________________
૨૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ વ્યંતર નિકાયમાં વ્યંતરી - દેવી થાય છે અને કેવલી બનેલા સુદર્શનની દેશના સાંભળી સમકિત પામે છે.
આમ સુદર્શન શેઠે પણ ધર્મની ખાતર પોતાના પ્રાણ હોડમાં મુક્યા પણ પ્રાણ બચાવવા પોતાનો પરિણતિરૂપ ધર્મ અને બીજા જીવની દ્રવ્ય-ભાવ દયારૂપ ધર્મ ન છોડ્યો.
આ બતાવે છે કે જેને ધર્મની સચોટ શ્રદ્ધા થઈ જાય છે તેવા સાત્ત્વિક જીવો ધર્મની ખાતર પ્રાણનો ભોગ આપવા તૈયાર થાય છે.
ધર્મ કરતાં, કર્મનો નાશ કરતાં વચ્ચે જે દુ:ખ આવે છે તે અનંતમાં ભાગનું હોય છે જેના ફળરૂપે જીવને સાદિ અનંત કાળ માટે અનંત આનંદની ભેટ મળે છે જ્યારે ધર્મ ન આરાધીએ તો અત્યાર સુધી જે દુ:ખ વેક્યા છે તેના કરતા પણ જીવને બીજુ અનંતગણું દુ:ખ ભોગવવું પડે છે અને તેના ફળ રૂપે સંસાર ઊભો રહે છે. અગ્નિશમના ભવથી તેની સાથે ચાલુ થયેલી ગુણસેનની સંસારયાત્રામાં ગુણસેને એક સરખો દુ:ખ ભોગવવાનો નિર્ધાર કર્યો તો નવમા ભવે છુટકારો થઈ ગયો અને કુલ બધા જ ભવો મળીને પણ એક પલ્યોપમ જેટલું દુઃખ પણ સહન ન કરવું પડ્યું. જ્યારે અગ્નિશર્માની સંસારયાત્રા તે પછી પણ અસંખ્યાત પુગલ પરાવર્ત સુધી ચાલશે. * અહિંયા ગ્રંથફાર એક શબ્દ વાપરે છે તથા ત્ય-પ્રવૃન્યા એટલે તેવા પ્રકારની ઉત્સર્ગ પ્રવૃત્તિથી ધર્મના ખાતર પ્રાણ આપે છે. જેટલું પોતાની બુદ્ધિમાં સાચું લાગે - સાચું સમજાય તેટલું અમલમાં મુકવાની તૈયારીવાળા સાત્વિક જીવોની પ્રવૃત્તિ એ ઉત્સર્ગ માર્ગની પ્રવૃત્તિ છે. તેવું સત્ત્વ ન હોય તેવા જીવો શરીરાદિના રાગના કારણે ધર્મ ખાતર પ્રાણ ન આપે એવું પણ બને પરંતુ “ધર્મને માટે પ્રાણ આપવા જોઈએ, હું નથી આપી શકતો તે મારી નબળાઈ છે,” એવું તેઓની માન્યતામાં બેઠેલું હોય. એટલે જે જીવો ધર્મની ખાતર પ્રાણ આપે તેના પ્રત્યે તેને અત્યંત આદર - બહુમાન હોય,
જેમ વાંદરી પોતાના બચ્ચાનું રક્ષણ પ્રાણને હોડમાં મૂકીને કરે છે કેમકે પોતાના બચ્ચા પ્રત્યે તેને અત્યંત વ્હાલ છે તેમ આ જીવને પણ ધર્મ અત્યંત પ્રિય હોવાથી ઉત્સર્ગ પ્રવૃત્તિથી ધર્મને માટે પ્રાણ આપવા તૈયાર થાય છે.
કુમારપાળ મહારાજાની પાસે પોતાની કુળદેવી ટકેશ્વરીએ વર્ષોથી ચાલી આવેલી પરંપરા મુજબ બોકડાનો વધ માંગ્યો, કુમારપાળે ન આપ્યો કારણ તે ભગવાનનો અહિંસા ધર્મ સમજ્યો હતો, તો દેવીએ કપાળમાં ત્રિશુળ મારી આખા શરીરમાં કોઢ રોગ પેદા કરી દીધો. શાસનની અપભ્રાજનાના ભયે કુમારપાળ અગ્નિમાં બળી મરવા તૈયાર થયા. લોકો જેનધર્મની નિંદા ન કરે માટે બલિદાન આપવા તૈયાર થયા પણ દેવીની ઇચ્છાને આધીન ન થયા એ એમની સાત્વિકતા હતી.
૩ત્ર - ધર્મમાં આટલો બધો પ્રતિબંધ અર્થાત રાગ કેમ છે ? તે કહે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org