________________
૫૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ દોપદર્શન હોય છે કારણ કે અનાભોગના કારણે - અજ્ઞાનના કારણે પાપમાં પ્રવૃત્તિ થાય છે અને તેથી હિંસા, અબ્રહ્મ, પરિગ્રહ, કપાયો એ બધામાં સૂક્ષ્મબોધ ન હોવાથી પાપમાં રૂચિપૂર્વક પ્રવૃત્તિ થાય છે. આમ અજ્ઞાનતાથી પાપમાં રૂચિપૂર્વક પ્રવૃત્તિ હોવાથી જીવને દોષદર્શન તાત્વિક નથી હોતું પરંતુ ભ્રાન્તિથી • પરમાર્થના વિષયમાં પરમાર્થની આભાવાળું હોય છે.
આગળના શ્લોકમાં કહી ગયા તેમ અપાયશક્તિના માલિન્કવાળા જીવને અવેધસંવેધપદ હોય છે. અવેધસંવેધપદ એ અંધાપો છે. તેની હાજરીમાં જીવ ગમે તેટલું ભણે તો પણ બોધ સ્થૂલ હોય છે. જિનાગમોને સાંભળવા માત્રથી કે વાંચવા માત્રથી બોધ સૂક્ષ્મ થઈ જતો નથી. અન્યદર્શનીઓ પાસે તો અનેકાંતગર્ભિત નયવિવક્ષા નથી એટલે એમનો બોધ તો સ્થૂલ હોય એમાં કોઈ આશ્ચર્ય નથી પરંતુ જિનાગમ ભણે તો પણ બોધ સ્થૂલ રહે તો તેનું કારણ એ છે કે તેના દ્વારા અંદરથી પદાર્થનું સ્વરૂપ જોવા માટેની દષ્ટિનો ઉઘાડ થવો જોઈએ તે ન થાય તો ત્યાં પણ બોધ સ્થૂલ જ રહે છે. બોધની સૂક્ષ્મતા માટે જ્ઞાનાવરણીયના વિશિષ્ટ ક્ષયોપશમ સાથે દર્શનમોહનીયનો પણ ક્ષયોપશમ અને આચારપાલનજન્ય શુદ્ધિ હોવી જરૂરી છે.
- જિનાગમ ભણતા ભણતા જેમ જેમ શ્રદ્ધા વધતી જાય છે તેમ તેમ પદાર્થનું દર્શન સ્પષ્ટ, સ્પષ્ટતર થતું જાય છે. જિનવચન પ્રત્યેની સચોટ શ્રદ્ધા યુક્ત જ્ઞાન ઘણું દુષ્કર છે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ય પદાર્થનો બોધ થાય છે અને મોહનીયના ક્ષયોપશમથી હેય અને ઉપાદેય વિભાગમાં ભ્રાંતિ દૂર થાય છે. કષાયના પરિણામો અને ઉપશમના પરિણામો, એની સૂક્ષ્માતિસૂક્ષ્મ ઓળખ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનાવરણીયના ક્ષયોપશમના બળે થાય છે. પરંતુ કષાયના પરિણામો પ્રત્યે અરૂચિ અને ઉપશમના પરિણામો પ્રત્યે રૂચિ એ તો દર્શન મોહનીયના ક્ષયોપશમના બળે જ થાય છે. અભવ્ય નવ પૂર્વના શાસ્ત્રના અભ્યાસના બળે કષાયના પરિણામ અને ઉપશમના પરિણામને ઓળખી શકે છે. પરંતુ દર્શન મોહનીયની મંદતા કે ક્ષયોપશમ ન થવાથી તેની પ્રત્યે - અરૂચિ રૂચિ થઈ શકતી નથી,
જેમ જેમ વસ્તુનો હેતુ-સ્વરૂપ અને ળની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે, તેની ઉપર ચિંતન-મનન કરવામાં આવે તેમ તેમ તે તે વસ્તુમાં અપારદર્શન થવા માંડે છે. એ અપાયદર્શન થતાંની સાથે મોહનીયનો ક્ષયોપશમ થાય એટલે એ અપાયમાં અપાયનું સંવેદન થાય છે. અને આવું અપાયનું સંવેદન જેમાં થાય તેવા જ્ઞાનને જ શ્રદ્ધાયુક્તજ્ઞાન કહેવું છે અને અધ્યાત્મના માર્ગમાં આ ચીજ જ ઘણી દુષ્કર છે. આ શ્રદ્ધાયુક્ત જ્ઞાન કહો કે અપાયનું અપાયરૂપે સંવેદન એ જ જીવને સંસાર સાગરથી તારનારું બને છે. અભવ્યને શાસ્ત્રબોધથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org