છે. સઘળા વિષયોમાં સ્ત્રી એ મુખ્ય વિષય છે. તેનો જય કરવો તે ભલભલાને માટે કઠિન છે કહ્યું છે કે
“ આ સઘળા સંસારની રમણીનાયક રુપ, તે ત્યાગી ત્યાખ્યું બધું કેવળ શોક સ્વરૂપ; એક વિષયને જીતતાં જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતાં અતિયો, દળ, પુરને અધિકાર.”
એક માત્ર કામને આધીન થઈને રાવણ જેવો સમર્થ આત્મા પણ નરકે સિધાવ્યો. જીવને કામવાસના અને સ્પર્શેન્દ્રિયની આસક્તિના સંસ્કાર ભવોભવના છે. તે વારંવાર ઉપયોગને વિકારી બનાવે છે. કામ કલ્પનારૂપી ઈંડામાંથી ઉત્પન્ન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org