________________
૪૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આચાર માર્ગને બતાવવામાં આવે તે છેદશુદ્ધ શાસ્ત્ર છે.
દરેક જીવની હિંસા ન કરવી એ રીતે હિંસાનો નિષેધ કર્યા પછી સ્વર્ગાદિની પ્રાપ્તિ માટે યજ્ઞયાગાદિનું હિંસાત્મક વિધાન વેદના નામે કરવામાં આવે તો તે શાસ્ત્ર છેદશુદ્ધ શાસ્ત્ર રહેતા નથી.
કેમકે પંચેન્દ્રિય જીવોની હિંસા ચિત્તને સંક્લિષ્ટ બનાવે છે. તેથી તેવા સાવધ અનુષ્ઠાનો કેવી રીતે ધર્મરૂપ બને ? અને તેને પ્રતિપાદન કરનારા શાસ્ત્રો સમ્યફ શાસ્ત્રો કેવી રીતે કહેવાય ?
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી અયોગવ્યવચ્છેદ દ્વાચિંશિકામાં કહે છે કે - હે પ્રભો ! આપના આગમો સિવાયના બાકીના બધા જ આગમોને અમે અપ્રમાણ કહીએ છીએ. કારણ તે આગમોમાં હિંસા વગેરેથી ખદબદતા માર્ગનો ઉપદેશ રહેલો. છે. વળી એ આગમો અસર્વજ્ઞના બનાવેલા છે. તથા નિર્દય અને દુષ્ટ બુદ્ધિવાળા લોકોએ પોતાને અનુકૂળ હોવાથી તે આગમોનો સ્વીકાર કર્યો છે. (૧/૧૦ અયોગ વ્યવચ્છેદ દ્વાબિંશિકા.)
કર્મકાંડના વિધાયક વેદ વાક્યો હિંસા પ્રેરક હોવાથી અપ્રમાણભૂત ભલે હોય પણ વેદાન્ત વાક્યો તેવા ન હોવાથી તેને પ્રમાણ માનવામાં વાંધો નથી” એવી મુગ્ધતા પણ રાખવા જેવી નથી. કારણ તે વાક્યો એકાન્ત જ્ઞાનમાર્ગના પ્રરૂપક હોવાથી તે હરામહાડકાના લોકો માટે ઉન્માદ જનક છે તેથી તે અનુપાદેય છે આ બધી વાતોનું પ્રાજ્ઞ પુરુષોએ શાંતિથી ચિંતન કરવું. (૧/૨૭)
આ રીતે અન્ય દર્શનના અનુષ્ઠાનો છેદ પરીક્ષામાં ઉત્તીર્ણ થતા નથી કારણકે નિરવધ અનુષ્ઠાનો જ ચિત્તશોધક બને છે. સાવધ અનુષ્ઠાનો ચિત્તના. શોધક બનતા નથી.
તેમ જ જે શાસ્ત્રમાં સર્વનયનું આલંબન કરનાર વિચાર સ્વરૂપ પ્રબલા અગ્નિ વડે તાત્પર્યની મલિનતા ન થાય તે શાસ્ત્ર તાપ શુદ્ધિવાળું છે.
જેમ સોનું કષ અને છેદ પરીક્ષામાં પાસ થવા છતા તાપ પરીક્ષામાં ઉત્તીર્ણ ન થાય તો તે નકલી સુવર્ણ કહેવાય છે. તે જ રીતે જે શાસ્ત્રો કષ અને છેદ પરીક્ષામાં પાસ થવા છતાં તાપ પરીક્ષામાં પાસ ન થાય તો તે શાસ્ત્ર, વિશુદ્ધ શાસ્ત્ર - સમ્યક્ શાસ્ત્ર કહેવાતા નથી.
જે શાસ્ત્રમાં દ્રવ્યરૂપે-ઉત્પત્તિ તથા વિનાશથી રહિત અને પયયરૂપેપ્રતિસમય અલગ અલગ સ્વભાવને પામવા દ્વારા અનિત્ય સ્વભાવવાળા જીવ આદિ તત્ત્વની વ્યવસ્થા બતાવાય છે તે શાસ્ત્ર તાપશુદ્ધ કહેવાય છે. કારણ કે પરિણામી એવા જ આત્મા વગેરેમાં તથાવિધ અશુદ્ધ પર્યાયને દૂર કરી ધ્યાન, અધ્યયન વગેરે સ્વરૂપ અન્ય શુદ્ધ પર્યાય પ્રગટ થવાથી પુર્વોક્ત કષ અને છેદ શુદ્ધિ સંભવી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org