________________
૫૪
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ ભવમાં મમ્મણે પોતાના આત્મા ઉપર અપાયશક્તિના માલિન્યને જ પુષ્ટ કર્યું. અપાયશક્તિ માલિન્યનું કારણ -
જ્યાં સર્વજ્ઞ પરમાત્માના વચનની હાડોહાડ શ્રદ્ધા હૃદયમાં તાણાવાણાની જેમ ઓતપ્રોત થઈ નથી અને જીવ સ્વચ્છંદી બનીને જીવે છે ત્યાં સુધી જીવ પ્રવૃત્તિ દ્વારા અપાયશક્તિનું માલિન્ય ઊભું કરે છે. એક વખત આ અપાય શક્તિનું માલિન્ય ઊભું થઈ ગયું પછી એના બળ ઉપર રાગાદિ સંકલેશો ચાલ્યા. જ કરવાના, પછી એ સંકલેશોને અટકાવવાનું કામ બહુ મુશ્કેલ બની જાય છે. સર્વજ્ઞના વચનની ટૂટ શ્રદ્ધા વિના ભવોભવ દુર્ગતિમાં લઈ જનાર આ અપાયશક્તિના માલિન્થને અટકાવી શકાતું નથી માટે જ અન્યદર્શનની સંન્યાસ દીક્ષા અંગીકાર કરી પંચાગ્નિ તપ, આતાપના તેમજ બીજી ત્યાગ, ઘોર કષ્ટકારક ચર્ચાનું પાલન કરી જીવ દેવલોક પામ્યો પણ ભવચક્રનો અંત લાવનાર ન થયો. એટલું જ નહિ પણ સર્વજ્ઞવચન અને તેના વચનને અનુસારે ચાલતા ગુરુના વચનને સ્વીકાર્યા વિના, શ્રદ્ધા કર્યા વિના જીવે જેની દીક્ષા પણ પાળી, ઉગ્રવિહાર, લોચ, સ્વાધ્યાય, તપ, ત્યાગ વગેરે કર્યું તો પણ જ્ઞાનીઓએ એ બધી આરાધનાને દેશઆરાધના કહી અને એવા જીવને દેશ આરાધક કહ્યો અર્થાત્ માત્ર દેશથી જ આરાધના, બાકી બહુભાગ વિરાધના. કારણ એક જ કે અપાયશક્તિ માલિન્ય અંદરમાં બેઠું હતું.
અન્યદર્શનીના બાલતપાદિ અનુષ્ઠાનો અને ગુવજ્ઞા નિરપેક્ષ જૈન શાસનની ચારિત્રની ક્રિયાઓને પણ જ્ઞાનીઓએ દેશ આરાધના કહી અને તેવી ક્રિયા કરનારને દેશ આરાધક કહ્યો એ બતાવે છે કે સંસારમાં કે ધર્મમાં ક્યાંય સ્વછંદવૃત્તિ અને સ્વચ્છંદપ્રવૃત્તિને સ્થાન નથી. એ પ્રવૃત્તિ બહારથી સારી પણ દેખાતી હોય તો પણ તે તત્ત્વથી સારી નથી કારણ અંદરમાં તારક તત્ત્વોની આજ્ઞાને ઝીલવાની વૃત્તિ નથી. અંદરમાં સ્વચ્છંદ છે. અંદરમાં અપાય શક્તિનું માલિન્ક પડેલું છે. જ્યાં સુધી તે પડેલું છે ત્યાં સુધી જીવની બહારની દેખાતી ધ્યાન, સમાધિની ક્રિયાઓ પણ જિનાજ્ઞા નિરપેક્ષ હોવાથી સાધના નથી પણ કાયક્લેશ છે.
અપાયશક્તિના માલિન્યને તોડવા જિનાજ્ઞા પ્રત્યે અને જિનાજ્ઞાને બતાવનારા ગુર્નાદિ પ્રત્યે ઉછળતું બહુમાન, આદર અને ભક્તિ જોઈએ. આજ્ઞા. પાલનનો પ્રેમ રગેરગમાં અને નસેનસમાં ઓતપ્રોત થઈ જવો જોઈએ. તેના વિના બધુ જ બેકાર, તુચ્છ અને મુફલિસ જણાવું જોઈએ. આ આવે તો જ અપાયશક્તિનું માલિન્ય તૂટે અને તો જ અવેધસંવેધપદનો નાશ થાય. વેધસંવેધપદ આવે. સૂક્ષ્મબોધ પ્રાપ્ત થાય.
તે જ રાજગૃહીમાં જન્મેલા શાલિભદ્ર અટળક અને દેવી સંપત્તિ મળવા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org