________________
૩૯
તત્ત્વના જોરે કરાયેલ નિર્ણય એ યથાર્થ નિર્ણય અને આખરી નિર્ણય હોતા નથી. કારણ કે તત્ત્વનો નિર્ણય એ તત્ત્વના નિર્ણય માટે નથી પરંતુ દુ:ખમુક્તિ માટે છે. જે તત્ત્વનિર્ણય થયા પછી જીવ દુઃખથી મુક્ત ન થાય તે તત્ત્વનિર્ણય વાસ્તવિક તત્ત્વનિર્ણય નથી માટે જ અભવ્યાદિના નવનવપૂર્વ સુધીનો તત્ત્વનો બોધ પણ વાસ્તવિક તત્ત્વનો બોધ કહેવાતો નથી. જે તત્ત્વનિર્ણય દ્વારા આંતર ભેદ ન થાય, તે તત્ત્વનિર્ણય અધ્યાત્મની કોટિમાં આવી શકતો નથી જેટલા અંશમાં અંતર ભેદાય, મોહની કઠોરતા, કર્કશતા અને કાલિમા નીકળે, અંતઃકરણ નિર્મળ બને તેટલા અંશે જ તત્ત્વનિર્ણય સાચો કહેવાય.
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ
.
3
અવેધસંવેધપદના ત્યાગ દ્વારા જીવ જ્યારે વેધસંવેધપદને પામે છે ત્યારે તત્ત્વનિર્ણય આત્મસ્પર્શી બને છે અને આવા આત્મસ્પર્શી તત્ત્વનિર્ણયને જ ગ્રંથકાર મહર્ષિ સૂક્ષ્મબોધ તરીકે ઓળખાવી રહ્યા છે. અભવ્યાદિ જીવોને નિરતિચાર ચારિત્રનું પાલન અને નવનવ પૂર્વનો બોધ હોવા છતાં તેને સૂક્ષ્મબોધ કેમ નહિ ? તેનું કારણ એક જ છે. તેનું ચારિત્ર પાલન અને તેનો બોધ તેના અંતરને ભેદી શકતા નથી. અંતઃકરણને તેનો બોધ અડતો નથી. તેનો બોધ ઉપર ઉપરથી ચાલ્યો જાય છે જે બીજા જીવોના હિતને માટે બની શકે છે પણ પોતાના હિતને માટે થતો નથી.
જ્ઞાનાવરણીયકર્મના તીવ્ર ક્ષયોપશમથી, માર્ગાનુસારી પ્રજ્ઞાના બળે, શાસ્ત્રોના તલસ્પર્શી અધ્યયનથી કોઈપણ તત્ત્વનો નિર્ણય હેતુ, સ્વરૂપ અને ફ્ળના ભેદથી કરી શકાય છે અને તેમ કરતા જીવ જ્યારે ગ્રંથિભેદ કરી વેધસંવેધપદને પામે છે ત્યારે તે જ તત્ત્વનિર્ણય સૂક્ષ્મબોધને પામે છે. સૂક્ષ્મબોધ તે જ કહેવાય કે જે જીવને ભવસાગરથી પાર ઉતારે. આવા સૂક્ષ્મબોધ પછી આવતું ચારિત્ર જ ભાવચારિત્ર છે તે પહેલાનું ચારિત્ર બહારથી ગમે તેટલું ઊંચું હોય તો પણ તે દ્રવ્ય ચારિત્ર છે. અને આવું ચારિત્ર જુદા જુદા ભવોની અપેક્ષાએ વધુમાં વધુ ૭ થી ૮ વાર સ્પર્શે ત્યારે જીવનો મોક્ષ થાય છે.
Jain Education International 2010_05
હવે અહિંયા એક પ્રશ્ન થાય કે માસ્તુષાદિ મુનિઓને તો શાસ્ત્રનો બોધ હતો નહિ. હેતુ, સ્વરૂપ અને ફ્ળથી તત્ત્વનો નિર્ણય કરવા માટે તેઓ અસમર્થ હતા અને છતાં તેઓ ભાવચારિત્રને પામેલા હતા અને ભાવચારિત્ર હોય ત્યાં ગ્રંથિભેદ જનિત સમ્યકત્વ તો હોય જ. અને તેથી તેમાં સૂક્ષ્મબોધ પણ હોવો જ જોઈએ. અને બહારથી વ્યવહારમાં જોતા તો તેઓમાં સૂક્ષ્મબોધ જણાતો ન હતો, તો તેનું શું ? તેનું સમાધાન એક જ છે કે વ્યવહારથી તેઓ સૂક્ષ્મબોધવાળા ન હોવા છતાં સૂક્ષ્મબોધનું જે ફ્ળ અંતર ભેદ, અંતરની કઠોરતાનો નાશ, હૃદયની નિર્મળતા, જિનવચનની યથાર્થ શ્રદ્ધા, સ્વરૂપમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org