________________
૫૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જીવ છે તેમને સ્પર્શ કરતા, કાપતા તેઓને અત્યંત પીડા, કંપારી, ધ્રુજારી વગેરે થાય છે. આ બોધ ન હોવાના કારણે તેઓ જંગલમાં ળ વગેરે ખાય છે તેમ જ સરોવરના સચિન પાણી વગેરે વાપરે છે. આ જૈન શાસન નિર્દિષ્ટ સૂક્ષ્મબોધનો અભાવ છે. એટલે અજાણતા પણ તેઓને પાપની સંભાવના છે તેજ રીતે જૈનદર્શનના ઉત્સર્ગ-અપવાદનો માર્મિક બોધ ન હોય અને એના કારણે એકાંતે ઉત્સર્ગ પકડી રાખે તો માંદગીમાં પડેલા બીજા આત્માને અવસરે અપવાદ સેવન દ્વારા જે સમાધિ ટકવાની સંભાવના છે તે ન કરે અને અસમાધિમાં તે આત્માને મરવામાં નિમિત્ત બને એ આત્મા મર્યા પછી જે દુર્ગતિમાં ભવોભવમાં રખડે, ઘોર હિંસાદિ પાપો કરે તેનું નિમિત્ત પોતે બનતો. હોવા છતાં મેં તો ભગવાનની આજ્ઞાનું પાલન જ કર્યું છે એમ માને તો એ બોધ તાત્ત્વિક અપાયદર્શનની આભાવાળો બોધ છે.
આમ આગમરૂપી દિપક મળવા છતાં જીવને જો સૂક્ષ્મબોધ ન થાય, ઉત્સર્ગ - અપવાદ ગર્ભિત બોધ ન થાય, નય સાપેક્ષ બોધ ન થાય તો તેના દ્વારા થતું અપાયદર્શન એ તાત્ત્વિક અપાયદર્શન નથી પણ તાત્વિક અપાયદર્શનની ભ્રાન્તિવાળું અપાય દર્શન છે. તપ કરતા ત્યાગ મહાન છે અને ત્યાગ કરતા નિર્દોષ ચર્યા મહાન છે અને નિર્દોષ ચર્ચા પણ આસક્તિ ત્યાગના લક્ષ્ય (જેનું પર્યવસાન અણાહારી પદની પ્રાપ્તિમાં છે) મહાન છે આ વાત સૂક્ષ્મબોધવાળા સમજી શકે છે, બીજા નહિ.
अतो ऽन्यदुत्तरास्वस्मात् पापे कर्मागसोऽपिहि। तप्तलोहपदन्यासतुल्या वृत्तिः चिद्यदि ॥ ७०॥
અવેધસંવેધપદના પ્રકરણથી અન્ય જે વેધસંવેધપદ એ ઉત્તરની ચાર સ્થિરાદિ દૃષ્ટિમાં હોય છે. અહિંયા આવેલા આત્માને અપાયશક્તિનું માલિને નીકળી જાય છે. જે અપાયશક્તિ આત્મામાં અશુભાનુબંધ ઉભો કરી સંસારમાં રખડાવવામાં સમર્થ હતી તેનો હવે નાશ થાય છે. હવે અહિંયા વેધસંવધપદ પ્રાપ્ત થાય છે. શુભાનુબંધ હવે અહિંયા બળવાન બનેલ હોય છે. આશયમાંથી અવિવેક, અજ્ઞાન નીકળી ગયેલ હોવાથી મોક્ષની ઈચ્છા તીવ્ર બનેલી હોય છે. સંસારના તમામ ભાવો અહિંયા ત્યાજ્ય રૂપે, પાપ રૂપે આત્માને અહિત કરનાર રૂપે અનુભવાય છે. જીવ પોતાનું ચાલે ત્યાં સુધી તો હિંસાદિ પાપ કાર્યોમાં પ્રવૃત્ત થતો નથી કારણ કે જે વસ્તુ પોતાના ઉપયોગમાં ત્યાજ્ય રૂપે વેદાય છે. તેમાં જીવને પ્રવૃત્તિ કરવી એ ભારે મુશ્કેલ બની જાય છે, છતાં કર્મની બળવત્તા હોય, પોતાનું જીવવીર્ય તેની સામે ટકવા માટે સમર્થ ન હોય તો જીવને કર્મના અપરાધથી પ્રવૃત્તિ કરવી પડે છે. પરંતુ તે તHલોહપદન્યાસ તુલ્ય પ્રવૃત્તિ હોય છે. સંવેગસારા પ્રવૃત્તિ હોય છે. અત્યંત ખેદ પૂર્વકની પ્રવૃત્તિ હોય છે. પ્રાયઃ કરીને તો તે આત્માની પાપમાં પ્રવૃત્તિ હોતી જ નથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org