________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
૫૫ છતાં પ્રભુની એક દેશના સાંભળી તેની નિરર્થકતા જાણી, તેનો ત્યાગ કર્યો. જિનવચનના રંગથી આત્માને રંગી દીધું. તેની સાથે ચોળ મજીઠના જેવો રંગ ઊભો કર્યો. ચારિત્ર લઈ એવું પાળ્યું કે ૧૨ વર્ષ પછી પોતાના ઘરે ભિક્ષા માટે આવેલા તેમને ભદ્રા માતા ઓળખી ન શકી. ભવોભવથી ચાલી આવતા અપાય શક્તિના માલિન્કને કચડી નાંખ્યું - સૂક્ષ્મબોધ પામ્યા. નિરતિચાર ચારિત્ર પાળ્યું. છેલ્લે એક મહિનો વેભારગિરિ ઉપર જઈ પાદપોગમન અણસણ કર્યું તો અંતે સમાધિ મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં ગયા. ૩૩ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા અને એકાવનારી બન્યા. બંને વચ્ચે કેટલું મોટું અંતર ? એક ૩૩ સાગરોપમની નરકમાં, બીજા ૩૩ સાગરોપમના દેવલોકમાં. એક દીર્ધસંસારી, બીજા એકાવતારી. એક બુધ્ધ, બીજા બુદ્ધિમાન.
એમ કુમારપાળ મહારાજાએ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની શરણાગતિ સ્વીકારી ૧૪ વર્ષ ધર્મ કર્યો. અપાયશક્તિમાલિન્યને ગુર્વાજ્ઞા પાલનના બળે તોડી નાખ્યું તો એકાવનારી બન્યા.
તે જ રીતે વસ્તુપાળ, તેજપાળ, અનુપમા વગેરેએ માનવના ભવમાં દેવગુરુ પ્રત્યે જબરજસ્ત રાગ ઊભો કર્યો. બુદ્ધિનો સદુપયોગ કર્યો. ભરચક સુકૃતો કર્યા. અનેકના હૃદયમાં પ્રભુશાસનની સ્થાપના કરી તો મોક્ષમહેલની નજીકમાં ચાલ્યા ગયા.
ગુણસેને સહન કરવાનો માર્ગ અપનાવ્યો તો સમરાદિત્ય કેવલી બની નવમે ભવે મોક્ષે ગયા અને અગ્નિશર્માએ વૈરના બીજ નાંખી તેને ભવોભવ વધાર્યા તો તેના પ્રભાવે અસંખ્ય પુદ્ગલપરાવર્ત સંસાર પરિભ્રમણનું મોટું વૃક્ષ ઊભું કર્યું.
આમ હરિભદ્રસુરિજી મહારાજ અપાયશક્તિનું માલિન્ય બહુ ભયંકર છે અને તે જીવને ભવોભવ દુર્ગતિમાં લઈ જવા સમર્થ છે એ વાત પર ભાર મૂકી રહ્યા છે અને તેથી સાધક આત્માએ તેના નાશ માટે પ્રયત્ન કરવો જોઈએ. તેના વિના જીવ કોઈ રીતે દુ:ખ, દુર્ગતિ અને દર્ભાગ્યથી બચી શક્તો નથી.
જે કારણથી અવેધસંવેધપરવાળાને સૂક્ષ્મબોધ નથી હોતો. તેથી શું ? તે કહે છે.
अपायदर्शनं तस्माच्छुतदीपान तात्त्विकम् । तदाभालम्बनं त्वस्य, तथा पापे प्रवृत्तितः ॥ ६९ ॥
જે કારણથી અવેધસંવેધપદવાળાને બોધ સૂક્ષ્મ નથી હોતો, પૂલ જ હોય છે તે કારણથી આગમરૂપી દીપકથી દોષનું દર્શન તાત્વિક નથી હોતું, પારમાર્થિક નથી હોતું પણ ભ્રાન્તિથી પરમાર્થની આભાને વિષય કરનારું હોય છે અથતિ તાત્ત્વિક દોષ દર્શનના વિષયમાં તાત્વિક દોષદર્શનની છાયાવાળું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org