________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
૪૩
શકે છે. આત્માને પરિણામી માનવામાં ન આવે તો પ અને છેદ સંભવિત બનતા નથી. વિધેયાત્મક એવા ધ્યાન, અધ્યયન વગેરેનું ફ્ળ નિર્જરા છે અને નવા કર્મ આવતા બંધ થવા તે હિંસા વગેરેના નિષેધનું ફ્ળ છે.
આ વિધિ-નિષેધનો યોગક્ષેમ કરવો તે શાસ્ત્રવિહિત ક્રિયાનું ફ્ળ છે. પરંતુ
જો આત્માને એકાંત નિત્ય કે એકાંત અનિત્ય માનવામાં આવે તો કપ અને
છેદ સાર્થક ન બની શકે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે વિધિ અને નિષેધને અનુરૂપ ક્રિયામાર્ગ બતાવ્યા પછીથી તેની આચારણાથી અંદરમાં પડેલ કર્મોની નિર્જરા થવી જોઈએ અને નવા આવતા કર્મના આશ્રવો અટકવા જોઈએ તો જ આત્મા વિશુદ્ધિ પામી મોક્ષે જઈ શકે. જો તે ન બને તો વિધિ નિષેધ માત્ર નામના બની જાય છે તેનું કોઈ પ્રયોજન નથી.
જૈન શાસનમાં નય વિવક્ષા છે. અનેકાંત દ્રષ્ટિ છે અને દરેક પદાર્થનો બોધ સ્યાપદથી યુક્ત છે માટે માન્યતામાં કાંઈ વિપરીત આગ્રહ કે પકડને સ્થાન નથી. એટલે ત્યાં હેતુ, સ્વરૂપ, ફ્ળથી પદાર્થનો યથાર્થ નિર્ણય વેધસંવેદ્યપદ દ્વારા થઈ શકે છે. જૈન શાસ્ત્રના સમ્યગ્ બોધથી જીવને વેધસંવેધપદની પ્રાપ્તિ સહેલાઈથી થઈ શકે છે કારણ કે શાસ્ત્રના બોધ દ્વારા જીવ ઉપયોગમાં પડેલા કષાયો, મિથ્યાત્વ, આગ્રહ, કુતર્ક વગેરેને સહેલાઈથી દૂર કરી વિશુદ્ધ પરિણતિ ઊભી કરી શકે છે અને એના બળ ઉપર ગ્રંથિભેદ કરી વેધસંવેધપદ પામી શકે છે. એના દ્વારા જે તત્ત્વ નિર્ણય થાય છે તે યથાર્થ જ હોય છે અને આ યથાર્થ તત્ત્વનિર્ણય એજ સૂક્ષ્મબોધ છે.
ફદૈવ આ સૂક્ષ્મબોધના વિષયમાં વિશેષે કરીને સૂક્ષ્મબોધનું પ્રવૃત્તિ નિમિત્ત
કહે છે.
भवाम्भोधिसमुत्तारात्कर्मवज्रविभेदतः ।
ज्ञेयव्याप्तेश्व कार्त्स्न्येन, सूक्ष्मत्वं नायमत्र तु ॥ ६६ ॥
બોધમાં સૂક્ષ્મત્વ શું છે ?
લોકોત્તર પ્રવૃત્તિમાં હેતુ બનવા વડે કરીને સંસાર સમુદ્રમાંથી તારનારો હોવાથી, તથા કર્મરૂપી વજ્રને ભેદનારો હોવાથી તેમજ પરમાર્થથી જ્ઞેય એવા નવતત્ત્વની સાથે બોધની સંપૂર્ણતયા વ્યાપ્તિ હોવાથી બોધનું સૂક્ષ્મપણું છે.
લોકોત્તર પ્રવૃત્તિ યથાર્થ અર્થાત્ નિરતિચાર થવામાં સૂક્ષ્મબોધ હેતુ છે. સૂક્ષ્મબોધ હોય તો જ લોકોત્તર પ્રવૃત્તિમાં લાગતા અતિચારોને પકડી શકાય છે. અને તે ખ્યાલ આવે તો જ તેનાથી બચી શકાય અને તો જ લોકોત્તર પ્રવૃત્તિ યથાર્થ થાય. આમ લોકોત્તર પ્રવૃત્તિમાં હેતુ બનવા વડે કરીને સૂક્ષ્મબોધ સંસાર સાગરથી તારનારો બને છે, તેમજ સૂક્ષ્મબોધ દ્વારા અતિનિબિડ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org