________________
૭૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ છે કે ગ્રંથિભેદ કર્યા પહેલા દ્રવ્યયોગ છે. દ્રવ્યયોગ એટલા માટે કે સ્ત્રી વગેરે હેય પદાર્થનું ત્યાં હેયરૂપે જે વેદન થવું જોઈએ તે નથી. ઉપયોગમાંથી કપાય પરિણામ જે છૂટો પડવો જોઈએ તે પડતો નથી. ઉપયોગમાં સંસારના પરિણામનો અભેદ વર્તે છે. અને જ્યાં સુધી ઉપયોગમાંથી વિકારી ભાવો છૂટા ન પડે ત્યાં સુધી તેના પ્રત્યે હેય પરિણામ કેવી રીતે આવે ? અને તે ન આવે તો સ્ત્રી આદિના ભોગમાં આત્માએ પ્રવૃત્તિ કરવા યોગ્ય નથી એ શ્રદ્ધાંશ કયાંથી આવે ? અને તે ન આવે તો પછી ભાવયોગ કેવી રીતે આવે ? એટલે ગ્રંથિભેદ કરતા પહેલા દ્રવ્યયોગ છે.
ગ્રંથિ ભેદાયા પછી સ્ત્રી આદિ તત્ત્વો હેયરૂપે વેચાય છે. બળવાન કર્મના ઉદયે સ્ત્રી આદિ તત્ત્વોનું સેવન ત્યાગ બુદ્ધિથી જ કરાય છે. ઉપયોગમાં યોગધારા અને જ્ઞાનધારા બે જુદી પડેલી હોય છે તેથી ત્યાં ભાવયોગ હોય છે અને તેથી સમકિતી વગેરેને ભાવયોગી કહ્યા તે યથાર્થ છે.
સમકિતીની દ્રષ્ટિ ગુણનિધાન નિજાત્માને દેખે છે. પહેલા રાગમાં સુખ માની તેમાં લીન રહેતો હતો, ત્યારે તે કર્મથી બંધાતો હતો. હવે જ્ઞાયકસ્વભાવમાં રમણતા કરવાથી રાગથી ભિન્ન થયો તો અનંતા કપાયોનો અભાવ થઈ ગયો અને વીતરાગી આચરણની કણિકા જાગી. અપૂર્વશાંતિ પ્રગટી. જો એમ ન થાય તો રાગથી જુદો કઈ રીતે પડ્યો ? જ્ઞાયક સ્વભાવ તરફ પરિણમનધારા શરૂ થતાં જ રાગધારા અને કર્મધારા તૂટવા માંડી, પરભાવોનો બોજો ઉતારી આત્મા હળવો ફ્લ થઈને મોક્ષ તરફ ચાલવા માંડ્યો. પર્યાયમાં અલિપ્તતા આવતા તે શુદ્ધ થયો.
જેમ કમળના પાંદડા પાણીમાં જ પ્રસરીને રહ્યા છે છતાં તે પાણીથી ભીંજાતા નથી. પાણીમાં ઓગળી જતાં નથી પણ પાણીથી અલિપ્ત રહે છે. તેમ અલિપ્ત ચૈતન્ય સ્વભાવને અનુસરનારા જ્ઞાની સંયોગ વચ્ચે રહ્યા છતાં પરભાવોથી ભીંજાતા નથી, કર્મોના ઉદય વચ્ચે મન પોતાના જ્ઞાનપરિણમનને છોડતા નથી ને બંધભાવને સ્પર્શતા નથી. જ્ઞાનીને બંધ થાય છે ખરો પણ તે બંધભાવને સ્પર્શતા નથી. ફ્રી
ી ને શમસુખમાં વિલીન થઈને-એકરસ થઈને કર્મોનો ક્ષય કરે છે ને મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. જેમ મીઠું પાણીમાં ઓગળીને તેમાં એકરસ થઈ જાય છે તેમ આનંદનો. સમુદ્ર આત્મા તેમાં ઓગળીને પર્યાયમાં એકરસ થઈ જાય છે. આનંદરૂપ થઈ જાય છે. આ રીતે ભાવયોગી બનેલ સમક્તિી વગેરે આત્માઓ આનંદનું વેદન કરતા કરતા મોક્ષપુરીમાં ચાલ્યા જાય છે.
વેધસંવેદ્યપદથી અન્ય એવા અવેધસંવેદ્ય પદને કહે છેअवेद्यसंवेद्यपदं विपरीतमतो मतम् । भवाभिनन्दिविषयं समारोपसमाकुलम् ॥ ७५॥ વેધસંવેદ્યપદથી વિપરીત અવેધસંવેધપદ મનાયેલું છે. વાસ્તવિક રીતે જે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org