________________
શ્રીકપૂરપ્રકર: કહ્યું કે આત્મા કે પરલોક નથી માટે ધર્મ કરવા વડે સર્યું. ત્યારે સૂરીશ્વરે કહ્યું કે આત્મા કર્મ વગેરે પરોક્ષ હોવાથી તમે માનતા ન હો તો તમારા દાદા વગેરે પણ પરોક્ષ હોવાથી તેમને પણ અસંભવ થશે, વળી ઈચ્છા વગેરે ગુણેના આધાર આત્મા રૂપી ધમી વિના ચૈતન્ય રૂપી ધર્મ પણ ન ઘટી શકે. વળી ભિન્ન ઇન્દ્રિયોથી ગ્રહણ કરેલા ભાવોને જાણનાર આત્મા વિના ઈચ્છા સ્મૃતિ વગેરે ભાવ પણ કદાપિ સંભવે નહિ વગેરે યુક્તિઓથી રાજાને આત્મા છે એમ ખાત્રી કરાવી, તેથી શ્રદ્ધાવંત બનેલા રાજાએ પૂછ્યું કે મારા પિતા નિર્દય હતા તે તમારા કહેવા પ્રમાણે પાપથી નરકે જાય અને મારી માતા ધર્મિષ્ઠ હતા તે સ્થળે જાય તે તેઓ અનુક્રમે આવીને મને કેમ પાપથી રેકતા નથી અને પુણ્યમાં જોડતા નથી? ત્યારે ગુરૂએ કહ્યું કે નરકે ગએલો જીવ પરતંત્ર હોવાથી તેની મરજી હોય તે પણ અહીં આવતું નથી, અને સ્વર્ગ ગએલ તમારી માતાને જીવ ત્યાંની સુખ સામગ્રીમાં લીન હોવાથી તેમજ મનુષ્યની અશુચિની ગંધ ચારસો પાંચસે જન ઉંચે જાય છે તેથી પણ અત્રે આવતું નથી. વગેરે ઘણા પ્રકારના પ્રશ્નોત્તર રાજા અને ગણધર વચ્ચે થયા. અંતે રાજાએ પણ આત્મા અત્યંત સૂક્ષમ અરૂપી હોવાથી તે જોઈ શકાતો નથી પરંતુ તે છે એમ કબૂલ કર્યું. અને પિતાને નાસ્તિકવાદ છોડી જૈન ધર્મ અંગીકાર કર્યો તથા ગુરૂની આગળ શ્રાવક ધર્મ અંગીકાર કરીને સ્વસ્થાને ગયે, અને ધીમે ધીમે વિષયોથી વિરક્ત થયે. તે વખતે અન્ય પુરૂષમાં આસક્ત થએલી તેની રાણી સૂર્યકાન્તાએ ઝેર આપ્યું, તેથી તે