________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૬૩ વિદ્ધ સમાનતયા વેદાય છે તે પ્રકારે તપાવાન. સ્ત્રી આદિના સેવનના ત્યાગની બુદ્ધિથી જ શ્રુતજ્ઞાન દ્વારા વિપરીત મલ દૂર થવાથી હેયોપાદેયનું યથાર્થ સંવેદન કરાય છે.
આમ નરકાદિ દુ:ખોના હેતુભૂત સ્ત્રી આદિ તત્ત્વોનું હેયરૂપે સંવેદન જે આશય સ્થાનમાં કરાય છે. તે વેધસંવેદ્યપદ છે. અહિંયા નરકાદિ અપાયના હેતુ ભૂત સ્ત્રી આદિ કેમ લીધા ? તો કહે છે કે જગતમાં બુદ્ધિશાળી એવા જીવોને પણ કર્મબંધનું પ્રધાન કારણ જો કોઈ હોય તો તે સ્ત્રી છે માટે નરકાદિ અપાયના પ્રધાન કારણ તરીકે સ્ત્રી કહીં તે વિષયમાં ભર્તુહરિ લખે છે કે કામશક્તિ (sex Power)ની મન ઉપર એવી પ્રબળ અસર છે કે જ્યારે સુંદરીને જોઈ નથી હોતી. ત્યારે તેને જોવાની ઇચ્છા થાય છે. જોયા પછી સ્પર્શ કરવાનું મન થાય છે પછી તેને ભેટવાનો ભાવ જાગે છે અને પછીથી તેના આશ્લેષમાંથી મુક્ત થવાની ઇચ્છા થતી નથી. નારી દેહનું આવું આકર્ષણ છે! અને એટલે તો કવિઓએ શૃંગાર અને ભોગને જ સ્વર્ગ કહ્યા છે.
પ્રત્યેક શૃંગાર કે શૃંગારિક ક્રિયાની પાછળ ગુપ્ત રીતે વૈરાગ્ય ઊભો જ હોય છે. કારણકે સંભોગની ક્રિયા પછી તરત જ સ્ત્રીની કાયા અને રૂપ ગમતા નથી. ઘડીક પૂરતો વૈરાગ્ય આવી જાય છે એટલે જ એક કવિએ કહ્યું છે, કે મનુષ્યને શ્મશાનમાં જે વેરાગ્ય આવે છે અને રતિક્રીડા પછી તરત જ જે વૈરાગ્યનો અનુભવ થાય છે તે જ કાયમ રહે તો મોક્ષ પ્રાપ્તિ થઈ જાય
ભર્તૃહરિએ સુંદરી અને તેના હાવભાવની નિંદા કરી છે. આ દર્શન એક વિરક્ત યોગીનું છે. જેની આંખમાં વૈરાગ્યનું અંજન અંજાય છે તેની વિષયવાસના નાશ પામે છે. તેને સ્ત્રી પુરુષના ભેદ રહેતા નથી પછી સ્ત્રીના દેહના આકર્ષણનો સવાલ જ રહેતો નથી. કામી પુરુષની આંખે જોવાતી સ્ત્રી અતિસુંદર લાગે છે. વિરાગીની આંખે એ જ સ્ત્રી, હાડચામના માળખાથી વિશેષ કાંઈ જ નથી. મહાકવિ અશ્વઘોષે કહ્યું છે કે -
कङ्काल शेषेषु रवरेषु तेषु कामेषु कस्य आत्मवतो रतिः स्यात् ।
જેમાં માત્ર કંકાલ - હાડપિંજર જ શેષ રહે છે તેવા સૂકા કામવિષયોમાં કોને પ્રેમ થાય ?
આવું જ દર્શન, વિરક્ત કવિ ભર્તૃહરિનું પણ છે. તે કહે છે, વાસ્તવમાં સ્ત્રી, ખરેખર અપવિત્ર ભસ્ત્રિકા (ચામડાની ધમણી) છે. પરંતુ મોહનો પ્રભાવ તો જુઓ. આંખમાં મોહનું અંજામણ થાય છે કે તરત જ આવી અપવિત્ર સ્ત્રી કાન્તા કમલનયના અને સુંદરી દેખાવા લાગે છે અને જોતાવેંત વિદ્વાન માણસ પણ મદહોશ થઈ જાય છે. તેની પ્રત્યે ખેંચાય છે અને તેની ચાપલૂસી કરવા લાગે છે.
સ્ત્રીને માટે વપરાતા યિતા (દયાવાળી) શબ્દ પર શ્લેષ કરતા તે કહે છે કે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org