________________
૪૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
સ્થિરતા-આ બધું તેમનામાં હતું અને તેથી તેઓ ય પદાર્થના વિષયમાં સૂક્ષ્મબોધવાળા ન હોવા છતાં આત્માના સંબંધમાં આવતા કષાયો અને ઉપશમભાવના વિષયમાં સૂક્ષ્મબોધવાળા હતા. કયા પરિણામો આત્માના ઘરના છે અને કયા પરિણામો મોહના ઘરનાં છે. એનું વેદન તેમના અંતઃકરણમાં હતું તેથી તેમનો સઘળો બોધ આત્મસ્પર્શી હતો. અને આત્મસ્પર્શીબોધ દ્વારા જ તેઓ જીવનભર ગુરુ સમર્પિત રહ્યા. અંતે ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
- આમ અધ્યાત્મના માર્ગમાં આત્મવિકાસના સોપાન ચઢવા માટે હેતુ - સ્વરૂપ અને ફળથી થતો તત્ત્વનિર્ણય ઉપયોગી બને છે. આવો તત્ત્વનિર્ણય જીવને , ગ્રંથિભેદ રવામાં તેમજ વેધસંવેધપદ પામવામાં ઉપકારક બને છે માટે સાધક તત્ત્વનિર્ણયની ઉપેક્ષા કરી શકે નહિ કારણ કે તત્ત્વનિર્ણયની ઉપેક્ષા, અરૂચિ એ વેધસંવેધપદની ઉપેક્ષા, અરૂચિ છે અને વેધસંવેધપદની ઉપેક્ષા તે સૂક્ષ્મબોધની ઉપેક્ષા છે. સૂક્ષ્મબોધની ઉપેક્ષા એ ભાવચારિત્રની ઉપેક્ષા છે અને ભાવચારિત્રની ઉપેક્ષા એ દુ:ખમુક્તિની ઉપેક્ષા છે.
અન્ય દર્શનકારો સર્વજ્ઞ ન હોવાના કારણે તેમને વસ્તુ સ્વરૂપનું યથાર્થદર્શન થતું નથી તેથી તે પદાર્થનો યથાર્થ નિર્ણય કરી શકતા નથી અને તેથી વસ્તુ સ્વરૂપનું એકાંગી પ્રતિપાદન કરતા હોવાથી મોક્ષમાર્ગને યથાર્થ બતાવી. શકતા નથી. તેમના માર્ગે ચાલતા સાધકને ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે.
આત્મા એક જ છે, વિભુ છે, નિત્ય જ છે, અબદ્ધ જ છે, ક્ષણિક છે, અસત છે. આવી એકાંત માન્યતા જ્યારે અંદરમાં જડબેસલાક બેસી જાય છે પછી તે આત્મા સંસારની નિર્ગુણતાને જોવા છતાં તેમજ ત્યાગ, તપ સંયમનું આલંબન લેવા છતાં તે વૈરાગ્ય જ્ઞાનગર્ભિત હોતો નથી પરંતુ મોહગર્ભિત જ હોય છે. કારણ કે અંદરમાં પડેલી એકાંત માન્યતા - મિથ્યા માન્યતા તેને મોહનીયનો યથાર્થ ક્ષયોપશમ કરવામાં પ્રતિબંધક બને છે.
- જ્યારે સ્યાદ્વાદગર્ભિત જિનવચનનું આલબન લેતાં જીવને દ્રવ્ય-પર્યાય ઉભયથી આત્મતત્ત્વનું યથાર્થ શ્રદ્ધાન થાય છે તેથી તેને ખ્યાલ આવે છે કે દ્રવ્યથી હું શુદ્ધ - બુદ્ધ-નિરંજન-નિરાકાર સ્વરૂપ હોવા છતાં વર્તમાનમાં કર્મના ઉદયથી અશુદ્ધ, અબદ્ધ, લેપાયમાન અને વિકારી સ્વભાવવાળો બનેલો છું. મારી કેવલ્યાવસ્થા અને સિદ્ધાવસ્થાની વિકૃતિ એજ વર્તમાનમાં અનુભવાતો સંસાર છે. વર્તમાનમાં આવી મલિન અવસ્થાવાળો હું હોવા છતાં તત્ત્વથી તેવો નથી માટે આ અવસ્થાનો અંત સર્વજ્ઞ પરમાત્માના વચનનું અવલંબન લઈ ઘોર પુરુષાર્થ કરવાથી આવી શકે છે. આવી શ્રદ્ધા જીવને ત્યાં થાય છે. બ્રહ્માનંદને અનુભવવો હોય તો વિષયાનંદને છોડવો પડે. એના વિના બ્રહ્માનંદ કદાપિ ન મળે, એ શ્રદ્ધા ત્યાં પ્રગટ થાય છે માટે ત્યાં પુરુષાર્થ કરી આત્માની.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org