________________
યોગ દ્રષ્ટિના અજવાળા નાગ - ૩
૩૧ પરમાત્માના ગુણોની પોતાના આત્મામાં સ્પત્મિક અનુભૂતિ તે સમાપત્તિ છે અને આ અભેદ અનુભવ રૂપ સમાપત્તિ રૂપે તીર્થંકર પરમાત્માના ગુણોની ઓળખ તે જ સખ્યત્વ છે. આમ સમ્યકત્વ સ્પશ્ય પછી વિશ્વ માત્રના જીવોને શાસન પમાડવાની ઉત્કટભાવના કે જે સવિ જીવ કરું શાસનરસી રૂપ છે તેનાથી ભાવ કરૂણા રસ વૃદ્ધિ પામતાં તીર્થકરનામ કર્મનો બંધ થાય છે ત્યાર બાદ તેનો અંતર્મુહૂર્ત પછી વિપાક અર્થાત્ પ્રદેશોદય શરૂ થાય છે તેનાથી તદ્ધાવાપત્તિ છેલ્લા ભવમાં તીર્થકર તરીકે જન્મની પ્રાપ્તિ અને ત્યાર પછી કેવલજ્ઞાન થયા પછી ત_પપત્ત - તીર્થકરનામકર્મના વિપાકોદયની પ્રાપ્તિ થાય. છે કે જે ભાવતીર્થકરની અવસ્થા છે અને તેના દ્વારા જગતના જીવો ઉપર ભાવ પરોપકાર કરાય છે.
આમ ગુરુભક્તિ એ પરોપકારરૂપ કલ્યાણને પેદા કરવામાં પરંપરાએ કારણ છે. જે જીવો સમ્યકત્વ પામ્યા પછી તીર્થંકરનામ કર્મનો બંધ નથી કરતા તે જીવોને તીર્થંકરના દર્શન થવા દ્વારા પરંપરાએ સ્વોપકારરૂપ કલ્યાણ થાય છે. ૧. સમાપત્તિમાં તીર્થંકરના ગુણોનું ધ્યાન દ્વારા સ્પર્શાત્મક દર્શન થાય
છે. ૨. તીર્થકર નામ કર્મના બંધમાં તીર્થકર થવામાં કારણભૂત
અવસ્થાના અનુભવ રૂપે તીર્થંકરનું દર્શન થાય છે.
૩. તમાવાપત્તિ તીર્થકર નામકર્મના પ્રદેશોદયથી દ્રવ્યતીર્થકર પણાના
(અર્થાત તીર્થંકર પરમાત્માના જન્મ - દીક્ષાના)
સ્વીકારરૂપે તીર્થકરનું દર્શન થાય છે. ૪. તદુપત્તિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા ભાવતીર્થકરના સ્વીકાર
રૂપે તીર્થંકરનું દર્શન થાય છે. આમ ગુરુભક્તિના પ્રભાવથી ઉપાર્જિત કરેલ કર્મના ઉદયથી - પરમાત્મા સ્વરૂપનું ધ્યાન બધા દોષોનો નાશ કરનાર છે. સમાપત્તિ એ સર્વદોષનાશક રસાયણ છે. સમાપત્યાદિ ભેદ વડે કરીને જીવને તીર્થંકર પરમાત્માનું દર્શન થાય છે જે મોક્ષની પ્રાપ્તિનું અવધ્ય કારણ છે. સમાપત્તિનું સ્વરૂપ અને તેના ભેદ
સમ - આ ઉપસર્ગ સાથે પત ધાતુથી બનેલો આ શબ્દ સમપણાની પ્રાપ્તિનો વાચક છે. આત્મા, પરમાત્માની સમાનતાને પામ્યો છે એવું અનુભવથી જણાય છે ત્યારે સમાપત્તિ થવાથી ધ્યાનમાં જુદાપણાનો ભાવ ટળી જાય છે અને અભેદતા અનુભવાય છે.
અનંતકાળમાં વિપયો પ્રત્યે જ્ઞાનથી એકતાનો ભાવ કરીને અનેક વિષયો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org