________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૩૫ બળ ઉપર જીવ શુભ વિકલ્પોને પણ ઘટાડતો જાય છે અને ધીમે ધીમે આસાર સહજ થતા જાય છે અને આ જ ધ્યાનને પામવાની ભૂમિકા છે.
મોક્ષમાં જવા માટેના કારણભૂત આ રીતે પરંપરાએ અસંખ્ય યોગ છે. કોઈ પણ યોગથી આત્મા મોક્ષ પામી શકે છે પરંતુ એ યોગો શુદ્ધ આત્મસ્વરૂપની ઇચ્છા વિના મોક્ષમાં પહોંચાડતા નથી.
જેમ કોઈ નગરમાં પહોંચવાના રસ્તા અનેક હોય પરંતુ નગરમાં પહોંચવાનો ઉદ્દેશ ન હોય તો પથિક ગમે ત્યાં ફ્રાઈ જાય. અહીં નગરમાં જવાના અનેક રસ્તા કારણ ખરાં, પણ નગરમાં જવાની ઇચ્છા એ મુખ્ય કારણ છે. તેમ મોક્ષમાં જવા માટે જેનતર દર્શનના આચારો - ઉપાયો ગૌણ કારણ છે જ્યારે જૈન દર્શનના આચારો-ઉપાયો મુખ્ય કારણ છે.
જેનદર્શનમાં શુદ્ધ આત્મસ્વરૂપની ઇચ્છા, અનુભૂતિ અને એને અનુરૂપ વિચાર-વાણી-વર્તન એ મહત્ત્વના છે જે આચારના પાલન સહિત જ્ઞાનપૂર્વકના. ધ્યાનથી પ્રાપ્ત થાય છે.
પ્રભુ કે પ્રભુ માર્ગના આલંબનથી શુદ્ધ આત્મ દ્રવ્ય ગુણ પર્યાયનું અન્વય કે વ્યતિરેકથી ચિંતન, મનન કે ધ્યાન કરતા મોક્ષ મળે છે. આ ધ્યાનને-જન્મા આપવા, ટકાવવા, વધારવા, આચારનું પાલન અને જ્ઞાનાભ્યાસ એ મુખ્ય ઉપાય છે. જેનેતર દર્શનના જ્ઞાન અને આચાર અશુદ્ધ અને અપરિપૂર્ણ હોવાથી તેના આલંબનથી ભાગ્યે જ કોઈ આત્મા પોતાના આત્મબળથી સીધા માર્ગે ચઢીને શુદ્ધ આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાનથી મોક્ષે જાય છે. જ્યારે જેનદર્શનમાં આચાર અને જ્ઞાન શુદ્ધ,સુક્ષ્મ,ધ્યાનને અનુકૂળ અને સર્વજ્ઞકથિત હોવાથી તેના દ્વારા દ્રવ્યગુણ-પર્યાયથી શુદ્ધ આત્મ સ્વરૂપનું ધ્યાન શીધ્ર પ્રાપ્ત થાય છે. જે અભ્રાંત હોય છે માટે જેનદર્શન પ્રણીત મોક્ષમાર્ગ મોક્ષે જવા માટેનો રાજમાર્ગ છે.
જો કે આચાર અને શુદ્ધ આત્મદ્રવ્ય-ગુણ-પર્યાય સિવાયનું જ્ઞાન પરંપરાએ શુદ્ધ આત્મ દ્રવ્ય પર્યાયના ધ્યાનની (નિશ્ચલતાની) સાધનામાં અસાધારણ કારણ છે. નકામું નથી, છતાં એના દ્વારા મૂળભૂત શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનું ધ્યાન એ પ્રભુનું જ ધ્યાન છે અને તે મોક્ષ આપે છે.
ધ્યાન એ મુખ્ય સાધન છે. બીજા ઉપાયો ધ્યાનના સાધન છે તેને અહીં ચોગમાયા તરીકે જણાવેલ છે. યોગમાયાનો અર્થ એવો પણ કરાય કે જે એક હોવા છતાં અનેક દેખાય. વ્યવહારમાં આચારો, ભાવનાઓ ભિન્ન ભિન્ન હોવા છતાં બધામાં શુદ્ધ-આત્મદ્રવ્યસ્મૃતિ, અનુભૂતિ, ચિંતન, ધ્યાનરૂપ ઉદ્દેશ, સાધ્ય, ધ્યેયનું પ્રાપ્તવ્ય ળરૂપે એકત્વ છે એમ વિચારતા જણાય છે.
જે ઉપાય બહુવિધની રચના” એનો આવો પણ અર્થ જણાય છે કે -
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org