________________
પર
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
જ્યારે ગ્રંથિભેદ પામેલો સમ્યગદૃષ્ટિ જીવ ગુણ-દોષનો સૂક્ષ્મ વિવેક કરી શકે છે અને તેથી પોતાનામાં જેટલા ગુણો હોય તેટલાને જ ગુણ તરીકે જુએ છે અને દોષને દોષ તરીકે માને છે. દરેક સભ્યદૃષ્ટિ જીવમાં ગુરુને ઓળખવાનો ક્ષયોપશમ યથાર્થ હોય છે. માતુષ વગેરેમાં શ્રુતજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ન હોવા છતાં મતિજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ હતો. સાથે સમ્યકત્વ અને ચારિત્રનો પરિણામ પણ હતો માટે ગુરુતત્ત્વની યથાર્થ ઓળખ અને રૂચિ હતી તેમજ ગોખવા છતાં ન આવડે, નાના નાના છોકરાઓ મશ્કરી કરે તો પણ ચારિત્રનો પરિણામ હોવાના કારણે તેમના ઉપર ગુસ્સો આવતો નહોતો તેમજ હું ભૂલી જાઉ છું, તમે યાદ કરાવ્યું. તે સારું કર્યું વગેરે કહેવા દ્વારા સરળતા પણ હતી.
તલ-અતાત્ત્વિક એવું વેધસંવેધપદ પણ પહેલી ચાર દૃષ્ટિમાં ચરમ યથા પ્રવૃત્ત સામર્થ્યથી જ પરં અર્થાત શ્રેષ્ઠ છે. ઘણું ઉપયોગી છે. પાછલી ચાર દૃષ્ટિમાં રહેલું તાત્વિક એવું વેધસંવેધપદ એ તો શ્રેષ્ઠ છે જ પરંતુ આ પણ શ્રેષ્ઠ છે કારણ આના દ્વારા જ તાત્ત્વિક વેધસંવેધપદ પ્રાપ્ત થવાનું છે. એના તાત્પર્યથી ચરમ યથાપ્રવૃત્તકરણના સામર્થ્યની પૂર્વે થયેલું - ઓઘદૃષ્ટિમાં થયેલું અવેધસંવેધપદ એ અચારૂ છે. સુંદર નથી. તેની કોઈ કિંમત નથી પરંતુ પહેલી ચાર દૃષ્ટિમાં રહેલ અવેધસંવેધપદ એ ચરમ યથાપ્રવૃત્તકરણ રૂપ વિશિષ્ટ અધ્યવસાયથી પેદા થયેલું હોવાથી તેમજ તાત્વિક વેધસંવેદ્યપદનું માપક હોવાથી તે શ્રેષ્ઠ છે.
અવેધસંવેધપદ હોય ત્યાં બોધનું સૂક્ષ્મત્વ કેમ ન હોય ? તે કહે છે. अपायशक्तिमालिन्यं, सूक्ष्मबोधनिबन्धकृत् ।। મૈતત તત્તત્ત્વ, વસંતવિલુપળાયતે ૬૮ in
અવેધસંવેધપદમાં નરકાદિ અપાય - દુઃખોના કારણભૂત સંક્લેશરૂપ આત્મામાં રહેલી શક્તિનું મલિનપણું સૂક્ષ્મબોધને અટકાવનારું છે કારણ કે અપાયના - દુખના હેતુભૂત પાપકર્મના સેવનમાં ઉપાદેયબુદ્ધિ રૂપ ક્લિષ્ટ બીજ રહેલું છે.
ચોથી દૃષ્ટિના બોધમાં નરકાદિ અપાયના હેતુભૂત સંલેશની શક્તિ બાકી રહેલી છે, એના કારણે આ દૃષ્ટિનો બોધ મલિન થયેલો છે અને તેથી આ મલિનબોધ સૂક્ષ્મબોધને પેદા થવા દેતો નથી અથતિ સૂક્ષ્મબોધને પેદા થવામાં પ્રતિબંધક બને છે.
જે કારણથી ચોથી દ્રષ્ટિનો બોધ નરકાદિ અપાયના હેતુભૂત સંક્લેશની શક્તિથી મલિન થયેલો છે તે કારણથી અપાયશક્તિના માલિન્યવાળા જીવને તત્વના વિષયમાં ક્યારે પણ સૂક્ષ્મબોધ પેદા થતો નથી કારણ કે પૂર અર્થાત સ્થૂલ બોધનું અવધ્યકારણ મિથ્યાત્વમોહનીયની મંદતા આ દૃષ્ટિમાં રહેલી છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org