________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
ર ૫ બની ઊંચુ જીવન જીવવાનું છે. (૨) આસન - પ્રાણાયામ - પ્રત્યાહારથી જીવે પોતાના દેહ સાથે ઉચિત જીવન જીવવાનું છે જ્યારે (૩) ધારણા, ધ્યાન, સમાધિ દ્વારા અંતર્મુખ બનવાનું છે જેમાં (૧) અને (૨) વ્યવહાર ધર્મ છે જ્યારે (૩) એ નિશ્ચય સાધના છે. .. શૃંગીમચ્છ દરિયામાં રહીને - ખારા પાણીમાં રહેવા છતાં મીઠા પાણીના ઝરણા શોધીને મીઠું પાણી જ પીવે છે તેમ ખારા સંસારરૂપી દેહમાં રહેવા છતાં આત્માના સુખરૂપી મીઠું ઝરણું શોધીને આત્મસુખ જે વેદે તે સાચો જ્ઞાની છે.
અથા - તત્ત્વ શ્રુતિ નામનો ગુણ અર્થાત તેના જ ફ્લને વિશેષ રૂપે કહે છે. क्षाराम्भस्तुल्य इह च भवयोगोऽखिलो मतः । मधुरोदकयोगेन, समा तत्त्वश्रुतिस्तथा ॥ ६२ ॥ સંસારને ખારા પાણીની ઉપમા -
સઘળો ય ભવનો યોગ એ અતત્ત્વસ્વરૂપ છે અને તે ખારાપાણી તુલ્ય મનાયેલો છે અને તે અતત્ત્વસ્વરૂપ ભવયોગ એ અતત્ત્વશ્રવણરૂપ ભવયોગથી વૃદ્ધિ પામે છે માટે તે પણ ખારાપાણી તુલ્ય છે. પ્રસ્તુતમાં અતસ્વરૂપ ભવથી વિષય-કષાયની આત્મામાં થતી પરિણતિ એ જ અપેક્ષિત છે અને એ ખારા પાણી તુલ્ય છે અને આવી પરિણતિ આત્મામાં પેદા થાય એવું અતત્ત્વનું શ્રવણ પણ ખારાપાણી તુલ્ય છે. અને અતત્ત્વરૂપભવના નાશ માટે મધુરપાણીના યોગ સમાન તત્ત્વશ્રુતિ નામનો ગુણ છે જે આ દૃષ્ટિમાં પેદા થાય છે અને તતયા અર્થાત્ તત્ત્વશ્રવણ નામનો ગુણ તેની પ્રાપ્તિમાં હેતુ હોવા વડે કરીને તત્ત્વશ્રવણની ક્રિયા પણ મધુરપાણીના યોગ સમાન છે.
તત્ત્વશ્રવણની ક્રિયા જ્યારે આદર, બહુમાન અને ઉપયોગપૂર્વક કરવામાં આવે છે ત્યારે આત્મામાંથી વિષય કષાયની પરિણતિ કે જે અતત્ત્વ સ્વરૂપ છે તે તૂટવા માંડે છે. ધીમે ધીમે ઉપયોગ ગુણરૂપે, ઉપશમભાવ રૂપે પરિણમે છે અને તેથી તત્ત્વશ્રવણ વિના ન ચાલે, ન ગમે, એના વિના જીવન લૂખું લાગે, આવી તત્વને સાંભળવાની અને પામવાની ઝંખના જાગે છે જે તત્ત્વશ્રવણ નામનો ગુણ છે. આ તત્વશ્રવણ નામનો ગુણ ઊભો થતા વિશેષ વિશેષ રૂપે તત્ત્વશ્રવણની ક્રિયા થાય છે જેનાથી તત્ત્વ વિશેષરૂપે પરિણમવા માંડે છે. તત્વની વિશેષરૂપે પરિણતિ ઊભી થતાં આખો સંસાર કે જે અત્યંતરમાં વિષયકષાયની પરિણતિરૂપ છે અને બાહ્યમાં શુભાશુભ સંયોગો, જન્મ-મરણાદિ અને ચતુર્ગતિ પરિભ્રમણરૂપ છે. તે સઘળો ય સંસાર ખારાપાણી તુલ્ય અનુભવાય છે અર્થાત તૃષાતુર માણસ પણ દરિયાનું ખારું પાણી પીવા ઇચ્છતો નથી અથવા પી શકતો નથી તેમ તત્ત્વશ્રવણના ગુણને કારણે તે હવે સંસારને ઇચ્છતો નથી. કર્મના ઉદયે બહારથી રહેવું પડે તો પણ સંસારની પ્રવૃત્તિમાં તે ઠરતો નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org