________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ હશે તેનું આ ળ છે. આ તત્ત્વ હું સમજ્યો છું.
આ બોધ ઉપર તેણે વીરપ્રભુની પાસે દીક્ષા લીધી. સ્થવિરોની સાથે સ્પંડિલભૂમિ ગયા. ત્યાં સરોવરના કાંઠે રહી પાણીમાં પાત્ર તરતું મૂક્યું. બાળક્રીડા કરી. સરોવર ડહોળ્યું. સ્થવિર મુનિઓએ આ જોયું અને કહ્યું કે તમે પાણીના જીવોની વિરાધના કરી છે. તે સાંભળી તેમને પશ્ચાત્તાપ થયો. પ્રભુ પાસે આવી પ્રાયશ્ચિત્ત માગ્યું. અને પ્રભુએ ઇરિયાવહીનો કાઉસગ્ન કરવા કહ્યું જે કરતા કરતા પશ્ચાત્તાપના બળ ઉપર ક્વલજ્ઞાન પામ્યા.
અહીં અતિમુક્તકનું ચારિત્ર લીધા પહેલાનું જે જ્ઞાન હતું તે સંવેદનાત્મક હતું. અને આ સંવેદનાત્મક જ્ઞાનની જ અધ્યાત્મમાં કિંમત છે. આ જ્ઞાનથી અંદરમાં અજ્ઞાનનો અંધકાર ઉલેચાઈ જાય છે અને જીવને મોક્ષ નિફટ છે એવું અંદરથી અનુભવાય છે.
તે જ રીતે ધર્મરૂચિ ની પણ વાત આવે છે કે તેણે સંસારથી વૈરાગ્ય પામી. તાપસ દીક્ષા અંગીકાર કરી.
ધર્મરૂચિ અણગારનું દૃષ્ટાંત -
વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો. તેને ધારિણી નામની દેવી હતી. તેમણે ધર્મરૂચિ નામનો પુત્ર હતો. તે રાજા એક વખત તાપ દીક્ષા અંગીકાર કરવાની ઇચ્છાથી ધર્મરુચિને રાજ્યને વિશે સ્થાપન કરવા તૈયાર થયો તે વખતે ધર્મરુચિ પોતાની માતાને પૂછે છે- શા માટે મારા પિતા રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરે છે ? ત્યારે તેણીએ કહ્યું કે નરકાદિ સઘળા દુ:ખના હેતુભૂત, સ્વર્ગ અને મોક્ષના માર્ગમાં અર્ગલા સમાન, અવશ્ય અનર્થને કરનારી, પરમાર્થથી આ લોકમાં પણ અભિમાન માત્ર ફ્લવાળી એવી આ રાજ્યલક્ષ્મી વડે કરીને શું ? આથી કરીને આવી રાજ્યલક્ષ્મીને છોડીને તારા પિતા ધર્મ કરવાને માટે ઉધમવાળા થયા છે. આ સાંભળીને ધર્મરુચિએ કહ્યું કે - શું હું અનિષ્ટ છું ? કે જેથી સકલ દોષનો આશ્રય કરનારી એવી રાજ્યલક્ષ્મીને વિશે મને સ્થાપન કરે છે અને સકલ કલ્યાણના હેતુભૂત ધર્મથી મારો ત્યાગ કરાવે છે ? એ પ્રમાણે કહેવાથી પિતા વડે અનુજ્ઞા અપાયેલ ધર્મરુચિ પિતાની સાથે તાપસીના આશ્રમમાં ગયો. ત્યાં રહીને સઘળી તાપસોની ક્રિયાઓનું બરાબર પાલન કરે છે.
એક વખત અમાવાસ્યાના આગલા દિવસે કોઈ તાપસ વડે ઉદ્ઘોષણા કરાઈ કે તાપસો ! આવતી કાલે અનાકુટ્ટિ છે આથી કરીને આજે જ વ્રણ, પુષ્પ, કન્દ, મૂળ ળ વગેરેનું ગ્રહણ કરો. આ સાંભળીને ધમરુચિએ પિતાને પૂછયું, હે તાત ! આ અનાકુટ્ટિ શું છે ? પિતાએ કહ્યું- હે પુત્ર ! કન્દ, મૂળ, ફળ વગેરેનું ગ્રહણ અમાવાસ્યાદિ વિશિષ્ટ પર્વના દિવસે હોતું નથી કારણ કે વનસ્પતિ વગેરેને કાપવાની ક્રિયા પાપ રૂપ છે. આ સાંભળીને તે વિચારે છે કે હંમેશના માટે અનાકુટ્ટિ હોય તો સારું રહે. આ પ્રમાણે વિચાર કરતા અમાવસ્યાના દિવસે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org