________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
૧૯ આ કોઈ અહંતના ઉપાસકો અહિંયા છુપાવેશે ઘુસી ગયા છે. તેમને ઓળખવા જોઈએ અને પછી સજા કરવી જોઈએ. તે ઓળખવા માટે નીચે ઉતરવા માટેના દાદર પર અરિહંતની મૂર્તિ મૂકી અને પછી બધાને આજ્ઞા કરી કે ક્રમસર એક પછી એક આ મૂર્તિ ઉપર પગ મૂકીને ઉતરો. જ્યારે એમનો વારો આવ્યો ત્યારે મનમાં એક જ ખુમારી અને શ્રદ્ધા હતી કે મરી જઈએ તે હા, પણ ત્રણ કાળમાં અરિહંત પરમાત્માની મૂર્તિ ઉપર પગ તો ન જ મૂકીએ એટલે એક કોલસો હાથમાં લઈ તેનાથી તે મૂર્તિ ઉપર જનોઈ દોરી અને બુદ્ધની મૂર્તિ બનાવી પછી તેના ઉપર પગ મૂકીને ઉતરી ગયા. જેવા ઉતર્યા, તેની સાથે જ પાછળ બુદ્ધના અનુયાયીઓ પકડવા દોડયા. બંને ભાગી રહ્યા છે, બેમાંથી એક બીજાને કહે છે કે જા, તું જલ્દી જઈને ગુરુને સમાચાર આપ અને હું આ લોકોની સાથે ટક્કર ઝીલું છું. તેમની સામે લડતા લડતા પોતે ખપી ગયા અને બીજાએ જઈને ગુરુના ખોળામાં માથું મુક્યું ત્યાં તેના પણ પ્રાણ નીકળી ગયા. આમ ધર્મની ખાતર પ્રાણ આપી દીધા પણ પ્રાણને બચાવવા ધર્મ ન છોડ્યો.
(૩) તે જ રીતે સુદર્શન શેઠને અભયા રાણીએ પોતાની દાસી દ્વારા ફ્લાવી અંતઃપુરમાં લાવવામાં આવ્યા અને કામ-ભોગની માંગણી કરી છતાં સુદર્શન મક્કમ રહ્યાઆખરે રાણીએ સુદર્શન શેઠ ઉપર ખોટો આરોપ મુક્યો. પોતાના વસ્ત્ર ફાડી નાખ્યા અને કોઈક ગુંડો અંતઃપુરમાં આવીને મારી આબરૂ લુંટી રહ્યો છે વગેરે પ્રપંચ કર્યો. ખુદ રાજા આવીને આ બાબતમાં જે સત્ય હોય તે પ્રકાશવા સુદર્શન શેઠને જણાવે છે. ભલે તમે મારા અંતઃપુરમાંથી પકડાયાં છો છતાં આ વિષયમાં તમે જે કહો તે હું સત્ય માનવા તૈયાર છું છતાં સુદર્શન શેઠ મોન રહે છે. એક જ વિચારે છે કે બ્રહ્મચર્યની પરીક્ષામાં હું સફળ થયો છું હવે એક આત્માની રક્ષાનો વિષય છે તેમાં જો હું સત્ય કહું તો રાણીને રાજા મારી નાંખે અથવા દેશ નિકાલ કરે અથવા બંનેનો સંસાર કડવો ઝેર જેવો થઈ જાય, તે ન થાય તે માટે સુદર્શન શેઠ ત્યાં મૌન રહે છે. એક અક્ષરનો પણ ખુલાસો કરતા નથી. તેમને ખબર છે કે આના દ્વારા પોતાની બેઆબરૂ થવાની છે છતાં મૌન રહે છે કારણ એક જ કે રાણી બિચારી દયાપાત્ર છે, કર્મથી પીડાઈ રહી છે, જેને બિચારીને જીવતા નથી આવડતું તેને મરવાનો વખત આવશે તો તે કેવી રીતે સમાધિ ટકાવી શકશે ? જ્યારે મને જીવતા પણ આવડે છે અને મરતા પણ આવડે છે. હકીકતમાં તો જેને જીવતા આવડે તેને જ મરતા આવડે. હું મૃત્યુ આવશે તો પણ સમાધિ ટકાવી શકીશ એમ વિચારી એક આત્માના દ્રવ્ય અને ભાવ પ્રાણ બંનેની રક્ષા કરવા મોના સ્વીકારે છે જેના પ્રતાપે રાજા આખા ગામમાં ગધેડા ઉપર બેસાડી, રૈવી અને અંતે ફાંસીની સજા ક્રમાવે છે. આખરે શૂળી ઉપર ચઢાવતા તેના શીલના પ્રભાવે શૂળીનું સિંહાસન થાય છે. પોતે ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે. જ્યારે રાણીને આ વાતની ખબર પડતાં તે ફાંસો ખાઈને મૃત્યુ પામે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org