________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સ્ત્રીને દયિતા કેમ કહેવાય ? જેનું સ્મરણ સંતાપ આપે, જેના દર્શનથી ઉન્માદ થાય અને જેના સ્પર્શથી મોહ જાગે આવી અનહદ પીડા આપનારી નારીને યિતા કેમ કહેવી ?
નારી અમૃત પણ છે અને ઝેર પણ છે. એ અનુરક્ત હોય તો અમૃતના જેવી મધુર હોય છે પરંતુ જ્યારે તે પ્રતિકૂળ થઇ જાય છે ત્યારે સાક્ષાત્ વિપલતા બની જાય. છે એટલે વિવેકશીલ વિદ્વાને બંને સ્થિતિમાં તજવા યોગ્ય છે. સ્ત્રી, સંશયોની ઘમરી છે. અવિનયનું ધામ છે. સાહસોનું શહેર છે. દોષોનો ભંડાર છે. સેંકડો કપટોની ભૂમિ છે. સ્વર્ગના માર્ગમાં વિદન છે. નરકનું પ્રવેશ દ્વાર છે અને સર્વ માયાનો કરંડિયો છે. ભર્તુહરિ નારીને નદી કહે છે જે તરવી દુરૂર છે. જો તેમાં કોઈ એકવાર ઊતરે તો. ડૂબી મરે માટે આત્મસાધના કરવી હોય તેણે તેને દૂરથી તજવી જોઈએ.
- વનિતા એ ઝેરી સાપ છે. એના મોહક કટાક્ષો એ કાતિલ ઝેર છે. વિવિધ વિલાસો એની ભયાનક ક્યા છે. સાપની જેમ સ્વભાવે વક્ર છે. સાપ કરડે તો એના ઊતારનારા ગારૂડીઓ, ઓષધો, મંત્રો મળી શકે છે. પરંતુ કામિની રૂપી સાપ કરડે તો સંસારમાં તેનો ઉપાય નથી.
નારીનો દેહ એક ભયાનક જંગલ છે તેમાં ઉન્નત સ્તનો રૂપી દુર્ગમ પર્વતો છે. કામદેવ રૂપી કાબેલ તસ્કરો છે. જો મન રૂપી મુસા તેમાં પ્રવેશ કરે તો તે ભૂલો પડી જાય, એને પાછા બહાર નીકળવાનો માર્ગ મળે નહિ, અને કામદેવરૂપી ચોરના હાથે તે સાવ લૂંટાઈ જાય !
પુરુષ કરતાં આઠગણો વધુ કામ ધરાવતી સ્ત્રી પહેલા ના, ના, નહિ એમ કહીને રસ બતાવતી નથી, પછી લજ્જાશીલ બને છે, પછી અભિલાષા જાગે છે, પછી ક્રમે કરીને રસ વધતો જાય છે અને પરાકાષ્ઠા આવે ત્યારે મર્યાદાની તમામ પાળ તોડીને તેનો રસ ધસમસતો વહેવા લાગે છે.
પૂનમની રાત હતી. ભગવાન બુદ્ધ જંગલમાં તપ કરતા હતા. કેટલાક કામી યુવાનો એક સુંદર યુવતીને ઊઠાવી લાવ્યા. નિર્જન સ્થાનમાં તેને નિર્વસ્ત્ર કરી પરંતુ તેઓની પકડમાંથી છટકીને તે ભાગી. બુદ્ધ ધ્યાનસ્થ હતા ત્યાંથી પસાર થઈ હશે. યુવાનો તેને શોધવા પાછળ ગયા. બુદ્ધને પૂછયું, તમે કોઈ સુંદર નગ્ન સ્ત્રીને અહીંથી જતી જોઈ છે ? બુદ્ધ જવાબ આપ્યો. હા, અહીંથી એક આકાર પસાર થયો. એ સ્ત્રી હતી, નગ્ન હતી કે સુંદર હતી, તેની મને ખબર નથી. કામી યુવાનની નજરે જે સ્ત્રી નગ્ન દેખાય છે તે બુદ્ધની દ્રષ્ટિમાં આકારમાત્ર છે ! જો બુદ્ધત્વ આવે તો કામિની જ રહેતી નથી. તો પછી કામની લીલાની તો વાત જ ક્યાં રહી ? યોગીરાજ ભર્તૃહરિએ અહીં જે કામિનીની નિંદા કરી છે તેના મૂળમાં આ બુદ્ધત્વ છે.
મોહ મરી જાય ત્યારે નારીના કટાક્ષો, વિલાસી વચનો કે શૃંગારિક ચેષ્ટાઓ.
Jain Education. International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org