________________
પ૦
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ સ્વીકાર હોવાથી અને અનંતધર્માત્મક પદાર્થનું શ્રદ્ધાન હોવાથી બોધમાંથી તમામે તમામ મલિન અંશો જેવા કે અપ્રજ્ઞાપનીયતા, અપ્રામાણિકતા, કદાગ્રહ, પકડ, અનંતા કપાય, વિપયની આસક્તિ, કુતર્ક, મહાગ્રહ વગેરે નીકળી ગયેલા હોવાથી બોધ દર્પણના જેવો સ્વચ્છ અને સૂક્ષ્મ હોય છે અને તેથી આવો બોધ અનંતધર્માત્મક પદાર્થની સાથે સંપૂર્ણતયા વ્યાપી જાય છે.
સૂક્ષ્મબોધને પામેલો આત્મા સર્વજ્ઞ નથી કે દરેક વસ્તુને વિશેષ રૂપે જાણે કારણ કે દરેક વસ્તુના સંપૂર્ણ વિશેષોનું જ્ઞાન તો કેવલજ્ઞાન વિના શક્ય નથી. પરંતુ સર્વજ્ઞ પરમાત્માના વચનની શ્રદ્ધાના કારણે જગતના તમામે તમામ શેયોને - પદાર્થોને તે અનંત ધર્માત્મક રૂપે સદહે છે. અને આજે તેના જ્ઞાનની યથાર્થતા છે. શ્રદ્ધાના બળે તેનું જ્ઞાન જગતના તમામ પદાર્થો ઉપર આ રીતે છવાઈ જાય છે. અહિંયા પદાર્થનો અનંત ધર્મભકરૂપે સ્વીકાર શબ્દથી નથી હોતો, હૃદયથી હોય છે. બુદ્ધિ ચક્ષની સાથે હૃદયચક્ષુ ભળે છે ત્યારે અનેકાંતદર્શન હૃદયંગમ બને છે, અને આવો હૃદયને હાડોહાડ અડાડે અને વૈરાગ્યથી સદા ભાવિત રાખે તેવો બોધ એ સમ્યગદર્શન છે. તે મોક્ષમાર્ગ છે અને તેજ પરમાર્થથી જિન શાસન છે.
જેન કુળમાં જન્મેલા આત્માને જૈનશાસ્ત્રોના અભ્યાસથી વસ્તુમાત્રના અનંતધર્માત્મકપણાનો બોધ હોય પણ તે બોધ ગ્રંથિભેદ ન થયેલ હોય તો તે માત્ર શબ્દાત્મક હોય છે. શબ્દાત્મક બોધમાંથી સ્પર્ધાત્મકબોધ સુધી પહોંચવાની ભાવયાત્રા આપણે કરવાની છે અને તે માટે આ મનુષ્યભવ અને પરમાત્માનું શાસન છે.
ચોથી દીપ્રા દૃષ્ટિ સુધી આવો સૂક્ષ્મબોધ હોતો નથી કારણ કે ત્યાં ગ્રંથિભેદ નથી. અવેધસંવેદ્ય પદ છે. આપણામાં ગ્રંથિભેદ થયો છે અથવા તો ગ્રંથિભેદ નજીક છે તેને જાણવાનું બેરોમીટર એ છે કે જીવનની એક એક ક્ષણમાં સર્વજ્ઞ વચનને આગળ કરીને ચાલવાનું મન થાય અને પ્રભુશાસન જે પ્રણિધાન, પ્રવૃત્તિ, વિષ્ણજયનો માર્ગ બતાવે છે તે માર્ગે ચાલવા આત્મા કટિબદ્ધ બને તો અવશ્ય તેને લોકોત્તર શુભભાવનાની સ્પર્શના થતી આવે. એ સ્પર્શનાના બળે અરિહંત અને તેના શાસન ઉપર આદર-બહુમાન વધતા આવે - આવું બને તો આ લોકોત્તર શુભભાવની સ્પર્શનાના બળે. એક વખત અવશ્ય ગ્રંથિ ભેદાઈ જાય,
લૌકિકમાંથી લોકોત્તર તરફ, શબ્દથી સ્પર્ધાત્મક બોધ તરફ, સ્કૂલમાંથી સૂક્ષ્મ તરફ, ભોગમાંથી યોગ તરફ અને અવેધસંવેધપદમાંથી વેધસંવેધપદ તરફ આપણે પ્રયાણ કરવાનું છે. આ વાત સાધકને સતત ખ્યાલમાં રહેવી જોઈએ.
अवेद्यसंवेद्यपदं यस्मादासु तथोल्बणम् । .
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org