________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૫૯ પણ ક્યારેક જોવા મળે તો ખેદ સહિત જ હોય છે.
જ્યાં બોધ સૂક્ષ્મ બન્યો, હેતુ, સ્વરૂપ અને ળથી આત્મસ્વરૂપનો નિર્ણય થયો. “આત્મા છે.” “તે નિત્ય છે' “કર્મનો કર્તા છે” “કર્મનો ભોક્તા છે.” “આત્માનો મોક્ષ છે” અને “મોક્ષનો ઉપાય છે.' આ છ સ્થાનની યથાર્થ શ્રદ્ધા થઈ. હું હતો, છું અને રહેવાનો છું. મારો નાશ કોઈ કાળે થવાનો નથી અને મારા પુરુષાર્થથી જ મારું ભાવિ ઘડાવાનું છે.our deeds of today are seeds of tomorrow. હું જ મારા ભાગ્યનો ઘડવૈયો છું. આવી જ્યાં આત્મશ્રદ્ધા ઊભી થઈ એ આત્માને જ્યારે સંસારમાં રહેવું પડે કે પાપપ્રવૃત્તિમાં જોડાવું પડે ત્યારે એના આત્માની અંદરથી કેવી સ્થિતિ હોય છે તે જ્ઞાની સિવાય બીજું કોણ સમજી શકે ? એટલે પાપપ્રવૃત્તિ કાળે એનું અંતર અંદરથી દુ:ભાતું હોય છે. એ કાલે અંદરથી તે પ્રામાણિક હોય છે એટલે એમ કહેવાય કે તે પાપ કરતો નથી. તેનાથી પાપ પ્રવૃત્તિ થઈ જાય છે. તે કર્મને બાંધતો નથી, કર્મ તેને બંધાય છે.
આત્મા વસ્તપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિપરિણામના પલટાવાથી પર્યાયનું પલટાવાપણું છે. જેમ સમુદ્ર પલટાતો નથી પણ માત્ર મોજાં પલટાય છે. તેમ આત્માની વિભાવદશામાં બાળ, યુવા, વૃદ્ધ અવસ્થા રુપ પર્યાય ભેદ છે પણ તે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થતો નથી, તે તો નિત્ય છે. તે ત્રણે અવસ્થાની જે સ્મૃતિ વર્તે છે તે જ આત્મા છે.દરેક વસ્તુનો કેવળ મૂળમાંથી નાશ તો થતો જ નથી પણ અવસ્થાંતર રૂપ નાશ થાય છે. તેમ આત્માનો પણ સંસારી અવસ્થામાં અન્ય દ્રવ્યના યોગે નાશ ઘટી શકે પણ કેવળ નાશ થાય નહિ.
આમ સમકિતીને ત્રણે કાળમાં પોતાની નિત્યતાની ખાત્રી થાય છે અને તેથી સામાન્યથી તો તે પાપ પ્રવૃત્તિ ન જ કરે. કર્મના અપરાધમાં પણ સામાન્યથી તો તેની સામે ઝઝુમવાનું જ હોય છે પરંતુ તે પ્રમાણે કરતા ટકી ન શકાય ત્યારે જ તેની પાપમાં પ્રવૃત્તિ હોય છે. તે પ્રવૃત્તિ માટે હરિભદ્રસૂરિ મહારાજ તખલોહપદન્યાયતુલ્ય શબ્દ વાપરે છે. તસલોહપદન્યાસ વિચાર :
જેમ ફેંસીના માંચડે લટકાવવાની ૧૦ મિનિટ પહેલા કેદીને મીઠાઈ ખવડાવવામાં આવે ત્યારે કેદીને મીઠાઈના રસનું ઇન્દ્રિયસ્તર-દેહસ્તરે જ્ઞાન અને ભાન હોવા છતાં પણ તેમાં તે આનંદ ન અનુભવતાં દુ:ખને જ અનુભવે છે. કારણકે તેની નજર સામે દશ મીનીટ પછી મારે શંસીના માંચડે લટકવાનું છે આવો ખ્યાલ છે.
આ ઝેરી લાડુ છે' એમ જાણનારને કોઈ પરાણે ખવડાવે ત્યારે તેને લાડુમાં રહેલ મીઠાશનો અનુભવ થવા છતાં પણ દુ:ખની જ પ્રતીતિ થાય છે.
જંગલમાં પોતાની પાછળ પડેલા વાઘથી રક્ષણ મેળવવા દોડી રહેલા માણસના
,,,,
,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org