________________
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩
૪૭ તો જ તે બોધ અને ચારિત્ર લોકોત્તર બને અને લોકોત્તર બોધ અને લોકોત્તર ચારિત્ર જ જીવને સંસાર સાગરથી તારનાર બને .
તામલી તાપસે ૬૦ હજાર વર્ષ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કર્યા. અને પારણે એકવીસવાર ધોયેલા ભાત વાપર્યા છતાં તેની પ્રવૃત્તિ લૌકિક હતી. લોકોત્તર નહિ. તેનું કારણ એ છે કે સર્વજ્ઞનું શાસન જે રીતે એકેન્દ્રિયાદિ જીવોનું જ્ઞાન આપે છે અને તેનાથી બચવા જે રીતે વિરતિ માર્ગ બતાવે છે તે બધાનો ખ્યાલ તેની પાસે નહોતો એટલે એને કાચા પાણીને ન અડાય, વનસ્પતિને ન અડાય,
ળ, દ્ય વગેરેનો સંઘટ્ટો પણ થાય છે, અગ્નિ, વાયુમાં પણ જીવ છે એની હિંસાથી બચવા ત્રિવિધે ત્રિવધે પાપનો ત્યાગ કરવો પડે અને તે ત્યાગ કરાય તો જ વાસ્તવિક વિરતિના માર્ગમાં અવાય એવો બોધ ન હતો.
આવી વિવેક ગર્ભિત પ્રવૃત્તિ સર્વજ્ઞના શાસન સિવાય બીજે ક્યાં જોવા મળે? અને તે ન મળે તો જીવને અંધારામાં અથડાવા-કુટાવા જેવું થાય એ સંભવિત છે. પ્રભુ શાસનમાં જે ૪૨ દોષ રહિત ભિક્ષાચર્યાનો માર્ગ તેમજ પાંચ દોષ રહિત તે ભિક્ષાને વાપરવાની વાત, નિરંતર ગુરુકુળ વાસ, ગુરુવિનય , સતત સ્વાધ્યાયમાં રકતતા અને જીવાદિ તત્ત્વોનો નિર્ણય આ બધું આવે તો જ બોધ સૂક્ષ્મ બને અને તો જ ગ્રંથિ ભેદાય એના બળ ઉપર જ દ્રવ્ય-ભાવ ચારિત્ર સાચું આવે.
આમ જ્યારે બોધ સૂક્ષ્મ બને છે ત્યારે આવો બોધ જીવને સંસારસાગર પાર પમાડનાર બને છે. કર્મરૂપી વજનું ભેદન કરનાર -
જેમ દરિયાના કિનારે રહેલી માટીને સતત પાણી અને સૂર્યની ગરમીનો યોગ થતા ધીમે ધીમે તેના રુપ, રસ, ગંધ વગેરેની વૃદ્ધિ થતાં તેજ માટી ધીમે ધીમે ધન સ્વરૂપ બની રેતી, કાંકરા, પથ્થર, શિલા અને કાળમીંઢ પત્થરનું રૂપ ધારણ કરે છે અને તે ઉચિત નિમિત્ત સામગ્રી મળતા અંદરમાં થતા રૂપાદિના ફારથી શક્ય બને છે. તેમ આ જીવે અનાદિકાળથી કર્યદ્રવ્યના યોગે પ્રાપ્ત થતાં શુભાશુભ નિમિત્તો ઉપર રાગ દ્વેષની પરિણતિને એક સરખી સતત કરવા દ્વારા તેને ઘન, નિબિડ બનાવી છે. અનંતકાળથી ચાલી આવેલી એક સરખી રાગાદિ પરિણતિ તે એવી વજ જેવી બની છે કે જેનું ભેદન હવે જીવને માટે દુષ્કર બની ગયું છે. આખી ઉપયોગની ધારા કે જેનો સંબંધ આત્માના અનંતગુણો સાથે હતો. ને તે ઉપયોગ હવે આત્મઘરમાંથી ઇન્દ્રિયોના અને મનના માધ્યમે બહાર નીકળી વિષયો ઉપર છવાય છે અને વિષયોમાં ગયેલો તે ઉપયોગ સમયે સમયે આત્મામાં રાગાદિ પરિણતિને ઠાલવે છે. આ વજ જેવી દુર્ભધ પરિણતિને ભેદનાર સૂક્ષ્મબોધ છે. ઉપરોક્ત જે સૂક્ષ્મબોધનું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org