Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ
સાર સંદેશ
રાધાસ્વામી સત્સંગ વ્યાસ
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ જીજી
સાર સંદેશ
Page #3
--------------------------------------------------------------------------
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ
સાર સંદેશ
ડૉ. કાશીનાથ ઉપાધ્યાય
રાધાસ્વામી સત્સંગ બ્યાસ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
નાથ તમારા નામથી, પાપ ક્ષણમાં પલાયન, જેમ દિનકરના પ્રકાશથી, અંધકાર વિનાશાય. નામ લેતાં સર્વ દુઃખ મટી જાય, તમારાં દર્શન દેખ્યાં પ્રભુ આવી, તમે છો પ્રભુ દેવોના દેવ, હું તો કરું તવ ચરણોની સેવ.
બૃહજિનવાણી, સંગ્રહ, પૃ.177
Page #7
--------------------------------------------------------------------------
________________
Published by:
J. C. Sethi, Secretary
Radha Soami Satsang Beas Dera Baba Jaimal Singh Punjab 143 204
2012 Radha Soami Satsang Beas All rights reserved
First Gujarati edition 2012
19 18 17 16 15 14 13 12
ISBN 978-81-8466-141-5
8 7 6 5 4 3 2 1
Printed in India by: Thomson Press (India) Ltd.
Page #8
--------------------------------------------------------------------------
________________
વિષય સૂચિ
પ્રકાશક તરફથી પ્રસ્તાવના 1. જૈન ધર્મની પ્રાચીનતા
જૈન”, “જિન” અને “તીર્થકર’નો અર્થ તીર્થકરો, ગણધરો અને આચાર્યોની પરંપરા મહાવીર સ્વામીથી પહેલાં આવનારા તીર્થકર મહાવીર સ્વામીનું જીવન
જૈન ધર્મનું સાહિત્ય 2. જૈન ધર્મનું સ્વરૂપ
બધા જ સુખની શોધમાં જૈન ધર્મ શું છે?
જૈન ધર્મનાં સામાન્ય લક્ષણ
જૈન ધર્મનાં વિશેષ લક્ષણ જૈન ધર્મની ઉદાર દૃષ્ટિ
જૈન ધર્મ શું નથી? 3. જીવ, બંધન અને મોક્ષ
જીવ અને અજીવની ભિન્નતા કર્મ બંધનનું મૂળ કારણ મોક્ષ બંધનથી મુક્ત થવાની પ્રક્રિયા
મોક્ષમાર્ગઃ રત્નત્રય 4. અહિંસા
અહિંસાનું સ્વરૂપ
Page #9
--------------------------------------------------------------------------
________________
8
ગૃહસ્થ અને અહિંસા
અહિંસાનો મહિમા
હિંસાની ઘોર નિંદા
માંસ-મદિરાનો નિષેધ
5. માનવ-જીવન
માનવ-જીવનની દુર્લભતા
માનવ-જીવનની ક્ષણભંગુરતા
માનવ-જીવનની સાર્થકતા
માનવ-જીવનની નિરર્થકતા
6. ગુરુ
ગુરુની આવશ્યકતા
ગુરુનું સ્વરૂપ
ગુરુ-પ્રાપ્તિનું ફળ શિષ્યનું કર્તવ્ય
કુગુરુની સેવાથી હાનિ
7. દિવ્ય ધ્વનિ
દિવ્યધ્વનિનું સ્વરૂપ દિવ્યધ્વનિનો પ્રભાવ
8. અનુપ્રેક્ષા (ભાવના)
વૈરાગ્ય વધારનારી ભાવનાઓ
ધ્યાનને સ્થિર બનાવનારી ભાવનાઓ
9. અંતર્મુખી સાધના
મનનું નિયંત્રણ
ધ્યાનની અનિવાર્યતા
ધ્યાનનું સ્વરૂપ
ધ્યાનના ભેદ (પ્રકાર)
ગુરુ-મૂર્તિ-ધ્યાન અને મંત્ર-સ્મરણ
અનાહત ધ્યાન
જૈન ધર્મઃ સાર સંદેશ
:
116
120
125
131
137
137
140
146
156
163
163
177
186
198
209
216
216
225
234
234
259
264
265
270
272
276
285
293
Page #10
--------------------------------------------------------------------------
________________
297
306
311
319
320
વિષય સૂચિ
રૂપસ્થ અને રૂપાતીત ધ્યાન ધ્યાતાના આવશ્યક ગુણ
ધ્યાનનું આસન, સ્થાન, સમય અને ફળ 10. આત્માથી પરમાત્મા
બહિરાત્મા
અંતરાત્મા - પરમાત્મા સંદર્ભ સૂચિ મુખ્ય ગ્રંથકારઃ સંક્ષિપ્ત પરિચય સંદર્ભ ગ્રંથ અમારા પ્રકાશનો
325
334
350
386
392
398
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક તરફથી
સંસારના બધા જીવ સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. પરંતુ બધા કોઈ ને કોઈ પ્રકારે વધતા ઓછા પ્રમાણમાં દુઃખી જ જોવા મળે છે. એનું કારણ એ છે કે ઘણા લોકો ગંભીરતા અને ઊંડાણપૂર્વક આ વિષય પર વિચાર કરતા નથી કે સાચું સુખ કોને કહે છે અને તેની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે છે. સંસારના ઘણા બધા જીવોમાં મનુષ્યને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે, કારણ કે તેને વિવેક્ની શક્તિ પ્રાપ્ત છે જેનો સદુપયોગ કરી તે સાચા સુખ વિશે ઊંડાણપૂર્વક વિચાર કરી શકે છે અને ઉચિત સાધનને અપનાવી સાચું સુખ અને શાંતિની પ્રાપ્તિ કરી શકે છે. પરંતુ આજકાલના વ્યસ્ત સાંસારિક જીવનમાં અધિકાંશ મનુષ્યો પોતાના વિવેકને ભૂલીને મન અને ઈન્દ્રિયોના પ્રભાવમાં બાહ્ય વિષયોમાં સુખ શોધવાની કોશિશ કરે છે. પરંતુ એવું કરવાથી તેમને હમેશાં અસંતોષ, અશાંતિ અને નિરાશા જ પ્રાપ્ત થાય છે.
ભારતના કેટલાક પ્રાચીન મહાપુરુષોએ બહાર ભટકનારા મન તથા ઈન્દ્રિયોને વશમાં કરીને પોતાના મનોવિકારો પર વિજય પ્રાપ્ત કર્યો. આ વિજેતાઓને જ “જિન” કહે છે. એવા “જિન” અથવા મહાન સંયમી મહાપુરુષોએ આત્મસાધના દ્વારા પોતાના સાચા સ્વરૂપને ઓળખ્યું અને સાચા સુખ અને શાંતિની પ્રાપ્તિ કરી. “જિન”ના અનુયાયીઓને જ “જૈન” કહેવામાં આવે છે. જૈન-પરંપરા અનુસાર અનાદિકાળથી જ ઉચ્ચ કોટિના મહાત્મા, “જિન” પુરુષ અથવા મુનિજન સંસારમાં જીવોના કલ્યાણ માટે આવતા રહ્યા છે. આ રીતે જૈન ધર્મને ભારતનો એક અત્યંત પ્રાચીન ધર્મ માનવામાં આવે છે. પ્રસ્તુત પુસ્તકમાં આ જ જૈન ધર્મના મૂળ વિચારોને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જૈન ધર્મ અનુસાર આત્મા અચેતન પદાર્થોથી બિલકુલ ભિન્ન એક ચેતન, નિત્ય અને અવિનાશી તત્ત્વ છે જે અનંત સુખોનો ભંડાર છે. જૈન ધર્મ આ
Page #13
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ જ અમર આત્મતત્ત્વને ઓળખવાનો ઉપદેશ આપે છે. જે ભાગ્યશાળી જીવ આત્માની ઓળખ કરી લે છે, તે પરમાત્મા બની જાય છે.
આ પુસ્તકના લેખક ડૉ. કાશીનાથ ઉપાધ્યાય ભારતીય દર્શનના એક વિખ્યાત વિદ્વાન છે, જેમણે લગભગ 18 વર્ષ સુધી ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અને 25 વર્ષ સુધી અમેરિકાના હવાઈ વિશ્વવિદ્યાલયમાં ભારતીય દર્શનનું ઉચ્ચસ્તરીય અધ્યાપન અને સંશોધનનું કાર્ય કર્યું છે. દર્શન અને આધ્યાત્મ સંબંધી વિષયો પર એમના કેટલાય પુસ્તકો પ્રકાશિત છે. પ્રસ્તુત પુસ્તકમાં એમણે જૈન ધર્મના વિશાળ સાહિત્યમાંથી આવશ્યક સામગ્રી એકત્રિત કરીને જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો અને તેના આચાર, વિચાર તથા વિશેષ રૂપે મોક્ષ-પ્રાપ્તિના સાધનોથી સંબંધિત વિષયોને સરળ અને પ્રમાણિક રૂપે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકમાં એમણે એ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જૈન ધર્મ કોઈ વ્યકિત, વર્ગ, સંપ્રદાય અથવા જાતિનો ધર્મ નથી પરંતુ આ બધા પ્રકારની સંકીર્ણતાઓથી ઉપર ઊઠીને બધા મનુષ્યોને સમાન રૂપે કલ્યાણનો માર્ગ બતાવે છે.
12
આશા છે કે આ પુસ્તક સાચા જીજ્ઞાસુઓ, સાધકો અને સર્વ સાધારણ વાચકો – બધા માટે ઉપયોગી સિદ્ધ થશે અને બધા એના નિષ્પક્ષ અધ્યયન દ્વારા પોતાના આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધવાની પ્રેરણા પ્રાપ્ત કરશે.
ડેરા બાબા જેમલસિંહ, જિલ્લા અમૃતસર, પંજાબ મે-2010
જે.સી. સેઠી,
સેક્રેટરી,
રાધાસ્વામી સત્સંગ બ્યાસ
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
દુનિયાનો ઇતિહાસ બતાવે છે અને હાલના દિવસોની પરિસ્થિતિઓથી પણ ખબર પડે છે કે ધર્મના નામ પર જેટલો અત્યાચાર થયો છે અને અત્યારે થઈ રહ્યો છે, તેટલો કદાચ અન્ય કોઈ ચીજ માટે થયો નથી. એને જોઈને લોકોને ધર્મથી અરુચિ થતી જાય છે. તો પછી જૈન ધર્મ કે કોઈ પણ અન્ય ધર્મના સંબંધમાં કશું લખવાનું કે વિચાર કરવાનું પ્રયોજન જ શું છે?
અહીં શરૂઆતમાં સમજી લેવું આવશ્યક છે કે ધર્મના નામે થનારા અત્યાચારનું વાસ્તવિક કારણ ધર્મ નથી. જો કોઈ સાધુ કે ગુરુનો વેશ ધારણ કરીને અને બાહ્ય રીતે તેમની નકલ કરીને લોકોને ગતો ફરે તો એનાથી સાધુ કે ગુરુનું પદ તો ખરાબ થઈ જતું નથી. ધર્મ કોઈને બૂરાઈ તરફ લઈ જતો નથી. પરંતુ જ્યારે મનુષ્ય પોતાની માનવતા ભૂલીને પશુથી પણ નીચ વૃત્તિવાળો બની જાય છે ત્યારે તે ધર્મ જેવી પવિત્ર ચીજને પણ અધર્મનું રૂપ આપીને પોતાની અને માનવ-સમાજની સાથે ઘોર અત્યાચાર કરે છે.
અંધવિશ્વાસ, પૂર્વાગ્રહ કે પક્ષપાતના કારણે મનુષ્ય જૂઠને પણ સત્ય માની શકે છે. જૂઠ અનેક હોઈ શકે છે, પરંતુ સત્ય હમેશાં એક જ હોય છે. ભલે ને સમય, પરિસ્થિતિ કે આવશ્યકતા અનુસાર આપણે એમના અનેક પાસાઓ પર વિચાર કરીએ અથવા ભાર મૂકીએ. આ એક સત્ય પર આધારિત ધર્મ પણ એક જ હોઈ શકે છે, ભલેને વિભિન્ન સમય અને પરિસ્થિતિઓમાં એના અનેક પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો હોય. આ સંબંધમાં જૈન, બધ્ધ, યોગદર્શન તથા અનેક આધુનિક ધ્યાન અને સમાધિની વિધિઓના ઊંડા અને તુલનાત્મક અધ્યયન અને અનુભવના આધારે રણજીતસિંહ કૂમટે ખૂબ જ સ્પષ્ટતા સાથે કહ્યું છેઃ
ધર્મ એક છે, સનાતન છે, સાર્વજનિક (સર્વ સાથે સંબંધ રાખનાર) છે, બધા માટે છે અને મંગળકારી છે. ભેદ માત્ર સંપ્રદાય અથવા
Page #15
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ સાર સંદેશ પંથ અને પંથના કર્મકાંડોમાં છે; સિદ્ધાંતો અને સત્ય વચનોમાં નથી. સત્યના સાક્ષાત્કારની અનુભૂતિ સર્વની એક સરખી છે. અતઃ “ધર્મના નામ પર થઈ રહેલા ઝઘડાઓ સત્ય અને સિદ્ધાંત પર આધારિત નથી, પરંતુ નિજી સ્વાર્થ અને લોકોને ભ્રમિત કરવાની ભાવનાથી પ્રેરિત છે.'
જો કોઈ પણ ધર્મના મૂળમાં જઈને તેના મૂળ સિદ્ધાંતો પર વિચાર કરીએ તો આપણને સમજાશે કે બધા ધર્મ સમાનરૂપથી મનુષ્યને પોતાના કલ્યાણનો માર્ગ બતાવે છે. સાચા સંત-મહાત્મા ધર્મની પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરીને પોતાનું કલ્યાણ કરે છે અને પછી બધાને પોતાના જ સમાન સમજીને તેમના હિત માટે તેમને પણ તે જ ધર્મનો ઉપદેશ આપે છે. પરંતુ જો આપણે ધર્મના મર્મને સમજીએ જ નહીં અને બાહ્ય ક્રિયાઓ અને કર્મકાંડને જ ધર્મ માની લઈએ તો તે આપણી પોતાની ભૂલ છે. જો કોઈ વ્યકિત કોઈ ફળના ગરને ફેંકીને તેની બહારની છાલને જ બધું માની લે તો તેને ન તે સ્વાદિષ્ટ ફળનો સ્વાદ મળશે અને ન તો સંતોષ થશે. એવી જ રીતે જો કોઈ અન્નને છોડીને ભૂસાને જ સાર તત્ત્વ માની લે અથવા હીરા-ઝવેરાતને છોડીને તેમના ડબ્બાઓને જ ગળામાં લટકાવીને ફરે તો એ તેની નરી મૂર્ખતા છે.
સમય-સમય પર આવનારા વિભિન્ન સંતો અને મહાત્માઓએ સત્યનો સાક્ષાત્ અનુભવ પ્રાપ્ત કરીને ધર્મના સંબંધમાં જે ઉપદેશ આપ્યો હતો તે મૂળરૂપે એકરૂપ હતો. પરંતુ સમય, સ્થાન અને પરિસ્થિતિ અનુસાર તેમણે તેને વિભિન્ન ઢંગથી વિભિન્ન ભાષાઓમાં સમજાવ્યો હતો. પાછળથી આવનારા ધર્મના રખેવાળોએ, જેમને સત્યનો સાક્ષાત્ અનુભવ ન હતો, ધર્મના મૂળ તત્ત્વ પર ધ્યાન ન આપતાં વિભિન્ન પરિસ્થિતિઓથી ઉત્પન્ન બાહ્ય ક્રિયાઓ, રીતિ-રિવાજો અને કર્મકાંડ પર ભાર આપવાનું શરૂ કરી દીધું અને પોત-પોતાના સમયના મહાત્માને સૌથી મોટા કે શ્રેષ્ઠ બતાવીને પોત-પોતાનો અલગ ધર્મ કે સંપ્રદાય બનાવી લીધો. પછીથી તેઓ એકબીજા સાથે વેર-વિરોધ કરીને આપસમાં લડવા-ઝઘડવા લાગ્યા. અહીં એ વિચાર કરવા જેવી વાત છે કે જેને પોતાને જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી અથવા જેમનું જ્ઞાન માત્ર કેટલાક સાંસારિક વિષયો સુધી જ સીમિત છે તે મહાન સંતો અને મહાત્માઓના આધ્યાત્મિક
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
15 જ્ઞાનને ઊંચુ કે નીચું હોવાનો નિર્ણય કેવી રીતે કરી શકે? જમીન પર બેઠેલો મનુષ્ય આકાશના અનેક તારાઓમાંથી ભલા કેવી રીતે કોઈ એકને સૌથી મોટો, સૌથી ઊંચો અને સૌથી વધુ પ્રકાશવાન બતાવી શકે? જમીન પર ચાલનારી કીડી ભલા પહાડના ઊંચા-ઊંચા શિખરોમાંથી કોઈ એકને સૌથી ઊંચું હોવાનું સાચું અનુમાન કેવી રીતે લગાવી શકે?
પ્રાચીન સંતો, મહાત્માઓ કે તીર્થકરોએ પોતાની કઠિન સાધના દ્વારા પોતાના આત્માના સ્વરૂપને ઓળખ્યું અને દયાપૂર્વક જીવોના કલ્યાણ માટે એ સમજાવ્યું કે આ આત્મા જ જીવનનો સાર છે. આ જ સમસ્ત જ્ઞાન અને આનંદનો ભંડાર છે. પોતાના આત્માના સાચા સ્વરૂપને ઓળખવું એ જ ધર્મ છે અને આ ધર્મ જ મોક્ષનું સાધન છે. પોતાના સ્વરૂપને ઓળખીને આત્મા પરમાત્મા બની જાય છે. એનાથી સ્પષ્ટ છે કે ધર્મ પોતાની રીતે ખરાબ નથી. એ તો આત્માને પવિત્ર કરનારો અને એને હંમેશ માટે સુખ-શાંતિ પ્રદાન કરનારો છે. પરંતુ પોતાની ખરાબ ભાવનાઓ, દ્વેષપૂર્ણ ઇરાદાઓ અને દૂર કર્મો દ્વારા મનુષ્યોએ એને બદનામ કરી રાખ્યો છે.
સઘળા જૈન તીર્થકરો અને આચાર્યોએ આત્મતત્ત્વને જ ઓળખવાનો ઉપદેશ આપ્યો છે. આત્મા રાગ-દ્વેષ, મોહ વગેરે વિકારોને કારણે પોતાને શરીર, ઈન્દ્રિયો વગેરેથી વિભિન્ન સમજી શકતો નથી અને આ કારણે હંમેશાં દુઃખ ભોગવતો રહે છે. આ રાગ-દ્વેષ, મોહ, કામ, ક્રોધ, માન વગેરે વિકારો પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરીને પોતાના આત્માના અનંત જ્ઞાનમય અને આનંદમય સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરી લેનારાઓને “જિના(વિજેતા) કહે છે અને જે જિન”ના બતાવેલા માર્ગ પર ચાલે છે તેમને જૈન કહેવામાં આવે છે. અનેક સમયે અને અનેક સ્થળોએ આવેલા અનેક જૈન તીર્થકરો અને આચાર્યોએ કોઈ ભેદભાવ વિના બધાને હંમેશાં સમાનરૂપે આત્મતત્ત્વનો અનુભવ પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપ્યો છે. તેઓ પોતાના ઉપદેશને કોઈ ચાર દિવાલોમાં બંધ કરતા નથી. તેઓ કોઈ નવો ધર્મ, સંપ્રદાય કે મજહબ બનાવતા નથી. સત્યનો અનુભવ પ્રાપ્ત કરી તેની જાણકારી આપનારા આ મહાપુરુષોને જૈન ધર્મ અનુસાર જિન, મહાવીર, અહંત, બુધ્ધ, બ્રહ્મ, હરિ, દેવ, પરમાત્મા વગેરે અનેક નામોથી સંબોધિત કરી શકાય છે. અથવા તેમને આ બધા નામોથી પર
Page #17
--------------------------------------------------------------------------
________________
16
જૈન ધર્મ સાર સંદેશ અથવા સ્વતંત્ર પણ કહી શકાય છે. જૈન ધર્મના સાચા અનુયાયી આ નામોના ઝઘડાઓમાં પડતા નથી. તેઓ પોતાને આ શબ્દ-જાળથી અલગ રાખીને કોઈપણ નામથી ઓળખાયેલા તે માર્ગદર્શક અઈ દેવ કે સદ્ગુરુના ઉપદેશને ભક્તિ-ભાવ સાથે ગ્રહણ કરે છે અને તે ઉપદેશ અનુસાર પોતાના ચિત્તને તેમના ધ્યાનમાં લીન કરવાનો પ્રયત્ન કરે છે. જૈન ધર્મની આ ઉદાર ભાવના તરફ સંકેત કરતાં શ્રી જુગલ કિશોર “મુખ્તારે ખુબ જ સુંદર રીતે કહ્યું છેઃ
જેણે રાગદ્વેષ કામાદિક જીત્યા, સર્વ જગ જાણી લીધું, સર્વ જીવોને મોક્ષમાર્ગનો, નિઃસ્પૃહ થઈ આપ્યો ઉપદેશ. બુદ્ધ, વીર, જિન, હરિ, હર, બ્રહ્મા કે કહો તેને સ્વાધિન,
ભક્તિ ભાવથી થઈ પ્રેરિત, આ ચિત્ત રહો તેમાં લીન
પોતાના વિચારો અને કથનોને વ્યાપક અને સર્વાગી બનાવવા માટે જેના ધર્મ સ્યાદ્વાદના સિદ્ધાંતને પ્રસ્તુત કરે છે. આ સિદ્ધાંત અનુસાર પોતાના વિચારો, દષ્ટિકોણ અને કથનોને ઉદાર, નિષ્પક્ષ અને સર્વગ્રાહી (બધા જ મતોને સામેલ કરનાર) બનાવવા અને એમને સંકીર્ણતા, હઠધર્મિતા અને પક્ષપાતથી દૂર રાખવાં જરૂરી છે. સાંપ્રદાયિકતાના સંકુચિત વિચારો અને પરસ્પર મતભેદથી થનારા વેર-વિરોધ અને ઝઘડાઓથી પોતાને ઉપર ઊઠાવી રાખવામાં આ સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી સિદ્ધ થાય છે. એને સમજાવતાં આચાર્ય શ્રી આત્મરામજી મહારાજ કહે છેઃ
આ (જૈન) દર્શન... પદાર્થોના સ્વરૂપનું સ્યાદ્વાદની શૈલીથી વર્ણન કરે છે, કારણ કે જો સાપેક્ષિક ભાવથી પદાર્થોના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે ત્યારે કોઈપણ વિરોધને રહેવાનું સ્થાન ઉપલબ્ધ રહેતું નથી.
પોતાના ગ્રંથ શ્રી જૈનતત્ત્વ કલિકા વિકાસ ને લખવાનો મુખ્ય ઉદ્દેશ્ય દર્શાવતાં તેઓ કહે છેઃ
મારા અંતઃકરણમાં ચિરકાળથી એ વિચાર વિદ્યમાન હતો કે, એક ગ્રંથ એ પ્રકારે લખવામાં આવે જે પરસ્પર સાંપ્રદાયિક વિરોધથી સર્વથા વિમુક્ત હોય.
Page #18
--------------------------------------------------------------------------
________________
17
એનાથી ખબર પડે છે કે જૈન ધર્મની પ્રવૃત્તિ હંમેશાંથી વેર–વિરોધથી દૂર રહેવાની રહી છે.
પ્રસ્તાવના
આ મનુષ્ય જીવન અત્યંત દુર્લભ છે. એને પ્રાપ્ત કરવાનો લાભ એ જ છે કે આપણે પોતાના આત્માના સ્વરૂપને ઓળખીને મોક્ષની પ્રાપ્તિ કરી લઈએ. સગ્રંથો વાંચવાથી એના માટે પ્રેરણા પ્રાપ્ત થાય છે અને સાથે-સાથે આધ્યાત્મિક વિષયોની કંઈક જાણકારી પણ મળે છે. પરંતુ માત્ર એનાથી આપણું કામ પૂરું થતું નથી. આપણને કોઈ મુકતાત્મા કે સદ્ગુરુ પાસેથી મોક્ષ-માર્ગનો ઉપદેશ ગ્રહણ કરીને આત્મજ્ઞાન માટે આંતરિક સાધના કરવાની આવશ્યકતા હોય છે. ત્યારે જ આત્માનુભવ કે સત્યની પ્રાપ્તિ થઈ શકે છે. સત્ય તે નથી જેને આપણે કોઈ અંધપરંપરાના આધારે કે બીજાની દેખાદેખી માની બેસીએ છીએ. સત્ય તો તે છે જેનો આપણે સ્વયં પોતાના અંતરમાં સાક્ષાત્ અનુભવ પ્રાપ્ત કરીએ છીએ. આ અનુભવથી પ્રાપ્ત જ્ઞાનને આપણે પરોપકારની ભાવનાથી બીજાઓને પ્રેમપૂર્વક સમજાવી શકીએ છીએ. પરંતુ કયારેય પણ કોઈના ઉપર પોતાના વિચારોને થોપવા કે કોઈ સાથે અનાવશ્યક વાદ-વિવાદ કરવાની કોશિશ કરવી વ્યર્થ અને અનુચિત છે. પોતાના હૃદયમાં દયા અને પ્રેમની ભાવના રાખનારો આત્મજ્ઞાની મનુષ્ય કોઈની સાથે વેર-વિરોધ કે ઝઘડો કરી પણ કેવી રીતે શકે?
જૈન ધર્મનું સાહિત્ય ખૂબ વિશાળ છે. અનેક પ્રાચીન પ્રાકૃત અને સંસ્કૃત ગ્રંથો સિવાય હિન્દી ભાષા તથા કોઈ અન્ય ભારતીય ભાષાઓમાં પણ જૈન ધર્મના ઘણા બધા અનુવાદ અને સ્વતંત્ર ગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યા છે. પરંતુ આજના વ્યસ્ત સમાજમાં લોકો પાસે આ ગ્રંથો વાંચવાનો અને એમના પર ઊંડાણપૂર્વક વિચાર કરવાનો સમય નથી. આધ્યાત્મિક જ્ઞાનના અભાવમાં આજના સમાજમાં ભૌતિકતા અને ભોગવૃત્તિ વધતી જઈ રહી છે જેનાથી સાચા સુખ અને શાંતિની આશા દૂર થતી જઈ રહી છે.
પ્રાચીન સંતો, મહાત્માઓ અને તીર્થંકરોએ ઊંડી આત્મસાધના દ્વારા જે સત્યની પ્રાપ્તિ કરી હતી અને જેનાથી તેમને સાચા સુખ અને શાંતિની પ્રાપ્તિ થઈ હતી તેની આજે પણ તેટલી જ આવશ્યકતા છે જેટલી પહેલાં ક્યારેક હતી. એટલા માટે જૈન ધર્મની સાર શિક્ષાને સરળ, સંક્ષિપ્ત અને વ્યવહારિક રૂપે પ્રસ્તુત કરવાનો વિચાર કરવામાં આવ્યો. આ ઉદ્દેશ્યથી જૈન સાહિત્યના અથાગ
Page #19
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ સાર સંદેશ સમુદ્રમાં ડૂબકી લગાવીને આચાર્યો અને વિદ્વાનોના અમોલખ વિચારોને, જે અનેક પ્રાચીન અને નવીન જૈન ગ્રંથોમાં મોતીઓની સમાન વિખેરાયેલા પડ્યા હતા, એકત્રિત કરીને તથા તેમને એકસૂત્રમાં પરોવીને વાચકોની સામે પ્રસ્તુત કરવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પ્રમાણે આ પુસ્તકની સામગ્રી મુખ્યત્વે જૈન આચાર્યો અને વિદ્વાનોની છે. આ પુસ્તકના લેખકે ફક્ત આ સામગ્રીને એકત્રિત કરીને એને એક વિશેષ રૂપથી સજાવ્યા છે અને એને પોતાના દોરામાં પરોવીને જૈન ધર્મના મોતીઓની આ નવીન માળા તૈયાર કરી છે.
આ વિષયો કેટલા મહત્ત્વ પૂર્ણ છે અને આ પુસ્તકથી આ વિષયોને સમજવામાં કેટલી સહાયતા મળે છે – એનો નિર્ણય તો વાચક સ્વયં કરી શકશે. અહીં જૈન ધર્મની કોઈ નવી વ્યાખ્યા કરવાની કોશીષ કરવામાં આવી નથી, બલકે જૈન ધર્મના એક આધ્યાત્મિક પક્ષને એક વિશેષ દ્રષ્ટિકોણથી પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવેલા વિચારોની પુષ્ટિ અનેક જૈન ગ્રંથોના અવતરણો દ્વારા કરવામાં આવી છે જેમાં એમની પ્રમાણિકતામાં કોઈ સંદેહ ન રહે.
આ પુસ્તકમાં વિષયોની પસંદગી, જેવી કે એની વિષયસૂચી દ્વારા સ્પષ્ટ છે, આધ્યાત્મિક જીજ્ઞાસુઓ અને સાધકોના વ્યવહારિક દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. એટલા જૈન ધર્મના કેટલાક સૈદ્ધાંતિક વિષયોનું વિવેચન અહીં ગ્રંથ-વિસ્તારના ભયથી કરી શકાયું નથી.
આશા છે કે આ પુસ્તક પરમાર્થના જીજ્ઞાસુઓ અને સાધકો માટે ઉપયોગી સિદ્ધ થશે અને સામાન્ય વાચકો પણ એના દ્વારા યથેષ્ટ લાભ ઊઠાવી શકશે.
ડૉ. કાશીનાથ ઉપાધ્યાય સેવાનિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ દર્શન વિભાગ, હવાઈ વિશ્વવિદ્યાલય અમેરિકા
Page #20
--------------------------------------------------------------------------
________________
©જી
જૈન ધર્મની પ્રાચીનતા
જૈન”, “જિન” અને “તીર્થંકર'નો અર્થ જેન' શબ્દ “જિન” શબ્દમાંથી બન્યો છે. “જિન” શબ્દનો અર્થ છે “વિજેતા અથવા “જીતનાર’, અર્થાત્ રાગ, દ્વેષ વગેરે દોષો પર વિજય પ્રાપ્ત કરીને અથવા ક્રોધ, માન, માયા, લોભ વગેરે વિકારોને જીતીને જે સંસારના બંધનોથી મુક્ત થઈ જાય છે તેને “જિન” કહે છે. જિનના મતને માનનારા અથવા જિનના બતાવેલા માર્ગ પર ચાલનારાઓને જેન કહેવામાં આવે છે.
જિનની અવસ્થાની પ્રાપ્તિ માટે પૂર્ણજ્ઞાન અથવા સર્વજ્ઞતા (જેને જેને ધર્મમાં કેવલ જ્ઞાન” કહેવામાં આવે છે)ને પ્રાપ્ત કરવી જરૂરી છે. એટલા માટે જિનને કેવલી જિન” પણ કહે છે. કેવલી જિન બે પ્રકારના હોય છે - એક સામાન્ય કેવલી' અને બીજા “તીર્થકર કેવલી.” સામાન્ય કેવલી તેઓ હોય છે જેઓ પૂર્ણજ્ઞાન અથવા કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાની જાતને બંધનોથી મુક્ત કરી લે છે. પરંતુ તેઓ બીજાઓને ઉપદેશ આપવાનું કાર્ય કરતા નથી. તીર્થકર કેવલી તેઓ હોય છે જેઓ પૂર્ણ જ્ઞાન અથવા કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને બીજાઓને આ જ્ઞાનનો ઉપદેશ આપે છે અને તેમને સાચો માર્ગ બતાવીને તેમનું કલ્યાણ કરે છે. એવા પૂર્ણજ્ઞાની ધર્મ-પ્રવર્તક અને માર્ગદર્શકને જ જૈન ધર્મમાં તીર્થકર કહેવામાં આવે છે.
“તીર્થનો અર્થ છે તે પવિત્ર નિમિત્ત, ઘાટ અથવા સ્થાન જ્યાંથી સંસારસાગરને સહેલાઈથી પાર કરી શકાય છે અને “તીર્થકર' તે છે જે તે નિમિત્ત અથવા ઘાટને સ્થાપિત કરે છે અથવા તેને બતાવે છે અને તેના દ્વારા જીવોને સંસાર-સાગરથી પાર કરાવે છેઃ
Page #21
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ સાર સંદેશ તરતિ સંસાર-મહાર્ણવ યેન નિમિત્તેન તત્ તીર્થ
તીર્થકરોતિ ઈતિ તીર્થકર: જૈન ધર્મમાં સંસારને અનાદિ માનવામાં આવે છે. જેન-પરંપરા અનુસાર અનાદિ કાળથી જ ઉચ્ચ કોટિના મહાત્મા, જેને જૈન ધર્મમાં “જિન” અથવા “તીર્થકર” કહેવામાં આવે છે, આ ધર્મના ઉપદેશ દ્વારા જીવોનો ઉદ્ધાર કરવા માટે સંસારમાં આવતા રહ્યા છે. પાછલા યુગમાં 24 તીર્થકર આવ્યા હતા, વર્તમાન યુગમાં પણ 24 તીર્થકર આવ્યા છે અને ભવિષ્યમાં પણ 24 તીર્થકર આવશે. આ રીતે તીર્થકરોનો આ સંસારમાં આવવાનો સિલસિલો ચાલતો રહે છે. વર્તમાન યુગના 24 તીર્થકરોના નામ આ પ્રમાણે છેઃ
1. ઋષભનાથ અથવા આદિનાથ 2. અજિતનાથ 3. સંભવનાથ 4. અભિનંદનનાથ 5. સુમતિનાથ 6. પદ્મપ્રભ 7. સુપાર્શ્વનાથ 8. ચંદ્રપ્રભ 9. પુષ્પદંત અથવા સુવિધિનાથ 10. શીતલનાથ 11. શ્રેયાંસનાથ 12. વાસુ પૂજ્ય 13. વિમલનાથ 14. અનંતનાથ 15. ધર્મનાથ 16. શાંતિનાથ 17. કુંથુનાથ 18. અરનાથ 19. મલ્લિનાથ 2. મુનિસુવ્રતનાથ 21. નમિનાથ 22. નેમિનાથ અથવા અરિષ્ટનેમિ 23. પાર્શ્વનાથ અને 24. વર્ધમાન મહાવીર અથવા સન્મતિ. બધા જૈન ધર્મગ્રંથોમાં આ તીર્થકરોનાં નામ આ જ ક્રમમાં મળી આવે છે.
તીર્થકરો, ગણધરો અને આચાર્યોની પરંપરા સમય અને પરિસ્થિતિ અનુસાર આ તીર્થકરો થોડા ઘણા સમયાંતરે આ સંસારમાં આવતા રહ્યા છે. એક તીર્થકરના સંસારમાંથી જવાના અને બીજા તીર્થકરના સંસારમાં આવવાના વચ્ચેના સમયમાં જૈન ધર્મના ઉપદેશનો પ્રવાહ મુનિઓ અને આચાર્યોની ગુરુ-શિષ્ય પરંપરાથી ચાલતો રહ્યો છે. આ પરંપરાનો ઉલ્લેખ કરતાં પંડિત ટોડરમલ કહે છેઃ
અનાદિથી તીર્થકર કેવલી (સર્વજ્ઞ) થતા આવ્યા છે, તેમને સર્વનું જ્ઞાન હોય છે; ... ફરીવાર, તે તીર્થકર કેવલીઓનો દિવ્ય ધ્વનિ દ્વારા એવો ઉપદેશ થાય છે જેનાથી અન્ય જીવોને પદોનું તથા અર્થોનું જ્ઞાન થાય છે; તેના અનુસાર ગણધરદેવ અંગપ્રકીર્ણરૂપ ગ્રંથ ગૂંથે છે તથા તેમના અનુસાર અન્ય-અન્ય આચાર્યાદિક વિવિધ પ્રકારના ગ્રંથાદિકની રચના
Page #22
--------------------------------------------------------------------------
________________
21
જૈન ધર્મની પ્રાચીનતા
કરે છે. તેમનો કોઈક અભ્યાસ કરે છે, કોઈક તેમને કહે છે, કોઈક સાંભળે છે. આ રીતે પરંપરા માર્ગે ચાલ્યો આવે છે.
જૈન ધર્મ અનુસાર તીર્થકરના વચનોને સાંભળીને જો તેમને અક્ષરસહ યાદ રાખે છે તેના જ્ઞાનને દ્રવ્યશ્રુત જ્ઞાન કહે છે. પરંતુ જે તેમના વચનોના ફક્ત ભાવ, વિચાર અથવા અર્થને યાદ રાખે છે તેના જ્ઞાનને ભાવકૃત જ્ઞાન કહે છે. જૈન ધર્મના ઉપદેશને લેખિત રૂપ આપતાં પહેલાં દ્રવ્યશ્રુત અને ભાવશ્રુતના આધારે જ જૈન ધર્મની પરંપરા ચાલતી રહી છે.
જૈન ધર્મમાં જ્ઞાન, આચાર અને ધાર્મિક પદની દૃષ્ટિએ જૈન મહાત્માઓની ક્રમશઃ પાંચ શ્રેણીઓ માનવામાં આવે છેઃ (1) અરહંત (પ્રાકૃત) અથવા અર્વત્ (સંસ્કૃત), (2) સિદ્ધ, (3) આચાર્ય, (4) ઉપાધ્યાય અને (5) સાધુ. ફક્ત આ પાંચને જ ધર્મનો ઉપદેશ આપવાનો અધિકાર છે. એટલા માટે આ પાંચેયને પરમ કલ્યાણકારી, પરમ પૂજ્ય અથવા પરમ ઈષ્ટ માનવામાં આવે છે. જૈન ધર્મમાં એમને જ “પંચપરમેષ્ટી' કહે છે. આચાર્યોમાં જે પ્રમુખ હોય છે તેમને ગણધર કહેવામાં આવે છે. એક તીર્થકરના સંસારમાંથી જવાના અને બીજાના સંસારમાં આવવાના વચ્ચેના સમયમાં આ ગણધર, આચાર્ય અને ઉપાધ્યાય જ તીર્થકરોના ઉપદેશોને સુરક્ષિત જાળવી રાખે છે.
ઐતિહાસિક દૃષ્ટિએ તિલોયપષ્ણવી નામના જૈન ગ્રંથનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે એમાં અનેક જૈન મહાપુરુષોના જીવનકાળની તિથિઓનો ઉલ્લેખ છે. આ ગ્રંથ અનુસાર ચોવીસમા જૈન તીર્થંકર મહાવીરના પરિનિર્વાણના દિવસે જ તેમના મુખ્ય શિષ્ય ગૌતમ ગણધરને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. મહાવીરનો પરિનિર્વાણ-કાળ ઈ.સ. પૂર્વે 527 માનવામાં આવે છે. ગૌતમ ગણધરને ઈ.સ. પૂર્વે 515માં નિર્વાણ પ્રાપ્ત થયું અને એમના નિર્વાણ પ્રાપ્ત કર્યા બાદ સુધર્મા સ્વામીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. સુધર્મા સ્વામીનું નિર્વાણ ઈ.સ. પૂર્વે 503માં થયું. સુધર્મા સ્વામીએ નિર્વાણ પ્રાપ્ત કર્યા બાદ જખ્ખ સ્વામીને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું અને તેમનું નિર્વાણ ઈ.સ. પૂર્વે 465માં થયું. આ રીતે ગોતમ ગણધર, સુધર્મા સ્વામી અને જબૂસ્વામી - આ જ ત્રણ “અનુબદ્ધ કેવલી થયા, અર્થાત્ આ જ ત્રણ મહાવીર પછી લગાતાર એક પછી એક કેવલ જ્ઞાન પ્રાપ્ત કરનારા થયા. એમના પછી કોઈ “અનુબદ્ધ કેવલી' ન થયા.?
Page #23
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ સાર સંદેશ કહેવામાં આવે છે કે ઈ.સ. પૂર્વે 465 પછીથી કંઠ-પરંપરાનો ધીરે-ધીરે લોપ થવા લાગ્યો. છતાં પણ કોઈક રીતે આચાર્ય વિષ્ણુનંદિ (ઈ.સ.પૂર્વે 46S)થી લઈને આચાર્ય લોકાર્ય કે લોહાચાર્ય (ઈ.સ.38) સુધી આચાર્ય-પરંપરાનો ક્રમ ચાલતો રહ્યો.
બદલાતી પરિસ્થિતિઓમાં શ્રુત-પરંપરાનો લોપ થતો જોઈને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પાટલિપુત્રમાં જૈન સંઘનું એક સંમેલન બોલાવવામાં આવ્યું. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં લગભગ ઈ.સ.પૂર્વે 363 થી ઈ.સ. 351 સુધી મગધમાં બાર વર્ષનો દુકાળ પડ્યો હતો. એનાથી સાધુ-સંઘ વિખેરાઈ ગયો. આ દુકાળથી બચવા માટે આચાર્ય ભદ્રબાહુ 12000 જૈન સાધુઓ સાથે દક્ષિણ ભારતમાં ચાલ્યા ગયા. જે જૈન સાધુઓ દક્ષિણ ભારત ગયા નહીં, તેમણે આચાર્ય સ્થૂલભદ્રના નેતૃત્વમાં પોતાની પરંપરા ચાલુ રાખી. ભદ્રબાહુની અનુપસ્થિતિમાં સ્થૂલભદ્રએ પાટલિપુત્રમાં જૈન-સંઘનું એક સંમેલન બોલાવ્યું, જેમાં જૈન ધર્મગ્રંથોનું વાંચન અને સંકલન કરવામાં આવ્યું. આ સંમેલનમાં પરંપરાગત 12 અંગોમાંથી 1 અંગોનું જ સંકલન થયું. કહેવાય છે કે પાછળથી સ્થૂલભદ્રએ બારમા અંગનું પણ સંકલન કરી લીધું હતું જેમાં પહેલાંથી ચાલ્યા આવી રહેલા 14 પૂર્વ પણ સામેલ હતા. પરંતુ જ્યારે આચાર્ય ભદ્રબાહુ દક્ષિણ ભારતથી પાછા આવ્યા તો તેમણે પોતાની અનુપસ્થિતિમાં આયોજિત સંમેલનમાં નિશ્ચિત કરવામાં આવેલા અંગોને માન્યતા આપી નહીં.
અહીં એ જણાવી દેવાનું અપ્રાસંગિક થશે નહીં કે ભદ્રબાહુ પોતાના પરંપરાગત સિદ્ધાંત અને આચાર-નિયમોમાં જરાક પણ હેરફેર કરવા ઈચ્છતા ન હતા. તેઓ નગ્ન રહેવાના નિયમનું પૂરેપૂરું પાલન કરતા હતા. પરંતુ સ્થૂલભદ્રએ આ નિયમમાં ઢીલ આપીને સાધુ-સંઘને લજ્જા-નિવારણ માટે શ્વેત વસ્ત્ર ધારણ કરવાની અનુમતિ આપી દીધી. પાછળથી આવી જ કેટલીક આચારવ્યવહારની નાની-નાની બાબતોને લઈને જૈન ધર્મ બે ભાગમાં વહેંચાઈ ગયો. શ્વેત (સફેદ) વસ્ત્ર ધારણ કરનારાઓને “શ્વેતાબંર” અને દિક અર્થાત્ બધી દિશાઓને જ વસ્ત્ર માનીને નગ્ન રહેનારાઓને “દિગંબર' કહેવામાં આવ્યા.
આ બન્ને સંપ્રદાયો વચ્ચે મૂળ સિદ્ધાંતના સંબંધમાં કોઈ મતભેદ નથી. બને જ મહાવીર સ્વામી અને અન્ય તીર્થકરોને માને છે તેમના ઉપદેશોમાં શ્રદ્ધા રાખે છે. માત્ર આચાર-વિચારની કેટલીક ગૌણ વાતોને લઈને જ એમનામાં મતભેદ છે. પ્રધાન રૂપથી એમના મતભેદ આ વાતોને લઈને છેઃ
Page #24
--------------------------------------------------------------------------
________________
23
જૈન ધર્મની પ્રાચીનતા 1. દિગંબર સંપ્રદાયથી વિપરીત શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા છે કે જે રીતે પુરુષને
મોક્ષનો અધિકાર છે, તેવી જ રીતે સ્ત્રી પણ મોક્ષની અધિકારિણી છે. 2. શ્વેતાંબર પરંપરા અનુસાર કેવલી ભગવાન પણ કવલ (મૂઠ્ઠીભર અનાજ,
ગ્રાસ)નો આહાર લે છે. દિગંબર પરંપરા અનુસાર કેવલીઓને ભૂખ-તરસ
વગેરેની વેદના થતી નથી. તેઓ ભોજન વિના જ જીવન-નિર્વાહ કરે છે. 3. શ્વેતાંબર પરંપરા અનુસાર જો સાધુ-સંયમમાં સહયોગી આવશ્યક ઉપકરણો (વસ્ત્ર, પાત્ર વગેરે) રાખે છે તો પણ તે મોક્ષનો અધિકારી થઈ શકે છે પરંતુ દિગંબર પરંપરા અનુસાર વસ્ત્ર, પાત્ર વગેરે ધારણ કરનારો સાધુ
મોક્ષનો અધિકારી થઈ શકતો નથી. 4. શ્વેતાંબર પરંપરા અનુસાર માતા-પિતાના આગ્રહથી મહાવીર સ્વામીના
વિવાહ થયા હતા. દિગંબર પરંપરા અનુસાર મહાવીર અવિવાહિત જ રહ્યા. 5. શ્વેતાંબર આચારાંગ, સૂત્રકૃતાંગ આદિ મૂળ દ્વાદશાંગી નો સ્વીકાર કરે
છે અને એ માને છે કે બાર અંગોમાંથી અંતિમ અંગ દૃષ્ટિવાદ આજે ઉપલબ્ધ નથી, પરંતુ શેષ આગમ આજે પણ ઉપલબ્ધ છે. દિગંબર સંપ્રદાય અનુસાર કાળના દુપ્રભાવથી બધા જ આગમ લુપ્ત થઈ ગયા. તેઓ વર્તમાનમાં ઉપલબ્ધ આગમોની પ્રામાણિકતાનો સ્વીકાર કરતા નથી.
ધીરે-ધીરે સમયની સાથે આ બન્ને શાખાઓ અનેક ઉપશાખાઓમાં વિભક્ત થઈ ગઈ.
જૈન ધર્મગ્રંથોને અંતિમ રૂપ આપવા માટે આચાર્ય દેવદ્ધિના નેતૃત્વમાં જૈન-સંઘનું બીજું સંમેલન ઈ.સ 454માં વલભીમાં બોલાવવામાં આવ્યું. આ સંમેલનમાં એકમતથી નિશ્ચિત કરવામાં આવેલા ધર્મગ્રંથોને લેખિત રૂપ આપી દેવામાં આવ્યું. પાછળથી આ ગ્રંથો પર આધારિત બીજા પણ સ્વતંત્ર ગ્રંથ, ભાષ્ય અને ટીકાગ્રંથ લખવામાં આવ્યા. આ રીતે જૈન ધર્મનું નિશ્ચિત રૂપ સ્થાપિત થઈ ગયું અને એની પરંપરાને ચાલુ રાખવાનું સરળ થઈ ગયું.
મહાવીર સ્વામીથી પહેલાં આવનારા તીર્થકર ઋષભદેવને જૈન ધર્મના પ્રથમ તીર્થકર માનવામાં આવે છે. એમને આદિનાથ પણ કહેવામાં આવે છે. તેઓ 14માં મનુ નાભિરાજ અને એમની પત્ની
Page #25
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
મરુદેવીના પુત્ર હતા. ઋષભદેવે અયોધ્યાના રાજા તરીકે ઘણા સમય સુધી રાજ કર્યુ. એક અત્યંત નેક, સુયોગ્ય અને પ્રભાવશાળી શાસકના આદર્શને નિભાવતાં એમણે ભારતીય સભ્યતાને ખૂબ જ આગળ વધારી. પછીથી પોતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને રાજયનો ભાર સોંપીને એમણે સંન્યાસ ગ્રહણ કરી લીધો. કઠિન સાધના દ્વારા કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરીને તેઓ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર બન્યા. પોતાના ધર્મમાં એમણે અહિંસાને પ્રમુખ સ્થાન આપ્યું. એમનો પુત્ર ભરત અત્યંત વીર, પ્રતાપી અને કુશળ ચક્રવર્તી રાજા થયો. તેના જ નામ પર આ દેશ ભારતવર્ષના નામથી પ્રસિદ્ધ થયો. એનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છેઃ
24
નાભેઃ પુત્રશ્ય ઋષભઃ ઋષભાત્ ભરતોડભવતા તસ્ય નામ્તા ત્વિ વર્ષ ભારત ચેતિ કીર્ત્યત
અર્થાત્ ઋષભ નાભિના પુત્ર હતા અને ઋષભથી ભરત ઉત્પન્ન થયા, જેમના નામથી આ દેશ ભારતવર્ષ કહેવામાં આવે છે.
ઋષભદેવના પુત્ર રાજા ભરતનો ઉલ્લેખ સ્કંદપુરાણ, ભાગવતપુરાણ, માર્કણ્ડેયપુરાણ, વિષ્ણુપુરાણ, બ્રહ્માંડપુરાણ વગેરેમાં મળી આવે છે.
પ્રાચીન ભારતીય ઇતિહાસ દ્વારા ખ્યાલ આવે છે કે પુરાણોના સમયથી પહેલાં ઈ.સ.પૂર્વે પાંચમી શતાબ્દીમાં પણ ઋષભદેવની મૂર્તિની પૂજા કરવામાં આવતી હતી. કલિંગરાજા ખારવેલે ઈ.સ. પૂર્વે 161માં મગધ પર બીજી વખત ચઢાઈ કરી હતી. આ ચઢાઈમાં વિજય પ્રાપ્ત કરીને તેઓ ત્યાંથી ઘણો બધો કીમતી સામાન લઈને પાછા ફર્યા હતા જેમાં આદિ જિન ઋષભદેવની એક મૂર્તિ પણ હતી. આ મૂર્તિને મગધના રાજા નંદ લગભગ ૩૦૦ વર્ષ પહેલાં તે સમયના કલિંગના રાજાને હરાવીને લઈ ગયા હતા.4
મથુરાથી પ્રાપ્ત અભિલેખોમાં તો ઋષભદેવ સિવાયના અન્ય અર્હતો (તીર્થંકરો) અને અંતિમ તીર્થંકર વર્ધમાન મહાવીરની પણ અર્ચના કે પૂજાનો ઉલ્લેખ મળે છે. એવા ત્રણ અભિલેખોમાં કહેવામાં આવ્યું છે : (1) ઋષભદેવ પ્રસન્ન થાઓ,5 (2) અહંતોની અર્ચના અને (3) અર્હત વર્ધમાનની અર્ચના.
Page #26
--------------------------------------------------------------------------
________________
25
જૈન ધર્મની પ્રાચીનતા
25 એનાથી પણ પહેલાં ઋગ્યેદ માં ઋષભદેવનો ઉલ્લેખ એક મહાપુરુષ રૂપે મળે છે. ઋગ્યેદ વેદોમાં સૌથી પ્રાચીન ગ્રંથ છે જેની રચના અધિકાંશ વિદ્વાનો અનુસાર લગભગ ઈ.સ.પૂર્વે 3000 માનવામાં આવે છે. એના દ્વારા
ખ્યાલ આવે છે કે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં ઋષભદેવને એક મહાપુરુષના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યા હતા.
19 મી સદીના ઉત્તરાર્ધમાં સિંધુ ખીણમાં કરવામાં આવેલા ખોદકામથી ખબર પડે છે કે વૈદિક સભ્યતાથી પહેલાં ત્યાં એક પ્રાચીન વિકસિત ભારતીય સભ્યતા હયાત હતી. આ ખોદકામથી પ્રાપ્ત અનેક પ્રકારની વસ્તુઓમાં કેટલીક એવી ચીજો પણ સામે આવી છે કે જે આ સિંધુ ખીણની સભ્યતા સાથે જૈન ધર્મનો સંબંધ સૂચિત કરે છે. ઉદાહરણ રૂપે, ત્યાંથી પ્રાપ્ત થયેલી કેટલીક સીલ મહોરો પર નગ્ન પુરુષની આકૃતિઓ બનેલી છે જે જેને મહાત્માઓની યાદ અપાવે છે.
આ મહોરો પર જે શબ્દો અંકિત છે તે પ્રાકૃત ભાષામાં છે. એનાથી એવું અનુમાન કરી શકાય કે સિંધુ ખીણના લોકોની ભાષા પ્રાકૃત રહી હશે. આ વાત ધ્યાન આપવા જેવી છે કે જેનોના પ્રાચીન ગ્રંથ પ્રાકૃતમાં છે જયારે હિંદુઓના વેદ વગેરે પ્રાચીન ગ્રંથ સંસ્કૃતમાં છે. ભાષા વિજ્ઞાનીઓ અનુસાર પ્રાકૃત સામાન્ય લોકોની સ્વાભાવિક (અકૃત્રિમ) બોલી હતી જ્યારે સંસ્કૃત એક સંસ્કારી ભાષા માનવામાં આવે છે. એનાથી નિષ્કર્ષ નીકળે છે કે સિંધુ ખીણની સભ્યતા વૈદિક સભ્યતાથી પ્રાચીન છે, સિંધુ ખીણના નિવાસીઓની બોલચાલની ભાષા સંભવતઃ પ્રાકૃત હતી અને તે જ ભાષામાં ત્યાં જૈન ધર્મનો પ્રચાર હતો. એવું માની લેવાથી ઋગ્વદ દ્વારા જેનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવનો ઉલ્લેખ કરવાનું અસંગત લાગતું નથી.
સિંધુ ખીણના ખોદકામમાંથી કેટલીક એવી પણ મૂર્તિઓ મળી છે કે હિંદુ દેવતા શિવની પ્રતિમા માનવામાં આવે છે. એનાથી ખ્યાલ આવે છે કે સિંધુ ખીણના રહેવાસીઓમાં જૈન તીર્થકર ઋષભદેવ અને હિંદુ દેવતા શિવની પૂજા આર્યોની વૈદિક સભ્યતાના પ્રારંભ થવાના પહેલાંથી પ્રચલિત હતી.
આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળથી જ તીર્થકર માટે અહંત, અહંન્ કે અન્ત શબ્દોનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ જ રીતે શિવ માટે દ્ધ
Page #27
--------------------------------------------------------------------------
________________
26
જૈન ધર્મ સાર સંદેશ શબ્દનો પ્રયોગ મળી આવે છે. આ વાત ધ્યાન આપવા યોગ્ય છે કે ઋગ્યેદ ના નિમ્નલિખિત મંત્રમાં અને રુદ્ર રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યા છેઃ
અહમ્ વિભર્ષિ સાયકાનિ ધન્વાર્યનિષ્ઠ યજતં વિશ્વરૂપ અનિદં દયસે વિશ્વમળ્યું ન વા ઓજીયો દ્ધ ત્વદાિા ?
ભાવાર્થ: હે અહ! તમે વસ્તુ સ્વરૂપ ધર્મરૂપી બાણોને, ઉપદેશરૂપી ધનુષને તથા આત્મ ચતુષ્ટયરૂપ આભૂષણોને, ધારણ કરેલા છે. તે અહઆપ સંસારના સઘળા પ્રાણીઓ પર દયા કરો છો. હે કામાદિકને દહન કરનારા! આપ સમાન કોઈ રુદ્ર નથી.
આ રીતે કેટલાક પ્રમાણોને આધારે કેટલાક લોકો ઋષભદેવ, શિવ અને રુદ્રને એકરૂપ માને છે.
આ રીતે એવું કહી શકાય છે કે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં સિંધુ ખીણમાં જેન અને હિંદુ ધર્મ પોત-પોતાના પૂર્વ રૂપમાં મોજૂદ હતા. પરંતુ તે સમય સુધી તેમને અલગ-અલગ જૈન અને હિંદુ ધર્મનું નામ અપાયું ન હતું.
બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ જૈન ધર્મના પ્રચલિત થયા બાદ ઈ.સ.પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં થઈ. એટલા માટે બૌદ્ધ ગ્રંથોમાં ઋષભદેવ સિવાય પદ્મપ્રભુ, ચન્દ્રપ્રભ, પુષ્પદંત, વિમલનાથ, ધર્મનાથ, નેમિનાથ વગેરે અન્ય જૈન તીર્થકરોના નામોનો પણ ઉલ્લેખ મળે છે.
આ રીતે અત્યાર સુધીની જાણકારીના આધારે આપણે ફકત એટલું જ કહી શકીએ છીએ કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવનો સમય વૈદિક સભ્યતાનો પ્રારંભ થતાં પહેલાં રહ્યો હશે, પરંતુ તેમના સમયને નિશ્ચિતરૂપે નિર્ધારિત કરી શકવું સંભવ લાગતું નથી.
બીજા તીર્થકર અજીતનાથથી લઈને એકવીસમા તીર્થંકર નમિનાથ સુધીના સંબંધમાં કોઈ વિશ્વસનીય જાણકારી પ્રાપ્ત થતી નથી. એટલા માટે અહીં હવે માત્ર બાવીસમા, ત્રેવીસમા અને ચોવીસમા તીર્થંકર વિશે સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવે છે.
જૈન પરંપરાના બાવીસમા તીર્થંકર નેમિનાથ અથવા અરિષ્ટનેમિ ગીતાની શિક્ષા આપનારા દ્વારકા નરેશ કૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. કૃષ્ણ રાજા વસુદેવ
Page #28
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મની પ્રાચીનતા
અને રાણી દેવકીના પુત્ર હતા અને અરિષ્ટનેમિના પિતા રાજા સમુદ્રવિજય કૃષ્ણના પિતા વસુદેવના ભાઈ હતા. અરિષ્ટનેમિની માતાનું નામ રાણી શિવા હતું."
અરિષ્ટનેમિ અથવા નેમિનાથ બાળપણથી જ અત્યંત કોમળ સ્વભાવના હતા. કોઈ પણ જીવની હિંસાની કલ્પનાથી જ તેમનું હૃદય પીગળી જતું હતું. યુવાવસ્થા પ્રાપ્ત કર્યા બાદ જ્યારે તેમને ખૂબ જ ઠાઠ-માઠ અને ધામધૂમ સાથે રાજા ઉગ્રસેનની પુત્રી રાજકુમારી રાજમતી (રાજુલ કુમારી) સાથે લગ્ન માટે લઈ જતા હતા ત્યારે ત્યાં પહોંચતા પહેલાં તેમની દૃષ્ટિ, બાંધીને બંધ રાખવામાં આવેલાં તે અત્યંત દુઃખી પશુ-પક્ષીઓ પર પડી જેમને તેમના વિવાહના અવસરે મારીને માંસાહારી મહેમાનોને ખવડાવવાનાં હતાં. આ જાણીને કે તેમના લગ્નને કારણે આટલાં પશુ-પક્ષીઓની હત્યા કરવામાં આવશે, તેમનું હૃદય કરુણાથી વિહ્વળ થઈ ગયું. તેમણે તે જ સમયે પોતાના કિંમતી આભૂષણો ઉતારીને પોતાના સારથીને સોંપી દીધા અને પોતાના લગ્નનો ઇરાદો બદલીને ત્યાંથી ચાલી નીકળ્યા. તેમણે જૈન ધર્મ અપનાવીને કઠિન સાધના કરી અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ પોતાનું સમગ્ર જીવન જૈન ધર્મના પ્રચારમાં લગાવી દીધું. અંતમાં ગુજરાતમાં જૂનાગઢના ગિરનાર પર્વત પર એમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. જયારે રાજકુમારી રાજમતીએ પોતાના થનારા પતિના સંન્યાસ લેવાની વાત જાણી ત્યારે તેણે પણ સંન્યાસ ગ્રહણ કરીને જૈન ધર્મ અપનાવી લીધો અને કઠિન સાધના દ્વારા પોતાના મનુષ્ય-જીવનને સફળ બનાવ્યું.
મથુરાથી પ્રાપ્ત અભિલેખોમાં નેમિનાથના નામનો ઉલ્લેખ મળી આવે છે. કેટલીક એવી આકૃતિઓ પણ મળી છે જેમની નીચે નેમિનાથનું નામ સ્પષ્ટરૂપે અંકિત છે.2
આ વાતોથી ખબર પડે છે કે જૈન તીર્થંકર નેમિનાથ અથવા અરિષ્ટનેમિ કૃષ્ણના સમકાલીન એક ઐતિહાસિક પુરુષ હતા.
જૈન ધર્મના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથનો સમય ઈ.સ.પૂર્વે 877-777 માનવામાં આવે છે. તે કાશીના રાજા વિશ્વસેન અને રાણી વામાદેવીના પુત્ર હતા. કઠિન સાધના દ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને એમણે પણ પોતાનો ઘણો સમય જૈન ધર્મના પ્રચારમાં લગાવ્યો. કલ્પસૂત્ર અનુસાર એમણે બિહારના હજારીબાગ જિલ્લાના સમ્મેદ શિખર પર નિર્વાણ પ્રાપ્ત કર્યુ. તેમના નામ પરથી તે શિખરને આજે પણ પારસનાથ પહાડી કહે છે.
14
27
Page #29
--------------------------------------------------------------------------
________________
28
જૈન ધર્મ સાર સંદેશ મહાવીર સ્વામીનું જીવન જૈન ધર્મના ચોવીસમા અથવા અંતિમ તીર્થકર વર્ધમાન મહાવીર, બૌદ્ધ ધર્મના સંસ્થાપક ગૌતમ બુદ્ધ (જેમનો સમય ઈ.સ.પૂર્વે 563-483 માનવામાં આવે છે.) ના સમકાલીન હતા. તેઓ બુદ્ધથી થોડા વર્ષ મોટા હતા અને બુદ્ધથી પહેલાં એમણે પરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. એમનો જન્મ ઈ.સ. પૂર્વે 599 માં થયો અને પરિનિર્વાણ ઈ.સ. પૂર્વે 527 માં થયું. જટખાગમના ટીકાકાર સ્વામી વીરસેનના કથનથી એમના આ પરિનિર્વાણ-કાળને સમર્થન મળે છે. પટખાગમના વેદનાખંડના પ્રારંભમાં વીરસેન કહે છે કે શક સંવત શરૂ થવાના ઠીક 605 વર્ષ અને 5 માસ પહેલાં (અર્થાત્ લગભગ ઈ.સ. પૂર્વે 527 માં) ભગવાન મહાવીરનું પરિનિર્વાણ થયું.
બાળપણમાં એમનું નામ વર્ધમાન હતું અને પાછળથી કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં તેઓ મહાવીરના નામથી પ્રસિદ્ધ થયા. એમના પિતા રાજા સિદ્ધાર્થ વૈશાલીની પાસેના કુડુગ્રામ અથવા કુડપુર (જેને આજકાલ બસાઢ કહે છે)ના રહેવાસી કાશ્યપવંશી ક્ષત્રિય હતા અને એમની માતા ત્રિશલા તત્કાલીન વૈશાલીના રાજા ચેટકની બહેન હતી. આ રીતે વૈશાલીના રાજા ચેટક એમના મામા હતા જેમની પુત્રી ચેલનાના લગ્ન મગધના રાજા બિંબિસાર સાથે થયા હતા. આ રીતે પોતાની માતાના સંબંધ દ્વારા તેઓ વૈશાલી અને મગધ-બે પ્રભાવશાળી રાજ પરિવારો સાથે જોડાયેલા હતા.
બાળપણથી જ વર્ધમાનની રુચિ સાંસારિક વિષયો તરફ ન હતી. છતાં પણ પોતાના માતા-પિતાના જીવનકાળ સુધી તેઓ તેમની સાથે રહ્યા અને તેમની ઈચ્છા અનુસાર એમણે પારિવારિક જીવન વિતાવ્યું. એમના વિવાહ યશોદા નામની એક રૂપવાન કન્યા સાથે થયા જેના દ્વારા તેમને એક પુત્રી પેદા થઈ. પરંતુ દિગંબર મત અનુસાર તેઓ હમેશાં અવિવાહિત રહ્યા. જે પણ હોય, પોતાના માતા-પિતાના મૃત્યુ બાદ 28 વર્ષ (અથવા કેટલાક અનુસાર 30 વર્ષ)ની ઉંમરે પોતાના મોટાભાઈ નંદિવર્ધનની અનુમતિ લઈને એમણે ઘર-બાર છોડી દીધાં. ગૃહત્યાગના એક વર્ષ પછી એમણે વસ્ત્રનો સંપૂર્ણરીતે ત્યાગ કરી દીધો અને નગ્ન રૂપમાં રહીને તેઓ કઠિન સાધનામાં લાગેલા રહ્યા. બાર વર્ષની કઠિન સાધના બાદ એમને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેના પછીનું સમગ્ર જીવન
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મની પ્રાચીનતા એમણે જીવોના કલ્યાણ માટે જૈન ધર્મનો ઉપદેશ આપવામાં અને એનો વિકાસ કરવામાં લગાવી દીધું. અંતમાં બિહારના પાવાપુરીમાં એમણે પોતાના શરીરનો ત્યાગ કર્યો.
જૈન ધર્મનો વિકાસ કરવામાં અને એને વર્તમાન રૂપ આપવામાં મહાવીરનું યોગદાન સૌથી વધુ છે. એટલા માટે જૈન ધર્મમાં એમને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે. વૈશાલી અને મગધના પ્રસિદ્ધ રાજપરિવાર સાથે સંબંધ હોવાને કારણે જૈન ધર્મના પ્રચારમાં એમને સફળતા પણ ખૂબ વધારે મળી.
બુદ્ધ અને મહાવીરના સમકાલીન હોવાને અને તે બન્નેના ધર્મ-પ્રચારનાં ક્ષેત્ર પણ મોય ભાગે એક હોવાને કારણે બોદ્ધ ધર્મના પ્રાચીનતમ ગ્રંથ વાલિ ત્રિપિટક દ્વારા મહાવીરના જીવન અને તેમના વિચારોના સંબંધમાં કેટલીય વાતો જાણવા મળે છે. બુદ્ધ અને મહાવીર બન્નેને જ શ્રમણ-પરંપરા સાથે સંબંધિત માનવામાં આવે છે અને બન્નેના વિચારોમાં કેટલીક સમાનતાઓ પણ દેખાય છે. આ બન્નેના ધર્મગ્રંથોનું તુલનાત્મક અધ્યયન કરતાં એટલું અવશ્ય સમજાય છે કે બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા તથા જૈન ધર્મની પરંપરા મહાવીર કરતાં પણ ઘણી આગળથી ચાલી આવી રહી હતી. પરંતુ તે પરંપરાગત ધર્મમાં આવશ્યક સુધારા લાવવા અને તેના સિદ્ધાંતો અને આચાર-નિયમોને નિશ્ચિત રૂપ આપવામાં મહાવીરનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. જૈન ધર્મના કેટલાક આચાર-નિયમો પર મહાવીર અને તેમના પૂરોગામી તીર્થંકર પાર્શ્વનાથના વિચારોની તુલના કરવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે મહાવીરે બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જેન ધર્મમાં આવશ્યક સુધારા કર્યા.
જૈન ધર્મના ઉત્તરાધ્યયન સૂત્રxx માં પાર્શ્વનાથની પરંપરાને માનનારા કેશી અને મહાવીરના શિષ્ય ગૌતમની વચ્ચે બે આચાર-નિયમોના સંબંધમાં સંવાદ થયાનો ઉલ્લેખ છેઃ (1) જૈન પરંપરા અનુસાર પાર્શ્વનાથ “ચાતુર્યામ” અર્થાત્ કે ચાર સંયમ (અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ)નો ઉપદેશ આપતા હતા જ્યારે મહાવીરે “પંચયામ' અથવા પંચ મહાવ્રત' (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ) નો પ્રચાર કરીને બ્રહ્મચર્યના નવા નિયમને તેમાં જોડી દીધો. (2) પાર્શ્વનાથે કટિવસ્ત્ર અને ઉત્તરીય ધારણ કરવું અર્થાત્ કમર પર વસ્ત્ર વિટાળવું અને ખભા પર વસ્ત્ર નાખવાની અનુમતિ
Page #31
--------------------------------------------------------------------------
________________
30
જૈન ધર્મઃ સાર સંદેશ
આપી હતી. પરંતુ વર્ધમાન મહાવીરે વસ્ત્રના પૂર્ણ ત્યાગનો નિયમ બનાવી દીધો. તેથી કેશીએ મહાવીરના શિષ્ય ગૌતમને પૂછ્યુંઃ
બન્ને ધર્મનો ઉદ્દેશ એક જ છે, તો આવું અંતર શા માટે?” તે વિશે ગૌતમે જવાબ આપ્યોઃ
પાર્શ્વનાથ પોતાના સમયને સારી રીતે જાણતા હતા. એટલા માટે પોતાના સમયના લોકો માટે તેમણે ચાતુર્યામનો ઉપદેશ આપ્યો. પરંતુ આ સમયના લોકો માટે જૈન ધર્મને ઉપયોગી બનાવવા માટે મહાવીરે તે જ ચાર યામોને પાંચ યામોના રૂપમાં ઉપસ્થિત કર્યા. વાસ્તવમાં બન્ને તીર્થંકરના ઉપદેશમાં કોઈ તાત્ત્વિક અંતર નથી.18
મહાવીર અને પાર્શ્વનાથના પરિનિર્વાણ-કાળમાં 250 વર્ષોનું અંતર છે. લાગે છે કે આ લાંબા સમય ગાળામાં કેટલાક લોકો આચાર-નિયમોના પાલનમાં ઢીલ કરવા લાગ્યા હતા. એટલા માટે જ મહાવીરે બ્રહ્મચર્ય વ્રતને, જે પહેલાં અપરિગ્રહમાં જ સમાવિષ્ટ માનવામાં આવતું હતું, એક સ્વતંત્ર વ્રતનું રૂપ આપી દીધું. આ જ રીતે તેમણે એ અનુભવ કર્યો કે જો ઘર-બાર અને સંસારની બધી વસ્તુઓનો ત્યાગ જ કરવાનો છે તો વસ્ત્રનો પણ પૂર્ણ રીતે ત્યાગ કેમ ન કરી દેવામાં આવે?
કેટલાક લોકોનો મત છે કે નગ્ન રહેવાનો નિયમ મહાવીર દ્વારા ચલાવવામાં આવ્યો નથી. તેઓ તો નગ્ન રહેવાનો વિરોધ કરતા હતા.
જે પણ હોય, પોતાનાથી પહેલાંના તીર્થંકરોના ઉપદેશને સંવારવાસુધારવામાં, તેમને વિકસિત અને વ્યવસ્થિત કરવામાં, જૈન ધર્મના સ્વરૂપને નિશ્ચિત કરવામાં અને તેનો વ્યાપક અને પ્રભાવશાળી પ્રચાર કરીને તેને એક સબળ ધર્મનું રૂપ આપવામાં મહાવીરને સૌથી વધુ સફળતા મળી.
જૈન ધર્મનું સાહિત્ય
જૈન પરંપરા અનુસાર તીર્થંકરો અથવા કેવલજ્ઞાનીઓ દ્વારા પ્રગટ થનારી અલૌકિક વાણી અથવા દિવ્ય ધ્વનિના આધારે ગણધરો અને આચાર્યોએ જેન ધર્મના મૂળ ગ્રંથોની રચના કરી.
Page #32
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મની પ્રાચીનતા
પ્રાચીન સમયમાં જ્યારે લખવાની સુવિધાનો અભાવ હતો, ત્યારે બધા ભારતીય ધર્મોની પરંપરા શ્રુતજ્ઞાનના આધારે જ ચાલતી હતી. સૌથી પ્રાચીન ભારતીય ગ્રંથ વેદનું અસ્તિત્વ પણ અનેક શતાબ્દિઓ સુધી શ્રુત-પરંપરાના આધારે જ કાયમ રહ્યું. એટલા માટે એને શ્રુતિ પણ કહે છે. શિષ્ય દ્વારા ગુરુના મુખથી સાંભળેલાં વચનો કે ઉપદેશોને યાદ રાખીને તેમને ફરી પોતાના શિષ્યોને પ્રદાન કરવાની પરંપરાને જ શ્રુત-પરંપરા કહે છે. જૈન ધર્મ અને બૌદ્ધમતના ઉપદેશ પણ કેટલીય શતાબ્દીઓ સુધી શ્રુત-પરંપરાના આધારે જ જીવિત રહ્યા.
જૈન ધર્મના સંબંધમાં પહેલાં એ કહેવાઈ ચૂકયું છે કે ઈ.સ. પૂર્વે 363 થી 351 સુધી જ્યારે મગધમાં બાર વર્ષનો દુકાળ પડ્યો હતો તે જ સમય દરમ્યાન આચાર્ય સ્થૂલભદ્રના નેતૃત્વમાં જૈન સંઘનું પહેલું સંમેલન પાટલિપુત્રમાં બોલાવવામાં આવ્યું હતું. તે સંમેલનમાં 11 અંગોનું વાંચન અને સંકલન કરવામાં આવ્યું હતું. પરંતુ આચાર્ય ભદ્રબાહુએ, જેઓ તે દિવસોમાં દક્ષિણ ભારતમાં હોવાને કારણે આ સંમેલનમાં સામેલ ન હતા, પોતાની અનુપસ્થિતિમાં થયેલા સંકલનનો અસ્વીકાર કરી દીધો. અંતમાં લગભગ 800 વર્ષ પછી ઈ.સ.454 માં 29 આચાર્ય દેવદ્ધિના નેતૃત્વમાં વલભીમાં જૈન સંઘનું બીજું સંમેલન થયું જેમાં એકમતે સ્વીકૃત જૈન ધર્મગ્રંથોને લેખિત રૂપ આપી દેવામાં આવ્યું.
જૈન ધર્મના પ્રાચીનત્તમ ગ્રંથોને પૂર્વ કહેવામાં આવે છે, કારણ કે તેઓ મહાવીરથી પહેલાંના માનવામાં આવે છે. તેમની સંખ્યા 14 કહેવામાં આવે છે. મહાવીરના સમયમાં 12 અંગોની રચના થઈ. પરંતુ પાછળથી દષ્ટિવાદ નામનો બારમો અંગ અને બધા પૂર્વગ્રંથ (જેમને દૃષ્ટિવાદમાં સામેલ કરવામાં આવ્યા હતા.) લુપ્ત થઈ ગયા.
હરમન જાકોબી અનુસાર દૃષ્ટિવાદમાં મુખ્યત્વે મહાવીરના વિરોધીઓના વિચારોનું ખંડન કરવામાં આવ્યું હતું. એટલા માટે તે જેનો માટે જટિલ અને નીરસ બની ગયું હતું. એના સિવાય પછીના અંગો સાહિત્યમાં જૈન મતના વિચારોને સ્પષ્ટ અને સુવ્યવસ્થિત રીતે ઉપસ્થિત કરવાને કારણે પૂર્વ સાહિત્ય અનાવશ્યક લાગવા લાગ્યું અને લોકો તેને ભૂલતા ગયા.20
શ્વેતાબંર અને દિગંબર – બન્ને મતો અનુસાર બધા પૂર્વ ગ્રંથ લુપ્ત થઈ ચૂક્યા છે. માત્ર તે ગ્રંથોની સૂચી સમવાયાંગ નામના ચોથા અંગ અને નંદી
Page #33
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ સાર સંદેશ સૂત્રમાં જોવા મળે છે. એટલા માટે અત્યારે જે મૂળ ગ્રંથ પ્રાપ્ત છે તેને નિમ્નલિખિત છ વર્ગોમાં મૂકી શકાય છેઃ
1) અંગ સાહિત્ય - જૈન આગમમાં એનું સર્વોચ્ચ સ્થાન છે. એનાં બાર અંગ
છે જેમનો સંક્ષિપ્ત પરિચય નીચે આપવામાં આવ્યો છેઃ 1. આચારાંગ સૂત્ર:- આ સૌથી પ્રાચીન અંગ છે. એમાં જેન ભિક્ષુઓ
દ્વારા પાલન કરવામાં આવનારા આચાર નિયમોનો ઉલ્લેખ મળે છે. એમાં મહાવીરના તે ઉપદેશોનું સંકલન થયું છે જે તેમણે પોતાના શિષ્ય સુધર્મને આપ્યા હતા અને જેને સુધર્મએ પોતાના શિષ્ય જંબુને
સંભળાવ્યા હતા. 2. સૂત્રકૃતાંગ - આ અંગનો મુખ્ય વિષય છે તે યુવાન સાધકો માટે ચિંતા જે
નવા-નવા જૈન ધર્મમાં દીક્ષિત થયા હતા. વિરોધી મતો દ્વારા આપવામાં આવનારા પ્રલોભનોથી નવદીક્ષિત સાધુઓને સાવધાન કરવામાં આવ્યા
છે. 34. સ્થાનાંગ સૂત્ર અને સમવાયાંગ સૂત્ર:- એમનામાં જૈન દર્શનનો ભંડાર
છે અને જૈનાચાર્યોનાં ઐતિહાસિક ચરિત્ર પણ છે. 5. ભગવતી સૂત્ર:- એમાં મહાવીરના જીવન તથા કત્યો અને અન્ય સમકાલીન વ્યક્તિઓ સાથે એમના સંબંધનું વર્ણન મળે છે. સારા અને ખરાબ કર્મો દ્વારા પ્રાપ્ત થનારા સ્વર્ગ અને નરકનું પણ વર્ણન એમાં પ્રાપ્ત થાય છે. 6. જ્ઞાતૃધર્મ કથા - એમાં મહાવીરની શિક્ષાઓનું વર્ણન કથા, ઉખાણાઓ
વગેરેના માધ્યમથી કરવામાં આવ્યું છે. 7. ઉપાસકદા સૂત્રઃ- એમાં જેન ઉપાસકોના આચાર, નિયમો વગેરેનો સંગ્રહ
છે. તપસ્યાના બળ પર સ્વર્ગ પ્રાપ્ત કરનારા વેપારીઓનો પણ એમાં ઉલ્લેખ મળે છે. 8/9. અર્જુદા અને અનુત્તરોયાસિક દશ :- આ બન્નેમાં તે ભિક્ષુઓનું
વર્ણન છે જેમણે તપ દ્વારા શરીરનો અંત કરીને સ્વર્ગ પ્રાપ્ત કર્યું છે. 10. પ્રશ્ન વ્યાકરણ - જૈન ધર્મ સાથે સંબંધિત પાંચ મહાવ્રતો તથા અન્ય
નિયમોનું વર્ણન થયું છે. 11. વિપાક સૂત્ર - આ અંગમાં પાપ અને પુણ્ય કર્મો વિશે ઘણી બધી કથાઓ છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મની પ્રાચીનતા 12. દષ્ટિવાદ:- આ અંગ અપ્રાપ્ય છે. એના વિશે અન્ય ગ્રંથોમાં કંઈક
ઉલ્લેખ મળે છે.
2) ઉપાંગ ઉપાંગ પણ બાર છે. એમનામાં બ્રહ્માંડનું વર્ણન, પ્રાણીઓનું
વર્ગીકરણ, ખગોળવિદ્યા, કાળ-વિભાજન, મરણોત્તર જીવનનું વર્ણન વગેરે પ્રાપ્ત થાય છે.
3) પ્રકીર્ણ એમની સંખ્યા દસ છે. એમનામાં વિવિધ વિષયોનું વિવેચન છે. તેઓ પ્રમુખ ગ્રંથોના પરિશિષ્ટ છે.
4) છેદ સૂત્રઃ એમની સંખ્યા છ છે. એમનામાં જેન ભિક્ષુઓ માટે ઉપયોગી
વિધિ નિયમોનું સંકલન છે.
s) મૂલ સૂત્રઃ એમની સંખ્યા ચાર છે. એમનામાં જૈન ધર્મના ઉપદેશ,
ભિક્ષુઓના કર્તવ્યો, વિહારનું જીવન, યમ-નિયમ, વગેરેનું વર્ણન છે.
6) ચૂલિકા સૂત્રઃ એમાં નાંદસૂત્ર તથા અનુયોગ દ્વારા સામેલ છે. આ બંને
જૈનોના સ્વતંત્ર ગ્રંથ છે જે એક પ્રકારના વિશ્વકોષ છે. એમનામાં ભિક્ષુઓ માટે આચરણીય એવી લગભગ બધી જ વાતો લખવામાં આવી છે. સાથે-સાથે કેટલીક લૌકિક વાતોનું પણ વિવરણ મળે છે.
ઉપરોક્ત બધા ગ્રંથો શ્વેતાબંર સંપ્રદાયના જૈનો માટે છે. દિગંબર સંપ્રદાયના લોકો એમની પ્રામાણિકતાનો સ્વીકાર કરતા નથી. એમનું કથન છે કે વીરસેન સ્વામી તથા તેમના પછી આવનારા આચાર્યોને પોતાની પૂર્વ-પરંપરા દ્વારા જૈન સાહિત્યની જે પણ જાણકારી હતી તેના આધાર પર તેમણે તે ગ્રંથોના નામ સહિત તેમનામાં વર્ણવેલા વિષયોનું વિવરણ પોતાની રચનાઓમાં પ્રસ્તુત કર્યું. આચાર્ય સિદ્ધાન્તચક્રવર્તી નેમિચંદ્ર પોતાની ગમ્મસાર જીવકાંડમાં તથા મહાકવિ રાંધૂએ પોતાના ગાથાબદ્ધ સિદ્ધાંતસારમાં ઉક્ત સાહિત્યનો સંક્ષિપ્ત, પરંતુ મહત્ત્વપૂર્ણ પરિચય આપ્યો છે.
આ ગ્રંથો સિવાય દિગંબર સંપ્રદાયમાં અન્ય ઘણા બધા સ્વતંત્ર ગ્રંથ, ભાષ્ય, અને ટીકાગ્રંથ પ્રાકૃત અને સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. તેમનામાં ઉમાસ્વાતિ
Page #35
--------------------------------------------------------------------------
________________
34
જૈન ધર્મ સાર સંદેશ રચિત તત્વાધિગમ સૂત્ર (જેને દિગંબર સંપ્રદાય સિવાય શ્વેતાંબર સંપ્રદાયમાં પણ પ્રમાણિક ગ્રંથ માનવામાં આવે છે), ભદ્રબાહુ રચિત કલ્પસૂત્ર ગુણધર રચિત કસાયપાહુડ, ધરસેન રચિત ખંડગમ, યતિવૃષભ રચિત તિલોયાગ્રત્તી નેમિચંદ્ર રચિત કાવ્યસંગ્રહ અને મલ્લિસેન રચિત સ્યાદવાદમજરીનાં નામ વિશેષરૂપે ઉલ્લેખનીય છેઃ
પછીથી જૈન ધર્મના સિદ્ધાંતો અને ઉપદેશોને સરળતાથી સામાન્ય જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી હિંદી તથા બીજી અનેક ભારતીય ભાષાઓમાં પણ ઘણા બધા મહત્ત્વપૂર્ણ ગ્રંથ રચવામાં આવ્યા છે.
જૈન સાહિત્યમાં ધર્મ અને દર્શન સિવાય તર્કશાસ્ત્ર, જીવન ચરિત્ર, નૈતિક કથા, નાટક, વ્યાકરણ વગેરે વિષયો પર પણ અનેક ગ્રંથ ગદ્ય અને પદ્ય – બન્નેમાં જોવા મળે છે. આ પ્રમાણે જૈન સાહિત્યમાં અધ્યયન અને ચિંતન માટે પર્યાપ્ત સામગ્રી ભરેલી પડી છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
© 2જી જૈન ધર્મનું સ્વરૂપ
બધા જ સુખની શોધમાં સાંસારિક વિકારોથી ગ્રસ્ત હોવાના કારણે આત્મા પોતાના પરમસુખમય સ્વરૂપને ખોઈ ચૂક્યો છે અને સંસારના આવાગમનના ચક્રમાં પડીને દુઃખ ભોગવી રહ્યો છે. પરંતુ દુઃખી રહેવું કોઈ પણ ઈચ્છતું નથી. સંસારના બધા પ્રાણી સુખ ચાહે છે અને દુઃખથી ડરે છે. એનું કારણ એ છે કે બધા પ્રાણી મૂળરૂપે ચેતન અને સુખરૂપ છે. એટલા માટે બધામાં સુખનો અનુભવ કરવાની ઈચ્છા હંમેશાં બનેલી રહે છે. તેઓ પોતાના સ્વભાવ-વશ અધિકથીઅધિક સુખ અનુભવવા ઇચ્છે છે. આ પ્રમાણે પોતાના સહજ સ્વભાવના કારણે જ તેમને સુખ પ્રિય લાગે છે અને દુઃખ અપ્રિય માલૂમ પડે છે.
પરમાત્મા અનંત સુખનો ભંડાર છે. જો કે બધા જીવો પરમાત્માનાં જ અવ્યક્ત રૂપ છે, છતાં પણ પરમાત્મા અને જીવમાં અંતર એ છે કે પરમાત્મા પરમ ચેતન અને પરમ આનંદમય છે, તે બધા સદ્ગુણોથી ભરપૂર અને બધા વિકારો અથવા અવગુણોથી રહિત છે તથા પોત-પોતાનામાં પૂર્ણ છે, પરંતુ જીવ અનેક પ્રકારે અપૂર્ણ છે. તેમની ચેતના મંદ પડી ગઈ છે જેનાથી તેમને પોતાના સારા-નરસાની ઠીક રીતે સૂઝ પણ રહી નથી. ઉચિત જ્ઞાન ન હોવાથી તેઓ ભ્રમમાં પડેલા રહે છે અને એવાં કર્મો કરે છે જેમના ફળસ્વરૂપે તેમને સુખના બદલે દુઃખ ભોગવવું પડે છે. આ પ્રમાણે તેઓ જન્મ-મરણના ચક્રમાં પડીને સદા દુઃખના શિકાર બની રહે છે. જ્યાં સુધી તેઓ કોઈ સાચા જ્ઞાનદાતા અને સાચા માર્ગદર્શકના સંપર્કમાં આવતા નથી, તેઓ સંસારના આ દુઃખમય જન્મ-મરણના ચક્રથી છુટકારો મેળવી શકતા નથી.
35
Page #37
--------------------------------------------------------------------------
________________
36
જૈન ધર્મઃ સાર સંદેશ
આ તથ્યને ખૂબ જ સ્પષ્ટતા સાથે વ્યક્ત કરતાં નાથૂરામ ડોંગરીય જૈન કહે છેઃ વાસ્તવિક દૃષ્ટિએ સંસારના પ્રત્યેક પ્રાણી પરમાત્મસ્વરૂપ છે. પરમાત્મા તેને કહે છે, જે રાગ, દ્વેષ રહિત, સર્વજ્ઞ, પૂર્ણ સુખી, અનંત શક્તિસંપન્ન, જન્મ-મરણથી રહિત, નિર્દોષ અને નિષ્કલંક હોય. એવા પરમાત્મા બનવાની શક્તિ સંપૂર્ણ સંસારી ભવ્ય (મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા રાખનારા) આત્માઓમાં વિદ્યમાન છે, અને તે જ આત્માનું અસલી સ્વરૂપ છે. ભેદ એ છે કે સંસારી આત્માઓ રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધાદિ વિકારો અને પાપ વાસનાઓમાં ફસાયેલા છે, અને જન્મ-મરણ વગેરેના કષ્ટોને ભોગવી રહ્યા છે; પરંતુ પરમાત્મા
આ બધી ઝંઝટોથી મુક્ત છે. સાંસારિક આત્માઓ વિવિધ પ્રકારના પાપ-પુણ્યાદિ કર્મો કરતા રહે છે, અતઃ તેમના ફળસ્વરૂપે તેમની અવસ્થાઓ પણ વિચિત્ર થતી રહે છે; પરંતુ એ નિશ્ચિત છે કે પ્રત્યેક આત્માનો સ્વભાવ પરમાનંદમય છે. એટલા માટે પ્રત્યેક આત્મા સુખ ચાહે છે અને દુઃખોથી ડરે છે, અને પોતાને સુખી બનાવવા માટે જ તે ભ્રમવશ વિવિધ પ્રકારના સારા-નરસા કાર્યો કરતો રહે છે; પરંતુ સુખ પામવાનો સાચો માર્ગ માલૂમ ન હોવાથી તે વાસ્તવિક સુખ તો પામી જ શકતો નથી; પરંતુ સંસારમાં પણ શાંતિથી જીવી શકતો નથી.
જે આત્મામાં અનંત સુખનો ભંડાર ભરેલો પડ્યો છે, જે સ્વયં પોતાનું જ સ્વરૂપ છે અને જેના અનુભવ દ્વારા જીવ સદાને માટે બધા દુઃખોથી મુકત અને સાચા અર્થમાં પૂર્ણ સુખી બની શકે છે, તેના તરફ તે ધ્યાન આપતો નથી અને તેને પોતાનું લક્ષ્ય બનાવતો નથી. ઊલટું, પોતાનાથી ભિન્ન વસ્તુઓ અને વ્યક્તિઓ કે જેઓ ન પોતાના છે અને ન કદી પોતાના બની જ શકે છે, તેમને પોતાના બનાવવા અને તેમનાથી સુખ પ્રાપ્ત કરવાની વ્યર્થ કોશિશમાં તે જીવન બરબાદ કરી નાખે છે. આ વાતને સારી રીતે સમજીને આપણે પોતાની બહિર્મુખી પ્રવૃત્તિને અંતર્મુખી બનાવવાની પૂરી કોશિશ કરવી જોઈએ અને આત્મજ્ઞાન કે આત્માનુભવ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં જલદી-જલદી લાગી જવું જોઈએ.
Page #38
--------------------------------------------------------------------------
________________
37
જૈન ધર્મનું સ્વરૂપ
કારણ કે સુખ અને શાંતિ આત્માના સ્વાભાવિક ગુણ છે, એટલા માટે સુખ-શાંતિની પ્રાપ્તિ માટે આવશ્યક છે કે આત્મા પોતાને પોતાની અંદર લીન કરીને પોતાના અસલી સ્વરૂપને પિછાણે. પરંતુ ભ્રમમાં પડેલો જીવ પોતાની અંદર સુખની શોધ ન કરતાં તેને બાહ્ય વસ્તુઓ અને વ્યકિતઓમાં શોધવાની કોશિશ કરે છે. તે વધારેમાં વધારે જમીન-જાયદાદ, ધન-દોલત અને સંસારની અનેક પ્રકારની ભોગવિલાસની વસ્તુઓ પર પોતાનો અધિકાર જમાવવા ઇચ્છે છે અને એના માટે તે પોતાની એડીથી ચોટલી સુધી પરસેવો પાડે છે. આ જ પ્રમાણે પોતાના કુટુંબપરિવાર અને સંબંધીઓને સુખી બનાવવા માટે તે પવિત્રમાં પવિત્ર નૈતિક નિયમોનું પણ ઉલ્લંઘન કરી દે છે. પોતાના ભ્રમવશ તે ભૂલી જાય છે કે આ પદાર્થો અને વ્યક્તિઓ દ્વારા તેને ક્યારેય પણ સાચું કે સ્થાયી સુખ મળી શકતું નથી અને ન એમનામાંથી કોઈપણ તેનો સાથ જ આપી શકે છે. બધાને અહીં જ છોડીને તેણે એક દિવસ ખાલી હાથે જ જવું પડે છે. બીજાઓની વાત તો દૂર રહી, પોતાના કુટુંબ-પરિવારવાળાઓ પણ માત્ર પોતાના સ્વાર્થના જ સંગી હોય છે. પોતાનો સ્વાર્થ પૂરો થતાં જ તેઓ પોતાનું મોં ફેરવી લે છે.
આત્માથી ભિન્ન શરીરને તથા સાંસારિક વસ્તુઓ અને વ્યક્તિઓને પોતાના સમજવાની ભૂલમાં પડેલા વ્યક્તિને સુંદર, બળવાન, ધનવાન, કુલીન, પ્રતિષ્ઠિત આદિ હોવાનું અભિમાન હોય છે અને આ અભિમાન તેના સર્વનાશનું કારણ બની જાય છે.
આ સંબંધમાં ગણેશપ્રસાદજી વર્ણીના કેટલાક પસંદ કરેલા પદ અર્થ સહિત નીચે આપવામાં આવે છે જેમનામાં જીવને પોતાના પરમ આનંદમય પરમાત્મારૂપ પ્રાપ્ત કરવા માટે પારકી વસ્તુઓમાંથી ધ્યાન હટાવીને તેને આત્મસ્વરૂપમાં લીન કરવાનો ઉપદેશ જોરદાર શબ્દોમાં આપવામાં આવ્યો છે :
આ ભવ વનના મધ્યમાં જિન વિના જાણે જીવ,
ભ્રમણ યાતના સહી પામે દુઃખ અપાર. “જિન(રાગ-દ્વેષ આદિ દોષો પર વિજય પ્રાપ્ત કરી ચૂકેલા સાચા માર્ગદર્શક)ને જાણ્યા વિના જીવ આ સંસારરૂપી વનની વચ્ચે આવાગમનનું કષ્ટ સહન કરતાં અપાર દુઃખો ઉઠાવે છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ સાર સંદેશ
ક્યારે આવે તે શુભ દિન જે દિન આવે સૂઝ,
પર પદાર્થને ભિન્ન જાણી આવે પોતાની બૂઝ. જ્યારે તે સૌભાગ્યશાળી દિવસ આવશે જ્યારે આપણને (સચ્ચાઈની) સમજ આવશે અને આપણે “પર” (આત્માથી ભિન્ન) પદાર્થોને પોતાનાથી ભિન્ન સમજીને પોતે પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરીશું?
આત્મજ્ઞાન પામ્યા વિના ભટકે સકળ સંસાર,
એના થતાં જ તરે ભવ દુઃખ સાગર. આત્મજ્ઞાન (પોતાના આત્માનું જ્ઞાન) પામ્યા વિના સમગ્ર સંસાર ભટકી રહ્યો છે. આત્મજ્ઞાન થતાં જ મનુષ્ય સંસાર-સાગરના દુઃખોથી પાર થઈ જાય છે.
ભવ-બંધનનું મૂળ છે પોતાની જ તે ભૂલ,
એના જતાં જ મટે સર્વ જગતના શૂળ. પોતાના સ્વરૂપને ન જાણવાની તે ભૂલ જ સાંસારિક બંધનનું મૂળ કારણ છે. આ ભૂલ દૂર થતાં જ સંસારના બધાં દુઃખ મટી જાય છે.
જો ચાહે નિજ વસ્તુ તું પરને ત્યજ સુજાણ,
પર પદાર્થ સંસર્ગથી કદી ન થાય કલ્યાણ. હે જ્ઞાનીજન! જો તું પોતાની વસ્તુ પ્રાપ્ત કરવા ઇચ્છે છે તો પર પોતાનાથી ભિન્ન) પદાર્થોને છોડ. પર પદાર્થો સાથે લગાવ રહેવાને કારણે તારું કલ્યાણ ક્યારેય પણ થઈ શક્યું નથી.
હિતકારી નિજ વસ્તુ છે પરથી તે નહીં થાય,
પરની મમતા મિટાવીને લીન નિજ આતમ થાય. પોતાની જ વસ્તુ (આત્મા) કલ્યાણકારી છે, પર વસ્તુઓથી પોતાનું કલ્યાણ થઈ શકતું નથી. એટલા માટે પર વસ્તુઓ પ્રતિ પોતાના મમત્વને મિટાવીને આપણે પોતાને પોતાના આત્મામાં જ લીન કરવો જોઈએ.
જો સુખ ચાહે પોતાનું ત્યજી દે વિષની વેલ, પરમાં નિજની કલ્પના એ જ જગતનો ખેલ.
Page #40
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મનું સ્વરૂપ
39 જો તું પોતાનું સુખ ચાહતો હોય તો પર વસ્તુ પ્રતિ પોતાના મમત્વને, જે વિષની વેલ સમાન છે, છોડી દે. પર વસ્તુમાં મમત્વનો ભાવ હોવાને કારણે જ સંસારનો ખેલ ચાલતો રહે છે.
જયાં સુધી મનમાં વસે છે પર પદાર્થની ચાહ,
ત્યાં સુધી દુઃખ સંસારમાં ભલે હોય શહેનશાહ. જ્યાં સુધી મનમાં પર પદાર્થની ચાહ વસેલી છે ત્યાં સુધી સંસારમાં દુઃખ લાગેલું રહે છે, ભલેને કોઈ શહેનશાહ પણ કેમ ન હોય.
સમય ગયો નહીં કંઈ કર્યું નહીં જાણ્યો નિજ સાર,
પર અવસ્થામાં મગ્ન થઈ સહેતા દુઃખ અપાર. જીવનનો સમય આમ જ વીતી ગયો. પોતાના કલ્યાણ માટે કંઈ ન કરી શક્યા, પોતાની અસલિયતને સમજ્યા જ નહીં! જીવનભર પોતાનાથી ભિન્ન પદાર્થોની વાતોમાં મગ્ન રહ્યા. એવા જીવોને અપાર દુઃખ સહેવું પડે છે.
પરમાં પોતાનું માની દુઃખી થતો સંસાર,
જેમ પડછાયો થાન જોઈ ભકે વારંવાર. જે પોતાનાથી ભિન્ન છે તેમાં પોતાપણાની કલ્પના કરી સંસાર દુઃખી થઈ રહ્યો છે, જેમ દર્પણમાં પોતાનો પડછાયો જોઈને કૂતરો તેને પોતાના જેવો જ કૂતરો સમજીને તેના તરફ વારંવાર ભસતો રહે છે. (આ પ્રમાણે તે વ્યર્થ જ પોતાની શક્તિ અને સમયને બરબાદ કરીને પરેશાન થતો રહે છે અને નાહક ભસીભસીને બીજાઓને પણ તબાહ કરે છે.)
આ સંસાર મહાપ્રબળ તેમાં વેરી બેય,
પરમાં પોતાની કલ્પના પોતે રૂપ નિજ ખોય. આ સંસારનું બંધન ખૂબ જ મજબૂત છે, કારણ કે એમાં બે ખૂબ જ બળવાન શત્રુ છેઃ એક છે પોતાના સ્વરૂપને ભૂલાવી દેવું અને બીજું છે પોતાનાથી ભિન્ન વસ્તુમાં પોતાપણાની કલ્પના કરવી.
જો સુખ ઇચ્છતા હો સદા ત્યાગો પર અભિમાન, પોતાની વસ્તુમાં લીન રહો કલ્યાણ માર્ગ સુખની ખાણ.
Page #41
--------------------------------------------------------------------------
________________
40
જૈન ધર્મ સાર સંદેશ જો તું સદાને માટે સુખ ઇચ્છે છે તો પોતાનાથી ભિન્ન પદાર્થમાં પોતાપણાની ભાવનાનો ત્યાગ કર અને ખુદ પોતાને પોતાના જ આત્મામાં લીન કરી લે. આ જ કલ્યાણનો માર્ગ અને સુખનો ભંડાર છે.
સૌથી સુખી જગતમાં થાય છે તે જીવ,
જે પર સંગતિ પરિહરિ સમરે આત્મ સદેવ. સંસારમાં તે જ જીવ સૌથી સુખી હોય છે જે પોતાનાથી ભિન્નની સંગતિનો ત્યાગ કરી સદા આત્માના જ ધ્યાનમાં લાગેલો રહે છે.
રાગ દ્વેષમય આત્મા ધારે છે બહુ વેશ,
તેમાં નિજને માનીને સહે દુઃખ વિશેષ. પોતાનાથી ભિન્ન પદાર્થો પ્રતિ રાગ અને દ્વેષની ભાવના રાખવાને કારણે જ આત્માને વિભિન્ન યોનિઓમાં અનેક રૂપ ધારણ કરવાં પડે છે. આ રીતે પોતાનાથી ભિન્ન પદાર્થોમાં પોતાપણાની કલ્પના કરવાને કારણે આત્માને અનંત દુઃખો સહન કરવો પડે છે.
આજ ઘડી દિન શુભ થઈ પામ્યો નિજ ગુણ ધામ,
મનની ચિંતા મટી ગઈ ઘટમાં બિરાજે રામ. આજનો સમય અને દિવસ (આ જીવન-કાળ) જ્યારે કે મેં આત્મ-ગુણો અને આત્મ-ધામને પ્રાપ્ત કરી લીધું છે, મારા માટે શુભ કે કલ્યાણમય બની ગયા છે. હવે મારા મનની ચિંતા દૂર થઈ ગઈ છે અને મારી અંદર પરમાત્મા બિરાજી રહ્યાં છે.
જૈન ધર્મ શું છે? આ પુસ્તકનો આરંભ કરતી વખતે પહેલા અધ્યાયમાં જ કહેવાઈ ચૂકયું છે કે જૈન” શબ્દ “જિન” શબ્દથી બન્યો છે અને “જિન” શબ્દનો અર્થ છે “વિજેતા કે “જીતનાર'. રાગ-દ્વેષ આદિ દોષો અને કામ-ક્રોધ, મોહ આદિ વિકારો પર વિજય પ્રાપ્ત કરીને જે પૂર્ણરૂપે મુક્ત અને સુખી થઈ જાય છે તેને જ “જિન” કહેવામાં આવે છે. એવા જિન પુરુષ અનાદિ કાળથી જીવોના કલ્યાણ માટે સંસારમાં આવતા રહ્યા છે. જૈન-પરંપરા અનુસાર વર્તમાન યુગમાં પણ એવા
Page #42
--------------------------------------------------------------------------
________________
જેન ધર્મનું સ્વરૂપ
ચોવીસ મહાપુરુષ આવી ચૂક્યા છે જેમનો ઉલ્લેખ પ્રથમ અધ્યાયમાં જ કરી દેવામાં આવ્યો છે. બધા જ જિન પુરુષો સમાનરૂપે સર્વજ્ઞ અને મુક્ત હોવાથી તેમનો બતાવેલો મોક્ષ-માર્ગ પણ સદા એક જ હોય છે. આ જિન પુરુષો દ્વારા બતાવવામાં આવેલા મોક્ષ-માર્ગને જ જૈનધર્મ કહે છે.
જૈનધર્મનું સ્વરૂપ દર્શાવતી વખતે નાથૂરામ ડોંગરીય જેને પણ એવો જ વિચાર પ્રગટ કર્યો છે. તેઓ કહે છેઃ
જે મહાપુરુષે રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, માન આદિ કર્મ શત્રુઓ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરી લીધો હોય અને આત્માને પૂર્ણ સુખી અને અનંત જ્ઞાનનો ભંડાર બનાવી લીધો હોય, તેને ‘જિન’ કહે છે (મોહાદિ કર્મ શત્રુન્ જયતીતિ જિનઃ) અને આ જ વીર તથા મહાપુરુષ દ્વારા જે વિશ્વના દુઃખી પ્રાણીઓને ભેદ-ભાવ વિના કલ્યાણમય સાચો માર્ગ પ્રગટ કરવામાં આવે છે, જેના દ્વારા સંસારના દુઃખી આત્માઓ તેના જ સમાન પરમાત્મા બની શકે, તે માર્ગને જ જૈન ધર્મ કહે છે. સારાંશ એ છે કે સાંસારિક આત્માઓની દીનતાને દૂર કરીને વીરતા સાથે પાપવાસનાઓ અને રાષ્લેષાદિ વિકારો પર તેમને પૂર્ણ વિજયી બનાવીને વાસ્તવિક આનંદ તથા શાંતિના પ્રશસ્ત માર્ગ પર લઈ જઈ પરમાત્મપદ પ્રદાન કરનારા ધર્મને જૈન ધર્મ કહે છે.3
41
જૈન ધર્મનાં સામાન્ય લક્ષણ
ધર્મનાં સંબંધમાં આ પ્રસિદ્ધ ઉક્તિ છેઃ ‘વત્યુ સહાવો ધમ્મો’ અર્થાત્ વસ્તુનો સ્વભાવ જ ધર્મ છે. આત્મા જ મૂળ વસ્તુ છે અને અનંત સૃષ્ટિ, અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અનંત આનંદ (અનંત ચતુષ્ટય) એનો સ્વભાવ અથવા એનું પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. આત્માના આ વાસ્તવિક સ્વરૂપને ઓળખવું જ ધર્મ છે. બીજા શબ્દોમાં, જેનાથી આત્માની વાસ્તવિક્તાની ઓળખ થાય છે, અર્થાત્ જેનાથી આત્માના વાસ્તવિક સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, તેને જ ધર્મ કહે છે.
‘ધર્મ’ શબ્દનો અર્થ ધારણ કરવું, સંભાળ કરવું અથવા અવલંબન કે સહારો આપીને બચાવવું અથવા રક્ષા કરવી પણ કરી શકાય છે. આ અર્થ
Page #43
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
અનુસાર જે આત્માને તેના દોષો અને વિકારોથી બચાવીને પવિત્ર બનાવી રાખે, તેને તેના અનંત ચેતન અને અનંત આનંદમય સ્વરૂપમાં ધારણ કરી રહે, તેને તેના મૂળ ગુણ દયાથી સદા ઓત-પ્રોત રાખે તથા તેને દુર્ગતિ અને દુઃખથી બચાવે, તેને જ ધર્મ કહે છે. બીજા શબ્દોમાં, જે આત્માને સદાને માટે સુખશાંતિ પ્રદાન કરે તે જ ધર્મ છે. સાંસારિક દુઃખોથી છુટકારો મેળવીને નિત્ય કે અવિનાશી સુખ-શાંતિ પ્રાપ્ત કરવાને જ મોક્ષ પ્રાપ્ત કરવો કહે છે. એટલા માટે જૈન-પરંપરા અનુસાર, ધર્મને મોક્ષનું સાધન અથવા કારણ માનવામાં આવે છે.
જે પ્રમાણે ગુરુત્વાકર્ષણની શક્તિના સહારે આકાશમંડળના અસંખ્ય ગ્રહ અને તારા પોત-પોતાના સ્થાન પર રહીને પોત-પોતાની ગતિથી પોતપોતાના રાહ પર ચાલતા રહે છે અને આપસમાં ટકરાતા નથી, તે જ પ્રમાણે ધર્મનો સહારો લઈને જ બધા જીવ પોત-પોતાના સ્વરૂપને કાયમ રાખીને સદા સુખ-શાંતિ અનુભવી શકે છે અને બધાની સાથે સુખ-શાંતિપૂર્વક રહી શકે છે. જે પ્રમાણે ગુરુત્વાકર્ષણની શક્તિના અભાવે ગ્રહો અને તારાઓની સ્થિતિ બગડી શકે છે અને તેઓ નષ્ટ-ભ્રષ્ટ થઈ શકે છે, તે પ્રમાણે ધર્મને ઠીકરૂપે ગ્રહણ ન કરવાને કારણે જીવો પણ દુઃખ અને દુર્ગતિ પ્રાપ્ત કરે છે. એટલા માટે ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજવું અને તેનું પાલન કરવું અત્યંત આવશ્યક છે.
42
જૈન ધર્મના મર્મજ્ઞ આચાર્યોએ ધર્મની વ્યાખ્યા અનેક પ્રકારે કરી છે અને એના અનેક લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે આ મૂળ વાત તરફ આપણું ધ્યાન દોર્યુ છે કે ધર્મનો સંબંધ બાહ્ય વસ્તુઓ સાથે નહીં, બલકે પોતાના આત્મા સાથે છે. આત્મા જ્યારે રાગ, દ્વેષ અને મોહથી પ્રભાવિત થાય છે અથવા જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ નામના વિકારો, જેમને જૈન ધર્મમાં કષાય કહેવામાં આવે છે, એને દૂષિત કરે છે તો એની શુદ્ધતા ભંગ થઈ જાય છે. એ મલિન અને અપવિત્ર બની જાય છે. આવી અવસ્થામાં કરવામાં આવેલાં એનાં કર્મો જ બંધનમાં નાંખીને એને દુઃખી બનાવી રાખે છે. એટલા માટે ધર્મનું એ મૂળ પ્રયોજન છે કે (1) એ આત્માને પવિત્ર કરે; (2) એને સંસારના દુઃખોથી છુટકારો અપાવીને એવી સ્થિતિમાં લાવી દે જ્યાં આત્મા સદા સુખી બની રહે; (3) આ લોકમાં અને આ લોકથી પર પણ સર્વત્ર અને સર્વ પ્રકારે આ આત્માને
Page #44
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મનું સ્વરૂપ સુખ પ્રદાન કરે અને (4) આ આત્માને સદા દયા-ભાવથી, જે ધર્મનું મૂળ છે, ઓત-પ્રોત રાખે. આ પ્રમાણે જૈનાચાર્યોએ ધર્મના આ ચાર સામાન્ય લક્ષણો પર વિશેષ ભાર આપ્યો છે.
જૈન ધર્મના પ્રથમ લક્ષણને બતાવતાં પરમાત્મપ્રકાશ ગ્રંથમાં કહેવામાં આવ્યું છેઃ
નિજી શુદ્ધ અથવા પવિત્ર ભાવનું નામ જ ધર્મ છે.
આ જ કથન મહાપુરાણ અને ચારિત્રસાર નામના ગ્રંથોમાં પણ મળી આવે છે.
જૈન ધર્મના બીજા લક્ષણ તરફ સંકેત કરતાં પ્રવચનસાર તાત્પર્યવૃતિ કહેવામાં આવ્યું છે. “મિથ્યાત્વ અને રાગાદિમાં નિત્ય સંસ્કરણ કરવા લાયક ભાવસંસારમાંથી પ્રાણીને ઉઠાવીને જે નિર્વિકાર શુદ્ધ ચૈતન્યમાં ધારણ કરી દે, તે ધર્મ છે.” સવર્થસિદ્ધિ અને રાજવાર્તિક માં કહેવામાં આવ્યું છે કે “જે ઈષ્ટ સ્થાનમાં ધારણ કરે છે તેને ધર્મ કહે છે.” એને એથી પણ અધિક સ્પષ્ટ કરતાં રત્નકર૭ શ્રાવકાચારમાં કહેવામાં આવ્યું છેઃ “જે પ્રાણીઓને સંસારના દુઃખમાંથી ઉઠાવીને ઉત્તમ સુખમાં ધારણ કરે તેને ધર્મ કહે છે.”0 મહાપુરાણ માં પણ આજ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. પંચાધ્યાયીમાં આ જ વાતને આ શબ્દોમાં વ્યક્ત કરવામાં આવી છેઃ “જે ધર્માત્મા પુરુષોને નીચપદથી ઉચ્ચપદમાં ધારણ કરે છે તે ધર્મ કહેવાય છે. તેમનામાં સંસાર નીચ પદ છે અને મોક્ષ ઉચ્ચપદ છે.”12
જૈન ધર્મના ત્રીજા લક્ષણ તરફ સક્ત કરતાં શુભચંદ્રાચાર્યે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ, જ્ઞાનાવમાં કહ્યું છેઃ “લક્ષ્મીસહિત ચિંતામણિ, દિવ્યનવનિધિ, કામધેનુ, અને કલ્પવૃક્ષ, એ બધા ધર્મના ચિરકાળથી કિંકર(સેવક) છે, એવું હું માનું છું.”13 તાત્પર્ય એ છે કે સાચા ધર્મનું પાલન કરીને જ્યારે સાધક સર્વોત્તમ સુખ મોક્ષને પ્રાપ્ત કરી લે છે ત્યારે લોક અને પરલોકના બધા સુખ આપોઆપ એની મુઠ્ઠીમાં આવી જાય છે, જાણે કે બધા મનોરથોને સિદ્ધ કરનારી કામધેનુ અને બધી અભિલાષાઓને પૂરી કરનારું કલ્પવૃક્ષ હંમેશા એની સેવામાં હાજર હોય.
જૈન ધર્મના ચોથા લક્ષણને બતાવતાં બોધ પાહુડ ગ્રંથમાં કહેવામાં આવ્યું છેઃ “ધમો દયા વિશુદ્ધો” અર્થાત્ “ધર્મ દયા દ્વારા વિશુદ્ધ થાય છે' 4 બીજા
Page #45
--------------------------------------------------------------------------
________________
44
જૈન ધર્મ સાર સંદેશ શબ્દોમાં દયા જ ધર્મનું મૂળ છે. એટલા માટે કુરલ કાવ્યમાં આ ઉપદેશ આપવામાં આવ્યો છેઃ “સાચી રીતે સમજી-વિચારીને હૃદયમાં દયા ધારણ કરો, કારણ કે બધા જ ધર્મો કહે છે કે દયા જ મોક્ષનું સાધન છે.” દયા વિના ધર્મ સંભવ જ નથી.
શુભચંદ્રાચાર્યે પોતાના ગ્રંથ જ્ઞાનાર્ગવમાં “ધર્મભાવના'ની વ્યાખ્યા પ્રારંભ કરતાં પોતાના પહેલા જ શ્લોકમાં જૈન ધર્મના આ ચારેય સામાન્ય લક્ષણોનો ઉલ્લેખ સંક્ષેપમાં આ પ્રકારે કર્યો છેઃ
પવિત્રી ક્રિયતે યેન કેનૈવોદ્ઘિયતે જગતું
નમસ્તસ્મ દયાદ્રય ધર્મકલ્પાદ્મિપાય અર્થાત્ જેના દ્વારા જીવોને પવિત્ર કરવામાં આવે છે, જેના દ્વારા સંસારના જીવોનો ઉદ્ધાર કરવામાં આવે છે અને જે દયાના રસથી ભીનું અથવા ભિજાયેલું છે, તે ધર્મરૂપી કલ્પવૃક્ષ માટે મારા નમસ્કાર છે.
આ પ્રમાણે આ મંગળાત્મક શ્લોકમાં શુભચંદ્રચાર્યે ધર્મનાં ચારેય સામાન્ય લક્ષણો બતાવીને તેને નમસ્કાર કર્યા છે.
જૈન ધર્મના આ જ સામાન્ય લક્ષણોને ધ્યાનમાં રાખીને નાથુરામ ડોંગરીય જેને ધર્મનાં સ્વરૂપને આ શબ્દોમાં વ્યક્ત કર્યું છેઃ
જૈનાચાર્યોના કથન અનુસાર ધર્મ જ એવી વસ્તુ છે જે પ્રાણીમાત્રને ભલે તે કેટલોય પતિત કેમ ન હોય, સંસારના દુઃખોથી છોડાવીને ઉત્તમ સુખ (વાસ્તવિક આનંદ) પ્રદાન કરી શકે છે. તે ન કેવળ પરલોકમાં સુખ આપનારી ચીજ છે; બલકે સાચો ધર્મ તે છે જેનું જે ક્ષણથી પાલન કરવામાં આવે છે તે જ ક્ષણથી સર્વત્ર અને સર્વદા આત્મ શાંતિ પ્રદાન કરે છે અને પોતાની સાથે બીજાઓને પણ સુખી બનાવે છે..?
જૈન ધર્મનાં જે ચાર લક્ષણોના વિષયમાં ઉપર વિચાર કરવામાં આવ્યો છે તે જૈન ધર્મના સામાન્ય અને વ્યાપક લક્ષણ છે જે સિદ્ધાંતરૂપે ધર્મની ઓળખ અને તેનું પ્રયોજન બતાવે છે. પરંતુ દિન-પ્રતિદિનના વ્યાવહારિક જીવનમાં ધર્મની ઓળખ કરવા માટે જૈનાચાર્યોએ ધર્મનાં કેટલાંક વિશેષ લક્ષણો તરફ પણ આપણું ધ્યાન દોર્યું છે જેની જાણકારી પ્રાપ્ત કરી લેવી આવશ્યક છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મનું સ્વરૂપ જૈન ધર્મનાં વિશેષ લક્ષણ ધર્મનાં વિશેષ લક્ષણોમાં અહિંસાને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. જૈનાચાર્યોએ અહિંસાને ધર્મનું અત્યંત મહત્વપૂર્ણ લક્ષણ માન્યું છે. કહેવાઈ ચૂક્યું છે કે દયા જ ધર્મનું મૂળ છે. સ્પષ્ટ છે કે જીવોની હિંસા કરવી દયાની બરાબર વિરોધી છે. એટલા માટે અહિંસાને પરમ ધર્મ કહેવામાં આવે છે અને એને ધર્મનો સાર માનવામાં આવે છે. જૈન ધર્મમાં અહિંસાને ખૂબ જ વ્યાપક અર્થમાં લેવામાં આવે છે અને એ માનવામાં આવે છે કે એનું પાલન કર્યા વિના ધર્મના કોઈ પણ નિયમનું ઠીક-ઠીક પાલન થઈ શકતું નથી. આપણે આ પુસ્તકના એક અલગ અધ્યાયમાં વિસ્તારથી અહિંસાના પાસાઓ પર વિચાર કરીશું.
જૈન ધર્મમાં અહિંસાની પ્રમુખતા સ્થાપિત કરતાં રાજવાર્તિકમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
અહિંસાદિ લક્ષણો ધર્મઃ | અર્થાત્ ધર્મ અહિંસા આદિ લક્ષણવાળો છે.
કવ્યસંગ્રહ ટીકા માં પણ એની પુષ્ટિ કરવામાં આવી છે. અહિંસાના વ્યાપક અર્થને બતાવતાં સવર્ણસિદ્ધિમાં કહેવામાં આવ્યું છેઃ જિનેન્દ્રદેવે જે આ અહિંસા લક્ષણવાળો ધર્મ કહ્યો છે – સત્ય એનો આધાર છે, વિનય તેનું મૂળ છે, ક્ષમા તેનું બળ છે, બ્રહ્મચર્યથી તે રક્ષિત છે, ઉપશમ (શાંતિ) તેની પ્રધાનતા છે, નિયતિ તેનું લક્ષણ છે અને નિષ્પરિગ્રહતા ( અનાવશ્યક વસ્તુઓનો સંચય ન કરવો) તેનું અવલંબન છે.20
એનાથી એ સંકેત મળે છે કે અહિંસામાં ધર્મના અનેક પ્રમુખ નિયમ આપોઆપ સમાયેલા છે.
જીવોની રક્ષા કરવી અહિંસાનું સ્વભાવિક અંગ છે. એટલા માટે કાતિયાનુપ્રેક્ષામાં ક્ટવામાં આવ્યું છે:
જીવાણું રકપણે ધમ્મો
Page #47
--------------------------------------------------------------------------
________________
46
જૈન ધર્મ સાર સંદેશ અર્થાત્ જીવોની રક્ષા કરવાને ધર્મ કહે છે.
આ જ વાત દર્શનપાહુડ ટીકામાં પણ કહેવામાં આવી છે. આ સંબંધમાં ગણેશપ્રસાદજી વર્ણીએ ખૂબ જ સ્પષ્ટતા સાથે કહ્યું છેઃ જીવોની રક્ષા કરવી જ ધર્મ છે. જ્યાં જીવઘાતમાં ધર્મ માનવામાં આવે ત્યાં જેટલી પણ બાહ્ય ક્રિયા છે, બધી નિષ્ફળ છે. ધર્મ તે પદાર્થ છે જેના દ્વારા આ પ્રાણી સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. જયાં પ્રાણીઘાતને ધર્મ બતાવવામાં આવે તેમનામાં દયાનો અભાવ છે; જયાં દયાનો અભાવ છે ત્યાં ધર્મનો અંશ નથી, જ્યાં ધર્મ નથી ત્યાં સંસારથી મુક્તિ નથી.23
જૈન ધર્મ અનુસાર ધર્મના પાલન માટે વિનય (નમ્રતા) અને નિર્લેપતાને અપનાવવું પણ આવશ્યક છે, કારણ કે એમનો સંબંધ માન(અહંકાર) અને મમત્વ (મારાપણું)ના ત્યાગથી છે. જ્યાં સુધી જીવ અહંકાર અને મમત્વનો ત્યાગ કરતો નથી ત્યાં સુધી તે સાચા અર્થમાં ધર્માત્મા બની શકતો નથી. વિનયની વ્યાખ્યા કરતાં અને તેની આવશ્યકતા પર ભાર મૂકતાં ગણેશપ્રસાદજી વર્મી કહે છેઃ
વિનયનો અર્થ નમ્રતા અથવા કોમળતા છે. કોમળતામાં અનેક ગુણ વૃદ્ધિ પામે છે. જો કઠોર જમીનમાં બી નાંખવામાં આવે તો વ્યર્થ થઈ જાય છે. પાણીના વરસાદમાં જે જમીન કોમળ થઈ જાય છે તેમાં જ બી જામે છે. .. જેણે પોતાના હૃદયમાં વિનય ધારણ કર્યો નથી તે ધર્મનો અધિકારી કેવી રીતે થઈ શકે છે? ... આપ કોઈને હાથ જોડીને કે મસ્તક ઝુકાવીને તેનો ઉપકાર કરતા નથી બલકે પોતાના હૃદયમાંથી માનરૂપી શત્રુને હટાવીને પોતાની જાતનો ઉપકાર કરો છો.
લોભનો સંબંધ મમત્વ સાથે છે. રાજવાર્તિકમાં લોભનો અર્થ આ પ્રકારે બતાવવામાં આવ્યો છેઃ
ધન આદિની તીવ્ર આકાંક્ષા (ઈચ્છા) જ લોભ છે.25 ધવલા પુસ્તક માંએને એથી વધારે સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું છેઃ બાધાર્યેષુ મમ્મદ બુદ્ધિાઁભ 24
Page #48
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મનું સ્વરૂપ ' અર્થાત્ બાહ્ય પદાર્થોમાં જે “આ મારું છે' આ પ્રમાણે અનુરાગરૂપ બુદ્ધિ હોય છે તે જ લોભ છે.
કેટલાક લોકો ધનના લોભમાં પડીને લોકોની સામે ધાર્મિક હોવાનો દેખાવ કરતા અને તેમનો ધર્મનો ઉપદેશ આપતા ફરે છે. એવા લોકોથી સાવધાન રહેવા માટે જ વર્ષીજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છેઃ
ધર્મ તે જ કરી શકે છે જે નિર્લોભી હોય.21
જૈન ગ્રંથોમાં વારંવાર ધર્મને દસ લક્ષણોવાળો બતાવતાં તેનાં દસ લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉદાહરણને માટે, તત્ત્વાધિગમ સૂત્ર માંધર્મનાં દસ લક્ષણોનાં નામ આ પ્રમાણે ગણાવવામાં આવ્યાં છેઃ 1. ઉત્તમ ક્ષમા
ક્રોધ ઉત્પાદક ગાળાગાળી, મારપીટ, અપમાન આદિ પરિસ્થિતિઓમાં
પણ મનને કલુષિત ન થવા દેવું ક્ષમા ધર્મ છે. 2. ઉત્તમ માર્દવ (અભિમાનને બદલે મૃદુતા અથવા કોમળતા ગ્રહણ કરવી)
કુળ, જાતિ, રૂપ, જ્ઞાન, તપ, વૈભવ, પ્રભુત્વ તથા શીલ આદિ સંબંધી અભિમાન કરવાને મદ કહેવાય છે. આ મદ કે માન કષાયને જીતીને
મનમાં સદેવ મૃદુતા-ભાવ રાખવો તે માર્દવ છે. 3. ઉત્તમ આર્જવ (સરળતા)
મનમાં એક વાત વિચારવી, વચનથી કંઈક બીજું કહેવું તથા શરીરથી કંઈક બીજું જ કરવું, આ કુટિલતા કહેવાય છે. આ માયા કષાયને
જીતીને મન વચન અને શરીરની ક્રિયામાં એકરૂપતા રાખવી આર્જવ છે. 4. ઉત્તમ શૌચ (નિર્દોષ પવિત્ર ભાવના)
મનને મલિન બનાવનારી જેટલી દુર્ભાવનાઓ છે તેમનામાં લોભ સૌથી પ્રબળ અનિષ્ટકારી છે. આ લોભના કષાયને જીતીને મનને
પવિત્ર બનાવવું શૌચ ધર્મ છે. 5. ઉત્તમ સત્ય
અસત્યની પ્રવૃત્તિને રોકીને સદેવ યથાર્થ હિત-મિત-પ્રિય વચન બોલવું સત્ય ધર્મ છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
48
જૈન ધર્મઃ સાર સંદેશ
6. ઉત્તમ સંયમ (ઇંદ્રિય નિયંત્રણ)
ઇંદ્રિયો અને મનને વિષયો તરફથી વાળીને સવૃત્તિઓમાં લગાવવું સંયમ ધર્મ છે.
7. ઉત્તમ તપ (કષ્ટની પરવા ન કરી પોતાની સાધનામાં લાગેલા રહેવું) તપ લૌકિક દૃષ્ટિએ સાધનામાં મનની એકાગ્રતા છે. આધ્યાત્મિક દૃષ્ટિએ તપ તે અગ્નિ છે જેમાં મનના વિકાર બળી જાય છે અને આત્માનો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ જાગૃત થઈ ઉઠે છે.
૪. ઉત્તમ ત્યાગ (અનાસક્તિ)
કોઈ સ્વાર્થ ભાવના વિના બીજાના હિત અને કલ્યાણ માટે અન્ન, ધન, જ્ઞાન, વિદ્યા આદિનું દાન આપવું ત્યાગ ધર્મ છે.
9. ઉત્તમ આકિંચન્ય (આત્માથી ભિન્ન પદાર્થને પોતાના ન માનવો) ઘર-બાર, ધન-દોલત, ભાઈબંધો, શત્રુ-મિત્ર બધાથી મમત્વ છોડવું, એ મારાં નથી, ત્યાં સુધી કે શરીર પણ સદા મારી સાથે રહેવાનું નથી, એવો અનાસક્ત ભાવ આકિંચન્ય ધર્મ છે.
10. ઉત્તમ બ્રહ્મચર્ય
રાગોત્પાદક પરિસ્થિતિઓમાં પણ મનને કામ વેદનાથી વિચલિત ન થવા દેવું અને તેને આત્મ-ચિંતનમાં લગાવી રાખવું બ્રહ્મચર્ય ધર્મ છે.
ઉક્ત બધા લક્ષણોના પહેલાં ‘ઉત્તમ’ શબ્દને વિશેષણરૂપમાં લગાવવાનો ઉદેશ એ છે કે ધર્મના આ નિયમોને કેવળ વિશુદ્ધ ધર્મભાવનાથી જ અપનાવવામાં આવે, ન કે પોતાની ખ્યાતિ (યશ) અથવા પોતાની પુજા-પ્રતિષ્ઠા કે આદર-સત્કાર માટે, જેમ કે ચારિત્રસારમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
:
ઉત્તમ ગ્રહણં ખ્યાતિ પૂજાદિ નિવૃત્યર્થમ્‰
અર્થાત્ ખ્યાતિ અને પૂજાદિની ભાવનાની નિવૃત્તિ માટે ‘ઉત્તમ’ વિશેષણનાં રૂપમાં આપવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં ખ્યાતિ, પૂજા આદિના અભિપ્રાયથી ધારણ કરવામાં આવેલી ક્ષમા કે કોઈ અન્ય ધાર્મિક નિયમને ઉત્તમ માની શકાતા નથી.
Page #50
--------------------------------------------------------------------------
________________
49
જૈન ધર્મનું સ્વરૂપ
જ્ઞાનાર્ણવમાં પણ ધર્મના આ જ દસ લક્ષણોનો ઉલ્લેખ મળી આવે છે. જૈન ધર્મના આ લક્ષણોને તે જ પૂરી રીતે અપનાવી શકે છે જે જેન ધર્મમાં બતાવવામાં આવેલા સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર નામના ‘રત્નત્રય’નું દૃઢતાપૂર્વક પાલન કરે છે. આ જ કારણ છે કે રત્નકરણ શ્રાવકાચાર, કાર્તિકયાનુપ્રેક્ષા, તત્ત્વાનુશાસન આદિ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે “ગણધરાદિ આચાર્ય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રને ધર્મ કહે છે.’’1 પુરુષાર્થસિદ્ધયુપાયમાં પણ કહેવામાં આવ્યું છેઃ
રત્નત્રયમિહ હેતુર્નિર્વાણચૈવ ભવતિ 2
અર્થાત્ આ લોકમાં રત્નત્રયરૂપ ધર્મ નિર્વાણનું જ કારણ છે. નાથૂરામ ડોંગરીય જેને પણ એને ‘સાચો ધર્મ’ બતાવતાં કહ્યું છેઃ
આ સમ્યક્દર્શન, જ્ઞાન, ચરિત્રને જ સાચો ધર્મ કહે છે, જેના પ્રભાવથી મહાન પાષિષ્ઠ અને પતિત આત્માઓ પણ પાવન અને પરમાત્મા બની શકે છે.33
ગણેશપ્રસાદજી વર્ણી પણ કહે છેઃ
વાસ્તવમાં રત્નત્રય (સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર) જ મોક્ષનો એક માર્ગ છે.34
ધર્મના બધા નિયમો સહિત રત્નત્રયની સાધના આત્માના સ્વરૂપને ઓળખવા અથવા આત્માને પોતાનામાં લીન કરવા માટે જ કરવામાં આવે છે. આત્મસ્વરૂપનો અનુભવ પ્રાપ્ત થઈ જતાં રાગ-દ્વેષ, મોહ-ક્ષોભ આદિ વિકારોનો તેનામાં પ્રવેશ થઈ શક્તો નથી, આત્મા પોતાની સામ્યતા, વીતરાગતા કે સ્વરૂપલીનતાની અવસ્થામાં આવી જાય છે અને ધર્મનાં બધાં લક્ષણ પોતાની મેળે આત્માના સ્વાભાવિક ગુણો બની જાય છે. એટલા માટે અનેક જૈન ગ્રંથોમાં સમતા, વીતરાગતા તથા રાગ-દ્વેષ અને મોહ-ક્ષોભથી રહિત અવસ્થાને જ સાચો ધર્મ માનવામાં આવ્યો છે. ઉદાહરણ માટે ભાવ પાહુડ ગ્રંથમાં કહેવામાં આવ્યું છેઃ
રાગાદિ સમસ્ત દોષોથી રહિત થઈ આત્માનું આત્મામાં જ રત થઈ જવું ધર્મ છે.35
Page #51
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
આ વાતની પુષ્ટિ કરતાં ભાવપાહુડ મૂલ, પરમાત્મપ્રકાશમૂલ અને તત્ત્વાનુશાસનમાં પણ કહેવામાં આવ્યું છેઃ
50
મોહ અને ક્ષોભ રહિત અર્થાત્ રાગદ્વેષ અને યોગોથી રહિત આત્માના પરિણામને ધર્મ કહે છે.36
જૈન ધર્મ અનુસાર બધા મનુષ્ય સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્રની સાધના દ્વારા પોતાના આત્માનો અનુભવ પ્રાપ્ત કરીને પરમાત્મા બની શકે છે. એટલા માટે ધર્મને કોઈ વ્યકિત, જાતિ કે વર્ગની સંપત્તિ માનવું ભૂલ છે. એને સ્પષ્ટ કરતાં નાથુરામ ડોંગરીય જૈન ફરી કહે છેઃ
આ સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રને જ સાચો ધર્મ કહે છે, જેના પ્રભાવથી મહાન પાપિષ્ઠ અને પતિત આત્માઓ પણ પાવન અને પરમાત્મા બની શકે છે. કલ્યાણ અને આત્મોન્નતિનું ઇચ્છુક પ્રત્યેક પ્રાણી, ભલે તે કોઈ પણ વર્ગ, જાતિ અને અવસ્થામાં કેમ ન હોય, પોતાની યોગ્યતા અનુસાર ઉપરોકત રત્નત્રય અર્થાત્ સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ધર્મને ધારણ કરવા માટે પૂર્ણ સ્વતંત્ર છે. આ ધર્મ કોઈ વ્યક્તિ, જાતિ, સમાજ કે વર્ગ વિશેષની સંપત્તિ ન રહેતાં પ્રાણી માત્રની સંપત્તિ છે અને પ્રત્યેક વ્યક્તિ તેના દ્વારા પોતાનું અને બીજાઓનું કલ્યાણ કરી શકે છે.37
જૈન આચાર્યોના આ કથનો પર ધ્યાન આપવાથી એ બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે કે જૈન ધર્મનો મર્મ પોતાના આત્માના તે મૂળ સ્વરૂપને ઓળખવામાં છે જે મોહ, ક્ષોભ આદિ વિકારોથી સર્વથા મુક્ત છે. આ વાત પર ભાર મૂકતાં કાનજી સ્વામી કહે છેઃ
જૈન ધર્મ કોઈ વાડાઓમાં, સંપ્રદાયમાં, વેશમાં કે શરીરની ક્રિયાઓમાં નથી, પરંતુ આત્મસ્વરૂપની ઓળખમાં જ જૈન ધર્મ છે – જૈનત્વ છે.38 તેઓ ફરી કહે છેઃ
એટલા માટે જ્ઞાનીજન એ જ કહે છે કે સર્વપ્રથમ સમ્યક્ પુરુષાર્થ દ્વારા આત્મસ્વરૂપને જાણો, તેની જ પ્રતીતિ-રુચિ-શ્રદ્ધા અને મહિમા કરો.
Page #52
--------------------------------------------------------------------------
________________
Sl
જૈન ધર્મનું સ્વરૂપ
સમસ્ત તીર્થકરોની દિવ્ય ધ્વનિ અને બધા સન્શાસ્ત્રોના કથનનો સાર આ જ છે.99.
વાસ્તવમાં મોહ-ક્ષોભથી પર આત્માના સામ્ય ભાવને પ્રાપ્ત કરવો જ સાચો ધર્મ છે, જેમ કે ગણેશપ્રસાદજી વર્ણીએ પણ ખૂબ જ સ્પષ્ટતા સાથે કહ્યું છે:
આત્માની તે નિશ્ચલ પરિણતિનું નામ ધર્મ છે જયાં મોહ અને ક્ષોભને સ્થાન નથી.40
તેઓ ફરી કહે છેઃ
ધર્મનું લક્ષણ મોહ અને ક્ષોભનો અભાવ છે. જ્યાં મોહ અને ક્ષોભ છે ત્યાં ધર્મ નથી."
અહીં આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ કે આત્માના સ્વરૂપને જાણ્યા વિના, અથવા એમ કહો કે પોતાની સ્વરૂપલીનતાની અવસ્થાને પ્રાપ્ત કર્યા વિના, રાગ-દ્વેષ કે મોહ-ક્ષોભથી પૂરી રીતે છુટકારો મેળવવો સંભવ નથી. એટલા માટે હીરાલાલ જેને ખૂબ જ સ્પષ્ટતા સાથે કહ્યું છેઃ
જે જીવો રાગ-દ્વેષથી છુટવા ચાહે છે તેમણે સૌથી પહેલાં આત્મસ્વરૂપને જાણવું આવશ્યક છે; કારણ કે આત્મ-સ્વરૂપને જાણ્યા વિના દુઃખોથી કે રાગ-દ્વેષથી મુક્તિ મળવી સંભવ નથી.42
પોતાના આત્માની ઓળખ કરવા અને તેમાં લીન થવાના આ ધર્મનું પાલન જાતિ, વર્ગ, સંપ્રદાય આદિનો ભેદ કર્યા વિના બધા મનુષ્ય સમાન રૂપથી કરી શકે છે, જેમ કે યોગસાર યોગેન્દ્રદેવ ગ્રંથમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
ગૃહસ્થ હોય કે મુનિ હોય, જે કોઈ પણ નિજ આત્મામાં વાસ કરે છે, તે શીધ્ર જ સિદ્ધિસુખ પામે છે, એવું જિન ભગવાને કહ્યું છે.
આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું જૈન આચાર્યો અનુસાર ધર્મનું સર્વમાન્ય અને સર્વોત્તમ લક્ષણ છે. એને સર્વોત્તમ માનવાનું કારણ એ છે
Page #53
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ સાર સંદેશ કે એને પ્રાપ્ત કરવું જ ધર્મનું વાસ્તવિક લક્ષ્ય છે અને ધર્મના અન્ય બધાં લક્ષણો એમાં આપોઆપ સમાઈ જાય છે, જેમ કે પરમાત્મપ્રકાશ ટીકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
અહીં ધર્મ શબ્દ દ્વારા નિશ્ચિતપણે જીવનમાં શુદ્ધ પરિણામ ગ્રહણ કરવાં જોઈએ. તેમાં જ નવિભાગરૂપે વીતરાગસર્વજ્ઞપ્રણીત સર્વધર્મ અંતર્ભત થઈ જાય છે. તે આ રીતે છે – (1) અહિંસા લક્ષણ ધર્મ છે તે જીવના શુદ્ધભાવ વિના સંભવ નથી. (2) સાગાર અનગાર (ગૃહસ્થ-મુનિ) લક્ષણવાળો ધર્મ પણ તેવો જ છે. (3) ઉત્તમલમાદિ દસ પ્રકારનાં લક્ષણવાળો ધર્મ પણ જીવના શુદ્ધભાવની અપેક્ષા કરે છે. (4) રત્નત્રય લક્ષણવાળો ધર્મ પણ તેવો જ છે. () રાગદ્વેષ-મોહના અભાવરૂપ લક્ષણવાળો ધર્મ પણ જીવનો શુદ્ધ સ્વભાવ જ બતાવે છે અને (6) વસ્તુ સ્વભાવ લક્ષણવાળો ધર્મ પણ તેવો જ છે.
ધર્મના સ્વરૂપના સંબંધમાં વિભિન્ન દૃષ્ટિઓથી ઊંડાણ પૂર્વક વિચાર કરીને એનાં અનેક લક્ષણો સહિત ઉક્ત સર્વોત્તમ લક્ષણને બતાવતાં પણ જૈનાચાર્યો એ ભુલતા નથી કે સામાન્ય માનવીને પોતાના દિન-પ્રતિદિનના જીવનમાં ધર્મ-અધર્મની ઓળખ સરળતાથી કરી શકવા માટે તેમને ધર્મના એક અત્યંત સરળ અને વ્યાહવારિક લક્ષણની આવશ્યકતા છે. આ જ ઉદેશથી તેઓ ધર્મનું એક ખૂબ જ સરળ પરંતુ અત્યંત મહત્વપૂર્ણ અને અસરકારક લક્ષણ બતાવે છે. તેઓ કહે છે:
ધર્મનું મુખ્ય ચિહ્ન એ છે કે જે જે ક્રિયાઓ પોતાને અનિષ્ટ લાગતી હોય, તે તે અન્ય માટે મન-વચન-કાયાથી સ્વપ્નમાં પણ કરવી
જોઈએ નહીં.45 જેન-પરંપરા અનુસાર ધર્મને જ સંસારની સૌથી ઉત્તમ વસ્તુ માનવામાં આવે છે. આ સંબંધમાં જ્ઞાનાર્ણવ ગ્રંથમાં કહેવામાં આવ્યું છેઃ
ધર્મ, કષ્ટ આવતાં સમસ્ત જગતના ત્ર-સ્થાવર (ચર-અચર) જીવોની રક્ષા કરે છે અને સુખરૂપી અમૃતના પ્રવાહોથી સમસ્ત જગતને તૃપ્ત કરે છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મનું સ્વરૂપ
નરકરૂપી અંધકૂપમાં સ્વયં પડતા જીવોને ધર્મ જ પોતાના સામર્થ્યથી, જાણે કે હાથનો સહારો આપીને, બચાવે છે.
ધર્મ પરલોકમાં જીવની સાથે જાય છે, તેની રક્ષા કરે છે, નિશ્ચિત રૂપે તેનું હિત કરે છે તથા તેને સંસારરૂપી કીચડમાંથી કાઢીને નિર્મળ મોક્ષમાર્ગમાં સ્થાપિત કરે છે.
ધર્મ ગુરુ છે, મિત્ર છે, સ્વામી છે, બાંધવ છે, હિતેચ્છુ છે અને ધર્મ જ વિના કારણે અનાથોની પ્રીતિપૂર્વક રક્ષા કરનારો છે. એટલા માટે પ્રાણીને ધર્મ સિવાય બીજું કોઈ શરણ નથી.
એટલા માટે ગણેશપ્રસાદજી વર્ણીએ કહ્યું છેઃ
ધર્મથી ઉત્તમ વસ્તુ સંસારમાં નથી. ધર્મમાં જ તે શક્તિ છે કે સંસાર બંધનમાંથી છોડાવીને જીવોને સુખ-સ્થાનમાં પહોંચાડી દે.47
53
એવા ધર્મને ગ્રહણ કરવામાં આપણે ભૂલથી પણ વિલંબ કરવો જોઈએ નહીં અને એને જલદી-જલદી અપનાવીને પોતાના ઉદ્ધારના કાર્યમાં લાગી જવું જોઈએ, ત્યારે આપણે પોતાના જીવનને સફળ બનાવી શકીશું. એટલા માટે કુરલ કાવ્ય આપણને વિલંબ વિના ધર્મકાર્યમાં લાગવા માટે આ શબ્દોમાં પ્રેરિત કરે છેઃ
એ ન વિચારો કે હું ધીરે-ધીરે ધર્મ માર્ગનું અવલંબન કરીશ. પરંતુ અત્યારે વિલંબ કર્યા વિના જ શુભ કર્મ કરવાનું પ્રારંભ કરી દો, કારણ કે ધર્મ જ તે અમર મિત્ર છે, જે મૃત્યુના સમયે તારો સાથ આપનારો છે.48
આ વાતો પર ધ્યાન આપીને આપણે ધર્મના વાસ્તવિક સ્વરૂપને સારી રીતે સમજીને દૃઢ સંકલ્પ સાથે વિલંબ વિના એને પોતાના જીવનનું સર્વાધિક મહત્ત્વપૂર્ણ અંગ બનાવી લેવું જોઈએ.
જૈન ધર્મની ઉદાર દૃષ્ટિ
ધર્મના મર્મને ન સમજવાને કારણે ધર્મના નામ પર સમાજમાં અનેક બૂરાઈઓ અને કુરીતિઓ ફેલાયેલી છે અને ધર્મના સંબંધમાં લોકોનો વિચાર સંકુચિત અને પક્ષપાતપૂર્ણ બની ગયો છે. પરંતુ જૈન ધર્મમાં કેટલાંક એવાં તત્ત્વો છે જેમને
Page #55
--------------------------------------------------------------------------
________________
54
જૈન ધર્મ સાર સંદેશ સારી રીતે ગ્રહણ કરવાથી આપણે આ કુરીતિઓથી બચી શકીએ છીએ અને પોતાના વિચારને ઉદાર અને પક્ષપાતરહિત જાળવી શકીએ છીએ. | સર્વપ્રથમ, જેમ કે આપણે જોઈ ચૂક્યા છીએ, જેન ધર્મનો મૂળ ઉદેશ પોતાના આત્માના સાચા સ્વરૂપને ઓળખીને, અર્થાત્ એના સાચા સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરીને, એને પરમાત્મારૂપ બનાવવાનો છે. કારણ કે બધાનો આત્મા મૂળ રૂપે એકસમાન છે અને બધા એકસમાન જ સુખની ચાહ રાખે છે, એટલા માટે જૈન ધર્મનું સ્વાભાવિક લક્ષ્ય પોતાને અને સમસ્ત વિશ્વને સુખી અને શાંતિપૂર્ણ બનાવવાનું છે. આ સાંપ્રદાયિક સંકીર્ણતા અને જાતિ, વર્ગ અથવા સમાજની પારસ્પરિક દ્વેષ-ભાવનાથી દૂર રહીને બધાની સમાનતા બતાવતાં બધામાં પરસ્પર સભાવ, સહાનુભૂતિ, મિત્રતા અને પ્રેમને સ્થાપિત કરીને સર્વને વિશ્વ-પ્રેમ અને વિશ્વ-શાંતિ તરફ પ્રેરિત કરવા ઇચ્છે છે.
જૈન ધર્મનો સ્યાદ્વાદ સિદ્ધાંતની ઉદારતાનું બીજું મહત્વપૂર્ણ કારણ છે. સ્યાદ્વાદનો મૂળ વ્યાવહારિક ઉદેશ છે પોતાની દૃષ્ટિ, વિચાર અને કથનને સંકીર્ણ, એકાંગી, એકપક્ષીય અને પક્ષપાતપૂર્ણ ન બનાવતાં એમને વ્યાપક, ઉદાર, નિષ્પક્ષ અને સર્વગ્રાહી બનાવવાનો પ્રયત્ન કરવો. આ પ્રમાણે આ સિદ્ધાંત સ્વાભાવિક રૂપે જેને ધર્મની દૃષ્ટિને ઉદાર બનાવે છે.
જૈન ધર્મની ત્રીજી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે એ પોતાને કોઈ એક યુગ કે કોઈ એક સમયમાં અવતરેલા કોઈ એક મહાત્મા કે મહાપુરુષના ઉપદેશ પર આધારિત ન માનીને અનાદિકાળથી આવતા રહેલા પૂર્ણ રૂપથી મુક્ત મહાપુરુષોના ઉપદેશને પોતાનો આધાર માને છે. આ મુક્ત મહાપુરુષોના ઉપદેશ સ્વાભાવિક રીતે એક રૂપ હોય છે. કોઈ એક વ્યક્તિના ઉપદેશથી બંધાયેલા ન હોવાને કારણે જૈન ધર્મમાં કટ્ટરતા, હઠધર્મિતા અને રૂઢિવાદિતા આવવાની સંભાવના સ્વાભાવિક રીતે ઓછી થઈ જાય છે અને એની દૃષ્ટિ સહજરૂપે ઉદાર બની જાય છે.
અહિંસાને પરમ ધર્મ માનવો એ જૈન ધર્મની ચોથી મહત્વપૂર્ણ વિશેષતા છે. આ જૈન ધર્મની ઉદારતાનો પ્રમુખ આધાર છે. અહિંસાનો સંક્ષિપ્ત અર્થ છે કોઈ પણ પ્રાણીને કોઈ પણ રીતે મન, વચન અને કર્મથી કષ્ટ ન પહોંચાડવું.
Page #56
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મનું સ્વરૂપ
અહિંસાની આ પ્રમુખતા જૈન ધર્મને સાંપ્રદાયિક ધૃણા અને દ્વેષથી દૂર પરસ્પર સદ્ભાવ અને પ્રેમની તરફ પ્રેરિત કરે છે.
55
રાખીને
જૈન ધર્મના વિદ્વાનોએ વારંવાર જૈન ધર્મની ઉદાર દષ્ટિ તરફ આપણું ધ્યાન દોર્યુ છે. ઉદાહરણ માટે, નાથૂરામ ડોંગરીય જૈન કહે છેઃ
ન
જૈન ધર્મ કોઈ વ્યક્તિ, વર્ગ, સંપ્રદાય કે જાતિનો ધર્મ ન રહીને પ્રાણી માત્રના હિતોની રક્ષા કરવી અને તેના જીવનને શાંતિપૂર્વક વ્યતીત કરાવીને ઉન્નતિ તરફ લઈ જઈને તેને પરમાત્મપદ પ્રદાન કરવાનો દાવો કરે છે.49
જૈન ધર્મને ‘સાચો ધર્મ' કહીને તેઓ તેને સામાજિક વિષમતા અને દ્વેષનો નાશક તથા સમતા અને પ્રેમનો પ્રચારક બતાવે છે. તેઓ પોતાના વિચારને આ શબ્દોમાં વ્યકત કરે છેઃ
સાચો ધર્મ તે છે જે પ્રાણીઓને સંસારના દુઃખોથી છોડાવીને સાચું સુખ અને શાંતિ પ્રદાન કરે, અને વિષમતા, પારસ્પરિક દ્વેષ અને પાખંડનો નાશ કરી સમતા તથા પ્રેમનો પ્રચારક બને અને આત્માને કર્મ કલંકથી પવિત્ર કરીને પરમાત્મા બનાવી દેવાનું સામર્થ્ય રાખતો હોય. એનાથી વિપરીત કોઈ પણ ધર્મ વાસ્તવિક ધર્મ કહેવડાવી શક્તો નથી.
કેટલાક લોકો ધર્મના ઠેકેદાર બનીને ધર્માત્મા હોવાનો અહંકાર કરે છે અને કોઈ વિશિષ્ટ ધર્મમાં મમત્વની ભાવના રાખીને, અર્થાત્ તેને નિજી ધર્મ સમજીને પક્ષપાત પૂર્ણ દૃષ્ટિથી તેનો પ્રચાર કરતા ફરે છે. તેઓ ભૂલી જાય છે કે બધા મનુષ્યો સમાન રૂપે ધર્મના અધિકારી છે અને ધર્મ કોઈની પૈતૃક સંપત્તિ નથી. આ વાત તરફ સંકેત કરતાં ગણેશપ્રસાદજી વર્ણી ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છેઃ
વાસ્તવમાં ધર્મની પ્રભાવના કરવી (મહિમાને ઉજાગર કરવો, તેને પ્રોત્સાહન આપવું) ઇચ્છતા હોય તો જાતીય પક્ષપાત છોડીને પ્રાણીમાત્રનો ઉપકાર કરો, કારણ કે ધર્મ કોઈ જાતિનો પૈતૃક વૈભવ (ધન, સંપત્તિ કે એશ્વર્ય) નથી બલકે પ્રાણી માત્રનો સ્વભાવ ધર્મ છે. અતઃ જેમના માટે ધર્મની પ્રભાવના કરવી ઇષ્ટ છે તો તેમના
Page #57
--------------------------------------------------------------------------
________________
56
જૈન ધર્મ સાર સંદેશ માટે ઉચિત છે કે પ્રાણી માત્ર ઉપર દયા કરે, અહબુદ્ધિ, મમબુદ્ધિને તિલાંજલિ આપે, ત્યારે જ ધર્મની પ્રભાવના થઈ શકે છે.
આ રીતે જૈન ધર્મ અનુસાર પોતાના સુખ અને શાંતિની ઈચ્છા રાખનારા વ્યક્તિએ પોતાની જેમ જ અન્ય જીવોની સુખ-શાંતિનો ખ્યાલ રાખવો આવશ્યક છે. એટલા માટે નાથૂરામ ડોંગરીય જૈન આપણને પોતાની સંકીર્ણ સ્વાર્થપૂર્ણ ભાવનાને ત્યાગવાનો અને ઉદારતાપૂર્વક વિશ્વહિતની કામના કરતાં કરતાં વિશ્વ-પ્રેમની ભાવનાને અપનાવવાનો ઉપદેશ આપે છે. તેઓ કહે છેઃ
જો તમે ખરેખર જ સુખી થવા ઈચ્છો છો અને બીજાઓને સુખી કરીને સંસારમાં શાંતિ સ્થાપિત કરવા ઈચ્છો છો તો સર્વ પ્રથમ વિશ્વપ્રેમના પવિત્ર સૂત્રમાં બંધાઈ જાઓ અને પોતાનાથી ભિન્ન કોઈપણ સંપ્રદાય, જાતિ, વર્ગ કે દેશના મનુષ્યો સાથે ધૃણા અને દ્વેષ ન કરો તથા તેમની સાથે સમાનતા અને પ્રેમનો મિત્રતાપૂર્ણ વ્યવહાર કરો, એટલું જ નહીં; પશુ પક્ષીઓ તથા કીડા મંકોડાઓને પણ પોતાની જેમ જ જીવિત સમજીને નિર્દયતાથી કદી ન સતાવો, અને તેમના પ્રાણોની રક્ષાનું યથાશક્તિ ધ્યાન રાખો. જયાં સુધી એક મનુષ્ય કે પ્રાણી બીજા મનુષ્યો અને પ્રાણીઓને હૃદયથી પ્યાર કરતો નથી અને તેમના દુઃખને પોતાના દુઃખ સમાન અનુભવ કરતો નથી, બલકે તેમને સતાવતો રહે છે અને તેમના સુખની કંઈપણ પરવા કરતો નથી ત્યાં સુધી સંસારમાં શાંતિનું હોવું કઠિન જ નહીં, અસંભવ છે.2
વાસ્તવમાં ધર્મનું મૂળ પ્રયોજન જોડવું છે, તોડવું નહીં. બીજા શબ્દોમાં, એનું પ્રયોજન એકતા લાવવાનું છે, અલગતા પેદા કરવાનું નહીં. આ પ્રમાણે એનો મૂળ ઉદ્દેશ્ય આત્માને પરમાત્મા સાથે એક કરવાનો છે અને સમાજમાં પણ વ્યકિતઓ વચ્ચે એકતા જાળવી રાખવાનો છે. પરંતુ અજ્ઞાનવશ આત્મા અનંતકાળથી રાગ, દ્વેષ અને મોહના પ્રભાવમાં આવીને તથા ક્રોધ, માન, માયા, લોભ આદિ વિકારોથી દુષિત અને પથ-ભ્રષ્ટ થઈને પોતાના મૂળ ઉદેશથી વિમુખ થઈ ગયો છે. એ પરમાત્મા સાથે એક થવા પર ધ્યાન આપતો નથી અને સમાજની
Page #58
--------------------------------------------------------------------------
________________
57
જૈન ધર્મનું સ્વરૂપ
એકતાને પણ ભંગ કરીને એને વિભિન્ન વર્ગો, જાતિઓ અને સંપ્રદાયોમાં વહેંચી દે છે તથા એક બીજા સાથે લડવા-ઝઘડવામાં ઊલઝાઈ જાય છે.
જો આત્માને પોતાના યથાર્થ સ્વરૂપનો અનુભવ થઈ જાય અને તેને એ પણ સમજમાં આવી જાય કે બધાનો આત્મા એક જેવો જ છે તો પછી આપસમાં વેર-વિરોધ અને લડાઈ-ઝઘડા કરવાનું કોઈ કારણ કે આધાર જ રહેશે નહીં. જે પ્રમાણે બધાનો આત્મા એક સમાન છે તે જ પ્રમાણે સંસારના બધા ધર્મો પણ પોત-પોતાની રીતે એક જ સત્યની તરફ સંકેત કરે છે. પરંતુ આપણે એટલી ખરાબ રીતે ભ્રમનો શિકાર થઈ ગયા છીએ કે આપણને ન પોતાની ઓળખ છે અને ન કોઈ બીજાની. આપણે ન પોતાના ધર્મના મર્મને સમજીએ છીએ અને ન કોઈ બીજાના ધર્મ પર ઊંડાણપૂર્વક વિચાર કરવાની કોશિશ કરીએ છીએ. એટલા માટે અધિકાંશ લોકો માટે ધર્મ એક સંપ્રદાય બનીને રહી ગયો છે અને ઘણા બધાં લોકો જાતીય વિરોધ અને સાંપ્રદાયિક ઝઘડાઓમાં પડીને ધર્મના નામને બદનામ કરી રહ્યા છે. આ સ્થિતિ તરફ ધ્યાન અપાવતાં નાથૂરામ ડોંગરીય જેન કહે છેઃ
પ્રાયઃ એ જોવા મળે છે કે એક સંપ્રદાય બીજા સંપ્રદાય સાથે, એક જાતિ બીજી જાતિ સાથે, એક પાર્ટી બીજી પાર્ટી સાથે, અને ત્યાં સુધી કે એક ભાઈ બીજા ભાઈ સાથે એટલા માટે લડે છે કે તેનાથી ભિન્ન સંપ્રદાય, જાતિ, પાર્ટી કે ભાઈના વિચારો તેના વિચારોથી ભિન્ન છે, તેને અનુકૂળ નથી.
મતભેદ અને દૃષ્ટિકોણની ભિન્નતા માત્રથી ધર્મના નામ પર પ્રાચીન સમયમાં પણ લોકોએ સાંપ્રદાયિકતાના નશામાં ચૂર થઈને પોતાનાથી ભિન્ન સંપ્રદાય અને વિચારના નિરપરાધ લોકો પર જે અસંખ્ય અને નિર્મમ અત્યાચાર કર્યા છે, અને તેમને જીવતા સળગાવીને, કોલુમાં પીલીને, તલવારથી કતલ કરી, દિવાલોમાં ચણાવીને અને ચામડી ખેંચી તેમાં ભૂસું ભરાવીને પોતાના રાક્ષસી કૃત્યો દ્વારા ધર્મના પવિત્ર નામને કલંકિત કરી, ઇતિહાસના પૃષ્ઠોને રક્તરંજિત કર્યા છે તે કોઈ પણ જાણકારી વાચકથી છુપાયેલી નથી.
53
Page #59
--------------------------------------------------------------------------
________________
58
જૈન ધર્મ સાર સંદેશ એનાથી એ સ્પષ્ટ છે કે એક જ સિદ્ધાંતનો સ્વીકાર કર્યા પછી પણ આપણે પોતાના અંધવિશ્વાસ અને ભ્રમને વશ થઈ તેને ભિન્ન-ભિન્ન રૂપમાં સમજીને એક-બીજા સાથે વેર-વિરોધ કરવા લાગીએ છીએ. જો આપણા ધર્મના સિદ્ધાંતો સાચા પણ હોય તો પણ જ્યાં સુધી આપણે તેમને સાચા રૂપમાં સમજતા નથી અને તેમના પર સાચા રૂપમાં અમલ કરતા નથી, ત્યાં સુધી આપણા વેર-વિરોધની સંભાવના બનેલી જ રહેશે. આપણા વેર-વિરોધનું કારણ આપણા મતો અને વિચારોની ભિન્નતા છે અને આ ભિન્નતા ઘણી ખરી આપણા જ્ઞાન, વાતાવરણ, પરંપરા, પરિસ્થિતિઓ આદિ પર નિર્ભર છે. એટલા માટે સર્વ-સાધારણ લોકોની વચ્ચેના મતભેદ પૂરી રીતે દૂર કરી શકવા અત્યંત જ કઠિન છે. આ સંબંધમાં નાથુરામ ડોંગરીય જેને પોતાનો વિચાર આ પ્રમાણે વ્યકત કરે છેઃ
જૈન ધર્મ કહે છે કે અનાદિ કાળથી જ સંસારમાં પ્રત્યેક પ્રાણીના વિચાર એક બીજાથી ભિન્ન રહ્યા છે, અને રહેશે; કારણ કે દરેકના વિચારો તેની પોતાની પરિસ્થિતિ, સમજ અને માનસિક ઈચ્છાઓ તથા આવશ્યક્તાઓ ભિન્ન હોવાથી, એક જેવા થઈ જવા અસંભવ છે. બધાનું જ્ઞાન અને તેનાં સાધનો પણ પરિમિત (સીમિત) અને ભિન્ન છે. આ વાત બીજી છે કે કોઈ વિષય કે વાતના સંબંધમાં એકથી અધિક મનુષ્ય સહમત થઈ ગયા હોય કે થઈ જાય, પરંતુ એ અસંભવ છે કે સંપૂર્ણ મનુષ્યોના વિચાર કોઈ પણ સમયે એક સમાન થઈ જાય.
એવી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? જૈન ધર્મની શિક્ષા એ છે કે સૌ પ્રથમ આપણે સ્વયં નિષ્પક્ષ અને ઉદાર દૃષ્ટિ અપનાવીને સત્યની શોધ કરવી જોઈએ અને એની પ્રાપ્તિ માટે અથાક પ્રયત્ન કરવો જોઈએ. પોતાના સમાજમાં જે ધાર્મિક વિશ્વાસ અને વિધિ-વિધાન પરંપરાઓથી ચાલ્યા આવી રહેલા છે તેમને આંખો મીંચીને સ્વીકાર કરી લેવા જોઈએ નહીં, બલકે તેમને સારી રીતે સત્યની કસોટી પર કસીને તેમના ઉચિત કે અનુચિત હોવાની પિછાણ કરીને તેમને સ્વીકાર કે અસ્વીકાર કરવા જોઈએ. આ જ વાતની તરફ સંકેત કરતાં નાથૂરામ ડોંગરીય જૈન કહે છેઃ
Page #60
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મનું સ્વરૂપ
પોતાના વિચારોને ઉદાર, સહિષ્ણુ અને પક્ષપાતહીન બનાવવાની સાથે જ પ્રત્યેક વ્યકિતના હિતની દૃષ્ટિએ એ તેનું પ્રથમ કર્તવ્ય છે કે પોતાની નીતિ સત્યને ગ્રહણ કરી અસત્યને ત્યાગવાની બનાવે. જે સત્ય છે તે જ આપણું છે, નહીં કે જે પોતાનું માનેલું છે તે જ સત્ય છે.ઝ
હુકમચંદ ભારિલ્કે પણ પંડિત ટોડરમલ કૃત મોક્ષમાર્ગ પ્રકાશકની પ્રસ્તાવનામાં સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પરંપરાને જાતે પરીક્ષા કર્યા વિના ધર્મ માની લેવી ઉચિત નથી. તેઓ કહે છેઃ
કુળ અને પરંપરાથી જે તત્ત્વજ્ઞાનને સ્વીકારી લઈએ છીએ તે પણ સમ્યક્ (ઉચિત) નથી. તેમના (પંડિત ટોડરમલ) અનુસાર ધર્મ પરંપરા નહીં, સ્વપરીક્ષિત સાધના છે.
59
અંધવિશ્વાસ અને અંધપરંપરાના સહારે આપણે સત્યની પ્રાપ્તિ કરી શકતા નથી. સત્યની પ્રાપ્તિ માટે આપણે પૂરી સાવધાની અને સૂઝ-બૂજ સાથે કોઈ સાચા માર્ગદર્શક કે ગુરુની શોધ કરવી પડશે જે આપણને સાચો માર્ગ બતાવીને તથા સત્યનો અનુભવ કરાવીને મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે. સાચા ગુરુની પિછાણ કરવામાં સાવધાનીની આવશ્યકતા પર ભાર આપતાં હુકમચંદ ભારિલ્લ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છેઃ
ગુરુના સ્વરૂપને સમજવા માટે અત્યંત સાવધાનીની આવશ્યકતા છે, કારણ કે ગુરુ તો મુક્તિના સાક્ષાત્ માર્ગદર્શક હોય છે. જો તેમના સ્વરૂપને સારી રીતે ન સમજી શક્યાં તો ખોટા ગુરુના સંયોગથી ભટકી જવાની સંભાવના અધિક બની રહે છે.
નાથૂરામ ડોંગરીય જૈન પણ અંધવિશ્વાસને ત્યાગીને પહેલા પૂરી સાવધાની સાથે ગુરુની પરખ કરી લેવાની સલાહ આપે છે. તેઓ કહે છેઃ
જ્યારે આપણે પૈસાની હાંડીને પણ ઠોકી વગાડીને મૂલવીએ છીએ તો જે ધર્મ કે દેવ, ગુરુ આદિ દ્વારા આપણે સંસાર-સાગરથી પાર થઈ સાચું સુખ પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ, તેનો આંધળા થઈ સહારો લેવો, ભલે તેનાથી
Page #61
--------------------------------------------------------------------------
________________
60
જૈન ધર્મ સાર સંદેશ હાનિને બદલે લાભ જ કેમ ન થાય, બુદ્ધિમત્તા હોઈ શકે નહીં. એટલા માટે પ્રત્યેક સમજદાર વ્યક્તિનું એ કર્તવ્ય છે કે તે સત્યની કસોટી પર ધર્મ સંબંધિત પ્રત્યેક વસ્તુને કસે, અને એ પછી જ તેના પર વિશ્વાસ કરે 58
ધર્મના નામ પર લોકોને ઠગનારા જુઠા કે નકલી ગુરુઓને સંસારી ઠગોથી અધિક ભયાનક અને વિનાશકારી સમજવા જોઈએ, કારણ કે તેઓ પોતાના શિષ્યોને મોક્ષ-માર્ગથી વિમુખ કરીને તેમના દુર્લભ મનુષ્ય-જીવનને જ બરબાદ કરી દે છે. એટલા માટે ગણેશપ્રસાદજી વર્ણ સ્પષ્ટ શબ્દોમાં કહે છેઃ
ધર્મના નામ પર જગત ઠગાઈ જાય છે. પ્રત્યક્ષ ઠગ કરતાં ધર્મઠગ અધિક ભયંકર હોય છે.
જ્યાં સુધી આપણને સ્વયં સત્યની ઠીક-ઠીક જાણકારી હોતી નથી ત્યાં સુધી બીજાઓને સમજાવવાની આપણી કોશિશ પ્રભાવરહિત અને નિષ્ફળ જ સિદ્ધ થાય છે. જે સ્વયં પૂરી રીતે જાણકાર નથી, તેને બીજાઓને સમજાવવાનો કોઈ અધિકાર નથી. તેના માટે આવી ચેષ્ટા કરવી ન તો ઉચિત છે અને ન તેની ચેષ્ટા કોઈને લાભ પહોંચાડી શકે છે. એટલા માટે સ્વયં સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી જ આપણે સાચા જીજ્ઞાસુ કે સત્યના શોધકને સ્થિતિ અનુસાર સમજાવવાની કોશિશ કરવી જોઈએ. પરંતુ આપણે ક્યારેય કોઈની ઉપર આપણા વિચારો થોપવાની કોશિશ કરવી જોઈએ નહીં. આ સંબંધમાં નાથુરામ ડોંગરીય જેને ખૂબ જ સ્પષ્ટતાની સાથે કહે છેઃ
જબરદસ્તી પોતાના વિચારો બીજા પર લાદવાનો દુષ્કયત્ન ક્યારેય ન કરો, કે જે દી સફળ થઈ શક્તો નથી. બની શકે કે કોઈ જાણી જોઈને અથવા જાણ્યા વિના ભૂલ કરી રહ્યો હોય કે તેણે વસ્તુના સ્વરૂપ અને અન્ય વાતોને ખોટી સમજી રાખી હોય, તો પણ તેનાથી દ્વેષ ન કરીને જો તમારાથી બની શકે અને તમે તેને સમજાવવાને પાત્ર સમજો તો તેને વાસ્તવિકતા સમજાવી દો, નહીંતર તટસ્થ રહો અને તેની મૂર્ખતા પર કે જ્ઞાનની હીનતા પર ધૂંધવાશો નહીં, બલકે દયા કરો. અસહિષ્ણુ બનીને લડવા-ઝઘડવાની મૂર્ખતા કદાપિ ન કરો.60
Page #62
--------------------------------------------------------------------------
________________
61
જૈન ધર્મનું સ્વરૂપ
ઉક્ત કથનોથી એ સ્પષ્ટ છે કે જૈન ધર્મ સુખ-શાંતિ ઇચ્છનારા જીવોને અનેક પ્રકારે ઉદાર હૃષ્ટિ અપનાવવાનો અને બધા સાથે સહાનુભૂતિ અને સદ્ભાવ રાખતાં રાખતાં સમતા, મિત્રતા, પ્રેમ આદિ સદ્ગુણોને ગ્રહણ કરવાનો સંદેશ આપે છે. નાથુરામ ડોંગરીય જૈને જૈન ધર્મના આ દૃષ્ટિકોણને ખૂબ જ સ્પષ્ટતાની સાથે વ્યક્ત કર્યો છે. તેઓ કહે છેઃ
જૈન ધર્મ એ બતાવે છે કે ભાઈઓ! જો તમે ખરેખર જ શાંતિના ઇચ્છુક છો તો દુનિયાના પ્રત્યેક પ્રાણીને પોતાનો મિત્ર સમજીને તેની સાથે ઉદારતાનો વ્યવહાર કરો અને મતભેદ હોવા માત્રથી કોઈને પોતાનો દુશ્મન સમજીને તેની સાથે દ્વેષ કે ઝગડો ન કરો; કારણ કે વિભિન્ન પ્રાણીઓના વિવિધ સ્વભાવ અને વિચિત્ર દૃષ્ટિકોણો હોવાને કારણે મતભેદ થવો સ્વાભાવિક છે.
આ પ્રમાણે જૈન ધર્મ સાંપ્રદાયિકતા (સકુંચિત વિચારો)નો નાશ કરીને દુનિયાના પ્રત્યેક પ્રાણીને મતભેદ હોવા છતાં પણ પરસ્પર મિત્રતાથી રહેવા, સત્યને ઉદારતાથી ગ્રહણ કરવા તથા ફૂટ, કલહ, વિસંવાદ અને વિરોધને દૂર કરી – સમતા, સ્વતંત્રતા, નિર્ભયતા અને વાત્સલ્યનું પૂર્ણ સમર્થન કરવાની સાથે ભારપૂર્વક ઘોષણા કરે છે કે મતભેદ માત્રથી કોઈની સાથે ધૃણા અને દ્વેષ કરવો કદાપિ ઉચિત અને ધર્મ હોઈ શકે નહીં. ધર્મનો ઉદેશ અને સ્વરૂપ તો વિષમતા તથા દ્વેષનો અંત કરીને સંસારમાં સમતા અને પ્રેમને સ્થાપિત કરવાનો છે.
આ પ્રમાણે આપણે નિશ્ચિતરૂપે કહી શકીએ કે જૈન ધર્મનો દૃષ્ટિકોણ અત્યંત જ ઉદાર છે અને એને સાચા રૂપે અપનાવવાથી કોઈ પણ વ્યકિત એમાંથી નિષ્પક્ષતા અને ઉદારતાની પ્રેરણા લઈ શકે છે.
જૈન ધર્મ શું નથી?
જૈન ધર્મનું લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ છે અને ધર્મ જ એનું સાધન છે. એનાથી સ્પષ્ટ છે કે ધર્મથી ચઢિયાતી આ સંસારમાં અન્ય કોઈ ચીજ નથી. એટલા માટે ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજીને એનું દૃઢતાથી પાલન કરવું આપણું સૌથી પ્રમુખ કર્તવ્ય છે. પરંતુ જે ચીજ જેટલી જ સારી હોય છે તેની તેટલી જ અધિક નકલ
Page #63
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ સાર સંદેશ આ સંસારમાં થવા લાગે છે. એટલા માટે ધર્મના નામ પર પણ સંસારમાં ઘણી બધી એવી ચીજો ચાલવા લાગી છે, જે વાસ્તવમાં ધર્મ નથી, છતાં પણ તે ન માત્ર સીધા-સાદા સાધારણ લોકોને બલકે મોટા-મોટા સમજદાર અને બુદ્ધિમાન વ્યકિતઓને પણ ભ્રમમાં નાંખી ગુમરાહ કરી દે છે. એટલા માટે જનહિતની દૃષ્ટિએ જૈનધર્મ આપણને એ બતાવવાની કોશિશ કરે છે કે જૈન ધર્મ શું નથી, અર્થાત્ જૈન વિચારધારા અનુસાર કોને ધર્મ કહેવાતો નથી.
આપણે જોઈ ચૂક્યા છીએ કે ધર્મનો સંબંધ કોઈ બાહ્ય વસ્તુ સાથે નથી, બલકે પોતાના આત્મા સાથે છે. એટલા માટે આંતરિક સાધના દ્વારા આત્મશુદ્ધિ કરી આત્માના વાસ્તવિક સ્વરૂપની ઓળખ ન કરવી અને ભ્રમવશ બહિર્મુખી ક્રિયાઓમાં લાગેલા રહેવું ધર્મ નથી. જ્યાં સુધી મનમાંથી રાગ-દ્વેષ, મોહ તથા ક્રોધ, માન, માયા, લોભ આદિને બહાર કાઢીને એને શુદ્ધ કરવામાં આવતો નથી ત્યાં સુધી આત્માની શુદ્ધિ અને મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલા માટે બહિર્મુખી ક્રિયાઓને સાચા અર્થમાં ધર્મ કહી શકાય નહીં. શુભચંદ્રાચાર્યે પોતાના જ્ઞાનાર્ણવ ગ્રંથ માં ખૂબ જ સ્પષ્ટતા સાથે કહ્યું છેઃ
નિઃસંદેહ મનની શુદ્ધિથી જ જીવોની શુદ્ધિ થાય છે, મનની શુદ્ધિ વિના માત્ર કાયાને ક્ષીણ કરવી વ્યર્થ છે.62 તેઓ ફરી કહે છેઃ જે વ્યક્તિ ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત કર્યા વિના સારી રીતે મુક્ત થવા ઇચ્છે છે તે કેવળ મૃગતૃષ્ણાની નદીમાં જળ પીએ છે. અર્થાત્ મૃગતૃષ્ણામાં વળી જળ ક્યાંથી આવી શકે છે? તે જ પ્રમાણે ચિત્તની શુદ્ધતા વિના મુક્તિ કેવી રીતે થઈ શકે છે?s જ્ઞાનાર્ણવ ગ્રંથમાં કહેવામાં આવ્યું છેઃ જે વ્યક્તિ ભાવનારહિત (શુદ્ધ ભાવથી રહિત) છે, તેનો બાહ્ય અપરિગ્રહ (બાહ્ય વસ્તુઓનો ત્યાગ), ગિરિ, કંદરાઓ આદિમાં નિવાસ તથા ધ્યાન, અધ્યયન આદિ બધું નિરર્થક છે.64
Page #64
--------------------------------------------------------------------------
________________
63
જૈન ધર્મનું સ્વરૂપ
ગણેશપ્રસાદ વર્ણીએ પણ આંતરિક શુદ્ધિ કે આત્મનિર્મળતા પર ભાર આપતાં ખૂબ જ સ્પષ્ટતા સાથે બહિર્મુખી ક્રિયાઓની વ્યર્થતા દર્શાવી છે. તેઓ કહે છેઃ
અંતરંગની વિશુદ્ધિ દ્વારા જ કર્મોનો નાશ સંભવ છે, અન્યથા નહીં.
આત્મનિર્મળતાના અભાવે આ આત્મા આજ સુધી વિવિધ સંકટોને પાત્ર બનેલો રહ્યો છે અને બનશે, અતઃ આવશ્યકતા એ વાતની છે કે આત્મીય ભાવ નિર્મળ બનાવવામાં આવે. આત્મ નિર્મળતા માટે અન્ય બાહ્ય કારણોને એકઠાં કરવાનો જે પ્રયાસ છે તે આકાશતાડન (આકાશ પીટવા) સમાન છે.
આત્મનિર્મળતાનો સંબંધ ભીતરથી છે, કારણ કે સ્વયં આત્મા જ તેનો મૂળ હેતુ છે. જો એવું ન હોય તો કોઈ પણ આત્માનો ઉદ્ધાર થઈ શક્તો નથી.
જે કંઈ કરવું છે આત્મનિર્મળતાથી કરો.
જ્યાં સુધી તે (આત્મામાં લાગેલી) કલુષતા (કાલિમા) જશે નહીં ત્યાં સુધી સંસારમાં ક્યાંય પણ ભ્રમણ કરી આવો, શાંતિનો અંશમાત્ર લાભ થશે નહીં, કારણ કે શાંતિને રોકનારી કલુષતા તો અંદર જ બેઠી છે; ક્ષેત્ર છોડવાથી શું થશે! એક રોગી મનુષ્યને સાધારણ ઘરમાંથી કાઢીને એક દિવ્ય મહેલમાં લઈ જવામાં આવે તો શું તે નિરોગી થઈ જશે? અથવા કાચના નંગમાં સોનાની પચ્ચીકારી કરાવી દેવામાં આવે તો શું તે હીરો થઈ જશે?
જે જીવોએ આત્મશુદ્ધિ કરી નથી તેમના વ્રત, ઉપવાસ, જપ, તપ, સંયમ આદિ બધા નિષ્ફળ છે; કારણ કે બાહ્ય ક્રિયાઓ પુદ્ગલકૃત (બાહ્ય પરમાણુઓ દ્વારા બનાવવામાં આવેલા) વિકાર છે.બ્લ્ડ એટલા માટે તેઓ દઢતા સાથે કહે છેઃ
મોક્ષમાર્ગ મંદિરમાં નથી, મસ્જીદમાં નથી, ગિરજાઘરમાં નથી, પર્વત-પહાડ અને તીર્થરાજમાં નથી; એનો ઉદય તો આત્મામાં છે.
નાથૂરામ ડોંગરીય જૈન પણ આ સંબંધમાં પોતાનો વિચાર ખૂબ જ સ્પષ્ટ અને જોરદાર શબ્દોમાં પ્રસ્તુત કરતાં કહે છેઃ
Page #65
--------------------------------------------------------------------------
________________
64
જૈન ધર્મઃ સાર સંદેશ
ધર્મ, મંદિરો કે મૂર્તિઓમાં, તીર્થક્ષેત્રો કે ધર્મશાસ્ત્રોમાં ચોંટી રહેનારી વસ્તુ નથી, જેને આપણે ત્યાં પહોંચીને પકડી શકતા કે પ્રાપ્ત કરી શકતા હોઈએ; બલકે ધર્મ તો પોતાના આત્માના જ ઉત્તમ અને સ્વાભાવિક ગુણોનું નામ છે. એ યાદ રાખવું જોઈએ કે મંદિરો, મૂર્તિઓ, તીર્થસ્થાનો અથવા પૂજા, પ્રાર્થના આદિના નામ પર ઉન્મત્ત થઈને બીજાઓ પર તૂટી પડવું અને લોહી વહેવડાવવું ક્યારેય ધર્મ હોઈ શકે નહીં. જે લોકો એવું કરે છે તેઓ દુનિયાને જ નહીં, બલકે પોતાની–જાતને પણ દગો આપે છે અને ધર્મના નામ પર પાપ કરીને ધર્મને કલંકિત કરે છે.67
...
જ્યાં ધર્મના નામ પર વેર-વિરોધ કરીને એક બીજાનું લોહી વહેવડાવવામાં આવે છે કે જ્યાં બલિ ચઢાવવા માટે પ્રાણીઓની હત્યા કરવામાં આવે છે, તેને ધર્મ નહીં, બલકે ઘોર અનર્થ અને અંધવિશ્વાસ કહેવો જોઈએ. ગણેશપ્રસાદ વર્ણીનું કથન છેઃ
:
જ્યાં પ્રાણીઘાતને ધર્મ બતાવવામાં આવે તેમનામાં દયાનો અભાવ છે, જ્યાં દયાનો અભાવ છે ત્યાં ધર્મનો અંશ નથી.68
ધર્મગ્રંથોનું અઘ્યયન અને તેમનો પાઠ પણ આત્મનિર્મળતા કે આત્મસ્વરૂપની ઓળખ વિના વ્યર્થ જ છે, જેવું કે ગણેશપ્રસાદ વર્ણીએ સ્પષ્ટ કહ્યું છેઃ
માત્ર શાસ્ત્રનું અઘ્યયન સંસાર-બંધનથી મુક્ત કરવાનો માર્ગ નથી. પોપટ રામ–રામ રટે છે, પરંતુ તેના મર્મથી અજાણ (અનભિજ્ઞ) જ રહે છે. એવી જ રીતે અનેક શાસ્ત્રોનો બોધ થવા છતાં જેણે પોતાના હૃદયને નિર્મળ બનાવ્યું નથી તેનાથી જગતનું કોઈ કલ્યાણ થઈ શક્યું નથી. કાનજી સ્વામીએ પણ એવો જ વિચાર વ્યક્ત કર્યો છે. તેઓ કહે છેઃ
જો આત્મસ્વભાવની ઓળખ ન કરે તો તેવા જીવનો હજારો શાસ્ત્રોનો અભ્યાસ પણ વ્યર્થ છે - આત્મકલ્યાણનું કારણ નથી. જીવ જો માત્ર શાસ્ત્રજ્ઞાન કરવામાં જ લાગેલો રહે, પરંતુ શાસ્ત્રની તરફના
Page #66
--------------------------------------------------------------------------
________________
65
જૈન ધર્મનું સ્વરૂપ
વિકલ્પોથી પર – એવો જે ચૈતન્ય આત્મસ્વભાવ છે, તે તરફ ઉન્મુખ ન થાય તો તેનો ધર્મ થતો નથી, સમ્યજ્ઞાન થતું નથી.70
ધર્મના નામ પર કેટલાય લોકો પરંપરાગત રૂઢિઓથી બંધાઈ જાય છે અને પોતાના સમાજ, કુળ કે જાતિની રીતિઓને કદી પારખવાની કોશિશ કરતા નથી. વગર વિચાર્યું કે આ રીતિઓ ધર્મને અનુકૂળ છે કે પ્રતિકુળ - તેઓ તેમને પકડી રાખે છે. પછી કેટલાક લોકોના મનમાં એવી ધારણા છે કે કેવળ તેઓ જ પોતાના ઊંચા કુળ કે જાતિને કારણે ધર્મના અધિકારી છે. જૈન ધર્મ આવા રૂઢિવાદી વિચારોનો સ્વીકાર થતો નથી. પંડિત ટોડરમલે સ્પષ્ટ કહ્યું છેઃ
ત્યાં કેટલાયે જીવ કુળ પ્રવૃતિથી અથવા દેખા-દેખી લોભાદિના અભિપ્રાયથી ધર્મ સાધે છે, તેમને તો ધર્મદષ્ટિ નથી.71
જૈન ધર્મ અનુસાર કોઈ પણ કુળમાં જન્મ લેવાથી કોઈ મોટો કે નાનો હોતો નથી. મનુષ્ય પોતાના સમ્યક્ટર્શન, જ્ઞાન અને આચરણથી મોટો હોય છે. એની તરફ ઇશારો કરતાં પંડિત હીરાલાલ જૈન કહે છેઃ
નીચ કુળમાં જન્મેલો ચંડાળ પણ જો સમ્યદર્શનથી યુક્ત છે, તો શ્રેષ્ઠ છે – તેથી પૂજ્ય છે. પરંતુ ઊંચા કુળમાં જન્મ લઈને પણ જેઓ મિથ્યાત્વ-યુક્ત છે, તેઓ શ્રેષ્ઠ અને આદરણીય નથી.22 નાથૂરામ ડોંગરીય જૈન પણ કહે છેઃ ધર્મના નામ પર ક્યારેક-ક્યારેક કેટલીય લોકરૂઢિઓ પણ પ્રચલિત થઈ જાય છે.... જો કોઈ રૂઢિના સેવનથી આપણી ધાર્મિક શ્રદ્ધામાં દોષ લાગતો હોય કે આપણા આચરણમાં શિથિલતા પેદા થવાની સંભાવના હોય, અથવા જેમાં ધર્મનો લેશ પણ નથી અને તેના સેવનથી પાપ વધતું હોય, કે આપણું જીવન કષ્ટમય થતું હોય તો તેને તરત જ ત્યાગી દેવું જોઈએ.
કોઈ વિશેષ પ્રકારની વેશભૂષા ધારણ કરવાથી પણ કોઈ ધર્માત્મા કે મોક્ષમાર્ગી બની જતા નથી. ગણેશપ્રસાદ વર્ણીએ સ્પષ્ટ ઘોષણા કરી છેઃ
Page #67
--------------------------------------------------------------------------
________________
66
જૈન ધર્મઃ સાર સંદેશ
વેશમાં મોક્ષ નથી, મોક્ષ તો આત્માનું સ્વતંત્ર પરિણમન છે.4
ભગવતી આરાધના મૂલ ગ્રંથમાં પણ બગલાનું દૃષ્ટાંત આપીને કહેવામાં આવ્યું છેઃ
જો કોઈ મુનિનું આચરણ ઉપરથી સારું અથવા નિર્દોષ દેખાય છે પરંતુ તેની અંદરના વિચાર કષાય (ક્રોધ, માન, માયા, લોભ આદિ)થી મિલન, અર્થાત્ ગંદા છે, તો તેનું આ બાહ્યાચરણ, ઉપવાસ, અવમૌદર્યાદિક તપ (પોતાના સ્વાભાવિક આહારથી ઓછો આહાર લેવાનું તપ) તેની કોઈ ઉન્નતિ કરતા નથી, કારણ કે ઇંદ્રિય કષાયરૂપ, અંતરંગ મલિન પરિણામોથી તેનું અત્યંતર તપ નષ્ટ થયેલું હોય છે, જેમ બગલો ઉપરથી સ્વચ્છ અને ધ્યાન ધારણ કરતો દેખાય છે, પરંતુ અંતરંગમાં માછલી મારવાના ગંદા વિચારોથી જ યુક્ત હોય છે.75
સુધર્મોપદેશામૃતસાર માં પણ એવો જ વિચાર વ્યક્ત કરતાં આચાર્ય કુંથુસાગરજી કહે છેઃ
જેઓ ફક્ત વેશ ધારણ કરીને સંસારને ઠગતા ફરે છે એવા સાધુઓમાં વૈરાગની સત્તા ક્યારેય હોઈ શક્તી નથી.7
આંતરિક નિર્મળતા વિના કેવળ બાહ્ય વેશ ધારણ કરી લેવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
જૈન ધર્મ અનુસાર વેશધારી પાખંડીઓને આદર-સત્કાર આપવો મૂર્ખતા છે, જેમ કે જૈનધર્મામૃતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જે પરિગ્રહ (ધન-સંચય કરવાની પ્રવૃત્તિ) આરંભ અને હિંસાથી યુક્ત છે, જેઓ સંસારરૂપી સમુદ્રના વમળમાં પડીને ડુબકીઓ લઈ રહ્યા છે, એવા પાખંડી વિવિધ વેશધારી ગુરુઓનો કોઈ સિદ્ધિ આદિ મેળવવાની અભિલાષાથી આદર-સત્કાર કરવો એ પાખંડી મૂઢતા જાણવી જોઈએ.77
Page #68
--------------------------------------------------------------------------
________________
67
જૈન ધર્મનું સ્વરૂપ
બધા એ સ્વીકાર કરે છે કે સાંસારિક વસ્તુઓ અને વ્યક્તિઓ પ્રતિ મોહ કે આસકિત બંધનનું કારણ છે. એને છોડ્યા વિના મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલા માટે પ્રાચીન કાળથી જ કેટલાક લોકોની વચ્ચે એવી ધારણા ચાલી આવી રહી છે કે મુક્તિની ઇચ્છા રાખનારાઓને ઘર-બાર, ધન-સંપત્તિ આદિ બધું જ છોડીને જંગલો કે પહાડોમાં ચાલ્યા જવું જોઈએ. કેટલાક સાધકો તો કોઈની સાથે બોલવું પણ ઠીક નહીં સમજીને મૌન ધારણ કરી લે છે અને કેટલાક પહેરવાના વસ્ત્રોનો પણ પૂર્ણ ત્યાગ કરવો આવશ્યક સમજે છે. આવા વિચારોના ઘણા બધા સમર્થકો અને અનુયાયીઓ આજે પણ જોવા મળે છે.
અહીં એ વાત ધ્યાન આપવા યોગ્ય છે કે સઘળું છોડીને જંગલો કે સૂમસામ સ્થાનોમાં ચાલ્યા જવા છતાં પણ મન તો સાથે જ જાય છે અને મનની અંદરથી સાંસારિક વસ્તુઓ અને વ્યક્તિઓ પ્રત્યેની ચિરકાળથી જામેલી આસક્તિઓ અથવા મોહને અચાનક કાઢી શકાતો નથી. પરંતુ સંસાર પ્રતિ મોહ કે આસક્તિને પોતાના મનમાંથી કાઢવો તે ચોકકસપણે કેવળ બાહ્ય ત્યાગ કરવા કરતાં વધારે આવશ્યક છે. જો કોઈ સાધક ઘર-બાર છોડ્યા વિના પોતાની દૃઢ સાધના દ્વારા સાંસારિક મોહ અને આસક્તિઓથી ઉપર ઉઠી જાય તો તે ઘરમાં રહેવા છતાં પણ પૂર્ણ ઉદાસીન, વીતરાગી કે વૈરાગી બની શકે છે. આ તથ્યની તરફ સંકેત કરતાં ગણેશપ્રસાદ વર્ણી કહે છેઃ
:
મોહને નષ્ટ કરવો એ સંસારના બંધનથી મુક્ત થવું છે.
બધી વેદનાઓનું મૂળ કારણ મોહ જ છે. જ્યાં સુધી આ પ્રાચીન રોગ આત્માની સાથે રહેશે ભીષણમાં ભીષણ દુઃખોનો સામનો કરવો પડશે.
જ્યાં સુધી મોહ છૂટ્યો નથી ત્યાં સુધી અશાંતિ છે. જો તે છૂટી જાય તો આજેશાંતિ મળી જાય.
જેણે મોડ પર વિજય મેળવ્યો તે જ સાચો વિજયી છે, તેની જ ડગમગતી જર્જર જીવન-નૈયા સંસાર-સાગર પાર થવાને સંમુખ છે.
કલ્યાણનું કારણ અંતરંગની નિર્મળતા છે ન કે ઘર છોડવું અને મોન લઈ લેવું.
Page #69
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ સાર સંદેશ જો ઘર છોડવાથી શાંતિ મળે તો તે ઘર છોડવું સર્વથા ઉચિત છે. જો એનાથી વિપરીત આકુળતાનો સામનો કરવો પડે તો ગૃહત્યાગથી શું લાભ?
જેમનો આત્મા આંતરિક ભાવથી નિર્મળ થઈ ગયો છે તે વેપાર આદિ કાર્ય કરતો હોવા છતાં પણ અકર્તા છે અને જેમનો આત્મા આંતરિક ભાવથી મલિન છે તે બહારથી દિગંબર થઈને કાર્ય ન કરતો હોવા છતાં પણ કર્તા છે.
કષાય (ક્રોધ, માન, માયા, મોહ આદિ)ના અસ્તિત્વમાં ભલે નિર્જન વનમાં રહો, ભલે પેરિસ જેવા શહેરમાં રહો, સર્વત્ર જ આપત્તિ છે. એ જ કારણ છે કે મોટી દિગંબર પણ મોક્ષમાર્ગથી પરાક્ષુખ (વિમુખ) છે અને નિર્મોહી (મોહરહિત) ગૃહસ્થ મોક્ષમાર્ગને સમ્મુખ છે.*
આ સંબંધમાં હુકમચંદ ભારિë કુંદ કુંદાચાર્યના અટપાહુડ ગ્રંથના વિચારોનો ઉલ્લેખ આ શબ્દોમાં કર્યો છેઃ
કુંદકુંદાચાર્યએ બાહ્યમાં નગ્ન-દિગમ્બર હોવા છતાં પણ જે અંતરમાં મોહ-રાગ-દ્વેષથી યુક્ત હોય, તેમનામાં પણ ગુરુત્વનો નિષેધ કરીને સાવધાન કર્યા છે. તેઓ લખે છેઃ
દ્રવ્યથી (વસ્તુત:) બાહ્યમાં તો બધા પ્રાણી નગ્ન જ હોય છે. નારકી જીવ અને તિર્થન્ચ જીવ તો નિરંતર વસ્ત્રાદિથી રહિત નગ્ન જ રહે છે.
મનુષ્યાદિ પણ કારણ જોઈને નગ્ન થતા જોવા મળે છે તો પણ તેઓ બધા પરિણામોથી અશુદ્ધ છે, અતઃ ભાવશ્રમણપણા (સાધુત્વ-ભાવ)ને પ્રાપ્ત થતાં નથી.
જિન-ભાવનાથી રહિત અર્થાત્ સમ્યગ્દર્શનથી રહિત નગ્ન-શ્રમણ હંમેશાં દુઃખ પામે છે, સંસાર-સાગરમાં ભ્રમણ કરે છે અને તે બોધિ અર્થાત્ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને ચિરકાળ સુધી પામતો નથી.” જેનામામૃતમાં પણ કહેવામાં આવ્યું છેઃ
Page #70
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મનું સ્વરૂપ
મોહરહિત સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ મોક્ષમાર્ગ પર સ્થિત છે, પરંતુ મોહ પામેલ મુનિ મોક્ષમાર્ગ પર સ્થિત નથી, કારણ કે મોહી (મોહગ્રસ્ત) મુનિ કરતાં નિર્મોહી (મોહરહિત) ગૃહસ્થ શ્રેષ્ઠ માનવામાં આવે છે.80
કેટલાક લોકો સ્વયં નિર્મળ થયા વિના માત્ર યશ પ્રતિષ્ઠા કે ધન પ્રાપ્તિના લોભથી બીજાઓને ધર્મનો ઉપદેશ આપતા ફરે છે. આ સંબંધમાં પંડિત ટોડરમલે કહ્યું છેઃ
વક્તા કેવો હોવો જોઈએ કે જેને શાસ્ત્ર વાંચીને આજીવિકા આદિ લૌકિક કાર્ય સાધવાની ઇચ્છા ન હોય; કારણ કે, જો આશાવાન હોય તો યથાર્થ ઉપદેશ આપી શક્તો નથી, જો વક્તા લોભી હોય તો વક્તા સ્વયં હીન થઈ જાય. એટલા માટે જે આત્મરસનો રસિયો વક્તા છે, તેને જિન ધર્મના રહસ્યનો વક્તા જાણવો. ... એવો જે વક્તા ધર્મબુદ્ધિથી ઉપદેશદાતા હોય તે જ પોતાનું તથા અન્ય જીવોનું ભલુ કરે અને જે કષાય બુદ્ધિ (રાગ, દ્વેષ, મોહ, માયા, લોભ આદિથી ભરેલી બુદ્ધિ)થી ઉપદેશ આપે છે તે પોતાનું તથા અન્ય જીવોનું બૂરું કરે છે – એવું જાણવું
81
ગણેશપ્રસાદ વર્ણીએ પણ ખૂબ જ સ્પષ્ટ રૂપે કહ્યું છેઃ
69
તમે જ્યાં સુધી નિર્મળ ન થાઓ ત્યાં સુધી ઉપદેશ આપવાને પાત્ર થઈ શકતા નથી.82
ધર્મના આ વાસ્તવિક મર્મને પૂરી રીતે ન જાણનારા કે પોતાના લોભવશ બીજાઓને ઉપદેશ આપનારા લોકો જન-સાધારણને અનેક પ્રકારની બહિર્મુખી ક્રિયાઓ કે હઠકર્મોમાં ઉલઝાવી દે છે જેનાથી તેમનું જીવન બરબાદ થઈ જાય છે. જૈન ધર્મમાં એવા કર્મો કરવા ‘લોકમૂઢતા’ છે.
ધર્મના નામ પર આ પ્રમાણે પ્રપંચ ફેલાવનારાઓ ફક્ત બીજાઓને જ નહીં, બલકે પોતાને પણ ધોખો આપે છે. પોતાનું જીવન નિષ્ફળ બનાવી લે છે. એની તરફ ધ્યાન અપાવતાં શુભચંદ્રાચાર્ય કહે છેઃ
Page #71
--------------------------------------------------------------------------
________________
70
અહો વિભ્રાન્તચિત્તાનાં પશ્ય પુંસાં વિચેષ્ટિતમ્ । યદ્મપÅયંતિત્વેઽપિ નીયતે જન્મ નિઃફલમ્ II
જૈન ધર્મઃ સાર સંદેશ
અર્થ - આચાર્ય મહારાજ કહે છે કે જુઓ, ભ્રમરૂપ ચિત્તવાળા પુરુષોની ચેષ્ટા સાધુપણામાં પણ પાખંડ પ્રપંચ કરીને જન્મને નિષ્ફળ કરી દે છે.83
કેટલાક લોકો સમજે છે કે પાપથી બચવું અને પુણ્ય કમાવવું જ ધર્મ છે. એટલા માટે તેઓ પાપથી બચવા અને પુણ્ય કમાવવા પર ભાર આપે છે. એ ઠીક છે કે પુણ્ય કરવું સારું કે ભલું છે અને પાપ કરવું ખરાબ છે. પરંતુ પોતાના ભલાં-બૂરાં કર્મો દ્વારા આપણે કેવળ શુભ-અશુભ કર્મોને એકઠાં કરીએ છીએ અને તદનુસાર પોતાના શુભ-અશુભ કર્મોને ભોગવવા માટે સંસારની સારીખરાબ યોનિઓમાં ભટકતા રહીએ છીએ. પુણ્ય કર્મો દ્વારા ક્યારેય મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જયાં સુધી આપણે મોહ, ક્ષોભ આદિ વિકારોને દૂર કરીને આત્મશુદ્ધિ કે વીતરાગતાની અવસ્થાને પ્રાપ્ત કરી લેતા નથી, ત્યાં સુધી પાપ અને પુણ્ય બન્ને લોખંડની અને સોનાની બેડીઓ સમાન બંધનકારી બની રહે છે. ભાવ પાહુડ મૂલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જેઓ આત્માને તો પ્રાપ્ત કરવાની ઇચ્છા કરતા નથી અને બધા પ્રકારનાં પુણ્યકર્મો કરે છે, તેઓ પણ મોક્ષ પ્રાપ્ત ન કરીને સંસારમાં જ ભ્રમણ કરે છે.84
નયગ્રક બૃહદ્ ગાથામાં પણ કહેવામાં આવ્યું છેઃ
:
મોહના નિમિત્તથી ઉત્પન્ન થવાને કારણે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારનાં શુભ અને અશુભ કર્મોથી સંસાર ભ્રમણ થાય છે.85
પુણ્ય અને પાપને સોના અને લોખંડની બેડીઓ સમાન બતાવતાં પંડિત પન્નાલાલ સમયસાર ની પ્રસ્તાવનામાં કહે છેઃ
બંધનની અપેક્ષા (દ્રષ્ટિએ) સુર્વણ અને લોહ-બન્નેની બેડીઓ સમાન છે. જે બંધનથી બચવા ઇચ્છે છે તેમણે સુર્વણ (પુણ્ય)ની
Page #72
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મનું સ્વરૂપ
પરમાર્થનો વિચાર કરવામાં આવે તો
બેડી પણ તોડવી પડશે. પુણ્ય અને પાપ બન્ને પ્રકારની પ્રકૃતિઓનો બંધ આ જીવને સંસારમાં જ રોકનારો છે.86
જૈન ધર્મમાં આત્મશુદ્ધિ કે આત્મજ્ઞાનને જ ધર્મ કહેવામાં આવ્યો છે. કર્મોનો નાશ અને મોક્ષની પ્રાપ્તિ એનાથી જ થાય છે. એટલા માટે આત્મશુદ્ધિ અને આત્મજ્ઞાન માટે અંતર્મુખી સાધના ન કરી બહિર્મુખી ક્રિયાઓમાં લાગવું અને તપ આદિ કર્મ દ્વારા શરીરને કષ્ટ આપવું વ્યર્થ અને નિષ્ફળ છે. જૈન ગ્રંથ રયણસાર માં એના સંબંધમાં સ્પષ્ટ રૂપે ચેતવણી આપવામાં આવી છે ઃ
હે બહિરાત્મા! તું ક્રોધ, માન, મોહ આદિનો ત્યાગ ન કરીને જો વ્રત તપશ્ચરણાદિ (તપ આદિ કર્મ) ના દ્વારા શરીરને દંડ આપે છે, શું એનાથી તારાં કર્મ નષ્ટ થઈ જશે? કદાપિ નહીં. આ જગતમાં શું ક્યારેય દરને પીટવાથી સાપ મરે છે? કદાપિ નહીં.87
71
આ જ કારણ છે કે જૈનધર્મમાં હઠકર્મો અને બહિર્મુખી ક્રિયાઓને ધર્મ માનવામાં આવ્યો નથી અને તેમને છોડીને કોઈ સાચા ગુરુની સહાયતાથી સાચા ધર્મને અપનાવવા અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ઉદાહરણ માટે, અમૃતાશતિમાં કહેવામાં આવ્યું છેઃ
ગિરિ ગહન, ગુફા આદિ તથા શૂન્ય વનપ્રદેશોમાં રહેવું, ઇંદ્રિયનિરોધ, ધ્યાન, તીર્થસેવન, પાઠ, જપ, હોમ આદિ દ્વારા વ્યક્તિને સિદ્ધિ મળી શક્તી નથી. અતઃ હે ભવ્ય (મોક્ષાર્થી)! ગુરુઓ દ્વારા કોઈ અન્ય જ ઉપાય શોધ. 88
‘ધર્મ શું છે અને શું નથી'ના સંબંધમાં અહીં જે કંઈ કહેવામાં આવ્યું છે તેનાથી જૈનાચાર્યોના ધર્મ-વિષયક દૃષ્ટિકોણની યથાર્થતા કે સત્યતા સહજ જ પ્રગટ થાય છે. એમાં શંકા નથી કે જૈનાચાર્યોએ લોકહિતની ભાવનાથી પ્રેરિત થઈને જ ધર્મના સૈદ્ધાન્તિક અને વ્યાવહારિક પક્ષોની વિસ્તારપૂર્વક વિવેચના કરી છે અને પોતાના વિચારોને સ્પષ્ટતા અને નિર્ભયતાથી વ્યકત કર્યા છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
3
જીવ, બંધન અને મોક્ષ
જીવ અને અજીવની ભિન્નતા
જૈન ધર્મ અનુસાર સંસારના બધા પદાર્થોને મૂળસ્વરૂપે બે ભાગોમાં વહેંચવામાં આવેલા છે – (1) જીવ અને (2) અજીવ. એમનું વાસ્તવિક સ્વરૂપ એક-બીજાથી બિલકુલ ભિન્ન છે. જીવ તત્ત્વ ચેતના અને જીવન-શક્તિથી યુક્ત હોય છે, જ્યારે અજીવ તત્ત્વ ચેતના અને જીવન-શક્તિથી રહિત હોય છે. જૈન ધર્મમાં બતાવવામાં આવેલા જીવ સિવાયના અન્ય પાંચેય પદાર્થ-(1) પુદ્ગલ (ભૌતિક તત્ત્વ કે પરમાણુ), (2) ધર્મ (ગતિ તત્ત્વ), (3) અધર્મ (સ્વૈર્ય તત્ત્વ), (4) આકાશ અને (5) કાળ (સમય)- અજીવના જ ભેદ છે. જીવ અને શરીરને એક સમજવું એ ભારે ભૂલ છે. જીવને ક્યારેય નિર્જીવ શરીરનો ગુણ અથવા શરીરથી ઉત્પન્ન થનારી કોઈ ચીજ સમજવી જોઈએ નહીં. જોકે પ્રત્યેક પ્રાણીનું નિર્માણ જીવ અને નિર્જીવ તત્ત્વ (શરીર)ના મિલાવટથી થયેલું છે, તો પણ પ્રત્યેક પ્રાણીમાં મળેલા જીવ અને શરીરનું વાસ્તવિક સ્વરૂપ ભિન્નભિન્ન છે. નિર્જીવ તત્ત્વોથી બનેલા શરીરને જીવ તત્ત્વ (આત્મા)થી મળેલું હોવાના કારણે જ જીવિત કહેવામાં આવે છે. શરીરથી જીવ અલગ થતાં જ શરીર નિર્જીવ બની જાય છે. જે પ્રમાણે આપણે પોતાની બાહ્ય ઇંદ્રિયો દ્વારા બાહ્ય નિર્જીવ વસ્તુઓ કે પદાર્થોને જોઈએ અથવા તેમનો અનુભવ કરીએ છીએ, તે જ પ્રમાણે આપણે પોતાની આંતરિક દૃષ્ટિ દ્વારા જીવ (આત્મા)નો પણ આપણા અંતરમાં પ્રત્યક્ષ અનુભવ કરી શકીએ છીએ.
જીવ અને અજીવની ભિન્નતાને ન સમજવાને કારણે આપણે પોતાના જીવનના વાસ્તવિક ઉદ્દેશ્ય અને પોતાના મૂળ કર્તવ્યને સારી રીતે સમજી
Page #74
--------------------------------------------------------------------------
________________
જીવ, બંધન અને મોક્ષ શકતા નથી. આ નાસમજી અથવા અજ્ઞાનતાને કારણે આપણે પોતાના સર્વાધિક આવશ્યક કર્તવ્યને ભૂલીને એવા કર્મોમાં ઊલઝાઈ જઈએ છીએ જે આપણને બંધનમાં જકડીને સંસારના દુઃખ-ભર્યા આવાગમનના ચક્રમાં ફસાવી દે છે.
એટલા માટે જીવ અને અજીવની મૌલિક ભિન્નતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત આવશ્યક છે. આ જ્ઞાનને જ જૈન ધર્મમાં ‘ભેદ-વિજ્ઞાન” કહેવામાં આવે છે. જીવ અને અજીવનું એકબીજાથી ભિન્ન હોવા કે ન હોવાના વિષય સાથે સંબંધિત અનેક પ્રશ્નો પર ઊંડાણથી વિચાર કરવાને જ તત્ત્વ-વિચાર કહે છે. પોતાનું કલ્યાણ ચાહનારને તત્ત્વ-વિચાર કરવાની પ્રેરણા આપતાં નાથુરામ ડોંગરીય જેન કહે છેઃ
વસ્તુના તે વાસ્તવિક સ્વરૂપને તત્ત્વ કહે છે જેને જાણીને આપણે પોતાનું કલ્યાણ કરી શકીએ. આપણે શું છીએ? આપણા દુઃખનું વાસ્તવિક કારણ શું છે? શા માટે આપણે સંસાર અને એના જન્મ, મરણ, શરીર, સુખ, દુઃખાદિ બંધનોમાં ફસાયેલા છીએ, અને કેવી રીતે એમનાથી છૂટીને સુખી બની શકીએ છીએ? સ્થિર અને આકુળતા રહિત સાચું સુખ અને શાંતિ આપણને મળી શકે છે કે નહીં? વગેરે વાતો પર નિષ્પક્ષ ભાવથી ઠીક-ઠીક વિચાર કરવો જ તત્ત્વ-વિચાર છે. વાસ્તવમાં મૂળ તત્ત્વો બે છેઃ (1) જીવ (આત્મા) (2) અજીવ (પ્રકૃતિ). જ્ઞાન, દર્શન, આનંદ અથવા ચેતનામય પદાર્થને આત્મા કહે છે, જે પ્રત્યેક પ્રાણીમાં વિદ્યમાન છે.... અજીવ તે તત્ત્વ છે જેમાં ઉપરોકત ચેતના કે જાણવા કે જોવાની શકિત નથી... સંસારી જીવ અને અજીવના અંતર્ગત પુદ્ગલના પરમાણુ (કર્મ) અનાદિ કાળથી સંબંધિત છે, અને આજ કારણે આત્મ સંસારમાં જન્મ મરણાદિના દુઃખોને ઉઠાવીને નવીન શરીરોને ધારણ કરીને વિવિધ યોનિઓમાં ભટકી રહ્યો છે.
.... સંસારી આત્માઓ, જેઓ કે અનાદિથી કર્મ-મેલથી લિપ્ત છે, આત્મધ્યાન વગેરે દ્વારા કર્મ કલંકને ધોઈને અને પોતાના સહજ પવિત્ર સ્વભાવને પ્રાપ્ત થઈને પૂર્ણ સુખી બની જાય છે.'
Page #75
--------------------------------------------------------------------------
________________
14
જૈન ધર્મ સાર સંદેશ જીવ બે પ્રકારના હોય છેઃ (1) કર્મથી લિપ્ત અને (2) કર્મથી રહિત. પહેલાને બદ્ધ (બંધાયેલો) અથવા સંસારી અને બીજાને મુક્ત કે અસંસારી કહે છે. જે જીવો કર્મોના બંધનમાં બંધાઈને આવાગમનના ચક્રમાં ફસાયેલા છે, તેમને બદ્ધ જીવ કહે છે અને જેઓ પોતાના બધા કર્મોને નષ્ટ કરીને પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિત થઈને મોક્ષની પ્રાપ્તિ કરી ચૂક્યા હોય છે, તેમને મુક્ત જીવ કહે છે.
જીવ પોતાની સહજ શુદ્ધ અવસ્થામાં બધી રીતે પરિપૂર્ણ હોય છે. તે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય (શક્તિ), અર્થાત્ અનંત ચતુષ્ટય (સાર સમૂહ)થી સંપન્ન હોય છે. મોક્ષની પ્રાપ્તિ કરીને તે સદાને માટે આવાગમનથી મુક્ત થઈ જાય છે. પરંતુ સંસારી જીવોની શુદ્ધતા ન્યૂનાધિક (અસમાન) રૂપમાં કર્મ-મેલથી પ્રભાવિત રહે છે. એટલા માટે તેમના જ્ઞાનઅજ્ઞાન, સુખ-દુઃખ, શક્તિ-અશક્તિ વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. કર્મોથી જકડાયેલા સંસારી જીવોને જ્ઞાન, સુખ વગેરેની પ્રાપ્તિ પોતાની જાતે સહજ રૂપે થતી નથી. કર્મોના આવરણથી ઢંકાયેલા હોવાને કારણે તેમને કેવળ ઇંદ્રિયોના માધ્યમથી સીમિત જ્ઞાન, સુખ વગેરેની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તેમની ઇંદ્રિયોની સંખ્યા અનુસાર તેમને ઊંચી કે નીચી શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે. ઊંચી કે નીચી – કોઈપણ શ્રેણીના જીવમાં ચેતનાનો ગુણ સદા કોઈને કોઈ અંશમાં અવશ્ય રહે છે, ભલે જ જીવના અન્ય બધા ગુણો લુપ્ત થઈ ગયા હોય. એટલા માટે ચેતનાને જીવનું લક્ષણ કહેવામાં આવ્યું છેઃ
ચેતનાલક્ષણો જીવ ? અર્થ-ચેતના જીવનું લક્ષણ છે.
સંસારમાં અગણિત જીવ છે. તેમની ગણતરી કરી શકાતી નથી. કારણ કે તેમને જે પણ જ્ઞાન થાય છે, તે તેમની ઇંદ્રિયોના સહારે જ થાય છે. એટલા માટે ઈન્દ્રિયોની સંખ્યા અનુસાર તેમને પાંચ ભાગોમાં વહેંચવામાં આવે છેઃ (1) એક ઇંદ્રિયવાળા (2) બે ઇંદ્રિયોવાળા (3) ત્રણ ઇંદ્રિયોવાળા (4) ચાર ઇંદ્રિયોવાળા અને (5) પાંચ ઇંદ્રિયોવાળા. પૃથ્વીકાયિક, જલકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિ, અર્થાત્ ઝાડ-છોડોને સૌથી અલ્પ વિકસિત જીવ માનવામાં આવે છે, કારણ કે એમને માત્ર એક જ સ્પર્શનો અનુભવ કરાવનારી ઇંદ્રિય
Page #76
--------------------------------------------------------------------------
________________
જીવ, બંધન અને મોક્ષ
પ્રાપ્ત થઈ છે, જેનાથી એમને આંશિકરૂપથી ફક્ત સ્પર્શનું જ્ઞાન થાય છે. તત્ત્વધિગમ સૂત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
વનસ્પત્યન્તાનામ્ એકમ્.
75
અર્થ-વનસ્પતિ સુધી, અર્થાત્ પૃથ્વીકાયિક (પૃથ્વીની કાયાવાળા સૂક્ષ્મત્તમપરમાણુરૂપ જીવ) જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિ સુધીના જીવોમાં માત્ર એક સ્પર્શેન્દ્રિય હોય છે.
વનસ્પતિ (ઝાડ-છોડ) હરી-ફરી શકતા નથી. એટલા માટે તેમને ‘સ્થાવર’ (અચળ) જીવ કહેવામાં આવે છે. શેષ બધા સંસારી જીવ હરીફરી શકે છે. એટલા માટે તેમને ‘ત્રસ’ (હરી ફરી શકે તેવા) કહેવામાં આવે છે.
અને
વનસ્પતિથી ઉપરની શ્રેણીમાં કીડા-કીટાણું, પિપીલિકા (કીડી), ભમરા મનુષ્ય છે જેમનામાં ક્રમશઃ એક-એક ઇંદ્રિય અધિક હોય છે, જેમ કે તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં કહેવામાં આવ્યું છેઃ
કૃમિ-પિપીલિકા-ભ્રમર-મનુષ્યાદીનામ્ એકેક વૃદ્ધાનિ.4
–
અર્થ - કૃમિ, પિપીલિકા, ભમરો અને મનુષ્ય વગેરેમાં ક્રમશઃ એક-એક ઇંદ્રિય અધિક થતી જાય છે.
આ પ્રમાણે કીડા અને કીટાણુંઓને બે ઇંદ્રિયો હોય છે - સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય (જિહ્વા), જેમનાથી એ ક્રમશઃ સ્પર્શ અને સ્વાદનો અનુભવ કરે છે. પછી કીડીઓને ત્રણ ઇંદ્રિયો હોય છે – સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને પ્રાણેન્દ્રિય (નાક), જેનાથી એ ક્રમશઃ સ્પર્શ, સ્વાદ અને ગંધનો અનુભવ કરે છે. પછી ભમરા વગેરે જીવોને ચાર ઇંદ્રિયો હોય છે – સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય અને નેત્રન્દ્રિય (આંખ), જેમનાથી તેઓ ક્રમશઃ સ્પર્શ, રસ (સ્વાદ), ગંધ અને રૂપ-રંગનો અનુભવ કરે છે. અંતમાં ઉચ્ચ પશુ-પક્ષીઓ તથા મનુષ્યોને પાંચેય ઇંદ્રિયો હોય છે – સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, નેત્રન્દ્રિય અને શ્રવણેન્દ્રિય (કાન), જેમનાથી તેઓ ક્રમશઃસ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દનો અનુભવ કરે છે. દેવ યોનિના જીવો, નારકી જીવો અને મનુષ્યોને આ પાંચેય ઇંદ્રિયો સિવાય એક આંતરિક ઇંદ્રિય પણ પ્રાપ્ત હોય છે, જેને મન કહે છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
એના દ્વારા તેઓ વિવેક-વિચાર કરી શકે છે. તેમને ‘સંશી’ કહેવામાં આવે છે. તેમનાથી નીચેની શ્રેણીના બધા જીવ ‘અસંશી' કહેવાય છે, કારણ કે તેમનામાં મનનો અભાવ હોય છે. એટલા માટે તેમનામાં વિવેક-વિચાર કરવાની ક્ષમતા હોતી નથી.
જીવ નિત્ય અથવા અમર તત્ત્વ છે. તે જ્ઞાતા, કર્તા, ભોકતા (ભોગવનાર) અને સ્વપરભાસી છે. અર્થાત્ જીવ જ જ્ઞાન પ્રાપ્ત કરે છે, કર્મ કરે છે, સુખ-દુઃખ ભોગવે છે અને સ્વયં પ્રકાશમાન છે તથા બીજા પદાર્થોને પણ પ્રકાશિત કરે છે. જોકે આ નિત્ય જીવ શરીર, ઇંદ્રિય અને મન વગેરેથી ભિન્ન છે, છતાં પણ સંસારી અવસ્થામાં આ બધાના પ્રભાવથી એનામાં પરિવર્તન થતું રહે છે.
જો કે જીવ અમૂર્ત છે, એની કોઈ મૂર્તિ કે આકાર નથી, તો પણ સંસારી અવસ્થામાં એ આવાગમનના ચક્રમાં પડીને જેવું પણ શરીર ધારણ કરે છે, તેવો જ એનો આકાર થઈ જાય છે. જે પ્રમાણે જ્યારે કોઈ દીપકને કોઈ નાના કે મોટા ઘરમાં મૂકવામાં આવે છે, ત્યારે ઘરના આકારના સમાન જ તે દીપકના પ્રકાશનો વિસ્તાર (વ્યાપ) પણ થઈ જાય છે. નાના-મોટા જીવિત શરીરના પ્રત્યેક ભાગમાં ચેતનતાનો અનુભવ કરવામાં આવે છે. એનાથી એ સિદ્ધ થાય છે કે આખા શરીરમાં જીવનું અસ્તિત્ત્વ છે. એટલા માટે જૈન ધર્મ જીવને ન અણુ-રૂપ માને છે અને ન સર્વવ્યાપી જ. તેના અનુસાર જીવ મધ્યમ પરિમાણ વાળો છે. આ જ અર્થમાં અમૂર્ત જીવને જૈન ધર્મમાં અસ્તિકાય (વિસ્તારયુકત) માનવામાં આવ્યો છે.
76
અહીં આ વાત યાદ રાખવી જોઈએ કે જીવનો વિસ્તાર જડ પદાર્થોના વિસ્તારથી ભિન્ન પ્રકારનો હોય છે. જે સ્થાને કોઈ એક જડ પદાર્થ (જેવો કે ઇંટ કે પથ્થર) મૂકવામાં આવે છે, ઠીક તે જ સ્થાનમાં તે જ સમયે કોઈ બીજો જડ પદાર્થ રાખી શકતો નથી. પરંતુ જ્યાં એક જીવનો નિવાસ છે, ત્યાં બીજા જીવનો પણ પ્રવેશ થઈ શકે છે. જે પ્રમાણે એક જ ઓરડાને એક, બે કે અધિક દીપક એક સાથે પ્રકાશિત કરી શકે છે, એ જ પ્રમાણે બે કે અધિક જીવ એક સાથે એક જ સ્થાનમાં રહી શકે છે.
જીવ અને અજીવ એક–બીજાથી બિલકુલ ભિન્ન હોવા છતાં પણ આ સંસાર આ બન્નેની મિલાવટના આધાર પર ચાલી રહ્યો છે. જ્યારે કોઈ જીવ
Page #78
--------------------------------------------------------------------------
________________
11.
જીવ, બંધન અને મોક્ષ પોતાના વાસ્તવિક સ્વરૂપની ઓળખ કરી લે છે, ત્યારે તે સંસારના મોહક વિષયોથી ઉદાસીન થઈ આત્મલીન થઈ જાય છે અને આત્માનંદમાં મગ્ન થઈને સંસારથી મુક્ત થઈ જાય છે.
હવે આપણે જીવના બંધનના કારણ પર વિચાર કરીશું.
કર્મ બંધનનું મૂળ કારણ આ અધ્યાયના પહેલા ખંડમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે જીવ પોતાના મૂળરૂપમાં પૂર્ણ અને અનંત છે. પરંતુ પોતાના અજ્ઞાનવશ તે જે પ્રકારનાં કર્મો કરે છે, તેમની ચૂકવણી કરવા માટે તેને તે જ પ્રકારનું શરીર ધારણ કરવું પડે છે અને જે પ્રકારનું તે શરીર ધારણ કરે છે, તે જ પ્રમાણેની સીમાઓ અને બાધાઓથી તેના અનંત ગુણ ઢંકાઈ જાય અથવા પ્રભાવિત થઈ જાય છે. જે પ્રમાણે પૂરી ધરતીને પ્રકાશિત કરનારો સૂર્ય વાદળ કે ધુમ્મસના કારણે જોઈ શકાતો નથી, પરંતુ વાદળ કે ધુમ્મસ હટતાં જ પોતાના પૂર્ણ પ્રકાશની સાથે ચમકી ઉઠે છે, તે જ પ્રમાણે કર્મોથી ઢંકાયેલા જીવના સ્વભાવિક ગુણ કર્મોના નષ્ટ થતાં જ પ્રકાશિત થઈ જાય છે.
હવે પ્રશ્ન ઉઠે છે કે જીવના સ્વરૂપને ઢાંકનારું કે તેને પ્રભાવિત કરનારું શરીર કેમ અને કેવી રીતે બને છે? શરીર પુદ્ગલો (જડ તત્ત્વો)ની મિલાવટથી બને છે. પુદ્ગલનો અર્થ છે જેનો સંયોગ અને વિભાગ થઈ શકે, અર્થાત્ જેમને જોડીને એક મોટો આકાર આપી શકાય કે જેમને તોડીને નાનું પણ કરી શકાય. પુદ્ગલના સૌથી નાના ભાગને પરમાણુ કહે છે, જેનો વધુ વિભાગ થઈ શકતો નથી. વિશેષ પ્રકારના શરીર માટે વિશેષ પ્રકારના પુદ્ગલોની આવશ્યકતા હોય છે. જીવ જ પોતાની વિશેષ પ્રકારની વિકારયુક્ત પ્રવૃત્તિઓ અને વાસનાઓને અનુરૂપ વિશેષ પ્રકારના કર્મ-પુદ્ગલો (કર્માણુઓ) ને પોતાની તરફ આકૃષ્ટ (આસક્ત) કરે છે. એટલા માટે જીવ સ્વયં જ પોતાના શરીરનું નિમિત્ત કારણ છે અને જે પુદ્ગલોથી શરીર બને છે, તેઓ તે શરીરના ઉપાદાન(પ્રાપ્તિ)નાં કારણો છે. શરીરથી કેવળ સ્થૂળ શરીરનો જ અર્થ લેવો જોઈએ નહીં, બલકે એનાથી ઇંદ્રિય, મન અને પ્રાણનો પણ બોધ થાય છે. એ બધા જીવોના સ્વાભાવિક ગુણોને પ્રભાવિત કરે છે. આ પ્રમાણે કહી શકાય છે કે જીવની પોતાની જ ઈચ્છાઓ, પ્રવૃત્તિઓ, સંસ્કાર અને વાસનાઓ તેના શરીરના નિર્માણનાં મૂળ કારણો છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
78.
જૈન ધર્મ સાર સંદેશ સંસારી જીવ કોઈને કોઈ ઇચ્છા કે મનોભાવથી જ કોઈ કર્મ કરે છે. તે કર્મ કરી લીધા પછી પણ જે ઇચ્છા અથવા મનોભાવથી તે કર્મ કરવામાં આવ્યું હતું તેનો અંત થઈ જતો નથી. તે ઈચ્છા કે મનોભાવ વિશેષ પ્રકારની વાસનાનું રૂપ લઈને પોતાનું વિશેષ ફળ ઉત્પન્ન કરે છે. એક જીવનમાં જે કર્મો કરવામાં આવે છે, તેમનું ફળ કોઈને કોઈ આગામી જીવનમાં અવશ્ય ભોગવવું પડે છે. આ પ્રમાણે પોતે કરેલાં પુણ્ય અને પાપના કર્મોની પ્રકૃત્તિ (સ્વભાવ)ના અનુસાર જીવને અનેક યોનિઓમાં જન્મ લઈને સુખ અને દુઃખ ભોગવવું પડે છે. જે પ્રમાણે લીમડાની પ્રકૃતિ કડવાશ છે અને ગોળની પ્રકૃતિ મીઠાશ છે, તે જ પ્રમાણે જીવની સાથે બંધાયેલા કર્મોની પ્રકૃતિ અનુસાર જીવ અનેક પ્રકારનાં સારાં કે ખરાબ ફળોને પ્રાપ્ત કરે છે. આ ફળો બે પ્રકારનાં હોય છેઃ (1) જીવના સ્વાભાવિક ગુણોને ઘાત (ખતમ) કરનારાં, અર્થાત્ તેમને ઢાંકનાર કે બાધિત કરનારાં અને (2) જીવના સ્વાભાવિક ગુણોનો ઘાત ન કરી, અર્થાત્ તેમને બાધિત નહીં કરીને, તેના આગામી જીવનનું સ્વરૂપ નિર્ધારિત કરનારાં. પહેલાને ઘાતિયા (ઘાતક) કર્મ અને બીજાને અઘાતિયા (અઘાતક) કર્મ કહે છે. પ્રત્યેકના ચાર-ચાર ભેદ છે. આ પ્રમાણે કર્મોની પ્રકૃતિ કે સ્વભાવ અનુસાર તેમના આઠ ભેદ કહેવામાં આવે છે. આ આઠેયનો ઉલ્લેખ જૈનધમશ્રિતમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છેઃ
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય આ આઠ પ્રકૃતિ બંધકના (પોતાના સ્વભાવ અનુસાર બંધનમાં નાંખનારા કર્મોના) ભેદ છે, એમને કર્મોની મૂળ પ્રકૃતિઓ જાણવી જોઈએ.”
આ આઠ પ્રકારનાં બંધનકારી કર્મોમાં પ્રથમ ચાર ઘાતિયા કર્મના ભેદ છે અને શેષ ચાર અઘાતિયા કર્મના ભેદ છે. એમના વિશેષ પ્રકારના પ્રભાવોને સંક્ષેપમાં આ પ્રમાણે સમજી શકાય છેઃ
ઘાતિયા કર્મના ભેદઃ 1. જ્ઞાનાવરણીય કર્મઃ જે કર્મ જીવના યથાર્થ જ્ઞાનને ઢાંકી લે છે અથવા પ્રભાવિત કરે છે, તેમને જ્ઞાનાવરણીય કર્મ કહે છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
જીવ, બંધન અને મોક્ષ 2.દર્શનાવરણીય કર્મઃ જે કર્મ દેવ, ગુરુ અને શાસ્ત્ર (સદ્ગથ) પ્રત્યે
જીવના ઉચિત શ્રદ્ધા-વિશ્વાસ (દર્શન)ને ઢાંકી લે છે અથવા પ્રભાવિત કરે છે, તેમને દર્શનાવરણીય કર્મ કહે છે. 3. વેદનીય કર્મઃ જે કર્મ જીવના સ્વાભાવિક અનંત સુખને ઢાંકીને અથવા પ્રભાવિત
કરીને તેમાં સાંસારિક દુઃખ-સુખ ઉત્પન્ન કરે છે, તેમને વેદનીય કર્મ કહે છે. 4.મોહનીય કર્મઃ જે કર્મ ઉચિત શ્રદ્ધા-વિશ્વાસ અને ઉચિત ચારિત્ર (મોક્ષ તરફ લઈ જતા વિચારો અને આચરણો)ને ઢાંકીને કે પ્રભાવિત કરીને ભ્રમ અને મોહ ઉત્પન્ન કરે છે. આ કારણે જીવ ધન-સંપત્તિ, પરિવાર વગેરેના મોહમાં પડીને સાંસારિક જાળમાં ઊલઝાઈ જાય છે. સાંસારિક વસ્તુઓ અને વ્યકિતઓના મોહમાં ઊલઝાયેલો જીવ સદા વિષય-સુખની આશામાં જ દોડતો રહે છે અને પોતાના વાસ્તવિક લક્ષ્યથી વિમુખ થઈ જાય છે. એટલા માટે મોહનીય કર્મને જીવનો સૌથી મોટો શત્રુ અને આવાગમનના ચક્રનું મૂળ કારણ માનવામાં આવે છે.
અઘાતિયા કર્મના ભેદઃ 1.આય કર્મઃ જે કર્મ જીવની આયુ, અર્થાત્ આગળના જીવનની અવધિ,
નિશ્ચત કરે છે, તેમને આયુ કર્મ કહે છે. 2.નામ કર્મઃ જે કર્મ આ વાતોને નિશ્ચિત કરે છે કે જીવ કઈ યોનિમાં કેવા પ્રકારના સુંદર કે કુરૂપ શરીરની સાથે તથા કેવા પ્રકારના ગુણો અને શક્તિઓની સાથે જન્મ લેશે, તેમને નામ કર્મ કહે છે. 3.ગોત્ર કર્મઃ જે કર્મ જીવના આગલા જન્મની પરિસ્થિતિઓ અને વાતાવરણને નિશ્ચિત કરે છે અને એ નિર્ધારિત કરે છે કે તે કયા દેશ, સમાજ, કુળ અને પરિવારમાં પેદા થશે, તેમને ગોત્ર કર્મ કહે છે. 4.અંતરાય કર્મઃ જે કર્મ જીવના સત્કર્મ કરવાની ઈચ્છામાં રૂકાવટ ઊભી કરે કે વિદન નાંખે છે, તેમને અંતરાય કર્મ કહે છે. અંતરાય કર્મો ના જ કારણે જીવ ચાહવા છતાં પણ અનુકૂળ સાધનો અને પરિસ્થિતિઓ હોવા છતાં પણ ઉચિત માર્ગ પર ચાલી શકતો નથી.
કારણ કે અઘાતિયા કર્મોનો સંબંધ કેવળ આગળના એક જીવન સાથે જ હોય છે, એટલા માટે તેઓ તે વિશેષ જીવન-કાળમાં પોતાનું ફળ આપીને
Page #81
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
સમાપ્ત થઈ જાય છે. કેટલાક અન્ય ભારતીય દાર્શનિકો અથવા વિચારકો અનુસાર એવા કર્મોને પ્રારબ્ધ કર્મ કહે છે. આ વાતોથી સ્પષ્ટ છે કે જે યોનિમાં આપણે જન્મ લઈએ છીએ, જે પ્રકારનું શરીર આપણને મળે છે, જે પ્રકારના સમાજ કે પરિસ્થિતિઓમાં આપણે રહેવાનું હોય છે, જે પ્રકારની આપણી રુઝાન (રુચી) કે પ્રવૃત્તિ હોય છે અને જેટલા સમય સુધી આપણે જીવિત રહીએ છીએ આ બધી વાતો આપણા પૂર્વ કર્મો દ્વારા જ નિર્ધારિત થાય છે. એટલા માટે એમને ન અકારણ કે આકસ્મિક સમજવી જોઈએ અને ન એમના માટે કોઈ બીજાને દોષી ઠરાવવા જોઈએ. આપણે પોતે જ કરેલા કર્મોને કારણે બંધનમાં પડીએ છીએ. એટલા માટે આપણે પોતાના જ પુરુષાર્થ દ્વારા પોતાને મુક્ત કરી શકીએ છીએ.
આપણે પોતાના જ મનના વિકારો કે દુર્ભાવનાઓના પ્રભાવમાં આવીને અનેક પ્રકારનાં કર્મ કરીએ છે અને એ કર્મ આપણને સાંસારિક બંધનોમાં બાંધી દે છે. જૈન ધર્મ અનુસાર આપણા ચાર પ્રમુખ વિકાર છે - ક્રોધ, માન, માયા અને લોભ. એમને જૈન ધર્મમાં કષાય કહેવામાં આવે છે. આ બતાવતાં કે કષાય કોને કહે છે, એ શું કરે છે અને એ કેટલા પ્રકારના છે, જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
80
-
જે મોક્ષનું કારણભૂત ચારિત્ર ધારણ કરવાનાં પરિણામ (વિકાસ કે પરિવર્તન) ન થવા દે, અને આત્માના સ્વરૂપને કર્ષે (કષ્ટ આપે), દુઃખ આપે, તેમને કષાય કહે છેઃ તે કષાય મૂળમાં ચાર પ્રકારના છે - ક્રોધ, માન, માયા અને લોભ.
જીવ જ્યારે પણ કષાયથી યુક્ત થઈને પોતાના તન, મન કે વચનથી કોઈ કર્મ કરે છે, ત્યારે તેમાં એક સ્પંદન (હલન-ચલન) થાય છે, જેમાં એક અજીબ આકર્ષણ શક્તિ હોય છે જે તે કર્મ અનુસાર પુદ્ગલ-પરમાણુઓને (જે સર્વત્ર સંસારમાં ભરાયેલા છે) પોતાના તરફ ખેંચી લે છે. જેવી રીતે ભીની (ચીકટ) દિવાલ પર ઊડીને આવેલી ધૂળ તેના પર ચોંટી જાય છે, તેવી જ રીતે કષાય-યુકત જીવથી આવનારા કર્માણુ બંધાઈ જાય છે. પરંતુ જેવી રીતે સૂકી
Page #82
--------------------------------------------------------------------------
________________
જીવ, બંધન અને મોક્ષ દિવાલ પર ઊડીને આવનારી ધૂળ તે દિવાલ પર ટકી શકતી નથી, તેને લાગીને ખરી પડે છે, તે જ પ્રમાણે કષાયરહિત જીવના તન, મન અને વચનથી કરવામાં આવેલાં કર્મ જીવથી બંધાતાં નથી. બીજા શબ્દોમાં, કષાયરહિત જીવનાં કર્મ બંધનકારી હોતાં નથી.
જીવના કષાય (દૂષિત મનોભાવ)ના કારણે જ પુદ્ગલ-પરમાણુઓ (કર્માણુઓ)નું જીવની તરફ ખેંચાણ હોય છે. એમના આ ખેંચાણ અથવા આકર્ષણને જૈન ધર્મમાં “આસવ' કહેવામાં આવે છે. જીવોનું દૂષિત મનોભાવોથી યુક્ત થવું જ કર્માણુઓના આકર્ષણનું કારણ છે. એટલા માટે એને “ભાવાસવ” કહેવામાં આવે છે અને કર્માણુઓના વાસ્તવમાં જીવ સાથે ચોંટી જવાને દ્રવ્યસવ’ ધે છે.
જીવના શુભ કે અશુભ મનોભાવો અનુસાર જ જીવમાં શુભ કે અશુભ કર્માણુઓનો (કર્મરૂપી અણુઓ) પ્રવેશ થાય છે. શુભ અને અશુભ મનોભાવોની તીવ્રતા અને મંદતા અનુસાર જ પુણ્ય અને પાપના આસવમાં પણ વિશેષતા હોય છે. આ પ્રમાણે કષાય (મનોવિકાર) જ જીવના બંધનનું કારણ છે. બંધનની પરિભાષા આપતાં તત્ત્વાધિગમ સૂત્રમાં કહેવામાં આવ્યું છેઃ
સકષાયત્વાજજીવઃ કર્મણો યોગ્યાનું પુદ્ગલાનાદતે સ બંધઃ | અર્થ - કષાયથી યુક્ત થવાથી જીવ પોતાના કર્મોના ઉપર્યુક્ત (પ્રમાણે) પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે જ બંધન છે.
જૈન ધર્મમાં બંધનના બે ભેદ કરવામાં આવે છેઃ (1) ભાવ બંધ અને (2) દ્રવ્ય બંધ. કારણ કે કષાય (મનના વિકારો)ના કારણે જ કર્મ-પુદ્ગલ જીવની તરફ આકર્ષાય છે, એટલા માટે મનોવિકારના પ્રગટ થવાને જ “ભાવ બંધ કહે છે અને એના ફળસ્વરૂપે કર્મ-પુદ્ગલોના જીવની સાથે ચોંટી જાય એટલે કે બંધાઈ જવાને દ્રવ્ય બંધ કહે છે.
વિભિન્ન કષાયોથી ગ્રસિત જીવની મન, વચન અને કાયાની શુભ અને અશુભ ક્રિયાઓ જીવને છ પ્રકારના સૂક્ષ્મ રંગોથી રંગી દે છે, જેમને જૈન ધર્મમાં લેશ્યા' કહેવામાં આવે છે. લેડ્યા (તેજ)ઓના છ રંગ બતાવવામાં આવ્યા છે - 1. કૃષ્ણા (કાળો) 2. નીલ (નીલો) 3. કાપાત (ભૂરો) 4. પીત (સોનાના
Page #83
--------------------------------------------------------------------------
________________
82
જેને ધર્મ સાર સંદેશ સમાન પીળો) 5. પદ્મ (કમળના રંગનો) અને 6. શ્વેત (ઉજળો) એમનામાં પ્રથમ ત્રણ લેગ્યાઓ અશુભ અને શેષ ત્રણ લેગ્યાઓ શુભના સૂચક છે. બધા સંસારી જીવોમાંથી લેશ્યાઓ ન્યુનાધિક અંશમાં પ્રાપ્ત થાય છે, પરંતુ કેવળ તેઓ જ એમને જોઈ શકે છે જેમને આંતરિક દૃષ્ટિ પ્રાપ્ત છે. સાધારણ સંસારી જીવોને એ લેશ્યાઓ દેખાતી નથી. મુક્ત જીવોને લેશ્યા હોતી નથી, કારણ કે તેમનામાં કષાયોનો અંત થઈ ગયો હોય છે.
કેટલાક લોકો પાપકર્મોથી દૂર રહેવા અને અધિકથી અધિક પુણ્ય કર્મ કરવા પર ભાર આપે છે. પાપ કર્મોથી પુણ્ય કર્મો અવશ્ય જ સારાં છે, પરંતુ માત્ર પુણ્ય કર્મો કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જો પાપ કર્મોથી જીવ અશુભ લેશ્યાઓથી રંગાય છે તો પુણ્ય કર્મોથી શુભ લેશ્યાઓથી રંગાય છે. આ પ્રમાણે પાપ અને પુણ્ય – બન્ને જીવને બંધનમાં ફસાયેલા જ રાખે છે. ફરક માત્ર એ જ છે કે પુણ્ય કર્મ સુખદાયી ભોગ-વિષયોથી યુક્ત મનુષ્ય યોનિ અથવા દેવયોનિમાં જન્મ લેવાનું કારણ બને છે, જ્યારે કે પાપ કર્મો દુઃખોથી ભરેલા નરક કે પશુ-પક્ષીઓની યોનિમાં જન્મ લેવાનું કારણ બને છે. આ પ્રમાણે એવું કહી શકાય છે કે પાપ કર્મો દ્વારા જીવ લોઢાની સખત બેડીઓથી બંધાઈ જાય છે અને પુણ્ય કર્મો દ્વારા તે સુંદર દેખાતી સોનાની બેડીઓથી બંધાઈ જાય છે. પરંતુ એમનામાંથી કોઈ પણ કર્મથી જીવને મુક્તિ મળતી નથી. તે સંસારનો કેદી જ બનેલો રહે છે અને આવાગમનના ચક્રમાંથી છુટકારો પામતો નથી. હુકમચંદ ભારિë એ તથ્યને આ શબ્દોમાં વ્યકત કર્યું છેઃ
સામાન્ય જન પુણ્યને સારું અને પાપને બૂરું સમજી લે છે, કારણ કે પુણ્યથી મનુષ્ય અને દેવ ગતિની પ્રાપ્તિ થાય છે અને પાપથી નરક કે તિર્યંન્ચ (મનુષ્યથી હલકી) ગતિની.
તેમનું ધ્યાન એ તરફ નથી જતું કે ચારેય ગતિઓ સંસાર છે અને સંસાર દુઃખરૂપ જ છે. પુણ્ય અને પાપ બન્ને સંસારનાં જ કારણ છે. સંસારમાં પ્રવેશ કરાવનારાં પુણ્ય-પાપ સારાં કેવી રીતે હોઈ શકે? પુણ્ય-પાપ બંધરૂપ છે અને આત્માનું હિત અબંધ (મોક્ષ) દશા પ્રાપ્ત કરવામાં છે. જો કે પાપની અપેક્ષાએ પુણ્યને સારું કહેવામાં આવ્યું છે, પરંતુ મુક્તિના માર્ગમાં તેનું સ્થાન અભાવાત્મક જ છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
જીવ, બંધન અને મોક્ષ
શુભ ભાવોથી પુણ્યાસવ અને પુણ્યબંધ થાય છે. અશુભ ભાવોથી પાપાસ્રવ અને પાપબંધ થાય છે. બંધ ભલે પુણ્યનું હોય કે પાપનું, તે છે તો આખરે બંધ જ. તેનાથી આત્મા બંધાય જ છે, મુક્ત તો થતી નથી. પુણ્યને સોનાની બેડી અને પાપને લોઢાની બેડી બતાવી છે.9
83
બંધનની અવસ્થામાં જીવ અને પુદ્ગલ એક-બીજા સાથે તેવી જ રીતે એકમેક (હળી-મળીને એક) થઈ જાય છે જેવી રીતે દૂધ અને પાણી આપસમાં મળીને એકમેક થઈ જાય છે; અથવા જેવી રીતે તપેલા લાલ અંગારામાં કોલસો અને આગ કે તપેલા લાલ લોઢામાં લોઢું અને આગ-બન્ને એકમેક થઈ જાય છે. પાણીમાં મળેલા દૂધના કોઈપણ બુંદમાં દૂધ અને પાણી ભળેલા જ રહે છે. એવી જ રીતે તપેલા અંગારા કે તપેલા લોઢાના પ્રત્યેક ભાગમાં ક્રમશઃ કોલસો અને આગ તથા લોઢું અને આગ મળેલાં જ જોવા મળે છે. એવી જ રીતે સજીવ શરીરના પ્રત્યેક ભાગમાં પુદ્ગલ અને ચૈતન્ય (જે જીવનું લક્ષણ છે) મળેલા જોવા મળે છે.
જ્યારે ઉચિત વિધિથી પાણીમાં ભળેલા દૂધને ઉકાળવામાં આવે છે, ત્યારે જ દૂધને પાણીથી અલગ કરી શકાય છે. તેવી રીતે જ્યારે કોલસા અને તપ્ત લોઢાને ઠંડા કરવામાં આવે છે, ત્યારે કોલસો અને લોઢું આગથી અલગ થાય છે. તેવી જ રીતે જયારે ઉચિત વિધિથી જીવ પોતાને કર્મોથી અલગ કરી લે છે કે કર્મોને મિટાવી દે છે, ત્યારે તે કર્મોથી છુટકારો પામી મોક્ષની પ્રાપ્તિ કરી લે છે.
હવે આપણે મોક્ષ-પ્રાપ્તિની પ્રક્રિયા અને સાધન પર વિચાર કરીશું.
મોક્ષ
બંધનથી મુક્ત થવાની પ્રક્રિયા આપણે જોઈ ચૂક્યા છીએ કે જીવનો પુદ્ગલો સાથે સંયોગ થવો તે જ બંધન છે. એટલા માટે જીવનું પુદ્ગલો સાથે વિયોગ થવો તે જ મોક્ષ છે. જીવનો પુદ્ગલો સાથે
Page #85
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
વિયોગ ત્યારે જ થઈ શકે છે જ્યારે જીવમાં નવા પુદ્ગલોનો પ્રવેશ (આશ્રવ) બંધ થઈ જાય અને જીવમાં જે પુદ્ગલ પહેલેથી જ પ્રવિષ્ટ (પ્રવેશેલા) છે, તે ખરી પડે અથવા નષ્ટ થઈ જાય. જૈન ધર્મમાં પ્રથમને ‘સંવર’ અને બીજાને ‘નિર્જરા’ કહે છે.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર માં સંવરને સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું છેઃ આસવનિરોધઃ સંવર :10
84
અર્થ-કર્મોના આસવનો નિરોધ કરવો (તેમને રોકવા) સંવર છે.
સંવરના બે ભેદ કહેવામાં આવ્યા છે ભાવ સંવર અને દ્રવ્ય સંવર. જીવના જે આંતરિક ભાવોથી કર્મોનો આસ્રવ અટકી જાય છે, તે ભાવોને જ ભાવ સંવર કહે છે તથા આ ભાવોના ફળસ્વરૂપે નવા કર્મ-પુદ્ગલોનું જીવની સાથે ન બંધાવું જ દ્રવ્ય સંવર કહેવાય છે.
કર્મ – પરમાણુ જીવની તરફ આકૃષ્ટ (આકર્ષિત) થાય અને જીવસાથે ન બંધાય, એના માટે જે ઉપાયોને અપનાવવાની આવશ્યકતા છે, તેમને સંવરનું કારણ કહેવામાં આવે છે. તે છ પ્રકારનાં બતાવવામાં આવ્યા છેઃ (1) ગુપ્તિ-મન, વચન અને કાયાની ચંચળતાને રોકવી. કર્મોના આસવને રોકવા માટે આ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. પરંતુ મન-ઇંદ્રિયની ચંચળતાને એકાએક અટકાવવી પ્રાયઃ (લગભગ) અસંભવ છે. એટલા માટે નિમ્નલિખિત સહાયક સાધનો બતાવવામાં આવ્યાં છેઃ (2) સમિતિ હરવા-ફરવામાં, ઉઠવા-બેસવામાં, ખાવા-પીવા વગેરેમાં એ પ્રમાણે સાવધાની રાખવી કે જીવ-હિંસા ન થવા પામે. (3) ધર્મવિષય-વિકારોથી બચીને રહેવા માટે સત્પુરુષો દ્વારા બતાવેલા ધર્માચરણને અપનાવવું (વિશેષ વિસ્તાર માટે અધ્યાય 3: જૈન ધર્મનું સ્વરૂપ જુઓ). (4) અનુપ્રેક્ષા-સંસાર, દેહ અને ભોગો પ્રતિ વિરક્તિ ઉત્પન્ન કરવા માટે આ બધાની અનિત્યતા વગેરેની ભાવના કરવી (વિશેષ વિસ્તાર માટે અધ્યાય 6ઃ અનુપ્રેક્ષા જુઓ), (5) પરીષહજય-ભૂખ-તરસ, ઠંડી-ગરમી વગેરેથી ઉત્પન્ન કષ્ટો અથવા કઠિનાઈઓને સહન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવી અને (6) ચારિત્રસત્પુરુષોના બતાવેલાં માર્ગ પર ચાલતાં સદાચારના નિયમોનું પાલન કરવું અને આંતરિક સાધનામાં લાગવું (વિશેષ વિસ્તાર માટે આ જ અધ્યાયમાં આગળ સમ્યક્ ચારિત્ર જુઓ)
-
Page #86
--------------------------------------------------------------------------
________________
જીવ, બંધન અને મોક્ષ
સંવરના આ ઉપાયોનો ઉલ્લેખ તત્વાર્થાધિગમસૂત્રમાં આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
સ ગુપ્તિ સમિતિ ધર્માનુપ્રેક્ષા પરીષહજય ચારિત્રેડા અર્થ - તે (સંવર) ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહ અને ચારિત્રથી થાય છે.
યદ્યપિ સંવરથી નવાં કર્મોનું આગમન અટકી જાય છે, નવા કર્મો જીવમાં પ્રવેશી શકતા નથી, છતાં પણ જુનાં કર્મો જીવમાં સંચિત જ રહે છે. જ્યાં સુધી એમનાથી જીવનો પૂરી રીતે છુટકારો થઈ જતો નથી, ત્યાં સુધી તેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ સંચિત કર્મોના વિનાશ માટે જ સાધકોએ કઠિન સાધના કરવાની આવશ્યકતા છે. જીવનાં કર્મોના નષ્ટ થઈ જવાને અથવા ખરી પડવાને જ નિર્જરા કહે છે. ભાવ સંવર અને દ્રવ્ય સંવરની જેમ નિર્જરાના પણ બે ભેદ છે – ભાવ નિર્જરા અને દ્રવ્ય નિર્જરા. જીવના જે શુદ્ધ ભાવોના હોવાને કારણે કર્મ ખરે કે નષ્ટ થાય છે તે ભાવોનું હોવું તે જ ભાવ નિર્જરા છે અને કર્મોનું વાસ્તવમાં ખરી જવું કે નષ્ટ થઈ જવું દ્રવ્ય નિર્જરા છે.
નિર્જરા બે પ્રકારની હોય છે – સવિપાક (વિપાકજા) નિર્જરા અને અવિપાક (અવિપાકજા) નિર્જરા. જ્યારે જીવનાં કર્મોની યથા સમયે ચૂકવણી થઈ જાય છે, ત્યારે પોતાનું ફળ આપી ચૂકેલાં કર્મો આપમેળે ખરી પડે છે. એને સવિપાક કે વિપાકજા નિર્જરા કહે છે. પરંતુ જ્યારે જીવ પોતાની ધ્યાન વગેરે સાધના દ્વારા પોતાનાં કર્મોને તેમનાં ફળ આપવા પૂર્વે જ બાળી દે અથવા નષ્ટ કરી દે છે, ત્યારે તેને અવિપાક કે અવિતાકજા નિર્જરા કહે છે. એ તે જ રીતે થાય છે, જેમ કેરી વગેરે ફળ યથા સમયે પોતાને-જાતે પાકે છે અથવા આપમેળે પાકવાના પૂર્વે જ તેમને ઉચિત ઉપાયથી પકવી લેવામાં આવે છે. સંસારી જીવોનું કર્મફળ સવિપાક (વિપાકજા) હોય છે, પરંતુ સાચા સાધકો પોતાનાં સંચિત કર્મોને તેમનાં ફળ આપતાં પૂર્વે જ પોતાની સાધના દ્વારા નષ્ટ કરી દે છે. એટલા માટે અવિપાક નિર્જરા કેવળ સાચા સાધકો અથવા સંત-મહાત્માઓને જ હોય છે.
જૈનધર્મામૃતમાં નિર્જરા અને તેના આ બે ભેદોનો ઉલ્લેખ આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
Page #87
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ સાર સંદેશ
ઉપારકર્મણઃ પાતો નિર્જરા દ્વિવિધા ચ સા | આઘા વિપાકજા તત્ર દ્વિતીયા ચાવિપાકજા ||
અર્થ – સંચિત કર્મને દૂર કરવાને નિર્જરા કહે છે. તે નિર્જરા બે પ્રકારની છે – એક વિપાકજા નિર્જરા અને બીજી અવિપાકજા નિર્જરા.2
જૈન ધર્મમાં તપને નિર્જરાનો ઉપાય બતાવવામાં આવ્યો છે, જેમ કે તત્ત્વર્થધિગમ સૂત્રમાં કહ્યું છેઃ
તપસા નિર્જરા ચા અર્થ-તપથી નિર્જરા થાય છે અને સાથે જ સંવર પણ.
જૈન ધર્મ અનુસાર તપનો વાસ્તવિક અભિપ્રાય ઈચ્છાને રોકવાનો છે. એને સ્પષ્ટ કરતા ધવલા પુસ્તકમાં કહેવામાં આવ્યું છેઃ
ઈચ્છાનિરોધસ્તપ: 4 અર્થ-ઈચ્છાઓના નિરોધનું નામ તપ છે.
આ પ્રમાણે જૈન ધર્મ અનુસાર તપનો અર્થ શરીરને અનાવશ્યક કષ્ટ આપવાનો નથી, બલકે ઉચિત સંયમ, ધર્માચરણ અને ધ્યાનની અંતર્મુખી સાધના દ્વારા મનની ઇચ્છાઓ પર વિજય પ્રાપ્ત કરવાનો છે. તે બતાવતા કે તપનો વાસ્તવિક ઉદ્દેશ્ય ઇચ્છા-નિરોધ, અર્થાત્ ઇચ્છાઓને રોકવાનો અથવા તેમના પર વિજય પ્રાપ્ત કરવાનો છે અને એનો સર્વોત્તમ ઉપાય શુકલ ધ્યાન છે, જેન ધમમૃતમાં કહેવામાં આવ્યું છેઃ
જૈન ધર્મમાં શારીરિક તપસ્યાને ત્યાં સુધી સ્થાન અથવા મહત્વ આપવામાં આવ્યું છે, જ્યાં સુધી કે તે માનસિક તપસ્યા અર્થાત્ ઇચ્છા-નિરોધ માટે સહાયક છે. જો શારીરિક તપસ્યા કરવા છતાં પણ મનુષ્ય મનની ઇચ્છાઓનો વિરોધ કરી શકતો નથી, તો તે તપને જૈન ધર્મમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી, પરંતુ તેને નિરર્થક કહેવામાં આવ્યું છે. એટલા માટે બાહ્ય તપોને યથાશક્તિ આવશ્યકતાનુસાર કરતાં કરતાં અંતરંગ તપોને વધારવા માટે જૈનાચાર્યોએ ઉપદેશ આપ્યો
Page #88
--------------------------------------------------------------------------
________________
જીવ, બંધન અને મોક્ષ
છે. માનસિક (અંતરંગ કે અંતર્મુખી) તપોમાં પણ સર્વોત્તમ તપ જે શુકલ ધ્યાન છે, વસ્તુતઃ તે જ કર્મ-નિર્જરાનું મુખ્ય કારણ છે.
એ સમજ્યા પછી કે જીવ સંવર અને નિર્જરાની પ્રક્રિયાનો દ્વારા કર્મબંધનથી મુક્ત થાય છે, આપણે તે જાણવું આવશ્યક છે કે સંવર અને નિર્જરાની પ્રક્રિયાઓને ક્રિયાશીલ બનાવવા અને તેમને શીધ્રાતિશીઘ્ર ફળીભૂત બનાવીને બંધન-મુક્ત થવાનો કયો ઉપાય છે. બીજા શબ્દોમાં, આપણે કઈ સાધનાને અપનાવીને, અર્થાત્ કયા માર્ગ પર ચાલીને મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ છીએ? હવે આપણે આ જ પ્રશ્નના જવાબ પર વિચાર કરીશું.
મોક્ષમાર્ગઃ રત્નત્રય
જ્યારે જીવ પોતાના અજ્ઞાનવશ રાગ, દ્વેષ, મોહ, લોભ, અહંકાર વગેરે મનો-વિકારોનો શિકાર થઈ પોતાના નિર્મળ સ્વરૂપને ભૂલાવી દે છે ત્યારે તેને પોતાના કર્તવ્યનું જ્ઞાન રહેતું નથી. તે સમજી શકતો નથી કે તેણે પોતાના વાસ્તવિક હિત માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આ કારણે તે ઉચિત માર્ગથી ભટકી જાય છે. એના ફળસ્વરૂપે તે સંસારના આવાગમનના ચક્રમાં પડીને દુઃખ ભોગવતો રહે છે. એનાથી છુટકારો મેળવવા, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ માટે જીવે પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખવું અત્યંત આવશ્યક છે. પોતાના વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા અને આત્મ-સ્વરૂપમાં સ્થિર થવા માટે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્યારિત્રને દઢતાથી ધારણ કરવાની આવશ્યકતા હોય છે. એમને જ મોક્ષ-માર્ગ કહેવામાં આવે છે. તત્ત્વાક્ષધિગમ સૂત્રના પ્રથમ સૂત્રમાં જ કહેવામાં આવ્યું છેઃ
સમ્યગ્દર્શનશાનચારિત્રાણિ મોક્ષમાર્ગઃ | અર્થ-સમ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્રનો મેળ મોક્ષમાર્ગ છે.
મોક્ષમાર્ગનો અર્થ છે જીવની વિશુદ્ધિનો માર્ગ, જીવનો પોતાના સ્વરૂપમાં સ્થાપિત થવાનો માર્ગ, જીવના અજ્ઞાન અને દુઃખોનો સદાને માટે અંત કરવાનો માર્ગ અને જીવનો પોતાના અનંત ગુણોથી યુક્ત થઈ સદાને માટે સુખ-શાંતિ પ્રાપ્ત કરાવવાનો માર્ગ.
Page #89
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ સાર સંદેશ સમ્યક્ટર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકારિત્રને જ “રત્નત્રય’ કહે છે, કારણ કે આ ત્રણેય રત્નોની જેમ ખૂબ જ દુર્લભ અને અમોલખ છે. એમને દુર્લભ એટલા માટે કહેવામાં આવ્યાં છે, કારણ કે એક તો પરમાર્થ કે આધ્યાત્મિકતામાં રુચિ રાખનારા, અર્થાત્ મોક્ષાભિલાષી જીવ જ ઘણા ઓછા જોવા મળે છે અને બીજું, જો કેટલાક મોક્ષાભિલાષી જીવ હોય તો પણ મોક્ષ-માર્ગની દુર્ગમતાને જોઈને એના પર અંત સુધી ચાલતા રહેવાનું સાહસ કોઈ વિરલો જ કરી શકે છે. એમને રત્નની જેમ અમોલખ એટલા માટે કહેવામાં આવ્યાં છે, કારણ કે મોક્ષમાર્ગ તે લક્ષ્યની પ્રાપ્તિ કરાવે છે જેનો કોઈ મોલ છે જ નહીં. એ તો જીવને પરમપદની પ્રાપ્તિ કરાવી દે છે. આ મોક્ષમાર્ગ પર ચાલીને મનુષ્ય પોતાના જીવન ધન્ય બનાવી લે છે.
સમ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રશ્ચારિત્ર – આ બધા અલગ-અલગ મોક્ષના ત્રણ માર્ગ નથી, બલકે એ એક જ મોક્ષ-માર્ગના ત્રણ આવશ્યક અંગ છે; અર્થાત્ મોક્ષમાર્ગમાં આ ત્રણેયનો પરસ્પર સમન્વય અથવા મેળ છે. એમનામાંથી કોઈ પણ એક સાધન પોતાનામાં પર્યાપ્ત નથી. ન માત્ર દર્શન કે વિશ્વાસ માત્રથી, ન કોરા જ્ઞાનથી અને ન વિશ્વાસ અને જ્ઞાનથી રહિત દિશાહીને ચારિત્ર (આચરણ)થી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. મોક્ષ-પ્રાપ્તિ માટે ત્રણેયમાં યથોચિત (યોગ્ય) તાલમેલ હોવો આવશ્યક છે. ઉદાહરણ માટે, જો કોઈ મનુષ્ય કોઈ ગંતવ્ય (ચોકકસ) સ્થાન પર જવા ચાહે છે તો તેનું મસ્તિષ્ક (દિમાગ) લક્ષ્યને નિર્ધારિત કરે છે, આંખો તે લક્ષ્ય સુધી પહોંચવાનો રાહ દેખાડે છે અને પગ ત્યાં સુધી ચાલીને જાય છે. જો લક્ષ્ય જ નિશ્ચત ન હોય કે લક્ષ્ય સુધીની રાહ જોવાનું કોઈ સાધન ન હોય કે ત્યાં પહોંચનારા પગ સાથ ન આપે તો લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. એવી જ રીતે સમ્યદર્શન, સમ્યજ્ઞાન, અને સમ્મચારિત્રમાં પરસ્પર તાલમેલ હોવો આવશ્યક છે. આ જ પ્રમાણે જો કોઈ
વ્યકિત બીમાર હોય તો તેને પોતાના ઈલાજ માટે કોઈ યોગ્ય ડોકટર કે વૈદ્યમાં વિશ્વાસ હોવો જોઈએ, તેની પાસેથી ઉચિત દવાની જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ અને પછી બતાવવામાં આવેલી દવાનું સંયમ અને નિયમ સાથે સેવન કરવું જોઈએ, ત્યારે જ તે વ્યકિતની બીમારી દૂર થઈ શકે છે. ઠીક તેવી જ રીતે સમ્યક્ટર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર આ ત્રણેયમાંથી કોઈ એક પોતાની
Page #90
--------------------------------------------------------------------------
________________
જીવ, બંધન અને મોક્ષ રીતે પર્યાપ્ત નથી, બલકે આ ત્રણેયનો તાલમેલ સાથે ગ્રહણ કરવાથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. હવે આપણે આ ત્રણેય પર વિચાર કરીશું.
1. સખ્યદર્શન
જૈન ધર્મમાં “દર્શન’ શબ્દ મુખ્યતઃ શ્રદ્ધા અને વિશ્વાસનો સૂચક માનવામાં આવે છે. જ્યારે જીવમાં પોતાના વિવેકથી અથવા કોઈ સદ્ગથ અથવા સદ્ગક્ના ઉપદેશથી આત્મજ્ઞાન કે તત્ત્વ-જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા ઉત્પન્ન થાય છે, ત્યારે તે એની પ્રાપ્તિ માટે દેવ, શાસ્ત્ર અને ગુમાં સાચી શ્રદ્ધા અને દૃઢ વિશ્વાસ કરવા લાગે છે. તેના આ શ્રદ્ધા-વિશ્વાસને જ સમ્યદર્શન કહે છે.
આ શ્રદ્ધા-વિશ્વાસ અંધવિશ્વાસથી બિલકુલ ભિન્ન છે; કારણ કે આ વિશ્વાસ સમ્યક (સાચો અથવા યથાર્થ) છે, જે પ્રારંભિક સૂઝ-સમજ અને આવશ્યક જાંચ-પડતાલ પછી પોતાના નિજી અનુભવના આધારે કરવામાં આવે છે.
અનેક જૈનાચાર્યોએ પોત-પોતાના વિશેષ અભિપ્રાય કે દ્રષ્ટિકોણથી એની અલગ-અલગ પરિભાષાઓ આપી છે, પરંતુ આ પરિભાષાઓની વચ્ચે ખરેખર કોઈ મૌલિક અંતર કે મતભેદ નથી. મુખ્યરૂપે સમ્યદર્શનની નીચે પ્રમાણે પરિભાષાઓ આપી છેઃ
1. સાચા દેવ-શાસ્ત્ર અને ગુરુપ્રતિ શ્રદ્ધા-વિશ્વાસ રાખવો સમ્યક્ટર્શન છે. 2. જીવ-અજીવ વગેરે તત્ત્વાર્થોમાં શ્રદ્ધા કરવી સમ્યક્ટર્શન છે. 3. સ્વપર-ભેદવિજ્ઞાન જ સમ્યદર્શન છે. 4. આત્માના સાચા સ્વરૂપમાં શ્રદ્ધા-વિશ્વાસ રાખવો જ સમ્યદર્શન છે. પહેલી પરિભાષા આપતાં રત્નકડું શ્રાવકાચારમાં કહેવામાં આવ્યું છેઃ સત્યાર્થ અથવા મોક્ષ ને કારણભૂત દેવ, શાસ્ત્ર અને ગુનો શ્રદ્ધાન (વિશ્વાસ) કરવાને સમ્યક્રદર્શન કહેવામાં આવે છે..? આ જ પરિભાષા જૈનધકૃિતમાં પણ આપવામાં આવી છે. 18 બીજી પરિભાષા આપતાં તત્ત્વાધિગમ સૂત્રમાં કહેવામાં આવ્યું છેઃ તત્વાર્થશ્રદ્ધાન સમ્યક્ટર્શન
Page #91
--------------------------------------------------------------------------
________________
90
જૈન ધર્મઃ સાર સંદેશ
અર્થ- જીવાદિ તત્ત્વાર્થોનું સાચું શ્રદ્ધાન જ સમ્યક્ર્શન છે. ત્રીજી પરિભાષાનો ઉલ્લેખ કરતાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહેવામાં આવ્યું છેઃ
આત્માનું પરદ્રવ્યથી ભિન્ન અવલોકન તે જ નિયમથી સમ્યક્દર્શન છે.20 ચૌથી પરિભાષાને પુરુષાર્થસિદ્ધયુપાયમાં આ પ્રકારે વ્યક્ત કરવામાં
આવી છેઃ
દર્શનમાત્મવિનિશ્ચિતિ:21
અર્થ- પોતાના આત્માનો જ યથાર્થ રૂપથી નિશ્ચય કરવો સમ્યક્દર્શન છે યદિપ ઉપરથી જોતાં આ પરિભાષાઓ ભિન્ન-ભિન્ન પ્રતીત થાય છે, પરંતુ ધ્યાનપૂર્વક વિચાર કરતાં આપણે જાણી શકીએ છીએ કે આ બધાનો અભિપ્રાય અલગ-અલગ નથી. બધાનું અંતિમ લક્ષ્ય આત્મ તત્ત્વનો જ સાક્ષાત્કાર કરવાનું છે. માત્ર ભિન્ન-ભિન્ન પ્રયોજનોને મુખ્ય રાખવાના કારણે વિભિન્ન આચાર્યોએ અલગ-અલગ પરિભાષાઓ આપી છે. ઉદાહરણ માટે, અરહંતાદિ દેવ, શાસ્ત્ર અને ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ બધા તત્ત્વોના શ્રદ્ધાન અને જ્ઞાનના કારણે છે. પછી સાસ્ત્રના અંતર્ગત નિશ્ચિત રૂપથી સપ્ત તત્ત્વોનું શ્રદ્ધાન આવી જાય છે અને સપ્ત તત્ત્વોના જ્ઞાન થતાં દેવ શાસ્ત્ર અને ગુરુના પ્રતિ શ્રદ્ધા અને વિશ્વાસ હોવાં આવશ્યક જ છે. આ પણ સ્પષ્ટ છે કે સપ્ત તત્ત્વોના અંતર્ગત આત્મ તત્ત્વ મુખ્ય રૂપે ગ્રહણ કરવામાં આવે છે. આ જ પ્રમાણે સ્વપર-ભેદ વિજ્ઞાનમાં પણ મુખ્ય પ્રયોજન આત્માને જ અજીવાદિ અન્ય તત્ત્વોથી ભિન્ન રૂપમાં જાણવાનું છે. આ પ્રમાણે પ્રત્યેક પરિભાષામાં કોઈ એકને મુખ્યરૂપથી લેવાથી પણ ગૌણ રૂપે અન્ય બધા તેની અંદર આવી જાય છે. અતઃ આ બધી પરિભાષાઓનું અંતિમ લક્ષ્ય આત્મ તત્ત્વનું જ શ્રદ્ધાન કરવાનું છે, જેની શરૂઆત દેવ-શાસ્ત્ર-ગુરુના શ્રદ્ધાનથી થાય છે.
પ્રથમ પરિભાષામાં આવેલા દેવ, શાસ્ત્ર અને ગુરુ શબ્દોના ઠીક-ઠીક અર્થ સમજી લેવા જોઈએ, કારણ કે મોક્ષ-માર્ગ પર કદમ આગળ વધારતાં સમયે એમની વિશેષ આવશ્યકતા હોય છે. સંક્ષેપમાં, મોક્ષ તત્ત્વને પ્રાપ્ત આત્મા જ દેવ કહેવાય છે તથા સંવર-નિર્જરા દ્વારા બધા કર્મોથી રહિત નિર્મળ આત્માને જ
Page #92
--------------------------------------------------------------------------
________________
91
જીવ, બંધન અને મોક્ષ ગુરુ કહે છે, જેઓ આખ (પ્રામાણિક અથવા યથાર્થજ્ઞાનથી યુક્ત) અને સાચા હિતોપદેશી હોય છે. એવા દેવ અને ગુની ઉપદેશ યુક્ત વાણી જ શાસ્ત્ર છે.
અરહંત દેવ અથવા સાચા ગુરુદેવને જ “આપ્ત' કહે છે. “આપ્ત’નો અર્થ દર્શાવતા જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
જે રાગ-દ્વેષાદિ દોષોથી રહિત વીતરાગ હોય, સર્વજ્ઞ હોય, આગમના ઈશ અર્થાત હિતોપદેશી હોય, તે જ નિયમથી આપ્ત અર્થાત્ સાચા દેવ હોઈ શકે છે. અન્યથા - આ ત્રણેય ગુણોમાંથી કોઈ એકના વિના આપ્તપણું સંભવ નથી.2
ઉપરોકત સ્વરૂપવાળા દેવ, શાસ્ત્ર અને ગુમ્માં દઢ શ્રદ્ધા અને વિશ્વાસ હોવાને જ સમ્યદર્શન કહે છે .
સમ્યદર્શનના પ્રસંગમાં નાથુરામ ડોંગરીય જેન કહે છે: જે આત્મશુદ્ધિ કરવા તરફ પોતાની રુચિ રાખે છે અને તત્ત્વના સ્વરૂપને સારી-રીતે સમજે છે, એ વાત પર ક્યારેય આશંકા કરી શકતો નથી કે આત્મા આ બધા સાંસારિક દુઃખોથી અવશ્ય છૂટી શકે છે, તથા એમનાથી છૂટવાનો ઉપાય સમ્યક્દર્શન જ્ઞાન અને ચારિત્ર છે, તે એ પણ જાણે છે કે તત્ત્વનું સાચું સ્વરૂપ નિઃસ્વાર્થ અને નિષ્પક્ષ વીતરાગ અને સર્વજ્ઞ દેવ જ ઠીક-ઠીક બતાવી શકે છે, ન કે રાગ દ્વેષી અસર્વજ્ઞ. એવી શ્રદ્ધાને નિશક્તિ અંગ કહેવાય છે.23 આવી નિઃસહ શ્રદ્ધા અને દઢ વિશ્વાસને જ સમ્યગ્દર્શન કહે છે.
આ જ સાચી શ્રદ્ધા અને દઢ વિશ્વાસ સાધકને સદા લક્ષ્યની તરફ વધવાની પ્રેરણા આપતો રહે છે, જેના સહારાથી તે મોક્ષ માર્ગમાં આવનારી કઠિનાઈઓનો સાહસની સાથે સામનો કરીને અંતે તેમને પાર કરી લે છે. જેમની પાસે શ્રદ્ધાવિશ્વાસરૂપી દુર્લભ રત્ન નથી અથવા જેમનો વિશ્વાસ નબળો છે, તેઓ ઇચ્છા હોવા છતાં પણ પરમાર્થના માર્ગમાં ઉન્નતિ કરી શકતા નથી. તેમની અવસ્થા તે દુર્બળ પાંખોવાળા પક્ષીઓ સમાન છે જે આકાશમાં ઊંચી ઉડાન ભરવા તો ચાહે છે, પરંતુ સાચી શ્રદ્ધા અને વિશ્વાસરૂપી પાંખો ન હોવાને અથવા કમજોર હોવાને
Page #93
--------------------------------------------------------------------------
________________
92
જૈન ધર્મ સાર સંદેશ કારણે સાધનાની ઊંચી ઉડાન ભરી શકતા નથી. આ જ કારણે મોક્ષની પ્રાપ્તિ કરવામાં તેઓ વિફળ રહે છે. પરંતુ દઢ શ્રદ્ધા અને વિશ્વાસવાળો સાધક જીવનના લક્ષ્યની પ્રાપ્તિમાં સહાયક શ્રદ્ધા-વિશ્વાસરૂપી દીપકને કઠણાઈઓની આંધીમાં સંભાળીને રાખે છે અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ કરી લે છે.
સમ્યક્રર્શનથી યુક્ત વ્યક્તિને “સમ્યદૃષ્ટિ' કહેવામાં આવે છે. સાંસારિક લોકો બાહ્ય સાંસારિક વસ્તુઓ તરફ દોડતા રહે છે, જ્યારે સમ્યદૃષ્ટિ આંતરિક જ્ઞાન અને આનંદને પોતાનો લક્ષ્ય બનાવે છે. તે બહારથી ભોગી દેખાતો હોવા છતાં પણ અંતરથી અંતઃકરણથી રાગરહિત યોગી બનેલો રહે છે. તેના સંબંધમાં ગણેશપ્રસાદ વર્મી કહે છેઃ
સમ્યદૃષ્ટિને આત્મા અને અનાત્માનો ભેદ-વિજ્ઞાન પ્રગટ થઈ જાય છે. તે સકળ બાહ્ય પદાર્થોને હેય (ત્યાગવા યોગ્ય) જાણવા લાગે છે. પરંતુ (આત્માથી ભિન્ન) પદાર્થોથી તેની મૂછ (મોહ કે આસક્તિ) બિલકુલ હટી જાય છે. ... સમ્યદૃષ્ટિમાં વિવેક છે, તે ભોગોથી ઉદાસ રહે છે – તેમનામાં સુખ માનતો નથી.
મોક્ષમાર્ગમાં સમ્મદર્શનનું સ્થાન અત્યંત જ મહત્ત્વપૂર્ણ છે. જૈનધર્મામૃતમાં તેની પ્રાથમિકતા દર્શાવતાં કહેવામાં આવ્યું છેઃ
જ્ઞાન અને ચરિત્રની અપેક્ષાએ સમ્યક્રદર્શનની પ્રધાનરૂપે ઉપાસના કરવામા આવે છે, કારણ કે જિનદેવે તે સમ્યદર્શનને મોક્ષમાર્ગના વિષયમાં “કર્ણધાર' અર્થાત્ પતવાર કે ખેવટિયા કહ્યા છે.
સમ્યકત્વના અભાવમાં જ્ઞાન અને ચારિત્રની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફળ-પ્રાપ્તિ થઈ શકતી નથી, જેમ કે બીજના અભાવમાં વૃક્ષની ઉત્પત્તિ વગેરે અસંભવ છે. ભાવાર્થઃ સમ્યદર્શન રત્નત્રયરૂપ ધર્મનું મૂળ છે. એનો મહિમા અનિર્વચનીય (અકથ્ય) છે. એને પ્રાપ્ત કરી લીધા પછી જીવ ઉત્તરોત્તર આત્મ-વિકાસ કરતાં કરતાં બધા સાંસારિક અભ્યદય (ઉન્નતિ) સુખોને પામીને અંતમાં પરમ નિઃશ્રેયસરૂપ (ઉદ્ધાર) મોક્ષ-સુખને પ્રાપ્ત કરે છે.25
Page #94
--------------------------------------------------------------------------
________________
જીવ, બંધન અને મોક્ષ
હુકમચંદ ભારિë પણ એવો જ ભાવ પ્રગટ કર્યો છે. તેઓ કહે છે:
મુક્તિના માર્ગમાં સમદર્શનનું સ્થાન સર્વાધિક મહત્વપૂર્ણ છે. આ મુક્તિ-મહેલની પ્રથમ સીડી છે, એના વિના જ્ઞાન ને ચારિત્રનું સમ્યક હોવું સંભવ નથી. . સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે, જે એનાથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ જ છે, તેને મુક્તિની પ્રાપ્તિ સંભવ નથી.26
આ પ્રમાણે મોક્ષમાર્ગ પર કદમ રાખવામાં અને નિરંતર આગળ વધીને મોક્ષની પ્રાપ્તિ કરવામાં સમ્યક્ટર્શન અત્યંત જ સહાયક સિદ્ધ થાય છે.
2. સમ્યજ્ઞાન
જ્ઞાનની શરૂઆત દર્શનથી જ થાય છે. સમ્યક્રદર્શનથી યુક્ત જ્ઞાનને જ સમ્યજ્ઞાન કહે છે. સમ્યક્દર્શનની વિભિન્ન પરિભાષાઓનો થોડો ઘણો પ્રભાવ સમ્યજ્ઞાનની પરિભાષા પર પણ જોવા મળે છે. પરંતુ સમ્યજ્ઞાનના સંબંધમાં જૈનાચાર્યોની વચ્ચે મુખ્યરૂપે માત્ર બે જ પ્રકારની વિચારધારા જોવા મળે છે.
પ્રથમ વિચારધારા અનુસાર જ્ઞાન વાસ્તવમાં દર્શનનું જ વિકસિત રૂપ છે. દર્શન, અર્થાત્ શ્રદ્ધા-વિશ્વાસ માટે કોઈપણ વ્યક્તિ, વસ્તુ કે તત્ત્વની કેવળ સામાન્ય જાણકારી જ પર્યાપ્ત હોય છે. પરંતુ જ્ઞાન માટે કોઈ વ્યકિત, વસ્તુ કે તત્ત્વના વિશેષ ગુણોની વ્યાપક અને ઊંડી જાણકારીની આવશ્યકતા હોય છે. આ પ્રમાણે દર્શન પ્રારંભિક અવસ્થાનો અનુભવ છે અને જ્ઞાન તેનું જ પરિપક્વ સ્વરૂપ છે.
આ વિચારધારાને પ્રસ્તુત કરતાં આચાર્ય નેમિચંદ્ર પોતાના કાવ્યસંગ્રહમાં કહે છેઃ
ઊંડાણમાં ઉતર્યા વિના વસ્તુઓના સામાન્ય ગુણો વિશે જે જ્ઞાન થાય છે, તે “દર્શન છે અને વસ્તુઓના વિભિન્ન પાસાઓ વિશે સૂક્ષ્મજ્ઞાન થાય છે, તે “જ્ઞાન” છે.27
Page #95
--------------------------------------------------------------------------
________________
94
જૈન ધર્મ સાર સંદેશ આ જ પ્રમાણેનો વિચાર પ્રગટ કરતાં આચાર્ય હેમચંદ્ર પણ પોતાની પ્રમાણ-મીમાંસામાં કહે છે?
દર્શન જ જ્ઞાનમાં બદલાઈ જાય છે. ...“જ્ઞાન” શબ્દનો અર્થ એ છે કે એમાં વસ્તુના વિશિષ્ટ ગુણો વિશે જાણકારી મળે છે. તેઓ દર્શનની પરિભાષા કરે છેઃ વસ્તુની એવી જાણકારી જેમાં તેના વિશિષ્ટ ગુણોનું નિર્ધારણ (ઉલ્લેખ) હોતું નથી.28
બીજી વિચારધારા અનુસાર આત્માના અંતર્મુખી જ્ઞાનને, જે શ્રદ્ધાવિશ્વાસનો આધાર બને છે, “દર્શન' કહે છે અને આત્માથી ભિન્ન સાંસારિક વસ્તુઓના બર્ણિમુખી જ્ઞાનને “જ્ઞાન” કહેવાય છે.
આચાર્ય વીરસેને ખંડાગમ પર પોતાની ધવલા નામની ટીકામાં આ બીજી વિચારધારાને પ્રસ્તુત કરી છે. તેમણે “બાહ્ય પદાર્થોના જાતિગત અને વિશિષ્ટ ગુણોના બોધને જ્ઞાન કહ્યું છે. જ્યારે આત્મન્ પોતાની ભીતર જુએ છે, ત્યારે તે સ્વયંને જાણે છે અને એને તેમણે દર્શન કર્યું છે. અતઃ દર્શનને અંતર્મુખ માન્યું છે અને જ્ઞાનને બહિર્મુખ.29
નથમલ ટાટિયા પણ આ જ વિચારનું સમર્થન કરતાં કહે છેઃ એક જ ચેતના ઉદ્દેશ્ય-ભેદ અનુસાર દર્શન પણ છે અને જ્ઞાન પણ. જ્યારે એ સ્વયંને સમજવા માટે પ્રયત્નશીલ રહે છે તો એને દર્શન કહે છે અને બાહ્ય જગતને સમજવામાં પ્રયત્નશીલ રહે છે તો એને જ્ઞાન કહે છે.30
આ બન્ને વિચારધારાઓમાં જેટલું અંતર ઉપરથી દેખાય છે, તેટલું અંતર વાસ્તવમાં નથી. તેમનું અંતર મુખ્યતઃ વિભિન્ન દૃષ્ટિકોણોને અપનાવવાના કારણે જ દેખાય છે.
આપણે જાણીએ છીએ કે શ્રદ્ધા-વિશ્વાસ માટે કેવળ આવશ્યક પ્રારંભિક જાણકારીની જ આવશ્યકતા હોય છે અને સમ્યજ્ઞાન માટે આ જ પ્રારંભિક જ્ઞાનને પૂર્ણ રૂપથી વિકસિત કરવામાં આવે છે. પરંતુ સાથે જ આપણે એ પણ જાણીએ છીએ કે સાધકનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મજ્ઞાન કે આત્મ-સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાનો જ છે. અન્ય તત્ત્વોની જાણકારી કેવળ આત્માથી તેમની ભિન્નતા બતાવવા માટે જ કરવામાં આવે છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
95
જીવ, બંધન અને મોક્ષ
આત્મા જ સાર તત્ત્વ છે. એટલા માટે આત્માના જ્ઞાનની આવશ્યકતા આત્મામાં લીન થવા માટે છે. પરંતુ આત્માથી ભિન્ન અન્ય સાંસારિક વિષય અસાર છે. એટલા માટે તેમના જ્ઞાનની આવશ્યકતા તેમના પ્રતિ મોહ અને આસક્તિને ત્યાગવા માટે છે. અતઃ આત્મ તત્ત્વનું જ્ઞાન જ મુખ્ય છે, જ્યારે કે અન્ય તત્ત્વોનું જ્ઞાન ગૌણ છે.
આ વાતોને ધ્યાનમાં રાખીને ઉપર્યુક્ત અને વિચારધારાઓમાં સમન્વય કે તાલમેલ કરીને આપણે સમ્યકજ્ઞાનના વાસ્તવિક સ્વરૂપને સમજવું જોઈએ. આ જ સમન્વયાત્મક વિચારને હુકમચંદ ભારિલે આ પ્રમાણે પ્રગટ કર્યો છે?
સમ્યજ્ઞાનની જેટલી પણ પરિભાષાઓ આપી છે તે બધામાં કોઈ અંતર નથી. તેઓ માત્ર ભિન્ન-ભિન્ન પ્રકરણોમાં વિભિન્ન દૃષ્ટિકોણોથી લખવામાં આવી છે. બધાથી એ તથ્ય ફલિત થાય છે કે મોક્ષમાર્ગમાં પ્રયોજન ભૂત જીવાદિ (જીવ અજીવ વગેરે) પદાર્થોના વિશેષકરીને આત્મહત્ત્વનું સંશય, વિપર્યય અને અનધ્યવસાય-રહિત (અનિશ્ચિતતા-રહિત) જ્ઞાન જ સમ્યજ્ઞાન છે. લોકિક પદાર્થોના જ્ઞાન સાથે એનું કોઈ પ્રયોજન નથી.
સમ્યજ્ઞાન એક પ્રકારે સાચું તત્ત્વજ્ઞાન કે આત્મજ્ઞાન જ છે. સમ્યજ્ઞાનમાં પર દ્રવ્યો જાણવું એટલું મહત્વપૂર્ણ નથી, એટલે કે નિજ આત્મ તત્ત્વનું.”
સંક્ષેપમાં એ કહી શકાય છે કે સાચી શ્રદ્ધા અને દૃઢ વિશ્વાસના આધારે અજીવ વગેરે દ્રવ્યોથી ભિન્ન આત્માના સાચા સ્વરૂપને જાણવું જ સમ્યકજ્ઞાન છે.
સમ્યદર્શન, અર્થાત્ સાચી શ્રદ્ધા અને સાચા વિશ્વાસથી જ સાચું જ્ઞાન કે સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં દર્શન અને જ્ઞાન બંને સંગી છે – બને એક સાથે જ ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે સૂર્યમાંથી કે અગ્નિમાંથી પ્રકાશ અને તાપની ઉત્પત્તિ એક સાથે થાય છે, તે જ પ્રમાણે સાચી શ્રદ્ધા અને સાચું જ્ઞાન પણ એક સાથે જ ઉત્પન્ન થાય છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
96
જૈન ધર્મઃ સાર સંદેશ
જ્ઞાનના ભેદ
જૈન ધર્મમાં જ્ઞાન પાંચ પ્રકારનાં બતાવવામાં આવ્યાં છે : 1. મતિ ૨. શ્રુત 3. અવિધ 4. મનઃપર્યય અને 5. કેવલ.
1. મતિ જ્ઞાન મન અને ઇંદ્રિયોના માધ્યમથી પ્રાપ્ત જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે. જો કે આ પ્રકારના જ્ઞાનને સાધારણ રીતે પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે, પરંતુ જૈન ધર્મ અનુસાર જે જ્ઞાનને આત્મા કોઈ માધ્યમ વિના કે સ્વતઃ (આપમેળે) જાણે છે, માત્ર તેને જ સાચા અર્થમાં પ્રત્યક્ષ કહી શકાય છે. એટલા માટે મન અને ઇંદ્રિયોના માધ્યમથી પ્રાપ્ત જ્ઞાનને પરોક્ષ જ્ઞાન જ સમજવું જોઈએ. આ માત્ર એક વ્યવહારિક અથવા લૌકિક જ્ઞાન છે. વાસ્તવમાં મન અને ઇંદ્રિયો સાચા જ્ઞાનનાં સાધન નથી, બલકે બાધક છે. ઇંદ્રિયો અને મનની બાધાઓને ધીરે-ધીરે દૂર કરીને જ સાધક સાચા પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
2. શ્રુત જ્ઞાન-ધર્મ-ગ્રંથો તથા જ્ઞાની તથા અનુભવી વ્યક્તિઓના શાબ્દિક ઉપદેશોથી પ્રાપ્ત જ્ઞાનને શ્રુત જ્ઞાન કહે છે. લખાયેલા કે બોલાયેલા ઉપદેશોને સમજવા માટે શબ્દોને વાંચવાની (જોવાની) અને સાંભળવાની આવશ્યકતા હોય છે. જોવું અને સાંભળવું એ મતિ જ્ઞાનની અંદર આવે છે. એટલા માટે શ્રુત જ્ઞાન મતિ જ્ઞાનપૂર્વક હોય છે. શ્રુત જ્ઞાનને મતિ જ્ઞાનથી અધિક મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે મતિજ્ઞાનથી ફક્ત વર્તમાન-સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્યારે શ્રુત જ્ઞાન ભૂત, વર્તમાન અને ભવિષ્યથી સંબંધિત વિષયોનું જ્ઞાન પ્રદાન કરે છે. ધર્મ-ગ્રંથોથી સાર્વકાલિક સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાની અને અનુભવી વ્યક્તિઓ દ્વારા પ્રાપ્ત આ જ્ઞાન પવિત્ર, પ્રામાણિક, સંશય-રહિત અને નિર્વિવાદ હોય છે.
તેમ છતાં મતિ જ્ઞાનની જેમ શ્રુત જ્ઞાનને પણ પરોક્ષ જ્ઞાન જ માનવામાં આવે છે. શેષ ત્રણેય જ્ઞાનો- અવધિ, મનઃ પર્યય અને કેવલ જ્ઞાનને વસ્તુતઃ (ખરેખર) પ્રત્યક્ષ જ્ઞાન કહે છે, કારણ કે આત્મા આ ત્રણેય પ્રકારના જ્ઞાનને સીધે સીધું કોઈપણ માધ્યમ વિના પ્રાપ્ત કરે છે.
3. અવિધ જ્ઞાન-જીવ જ્યારે પોતાના કર્મોને અંશતઃ નષ્ટ કે ઉપશમિત (શાંત) કરી લે છે, ત્યારે તેને એક અતીન્દ્રિય દષ્ટિ પ્રાપ્ત થાય છે, જેના દ્વારા તે ઇંદ્રિય અને મનની સહાયતા વિના જ અત્યંત ક્રૂર, સૂક્ષ્મ અને સાધારણતયા
Page #98
--------------------------------------------------------------------------
________________
જીવ, બંધન અને મોક્ષ
97 અસ્પષ્ટ રૂપવાળા પદાર્થોને જાણી લે છે. પરંતુ આ જ્ઞાનથી રૂપવાળા પદાર્થોના બધા પર્યાયોની જાણકારી થતી નથી. આ સીમા હોવાને કારણે આ જ્ઞાનને અવધિ જ્ઞાન કહે છે.
અવધિ જ્ઞાન બે પ્રકારનાં હોય છે – ભવ પ્રત્યય અને ગુણ પ્રત્યય. ભવનો અર્થ કે જન્મ અને પ્રત્યયનો અર્થ છે કારણ. અર્થાત્ જે અવધિ જ્ઞાન થવા માટે જન્મ જ નિમિત્ત છે, એટલે કે જે અવધિ જ્ઞાન જન્મજાત હોય છે, તેને ભવ પ્રત્યય અવધિ જ્ઞાન કહે છે. એવું જન્મજાત અવધિ જ્ઞાન ફક્ત દેવ અને નારકી જીવોને જ હોય છે. ગુણ-પ્રત્યય અવધિ જ્ઞાન કર્મોના ન્યૂનાધિક (વધતા ઓછા અંશે) નષ્ટ અથવા શાંત થવાને કારણે કેવળ કેટલાક મનુષ્યો અને પશુઓમાં જોવા મળે છે. તેના છ ભેદ છેઃ (1) અનુગામી (2) અનુગામી (3) વર્ધમાન (4) હીયમાન (5) અવસ્થિત અને (6) અનવસ્થિત. આ જન્મ પછી બીજા જન્મમાં સાથે જનારા અવધિ જ્ઞાનને અનુગામી કહે છે. બીજા જન્મમાં સાથે ન જનારા અવધિ જ્ઞાનને અનનુગામી કહેવાય છે. જે અવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી ઉત્તરોત્તર વધતું જાય તેને વર્ધમાન કહે છે, અને જે ઉત્તરોત્તર ઘટતું જાય તેને હીયમાન કહે છે. જે અવધિ જ્ઞાન ઉત્પન્ન થયા બાદ ન ઘટે ન વધે, બલકે તે જન્મપર્યંત જેમનું તેમ બનેલું રહે, તેને અવસ્થિત કહે છે અને જે અવધિ જ્ઞાન ઉત્પન્ન થયા બાદ ક્યારેક ઘટે અને ક્યારેક વધે, તેને અનવસ્થિત કહે છે.
4. મન:પર્યય જ્ઞાન - બીજાના મનના ભૂત અને વર્તમાન વિચારોને જાણનારા જ્ઞાનને મન:પર્યય જ્ઞાન કહે છે. આ જ્ઞાન ક્વળ મનુષ્યો દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. રાગ-દ્વેષ વગેરે માનસિક વિકારો દૂર થઈ જવાથી જ આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એના બે ભેદ છે- ઋજુમતિ અને વિપુલમતિ. જે બીજાઓના મનના સરળ વિચારોને જાણી લે તેને ઋજુમતિ કહે છે અને જે બીજાના મનના જટિલમાં જટિલ વિચારોને પણ જાણી લે તેને વિપુલમતિ કહે છે. સંયમ અને નિયમપૂર્વક દઢ સાધનામાં લાગેલા મહાત્માઓ કે સાધુજનોને જ વિપુલમતિની પ્રાપ્તિ થાય છે. ઋજુમતિ અને વિપુલમતિમાં બે વાતોને લઈને અંતર છે. એક તો ઋજુમતિથી વિપુલમતિ અધિક વિશુદ્ધ હોય છે અને બીજું, ઋજુમતિને પ્રાપ્ત કરીને એને ગુમાવી પણ શકાય છે. પરંતુ વિપુલમતિને પ્રાપ્ત કર્યા બાદ તેને ક્યારેય ગુમાવી શકાતું નથી. વિપુલમતિ પ્રાપ્ત કરનારો જીવ આ જ જન્મમાં કેવલ જ્ઞાનની પણ પ્રાપ્તિ કરી લે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
5. કેવલ જ્ઞાન સમસ્ત કર્મજાળ પૂર્ણતઃ વિનષ્ટ (વિનાશ) થઈ જવાથી આત્માને પોતાના સ્વાભાવિક અનંત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એને જ સર્વજ્ઞતા કે કેવલ જ્ઞાન કહે છે. એ અતીન્દ્રિય એટલે કે ઇંદ્રિયથી પર નું જ્ઞાન છે. આ જ્ઞાન દ્વારા ભૂત, વર્તમાન અને ભવિષ્યથી સંબંધિત બધા દ્રવ્યો અને પર્યાયો (પરિવર્તનશીલ રૂપો, ધર્મો કે અવસ્થાઓ) ને એક-સાથે જાણી શકાય છે. કેવળ જ્ઞાનીને લોક અને અલોક બંનેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવલ જ્ઞાનના સ્વરૂપને જ્ઞાનાર્ણવમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
જે સમસ્ત દ્રવ્યોના (અનંત) પર્યાયોને જાણનારું છે, આખા જગતને જોવા જાણવાનું નેત્ર છે તથા અનંત છે, એક છે અને અતીન્દ્રિય છે, અર્થાત્, મતિ, શ્રુત જ્ઞાનની જેમ ઇંદ્રિયજનિત નથી, ફક્ત આત્મા દ્વારા જ જાણી શકાય છે, તેને વિદ્વાનોએ કેવલ જ્ઞાન કહ્યું છે. કેવલ જ્ઞાન કલ્પનાતીત છે, વિષયને જાણવામાં કોઈ પ્રકારની કલ્પના નથી, સ્પષ્ટ જાણે છે તથા પોતાને અને પરને બંનેને જાણે છે. જગતનું પ્રકાશક છે, સંદેહ રહિત, અનંત અને સદાકાળ ઉદયરૂપ છે તથા એનો કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારે અભાવ થતો નથી.32
વાસ્તવમાં આ કેવલ જ્ઞાન જ પૂર્ણ રૂપે સાચું જ્ઞાન અથવા સમ્યજ્ઞાન છે અને એ જ જ્ઞાનની પરાકાષ્ટા છે.
98
-
જેવી રીતે સૂર્યોદય થતાં તારાઓનો પ્રકાશ લુપ્ત થાય છે, તેવી જ રીતે કેવલ જ્ઞાનનો ઉદય થતાં મતિ, શ્રુત, અવધિ અને મનઃ પર્યય – આ ચારેય જ્ઞાનો લુપ્ત થઈ જાય છે.
એક આત્મામાં એકથી લઈને ચાર સુધી જ્ઞાન હોઈ શકે છે. જો એક જ્ઞાન હોય છે, તો તે કૈવલજ્ઞાન છે. જો બે હોય છે, તો મતિ અને શ્રુત જ્ઞાન હશે. જો ત્રણ હોય તો મતિ, શ્રુત અને અવધિ અથવા મતિ, શ્રુત અને મનઃપર્યય જ્ઞાન હશે.જો ચાર હોય, તો મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યય જ્ઞાન હશે. એક સાથે પાંચેય જ્ઞાન હોઈ શકતાં નથી, કારણ કે જો કોઈને કેવલજ્ઞાન થશે, તો તે એકલું જ હશે, અન્ય ચારેય જ્ઞાન વિલીન થઈ જશે.
સમ્યક્ત્તાનનો મહિમા બતાવતાં
મૃત માં કહેવામાં આવ્યું છેઃ આ સસારરૂપી ઉગ્ર (તપતા) મરુસ્થળમાં દુઃખરૂપી અગ્નિથી સંતપ્ત જીવોને આ સત્યાર્થ જ્ઞાન જ અમૃતરૂપી જળથી તૃપ્ત કરવા માટે સમર્થ છે, અર્થાત્ સંસારનાં દુઃખ મટાવનારું સમ્યક્શાન જ છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
99
જીવ, બંધન અને મોક્ષ
જ્યાં સુધી જ્ઞાનરૂપી સૂર્યનો સાતિશય (પૂર્ણરૂપે) ઉદય થતો નથી, ત્યાં સુધી આ સમસ્ત જગત અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત (ઢંકાયેલું) રહે છે, પરંતુ જ્ઞાન પ્રગટ થતાં જ અજ્ઞાનનો વિનાશ થઈ જાય છે.
જ્ઞાન જ તો સંસારરૂપી શત્રુનો નાશ કરવા માટેનું તીક્ષ્ણ ખડગ (તલવાર) છે અને જ્ઞાન જ સમસ્ત તત્ત્વોને પ્રકાશિત કરવા માટેનું ત્રીજું નેત્ર છે.
અજ્ઞાનના કારણે જ જીવ રાગ-દ્વેષ, મોહ-માયા વગેરે વિકારોનો શિકાર થઈને બૂરા કર્મો કરે છે અને કર્મબંધનમાં પડીને જન્મ-જન્માંતરમાં દુઃખ ભોગવતો રહે છે. દુઃખોના મૂળ કારણ એવા અજ્ઞાનનો વિનાશ સમ્યજ્ઞાન વિના થઈ શકતો નથી.
3. સમ્યક ચારિત્ર
સાચા વિશ્વાસ અને સાચા જ્ઞાનને પ્રાપ્ત કરી લીધા બાદ તેમના અનુસાર જીવનને ઢાળવું જ સમ્યક ચારિત્ર છે. એવું કરવાથી જ જીવનના વાસ્તવિક ઉદ્દેશ્ય મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આ પ્રમાણે જ્ઞાનને અનુરૂપ આચરણ અને સાધનાને અપનાવવી જ સમ્યક ચારિત્ર છે. સમ્યક ચારિત્ર જન્મ-જન્માંતરથી એકઠાં કરેલાં કર્મોના ભંડારને નષ્ટ કરી દે છે. જો સમ્યદર્શન ધર્મનું મૂળ છે, તો સમ્યક્ ચારિત્ર તેની પરિણતિ છે.
દ્રવ્યસંગ્રહ અનુસાર અહિત કાર્યોનો ત્યાગ કરવો અને હિત કાર્યોનું આચરણ કરવું જ સમ્યફ ચારિત્ર છે.
આ પ્રમાણેના આચરણ માટે સમત્વ-ભાવને પ્રાપ્ત કરવો આવશ્યક હોય છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને જેનધર્મામૃતમાં સમ્યક ચારિત્રની નિમ્નલિખિત પરિભાષા આપવામાં આવી છેઃ
સમસ્ત પાપ ક્રિયાઓને છોડીને અને પર પદાર્થોમાં રાગ-દ્વેષ ન કરીને ઉદાસીન અથવા માધ્યચ્યભાવ (તટસ્થભાવ) અંગીકાર કરવાને ચારિત્ર કહે છે.35
Page #101
--------------------------------------------------------------------------
________________
100
જૈન ધર્મ સાર સંદેશ સમત્વ ભાવ કે માધ્યચ્ય ભાવ ત્યાં સુધી આવી શકતો નથી જ્યાં સુધી સાધક ક્રોધ, માન, માયા લોભ વગેરે (કષાય)થી ઉપર ઊઠતો નથી. એટલા માટે મોક્ષમાર્ગ પ્રકાશકમાં સમ્યક્ ચારિત્રને આ રીતે પરિભાષિત કરવામાં આવ્યું છેઃ
નિશ્ચયથી નિ કષાય ભાવ છે, તે જ સાચું ચારિત્ર છે.16
સમ્યક ચારિત્રની અંતિમ બે પરિભાષાઓને સમેટતાં હુકમચંદ ભારિલ્લા પોતાનો વિચાર આ પ્રમાણે પ્રસ્તુત કરે છેઃ
સકળ કષાયરહિત જે ઉદાસીન ભાવ તેનું જ નામ ચારિત્ર છે.?
જો કોઈ વ્યક્તિ સમ્યદર્શન અને સમ્યજ્ઞાન વિના પોતાની ઇચ્છાનુસાર અથવા કોઈ અંધ-પરંપરાના અનુસાર કાર્ય કરે છે, તો તેને લાભને બદલે હાનિ થઈ શકે છે. એટલા માટે આદિપુરાણમાં આપણને સાવધાન કરતાં કહેવામાં આવ્યું છેઃ
સમ્યક્દર્શન અને સમ્યજ્ઞાનથી રહિત ચારિત્ર કંઈ પણ કાર્યકારી (કાર્યમાં સિદ્ધિ અપાવનારું) હોતું નથી, પરંતુ જે પ્રમાણે આંધળા પુરુષનું દોડવું તેના પતનનું કારણ હોય છે, તેવી જ રીતે સમ્યક્રદર્શન અને સમ્યકજ્ઞાનથી શૂન્ય પુરુષનું ચરિત્ર પણ તેના પતન અર્થાત્ નરકાદિ (નરક વગેરે) ગતિઓમાં પરિભ્રમણનું કારણ હોય છે.૩૪
કેટલાક લોકો શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાની માન-પ્રતિષ્ઠા વધારવા માટે બીજાઓને પ્રવચન સંભળાવતા ફરે છે અથવા પોતાના શાસ્ત્ર-જ્ઞાનને પોતાના આર્થિક લાભનું સાધન બનાવી લે છે. પરંતુ જ્ઞાનનો ઉદ્દેશ્ય સ્વયં તેના પર અમલ કરવાનો અને પોતાના આત્માનો સાક્ષાત્કાર કરવાનો છે, નકે માનમોટાઈ કે આર્થિક લાભ પ્રાપ્ત કરવો. આ સંબંધમાં કાનજી સ્વામી કહે છેઃ
અજ્ઞાની શાસ્ત્ર વાંચી લે છે, પરંતુ એ જાણતો નથી કે તેમનું પ્રયોજન શું છે. શાસ્ત્રાભ્યાસ કરીને પોતાનામાં સ્થિર થવું શાસ્ત્રોનું પ્રયોજન
Page #102
--------------------------------------------------------------------------
________________
lol
જીવ, બંધન અને મોક્ષ
છે; તેને સિદ્ધ ન કરે અને બીજાઓને સંભળાવવાનો અભિપ્રાય હોય, તો તે મિથ્યાદૃષ્ટિ છે.. ઘણા બધા લોકો માનવા લાગે તો આપણને લાભ છે? અને કોઈ ન માને તો હાનિ છે? ના, એવું નથી... જ્ઞાન
ભ્યાસ તો પોતાના માટે કરવામાં આવે છે, તેનું નિમિત્ત પામીને બીજાનું ભલું થવાનું હોય, તો થાય છે.”
શાસ્ત્રના જ્ઞાની થવું સરળ છે, પરંતુ તેના અનુસાર આચરણ કરવું કઠિન છે. કેવળ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી અને તેનો દેખાડો કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આપણને કથની છોડીને કરણી કરવાની આવશ્યકતા હોય છે. શાસ્ત્ર અને ગુરુના બતાવાયેલા જ્ઞાન અનુસાર જ્યારે સાધક સદાચારના નિયમોનું પાલન કરતાં કરતાં આંતરિક અથવા અંતર્મુખી સાધનામાં તત્પરતાપૂર્વક લાગે છે, ત્યારે જ તેને સમ્યક ચારિત્રનું વાસ્તવિક ફળ પ્રાપ્ત થાય છે; એને ભલે આત્માના સાચા સ્વરૂપનો અનુભવ કહો, સાચું આત્મજ્ઞાન કહો, સમ્યફ ચારિત્રની પરિણતિ કહો કે મોક્ષની પ્રાપ્તિ કહો.
આમ તો જૈન ધર્મમાં સદાચારના ઘણા બધા નિયમો બતાવવામાં આવ્યા છે, પરંતુ તેમનામાં અહિંસા, સત્ય, અચૌર્ય (ચોરી ન કરવી), શીલ(બ્રહ્મચર્ય) અને અપરિગ્રહ (અનાવશ્યક સંગ્રહ ન કરવો) જ મુખ્ય છે. એમને પંચવત કહેવામાં આવે છે. આ વ્રતોનું પૂરી કઠોરતાથી પાલન કરવું સંન્યાસીઓ માટે આવશ્યક છે. તેમના આ વ્રતોને પંચમહાવ્રત કહેવામાં આવે છે. પરંતુ ગૃહસ્થો માટે આ વ્રતોમાં કેટલીક ઢીલ આપવામાં આવી છે. તેમને પંચઅણુવ્રત કહેવામાં આવે છે. જૈન ધર્મમાં અહિંસાને પરમ ધર્મ અથવા સર્વશ્રેષ્ઠ ધર્મ કહેવામાં આવ્યો છે, કારણ કે એનું સારી રીતે પાલન કરવાથી શેષ ચારેય વ્રત એની અંદર જ આવી જાય છે. “અહિંસા' નામના આગળના અધ્યાયમાં એના પર વિસ્તારપૂર્વક વિચાર કરવામાં આવશે.
કેટલાક લોકો પાપ કર્મને મિટાવવા માટે પુણ્ય કર્મ કરે છે. પરંતુ પુણ્ય કર્મ દ્વારા પાપ કર્મને મટાવી શકાતું નથી. શુભ ફળની ઇચ્છા રાખીને કર્મ કરવાથી તે કર્મનું ફળ અવશ્ય મળે છે, પરંતુ પુણ્ય કર્મ પાપ કર્મને કાપતું નથી. એટલા માટે જૈન ધર્મમાં ઈચ્છારહિત થઈને પોતાના ઉચિત દાયિત્વ (જવાબદારી)ને નિભાવતાં સમ્યક ચારિત્રના નિયમોનું પાલન કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો
Page #103
--------------------------------------------------------------------------
________________
102
જૈન ધર્મ સાર સંદેશ છે. ઇચ્છામુક્ત થવા માટે જ જૈન ધર્મમાં તપનું વિધાન (ઈલાજ) કરવામાં આવ્યું છે. તપનો અર્થ જ છે ઇચ્છાને રોકવી. ઇચ્છાને રોકવા માટે રાગ-દ્વેષથી ઉપર ઊઠવું અને કષાય (ક્રોધ, માન, માયા અને લોભ)થી બચેલા રહેવું આવશ્યક છે. ઇંદ્રિયો અને મનના નિયંત્રણ વિના આ મનોવિકારો પર વિજય મેળવવો શક્ય નથી. એટલા માટે સદાચારના નિયમોનું પાલન ક્રીને ઇંદ્રિયો અને મનના નિયત્રણ દ્વારા ધીરે-ધીરે મોહ અને મમત્વનો ત્યાગ કરીને પોતાને સમત્વ ભાવમાં સ્થિર કરવો જોઈએ. આ બધા ચારિત્રનાં જ અંગ છે.
આ રીતે પોતાના આચાર-વિચાર અને દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવવું અને સંયમ-નિયમપૂર્વક અંતર્મુખી સાધના (ધ્યાન) દ્વારા કર્મોને સમૂલ (જડમૂળથી) નષ્ટ કરવાં જ સમ્મચારિત્રનું લક્ષ્ય છે. સાધકના દૃષ્ટિકોણ અને વિચારધારામાં પરિવર્તન લાવવા માટે જૈન ધર્મમાં બાર અનુપ્રેક્ષાઓ અને ચાર ધ્યાનને સ્થિર બનાવનારી ભાવનાઓનો અભ્યાસ બતાવવામાં આવ્યો છે, જેમના પર આપણે અધ્યાય 8 માં વિચાર કરીશું. પછી મનને નિયંત્રણમાં લાવવા અને ધ્યાનનો અભ્યાસ કરવાના સંબંધમાં આપણે નવમા અધ્યાયમાં વિસ્તારપૂર્વક વિચાર કરીશું. ધ્યાન દ્વારા બધા સંચિત કર્મોનો નાશ થાય છે અને જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
કર્મ જ જીવના બંધનનું કારણ છે. એટલા માટે કર્મ-બંધનના કારણોનો અભાવ થઈ જતાં તથા બધા સંચિત કર્મો નષ્ટ થઈ જતાં જીવ બંધનરહિત થઈને મોક્ષને પ્રાપ્ત કરી લે છે, જેવું કે તત્ત્વથાધિગમ સૂત્રમાં કહેવામાં આવ્યું છેઃ
બન્ધત્વભાવનિર્જરામ્યાં કૃત્સનકર્મવિપ્રમોક્ષો મોક્ષ: ૧૦
અર્થ-બંધનના કારણોનો અભાવ થઈ જવો અને ર્નિજરા દ્વારા બધા (સંચિત) કર્મોનો વિનાશ થઈ જવો જ મોક્ષ છે.
સાધુ જન કર્મ-બંધનના બીજથી રહિત થઈને અરહંત કેવલી (કેવલજ્ઞાન કે સર્વજ્ઞતાથી યુક્ત) બની જાય છે અને નિર્વાણ-પ્રાપ્તિ પહેલાં જીવોને તેમના હિત માટે મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે, જેવું કે જેનામામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
Page #104
--------------------------------------------------------------------------
________________
103
જીવ, બંધન અને મોક્ષ
તે અરહંત અવસ્થામાં રહીને તેઓ સર્વ દેશોમાં વિહાર કરીને અને ભવ્ય (મોક્ષાર્થી)જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને અંતમાં યોગ-નિરોધ કરીને તથા શેષ ચાર અઘાતિયા કર્મોનો પણ ક્ષય કરીને સર્વ-કર્મથી રહિત થઈને તેઓ અરહન્ત પરમેષ્ટી નિર્વાણને પ્રાપ્ત થઈ જાય છે. જે પ્રમાણે ઈંધણ રૂપ નવીન ઉપાદાન કારણથી રહિત અને પૂર્વ-સંચિત ઇંધણને બાળીને ભસ્મ કરી દેનારો અગ્નિ શાંત થઈ જાય છે, તેવી જ રીતે કર્મરૂપ ઈંધણને બાળીને આ આત્મા પણ પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે.
મોક્ષ-પ્રાપ્ત આત્મા સંસારથી સદાને માટે છુટકારો પામીને સૌથી ઉપરના લોકમાં ચાલ્યો જાય છે, જયાં તે અનંત ગુણોથી યુક્ત થઈને અનંત કાળ સુધી અનુપમ આનંદમાં સ્થિત રહે છે. તત્ત્વાર્થીધિગમ સૂત્રમાં આત્માના ઉપરના લોકમાં જવાનાં ચાર કારણોને ચાર ઉપમાઓ દ્વારા આ રીતે સમજાવવામાં આવ્યાં છેઃ
પૂર્વ પ્રયોગાદસત્વા બન્ધચ્છદાત્તથાગતિ પરિણામોચ્ચી અર્થ-(1) પૂર્વ પ્રયોગથી (2) કર્મોના સંગનો અભાવ થવાથી (3) બંધનના તૂટવાથી અને (4) તેવું જ ગમન કરવાનો આત્માનો સ્વભાવ હોવાથી મુકતાત્મા ઉપરના લોકમાં ચાલ્યો જાય છે. - આ ચારેય કારણોને જેનામામૃતમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યાં છેઃ
(1) પૂર્વના અભ્યાસથી જે પ્રમાણે કુંભારનો ચાકડો લાકડીને હટાવી લેવા છતાં પણ ફરતો જ રહે છે તે જ પ્રમાણે આ આત્મા પણ ક્યારે મુક્ત બનું, ક્યારે સિદ્ધાલયમાં પહોંચું વગેરે પ્રકારના સંસ્કારોને કારણે આ મુક્ત જીવ શરીરથી છુટતાં જ ઉપરની તરફ ચાલ્યો જાય છે. (2) માટીથી લપેટાયેલો ઘડો જેમ પહેલાં પાણીમાં ડૂબેલો રહે છે અને માટી દૂર થઈ જતાં જ ઉપર આવી જાય છે, એ જ પ્રમાણે કર્મરૂપ કૃતિકા (માટી) થી મુક્ત થતાં જ આ જીવ ઉપર ચાલ્યો જાય છે. (3) એરંડાનું બીજ પોતાના કોશરૂપી બંધનનો છેદ થતાં જ (ફાટતાં જ) જેમ ઉપરની તરફ જાય છે તે જ પ્રમાણે કર્મ બંધનોના નષ્ટ થવાથી એ
Page #105
--------------------------------------------------------------------------
________________
104
જૈન ધર્મ સાર સંદેશ ઉપરની તરફ જાય છે. અથવા (4) જે પ્રમાણે અગ્નિની શિખાનો ઉપર તરફ જ ઉક્વાનો સ્વભાવ છે, તે જ પ્રમાણે જીવનો પણ ઉર્ધ્વગમન સ્વભાવ છે, અતઃ મુક્ત થતાં જ તે ઉપરની તરફ જાય છે.)
આ મોક્ષની અવસ્થા રોગ-શોક, જન્મ-જરા-મરણ, ચિંતા-ભય વગેરેથી પૂર્ણતઃ મુક્ત છે. આ અવસ્થાને પ્રાપ્ત આત્મા કર્મમેલથી રહિત થઈને સદાને માટે પરમાત્મા બની જાય છે. એના અલૌકિક સુખ-શાંતિનો મહિમા અવર્ણનીય છે. આ જ સાચા પરમાનંદ અને પરમ શાંતિને પ્રાપ્ત કરવાનું માનવ-જીવનનું લક્ષ્ય છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
64જી
અહિંસા
અહિંસાનું સ્વરૂપ એ તો સ્પષ્ટ જ છે કે‘અહિંસા' શબ્દનો અર્થ છે હિંસા ન કરવી. હિંસા કોઈ જીવની જ કરી શકાય છે. એટલા માટે સાધારણ બોલચાલની ભાષામાં કોઈ બીજા જીવને ન મારવાને અથવા તેનો ઘાત કે વધ ન કરવાને અહિંસા કહેવામાં આવે છે. પરંતુ જૈન ધર્મમાં અહિંસાને વ્યાપક અર્થમાં ગ્રહણ કરવામાં આવે છે. એના અનુસાર અહિંસાનો અર્થ જીવોનો કેવળ વધ ન કરવાનો જ નથી, બલકે કોઈપણ જીવને મનથી વચનથી અથવા કાયાથી કષ્ટ કે પીડા ન પહોંચાડવી અથવા તેનું દિલ ન દુખાવવું પણ અહિંસાની અંદર સામેલ છે.
એના સિવાય અહિંસાનો સંબંધ સાધારણતઃ માત્ર બીજા જીવો સાથે જોડવામાં આવે છે, જેમ કે – બીજા જીવોને ન મારવા કે ન સતાવવા. પરંતુ જૈન ધર્મ બતાવે છે કે હિંસા સ્વયં પોતાના જીવની પણ થાય છે. સાધારણ રીતે પોતાના જીવની હિંસાનો અર્થ વિષ ખાઈને અથવા અન્ય કોઈ રીતે આત્મહત્યા કરવી માનવામાં આવે છે. પરંતુ આહિંસાનો વાસ્તવિક અર્થ પોતાની અંદર રાગ, દ્વેષ કે મોહનું ઉત્પન્ન થવું છે, જેનાથી આપણો વાસ્તવિક આત્મઘાત થાય છે. એટલા માટે જૈન ધર્મ અનુસાર આત્મામાં રાગ, દ્વેષ વગેરેને ઉત્પન્ન ન થવા દેવું તે જ વાસ્તવિક અહિંસા છે.
આ પ્રમાણે અહિંસાનું ક્ષેત્ર બાહ્ય અને ભીતર(આંતરિક) – બંને જ છે. કારણ કે આંતરિક અહિંસા બાહ્ય અહિંસાનું મૂળ છે, એટલા માટે જૈન ધર્મમાં આંતરિક અહિંસા જ પ્રમુખ અહિંસા માનવામાં આવે છે. જો જીવ પોતાના અંતરથી રાગ, દ્વેષ અને મોહને દૂર કરી સામ્યભાવમાં સ્થિત થઈ જાય અને
105
Page #107
--------------------------------------------------------------------------
________________
106
જૈન ધર્મ સાર સંદેશ સાવધાનીની સાથે સંસારમાં પોતાનું કાર્ય કરતો રહે તો તેનાથી અજાણતાં, ચાલતાં-ફરતાં કે સાંસારિક કામ-કાજ કરતાં કરતાં કોઈપણ જીવની હિંસા થઈ જવા છતાં પણ તેને હિંસક કહી શકાતો નથી. તેના ચિત્તમાં રાગાદિ વિકારોના ઉત્પન્ન ન થવાને કારણે તે સદા અહિંસક જ બનેલો રહે છે. વાસ્તવમાં રાગ વગેરે વિકારોનું ઉત્પન્ન ન થવું જ અહિંસા છે. પુરુષાર્થસિદ્ધયુપાયમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
અપ્રાદુર્ભાવઃ ખલુ રાગાદીનાં ભવત્યહિંસેતિ |
તેષામેવોત્પત્તિર્ટિસેતિ જિનાગમસ્ય સંક્ષેપઃ | અર્થાત્ આત્મામાં રાગદિ ભાવોનું પ્રગટ ન થવું અહિંસા છે અને તે રાગાદિ ભાવોનું ઉત્પન્ન થવું જ હિંસા છે. બસ આટલો માત્ર જ જેન સિદ્ધાંતનો સંક્ષિપ્ત સાર અથવા રહસ્ય છે.
આ જ કારણ છે કે રાગાદિ વિકારોથી મુક્ત અને સામ્યભાવમાં સ્થિત સંતજનોના હરતાં-ફરતાં કોઈ જીવના પીડિત થવાથી કે મરી જવાથી પણ તેમને (સંતોને) હિંસાના દોષી માનવામાં આવતા નથી. એને સ્પષ્ટ કરતાં જેનામામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
યોગ્ય આચરણ કરનારા સંત પુરુષોના રાગાદિ આવેશ વિના, કેવળ પ્રાણોના ઘાતથી હિંસા ક્યારેય પણ થતી નથી. ભાવાર્થ- જો કોઈ સજ્જન પુરુષ સાવધાન થઈને ગમનાદિ કરવામાં (હરવાફરવા વગેરેમાં) તેના શરીર-સંબંધથી કોઈ જીવ પીડિત થઈ જાય, અથવા મરી જાય, તો તેને હિંસાનો દોષ કદાપિ લાગતો નથી, કારણ કે તેનાં પરિણામ (આંતરિક ભાવ) રાગ-દ્વેષ વગેરે કષાય (વિકાર)રૂપ નથી.
રાગાદિ ભાવોના વશમાં પ્રવૃત થતાં અયત્નાચારરૂપ પ્રમાદ (અસાવધાનીની) અવસ્થામાં જીવ મરે, અથવા ન મરે, પરંતુ હિંસા તો નિશ્ચયતઃ (નિશ્ચતપણે) આગળ જ દોડે છે. ભાવાર્થ – જે પ્રમાદી જીવ કષાયો (રાગ-દ્વેષ, કામ, ક્રોધ, માન વગેરે)ને વશ થઈને અસાવધાનીપૂર્વક ગમનાદિ (ભ્રમણ વગેરે) ક્રિયા
Page #108
--------------------------------------------------------------------------
________________
107
અહિંસા
કરે છે તે સમયે ભલે જીવ મરે અથવા ન મરે, પરંતુ તે હિંસાના દોષનો ભાગીદાર તો અવશ્ય જ થાય છે.?
અહિંસાના પાલન માટે આંતરિક શુદ્ધતાની સાથે અપ્રમત્ત (સાવધાન) થઈ કાર્ય કરવું અત્યંત આવશ્યક છે. જે પ્રમત (અસાવધાન કે લાપરવાહ) થઈ કાર્ય કરતાં કરતાં જીવનો ઘાત કરે છે તે અવશ્ય જ હિંસાનો દોષી બને છે, કારણ કે “પ્રમત્તયોગાત્માણવ્યપરોણ”3 (લાપરવાહી કે અસાવધાનીથી પ્રાણોનો ઘાત કરવો) હિંસાનું લક્ષણ કહેવામાં આવ્યું છે.
આ પ્રમાણે જેન ધર્મમાં હિંસા અને અહિંસાનો વિચાર કરતા સમયે જીવના આંતરિક ભાવ પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.
આંતરિક અહિંસાની પ્રમુખતાને સમજવા માટે જૈન ધર્મમાં બતાવવામાં આવેલા હિંસાના બે ભેદોને ધ્યાનમાં રાખવા આવશ્યક છે. પહેલા ભેદને ભાવ-હિંસા અને બીજા ભેદને દ્રવ્ય-હિંસા કહે છે. રાગ-દ્વેષ, કામ, ક્રોધ, માન વગેરે ભાવોના ઉત્પન્ન થવાથી આત્માની શુદ્ધતાનો ઘાત થવો ભાવ-હિંસા છે અને તેના ફળસ્વરૂપે પોતાના અને પરાયા જવાનો ઘાત થવો દ્રવ્ય-હિંસા છે. સ્પષ્ટ છે કે જીવની અંદર પહેલા હિંસાનો ભાવ ઉત્પન્ન થાય છે, પછી તે જીવ તે ભાવને બાહ્ય કાર્યનું રૂપ આપી શકે કે ન આપી શકે. આ પ્રમાણે પોતાની અંદર ઉત્પન્ન હિંસાના ભાવ દ્વારા જીવ પહેલાં પોતાનો આત્મઘાત કરે છે, ત્યાર પછી તે અન્ય જીવોની હિંસા કરે કે ન કરે. જેનામામૃતમાં તેને ખૂબ જ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છેઃ
આત્મા કષાય (રાગ-દ્વેષ, કામ, ક્રોધ, માન વગેરે)થી યુક્ત થઈને પહેલાં પોતાની જાત દ્વારા પોતાનો જ ઘાત કરે છે, પછી ભલેને પછીથી અન્ય જીવોની હિંસા થાય કે ન થાય.
આ જ કારણ છે કે જીવની અંદર હિંસાનો ભાવ ઉત્પન્ન થતાં જ તે હિંસાનું ફળ ભોગવવાનો અધિકારી બની જાય છે, ભલેને તેણે હિંસાનું કોઈ બાહ્ય કાર્ય (દ્રવ્ય હિંસા) ન કર્યું હોય, જ્યારે કે રાગ-દ્વેષ વગેરેથી મુક્ત સજ્જન પુષથી હિંસાનું કાર્ય થઈ જવા છતાં પણ તેઓ હિંસાના ફળના અધિકારી થતા નથી. આને સ્પષ્ટ કરતાં પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહેવામાં આવ્યું છેઃ
Page #109
--------------------------------------------------------------------------
________________
108
જૈન ધર્મ સાર સંદેશ જેનાં પરિણામ (આંતરિક ભાવ) હિંસારૂપ (રાગ-દ્વેષ, ક્રોધ વગેરે વિકાર રૂપ) થયા, ભલે તેઓ (પરિણામ) હિંસાનું કોઈ કાર્ય કરી શક્યા ન હોય તો પણ તે જીવ હિંસાના ફળને ભોગવશે અને જે જીવના શરીરથી કોઈ કારણ હિંસા તો થઈ ગઈ પરંતુ પરિણામો (આંતરિક ભાવો)માં હિંસારૂપક્તા (હિંસાની ભાવના) આવી નથી તો તે હિંસા કરવાનો ભાગીદાર ક્યારેય થશે નહીં.
પરંતુ એનો એ અર્થ સમજવો જોઈએ નહીં કે સાધારણ બોલચાલની ભાષામાં જેને હિંસા કહેવાય છે – જેમ કે કોઈને મારવું કે દુઃખ આપવું - તે હિંસા નથી. તે તો હિંસા છે જ, કારણ કે આ પ્રમાણે જાણી-બૂઝીને કરવામાં આવેલાં હિસંક કાર્યો આંતરિક હિંસાત્મક ભાવો પર આધારિત હોય છે જ. અહીં કેવળ એ સમજાવવાની ચેષ્ટા કરવામાં આવી છે કે આંતરિક હિંસાત્મક ભાવ (ભાવ હિંસા) જ બાહ્ય હિંસાનું મૂળ કારણ છે, એટલા માટે એ મૂળ કારણ વિના ફક્ત જીવઘાતના આધારે કોઈને હિંસક કહી શકાય નહીં.
જો માત્ર જીવઘાતના આધારે કોઈને હિંસક માની લેવામાં આવે તો સંસારમાં કોઈપણ અહિંસક રહી શકતું નથી. એને રાજવાર્તિક માં પ્રશ્ન અને ઉત્તરના રૂપમાં આ રીતે સમજાવવામાં આવ્યું છેઃ
પ્રશ્ન – જળમાં, સ્થળમાં અને આકાશમાં બધી જગ્યાએ જંતુ જ જંતુઓ છે. આ જંતુમય જગતનાં સાધક અહિંસક કેવી રીતે રહી શકે છે? ઉત્તર - આ શંકાને અહીં અવકાશ નથી, કારણ કે જ્ઞાનધ્યાનપરાયણ અપ્રમત (જ્ઞાન-ધ્યાનમાં તલ્લીન એવા સચેત ) સાધકને માત્ર પ્રાણ વિયોગથી હિંસા થતી નથી. બીજી વાત એ છે કે જીવ પણ સૂક્ષ્મ અને
સ્થૂળ બે પ્રકારના છે. તેમનામાં જે સૂક્ષ્મ છે તેઓ તો ન કોઈથી રોકી શકાય છે, અને ન કોઈને રોકે છે, અતઃ તેમની હિંસા તો થતી નથી. જે સ્થૂળ જીવ છે તેમની યથાશક્તિ રક્ષા કરવામાં આવે છે. જેમની હિંસાને રોકવી શક્ય (સંભવ) છે તેને પ્રયત્નપૂર્વક રોકનારા સંતની (સંયમીની) હિંસા કેવી રીતે થઈ શકે છે?
Page #110
--------------------------------------------------------------------------
________________
અહિંસા
109 વાસ્તવમાં રાગ વગેરે વિકારોથી યુક્ત પ્રમાદી (અસાવધાન) જીવ પોતાના અપવિત્ર મનભાવોને કારણે સદા જ હિંસાનો દોષી માનવામાં આવે છે જ્યારે કે રાગાદિ વિકારોથી મુક્ત અપ્રમાદી (સાવધાન) મનુષ્યમાં હિંસાનો દોષ લાગી શકતો નથી. એને સ્પષ્ટ કરતા જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
જીવોના મરતા અને જીવતા પ્રમાદી (અસાવધાન) પુરુષોને તો નિરંતર હિંસાનું પાપ બંધન થતું જ રહે છે. અને જે સંવરસહિત અપ્રમાદી (રાગાદિ વિકારોથી બચીને રહેનારો સાવધાન સાધક) છે તેમને જીવોની હિંસા થતાં પણ હિંસારૂપ પાપનું બંધન થતું નથી. ભાવાર્થ – કર્મબંધ થવામાં પ્રધાન કારણ આત્માનાં પરિણામ (આંતરિક ભાવ)છે; એ કારણે જે પ્રમાદસહિત (અસાવધાની સાથે) યત્ન વિના પ્રવર્તે (વ્યવહાર કરે) છે તેમને તો જીવ મરે અથવા ન મરે પરન્તુ કર્મબંધ થાય જ છે, અને જે પ્રમાદરહિત યત્નપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેમને દેવયોગથી જીવ મરે તો પણ કર્મબન્ધ થતું નથી.’
અહિંસાના સ્વરૂપને સારી-રીતે સમજીને પોતાનું કલ્યાણ ચાહનારા જીવોએ બધા પ્રકારની હિંસાથી દૂર રહેવું જોઈએ. હિંસા ત્રણ પ્રકારની બતાવવામાં આવી છેઃ કૃત (સ્વયં કરેલી), કારિત (બીજાઓ દ્વારા કરાવાયેલી) અને અનુમોદિત (સમર્થિત). એમનામાંથી કોઈપણ પ્રકારની હિંસા કરવી પોતાના પ્રતિ હિંસા કે આત્મઘાત કરવો છે. જિન-વાણીમાં આ ત્રણેય પ્રકારની હિંસાથી બચવાનો ઉપદેશ આ શબ્દોમાં આપવામાં આવ્યો છે?
આ લોકમાં જેટલા પ્રાણી છે ભલે તેઓ ત્રસ (ચલ) હો અથવા સ્થાવર (અચલ), તેમને જાણીબૂઝીને અથવા જાણ્યા વગર પ્રમાદવશ ન સ્વયં મારે અને ન તેમનો બીજા દ્વારા ઘાત (હત્યા) કરાવે. ચાહે કોઈ સ્વયં પ્રાણ-ઘાત કરે અથવા અન્ય જનો દ્વારા કરાવે કે હનન (હણવાવાળાનું) કરનારાનું અનુમોદન કરે તે યથાર્થતઃ પોતાના પ્રત્યે જ વેરભાવની વૃદ્ધિ કરે છે.*
Page #111
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
જૈન ધર્મમાં હિંસાને સૌથી મોટું પાપ માનવામાં આવ્યું છે. આચારાંગ સૂત્રમાં એનાથી બચીને રહેવા માટે પ્રબળ તર્ક આપવામાં આવ્યો છે કે જેને તું મારવા યોગ્ય, બાંધવા યોગ્ય અથવા પીડા આપવા યોગ્ય માને છે તે અન્ય નથી, તું જ છેઃ
110
તુમંસિ નામ સચ્ચેવ જ અંતર્વાંતિ મણસિ તુમંસિ નામ સચ્ચેવ જં અજ્જાવેયવંતિ મસિ તુમંસિ નામ સચ્ચેવ જં પરિયાવેયવંતિ મણસિ તુમંસિ નામ સચ્ચેવ જં પરિધેતવંતિ મણસિ તુસિ નામ સચ્ચેવ જં ઉયવંતિ મણસિ
અર્થ- તે તું જ છે જેને તું હંતવ્ય (મારવા યોગ્ય) માને છે. તે તું જ છે જેને તું આજ્ઞપયિતવ્ય (આજ્ઞામાં રાખવા લાયક) માને છે. તે જ છે જેને તું પરિતાપયિતવ્ય (પરિતાપ કે પીડા આપવા યોગ્ય) માને છે. તે તું જ છે જેને તું પરીગ્રહીતવ્ય (દાસ બનાવવા હેતુથી પરિગ્રહ કે સંગ્રહ કરવા યોગ્ય) માને છે, તે તું જ છે જેને તું અપાવયિતવ્ય (મારવા યોગ્ય) માને છે.
એમનું તાત્પર્ય આ છે કે જ્યારે તું કોઈની હિંસા કરવા ચાહે છે ત્યારે હિંસા કોઈ અન્યની નથી, તે તારી જ હિંસા છે, કારણ કે પહેલાં તારી જ શુભવૃત્તિની હિંસા થાય છે પછી અન્યની હિંસા થાય છે. અતઃ હિંસા એક રીતે સ્વ-હિંસા જ છે.10
...
વાસ્તવમાં મનુષ્ય પોતાના આંતરિક હિંસાત્મક અને અહિંસાત્મક ભાવોને કારણે જ હિંસક અને અહિંસક થાય છે. એ જ કારણ છે કે એક જ વ્યકિતની હિંસા કરવાથી અનેક વ્યકિત હિંસાના ફળને ભોગવવાના ભાગીદાર બને છે. એનાથી વિપરીત બાહ્ય રીતે અનેક વ્યકિતઓ દ્વારા હિંસાનું કાર્ય કરવા છતાં પણ એક જ વ્યકિત વિશેષરૂપે હિંસાના ફળનો ભાગીદાર હોય છે. ઉદાહરણ માટે, જો કોઈ એક વ્યકિત કોઈને મારે છે અને ઘણા-બધા લોકો તેને સારો કહે અને પ્રસન્નતાનો અનુભવ કરે છે તો તે બધા તો હિંસાના ફળના ભાગીદાર હોય છે. બીજી બાજુ જો એક અત્યાચારી રાજા પોતાના અનેક સિપાઈઓને કોઈ
Page #112
--------------------------------------------------------------------------
________________
અહિંસા
બીજા રાજ્યમાં લૂંટ-માર કરવા અને નિરપરાધ લોકોને મારવાની આજ્ઞા આપે છે તો તેનું ફળ પણ વિશેષરૂપે તે રાજાએ જ ભોગવવું પડશે. એ જ રીતે જો કોઈ વ્યકિત કોઈ જીવની બુરાઈ કરવાના પ્રયત્નમાં લાગેલો હોય, પરંતુ સંયોગવશ તે જીવની બુરાઈના બદલે ભલાઈ થઈ જાય, ત્યારે પણ બુરાઈ કરવાનો પ્રયત્ન કરનાર વ્યકિતને બુરાઈનું જ ફળ મળશે. એનાથી વિપરીત જો કોઈ વૈદ્ય કોઈ રોગીનો રોગ દૂર કરવાના ઉદેશ્યથી તેને પૂરી સદ્ભાવના સાથે દવા આપી રહ્યો હોય, છતાં પણ રોગીનું મૃત્યુ થઈ જાય, તો વૈદ્યને હિંસાનું ફળ ન મળતાં અહિંસાનું જ ફળ મળશે.
આજ પ્રમાણે જો બે કે બે થી વધુ વ્યક્તિ મળીને કોઈ હિંસાનું કાર્ય કરે તો તેમને પોત-પોતાના રાગ, દ્વેષ, ક્રોધ વગેરે આંતરિક ભાવોની અધિકતા અથવા કમી અનુસાર જ હિંસાનું અધિક અથવા ઓછું ફળ મળશે.
એટલા માટે મનુષ્યનો એ ધર્મ છે કે તે પોતાના રાગ વગેરે વિકારોથી ઉપર ઉઠીને બધા જીવોને પોતાના સમાન સમજે અને એ ધ્યાન રાખે કે જે રીતે આપણને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે તે જ રીતે બીજા જીવોને પણ સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. આ રીતે પરમાર્થની સાધના માટે અહિંસા વ્રતને ગ્રહણ કરી જીવ-દયા અને જીવ-રક્ષાનો ભાવ અપનાવવો આવશ્યક છે. બધા પ્રાણીઓને પોતાના સમાન સમજીને હિંસાનો ત્યાગ કરવાનો ઉપદેશ કરતાં જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
પોતાના સમાન બધા પ્રાણીઓના સુખ-દુઃખ અને ઇષ્ટ-અનિષ્ટનું ચિંતન કરે અને યતઃ (કેમ કે) હિંસા આપણા માટે અનિષ્ટ અને દુઃખકારક છે, અતઃ અન્ય માટે પણ તે અનિષ્ટ અને દુઃખકારક હશે, એવુ સમજીને પર (બીજાની) હિંસા કરવી જોઈએ નહીં."
111
જિન-વાણીમાં પણ એવો જ ઉપદેશ આપવામાં આવ્યો છેઃ :
જે પ્રમાણે તને દુઃખ પ્રિય નથી એવી જ રીતે અન્ય જીવોને પણ તે પ્રિય નથી એવું જાણો. સમજદારી સાથે જીવો પ્રતિ તેવા જ હિત ભાવથી વ્યવહાર કરો જે પ્રમાણે તમે ચાહો છો કે તેઓ તમારા પ્રતિ કરે.
Page #113
--------------------------------------------------------------------------
________________
112
જૈન ધર્મઃ સાર સંદેશ
જેવી રીતે સુખના સાધનોની પોતાના માટે ઇચ્છા કરો છો અને જેમ પોતાને દુઃખમાં નાખવાની ઇચ્છા રાખતા નથી એવી જ રીતે બીજા પ્રાણીઓ માટે પણ દુઃખની નહીં પરંતુ સુખની ઇચ્છા કરો. બસ જિનેન્દ્ર ભગવાનનો આ જ ઉપદેશ છે.2
અહિંસા જ ધર્મનું લક્ષણ છે અને અહિંસા માટે જીવ-દયા આવશ્યક છે. એટલા માટે પ્રાણી માત્ર પ્રતિ દયા-ભાવ રાખવો ધર્મનું મૂળ છે. જ્ઞાનાર્ણવમાં બધા પ્રત્યે દયા-ભાવ ધારણ કરી ને બધા સાથે મૈત્રીનો ભાવ રાખવાનો અને બધાની રક્ષા કરવાનો ઉપદેશ આપતાં કહેવામાં આવ્યું છેઃ
હે આત્મ! તું પ્રમાદને છોડીને ભાવોની શુદ્ધિ માટે જીવોની સંતતિ (સમૂહ)ને બંધુ (ભાઈ, હિત, મિત્ર)ની દ્રષ્ટિથી અવલોકન કર્યા કર. અર્થાત્ પ્રાણીમાત્ર સાથે શત્રુભાવ ન રાખીને બધાની સાથે મિત્રભાવ રાખ અને બધાની રક્ષામાં મન, વચન અને કાયા વગેરેથી પ્રવૃત્તિ કર.
જેમાં દયા નથી એવા શાસ્ત્ર અને આચરણથી શો લાભ? કારણ કે એવા શાસ્ત્રના તથા આચરણના અંગીકાર માત્રથી જીવો દુર્ગતિએ ચાલ્યા જાય છે.
તે જ તો મતનું સર્વસ્વ છે અને તે જ સિદ્ધાંતનું રહસ્ય છે, જે જીવોના સમુહની રક્ષા માટે છે. એવમ્ તે જ ભાવશુદ્ધિપૂર્વક દૃઢ વ્રત છે.
સમસ્ત મતોના સમસ્ત શાસ્ત્રોમાં તે જ સાંભળવામાં આવે છે કે અહિંસા લક્ષણ તો ધર્મ છે (અહિંસા લક્ષણો ધર્મઃ ) અને એનું પ્રતિપક્ષી (વિરોધી) હિંસા કરવી જ પાપ છે. આ સિદ્ધાંતથી જે વિપરીત વચનો હોય તે બધાં વિષયાભિલાષી જિઘાલંપટ જીવોનાં છે. તેમને દૂરથી જ ત્યજવા યોગ્ય જાણવા જોઈએ.
હે ભવ્ય (મોક્ષાર્થી)! તું જીવો માટે અભયદાન આપ તથા તેમની સાથે પ્રશંસનીય મિત્રતા કર અને સમસ્ત ત્રસ (ચલ) અને સ્થાવર (અચલ) જીવોને પોતાના સમાન જો.13
પ્રાયઃ બધા ભારતીય ધર્મોમાં અહિંસા, સત્ય, અસ્તેય (અચૌર્ય, એટલે કે ચોરી નહીં કરવી), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ (અનાવશ્યક સંગ્રહ ન કરવો)
Page #114
--------------------------------------------------------------------------
________________
ll3
અહિંસા ને ધર્મના પ્રમુખ અંગોના રૂપમાં સ્વીકાર કરવામાં આવે છે. જેન ધર્મમાં એમને પંચમહાવ્રત કહે છે. આ પાંચેયમાં અહિંસાને જ સૌથી મુખ્ય ધર્મ માનવામાં આવે છે (અહિંસા પરમો ધર્મ:), કારણ કે જૈન ધર્મમાં બતાવવામાં આવેલા અહિંસાના વ્યાપક અર્થને ધ્યાનમાં રાખવાથી એ સરળતાથી સમજી શકાય છે કે સત્ય, અચૌર્ય (ચોરી ન કરવી) વગેરે બધા અન્ય વ્રત અહિંસાની જ અંદર આવી જાય છે. જ્ઞાનાવમાં સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છેઃ
અહિંસા મહાવ્રત સત્ય આદિ આગળના ચાર મહાવ્રતોનું કારણ છે, કારણ કે સત્ય, અચૌર્ય વગેરે અહિંસા વિના થઈ શકતા નથી અને શીલ વગેરે ઉત્તરગુણોનું સ્થાન પણ આ અહિંસા જ છે; અર્થાત્ સમસ્ત ઉત્તર (શ્રેષ્ઠ) ગુણ પણ અહિંસા મહાવ્રત પર આધારિત છે. 4 જેનામૃતમાં પણ એવું જ કહેવામાં આવ્યું છેઃ જો વાસ્તવમાં જોવા જઈએ તો જૂઠ, ચોરી વગેરે બધાં પાપ હિંસાના જ અંતર્ગત છે. તેમનો પાપરૂપથી પૃથક (અલગ) ઉપદેશ તો મંદબુદ્ધિ લોકોને સમજાવવા માટે જ આપવામાં આવ્યો છે.15
આ અધ્યાયના પ્રારંભમાં જ આપણે જોઈ ચૂક્યા છીએ કે રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન વગેરે વિકારોના ઉત્પન્ન થવાથી આત્માના સ્વાભાવિક ગુણોનો ઘાત થાય છે, જેને હિંસા કહે છે. આ વિકારોથી ઉપર ઉઠીને સામ્યભાવમાં સ્થિત થવાને અહિંસા કહે છે. આંતરિક હિંસા સિવાય બાહ્ય રૂપથી બીજાઓને કષ્ટ પહોંચાડવું અથવા મારવું તો હિંસા છે જ. આ દૃષ્ટિથી વિચાર કરવાથી એ આસાનીથી સમજી શકાય છે કે જૂઠ, ચોરી, કુશીલ (વ્યભિચાર) અને પરિગ્રહ (અનાવશ્યક સંગ્રહ) – આ ચારેય જ રાગાદિથી ઉત્પન્ન થવાને કારણે હિંસાનાં જ અંગ છે. આનાથી વિપરીત સત્ય, અચોર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ નામના ચારેય વ્રત અહિંસાના અંગ છે. અહીં આપણે સંક્ષેપમાં એ બતાવવાની ચેષ્ટા કરીશું કે કેવી રીતે અસત્ય, ચોરી, કુશીલ અને પરિગ્રહ આત્માની પવિત્રતાનો ભંગ કરે છે અને સાથે જ બીજાઓને પણ કષ્ટ પહોંચાડે છે. એટલા માટે એ હિંસાનાં જ અંગો છે અને એમનો ત્યાગ કરવો અહિંસાના પાલન માટે આવશ્યક છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
114
જૈન ધર્મ સાર સંદેશ અંતરની પવિત્રતાથી ઉત્પન્ન યથાર્થ વચનને જ સત્ય કહે છે. એનાથી વિપરીત બોલવામાં આવેલા વચનને અસત્ય કહે છે. એટલા માટે જૂઠ, કઠોર તથા નિંદાપૂર્ણ વચન અને અનાવશ્યક ગમે તેમ બકવું – આ બધા વચનના દોષ છે, જે વાસ્તવમાં અસત્યની અંદર જ આવી જાય છે. એ વાતને બધા જાણે છે કે માનવ-જગતનો સંપૂર્ણ વ્યવહાર મુખ્યરૂપે વચનોના આધારે જ ચાલે છે. એટલા માટે વચનના દુષ્પયોગથી પોતાની અને બીજાઓની હાનિ થાય છે. જૂઠ અને નિંદાથી પોતાનો અંતરાત્મા દુષિત થાય છે અને બીજાઓને પણ કષ્ટ થાય છે. કઠોર વચન કે તીખી બોલીનો ડંખ તીર, તલવાર કે બંદુકની ગોળીના આઘાતથી પણ અધિક સમય સુધી મનને પીડિત કરતો રહે છે. આ રીતે અસત્ય વચન આત્મઘાતી છે અને સાથે જ પરંધાતી પણ. એટલા માટે અસત્યને હિંસાનું અને સત્યને અહિંસાનું અંગ માનવામાં આવે છે.
વ્યક્તિ અને સમાજ માટે આંતરિક પવિત્રતાની સાથે-સાથે યથાર્થ અને મધુર વચનની આવશ્યકતા પર ભાર આપતાં નાથૂરામ ડોંગરીય જૈન કહે છેઃ
એ યાદ રાખવું જોઈએ કે જ્યાં સુધી અંતઃકરણ પવિત્ર થશે નહીં ત્યાં સુધી વચનોમાં યથાર્થતા અને મધુરતા આવી શકતી નથી અને એમના આવ્યા વિના સંસારમાં ન તો વ્યવહાર જ ઠીક ચાલી શકે છે અને ન શાંતિ પણ કાયમ થઈ શકે છે; કારણ કે મનુષ્યનું પારસ્પરિક પ્રત્યેક કાર્ય અને વ્યવહાર વચન દ્વારા પ્રારંભ થાય છે....આ પ્રમાણે જ્યારે કે સમાજની સામૂહિક શાન્તિ પણ અસત્ય ભંગ કરી નાખે છે અને સંસારી કાર્યો સુધ્ધાં અસત્ય દ્વારા ઠીક ચાલી શકતાં નથી તો એનાથી આત્મકલ્યાણ અને આત્મોન્નત્તિનું થવું તો હજી પણ વધારે અસંભવ છે. બલકે આત્મા અસદ્ધચન દ્વારા પતિત અને અશાંત જ થાય છે તથા આ આત્મપતન જ આત્મઘાત છે, જે હિંસાનું જ બીજું નામ છે.
આ પ્રમાણે ચોરી કરનારો પોતાની નીચ મનોવૃતિ અને દુષ્કર્મો દ્વારા પોતાના આત્માને તો દૂષિત કરે જ છે, સાથે જ બીજાઓની વસ્તુઓને ચોરીને તેમને પણ દુઃખી કરે છે. એટલા માટે ચોરીને હિંસાનું અંગ અને અચૌર્યને અહિંસાનું અંગ માનવામાં આવે છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
115
અહિંસા
કુશીલ (વ્યભિચાર) દ્વારા મનુષ્ય પોતાની દુર્ભાવનાનો શિકાર થઈને પોતાના આત્માના પતનનું કારણ બને છે અને બીજાઓને પણ આ ચરિત્રદોષના સંગી બનાવી કલંકિત કરે છે. એનાથી વિવેક અને સચ્ચરિત્રતાનો નાશ થાય છે, જેનાથી મનુષ્ય પશુ સમાન બની જાય છે. એટલા માટે કુશીલને પણ હિંસાનું જ અંગ માનવામાં આવે છે. આ સંબંધમાં નાથૂરામ ડોંગરીય જૈન કહે છેઃ
જો મનુષ્ય, મનુષ્ય જ બનેલો રહેવા ચાહે છે અને પોતાનું જીવન શાંતિપૂર્વક વિતાવવાની સાથે-સાથે સંસારમાં પણ શાંતિ કાયમ રાખવા ચાહે છે તો પણ આ પાશવીક વૃતિનો તેણે ત્યાગ કરવો જ જોઈએ અને એ યાદ રાખવું જોઈએ કે આત્માના ગોરવ અને ઉન્નતિની પરવા કર્યા વિના ઇંદ્રિયો અને મનના દાસ (ગુલામ) બનીને ઓછામાં ઓછું પોતાની વિવાહિતા સ્ત્રીના સિવાય અન્ય સ્ત્રીઓને બદનિયત અને ખરાબ દષ્ટિએ જોવું અને સ્વચ્છન્દતા અને ઉચ્છખેલતાપૂર્વક (અવિવેકી પ્રવૃત્તિ કરવી, ભલે તે કેટલીય હોંશિયારીથી કેમ ન કરવામાં આવે, પાપશૂન્ય કાર્ય કહેવાઈ શકતું નથી અને ન એનાથી સંસ્કૃતિ તથા સભ્યતાનો વિકાસ તથા આત્મોન્નતિ જ થઈ શકે છે. વ્યભિચારમાં પ્રવૃતિ કરી સ્વયં પતિત થવું આત્મહિંસા અને પર-સ્ત્રીને પતિત કરવું પરહિંસા સ્પષ્ટ છે.?
બ્રહ્મચર્યની સાધના માટે સંયમપૂર્વક રહેવું આવશ્યક છે અને સંયમનો અર્થ છે મન અને ઇંદ્રિયો તથા વિશેષરૂપે કામ-ભાવનાને પોતાના વશમાં રાખવી. સંયમી જીવ જ એકાગ્ર થઈને ધ્યાનની સાધના કરી શકે છે.
પરિગ્રહ (અનાવશ્યક સંગ્રહ)ની પ્રવૃત્તિ મનુષ્યના લોભ અને તૃષ્ણાને ઉત્તેજિત કરીને સાંસારિક વસ્તુઓના પ્રતિ અનાવશ્યક મોહ-મમતા પેદા કરે છે. પછી સાંસારિક ધન-દોલતની દોડમાં લાગેલા મનુષ્યની આત્મ-શાંતિ અને આત્મ-સંતોષનો નાશ થઈ જાય છે. આત્મ-શાંતિનો નાશ આત્મહિંસા જ તો છે. સાથે જ બેઈમાની, છળ-કપટ અને વિશ્વાસઘાત દ્વારા બીજાઓનું ધન હડપવું અથવા તેમને તેમના અધિકારથી વંચિત કરવા સ્પષ્ટ જ પર હિંસા છે. એટલા માટે પરિગ્રહ ને હિંસાનું અંગ અને અપરિગ્રહને અહિંસાનું અંગ માનવામાં આવે છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
116
જૈન ધર્મ સાર સંદેશ આ પ્રમાણે એ સ્પષ્ટ થઈ જાય છે કે જૈન ધર્મના મૂળ સિદ્ધાંતના અનુસાર સત્ય, અચોર્ય (ચોરી ન કરવી) વગેરે બધા સદ્ગણ અહિંસામાં સમાઈ જાય છે. તેથી જ તો અહિંસાને પરમ ધર્મ કહેવામાં આવે છે.
ગૃહસ્થ અને અહિંસા અકસર એ પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે શું ગૃહસ્થજીવનમાં રહીને મનુષ્ય અહિંસાના આટલા ઊંચા આદર્શને નિભાવી શકે છે? ગૃહસ્થ પોતાના અને પોતાના પરિવારના પાલન-પોષણ માટે ખેતી, નોકરી વગેરે કોઈને કોઈ રોજગાર કરવો જ પડે છે. પછી ચોરો, બદમાશો અને લૂંટારાઓથી પોતાની સુરક્ષા માટે પણ કંઈક ઉપાય કરવાનો જ હોય છે. આવી સ્થિતિમાં ત્રસ (ચલ) અને સ્થાવર (અચલ) જીવોથી ભરેલા આ સંસારમાં કોઈ પણ જીવને ન મારવાના અને તેમને કોઈ પણ રીતે કષ્ટ ન પહોંચાડવાના નિયમને તે પૂરી રીતે કેવી રીતે નિભાવી શકે છે? ગૃહત્યાગી સાધુઓ માટે પણ એને પૂરી રીતે નિભાવી શકવું કઠિન છે. ગૃહસ્થ માટે તો એ પ્રાય: અસંભવ જ છે.
જૈન ધર્મ પોતાના અહિંસાના મૂળ સિદ્ધાંત પર દઢ રહેતાં વ્યવહારિક જીવનની કઠિનાઈઓ પર સૂક્ષ્મતાથી વિચાર કરીને આ પ્રશ્નનું ઉચિત સમાધાન પ્રસ્તુત કરે છે. આપણે જોઈ ચૂકયા છીએ કે જૈન ધર્મમાં પોતાના આંતરિક ભાવો અને ઇરાદાઓને પવિત્ર રાખવાને તથા જીવ-દયા અને જીવ-રક્ષાને પોતાનું સ્વાભાવિક કર્તવ્ય સમજવાને જ અહિંસાનું વાસ્તવિક રૂપ માનવામાં આવે છે. જો ગૃહસ્થ આ આંતરિક પવિત્રતાની સાથે સાવધાનીપૂર્વક હિંસાથી બચવાનો પ્રયત્ન કરતાં કરતાં પોતાના કર્તવ્યને નિભાવે છે તો તેને અહિંસક જ માનવામાં આવશે.
જૈન ધર્મમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે બીજા જીવોની હિંસા ચાર રીતે થાય છે જેમને (1) સંકલ્પી (2) આરંભી (3) ઉદ્યોગ અને (4) વિરોધી હિંસા કહે છે.
(i) સંકલ્પી હિંસા તે છે જે સંકલ્પ કરીને (ઇરાદાથી) કરવામાં આવે છે, જેમ કે કોઈ જીવને જાણીબૂઝીને મારવું અથવા કષ્ટ પહોંચાડવું. (2) આંરભી હિંસા તે છે જે ઘર-ગૃહસ્થીનાં કામો કરવામાં અજાણતાથી થઈ
Page #118
--------------------------------------------------------------------------
________________
અહિંસા
117 જાય છે, જેમ કે ઝાડું મારવું, રસોઈ બનાવવી, ઘરની ધોલાઈ-સફાઈ વગેરે કામોને સાવધાનીપૂર્વક કરવા છતાં પણ કેટલાક જીવોને કષ્ટ થઈ જાય છે કે તેમનું મૃત્યુ થઈ જાય છે. (3) ઉદ્યોગી હિંસા તે છે જે ખેતીવાડી કરવામાં, યંત્ર-કારખાનાં ચલાવવા વગેરે રોજી-રોજગારનાં કામોને સાવધાનીપૂર્વક કરવામાં પણ થઈ જાય છે. (4) વિરોધી હિંસા તે છે જે પોતાની તથા પોતાના પરિવાર, સમાજ, દેશ વગેરેની દુષ્ટો, આતતાવિયાં (અત્યાચારીઓ) વગેરેથી રક્ષા કરવા માટે અનિચ્છાપૂર્વક કરવામાં આવે છે.
ગૃહસ્થ સંકલ્પી (ઇરાદા પૂર્વકની) હિંસાનો તો ત્યાગ અવશ્ય કરી દેવો જોઈએ. પરંતુ બાકીની ત્રણ પ્રકારની હિંસાનો પૂર્ણ ત્યાગ તેના માટે સંભવ નથી. એટલા માટે જૈન ધર્મમાં ગૃહસ્થ માટે અહિંસા મહાવ્રત (બધી અવસ્થાઓમાં બધા પ્રકારના જીવોની હિંસાનો ત્યાગ)ને બદલે અહિંસા અણુવ્રત (પરિસ્થિતિ અનુસાર યથાસમ્ભવ હિંસાનો ત્યાગ)નું વિધાન કરવામાં આવે છે. ખેતીવાડી વગેરે કામોમાં લાગેલા ગૃહસ્થ માટે સ્થાવર અને એક ઈન્દ્રિયવાળા ઝાડ-છોડ કે વનસ્પતિઓની હિંસાથી બચી શકવું સંભવ નથી. એટલા માટે ગૃહસ્થ શાંતિપૂર્વક ધર્મ અનુસાર જીવન વ્યતીત કરતાં કરતાં અહિંસા અણુવ્રતનું પાલન કરવું જોઈએ. અર્થાત્ તેમણે સંકલ્પી હિંસાનો પૂર્ણ ત્યાગ કરીને પોતાના ઇરાદાથી બે થી પાંચ ઈન્દ્રિયવાળા ત્રસ (ચાલનારો) જીવોની હિંસા કરવી જોઈએ નહીં અને આવશ્યકતા વિના વનસ્પતિ વગેરે એકેન્દ્રિય જીવની પણ યથાસંભવ રક્ષા કરવાનો ખ્યાલ રાખવો જોઈએ. પુરુષાર્થસિદ્ધયુયાયમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
ગૃહસ્થથી એક ઇંદ્રિય જીવોની હિંસાનો ત્યાગ થઈ શકતો નથી, એટલા માટે જો યોગ્ય રીતથી કાર્ય કરતાં કરતાં એકેન્દ્રિય જીવોની હિંસા થાય છે તો ભલે થાય, એ સિવાય વ્યર્થ અને અસાવધાનીથી કાર્ય કરવામાં જે એકેન્દ્રિય જીવોની હિંસા થાય છે તેનો તો અવશ્ય જ ત્યાગ થવો જોઈએ.'
શાંતિપૂર્વક ધાર્મિક જીવન વ્યતીત કરનાર ગૃહસ્થ ન ચાહવા છતાં પણ આવશ્યક પરિસ્થિતિઓમાં પોતાની અને પોતાના પરિવાર કે સમાજની
Page #119
--------------------------------------------------------------------------
________________
118
જૈન ધર્મઃ સાર સંદેશ
રક્ષા કરવા માટે વિરોધી હિંસા કરવી પડે છે. તે વિશેષ પરિસ્થિતિમાં હિંસા રક્ષાના ઉદેશથી કરવામાં આવે છે. એટલા માટે જૈન ધર્મ ગૃહસ્થ માટે આ હિંસાને ઉચિત માને છે. આ વિરોધી હિંસાનું એક ઉદાહરણ પ્રસ્તુત કરતાં જૈનધર્માતમાં કહેવામાં આવ્યું છેઃ
જયારે કોઈ આતતાયી (અત્યાચારી) કે હિંસક પશુ નગરમાં ઘુસીને અનેક વ્યકિતઓની હિંસા કરે છે, તે સમયે લોકોની રક્ષાના ભાવથી કોઈ વ્યક્તિ તેનો સામનો કરે છે અને આ સ્થાને-રક્ષાના સમયે તેના દ્વારા જો આક્રમણ કરનારો માર્યો જાય છે, તો યદ્યપિ ત્યાં એક આતતાયીની હિંસા થઈ છે, તથાપિ સેંકડો નિરપરાધ વ્યકિતઓના પ્રાણોની પણ રક્ષા તેના માર્યા જવાથી જ થઈ છે અને આ રીતે એકને મારવાની અપેક્ષામાં અનેક્ની રક્ષાનું પુણ્ય વિશાળ છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે ક્યાંક કરવામાં આવેલી હિંસા અહિંસાના વિપુલ ફળને આપે છે.19
ગૃહસ્થોને વિરોધી હિંસાની અનુમતિ આપવાના કારણને સમજાવતાં નાથુરામ ડોંગરીય જૈન કહે છેઃ
સાચું તો એ છે કે જો ગૃહસ્થ રાજયાદિ કાર્યોને કરતાં કરતાં અથવા ગૃહસ્થીની જવાબદારીનો ભાર સંભાળતાં વિરોધી હિંસાનો બિલકુલ ત્યાગ કરી દે તો દુનિયામાં અંધેર મચી જાય – આતતાયી લોકો લૂંટ, માર, હત્યા, વ્યભિચાર, બળાત્કાર વગેરે કરવામાં નિઃશંક થઈને કમર કસીને લાગી જાય અને કોઈપણ ગૃહસ્થનો ધર્મ, જાન, માલ, દેશ વગેરે ખતરાથી ખાલી રહે નહીં. એટલા માટે ગૃહસ્થોથી અહિંસાનું એકદેશ (આંશિક) પાલન જ થઈ શકે છે અને તેનું જ પાલન કરવાની તેમને પ્રેરણા આપવામાં આવી છે.20
આ પ્રમાણે ગૃહસ્થ માટે આવશ્યકતાનુસાર અહિંસાના પાલનની એક પોતાની મર્યાદા છે. સંક્ષિપ્તમાં એનો સંકેત આપતા હુકમચંદ ભારિલ્લ કહે છેઃ
Page #120
--------------------------------------------------------------------------
________________
અહિંસા
119
જયાં ગૃહસ્થ વિના પ્રયોજન કીડી સુદ્ધાંનો વધ કરતો નથી, ત્યાં દેશ, સમાજ, ઘર-બાર, મા-બહેન, ધર્મ અને ધર્માયતન (ધર્મસ્થળની)ની રક્ષા માટે તલવાર ઉઠાવવામાં પણ સંકોચ કરતો નથી.”
આ પ્રમાણે પોતાના ભાવો અને ઈરાદાઓને પવિત્ર રાખીને તથા દયાપૂર્વક બીજાઓની રક્ષાનું ધ્યાન રાખીને ગૃહસ્થનું સાવધાની સાથે કરવામાં આવેલું કાર્ય અહિંસા જ માનવામાં આવે છે.
અહીં એ યાદ રાખવું જોઈએ કે અહિંસા વીરોનો ધર્મ છે, વીરોનું આભૂષણ છે ને કે કાયરતાની નિશાની. એ દુર્બળતાનું પ્રતીક નથી, બલકે સબળતાનું સૂચક છે. મનોબળની હીનતા (અધમતા), અત્યાચારીઓના અન્યાયને સહન કરવો, પ્રતિકાર કે પ્રતિરોધ ન કરવો અહિંસા નથી. અહિંસા માગે છે ત્યાગ, આત્મ-સંયમ અને આત્મવિશ્વાસ તથા એક ઉદાર માનવીય સંકલ્પ. ઈર્ષા-દ્વેષ, સ્વાર્થ, લોભ-લાલચથી ઉપર ઊઠીને સૌમ્ય વ્યવહાર, મધુર વચન, પર-પીડા નિવારણ એ અહિંસાનાં સોપાન છે. અહિંસા સક્રિય પ્રેમનું વ્યાવહારિક રૂપ છે.
અહિંસા પરમ શૂરવીરોનું અસ્ત્ર છે. એમાં અનાવશ્યક હિંસાના પ્રયોગ માટે કોઈપણ સ્થાન નથી. એ નિષ્ક્રિય સ્થિતિ નથી, બલકે પ્રબળ સક્રિયતાની સ્થિતિ છે. અહિંસા શીખવે છે બુરાઈને બદલે ભલાઈ, વેરીને વેરથી નહીં, વૈર્ય અને સહાનુભૂતિથી ભૂલથી મુક્ત કરાવવાની ભાવના. જે એકને સત્ય પ્રતીત થાય છે તે જ બીજાઓને ખોટું દેખાઈ શકે છે. એવી સ્થિતિમાં વિરોધીને કષ્ટ કે પીડા આપીને નહીં, બલકે તેને ક્ષમા કરીને તથા સ્વયં કષ્ટ ઊઠાવીને તેને સત્યની પ્રતીતિ કરાવી શકાય છે અને તેને પોતાના વશમાં કરી શકાય છે. અતઃ
જ્યાં અહિંસાથી કામ લઈ શકાય છે, ત્યાં અસહિષ્ણુ બનીને લડવું-ઝગડવું વીરતા નથી, મૂર્ખતા છે.
અહિંસા શીખવે છે નિર્ભયતા અને નિર્ભયતા વીરતાનું લક્ષણ છે. ક્ષમા તે જ વ્યકિત કરી શકે છે જેમાં શૌર્યનો ગુણ હોય, કષ્ટ સહેવાનું સામર્થ્ય હોય. અહિંસક આચરણ અને મનોવૃત્તિ વિદ્રોહીઓની હિંસાત્મક પ્રવૃત્તિને પણ બદલી દે છે. આ પ્રમાણે અહિંસા હૃદય-પરિવર્તનનું એક સક્ષમ શસ્ત્ર છે.
0ા
છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
120
આ સંદર્ભમાં નાથૂરામ ડોંગરીય જૈન કહે છેઃ
:
જૈન ધર્મઃ સાર સંદેશ
તે પુરુષો વીર કહેવાય છે જે કોઈ આતતાયી દ્વારા સતાવવામાં આવતાં આત્મરક્ષા કરવામાં પૂર્ણ સમર્થ હોય છે અને તેને વશ કરીને તેના પર વિજય પ્રાપ્ત કરી લે છે; પરંતુ જેઓ પ્રતિકાર કરવામાં પૂર્ણ સમર્થ હોવા છતાં પણ દુશ્મનની દુષ્ટતા અને મૂર્ખતાનો બદલો લેવાની અપેક્ષાએ તેને હૃદયથી ક્ષમા કરી દે છે તેઓ વાસ્તવમાં મહાવીર અને સાચા અહિંસક છે. અપરાધીને હૃદયથી ક્ષમા કરી દેવો અને તેનો જરા સરખો પણ ખ્યાલ ન લાવવો કેટલું કઠિન અને વીરતાનું કાર્ય છે, એને સાધારણ વ્યકિતઓ સમજી શકતા નથી. એવી નાસમજીથી જે લોક આ પ્રકારના મહાવીર પુરુષોને કાયર કહેવાનું સાહસ કરે છે, તેઓ વીરતા અને ધર્મનું જ અપમાન કરે છે. કાયર તેઓ છે જે બળવાન શત્રુનો પ્રતિકાર કરવામાં સ્વયં અસમર્થ હોય છે અથવા સામર્થ્ય હોવા છતાં પણ સાહસના અભાવમાં ડરના માર્યા મોં છુપાવીને બેસી જાય છે અને મનોમન તો તેને કોસે છે અને દ્વેષ કરતા રહે છે; પરંતુ ઉપરથી બનાવટી, ‘ક્ષમા-ક્ષમા’નો રાગ આલાપે છે. આ કાયરતા છે અને એમાં અને હિંસામાં નામ માત્રનું જ અંતર છે.2
...
તેથી અહિંસા કર્તવ્ય અને અકર્તવ્યમાં અંતર કરવાનું શીખવે છે અને કર્તવ્યના માર્ગ પર ચાલવાનું શીખવે છે. જે વ્યકિત અહિંસાની શકિત, મર્યાદા અને વ્યાખ્યાથી પરિચિત છે તેઓ કયારેય પણ અહિંસાની નિંદા કરી શકતા નથી.
અહિંસાનો મહિમા
અહિંસાના સંબંધમાં અહીં અત્યાર સુધી જે કંઈ કહેવામાં આવ્યું છે તેનાથી એટલું તો સ્પષ્ટ છે કે જૈન ધર્મમાં અહિંસા પર પૂરી ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો છે. જૈન ધર્મના અનુસાર અહિંસાનું ક્ષેત્ર એટલું વ્યાપક છે કે એમાં પ્રાયઃ બધા અન્ય વ્રત અને ધાર્મિક નિયમ સમાઈ જાય છે. જેવું કે પહેલાં કહેવાઈ ચૂક્યું છે, અહિંસા જ ધર્મનું લક્ષણ છે. એ જ બધા ધાર્મિક વ્રતો અને નિયમોનું મૂળ છે. અહિંસાનો મહિમા બતાવતાં જ્ઞાનાવિમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
Page #122
--------------------------------------------------------------------------
________________
121
અહિંસા
આ લોકમાં જેવી રીતે પરમાણુથી કોઈ નાનું અને અલ્પ નથી અને આકાશથી કોઈ મોટું નથી, એવી જ રીતે અહિંસારૂપ ધર્મથી મોટો કોઈ ધર્મ નથી.આ જગત્મસિદ્ધ લોકોક્તિ છે: “અહિંસા પરમો ધર્મ: હિંસા સર્વત્ર ગર્વિતા', અર્થાત્ અહિંસા સૌથી મોટો ધર્મ છે અને હિંસાની સર્વત્ર નિંદા થાય છે.
આ અહિંસા એકલી જીવોને સુખ, કલ્યાણ અને અભ્યદય આપે છે; તે તપ, સ્વાધ્યાય અને યમનિયમાદિ આપી શકતા નથી, કારણ કે ધર્મના સમસ્ત અંગોમાં અહિંસા જ એક માત્ર મુખ્ય છે. 3 આ જ ભાવને વ્યક્ત કરતાં જિન-વાણીમાં કહેવામાં આવ્યું છેઃ
જેવી રીતે સમસ્ત લોકમાં સમસ્ત પર્વતોથી ઊંચો મેરુ પર્વત છે તેવી જ રીતે સમસ્ત શીલો અને વ્રતોમાં અહિંસાને સર્વશ્રેષ્ઠ જાણવી જોઈએ.
અહિંસા જ સમસ્ત આશ્રમોનું હૃદય છે, સમસ્ત શાસ્ત્રોનો ગર્ભ અર્થાત્ ઉત્પત્તિ-સ્થાન છે તથા બધા વ્રતો અને ગુણોનો પિંડરૂપ એકીકૃત (એકઠો) સારભૂત છે.
અહિંસાના પાલનથી જ જીવોનું પ્રતિપાલના (રક્ષણ) થાય છે અને આ સર્વશ્રેષ્ઠ વ્રતનું પાલન કરનારો સાચા આંતરિક આનંદનો અનુભવ કરે છે. અહિંસાવતી જ ઉત્તમ ગતિ અને મોક્ષનો અધિકારી થાય છે. અહિંસા દ્વારા પ્રાપ્ત થનારા અનેક ઉત્તમ લાભોનો ઉલ્લેખ કરતાં જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છે:
અહિંસા તો જગતની માતા છે, કારણ કે સમસ્ત જીવોની પ્રતિપાલન (રક્ષણ) કરનારી છે. અહિંસા જ આનંદની સંતતિ અર્થાત પરિપાટી છે. અહિંસા જ ઉત્તમ ગતિ અને શાશ્વતી લક્ષ્મી (મોક્ષ) છે. જગતમાં જેટલા ઉત્તમોત્તમ ગુણ છે તે બધાં અહિંસામાં જ છે.
આ અહિંસા જ મુક્તિ પ્રદાન કરે છે તથા સ્વર્ગની લક્ષ્મી આપે છે અને અહિંસા જ આત્માનું હિત કરે છે તથા સમસ્ત કષ્ટરૂપ આપદાઓને નષ્ટ કરે છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
122
જૈન ધર્મ સાર સંદેશ તપ, શ્રત (શાસ્ત્રનું જ્ઞાન), યમ (મહાવ્રતો), જ્ઞાન (ખૂબ જાણવું), ધ્યાન અને દાન કરવું તથા સત્ય, શીલ, વ્રતાદિક (વ્રત વગેરે) જેટલાં ઉત્તમ કાર્ય છે તે બધાની માતા એક અહિંસા જ છે. અહિંસા વ્રતના પાલન વિના ઉપર્યુક્ત ગુણોમાંથી એક પણ હોતું નથી. આ કારણે અહિંસા જ સમસ્ત ધર્મ કાર્યોની ઉત્પન્ન કરનારી માતા છે.
આ સંસારરૂપ તીવ્ર ભયથી ભયભીત થનારા જીવો માટે આ અહિંસા જ એક પરમ ઔષધિ છે, કારણ કે તે બધાનો ભય દૂર કરે છે તથા સ્વર્ગ જવા માટે અહિંસા જ માર્ગમાં અતિશય અને પુષ્ટિકારક (પોષણ આપનાર) પાથેયસ્વરૂપ (ભોજન વગેરેની સામગ્રી) છે.25
આ જ પ્રમાણે જૈન ધર્મામૃતમાં પણ અહિંસાના મહિમાનાં ગુણગાન કરતાં એને પરમ કલ્યાણકારી બતાવવામાં આવી છેઃ
અહિંસા જ માતાની જેમ સર્વ પ્રાણીઓનું હિત કરનારી છે અને અહિંસા જ સંસારરૂપ મરૂસ્થળીમાં (રણમાં) અમૃત વહેવડાવનારી નહેર છે. અહિંસા જ દુઃખરૂપ દાવાગ્નિને શમન (શાંત) કરવા માટે વર્ષાકાલીન મેઘાવલી છે અને અહિંસા જ ભવ ભ્રમણરૂપ રોગથી પીડિત પ્રાણીઓ માટે પરમ ઔષધિ છે.
એટલા માટે પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરીને તેમને અભયદાન આપો, તેમની સાથે નિર્દોષ, નિશ્ચલ મિત્રતા કરો અને સમસ્ત ચરઅચર જીવલોકને અર્થાત્ ત્રસ અને સ્થાવર પ્રાણીઓને પોતાના સદશ (જેવા) જુઓ.26
અહિંસાની શ્રેષ્ઠતાનું કારણ બતાવતાં જૈન ધર્મમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બધાને પોતાનું જીવન સૌથી અધિક પ્યારું હોય છે. પોતાની બધી ધન-સંપતિ અને કિંમતીથી કિંમતી વસ્તુ આપીને પણ આપણે પોતાના જીવનની રક્ષા કરવા ઈચ્છીએ છીએ. એટલા માટે અહિંસા અર્થાત્ જીવ-દયા અને જીવ-રક્ષા સમાન અન્ય કોઈ ધાર્મિક કાર્ય હોઈ શકે નહીં. જ્ઞાનાર્ણવમાં સ્પષ્ટ કહ્યું છેઃ
Page #124
--------------------------------------------------------------------------
________________
123
અહિંસા
જે કોઈ મનુષ્ય બીજા મનુષ્યને મરી જવાના બદલામાં નગર, પર્વત તથા સુવર્ણ, રત્ન, ધન ધાન્યાદિથી ભરેલી સમુદ્ર પર્યન્તની પૃથ્વીનું દાન કરે તો પણ પોતાના જીવનનો ત્યાગ કરવામાં તેની ઇચ્છા હશે નહીં. ભાવાર્થ - મનુષ્યોને જીવન એટલું પ્યારું છે કે મરવા માટે જો કોઈ સમસ્ત પૃથ્વીનું રાજ્ય આપી દે તો પણ મરવા ઇચ્છતો નથી. આ કારણે એક જીવને બચાવવામાં જે પુણ્ય હોય છે તે સમસ્ત પૃથ્વીના દાનથી પણ અધિક હોય છે.
આ જીવલોકમાં (જગતમાં) જીવ રક્ષાના અનુરાગ (પ્રેમ)થી મનુષ્ય સમસ્ત કલ્યાણરૂપ પદને પ્રાપ્ત થાય છે. એવા કોઈપણ તીર્થકર, દેવેન્દ્ર, ચક્રર્તિત્વરૂપ કલ્યાણપદ લોકમાં નથી જે દયાવાન ન મેળવે. અર્થાત્ અહિંસા (દયા) સર્વોત્તમ પદને આપનારી છે.27.
મનુષ્ય-જાતિ પોતાની વિવેક-શક્તિને કારણે જ પશુઓની જાતિથી ભિન્ન અને તેનાથી ઊંચી માનવામાં આવે છે. આ વિવેક-શક્તિની વૃદ્ધિ કરુણા અથવા દયા-ભાવ (અહિંસા) દ્વારા થાય છે. એટલા માટે કરુણા-ભાવ કે અહિંસા-ભાવને વધારવો તે જ પોતાની મનુષ્યતા નો વિકાસ કરવો છે. કરુણા અને વિવેકના આ સંબંધ તરફ ધ્યાન અપાવતાં જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
પુરુષોના હૃદયમાં જેમ-જેમ કરુણાભાવ સ્થિરતાને પ્રાપ્ત કરે છે તેમતેમ વિવેકરૂપી લક્ષ્મી તેનાથી પરમપ્રીતિ પ્રગટ કરતી રહે છે. ભાવાર્થકરુણા (દયા) વિવેકને વધારે છે.28
મનુષ્ય પોતાના વિવેક દ્વારા સ્વયં જ વિચાર કરી શકે છે કે થોડીક પણ પીડા થતાં તેને કેટલી બેચેની અને દર્દનો અનુભવ થાય છે. તો પછી તે બીજા જીવોની હિંસા કરીને પોતાને વિવેકશીલ મનુષ્ય કેવી રીતે કહી શકે છે? એટલા માટે મનુષ્યને “મનુષ્ય' કહેવડાવવા માટે અહિંસક થવું આવશ્યક છે. વાસ્તવમાં મનુષ્ય માટે હિંસા બહુ ભારે અનર્થ છે, જેવું કે જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
Page #125
--------------------------------------------------------------------------
________________
124
જૈન ધર્મઃ સાર સંદેશ
જે મનુષ્ય પોતાના શરીરમાં તણખલાની ચૂભનથી પણ પોતાને દુઃખી થયેલો માને છે તે નિર્દય થઈને પર (બીજાના) શરીર પર શસ્ત્ર કેવી રીતે ચલાવે છે? આ મોટો અનર્થ છે.29
જે મનુષ્ય પોતાના બળ અને અધિકારનો દૂરુપયોગ કરીને બીજાઓને મારે કે કષ્ટ પહોંચાડે છે તેને પોતાની નિર્દયતાનો કઠોર દંડ પછીના જીવનમાં અવશ્ય ભોગવવો પડે છે. જે બીજાઓનું ભલું નથી કરતા તે પોતાનું ભલું કેવી રીતે માણી શકે છે? જ્ઞાનાર્ણવમાં ખૂબ જ સ્પષ્ટતા સાથે કહેવામાં આવ્યું છેઃ
જે બળવાન પુરુષ આ લોકમાં નિર્બળનો પરાભવ (અનાદર કે વિનાશ) કરે છે અને સતાવે છે તે પરલોકમાં તેનાથી અનંતગણો પરાભવ સહે છે. અર્થાત્-જો કોઈ બળવાન નિર્બળને દુઃખ આપે છે તો તેનાથી અનંતગણાં દુઃખ તે સ્વયં આગળના જન્મમાં ભોગવે છે.
જે પુરુષનું ચિત્ત જીવો માટે શસ્ત્ર સમાન નિર્દય છે તેનું તપ કરવું અને શાસ્ત્ર વાંચવું વગેરે કાર્ય માત્ર કષ્ટ માટે જ હોય છે, કંઈક ભલાઈ માટે હોતું નથી.30
એનાથી વિપરીત જે મહાપુરુષો દૃઢતાપૂર્વક અહિંસાનું પાલન કરે છે તેમના અંતરની શાંતિ અને પવિત્રતાના પ્રભાવ તેમના સંપૂર્ણ વાતાવરણને શાંતિમય અને પવિત્ર બનાવી દે છે. બધા પ્રતિ દયા, કરુણા, મૈત્રી અને જીવરક્ષાનો ભાવ રાખનારા સાધુજનોની ચારેબાજુ એક સૂક્ષ્મ (અદષ્ટ) પ્રભા-મંડળ બની જાય છે જે તેમની આસ-પાસ દયા અને કરુણાનો ભાવ વિખેરીને તેમના માટે એક સુરક્ષા કવચનું કામ કરે છે. એવા સાધુજનોના શાંતિપૂર્ણ આત્મતેજ અને અનુપમ અમોધ (અચૂક) શક્તિની સામે હિંસક, વિરોધી અને ઉપદ્રવી દુષ્ટજનો પણ નતમસ્તક થઈ જાય છે. ત્યાં સુધી કે હિંસક પશુ પણ તેમની સામે પોતાના જન્મજાત વેરભાવ અને ઉગ્રતાને ભૂલાવીને શાંત અને નમ્રભાવ ધારણ કરી લે છે. અહિંસાની અપાર શકિત, અદ્ભૂત પ્રભાવ અને અનુપમ મહિમાનો ઉલ્લેખ નાથૂરામ ડોંગરીય જેન આ શબ્દોમાં કરે છેઃ
અહિંસાની શક્તિ અને મહિમા બન્ને જ અનુપમ અને અચિંત્ય છે. જ્યારે સાધુ પુરુષો મન વચન કર્મથી અહિંસક અને વીતરાગ બનીને
Page #126
--------------------------------------------------------------------------
________________
અહિંસા
125
આત્મશુદ્ધિ કરવાનો પ્રયત્ન કરે છે, તે સમયે તેમનામાં જે આત્મતેજ પ્રગટ થાય છે તેના પ્રભાવથી મોટા-મોટા આભિમાનીઓનાં મસ્તક તેમના ચરણોમાં આપો-આપ ઝૂકી જાય છે અને જંગલનાં મૃગ અને સિંહાદિ પશુ-પક્ષી પણ પોતાના આપસી જન્મજાત વેર વિરોધનો ત્યાગ કરીને શાંતિથી તેમનાં ચરણોમાં જઈ બેસે છે. ... જે મહાપુરુષના અંતરાત્મામાં શુદ્ધ અહિંસાનો અથાહ સમુદ્ર ભરેલો છે તેનો પ્રભાવ વિષિઓ અને વિદ્રોહીઓની હિંસાત્મક ભાવનાઓને કુંઠિત અને હતપ્રભ બનાવીને તેમને પણ અહિંસક અને નમ્ર બનાવી દે તો એમાં આશ્ચર્યની શું વાત છે?
અહિંસાના અદ્ભુત પ્રભાવનું વર્ણન કરતાં યોગસૂત્રમાં પણ કહેવામાં આવ્યું છેઃ
અહિંસા પ્રતિષ્ઠાયાં તત્સંનિધો વૈર ત્યાગ 2 અર્થાત્ અહિંસામાં પૂરી રીતે દ્રઢ થઈ જતાં તે સાધુજનની આસ-પાસ બધાં પ્રાણીઓ વેરભાવનો ત્યાગ કરી દે છે.
હિંસાની ઘોર નિંદા ઉપર દર્શાવવામાં આવ્યું છે કે અહિંસા ધર્મનું લક્ષણ છે. એનાથી ઠીક વિપરીત હિંસાને અધર્મનું લક્ષણ માનવામાં આવ્યું છે. એટલા માટે જ્યાં હિંસા છે ત્યાં ધર્મ માટે કોઈ સ્થાન હોઈ શકતું નથી. જૈન ગ્રંથોમાં ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં હિંસાને સમસ્ત પાપોનું મૂળ, નરકનું દ્વાર અને ઘોર અનર્થનું કારણ કહેવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
શ્રયતે સર્વશાસેષુ સર્વેષ સમયેષુ ચ |
અહિંસા લક્ષણો ધર્મસ્તદ્વિપક્ષસ્થ પાતક સર્વ શાસ્ત્રોમાં અને સર્વ મતોમાં આ જ સાંભળવા મળે છે કે ધર્મનું લક્ષણ અહિંસા જ છે અને હિંસા કરવી જ પાપ છે.
હિંસા જ દુર્ગતિનું દ્વાર છે, હિંસા જ પાપનો સમુદ્ર છે, હિંસા જ ઘોર રૌરવ નરક છે અને હિંસા જ ગાઢ અંધકાર છે.]
Page #127
--------------------------------------------------------------------------
________________
126
જૈન ધર્મ સાર સંદેશ જ્ઞાનાવમાં પણ કહેવામાં આવ્યું છેઃ આ હિંસા જ નરકરૂપી ઘરમાં પ્રવેશ કરવા માટે પ્રતોલી (મુખ્ય દરવાજો) છે તથા જીવોને કાપવા માટે કુઠાર કુહાડો) અને વિદારવા માટે (ચીરી નાંખવા માટે) નિર્દયરૂપી શૂળી છે. જે ધર્મરૂપ વૃક્ષ ઉત્તમ ક્ષમાદિક ઉદાર સંયમોથી ઘણા સમયથી વિકસિત કરવામાં આવે છે તે આ હિંસારૂપ કુઠારથી ક્ષણ માત્રમાં નષ્ટ થઈ જાય છે. ભાવાર્થ-જયાં હિંસા થાય છે ત્યાં ધર્મનો અંશ પણ રહેતો નથી.
સંસારમાં જીવોનાં જે કંઈ દુઃખ, શોક, ભયના બીજ કર્મ છે તથા દુર્ભાગ્યાદિક છે તે સમસ્ત એકમાત્ર હિંસાથી ઉત્પન્ન થયેલા જાણો. ભાવાર્થ-સમસ્ત પાપકર્મોનું મૂળ હિંસા જ છે.”
હિંસા કરનારે પોતાના હિસંક કર્મોના ફળસ્વરૂપે જે દુર્ગતિનો સામનો કરવો પડે છે તેની કલ્પનાથી જ જીવ ધ્રુજી ઉઠે છે. તેની વિકરાળતા (ભયંકરતા)નું શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. જીવહિંસા દ્વારા માનવ પોતાને દાનવ (રાક્ષસ) બનાવી દે છે. એટલા માટે જીવહિંસકનું મન ક્યારેય પણ ધ્યાન, સમાધિ વગેરે અંતર્મુખી અભ્યાસમાં લાગી શકતું નથી. એને સમજાવતાં જ્ઞાનાવમાં કહેવામાં આવ્યું છેઃ
જીવોનો ઘાત (હિંસા) કરવાથી પાપકર્મનું ઉપાર્જન થાય છે. તેનું જે ફળ અર્થાત્ દુઃખ નરકાદિક ગતિમાં જીવ ભોગવે છે તે વચનોથી અગોચર છે, અર્થાત્ વચનથી કહેવામાં આવી શકતું નથી.
હૃદયમાં ક્ષણભર પણ સ્થાન પામેલી આ હિંસા તપ, યમ, સમાધિ અને ધ્યાનાધ્યયનાદિ (ધ્યાન, અધ્યયન વગેરે) કાર્યોને નિરંતર પીડા આપે છે. ભાવાર્થ-ક્રોધાદિ કષાયરૂપ પરિણામ (હિંસારૂપ પરિણામ) કોઈ કારણે એકવાર ઉત્પન્ન થઈ જાય છે તો તેમના સંસ્કાર (સ્મરણ) લાગેલા રહે છે. તે તપ, યમ, સમાધિ અને ધ્યાનાધ્યયનકાર્યોમાં ચિત્તને ટકવા દેતું નથી, એ કારણે આ હિંસા મહા અનર્થકારિણી છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
અહિંસા
127
જે પાપી નર પોતાનાં અને અન્યનાં સુખ-દુઃખ અને હિત-અહિતનો વિચાર ન કરતાં જીવોને મારે છે તે મનુષ્ય-જન્મમાં પણ રાક્ષસ છે, કારણ કે મનુષ્ય હોત તો પોતાનું અને બીજાનું હિતાહિત વિચારત.5
જ્યારે હિંસક કોઈ જીવની હિંસા કરે છે ત્યારે તે ભૂલી જાય છે કે તે જીવની હિંસા કરવામાં તે સ્વયં પોતાની પણ હિંસા કરી રહ્યો છે. બીજા જીવોની હિંસા કરતાં પહેલાં તે સ્વયં જ પોતાની અંદર રાગ, દ્વેષ, ક્રોધ વગેરે વિકારો પેદા થવાથી પોતાની હિંસા કે આત્મઘાત કરે છે. એટલા માટે હિંસાનો ત્યાગ કરવામાં જ આત્મહિત છે. જિન-વાણીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
કોઈ અન્ય જીવનો વધ સ્વયં પોતાનો જ વધ છે તથા અન્ય જીવોની દયા પોતાના પર જ દયા છે. તેથી હિંસાનું વિષ કંટકની જેમ પરિહરણ (ત્યાગ) કરવું જોઈએ.36
પહેલાં કહેવાઈ ચુક્યું છે કે દયા ધર્મનું મૂળ છે. એટલા માટે જૈનધર્મમાં દયાસ્વરૂપ અહિંસાને ધર્મનું લક્ષણ માનવામાં આવે છે. એનાથી વિપરીત હિંસાને અધર્મનું લક્ષણ સમજવામાં આવે છે. આ રીતે ધર્મ અને હિંસા એકબીજાના વિપરીત છે. ધર્મમાં હિંસાને ક્યારેય ભેળવી શકાતી નથી. છતાં પણ કેટલાંક અજ્ઞાની અને પાંખડી લોકો કપોલકલ્પિત શાસ્ત્રોની રચના કરીને ધર્મના નામ પર પશુઓની બલિ ચઢાવવાને અથવા અન્ય પ્રકારે જીવ હિંસા કરવાને ઉચિત ઠેરવે છે. જૈન ધર્મના અનુસાર દયાપૂર્ણ ધર્મમાં નિર્દયતાપૂર્ણ હિંસાને ભેળવવી એ મોટો અનર્થ છે, જેવું કે જ્ઞાનાવમાં કહેવામાં આવ્યું છેઃ
આચાર્ય (શુભચંદ્રાચાર્ય મહારાજ આશ્ચર્યની સાથે કહે છે કે જુઓ! ધર્મ તો દયામયી જગતમાં પ્રસિદ્ધ છે, પરંતુ વિષયકષાય (વિષય-વિકારો)થી પીડિત પાંખડી હિંસાનો ઉપદેશ દેનારાઓ (યજ્ઞાદિકમાં પશુ હોમવાં તથા દેવી વગેરે માટે બલિદાન કરવાં વગેરે હિંસાવિધાન કરનારા) શાસ્ત્રોની રચના કરીને જગતના જીવોને જબરદસ્તી નરકાદિકમાં લઈ જાય છે. આ ઘણો મોટો જ અનર્થ છે.37
Page #129
--------------------------------------------------------------------------
________________
128
જૈન ધર્મ સાર સંદેશ ધર્મના નામ પર જીવોને મારનારાઓ, માર્યા ગયેલા જીવોના માંસ ખાનારાઓ તથા આ પ્રમાણેના ઉપદેશોને આપનારાઓ-એ બધા નરકના અધિકારી બને છે. જ્ઞાનાર્ણવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જે માંસને ખાનારાઓ છે તેઓ સાતમા નરકના રૌરવાદિ (નરકો)માં પ્રવેશ કરે છે અને ત્યાં જવાનો ઘાત કરનારા શિકારી વગેરે પણ પીડિત થાય છે. ભાવાર્થ – જેઓ જીવઘાતક માંસભક્ષી પાપી છે, તેઓ નરકમાં જ જાય છે અને જેઓ જીવઘાતને જ ધર્મ માનીને ઉપદેશ આપે છે તેઓ પોતાના અને બીજાના-બન્નેના ઘાતક છે; તેથી તેઓ પણ નરકને જ પાત્ર છે.38
જેમનો વિવેક નષ્ટ થઈ ગયો છે તેઓ જ એવું વિચારી શકે છે કે બીજા જીવોનો બલિ ચઢાવવાથી કે તેમને મારવાથી મારનારાનું વિદન ટળી જશે અને તેને સુખ-શાંતિ પ્રાપ્ત થઈ જશે. બીજાઓની હત્યા કરવાના કે તેમને દુઃખ દેવાના ફળસ્વરૂપે હિંસકને સુખ-શાંતિ કેવી રીતે મળી શકે છે? બીજાઓની હિંસા કરવી આમ જ એક અનર્થ છે. પછી ધર્મના નામ પર હિંસા કરવી તો ઘોર અનર્થ છે. જ્ઞાનાર્ણવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
પોતાની શાંતિ અર્થે કે દેવપૂજા તથા યજ્ઞ અર્થે જે મનુષ્યો જીવઘાત (જીવ હિંસા) કરે છે તે ઘાત પણ જીવોને શીધ્ર જ નરકમાં નાંખે છે.
કુળક્રમ થી જે હિંસા ચાલી આવી છે તે તે કુળનો નાશ કરવા માટે જ કહેવામાં આવી છે તથા વિદનની શાંતિના અર્થે જે હિંસા કરવામાં આવે છે તે વિના સમૂહને બોલાવવા માટે જ છે. ભાવાર્થ-કોઈ કહે કે અમારા કુળમાં દેવી આદિનું પૂજન ચાલતું આવ્યું છે, તેથી અમે બકરાં, ભેંસોનો ઘાત કરીને દેવીને ચઢાવીએ છીએ અને એનાથી કુળદેવીને સંતુષ્ટ થયેલી માનીએ છીએ તથા એવું કરવાથી કુળદેવી કુળની વૃદ્ધિ કરે છે, આ પ્રમાણે શ્રદ્ધા કરીને જે બકરા વગેરેની હિંસા કરવામાં આવે છે તે કુળના નાશ માટે જ હોય છે, કુળવૃદ્ધિ માટે કદાપિ નહીં. તથા કોઈ-કોઈ અજ્ઞાનીઓ વિન શાન્તર્થ (વિદનની શાંતિ માટે) હિંસા કરે છે અને યજ્ઞ કરાવે છે. તેમને ઉલટું વિદન
Page #130
--------------------------------------------------------------------------
________________
અહિંસા
જ થાય છે અને તેમનું ક્યારેય કલ્યાણ થઈ શકતું નથી. સુખના અર્થે કરવામાં આવેલી હિંસા દુઃખ પરિપાટી (પ્રણાલી) કરે છે, મંગલાર્થે કરેલી હિંસા અમંગલ કરે છે તથા જીવનાર્થે કરેલી હિંસા મૃત્યુને પ્રાપ્ત કરાવે છે. આ વાતને નિશ્ચય જાણવી.
જેઓ અધમ શાસ્ત્રોનું પ્રમાણ દઈને જીવોનો વધ કરવાને ધર્મ બતાવે છે તેમને મૃત્યુ થતાં નરકમાં શૂળી પર ચઢાવવામાં આવે છે.
હિંસાને ધર્મ માનનારાઓ કે એવું કહેનારાઓ અધર્મી છે, કારણ કે જે શાસ્ત્રમાં જીવવધને ધર્મ કહ્યો હોય તે શાસ્ત્રને કદાપિ પ્રમાણભૂત કહી શકાતું નથી. તેને જે અજ્ઞાનીઓ પ્રમાણ માનીને હિંસા કરે છે તેઓ અવશ્ય જ નરકમાં પડે છે.39
129
ધર્મના નામ પર હિંસા કરીને પોતાનું કલ્યાણ ચાહનારો મનુષ્ય તે અનાડી વ્યકિત સમાન છે જે પથ્થર પર ચઢીને સમુદ્રને પાર કરવા ઇચ્છે છે કે વિષ મેળવેલું ભોજન ખાઈને પોતાના જીવનને સુરક્ષિત રાખવા ઇચ્છે છે. જ્ઞાનાર્ણવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જે મૂઢ અધમ ધર્મની બુદ્ધિથી જીવોને મારે છે તે પાષાણ (પથ્થર)ની શીલાઓ (ચટ્ટાનો) પર બેસીને સમુદ્રને તરવાની ઇચ્છા કરે છે, કારણ કે તે નિયમથી ડૂબશે. જે પાપીઓ ધર્મની બુદ્ધિથી જીવઘાતરૂપી પાપ કરે છે તેઓ પોતાના જીવનની ઇચ્છાથી હળાહળ વિષને પીએ છે.4
ધર્મ વાસ્તવમાં પવિત્રતા પ્રદાન કરનારો છે. એને મોક્ષનું સાધન માનવામાં આવે છે. તે મનુષ્યો ખરેખર ભાગ્યહીન છે જેઓ અંધવિશ્વાસનો શિકાર થઈને ધર્મના નામ પર હિંસા કરીને ધર્મને કંલકિત કરે છે અને પોતાના અમોલખ મનુષ્ય-જીવનને દુર્ગતિ તરફ લઈ જાય છે.
આજના યુગમાં ટેક્નીકલ જ્ઞાન-વિજ્ઞાનનો ઘણો વિકાસ થયો છે. એટલા માટે આ યુગને એક વિકસિત યુગમાં માનવામાં આવે છે. પરંતુ આ વિકસિત માનવામાં આવનારા યુગમાં પણ આપણે ધર્મ, જાતિ અને સંપ્રદાયની સંકુચિતતાથી મુક્ત થયા નથી. આપણી અંદર સામાજીક, આર્થિક
Page #131
--------------------------------------------------------------------------
________________
130
જૈન ધર્મ સાર સંદેશ અને રાજનૈતિક સ્પર્ધા, વૈમનસ્ય, ઈર્ષા, દ્વેષ અને પરસ્પર વેર-વિરોધના ભાવો આજે પણ પ્રાયઃ પહેલાં જેવા જ બનેલા છે, જે ક્યારેય પણ હિંસા અને યુદ્ધના રૂપે ભડકી શકે છે. આજના યુગનો સમાજ પહેલાની જેમ એક-બીજાથી અજાણ અને દૂર રહી ગયો નથી. એટલા માટે આજે આપણે એક-બીજાથી પ્રભાવિત થયા વિના રહી શકતા નથી. આવી સ્થિતિમાં આજના યુગની હિંસા અને યુદ્ધના પરિણામોમાં જે વ્યાપકતા અને વિકરાળતાની સંભાવના છે, તેની પહેલાં ક્યારેય કોઈએ કલ્પના પણ કરી હશે નહીં. એટલા માટે વર્તમાન યુગમાં જૈન ધર્મ દ્વારા બતાવવામાં આવેલી અહિંસાને અપનાવવી અને હિંસાને ત્યાગવી એ હજુ પણ વિશેષ અધિક આવશ્યક થઈ ગયું છે.
પહેલાંના જમાનાની હિંસા અને યુદ્ધની તુલનામાં આજની હિંસા અને યુદ્ધથી થનારા સર્વવ્યાપી સંહારની તરફ ધ્યાન દેવડાવીને હુકમચંદ ભારિલ જૈન ધર્મના અહિંસા-સિદ્ધાંતની વર્તમાન આવશ્યકતાને આ શબ્દોમાં સ્પષ્ટ કરે છે?
પહેલાંના જમાનામાં યુદ્ધના મેદાનમાં સિપાઈઓ લડતા હતા અને સિપાઈઓ જ કરતા હતા, પરંતુ આજે યુદ્ધ સિપાઈઓ સુધી જ સીમિત રહ્યું નથી, યુદ્ધ મેદાનો સુધી જ સીમિત રહ્યું નથી; આજે તેની લપેટમાં આખી દુનિયા આવી ગઈ છે. આજની લડાઈઓમાં માત્ર સિપાઈઓ જ મરતાં નથી, કિસાન પણ કરે છે, મજૂર પણ મરે છે, વેપારીઓ પણ મરે છે, ખેતર-ખળાં પણ બરબાદ થાય છે, કલ-કારખાનાઓ પણ નષ્ટ થાય છે, બજારો અને દુકાનો પણ તબાહ થઈ જાય છે. અધિક શું કહીએ, આજના આ યુદ્ધમાં અહિંસાની વાત કહેનારા પંડિત અને સાધુજન પણ બચશે નહીં, મંદિર-મસ્જિદ પણ સાફ થઈ જશે. આજનાં યુદ્ધ સર્વવિનાશક થઈ ગયાં છે. આજે હિંસા જેટલી ભયાનક થઈ ગઈ છે, ભગવાન મહાવીરની અહિંસાની આવશ્યકતા પણ આજે તેટલી જ અધિક થઈ ગઈ છે.
વાસ્તવમાં જૈન ધર્મ અનુસાર અહિંસાનું પાલન વ્યકિત અને સમાજ બધા માટે સર્વદા અને સર્વથા (સર્વ પ્રકારે) કલ્યાણકારી અને સુખદાયી માનવામાં
Page #132
--------------------------------------------------------------------------
________________
131
અહિંસા આવે છે, જ્યારે હિંસા બધાને માટે સદા અને બધી રીતે પાપમયી, દુઃખદાયી અને દુર્ગતિ તરફ લઈ જનારી માનવામાં આવે છે. માંસ-મદિરાનો નિષેધ ધર્મને કલંકિત ન કરીને એને પવિત્ર બનાવી રાખવા માટે અહિંસાનું પાલન કરવું આવશ્યક છે અને અહિંસાનું પાલન સારી રીતે કરવા માટે પોતાના ખાવા-પીવાની શુદ્ધિ પર ધ્યાન રાખવું આવશ્યક છે. ફક્ત જીભના સ્વાદ માટે કે બીજાની દેખા-દેખીથી નિરપરાધી (નિર્દોષ) જીવોને મારી નાંખી તેમનું માંસ ખાવું અને થોડા નશાની મસ્તી માટે શરાબ વગેરે નશીલા પદાર્થોનું સેવન કરી પોતાના આત્માને દૂષિત કરવો પોતાને પતનની તરફ લઈ જવું છે. માંસ-મદિરાના સેવનથી આત્મા વિકાયુક્ત થઈ જાય છે અને એના માટે મોક્ષ-માર્ગમાં આગળ વધવું કઠિન થઈ જાય છે. એટલા માટે જૈન ધર્મમાં માંસ-મદિરાને સર્વથા નિષેધ કરવામાં આવ્યો છે.
માંસનો નિષેધ કરતાં જૈન ધર્મમાં સમજાવવામાં આવ્યું છે કે માંસની ઉત્પત્તિ જીવહિંસા કર્યા વિના થતી નથી. જો કોઈ કહે કે કોઈ બીજાઓ દ્વારા મારવામાં આવેલા એ સ્વયં મરી ગયેલા પશુનું માંસ ખાવામાં કોઈ હિંસા થતી નથી તો એવું કહેવું ઠીક નથી, કારણ કે તે માંસમાં પણ તે માંસ પર આશ્રિત રહેનારા અનેક જીવોની હિંસા થાય છે. આ પ્રમાણે સ્વયં મારીને, બીજા દ્વારા મારવામાં આવેલા કે પોતાની જાતે મરેલા જીવોનું માંસ ચાહે રાંધીને કે રાંધ્યા વિના ખાવું હિંસાનું જ કાર્ય માનવામાં આવશે. જેનધર્મામૃતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
યતઃ (કરણ કે) પ્રાણોના ઘાત કર્યા વિના માંસની ઉત્પત્તિ થતી નથી, અતઃ માંસ-ભક્ષી પુરુષની અનિવાર્ય (નિશ્ચય જ) હિંસા થાય છે. ભાવાર્થ - માંસનું ભક્ષણ કરનારો પુરુષ ભલે પોતાના હાથથી કોઈ જીવને ન મારે તો પણ તે હિંસાના પાપનો ભાગીદાર થાય જ છે.42
પોતાની જાતે મરેલા જીવોનું માંસ ખાવાથી થનારી હિંસાનો ઉલ્લેખ કરતાં પુરુષાર્થસિકયુયાયમાં કહેવામાં આવ્યું છેઃ
Page #133
--------------------------------------------------------------------------
________________
132
જૈન ધર્મ સાર સંદેશ યદ્યપિ એ ઠીક છે કે ક્યારેક પોતાની જાતે જ મરેલાં ભેંસ, બળદ વગેરે પશુઓનું માંસ મળી જાય છે. પરંતુ ત્યાં પણ, અર્થાત્ તે માંસને ખાવાથી પણ, તે માંસના આશ્રિત રહેનારા તે મરેલા પશુની જાતિના અનેક સૂક્ષ્મ જીવોના ઘાત થવાથી હિંસા તો થાય જ છે.43
રાંધેલા કે સંધ્યા વિનાના માંસને માત્ર ખાવું જ નહીં, બલકે સ્પર્શવું પણ હિંસાના પાપનો દોષી બનાવે છે. જેનધર્મામૃતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જે જીવ કાચા અથવા રાંધેલા માંસનો ટુકડો પણ ખાય છે, અથવા સ્પર્શે છે, તે પુરુષ નિરંતર એકત્રિત થયેલા અનેક જીવ કોટિઓ (જીવ સમુહ) ના પિંડને મારે છે. ભાવાર્થ - માંસને ખાનારો તો પાપનો ભાગીદાર છે જ, પરંતુ જે માંસને ઉઠાવે છે,મૂકે છે કે તેનો સ્પર્શ પણ કરે છે, તે પણ જીવહિંસાના પાપનો ભાગીદાર થાય છે, એનું કારણ એ છે કે માંસમાં જે તજ્જાતીય (જે જીવનું તે માંસ છે તે જાતિના) સૂક્ષ્મ જીવ હોય છે, તેઓ એટલા કોમળ હોય છે કે મનુષ્યના સ્પર્શ કરવા માત્રથી તેમનું મરણ થઈ જાય છે.
માંસ ખાવાને ઉચિત ઠરાવવા માટે કેટલાક લોકો એ દલીલ કરે છે કે માંસાહારી મનુષ્ય એક જ મોટા પશુને મારીને પોતાનું ભોજન પૂરું કરી શકે છે જયારે શાકાહારી મનુષ્ય પોતાના ભોજન માટે અનેક અન્નના દાણા અને શાકભાજીનો ઘાત કરે છે. એટલા માટે માંસાહારીથી અધિક શાકાહારીને હિંસાનો દોષ લાગે છે. આ પ્રમાણેનો તર્ક એ ખોટી ધારણા પર આધારિત છે કે એકેન્દ્રિય (જેવાં કે-ઝાડ-છોડ)થી લઈને પંચેન્દ્રિય જીવ (જેવાં કે-પશુ, મનુષ્ય) સુધી – બધા પ્રકારના જીવોના ઘાતનો દોષ બરાબર જ હોય છે. પરંતુ એવું હોતું નથી. જો એવું હોત તો એક ઘાસ કે છોડ (એકેન્દ્રિય જીવ)ને ઉખાડવા અને એક મનુષ્ય(પંચેન્દ્રિયજીવ)ની હત્યા કરવાનો દોષ બરાબર જ માનવામાં આવત. ઝાડ-છોડોમાં ફક્ત સ્પર્શ-જ્ઞાનની જ થોડી શક્તિ હોય છે જ્યારે બે ઇંદ્રિયથી લઈને પાંચ ઇંદ્રિયો સુધીના જીવોની જ્ઞાન-શક્તિઓની સંખ્યા અને ક્ષમતા ક્રમશઃ વધતી જાય છે. એ જ કારણ છે કે એક મચ્છરને મારવાની સરખામણીએ એક મનુષ્યને મારવાનું પાપ અસંખ્યગણું અધિક માનવામાં આવે
Page #134
--------------------------------------------------------------------------
________________
અહિંસા
133 છે. આ સચ્ચાઈને સમજાવતાં કુરુષાર્થસિદ્ધહુપાયમાં માંસાહારીઓની ઉક્ત દલીલનું ખંડન આ શબ્દોમાં કરવામાં આવ્યું છેઃ
એવો વિચાર કરીને કે ‘ઘણા જીવોના ઘાતથી ઉત્પન્ન થયેલા ભોજનથી એક જીવની ઘાતથી ઉત્પન્ન થયેલું ભોજન સારું છે' ક્યારેય પણ જંગમ (હરતા ફરતા) જીવની હિંસા કરવી જોઈએ નહીં. ભાવાર્થ-અનાદિકના આહારમાં અનેક જીવ મરે છે, તેથી તેમના બદલે એક મોટા ભારે જીવને મારીને ખાઈ લેવું સારું છે' એવો કુતર્ક કરવો મૂર્ખતાપૂર્ણ છે, કારણ કે હિંસા પ્રાણઘાત કરવાથી થાય છે અને એકેન્દ્રિય જીવોની સરખામણીએ પંચેન્દ્રિય જીવોના દ્રવ્ય-પ્રાણ અને ભાવ-પ્રાણ અધિક હોય છે, એવો સિદ્ધાંતકારોનો મત છે. એટલા માટે અનેક નાનાનાના જીવોથી મોટા પ્રાણીના ઘાતમાં અધિક હિંસા છે. જ્યારે એકેન્દ્રિય જીવને મારવા કરતાં દ્વીન્દ્રિય (બે ઇંદ્રિયો) જીવને મારવામાં જ અસંખ્યગણું પાપ છે, તો પંચેન્દ્રિયની હિંસાનું તો કહેવું જ શું?
વિવેકશીલ કહેવડાવનારા મનુષ્ય ત્રસ (ચલ) અને સ્થાવર (અચલ) જીવોના આ ભેદને સમજીને હરતાં-ફરતાં જીવોનો ઘાત કરવો જોઈએ નહીં.
મનુષ્યથી નીચેની શ્રેણીઓના જીવ પોતાની સ્વાભાવિક મૂળ પ્રવૃત્તિઓ અનુસાર શાકાહાર, માંસાહાર અથવા બન્ને જ પ્રકારનો આહાર લેનારા હોય છે. તેમની આ જન્મજાત પ્રવૃત્તિઓમાં બદલાવ આવતો નથી. ઉદાહરણ તરીકે, વાઘ અને સિંહ ભુખ્યા રહેવા છતાં પણ ઘાસ ખાતા નથી. એવી જ રીતે ગાય અને ઘોડા કોઈપણ હાલતમાં માંસ ખાતા નથી. પરંતુ મનુષ્યમાં પોતાને બદલવાની અપાર ક્ષમતા છે. આ ક્ષમતાનો સદુપયોગ કરીને તે પરમાત્મા બની શકે છે અને એનો દુરુપયોગ કરીને ઘોર નરકમાં જઈ શકે છે. મનુષ્યના શરીરની પ્રાકૃતિક બનાવટ (જેમ કે તેના દાંત, નખ વગેરે) પર વિચાર કરતાં એ સહેલાઈથી સમજી શકાય છે કે માંસ તેનો સ્વાભાવિક આહાર નથી. જ્યાં સુધી મનુષ્ય પોતાની રુચિને વિકૃત કરી લેતો નથી ત્યાં સુધી સ્વાભાવિક રૂપે તેને ન માંસની ગંધ સારી લાગે છે અને ન તે માંસને રાંધ્યા વિના ખાઈ શકે છે. પરંતુ માંસ ખાનારાઓની સંગતિમાં રહીને તે માંસને મસાલાઓ અને તેલમાં તળીને
Page #135
--------------------------------------------------------------------------
________________
134
જૈન ધર્મ સાર સંદેશ કે રાંધીને ખાય છે અને તેની ગંધ લેવાનું પસંદ કરે છે. જૈન ધર્મના પ્રસિદ્ધ ગ્રંથ સૂત્રકતાંગમાં મનુષ્યની આ બગડેલી દશા તરફ ધ્યાન અપાવતાં કહેવામાં આવ્યું છેઃ
કેટલાંક લોકો માંસ માટે ઘેટાં-બકરાંઓને ખવડાવીને તગડા કરે છે અને તેનું માંસ તેલ,નમક અને મસાલાઓની સાથે રાંધીને ખાય છે, ખવડાવે છે અને ખુશીઓ મનાવે છે. ધર્મ અને નૈતિકતાથી વિમુખ એવા મનુષ્ય અજ્ઞાનવશ જૂઠી ખુશીઓ મનાવતાં પાપ કમાય છે.46
હિંસક મનુષ્ય પોતાના સુખ અને શોખને પુરો કરવા માટે કેટલાય પ્રકારના અનાવશ્યક પ્રયોજનોને બતાવીને પશુઓની હિંસા કરે છે. જૈન ગ્રંથ આચારાંગ સૂત્રમાં આવા કેટલાક પ્રયોજનોનો ઉલ્લેખ આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
કેટલાક લોકો યજ્ઞ માટે પશુઓનો વધ કરે છે અને કેટલાક બીજા લોકો ચામડું, માંસ, લોહી, જીગર, પાંખ, દાંત, શિંગડાં વગેરે માટે પશુ-પક્ષીઓને મારે છે તથા કેટલાક લોકો જંગલી પશુઓનો શિકાર કરવાને પોતાનો ખેલ કે મનોરંજન માને છે અને કેટલાક લોકો આમ જ વિના કોઈ કારણ પશુઓની હિંસા કરે છે.47
કહેવાઈ ચૂક્યું છે કે જૈન ધર્મ અનુસાર ધર્મ મોક્ષનું સાધન છે અને ધર્મનું પાલન ફક્ત મનુષ્ય જ કરી શકે છે. જીવ-દયા અને જીવ-રક્ષા ધર્મના મૂળ આધાર છે. એટલા માટે જીવો પર દયા કરવી અને તેમની રક્ષા કરવી મનુષ્યના આવશ્યક કર્તવ્યો છે. જો મનુષ્ય પોતાને ખાવા યોગ્ય અનેક ઉત્તમ પદાર્થો સંસારમાં જોવા છતાં પણ નિરપરાધી પશુ-પક્ષીઓની નિર્દયતાપૂર્વક હત્યા કરીને તેમનું માંસ ખાવાનું પસંદ કરે છે તો એ તેનો અન્યાય જ નહીં, બલકે ઘોર અત્યાચાર છે. જો રક્ષક જ ભક્ષક બની જાય તો તેને અત્યાચારી ન કહીએ તો શું કહીએ? આ સંબંધમાં નાથુરામ ડોંગરીય જૈન પોતાના વિચાર આ શબ્દોમાં પ્રગટ કરે છેઃ
દૂધ અને માખણ, ઘી અને બદામ, મેવા અને ફળ જેવાં પોષ્ટિક, પવિત્ર, સ્વાદિષ્ટ, સુંદર અને સાત્ત્વિક પદાર્થોના હોવા છતાં ગાય અને બકરો, હરણ અને મરઘી, માછલી અને કબૂતર જેવા મૂક તથા દીન પશુઓને મારી-કાપીને ગળામાં ઊતારી જવું (ગળી જવું) કર્યું
Page #136
--------------------------------------------------------------------------
________________
અહિંસા
ઇન્સાનિયતનું કામ છે? જ્યારે લોકો નિર્દયતાપૂર્વક પશુ-પક્ષીઓના ગળા પર છરીઓ ચલાવે છે ત્યારે તે બિચારાઓ પર શું વિતતું હશે? શું તેઓ એમ સમજે છે કે જેમના ગળાઓ પર છરીઓ ચલાવવામાં આવી રહી છે તે પથ્થરનાં બનેલાં છે? જૈનધર્મ લલકારીને કહે છે – કે હે માનવ! તને તો એટલી શક્તિ અને બુદ્ધિ પ્રાપ્ત થઈ છે. તેનો સદુપયોગ કરતાં શીખ, અને પોતાના સમાન જ બીજાઓના પ્રાણો અને હિતોની જો ઉદારતાપૂર્વક રક્ષા કરી શકતો નથી તો કમસેકમ એમનો ભક્ષક તો ન બન.48
જૈન ધર્મમાં માંસની સાથે સાથે દારૂ વગેરે નશાકારક પદાર્થોથી પણ પરેજ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. મદિરા-પાનનો હિંસા સાથે ગાઢ સંબંધ છે, કારણ કે મદિરા (શરાબ) પીનારાની સ્વાભાવિક પ્રવૃત્તિ હિંસા તરફ હોય છે અને તે અતિ શીઘ્ર ઉત્તેજિત થઈને કામ, ક્રોધ, અહંકાર વગેરે દુર્ગુણોનો શિકાર થઈ જાય છે. મદિરાના સેવનથી મન અને બુદ્ધિ વિકૃત અને વિચલિત બનેલી રહે છે અને એવી સ્થિતિમાં મનને એકાગ્ર કરીને સ્મરણ ધ્યાન આદિ અંતર્મુખી સાધનોમાં લગાવવું સંભવ થઈ શકતું નથી. મદિરા પીવાથી થનારી અનેક હાનિઓ નો ઉલ્લેખ કરતાં પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહેવામાં આવ્યું છેઃ
મદિરા-પાન ચિત્તને મોહિત કરે છે, અને મોહિત-ચિત્ત પુરુષ ધર્મને ભૂલી જાય છે તથા ધર્મને ભૂલેલો જીવ હિંસાનું નિઃશંક (નિડર) થઈને આચરણ કરે છે.49
135
મદિરા કે શરાબને રસથી ઉત્પન્ન થનારા અનેક સૂક્ષ્મ જીવોનું ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે છે. એટલા માટે જે મદિરા પીએ છે તે જીવોની હિંસા પણ અવશ્ય કરે છે. જૈનધર્મામૃતમાં એને આ શબ્દોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
મદિરા, રસોત્પન્ન (રસથી ઉત્પન્ન થનારા) અનેક જીવોની યોની (ઉત્પત્તિની જગ્યા) કહેવામાં આવે છે, એટલા માટે મદ્ય-સેવન કરનારા જીવોની હિંસા અવશ્ય જ થાય છે.
ભાવાર્થ મદિરામાં તદ્રસ-જાતીય (તે રસથી ઉત્પન્ન થનારી જાતીના) અસંખ્ય જીવ નિરંતર ઉત્પન્ન થતા રહે છે, અને પીતા
=
Page #137
--------------------------------------------------------------------------
________________
136
જૈન ધર્મઃ સાર સંદેશ
સમયે તે બધાંનું મૃત્યુ થઈ જાય છે, એટલા માટે મદિરા-પાનમાં હિંસા નિયમથી થાય જ છે.50
મદિરા-પાન અનેક વિકારોને ઉત્પન્ન કરે છે અથવા એમ કહો કે મદિરાપાન અનેક દુર્ગુણોનું રૂપ લઈ લે છે. જૈનધર્મામૃતમાં એને આ શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યું છેઃ
અભિમાન, ભય, જુગુપ્સા (નિંદા), હાસ્ય, અરતિ, (અશાંતિ) શોક, કામ, ક્રોધ-વગેરે હિંસાના જ પર્યાયવાચી નામ છે અને તેઓ બધાં જ મદિરા-પાનના નિકટવર્તી છે.
આ કથનોથી સ્પષ્ટ છે કે માંસ-મદિરા વગેરે તામસિક અને નશીલા પદાર્થના સેવનની પ્રવૃત્તિ હિંસાને ઉત્તેજન આપે છે અને હિંસાનો અભિમાન,કામ,ક્રોધ વગેરે વિકારો સાથે અત્યંત નિકટ સંબંધ છે. એટલા માટે આ બધા વિકારોથી બચવા, પોતાના જીવનમાં પવિત્રતા લાવવા અને પરમાર્થની રાહ પર ચાલવા માટે હિંસાની સાથે જ માંસ-મદિરાનો પણ ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે.
શુદ્ધ અને સાત્ત્વિક ખાણી-પીણી તથા સદાચારમય જીવન-આ પારમાર્થિક સાધનાના આધાર છે. શુદ્ધ આહાર અને પવિત્ર આચરણને અપનાવ્યા વિના પારમાર્થિક સાધનામાં સફળ થવાની અને અવિનાશી સુખ-શાંતિ પ્રાપ્ત કરવાની આશા કરી શકાતી નથી. વાસ્તવમાં શુદ્ધ આહાર અને સદાચાર વિના કોઈ પારમાર્થિક સાધનાનો અધિકારી કે પાત્ર જ બનતો નથી. એ જ ભાવને વ્યક્ત કરતાં હુકમચંદ ભારિલ્લ કહે છેઃ
શુદ્ધ સાત્ત્વિક સદાચારી જીવન વિના સુખ-શાંતિ પ્રાપ્ત થવી તો દૂર, સુખશાંતિ પ્રાપ્ત કરવાના ઉપાય સમજવાની પાત્રતા પણ ઉત્પન્ન થતી નથી.
એટલા માટે જૈન ધર્મમાં અહિંસાનો સર્વાધિક મહિમા બતાવતાં માંસમદિરાના સેવનનો પૂર્ણ નિષેધ કરવામાં આવ્યો છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
650
માનવ-જીવન
માનવ-જીવનની દુર્લભતા અસંખ્ય જન્મો સુધી આવાગમનના ચક્રમાં પડીને દુઃખ ભોગવતા રહ્યા પછી ઊંચા ભાગ્યથી જીવને મનુષ્યનું દુર્લભ જીવન પ્રાપ્ત થાય છે જેનો સદુપયોગ કરીને તે સદાને માટે આવાગમનના ચક્રમાંથી છુટકારો પામી શકે છે. આ મનુષ્ય-જીવન જ કર્મોને પૂરી રીતે નષ્ટ કરીને આત્માના અસલી સ્વરૂપને ઓળખવાનો અને બધાં દુઃખોને દૂર કરીને અનંત સુખ અથવા મોક્ષને પ્રાપ્ત કરવાનો એકમાત્ર અવસર છે. એટલા માટે આ જીવનને સર્વશ્રેષ્ઠ અથવા સર્વોત્તમ જીવન કહેવામાં આવે છે. પરંતુ આ માનવ-જીવનને પામવું અત્યંત કઠિન છે. એને પરમ દુર્લભ માનવામાં આવ્યું છે. એને સ્પષ્ટ કરતાં જિન-વાણીમાં કહેવામાં આવ્યું છેઃ
આ જીવ અનાદિ કાળથી અનંત કાળ સુધી સંસારની નિગોદ (અત્યંત સૂક્ષ્મ) યોનિઓમાં વાસ કરે છે જ્યાં એક શરીરમાં અનંત જીવોનો વાસ જોવા મળે છે. ત્યાંથી નીકળીને તે પૃથ્વીકાયાદિક પર્યાય (જન્મ) ધારણ કરે છે.
જે પ્રમાણે સમુદ્રમાં પડી ગયેલા રત્નને ફરી પામવું અત્યંત દુર્લભ છે તે જ પ્રમાણે મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરવો મહાન દુર્લભ છે. તે મનુષ્ય ગતિમાં જ શુભ ધ્યાન થાય છે અને તે જ મનુષ્ય ગતિથી જ નિર્વાણ અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
137
Page #139
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ સંસારના અનંત જીવોને ચોરાસી લાખ યોનિઓમાં વહેંચવામાં આવે છે. પણ આ બધામાં મનુષ્ય યોનિને જ શ્રેષ્ઠ યોનિ માનવામાં આવે છે, કારણ કે મનુષ્યમાં જ વિવેક કરવાની શક્તિ હોય છે. એનો સદુપયોગ કરીને તે પોતાના લક્ષ્યને નિશ્ચિત કરી શકે છે અને ઉચિત પ્રયત્ન દ્વારા તેને પ્રાપ્ત કરી શકે છે. મનુષ્ય-જીવનની આ જ વિશેષતાની તરફ ધ્યાન અપાવતાં નાથુરામ ડોંગરીય જૈન કહે છેઃ
138
અહીં ચોરાસી લાખ યોનિઓ દ્વારા જીવો જન્મ-મરણ કરતા રહે છે. સંપૂર્ણ યોનિઓમાં મનુષ્ય યોનિ જ શ્રેષ્ઠ યોનિ છે; કારણ કે એને મેળવીને આત્મા પોતાના ભલા-બૂરાનો વિચાર કરી શકે છે, સાથે જ મુક્તિ પણ પ્રાપ્ત કરી શકે છે.
આ પ્રમાણે માત્ર મનુષ્ય-જીવનમાં જ જીવ પારમાર્થિક સાધનામાં લાગીને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. એટલા માટે મનુષ્ય-જીવનને સર્વોત્તમ માનવામાં આવે છે. આ વાતને બતાવતાં કાતિક્રયાનુપ્રેક્ષામાં કહેવામાં આવ્યું છેઃ
:
મનુષ્યગતિમાં જ તપ થાય છે. મનુષ્યગતિમાં જ સમસ્ત મહાવ્રત થાય છે, મનુષ્યગતિમાં જ ધ્યાન થાય છે અને મનુષ્યગતિમાં જ મોક્ષની પ્રાપ્તિ થાય છે.3
અનંત જીવોથી ભરેલા આ સંસારમાં મનુષ્યોની સંખ્યા ઘણી ઓછી છે, તો પણ એકમાત્ર મનુષ્યમાં જ પોતાનો પૂર્ણ વિકાસ કરવાની અને પરમપદને પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. એટલા માટે મનુષ્ય-યોનિને સર્વશ્રેષ્ઠ અથવા સર્વોત્તમ માનવામાં આવે છે. આ વાતને ગણેશપ્રસાદજી વર્ણીએ ખૂબ સારી રીતે સમજાવી છે. તેઓ કહે છેઃ
સંસારની અનંતાનંત જીવરાશિમાં મનુષ્ય સંખ્યા બહુ ઓછી છે. પરંતુ એ અલ્પ હોવા છતાં પણ બધી જીવરાશિઓમાં પ્રધાન છે. કારણ કે મનુષ્ય પર્યાય (જન્મ)થી જ જીવ નિજ શક્તિનો વિકાસ કરીને સંસાર–પરંપરાને અનાદિ કાલીન કાર્મિક દુઃખ-સંતતિને સમૂળ નષ્ટ કરીને અનંત સુખોનો આધાર પરમપદ પ્રાપ્ત કરે છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
139
માનવ-જીવન
આ સંસારમાં જીવ મનના દ્વારા જ વિચાર કરે છે અને ઠીક-ઠીક વિચાર કરવા માટે તેમાં વિવેક (ભલા-બૂરાની ઓળખ કરનારી શક્તિ)નું હોવું આવશ્યક છે. આ પ્રમાણે આ સંસારમાં મન અને વિવેક-આ બન્નેથી યુક્ત થવા પર જ જીવ પોતાનો સમુચિત (યોગ્ય) વિકાસ કરી શકે છે.
જૈન ધર્મ અનુસાર સંસારમાં અસંખ્ય જીવ એવા છે જેમને કેવળ એક જ ઇન્દ્રિય (સ્પર્શેન્દ્રિય) પ્રાપ્ત છે, જેમ કે- વનસ્પતિઓ. પછી ક્રમશઃ બે, ત્રણ, ચાર અને પાંચ ઇંદ્રિયોવાળા જીવ હોય છે. એમનાથી પણ ઉપરની શ્રેણીમાં તે જીવો આવે છે જેમને પાંચ ઇંદ્રિયો સિવાય મન પણ પ્રાપ્ત થાય છે. તેઓ સંશી (મનથી યુક્ત) જીવ કહેવાય છે. જે જીવોમાં મન હોતું નથી તેમને અસંશી જીવ કહે છે. સંજ્ઞી જીવોમાં એકમાત્ર મનુષ્ય જ વિવેકથી યુક્ત હોય છે. એટલા માટે ફક્ત તે જ પોતાના વિવેકના સદુપયોગ દ્વારા સંયમપૂર્વક પારમાર્થિક સાધનામાં લાગીને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આ જ કારણે ગણેશપ્રસાદ વર્ણી મનુષ્ય યોનિને બધી યોનિઓથી ઉત્તમ બતાવતાં કહે છેઃ
આત્માની નિર્મળ પરિણતિનું નામ જ ધર્મ છે. ત્યારે જેટલા જીવ છે બધામાં તેની યોગ્યતા છે પરંતુ આ યોગ્યતાનો વિકાસ સંજ્ઞી જીવને જ થાય છે. જે અસંશી છે અર્થાત્ જેમને મન નથી તેમનામાં તો તેના વિકાસનું કારણ જ નથી. સંજ્ઞી જીવોમાં એક મનુષ્ય જ એવો છે જેનામાં તેનો પૂર્ણ વિકાસ થાય છે. આ જ કારણ છે કે બધા પર્યાયો (યોનિઓ)માં મનુષ્ય પર્યાય (યોનિ) જ ઉત્તમ માનવામાં આવી છે. આ પર્યાયથી આપણે સંયમ ધારણ કરી શકીએ છીએ (પોતાની ચિત્તવૃત્તિને સાંસારિક વિષયોથી નિવૃત્ત કરી શકીએ છીએ, અથવા હટાવી શકીએ છીએ) અન્ય પર્યાયમાં સંયમની યોગ્યતા નથી.
વર્ણીજી અનુસાર આ મનુષ્ય-જીવન, જે આપણને સંયમ કરવાનો અવસર પ્રદાન કરે છે, કોઈ મહાન પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. તેઓ સ્પષ્ટ કહે છેઃ
મનુષ્યાયુ (મનુષ્ય-જીવન) મહાન પુણ્યનું ફળ છે. સંયમનું સાધન આ જ પર્યાયમાં હોય છે. સંયમ નિવૃત્તિ રૂપ છે, અને નિવૃત્તિનું મુખ્ય સાધન આ જ માનવ શરીર છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
આ જ વિચારોને પ્રગટ કરતાં છઠ્ઠઢાલામાં પણ કહેવામાં આવ્યું છેઃ ‘કોઈ શુભકર્મના ઉદયથી આ જીવ મનુષ્ય ગતિ પ્રાપ્ત કરે છે.’’1
વાસ્તવમાં આ સંસાર સારહીન છે.એ દુઃખોનું ઘર છે. અહીં જીવ મુખ્યતઃ પોતાના કર્મોના ફળ ભોગવવા માટે જન્મ ધારણ કરે છે. એટલા માટે તેમના જીવનને ભોગ-યોનિ કહે છે. માત્ર મનુષ્ય-જીવનમાં જ જીવને પોતાનાં કર્મોનું ફળ ભોગવવા સિવાય સંયમપૂર્વક પારમાર્થિક સાધના કરવાનો દુર્લભ અવસર પણ પ્રાપ્ત થાય છે. એટલા માટે એને કર્મ-યોનિ કહે છે. જો સૌભાગ્યથી જીવને મનુષ્ય-જીવન પ્રાપ્ત થઈ જાય તો તેના માટે ઉચિત છે કે તે પોતાના સ્વરૂપને ઓળખવાનો અને પોતાના જીવનને સફળ બનાવવાનો ભરપૂર પ્રયત્ન કરે. આ સંબંધમાં શુભચંદ્રાચાર્યએ પોતાના વિચારને આ પ્રમાણે વ્યક્ત કર્યો છેઃ
140
દુરન્ત (બૂરા પરિણામોવાળો) તથા સાર રહિત આ અનાદિ સંસારમાં ગુણોથી યુક્ત મનુષ્યપણું (મનુષ્ય-જીવન) જ જીવોને દુષ્પ્રાપ્ય છે, અર્થાત્ દુર્લભ છે. તારે પોતાનામાં જ પોતાના આત્માનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરી લેવું જોઈએ. આ મનુષ્ય-જન્મ સિવાય અન્ય કોઈ જન્મમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય થતો નથી.
આ વિચારને પ્રગટ કરતાં ચંપક સાગરજી મહારાજ કહે છેઃ
લાખ ચોરાસી ભટકતા, મળ્યો મનુષ્ય અવતાર, ચેતી શકે તો ચેતી લે, આત્મ કર વિચાર. મહા મુશ્કેલીથી પામી લીધો, માનવનો અવતાર, સફળ કરી લે પ્રેમથી, કરી કાર્ય હિતકાર.o
...
માનવ-જીવનની ક્ષણભંગુરતા
અત્યંત કઠિનાઈથી પ્રાપ્ત આ માનવ-જીવન ખૂબ જ થોડા સમય માટે મળે છે. એક તો આ અનિત્ય અથવા નશ્વર છે અને બીજું, એની અવધિ અનિશ્ચિત છે. આપણને ખબર નથી કે આ જીવન ક્યારે હાથથી નીકળી જશે અથવા ક્યારે આપણે મૃત્યુનો શિકાર થઈ જઈશું. આપણને ખબર નથી કે આ મનુષ્ય
Page #142
--------------------------------------------------------------------------
________________
માનવ-જીવન
જીવનમાં આપણે કેટલા શ્વાસ લેવાના છે. આપણને એ વાતનું પણ ધ્યાન નથી રહેતું કે પ્રત્યેક શ્વાસની સાથે આપણા જીવનની સીમિત આયુ ઘટતી જઈ રહી છે અને આપણે કોઈપણ સમયે મૃત્યુના મુખમાં જઈ શકીએ છીએ. આ જ વાતને સમજાવતાં આચાર્ય પદ્મનંદિ કહે છેઃ
ઃ
ક્ષણક્ષણમાં જે આયુનો ક્ષય થાય છે તે યમ-મુખ છે. તે યમમુખમાં – કાળના ગાલમાં બધાં પ્રાણી ગયેલા છે – બધાની આયુ પ્રતિક્ષણ છીજતી (ઘટતી જાય) છે.
-
141
સમય અનંત છે અને અનંત સમયની દૃષ્ટિથી જો મનુષ્ય-જીવનને જોઈએ તો લાગશે કે આ પાણીના પરપોટા સમાન છે, જે એક ક્ષણમાં ઉત્પન્ન થાય છે અને બીજી જ ક્ષણે વિલીન થઈ જાય છે. આચાર્ય પદ્મનંદિએ સ્પષ્ટ કહ્યું છેઃ
અમ્ભોબુદ્ધ્દ-સન્નિભા તનુરિયમ્ ।
આ શરીર જળના પરપોટા સમાન ક્ષણભંગુર છે.
પાણીના પરપોટા સાથે જ આ શરીરની ઉપમા આપતા ચંપક સાગરજી મહારાજ કહે છેઃ
:
પાણીનો પરપોટો જેટલી વાર સ્થિર રહે તેટલી વારનું આશ્ચર્ય કરવું જોઈએ, તેના નષ્ટ થવાનું કોઈ આશ્ચર્ય નથી. આ ભૌતિક શરીર પાણીના પરપોટા સમાન છે. જ્યારે પણ એ નષ્ટ થઈ જાય તો તેમાં શું આશ્ચર્યની વાત છે?
લોકો કહે છે કે ‘હમણાં અમારી ઉંમર નથી, થોડું ખાઈ પી લઈએ, મોજ શોખ કરી લઈએ, સંસારના વિષયો ભોગવી લઈએ, કંઈક રંગરેલિયો (મોજમજા) કરી લઈએ, મોટા થઈ જતાં ત્યાગ કરી દઈશું, ધર્મ કરી લઈશું, દીક્ષા ગ્રહણ કરી લઈશું'. પરંતુ તેમને બધું દેખાતું હોવા છતાં પણ એ વિશ્વાસ કેવી રીતે થઈ ગયો કે ધર્મ કરવા માટે તેઓ જે વૃદ્ધ અવસ્થા વિશે વિચારી રહ્યા છે, તે વૃદ્ધ અવસ્થા સુધી તેઓ પહોંચી પણ શકશે? આપણે જોઈએ છીએ કે પિતા બેઠા હોય છે, પુત્ર મૃત્યુનો શિકાર થઈ જાય છે.2
Page #143
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
સંસારની ભાગ-દોડ અને ઝાકમઝાળમાં આપણે એ રીતે ભૂલેલા રહીએ છીએ કે આપણને ન પોતાના અને ન પોતાના સગાસંબંધીઓનાં જીવન ક્ષણભંગુર હોવાનું ધ્યાન રહે છે. આચાર્ય પદ્મનંદિ આ વાત પર આશ્ચર્ય કરે છે અને આપણને પોતાના જીવનની ક્ષણભંગુરતાની યાદ અપાવતાં કહે છેઃ
142
સ્ત્રી પુત્રાદિકના રૂપમાં જે પણ કુટુંબ પરિવાર છે તે બધો વીજળી સમાન ક્ષણભંગુર છે – તેમાં સ્વભાવથી ચલાચલી લાગેલી રહે છે. આવી સ્થિતિ હોવા છતાં જો તેનું કોઈ પ્રાણી ઊઠીને ચાલ્યું જાય છે (મૃત્યુ પામે છે), તો તેના પર શાણા-બુદ્ધિમાન મનુષ્ય પણ કઈ વાતનો ખેદ કરે છે, આ કંઈક સમજમાં આવતું નથી!3
શુભચંદ્રાચાર્ય પણ મનુષ્યના ક્ષણભંગુર જીવનની ઉપમા ક્ષણભર માટે ચમક્તારી વીજળી સાથે કરે છે અને બતાવે છે કે જીવનના આ અત્યંત થોડા સમયમાં જ આપણે પોતાનું ક્લ્યાણ કરી લેવું જોઈએ. આ સંસારમાં અનાડી મનુષ્યો પોતાની ઇંદ્રિયોના વશમાં થઈને સાંસારિક વિષય-સુખ માટે દોડતા ફરે છે. તેઓ સમજતા નથી કે આ વિષય-સુખો અનિત્ય, રસહીન અને દુઃખનું કારણ છે. એનાથી વિપરીત વિચારશીલ મનુષ્યો આ સાંસારિક વિષયોના મોહમાં ન પડતાં પોતાના જીવનના થોડા સમયને આત્મ-કલ્યાણમાં લગાવે છે અને પોતાના જીવનને સફળ કરી લે છે. એને સમજાવતાં શુભચંદ્રાચાર્ય કહે છે.
આ સંસાર નિશ્ચય જ મોટું ગાઢ વન છે, એ દુઃખરૂપી અગ્નિની જ્વાળાથી વ્યાપ્ત છે. આ સંસારમાં ઇંદ્રિયાધીન સુખ છે એટલે અંતમાં નિરસ (રસવિહીન) છે, દુઃખનું કારણ છે, તથા દુઃખથી મળેલું છે. અને જે કામ (કામવાસના) અને અર્થ (ધન) છે તે અનિત્ય છે, સદેવ રહેતા નથી. તથા જીવન વીજળી સમાન ચંચળ છે. આ પ્રમાણે સમીચીનતાથી (યોગ્ય રીતે) વિચાર કરનારા જેઓ પોતાના આત્માના હિતમાં લાગેલા સત્કર્મ કરનારા સત્પુરુષો છે, તેઓ કેવી રીતે મોહને પ્રાપ્ત થાય?4
Page #144
--------------------------------------------------------------------------
________________
માનવ-જીવન
143
આ જાણતા-સાંભળતા હોવા છતાં પણ કે આ મનુષ્ય-જીવન વીજળી સમાન ચંચળ અને ક્ષણભંગુર છે, જે મનુષ્ય પોતાના આત્માના કલ્યાણની પરવા ન કરતાં સાંસારિક વિષયોમાં જ આસક્ત બનેલા રહે છે, તેમને ભ્રમિત ચિત્તવાળા અથવા પાગલ ન કહીએ તો શું કહીએ? આ જ ભાવને વ્યક્ત કરતાં આચાર્ય પદ્ધનંદિ આપણને સાંસારિક વિષયોથી અનાસક્ત રહેવાનો અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના પ્રયત્નમાં લાગવાનો ઉપદેશ આપે છે. તેઓ કહે છે:
જે મનુષ્ય એ જાણતો, જોતો અને સાંભળતો હોવા છતાં પણ કે જીવન, યૌવન તથા સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ અને ધનાદિક વીજળી સમાન ચંચળ છે – કોઈપણ એમનામાં સ્થિર રહેનાર નથી - પોતાનું કાર્ય - પોતાના આત્મહિતની સાધના - કરતો નથી - મોહમાં ફસાયેલો એમનાથી આસક્ત બનેલો રહે છે – તેને પાગલ કહીએ, ગ્રહ પીડિત (ભૂત વળગેલું) સમજીએ અથવા ભ્રાન્તચિત્ત નામ આપીએ, કંઈ જ સમજમાં આવતું નથી!s
ચંપક સાગરજી મહારાજ આ મનુષ્ય-જીવનને ભાડાનું મકાન કહીને એની અનિત્યતા દેખાડે છે. તેઓ કહે છેઃ
શરીર તો એક રીતે સંસારી જીવે થોડા સમય સુધી ભાડા પર લીધેલું એક ઘર છે. નિયત સમય પછી આ ભાડાનું મકાન જીવે નિયમથી ખાલી કરવું પડે છે.16
મનુષ્ય-જીવનની અનિત્યતા અથવા ક્ષણભંગુરતાને જેનામામૃતમાં આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છે.
જે પ્રમાણે પક્ષીગણ વિવિધ દિગ્દશાન્તરોથી આવીને સંધ્યાકાળના સમયે વૃક્ષો પર વસી જાય છે અને પ્રાતઃકાળ થતાં જ બધાં પોતપોતાના કાર્યથી પોત-પોતાના દેશો અને દિશાઓમાં ચાલ્યાં જાય છે, તે જ પ્રમાણે આ સંસારી જીવ વિભન્ન ગતિઓથી આવીને એક કુટુંબમાં જન્મ લે છે અને આયુ પૂરી થતાં પોત-પોતાના કર્મોદયના
Page #145
--------------------------------------------------------------------------
________________
144
જૈન ધર્મઃ સાર સંદેશ
અનુસાર પોત-પોતાની ગતિઓમાં ચાલ્યાં જાય છે. જ્યારે સંસારની આ દશા છે ત્યારે હે આત્મન્, એમનામાં મોહ કેવો? અને તેમનામાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરી રાગ-દ્વેષ કેવો?7
આ પ્રમાણે આચાર્ય પદ્મનંદિ પણ માનવ-જીવનની અસ્થિરતા અથવા અનિત્યતાને સમજાવવા માટે પક્ષી અને ભમરાનું ઉદાહરણ આપતાં કહે છેઃ
જે પ્રમાણે પક્ષી એક વૃક્ષથી ઊડીને બીજા વૃક્ષ પર અને ભમરાઓ એક ફૂલથી ઊડીને બીજા ફૂલ પર જઈ બેસે છે, તે જ પ્રમાણે આ જીવો સંસારમાં નિરંતર એક ભવ (જન્મ)ને છોડીને બીજો ભવ ધારણ કરતાં રહે છે. આ પ્રમાણે જીવોની અસ્થિરતાને, કોઈપણ એક સ્થાન પર સ્થિર ન રહેવાની પરિણતિને - જાણીને જેઓ સુબુધજન (સુવિજ્ઞ અથવા જ્ઞાનીજન) છે, તેઓ પ્રાયઃ કોઈના પણ જન્મ લેવા પર હર્ષ અને મરવા પર શોક કરતા નથી.18
પ્રતિદિન સૂર્યનો ઉદય અને અસ્ત થવા તથા પત્ર, ફૂલ અને ફળના વૃક્ષો પર લાગવાના અને પછી ખરવાના ઉદાહરણો દ્વારા પણ આચાર્ય પદ્મદિ મનુષ્ય-જીવનની અસ્થિરતા અથવા અનિત્યતાની તરફ આપણું ધ્યાન દોરે છે. તેઓ કહે છેઃ
જે પ્રમાણે સૂર્ય પ્રાતઃકાલ ઉદયને પ્રાપ્ત થાય છે અને પોતાનો સમય પૂરો કરીને અસ્ત થઈ જાય છે – છુપાઈ જાય છે, તે જ પ્રમાણે સર્વ પ્રાણીઓના આ દેહ છે જે ઉપજે છે અને આયુ પૂરી થઈ જતાં નાશ પામે છે. આવી સ્થિતિ હોવા છતાં જો કાળ પામીને પોતાનો કોઈ પ્યારો સંબંધી મરી જાય છે, તેના પર કોણ એવો સુબુદ્ધજન છે જે શોક કરે છે? બુદ્ધિમાન તો કોઈપણ શોક કરી શકતો નથી, બહિરાત્મ દૃષ્ટિ મૂજન જ શોક કર્યા કરે છે.
જે પ્રમાણે પત્ર, ફૂલ અને ફળ વૃક્ષો પર ઉત્પન્ન થાય છે અને નિશ્ચિત રૂપે નીચે પડે છે - ખરી પડે છે – તે જ પ્રમાણે પ્રાણી કુળોમાં જન્મ લે છે અને પછી મરણને પ્રાપ્ત થાય છે. આ રીતે આ અટલ
Page #146
--------------------------------------------------------------------------
________________
માનવ-જીવન
145
નિયમ જોઈને બુધજનોએ જન્મ-મરણના અવસરો પર હર્ષ-શોક શું કરવો જોઈએ? નહીં કરવો જોઈએ-તેમણે વસ્તુ સ્વરૂપનો વિચાર કરીને હૃદયમાં સમતા ભાવ ધારણ કરવો જોઈએ.19
મનુષ્યની આયુ અને શકિત પ્રતિક્ષણ ઘટતી જાય છે. એટલા માટે પોતાના હિતની ચાહ રાખનારા મનુષ્ય માટે ઉચિત છે કે પોતાના ક્ષણિક જીવનનો સદુપયોગ સમય રહેતાં કરી લે, જેવું કે જેનામામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
આરોગ્ય, આયુ, બળ-વીર્ય અને ધન-ધાન્યાદિના સમુદાય એ બધાં ચંચળ છે, અનિયત અને ક્ષણભંગુર છે. જ્યાં સુધી આ બધાનો સુયોગ પ્રાપ્ત છે, ત્યાં સુધી આત્મ-હિતના કાર્યરૂપ ધર્મમાં મારે સર્વ પ્રકારથી ઉદ્યમ કરવો જોઈએ.20
મૃત્યુ કોઈને પણ છોડતું નથી. રાજા-રક-બધાએ એક દિવસ સંસારમાંથી જવું જ પડે છે. એટલા માટે આપણે સદા પોતાના મૃત્યુનો ખ્યાલ રાખીને શીઘમાં શીધ્ર પોતાનું પારમાર્થિક કાર્ય પૂરું કરી લેવું જોઈએ. એ બતાવતાં કે મૃત્યુથી કોઈ બચી શકતું નથી. ભૂધરદાસ કહે છેઃ
રાજા રાણા છત્રપતિ, હાથીઓના સવાર, મરવું સૌએ એક દિન, પોત-પોતાના વરે.
આ જાણતા હોવા છતાં કે આ ક્ષણભંગુર શરીરનો કોઈ ભરોસો નથી, આપણે પોતાના પારમાર્થિક કાર્યને પૂરું કરવામાં જરા પણ ઢીલ રાખવી જોઈએ નહીં. આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે. આ જ વાતોની યાદ અપાવતાં ચંપક સાગરજી મહારાજ આપણને પોતાની સાધનામાં પૂરી રીત તત્પર રહેવા માટે ચેતવે છે. તેઓ કહે છેઃ
ક્ષણભંગુર આ દેહનો, કરવો શું વિશ્વાસ, કુટિલ કાળ કરશે જ, કાયાનો જ વિનાશ. સમય જરા પણ છે નહીં, આયુષ્યનો વિશ્વાસ, રાજા-રક જીવો બધા, ક્ષણમાં પામે નાશ.22
Page #147
--------------------------------------------------------------------------
________________
146
જૈન ધર્મ સાર સંદેશ આ જ પ્રમાણે ગણેશપ્રસાદ વર્મી પણ આપણને ચેતવતાં કહે છેઃ દેખ દશા સંસારની કેમ નહિ ચેતે ભાઈ,
આખરે ચાલવું પડશે શું પંડિત શું રાય. આ જ વિચારને પ્રગટ કરતાં હુકમચંદ ભારિલ્લ પણ જીવન અને જગતની ક્ષણભંગુરતાને આ શબ્દોમાં વ્યક્ત કરે છેઃ
જૂઠા જગતનાં સપનાં બધાં, જૂઠી મનની સર્વ આશાઓ, તન-જીવન-યૌવન અસ્થિર છે, ક્ષણભંગુર પળમાં મુરઝાય.
માનવ-જીવનની સાર્થકતા અનંત કાળ સુધી અનેક યોનિઓમાં ભટક્તા રહ્યા પછી ઊંચા ભાગ્યથી આ મનુષ્યજીવન પ્રાપ્ત થાય છે. કેવળ આ જ જન્મમાં મનુષ્ય પોતાના વિવેકનો સદુપયોગ કરીને પોતાનું જીવન સાચા ધર્મની સાધનામાં લગાવી શકે છે અને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આ પ્રમાણે ધર્મની સાધના, આત્મસ્વરૂપનું જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ - એ જ માનવ-જીવનનું લક્ષ્ય છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવાથી જ માનવ-જીવન સફળ અથવા સાર્થક થાય છે.
મોક્ષ-પ્રાપ્તિનો આ દુર્લભ અવસર ખૂબ જ થોડા સમય માટે મળે છે. માનવ-જીવનની આ દુર્લભતા અને ક્ષણિકતાને જે સારી-રીતે સમજી લે છે, તે તરત જ મોક્ષ-પ્રાપ્તિના ઉપાયની ખોજમાં લાગી જાય છે અને સાચા ખોજીને સાચો રાહ મળી જ જાય છે. ગણેશપ્રસાદ વર્ણીએ ખૂબ જ સરળતા અને સ્પષ્ટતાથી આ વાત કહી છે. તેઓ કહે છેઃ
જે મનુષ્ય પોતાના મનુષ્યપણાની દુર્લભતાને જુએ છે તે જ સંસારથી પાર થવાના ઉપાય પોતાની જાતે શોધી લે છે.25
જે મનુષ્ય-જીવનની દુર્લભતા અને એનાથી પ્રાપ્ત કરવામાં આવનારા સર્વોત્તમ લાભને સમજી લે છે, તે ક્યારેય પણ પોતાની સાધનામાં સુસ્તી, પ્રમાદ અથવા લાપરવાહી આવવા દેતો નથી. તે પૂરી તત્પરતાની સાથે પોતાના લક્ષ્યની પ્રાપ્તિમાં લાગી જાય છે. જેનામામૃતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
Page #148
--------------------------------------------------------------------------
________________
માનવ-જીવન
147
સંસારમાં કોટિ-કોટિ જન્મ ધારણ કરી લીધા પછી પણ પ્રાપ્ત ન થનારો આ અતિ દુર્લભ મનુષ્ય-જન્મ પામીને મારો આ પ્રમાદ (લાપરવાહી) કેવો!26
પશુ-પક્ષી પોતાનું જીવન કેવળ ખાવા-પીવા, સૂવા વગેરેમાં વિતાવી દે છે પરંતુ મનુષ્ય કેવળ જીવવા માટે સંસારમાં આવતો નથી. તેના જીવનનો ઉદ્દેશ્ય છે પોતાનું કલ્યાણ કરવું, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ કરવી. આ જાણતા હોવા છતાં કે આ ઉદ્દેશ્યની પૂર્તિ કેવળ મનુષ્ય-જીવનમાં જ થઈ શકે છે, મનુષ્ય માટે ઇચ્છનીય છે કે તે પ્રમાદ અથવા લાપરવાહીને પૂરી રીતે ત્યાગીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લે. શુભચંદ્રાચાર્યએ એવો જ ઉપદેશ પોતાના જ્ઞાનાર્ગવમાં આપ્યો છે. તેઓ કહે છેઃ
મનુષ્ય-જન્મ અતિ દુર્લભ છે. માત્ર જીવિત રહેવું નિઃસાર (સારહીન) છે. આવી અવસ્થામાં મનુષ્ય આળસ ત્યાગીને પોતાના હિતને જાણવું જોઈએ. તે હિત મોક્ષ જ છે.
જે ધીર અને વિચારશીલ મનુષ્યો છે, તથા અતીન્દ્રિય સુખ (મોક્ષસુખ)ની લાલસા રાખે છે, તેમણે પ્રમાદ (લાપરવાહી) છોડીને આ મોક્ષનું જ સેવન પરમ આદર ભાવથી કરવું જોઈએ, અર્થાત્ અત્યંત શ્રદ્ધા અને પ્રેમથી મોક્ષ-પ્રાપ્તિની સાધનામાં લાગેલા રહેવું જોઈએ.’
અનંત કાળ અને અનેક કઠિનાઈઓ બાદ પ્રાપ્ત થનાર મનુષ્ય-જીવન પારમાર્થિક સાધના કરવાનો એકમાત્ર દુર્લભ અવસર છે. એટલા માટે એને મુખ્યતઃ ધર્મની સાધના અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં જ લગાવવું જોઈએ. એનો દુરુપયોગ સાંસારિક વિષય-સુખો માટે, જે અનિત્ય, સારહીન અને અન્તતઃ દુઃખદાયી છે, કરવો જોઈએ નહીં.
આ બતાવતાં કે ધર્મ-સાધનાના આ અવસરને પ્રાપ્ત કરવો wલો કઠિન છે, આચાર્ય પદ્ધનંદિ કહે છેઃ
આ સંસારમાં અનંત કાળ ભ્રમણ કરતાં કરતાં પણ જીવને મનુષ્યતાની પ્રાપ્તિ થતી નથી, જો થાય છે તો પણ દુષ્કુળમાં, જ્યાં પ્રાપ્ત થવા
Page #149
--------------------------------------------------------------------------
________________
148
જૈન ધર્મઃ સાર સંદેશ
છતાં પણ પાપને કારણે તે પુનઃ નષ્ટ થઈ જાય છે. અને જો સત્ફળમાં પણ પ્રાપ્ત થાય છે તો કાં તો જીવ ગર્ભમાં જ વિલીન થઈ જાય છે અથવા તો જન્મ લેતાં જ મરી જાય છે અને કાં તો બાળપણમાં જ નષ્ટ થઈ જાય છે. આ બધી અવસ્થાઓમાં તો ધર્મની પ્રાપ્તિનો કોઈ અવસર જ હોતો નથી. અતઃ જ્યારે યુવાવસ્થાદિમાં અવસર મળે તો તેણે ધર્મની સાધના માટે ઉત્તમ પ્રયત્ન કરવો જોઈએ. તે અવસરને આમ જ ખોઈ દેવો જોઈએ નહીં.28
એ બતાવતાં કે આ દુર્લભ મનુષ્ય-જીવનને ક્યા કાર્યમાં લગાવવો જોઈએ, જૈનધર્મામૃતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
આત્મ-કલ્યાણના ઇચ્છુક જનો માટે ઉચિત છે કે આ ઉત્તમ મનુષ્ય ભવ (જન્મ) પામીને તેને અંતમાં દુઃખ આપનારા સાંસારિક પદોને પામવામાં અને વિષય-ભોગોને એકત્રિત કરવામાં વ્યર્થ ન ગુમાવે પરંતુ એક-એક ક્ષણને સ્વર્ણ કોટિઓથી (સોનાના ઢગલાથી) પણ અધિક મૂલ્યવાન સમજીને આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં વ્યય કરે.29
પોતાના અનેકાનેક જીવનમાં આપણે બધાં સાંસારિક સુખો અને દુઃખોને વારંવાર ભોગવી ચૂક્યા છીએ, પરંતુ આ બધાથી ક્યારેય આપણે સુખી કે તૃપ્ત થઈ શક્યા નથી. આપણે સદા બાહ્ય વિષયોને જાણવામાં અને તેમને પ્રાપ્ત કરવામાં જ લાગેલા રહ્યા. ક્યારેય પણ આપણે પોતાના આત્મસ્વરૂપને જાણવાનો પ્રયત્ન કર્યો નથી, જેમાં લીન થઈને આપણે સદાને માટે મુક્ત અને સુખી થઈ શકીએ છીએ. આ તથ્યને સમજાવતાં આચાર્ય કુંથુસાગરજી મહારાજ કહે છેઃ
આ સંસારમાં પરિભ્રમણ કરતાં આ જીવને અનંતાનંત કાળ વ્યતીત થઈ ગયો. આ સમયમાં એણે નરકમાં પણ અનંત વાર જન્મ લીધો, સ્વર્ગમાં પણ અનંતવાર જન્મ લીધો તથા મનુષ્ય અને તિર્યંન્ચ યોનિમાં અનંત વાર જન્મ લીધો. આવી અવસ્થામાં કોઈ પણ
પદાર્થ અલબ્ધ અને ક્યારેય પ્રાપ્ત ન થનારો ક્યારેય પણ કહી શકાય
...
Page #150
--------------------------------------------------------------------------
________________
149
માનવ-જીવન
નહીં. ...આત્મા અને પુદ્ગલાદિક પર પદાર્થોના (આત્માથી ભિન્ન સાંસારિક પદાર્થોના) યથાર્થ સ્વરૂપને જાણનારો સમ્યગ્દષ્ટિપુરુષ તે સમસ્ત પદાર્થોને તથા ભોગોપભોગોના સાધનોને અનંતવાર પ્રાપ્ત થનારા માને છે તથા આ જ કારણે તે બધાનો ત્યાગ કરી દે છે અને ક્યારેય પ્રાપ્ત ન થનારા પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં લીન થઈ જાય છે.
તેથી જ આ બધી વાતોને સમજીને ભવ્ય (મોક્ષાર્થી) જીવોએ પર પદાર્થોનો ત્યાગ કરી દેવો જોઈએ અને આત્મ તત્ત્વમાં લીન થઈ જવું જોઈએ. આ જ મોક્ષનો ઉપાય છે.૩૦
મોક્ષની પ્રાપ્તિ માટે જ્ઞાન અને વૈરાગ્ય (અનાસકિત)ને વધારવા આવશ્યક છે. પરંતુ બાહ્ય વિષયોમાંથી ચિત્તવૃત્તિને હટાવીને એને આત્મામાં લીન કર્યા વિના સાચા જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલા માટે આત્મ-લીન થઈને આત્માનુભવ પ્રાપ્ત કરવો અને આ પ્રમાણે સાચા જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ કરી લેવી જ મનુષ્ય-જન્મનો સાર છે, જેવું કે આચાર્ય કુંથુસાગરજી મહારાજ કહે છેઃ
તેથી પ્રત્યેક ભવ્ય જીવે જ્ઞાન વૈરાગ્ય વધારવા માટે વિષય કષાયોનો (વિષયોના પ્રતિ ક્રોધ, માન વગેરેનો) ત્યાગ કરવો જોઈએ અને આત્મમાં લીન થઈને જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ કરતા રહેવું જોઈએ. આ જ મનુષ્ય-જન્મનો સાર છે.”
હુકમચંદ ભારિલે પણ આત્મજ્ઞાનની મહત્તા બતાવતાં કહ્યું છે કે પોતાને ઓળખીને જ જીવ ભગવાન બની શકે છેઃ
પોતાને નહીં ઓળખવું જ સૌથી મોટી ભૂલ છે તથા પોતાના સાચા સ્વરૂપને સમજવું જ પોતાની ભૂલ સુધારવી છે. ભગવાન કોઈ અલગ હોતા નથી. જો સાચી દિશામાં પુરુષાર્થ કરે તો પ્રત્યેક જીવ ભગવાન બની શકે છે.
“સ્વયંને જાણો, સ્વયને ઓળખો, અને સ્વયંમાં સમાઈ જાઓ. ભગવાન બની જશો”.32
Page #151
--------------------------------------------------------------------------
________________
150
જૈન ધર્મ સાર સંદેશ આત્મ-લીનતાની અવસ્થામાં જીવ બધાં કર્મ-બંધનોથી મુક્ત થઈ જાય છે. એટલા માટે એને મુક્તિ અથવા મોક્ષ કહે છે. આ અનંત આનંદની અવસ્થા છે, જેને આપણે કેવળ પોતાના મનુષ્ય-જીવનમાં જ પ્રાપ્ત કરી શકીએ છીએ. એને પ્રાપ્ત કરવી જ મનુષ્ય-જીવનને સફળ અથવા સાર્થક બનાવવું છે. એને સ્પષ્ટ કરતાં તત્વભાવનામાં કહેવામાં આવ્યું છેઃ
સર્વ કર્મોના બંધથી છૂટીને આત્માનું પવિત્ર થઈ જવાનું નામ મોક્ષ તત્ત્વ છે. મોક્ષ અવસ્થામાં આત્મા સદા પોતાના જ્ઞાનાનંદનો વિલાસ કર્યા કરે છે જ્યાં સુધી આપણે આ દેહમાં છીએ આપણે આપણો સમય આવી જ રીતે વિતાવીને સફળ કરવો જોઈએ. આ જ માનવ જીવનનો લાભ છે.]
અજ્ઞાની જીવો પોતાના શરીરની ચિંતા તો ખૂબ જ કરે છે, પરંતુ પોતાના આત્માની ચિંતા તેમને હોતી નથી. જો તેઓ આત્મ-ચિંતન કરે અને પોતાની આત્મ-શુદ્ધિની તરફ ધ્યાન આપે તો તેઓ નરથી નારાયણ બની શકે છે. આ વાતની તરફ ધ્યાન અપાવતાં વર્ણજી કહે છેઃ
જેટલી ચિંતા આ રોગોના ઘર શરીરને સ્વચ્છ અને સુરક્ષિત કરવાની લોકો કરે છે, જો તેટલી ચિંતા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાની (રાગદ્વેષથી બચાવવાની) કરે તો એક દિવસ તેઓ અવશ્ય જ નરથી નારાયણ બની જશે એમાં કોઈ આશ્ચર્ય નથી.34
વર્ણજી વારંવાર અનેક પ્રકારથી આપણને પોતાની-જાતને ઓળખવા અથવા આત્માનુભવ પ્રાપ્ત કરવાને માટે ચેતવે છે. તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ આંતરિક જ્ઞાન વિના મનુષ્ય-જીવન નિરર્થક છેઃ
સ્વરૂપ-સંબોધન (પોતાના અસલી સ્વરૂપનું જ્ઞાન અથવા અનુભવો જ કાર્યકારી (બધાં કાર્યોને કરનારું) અને આત્મકલ્યાણની કૂંચી (ચાવી) છે. એના વિના મનુષ્ય-જન્મ નિરર્થક છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
માનવ-જીવન
જે મહાપુરુષોએ પોતાને જાણ્યા તેઓ જ પરાત્મા પદના અધિકારી બન્યા.35
મનુષ્ય-જીવન પામીને પણ જેઓ પશુઓની જેમ માત્ર ખાવા-પીવા, સૂવા વગેરેમાં જ પોતાનું જીવન વિતાવી દે છે, તેને મનુષ્ય કહેવડાવવાનો કોઈ અધિકાર નથી. મનુષ્ય તે જ છે જે વિવેકપૂર્વક આવશ્યક નિયમોનું પાલન કરે અને પોતાના જીવનમાં સદા સંયમથી કામ લે. સંયમ અને નિયમથી રહીને જ તે આત્માનુભવ માટે સફળ પ્રયત્ન કરી શકે છે અને આ તે પ્રમાણે પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે. આ વાતોને સ્પષ્ટ કરતાં ગણેશપ્રસાદ વર્ણી કહે છે ઃ
નિયમનું ઉલ્લંઘન કરવું આત્મઘાત (આત્મવિનાશ)નું પ્રથમ ચિહ્ન છે.
અહિંસા, અક્રોધ, સચરિત્રતા, આત્મ-શુદ્ધિ વગેરે સંયમો અને નિયમોની તરફ સંકેત કરતાં તેઓ ફરી કહે છેઃ
માનવતા તે વિશેષ ગુણ છે જેના વિના માનવ, માનવ કહેવડાવી શકતો નથી. માનવતા તે વ્યવહારનું નામ છે જેનાથી બીજાઓને દુઃખ ન પહોંચે, તેમનું અહિત ન થાય, એકબીજાને જોઈને ક્રોધની ભાવના જાગૃત ન થાય. સંક્ષેપમાં સહૃદયતાપૂર્ણ શિષ્ટ અને મિષ્ટ (મીઠાસ યુક્ત) વ્યવહારનું નામ માનવતા છે.
મનુષ્ય તે જ છે જે આત્મોદ્ધારમાં પ્રયત્નશીલ હોય.
મનુષ્યતા તે જ આદરણીય હોય છે જેમાં શાંતિમાર્ગની અવહેલના ન હોય.
મનુષ્યનો સૌથી મોટો ગુણ સદાચારિતા અને વિશ્વાસપાત્રતા છે. મનુષ્ય તે જ છે જે પોતાની પ્રવૃત્તિને નિર્મળ કરે છે.
151
જો મનુષ્ય
પ્રત્યેક વસ્તુ સદુપયોગથી જ લાભદાયક થાય છે. (જન્મ)નો સદુપયોગ કરવામાં આવે તો દેવોને પણ તે સુખ જે મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે.37
પર્યાય
નથી
Page #153
--------------------------------------------------------------------------
________________
152
જૈન ધર્મ સાર સંદેશ આત્મ-કલ્યાણ ચાહનારા મનુષ્યમાં સંયમ-નિયમની સાથે જ આત્મ-વિશ્વાસનું હોવું પણ અત્યંત આવશ્યક છે. આત્મ-વિશ્વાસ વિના ન આપણા પ્રયત્નમાં ઢતા આવી શકશે અને ન આપણે પોતાના લક્ષ્યને જ પ્રાપ્ત કરી શકીશું. એને વર્ણાજીએ ખૂબ જ સુંદર ઢંગથી સમજાવ્યું છે. તેઓ કહે છે?
આત્મવિશ્વાસ એક વિશિષ્ટ ગુણ છે, જે મનુષ્યોનો આત્મામાં વિશ્વાસ નથી, તે મનુષ્યો ધર્મના ઉચ્ચત્તમ શિખર પર ચઢવાના અધિકારી નથી.
જે મનુષ્યને આત્મવિશ્વાસ નથી તે ક્યારેય પણ મહત્ત્વપૂર્ણ કાર્ય કરી શકતો નથી.
જે મનુષ્યો સિંહનાં બચ્ચાં થઈને પણ પોતાને ઘેટા-તુલ્ય તુચ્છ સમજે છે, જેમને પોતાના અનંત આત્મબળ પર વિશ્વાસ નથી, તે જ દુઃખને પાત્ર બને છે.*
મનુષ્યનું લક્ષ્ય સાચી શાંતિ અથવા મોક્ષને પ્રાપ્ત કરવાનું છે. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે તેણે પુરા આત્મ-વિશ્વાસની સાથે એકાંત-સાધનામાં લાગવું આવશ્યક છે. એકાંત-સાધના વિના મનને વશમાં કરવું અત્યંત કઠિન છે અને મનને વશમાં કર્યા વિના આત્મજ્ઞાન અથવા મોક્ષને પ્રાપ્ત કરવો તો અસંભવ જ છે. એટલા માટે વર્ણજી કહે છેઃ
સંસાર અશાંતિનો પુંજ છે, અતઃ જે ભવ્ય (મોક્ષાર્થી જીવો) શાંતિના ઉપાસક છે તેમણે અશાંતિ ઉત્પાદક મોહાદિ વિકારોની યથાર્થતાનો અભ્યાસ કરી એકાંતવાસ કરવો જોઈએ.
જે મનુષ્ય પોતાના મન પર વિજયી નથી, સંસારમાં તેની અધોગતિ નિશ્ચિત છે.
જો મોક્ષની અભિલાષા છે તો એકાકી બનવાનો પ્રયત્ન કરો. અનેક વસ્તુઓ સાથે પ્રેમ કરવો આત્માના નિજત્વ (નિજી સ્વરૂપ)નો ઘાતક છે.”
Page #154
--------------------------------------------------------------------------
________________
માનવ-જીવન
153 સંયમપૂર્વક એકાંત-સાધના કરવાથી મન ધીરે-ધીરે એકાગ્ર થઈ જાય છે અને તેને આંતરિક સુખ અને શાંતિનો રસ મળવા લાગે છે. એનાથી જીવના રાગ, દ્વેષ અને મોહ નષ્ટ થઈ જાય છે અને તે સમભાવ ધારણ કરીને પરમાત્માનાં દર્શન પ્રાપ્ત કરી લે છે. જ્ઞાનાવમાં એનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવ્યો છેઃ
હે આત્મન મોહરૂપ અગ્નિને બુઝાવવા માટે અને સંયમરૂપી ઘરનો આશ્રય કરવા માટે તથા રાગરૂપ વૃક્ષોના સમુહને કપાવવા માટે સમભાવનું (સમતાનો) અવલંબન કર, એવો ઉપદેશ છે.
સંયમી મુનિ સમભાવરૂપી સૂર્યના કિરણોથી રાગાદિ તિમિર સમૂહ (રાગ વગેરે અંધકારના સમુહ)ના નષ્ટ થતાં પરમાત્માનું સ્વરૂપ પોતાનામાં જ અવલોકન કરે છે.40
સમભાવની પ્રાપ્તિ થઈ જતાં મનુષ્ય સંસારમાં “જળમાં કમળ'ના સમાન નિર્લિપ્ત અથવા અનાસક્ત ભાવથી રહે છે. એવા વીતરાગી અથવા ઉદાસીન ભાવથી રહેનારો સાધક જ પરમાત્મા પદનો અધિકારી હોય છે, જેવું કે ગણેશપ્રસાદ વર્મી કહે છેઃ કલ્યાણનો પંથ નિરીહવૃત્તિ (ઇચ્છા અથવા તૃષ્ણા રહિત ભાવ) છે.
સંસાર મોહરૂપ છે, એમાં મમતા ન કરો. કુટુંબની રક્ષા કરો પરંતુ તેમાં આસક્ત ન થાઓ. જળમાં કમળની જેમ ભિન્ન રહો, આ જ ગૃહસ્થને શ્રેયસ્કર છે.
કલ્યાણ અર્થે (માટે) ભીષણ અટવી (વન)માં જવાની આવશ્યકતા નથી, મૂચ્છનો (મોહથી ભ્રમિત હોવાનો) અભાવ હોવો જોઈએ.
સંસારમાં તે જ મનુષ્ય પરમાત્મા પદનો અધિકારી થઈ શકે છે જે સંસારથી ઉદાસીન છે.
સંસારમાં અજ્ઞાનનો ઘોર અંધકાર ફેલાયેલો છે જેમાં મનરૂપી હાથી અને કામ, ક્રોધ વગેરે ઝેરીલા સાપો જીવોને અસહ્ય કષ્ટ આપે છે. આવી સ્થિતિમાં જીવ ગુમરાહ થઈને અહીં-તહીં ભટકીને દુઃખ ભોગવી રહ્યા છે. આ દુઃખથી
Page #155
--------------------------------------------------------------------------
________________
154
જૈન ધર્મ સાર સંદેશ છુટકારો પામવાનો એક જ ઉપાય છે કે જીવ કોઈ સંત, મહાત્મા અથવા પૂર્ણ જ્ઞાની પાસેથી દીક્ષા ગ્રહણ કરે અને તેમની પાસેથી ઉપદેશ લઈને તેના સહારે ચાલીને અર્થાત્ તે ઉપદેશ અનુસાર અભ્યાસ કરીને સંસારની પાર ચાલ્યો જાય. આ વિચારને વ્યક્ત કરતાં આચાર્ય પદ્ધનંદિ કહે છેઃ
આ સંસાર-વન અજ્ઞાન-અંધકારથી વ્યાપ્ત છે, દુઃખરૂપ વ્યાલોથીદુષ્ટ હાથીઓ અથવા સર્પોથી ભરેલો છે – અને તેમાં એવા કુમાર્ગ છે જે દુર્ગતિરૂ૫ ગૃહોને લઈ જનારા છે અને જેમનામાં પડીને બધાં પ્રાણીઓ ભૂલી-ભટકીને ઘૂમી રહ્યાં છે – ભવનમાં ચક્કર કાપી રહ્યાં છે. તે વનમાં નિર્મળ જ્ઞાનની પ્રભાવી દેદીપ્યમાન-ગુરુ-વાક્યરૂપ (ગુરુ દીક્ષા અને ઉપદેશરૂપ) મહાન દીપક બળી રહ્યો છે. જે સુબુધજન છે તેઓ તે જ્ઞાનદીપકને પ્રાપ્ત થઈને અને તેના સહારાથી સન્માર્ગને જોઈને સુખપદને- સુખના વાસ્તવિક સ્થાન (મોક્ષ)ને પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી.42
કારણ કે મનુષ્ય-જીવન જ મોક્ષ-પ્રાપ્તિનો એકમાત્ર અવસર છે, એટલા માટે જ્યાં સુધી શરીરમાં શક્તિ છે ત્યાં સુધી મનુષ્ય દઢતાથી ગુએ બતાવેલા ઉપદેશ અનુસાર સાધના અથવા ધર્માચરણ કરતા રહેવું જોઈએ. આળસ અને સુસ્તીને છોડીને તેણે સમય રહેતાં પૂર્ણ તત્પરતાથી પારમાર્થિક સાધનાને પૂરી કરીને પોતાના મનુષ્ય-જીવનને સફળ બનાવી લેવું જોઈએ. એવો જ ઉપદેશ જિન-વાણીમાં આપવામાં આવ્યો છેઃ
એટલા માટે જ્યાં સુધી બુઢાપો આવીને પીડા આપવા લાગતો નથી, વ્યાધિઓની વૃદ્ધિ થઈ શકી નથી તથા ઇંદ્રિયો શિથિલ થઈ નથી ત્યાં સુધી અર્થાત્ યૌવનકાળમાં જ ધર્માચરણ કરી લેવું યોગ્ય છે. ત્યાં સુધી હે જીવ, તું પોતાનું આત્મ-હિત કરી લે.
જે-જે રાત્રિ વ્યતીત થઈ જાય છે તે પુનઃ પાછી આવતી નથી.આ બધી રાત્રિઓ ધર્મ ન કરનારાઓ માટે નિષ્ફળ જ નીકળતી જાય છે. પરંતુ ધર્મ-સાધના કરનારાઓ માટે તે રાત્રિઓ સફળ થતી જાય છે.43
Page #156
--------------------------------------------------------------------------
________________
માનવ-જીવન
155 છ&ઢાલામાં પણ ઘડપણ અને રોગથી ગ્રસિત થતાં પહેલાં પૂરી તત્પરતાની સાથે સમભાવને ધારણ કરીને પોતાનું કલ્યાણ કરી લેવા માટે આપણને આ શબ્દોમાં ચેતવવામાં આવ્યાં છેઃ
એમ જાણી આળસ છોડી સાહસથી કરવાનો ઢ નિશ્ચય, આ શિખામણ આદરો, જયાં લગી ન રોગ જરા ગ્રહે, ત્યાં લગી ઝટ નિજ હિત કરો, આ રાગ-આગ બાળે સદા, તેથી સમતા-અમૃત સેવો; ચિરકાળથી ભજ્યા વિષય-કષાય હવે તો, ત્યાગી નિજ પદ પામો, કેમ રચ્યો પર પદમાં, ન તારું પદ એ, કેમ દુઃખ સહે;
હવે ‘દોલ” કહે! થાઓ સુખી સ્વ પદ-રચી, દાવ ન ચુકો આ.44 અર્થાત્ એવું જાણીને આળસ છોડીને અને સાહસની સાથે સંકલ્પ લઈને આ ઉપદેશને અપનાવો. જ્યાં સુધી રોગ અને બુઢાપાએ શરીરને ઘેર્યુ નથી ત્યાં સુધી શીધ્ર પોતાના આત્માનું કલ્યાણ કરી લો. આ રાગરૂપી (મોહ, આસકિત) આગ જીવોને સદા બાળી રહી છે. એનાથી મુક્ત થઈને શાંતિ પામવા માટે સમતારૂપી અમૃતનું પાન કરો. ચિરકાળ (અનંત જન્મો)થી તું વિષયરૂપી બંધનકારી કર્મોનું સેવન કરતો રહ્યો છે. હજી પણ તું તેમનો ત્યાગ કરીને આત્મપદની પ્રાપ્તિ કર. પોતાના આત્માથી ભિન્ન પદાર્થોમાં તું કેમ આસક્ત થઈ રહ્યો છે? તેઓ તારા પોતાના નથી. તેમનામાં ફસાઈને તું શા માટે દુઃખ ઉઠાવી રહ્યો છે? દોલતરામજી કહે છે કે હે જીવ! આ અવસરને ગુમાવ નહીં.
કેવળ સાહસી અને પોતાની ધુનના પાકા મનુષ્ય જ પારમાર્થિક સાધનાના દુર્ગમ માર્ગ પર દઢતાની સાથે ચાલે અને પોતાના લક્ષ્યની પ્રાપ્તિમાં સફળ થાય છે. કાયર અને આળસુ જીવોનું આ કામ નથી. આળસુ જીવો ફક્ત બહારથી રામ-રામ અથવા કોઈ અન્ય વર્ણાત્મક નામનો જાપ કરે છે પરંતુ આ પ્રકારના બાહ્ય જાપથી તેમને કોઈ વિશેષ લાભ થતો નથી. સાચા સાધકો કોઈ સંત કે સદ્ગુરુ પાસેથી દીક્ષા અને ઉપદેશ ગ્રહણ કરીને દૃઢતાથી પોતાના ગુએ બતાવેલી યુક્તિ અનુસાર નામનો આંતરિક જાપ કે સ્મરણ કરે છે. આ રીતે તેઓ પોતાના અંતરથી માયાને કાઢીને પરમાત્મા પદની પ્રાપ્તિ કરી લે છે. આ તથ્યની તરફ ધ્યાન અપાવતાં ગણેશપ્રસાદ વર્મી કહે છેઃ
Page #157
--------------------------------------------------------------------------
________________
156
જૈન ધર્મ સાર સંદેશ દઢતાને ધારણ કરો ત્યજી દો ખોટી ચાલ, વિના નામ ભગવાનના કપાય ન ભવની જાળ. રામ રામના જાપથી નહીં રામમય થાય,
ઘટની માયા છોડતાં સ્વયં રામમય થાય.45 ચંપકસાગરજી મહારાજે પણ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ સંત અથવા સદ્ગુની સેવામાં લાગીને જ; અર્થાત્ તેમની દીક્ષા અને ઉપદેશ અનુસાર પારમાર્થિક સાધના કરવાથી જ, મનુષ્યને સંસારનું નશ્વર અને દુઃખમય હોવાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે તેનાથી છુટકારો પામીને મોક્ષના અનંત સુખની પ્રાપ્તિ કરે છેઃ
તન મનની પીડા ટળે, ભવનું થાય જ્ઞાન,
સંત ચરણને સેવતાં, પામે સુખ નિધાન.૧૧ દુઃખમય સંસારથી છુટકારો પામીને પરમાત્મરૂપ બની જવું અને સદાને માટે સુખી થઈ જવું જ માનવ-જીવનનું લક્ષ્ય છે. એટલા માટે મનુષ્યનો જન્મ પામીને જે કોઈ સંત સદ્ગનું શરણ લઈને જન્મ-મરણના ચક્રને મિટાવવાના અને પરમાત્મા પદને પ્રાપ્ત કરવાના અથાક પ્રયત્નમાં લાગી જાય છે, તેનું જ જીવન સાર્થક છે.
માનવ-જીવનની નિરર્થકતા
કહેવાઈ ચૂક્યું છે કે મનુષ્ય-યોનિ બધી યોનિઓમાં ઉત્તમ છે, કારણ કે ફક્ત મનુષ્ય જ ભલા-બૂરાની ઓળખ કરીને પોતાના કલ્યાણ માટે સફળ પ્રયત્ન કરી શકે છે. આ દુઃખમય સંસારમાં જન્મ લઈને પણ તે બધા દુઃખોને દૂર કરીને પરમસુખની પ્રાપ્તિ કરી શકે છે. પોતાનું કલ્યાણ કરવા માટે તેણે પોતાના આત્માના સાચા સ્વરૂપને ઓળખવું અને પર પદાર્થો, અર્થાત્ પોતાના આત્માથી ભિન્ન સાંસારિક પદાર્થોમાં આસકિત ન રાખવી અત્યંત આવશ્યક છે. જો પોતાના અજ્ઞાનવશ તે સાંસારિક વિષયોમાં જ ફસાયેલો રહી જાય છે અને પોતાનું જીવન પશુઓની જેમ માત્ર ખાવા-પીવા, સૂવા વગેરેમાં જ વિતાવી દે છે તો તે પોતાનું મનુષ્ય-જીવન વ્યર્થ જ ગુમાવીને આ સંસારથી ચાલ્યો જાય છે. એવા મનુષ્યનું જીવન નિરર્થક જ કહેવામાં આવશે. ગણેશપ્રસાદ વર્મીએ ખૂબ જ સ્પષ્ટ રીતે કહ્યું છેઃ
Page #158
--------------------------------------------------------------------------
________________
માનવ-જીવન
157
મનુષ્ય તે જ પ્રશસ્ત અને ઉત્તમ છે જે આત્મીય વસ્તુ પર નિજ સત્તા રાખે. (અર્થાત્ જે માત્ર પોતાના આત્માને જ પોતાનો માને) જે (સંસારની કોઈ વસ્તુમાં નિજત્ત્વ (પોતીકું) માને છે તેઓ જ આ સંસારને પાત્ર છે, અને વિવિધ પ્રકારની વેદનાઓના પણ પાત્ર થાય છે.
એવા ભાવ કદાપિ ન કરો (અર્થાત્ એવા વિચારોને ક્યારેય પણ પોતાની અંદર ન લાવો) જેમના દ્વારા આત્માનું અધ:પાત થાય. અધઃપાત (નીચે પડવું)નું કારણ આસક્ત પ્રવૃત્તિ છે. જ્યારે મનુષ્ય અધમ કામ કરવામાં આત્મીય ભાવોને લગાવી દે છે ત્યારે તેની ગણના મનુષ્યોમાં ન થઈને પશુઓમાં થવા લાગે છે.47
આ જ ભાવને વ્યકત કરતાં કુંથુસાગરજી મહારાજ પણ કહે છેઃ ઉત્તમ મનુષ્ય-જન્મને પામીને એવું કરવું (વિષય-વાસનાઓમાં લાગી રહેવું) અત્યંત અયોગ્ય છે. મનુષ્ય-જન્મને પામીને તો આ આત્માએ સૌથી પહેલાં પોતાનું કલ્યાણ કરી લેવું જોઈએ.18
પોતાના અજ્ઞાનવશ આ માયામય સંસારના મોહમાં પડી રહેનારા જીવો પોતાના મન અને ઇંદ્રિયોને વશમાં રાખી શકતા નથી. મન અને ઈન્દ્રિયોથી પ્રાપ્ત વિષય-સુખને જ સાચું સુખ માનીને તેઓ સદા સાંસારિક વિષયોની પાછળ દોડતા રહે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સાચા સુખની પ્રાપ્તિ કરવાનો તેઓ ક્યારેય પણ પ્રયત્ન કરતા નથી. આ કારણે તેઓ આવાગમનના ચક્રમાં પડીને સદા દુઃખી બનેલા રહે છે. તેમની આ દુર્દશાની તરફ ધ્યાન અપાવીને કુંથુસાગરજી મહારાજ તેમને અજ્ઞાનની ઊંઘથી જગાડવાનો પ્રયત્ન કરે છે. તેઓ કહે છે:
હે આત્મ! તું અનાદિ કાળથી અત્યંત ભયંકર આ સંસારરૂપી મહાસાગરમાં પરિભ્રમણ કરી રહ્યો છે અને આ પ્રમાણે પરિભ્રમણ કરતાં-કરતાં અનંતકાળ વ્યર્થ જ વ્યતીત થઈ ગયો.
હે આત્મ! તું આજ સુધી ઇંદ્રિય અને મનના સુખોમાં જ લાગેલો આવી રહ્યો છે તથા આ કાલ્પનિક અને જૂઠાં સુખોમાં લાગેલા રહેવાના કારણે જ તે આજ સુધી અનંત સુખ આપનારા આત્માના
Page #159
--------------------------------------------------------------------------
________________
158
જૈન ધર્મ સાર સંદેશ સ્વભાવરૂપ ધર્મનું આરાધન કર્યું નહીં. એટલા માટે હે આત્મન્ ! જેમને આપણે લોકોએ કદી મનથી પણ ચિંતવન કરી શકતા નથી એવાં અકસ્માતે થનારાં અને અન્ય અનેક પ્રકારના અસહ્ય દુઃખો તારે ભોગવવાં પડ્યાં.19
આ માયાવી સંસારના લોભામણા વિષયોના ભોગથી જીવને કયારેય પણ તૃપ્તિ થતી નથી. વિષયોનાં જૂઠાં સુખ આખરે દુઃખમાં બદલાઈ જાય છે અને જીવને સદા દુઃખ જ ભોગવવું પડે છે. જેવું કે જેનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
દુઃખથી દૂર ભાગનારા અને સુખ ચાહનારા આ પ્રાણી મોહથી આંધળો થઈને ભલા-બૂરાનો વિચાર ન કરીને જે-જે ચેષ્ટાને કરે છે, તે-તેનાથી તે દુઃખને પામે છે.0
આવા મનુષ્યો પશુઓથી પણ બદતર છે, કારણ કે પશુઓ તો વિવેક શક્તિથી રહિત હોવાને કારણે ધર્મ-સાધના અથવા આત્મ-કલ્યાણ માટે પ્રયત્ન કરી શકતાં નથી. પરંતુ વિવેક શક્તિના હોવા છતાં પણ જો મનુષ્ય આત્મા કલ્યાણ માટે પ્રયત્ન કરતો નથી અને માત્ર સાંસારિક વસ્તુઓના જ લોભ અને મોહમાં ફસાયેલો રહે છે તો તેનું મનુષ્ય-જીવન નિરર્થક જ માનવામાં આવશે. એને સમજાવતાં નાથુરામ ડોંગરીય જૈન કહે છેઃ
જે મનુષ્ય કેવળ ધન કમાવા માટે જ રાત-દિવસ એડીથી ચોટી સુધી પરસેવો વહેવડાવતો રહે છે અને ધર્મ-કર્મને ભૂલી જાય છે અને તે ધનનો ઉચિત રીતે સ્વયં ભોગ કરતો નથી તથા ન બીજાઓની સહાયતા અને પરોપકાર કરે છે, તે ભોજનની પીરસેલી થાળીને કુકરાવીને લાંઘણ કરનારા (ખાધા-પીધા વિના રહેનારા) મનુષ્યની સમાન જ મૂર્ખતા કરે છે, અને કેવળ ક્લેશને પાત્ર બને છે. આખરે તે ધન કમાય છે શા માટે? આ રીતે જ જો મનુષ્ય માત્ર ધન કમાવા અને ખાવા, પીવા, મોજ ઉડાવવામાં જ મસ્ત થઈને આત્મોન્નતિ માટે ધર્મ સાધન કરવા અને મોક્ષ પુરુષાર્થની તરફ લક્ષ્ય રાખવા
Page #160
--------------------------------------------------------------------------
________________
માનવ-જીવન
159 નથી ચાહતો અથવા ભ્રમવશ તેમને ભૂલી જાય છે તો નિઃસંદેહ તે પશુથી પણ બદતર (વધારે ખરાબ) પોતાના જીવનને મનુષ્યત્વ અને કર્તવ્યહીન બનાવીને બરબાદ કરતો કાગડાને ઉડાવવા માટે કિંમતી રત્નને ફેંકી દેવાની મૂર્ખતા કરે છે; કારણ કે માનવ-જીવનનો ઉદ્દેશ્ય પશુઓની જેમ જેમ-તેમ પેટ ભરી લેવાનો અને ભોગ વિલાસ કરી લેવાનો જ નથી.ગ
ચંપક સાગરજી મહારાજે પણ આવા જ વિચારો પ્રગટ કર્યા છે. તેઓ ક્યું છેઃ
આવા દુર્લભ મનુષ્ય ભવ (જન્મ)ને પામીને જે મૂર્ખ ધર્મની સાધનામાં યત્ન કરતો નથી, તે મહાન કષ્ટથી પ્રાપ્ત કરેલા ચિંતામણિ રત્નને આળસથી સમુદ્રમાં ફેંકી દે છે.32 તેઓ ફરી કહે છેઃ
આ અપાર સંસારમાં મહાકષ્ટથી મનુષ્યભવ પ્રાપ્ત કરીને જે મનુષ્ય વિષયસુખની તૃષ્ણામાં અત્યંત આસક્ત થઈ આત્મ ચિંતવન, જિનેન્દ્ર પૂજા, ગુરુ-વંદના, જિન-વાણીનું શ્રવણ, સ્વાધ્યાય, સંયમ ... વગેરે ધર્મને કરતો નથી તો તે મૂર્ખ શિરોમણિ ધર્મરૂપી જલદી તારનાર જહાજને છોડીને વિષયાસક્તિ (આસક્ત)રૂપી પથ્થરને ગળામાં લગાવીને આ સંસારરૂપી સમુદ્રમાં ડૂબે છે, અર્થાત્ ભ્રમણ કરે છે.?
આવાગમનના ચક્યાંથી નીકળવાનો એકમાત્ર અવસર, માનવ-જીવનને સાંસારિક વિષયોના લોભ અને મોહમાં ચાલતાં બરબાદ કરવો, એ આંધળાના જેલની દિવાલને ફંફોળતાં તેના એકમાત્ર દરવાજા પર આવવાના સમયે શરીરને ખંજવાળવાના અથવા અન્ય આ જ પ્રકારના કામમાં લાગી જવાના કારણે તેનાથી ન નીકળી શકવા સમાન છે. એવું કરવાથી તે જેલમાંથી નીકળવાના એકમાત્ર અવસરને ખોઈ દે છે. આ ઉપમા દ્વારા ચંપક સાગરજી મહારાજ મનુષ્ય-જીવનના આ એકમાત્ર અવસરને હાથમાંથી ન નીકળવા દેવા માટે આપણને સજાગ કરે છે. તેઓ કહે છેઃ
Page #161
--------------------------------------------------------------------------
________________
160
જૈન ધર્મ સાર સંદેશ જેવી રીતે કોઈ આંધળો મનુષ્ય માઈલો લાંબા પહોળા કિલ્લામાં (પરકોટા) ભટકી રહ્યો છે જેમાં ફક્ત એક જ દ્વાર બહાર નીકળવા માટે બનેલું છે. તે બિચારો આંધળો દિવાલના સહારે હાથોથી ફંફોળતાં તે કિલ્લાનું ચક્કર લગાવે છે. ચક્કર લગાવતાં-લગાવતાં
જ્યારે તે દ્વારે આવે છે ત્યારે દુર્ભાગ્યથી તેને ક્યારેક ખંજવાળ આવી જાય છે જેને ખંજવાળવા માટે ચાલતાં-ચાલતાં જેવો જ હાથ ઉઠાવે છે કે તે દ્વાર નીકળી જાય છે, ફરી આખું ચક્કર લગાવવું પડે છે. ક્યારેક તે જ દ્વાર આવતાં છાતીમાં પીડા થવા લાગે છે, ત્યારે ફંફોળનારો હાથ છાતી પર જઈ લાગે છે, સમીપ આવેલો દ્વાર છુટી જાય છે. ફરી તેણે પૂરું ચક્કર લગાવવું પડે છે. આવી જ રીતે જન્મભર ચક્કર લગાવતાં-લગાવતાં બિચારો તે કિલ્લામાંથી બહાર નીકળી શકતો નથી. આવી જ રીતે સંસારી જીવને બંદીગૃહ (જેલ)માં ચક્કર લગાવતાં-લગાવતાં એક મનુષ્યભવ એવો મળે છે જેના દ્વારથી આ સંસારના બંદીઘરમાંથી બહાર નીકળી શકે છે. પરંતુ તે સમયે ઘર, પરિવાર, મિત્ર, પરિકર (ઘરના લોકો), ધનસંચયના મોહમાં આવીને પોતાનો સમય વિતાવી દે છે. મનુષ્ય ભવ ગયો કે સંસારની જેલમાંથી નીકળવાનું દ્વાર પણ જીવના હાથ માંથી નીકળી ગયું. જ્યારે ક્યારેક પણ સૌભાગ્યથી મનુષ્યનું શરીર મળ્યું ત્યારે ફરી પુત્ર-મોહ, શત્રુ-દ્વેષ, કન્યાના જીવનની ચિંતા, દરિદ્રતા સાથે યુદ્ધ વગેરેમાં ફસાઈને તે સુવર્ણ (સોનેરી) અવસરનો લાભ લઈ શકતો નથી. 4
જે મનુષ્ય-જીવનના સોનેરી અવસરનો લાભ ઉઠાવતો નથી તેણે ફરી ચોરાસી લાખ યોનિઓના ચકકરમાં પડીને ઘોર દુઃખ ઉઠાવવું પડે છે. કુંથસાગરજી મહારાજે આવા મનુષ્યની ઉપમા તેલીના બળદ દ્વારા આપી છે જે કોલુની ચારેય તરફ ચક્કર લગાવતો રહે છે. તેઓ કહે છેઃ
જે પ્રમાણે તેલીનો બળદ આંખો પર પટ્ટી બાંધીને ઘાણીની ચારેય તરફ ઘૂમ્યા કરે છે તે જ પ્રમાણે આ સંસારી જીવ પણ મિથ્યાત્વ
Page #162
--------------------------------------------------------------------------
________________
માનવ-જીવન
અને મોહની પટ્ટી બાંધીને આ સંસારમાં ઘૂમ્યા કરે છે. તેલીનો બળદ કોલુ અને ઘાણીની ચારેય તરફ ઘૂમે છે અને આ જીવ ચારેય ગતિઓમાં ઘૂમે છે.ઝ
કેટલાક અજ્ઞાની મનુષ્યો સાચો વૈરાગ્ય (અનાસક્તિ) અને આત્મજ્ઞાન ન થવા છતાં પણ સાધુનો વેશ બનાવીને લોકોને ઠગતા ફરે છે. આ પ્રમાણે તેઓ પોતાના દુર્લભ મનુષ્ય-જીવનને નાહક બરબાદ કરી દે છે. એને સ્પષ્ટ કરતાં કુંથુસાગરજી મહારાજ કહે છેઃ
જે અજ્ઞાની અને આત્મજ્ઞાનથી રહિત પુરુષ વૈરાગ્ય અને આત્મજ્ઞાનને ધારણ કર્યા વિના જિનલિંગ (જૈન સાધુનો વેશ) ધારણ કરે છે તેનો આ મનુષ્ય-જન્મ પણ વ્યર્થ જ જાય છે.
161
શુભચંદ્રાચાર્યએ આવા મનુષ્યોના પાંખડી આચરણને અત્યંત જ નિંદનીય કહ્યું છે. તેઓ કહે છેઃ
કેટલાય નિર્દય અને નિર્લજ્જ સાધુપણામાં પણ અતિશય નિંદા કરવા યોગ્ય કાર્ય કરે છે. તેઓ સાચા કલ્યાણના માર્ગનો વિરોધ કરી નરકમાં પ્રવેશ કરે છે. ...જે મુનિ (સાધુ) થઈને તે મુનિ-દીક્ષાને જીવનનો ઉપાય (સાધના) બનાવે છે અને તેના દ્વારા ધનોપાર્જન (ધનની કમાણી) કરે છે, તેઓ અતિશય નિર્દય તથા નિર્લજ્જ છે.57
મનુષ્ય-જીવનનું લક્ષ્ય પોતાના આત્માના સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરીને પરમાત્મા બનવાનું છે. પરંતુ જ્યાં સુધી બૂરા કર્મોની તરફ પ્રેરિત કરનારા બૂરા ભાવ જીવની અંદર ઘર કરીને રહે છે અને તે આત્માથી ભિન્ન સાંસારિક વિષયોમાં આસક્ત રહે છે, ત્યાં સુધી તેની આત્મિક ઉન્નતિ થઈ શકતી નથી, ઊલટું તેની અધોગતિ જ થાય છે.
પરમાત્મા બનવાની શક્તિ રાખનારો મનુષ્ય જો પોતાની શક્તિઓનો સદુપયોગ ન કરીને ઊલટું તેમનો દુરુપયોગ કરે છે તથા અન્ય જીવો પર દયા ન
Page #163
--------------------------------------------------------------------------
________________
162
જૈન ધર્મઃ સાર સંદેશ
કરીને તેમને કષ્ટ પહોંચાડે છે અને આ પ્રમાણે પોતાના હિતની હાનિ કરે છે તો તેને દાનવ નહીં તો બીજું શું કહીશું? આ જ ભાવને વ્યકત કરતાં ગણેશપ્રસાદ વર્ણી કહે છેઃ
માનવ જાતિ સૌથી ઉત્તમ છે, અતઃ તેનો દુરુપયોગ કરીને તેને સંસારનો કંટક ન બનાવો. ઇતર જાતિને કષ્ટ આપીને માનવ જાતિને દાનવ કહેવડાવવાનો અવસર આપો નહીં.58
જે પોતાના સાચા હિત અથવા આત્મ-કલ્યાણનું કાર્ય કરવામાં આળસ અથવા ટાળવાની યુકિત કરે છે અને પોતાનાથી ભિન્ન સાંસારિક વસ્તુઓ અને વ્યક્તિઓને પોતાના બનાવવામાં લાગેલો રહે છે, તે પોતાના અમોલખ મનુષ્ય-જીવનને નિરર્થક જ ગુમાવી દે છે. સંસારી મનુષ્ય પોતાના સંબંધીઓ અને પારિવારિક વ્યક્તિઓને મોહવશ પોતાના સમજે છે. પરંતુ તેઓ ન તો પોતાના છે અને ન કયારેય પોતાના બની જ શકે છે. તેઓ કેવળ પોતાના સ્વાર્થવશ તેને ઘેરી રહે છે. પોતાનો સ્વાર્થ પૂરો થઈ જતાં તેઓ તેની પાસે પણ ફરકતા નથી. મનુષ્યની આ ખૂબ મોટી ભૂલ છે કે તે આત્મ-કલ્યાણના દુર્લભ અવસરને સાંસારિક વ્યક્તિઓ અને પદાર્થોના મોહમાં પડીને બરબાદ કરી દે છે. આ ભૂલથી બચેલા રહેવા માટે ગણેશપ્રસાદ વર્ણી આપણને આ શબ્દોમાં ચેતવે છે ઃ
આજે કાલે કરી જગ મર્યું, કર્યું ન આતમ કાજ, પર પદાર્થને ગ્રહણ કરી થઈ ન જરા પણ લાજ. જેમને ચાહે તું સદા તેઓ નહીં તારા થાય, સ્વાર્થ સધાતાં કોઈની વાત ન પૂછે કોય.છ
Page #164
--------------------------------------------------------------------------
________________
660
ગુરુ.
ગુરુની આવશ્યકતા અનેક યોનિઓમાં અત્યંત લાંબા સમય સુધી ભટકતા રહ્યા બાદ જો ક્યારેક સૌભાગ્યથી જીવ પરમ દુર્લભ મનુષ્ય યોનિ પ્રાપ્ત કરે છે ત્યારે પણ સુસંગતિના અભાવમાં તે પોતાની વિવેક-શક્તિનો સદુપયોગ કરી શકતો નથી. તે ફરી સંસારની અસલિયતને ન સમજવાની ભૂલ કરે છે અને સાંસારિક વિષયોના ઝાકઝમાકમાં ભૂલીને તેમનાથી અનાસક્ત થવાનો પ્રયાસ કરતો નથી. આ મોટી ભૂલને કારણે તે દુઃખોથી સદાને માટે છુટકારો પામવાનો અમૂલ્ય અવસર ગુમાવી દે છે અને ફરી આવાગમનના દુઃખદાયી ચક્રમાં જ ફસાયેલો રહી જાય છે. અજ્ઞાનના અંધકારમાં ભટકતો રહેનારો જીવ ત્યાં સુધી આવાગમનના ચક્રથી છુટકારો પામી શકતો નથી જ્યાં સુધી તેને કોઈ સાચો માર્ગદર્શક ન મળે. એટલા માટે જો સૌભાગ્યથી દુર્લભ મનુષ્ય-જીવન પ્રાપ્ત થઈ જાય તો મનુષ્ય પોતાના વિવેકનો સદુપયોગ કરીને જલદીથી જલદી કોઈ સાચા ગુરુના શરણમાં જવું જોઈએ અને તેમની કૃપા અને સહાયતાથી સંસારમાંથી અનાસક્ત થવાનો અને મોક્ષની પ્રાપ્તિ કરવાનો ભરપૂર પ્રયત્ન કરવો જોઈએ. દુર્લભ મનુષ્યજીવન પામીને કોઈ સાચા ગુરુના શરણમાં જવું આ જીવનનો સૌથી મોટો લાભ છે અને સાચા ગુરુની શોધ ન કરવી આ જીવનની સૌથી મોટી હાનિ છે.
આ સંબંધમાં કુંથુસાગરજી મહારાજ ખૂબ જ સ્પષ્ટતાની સાથે કહે છેઃ આ પ્રમાણે વિચાર કરવાથી સિદ્ધ થાય છે કે મનુષ્ય સિવાય અન્ય કોઈ પણ પોતાનું કલ્યાણ કરી શકતો નથી તથા એ પણ નિશ્ચિત છે
163
Page #165
--------------------------------------------------------------------------
________________
164
જૈન ધર્મ સાર સંદેશ કે મનુષ્ય પર્યાય (જન્મ) ખૂબ જ કઠિનાઈથી પ્રાપ્ત થાય છે. આવો કઠિન મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરી લેતાં પણ વીતરાગ નિગ્રંથ (રાગ મોહ આદિથી રહિત અને કર્મ બંધનોથી મુક્ત) ગુરુઓનો સમાગમ ખૂબ જ મોટા શુભ કર્મના ઉદયથી થાય છે. એવા નિગ્રંથ ગુરુઓના સમાગમમાં પણ જે મનુષ્ય પ્રમાદ (ગફલત) કરે છે, પોતાના આત્માનું કલ્યાણ કરતો નથી, તે પોતાના મનુષ્ય-જન્મને વ્યર્થ જ ખોઈ દે છે. એકવાર ખોવાયેલો મનુષ્ય-જન્મ વારંવાર મળતો નથી.
જીવનું કલ્યાણ મોક્ષની પ્રાપ્તિમાં જ છે. એટલા માટે જે મોક્ષની પ્રાપ્તિમાં જીવનો સૌથી અધિક સહાયક હોય તેને જ પરમેષ્ટ (પરમ ઈષ્ટ), અર્થાત્ સૌથી પ્રિય અને પૂજનીય માનવો જોઈએ. પારમાર્થિક પદ અને મહત્ત્વની દૃષ્ટિએથી જૈન ધર્મમાં ક્રમશઃ અરહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સમસ્ત સાધુઓને પરમેષ્ટ માનીને એમને નમસ્કાર કરવામાં આવે છે. આ પાંચેય પરમેષ્ઠના સમૂહને પંચપરમેષ્ઠી કહે છે.
એમનામાંથી પહેલા અને બીજા, અર્થાત્ અરહંત અને સિદ્ધનું પદ સૌથી ઊંચું છે, કારણ કે તેઓ પરમાત્માપદને પ્રાપ્ત કરી ચૂક્યા હોય છે. એટલા માટે તેમને સાચા દેવ, પરમાત્મા અથવા ભગવાન પણ કહેવામાં આવે છે. જે પોતાની આધ્યાત્મિક સાધનામાં પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી લોકાકાશના શિખર પર સ્થિત થઈ જાય છે તેમને સિદ્ધ કહે છે. સિદ્ધ ભગવાનનું મનુષ્યરૂપ સમાપ્ત થઈ ગયેલું હોય છે. તેઓ સંસારી જીવોની બુદ્ધિ-વાણીની પહોંચથી પર હોય છે. એટલા માટે સંસારી જીવ તેમની સાથે સાધારણ રૂપમાં સંપર્ક કરી શકતા નથી. પરંતુ અરહંત આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરીને પણ અન્ય ચાર પરમેષ્ઠીની જેમ મનુષ્ય રૂપમાં હોય છે. તેઓ વીતરાગી સર્વજ્ઞ મહાત્મા અથવા સંત જીવોના કલ્યાણ માટે સંસારમાં વિચરે છે અને પોતાના ઉપદેશ દ્વારા જીવોનું કલ્યાણ કરે છે. તેમની આ જ વિશેષતાને કારણે જૈન ગ્રંથોમાં તેમના નામનો ઉલ્લેખ પંચપરમેષ્ઠીમાં સર્વપ્રથમ (સિદ્ધોથી પણ પહેલાં) કરવામાં આવે છે.
પંડિત ટોડરમલે પોતાના ગ્રંથ મોક્ષમાપ્રકાશમાં આ તથ્યનું સ્પષ્ટીકરણ આ શબ્દોમાં કર્યું છેઃ
Page #166
--------------------------------------------------------------------------
________________
ગુરુ
165 અહીં સિદ્ધોથી પહેલાં અરહંતોને નમસ્કાર કર્યા તો કયા કારણે? એવો સંદેહ ઉત્પન્ન થાય છે. તેનું સમાધાન આ છેઃ- નમસ્કાર કરીએ છીએ તો પોતાનું પ્રયોજન સાધવાની અપેક્ષાથી કરીએ છીએ; તે અરહંતોથી ઉપદેશાદિકનું પ્રયોજન વિશેષ સિદ્ધ થાય છે, એટલા માટે પહેલાં નમસ્કાર કર્યા છે.
હુકમચંદ ભારિત્યે પણ સાચા ગુરુ અરહંત ભગવાનને જીવના સાચા હિતકારી બતાવતાં જીવોના હિતની દૃષ્ટિએ તેમને સિદ્ધ ભગવાનથી પણ અધિક મહત્વપૂર્ણ માન્યા છે. તેઓ કહે છેઃ
અરહંત અને સિદ્ધ પરમેષ્ઠી સાચા દેવ છે. ... સાચા દેવને પરમાત્મા, ભગવાન, આપ્ત (વિશ્વસનીય ઉપદેશક) આદિ નામોથી અભિહિત (પોકારવામાં) કરવામાં આવે છે. જો કે સામાન્ય કથનાનુસાર આ શબ્દો બધા એકાર્ણવાચી છે છતાં પણ આપ્ત શબ્દ પોતાની કંઈક અલગ વિશેષતા રાખે છે.
જે વીતરાગી અને સર્વજ્ઞ હોય તેઓ બધા ભગવાન છે, પરમાત્મા છે, સાચા દેવ છે. પરંતુ આખમાં એક વિશેષતા અધિક હોય છે જે અન્યમાં નથી. આપ્ત વીતરાગી અને સર્વજ્ઞ હોવાની સાથે-સાથે હિતોપદેશી પણ હોય છે. બધા ભગવાન હિતોપદેશી હોતા નથી. સિદ્ધ ભગવાનને તો વાણીનો સંયોગ છે જ નહીં. સાચા દેવની પરિભાષામાં હિતોપદેશી વિશેષણ આપ્તની અપેક્ષાથી છે.
પૂર્વ કાળમાં પૂર્ણ આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરીને મોક્ષપદને પ્રાપ્ત કરી ચૂકેલા સિદ્ધ ભગવાનથી મોક્ષ-માર્ગનો ઉપદેશ દેનારા અરહંત ભગવાન (સાચા ગુરુ)નું અંતર બતાવતાં તેઓ ફરી કહે છેઃ
જો દેવ સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે તો ગુરુ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. તેઓ એક રીતે ચાલતા-ફરતા સદેહ સિદ્ધ છે.*
અરહંત ભગવાનને સાચા “હિતોપદેશી બતાવતાં હુકમચંદ ભારિલ્લ ખૂબ જ સ્પષ્ટતા સાથે કહે છેઃ
Page #167
--------------------------------------------------------------------------
________________
166
જૈન ધર્મઃ સાર સંદેશ
આત્માનું હિત સાચા સુખની પ્રાપ્તિમાં જ છે અને સાચું સુખ નિરાકુળતા (શાંતિની અવસ્થા)માં જ થાય છે. આકુળતા (અશાંતિ) મુક્તિમાં નથી. અતઃ મુક્તિના માર્ગમાં લાગવું જ પ્રત્યેક સુખાભિલાષીનું કર્તવ્ય છે. મુકિતના માર્ગનો ઉપદેશ જ હિતોપદેશ છે. અરહંત ભગવાનની દિવ્ય-વાણીમાં મુક્તિના માર્ગનો જ ઉપદેશ આવે છે. અતઃ તેઓ જ હિતોપદેશી છે. તેમની વાણી અનુસાર જ સમસ્ત જિનાગમ (જૈન શાસ્ત્ર) લખવામાં આવ્યું છે.
ગણેશપ્રસાદ વર્ણી પણ અરહંત ભગવાનને ‘પરમ ગુરુ’ કહેતાં તેમની સર્વાધિક મહત્તા અને પરોપકારિતા આ શબ્દોમાં વ્યક્ત કરે છેઃ
તેમના (પંચપરમેષ્ઠી)માંથી અરહંત ભગવાન તો પરમ ગુરુ છે જેમની દિવ્ય ધ્વનિથી સંસાર-આતપ (દુઃખ)ના શાંત થવાનો ઉપદેશ જીવોને મળે છે. જે ઉપાયોને શ્રીગુરુએ દર્શાવ્યા છે તેમના સાધનથી અવશ્યમેવ તે પદ (જેને સ્વયં શ્રી ગુરુએ પ્રાપ્ત કર્યુ છે) અનાયાસ પ્રાપ્ત થઈ જશે.
...
આ પ્રમાણે અર્જુન્ત ભગવાન અથવા સાચા ગુરુએ દિવ્ય ધ્વનિ દ્વારા જીવોના ઉદ્ધારનો એવો માર્ગ દર્શાવ્યો છે જેને અપનાવીને જીવ નિશ્ચિતરૂપે સંસાર-સાગરને પાર કરવામાં સફળ થાય છે. આ અરહંત ભગવાન અથવા સાચા સંત સદ્ગુરુનો જીવો પ્રત્યે સૌથી મોટો ઉપકાર છે. અર ંત ભગવાનના આ મહાન ઉપકારને સ્પષ્ટતાથી સમજાવતાં તત્ત્વભાવનામાં કહેવામાં આવ્યું છે ઃ
જે સ્વયં જે કામને સિદ્ધ કરી લે છે તે તે કામમા બીજાને પણ લગાવીને તેનો ઉદ્ધાર કરી શકે છે. અર્હન્ત ભગવાન સભ્યજ્ઞાનની સેવા કરીને સ્વયં કર્મોના બંધનથી છુટીને સ્વાધીન (મુક્ત) થઈ ગયા. તેઓ પોતાની દિવ્યવાણીથી આ જ પ્રકારની શિક્ષા આપે છે કે જે કોઈ સમ્યક્ત્વપૂર્વક જ્ઞાનને પ્રાપ્ત કરીને આત્માનુભવ કરશે તે સંસાર-સમુદ્રથી તે જ રીતે પાર થઈ જશે જેવી રીતે અમે પાર પામી
Page #168
--------------------------------------------------------------------------
________________
167 લીધો છે. તેમની આ સમ્યફ શિક્ષાને જે ગ્રહણ કરે છે અને તેના પર ચાલે છે તેઓ પણ શીધ્ર સંસાર-સમુદ્રથી પાર થઈ જાય છે અને તે મોક્ષલક્ષ્મીને પામી લે છે જેના માટે સંત પુરુષ નિરંતર ભાવના કર્યા કરે છે અને જેનો ક્યારેય ક્ષય થતો નથી તથા જે કર્મમેલથી રહિત નિર્મળ છે. આચાર્ય કહે છે કે જે સ્વયં તરી ગયા છે તેમના દ્વારા જો બીજાને તારી લેવામાં આવે તો કોઈ મોટા આશ્ચર્યની વાત નથી. જે જહાજ સ્વયં તરે છે તે જ બીજાઓને પણ પોતાની સાથે પાર કરી દે છે. તાત્પર્ય એ છે કે આપણે શ્રી અરહંત ભગવાનની પરમોપકારિણી શિક્ષા પર ચાલીને પોતાનો આત્મોદ્ધાર કરી લેવો જોઈએ.’
આ કથનોથી સ્પષ્ટ છે કે પંચપરમેષ્ટીમાં જે પાંચેયને સામેલ કરવામાં આવ્યા છે તેઓ બધા પૂજનીય અને નમસ્કાર યોગ્ય છે. પરંતુ જીવ-કલ્યાણની દ્રષ્ટિએ આ બધામાં અરહંત ભગવાન અથવા સાચા સંત સદ્ગુરુ જ જીવના સૌથી અધિક હિતકારી છે. એટલા માટે તેમને “પરમગુરુ' કહેવામાં આવ્યા છે. તેઓ પોતાની દિવ્ય ધ્વનિ દ્વારા સાચા મોક્ષ માર્ગનો ઉપદેશ આપીને જીવોને સંસારથી મુક્ત કરે છે.
જીવોનું કલ્યાણ મોક્ષ-પ્રાપ્તિમાં જ છે. એટલા માટે જૈન ધર્મમાં ગુરુને જીવ-કલ્યાણ માટે અત્યંત આવશ્યક માનવામાં આવ્યા છે. આમ તો સાધારણ બોલચાલની ભાષામાં જે પણ કોઈ પ્રકારનું જ્ઞાન આપે છે તેને આપણે ગુરુ કહી દઈએ છીએ. પરંતુ જીવોના પરમહિત અથવા મોક્ષના પ્રસંગમાં અરહંત ભગવાનને જ પરમગુરુ માનવામાં આવે છે.
અરહંત ભગવાન ઉપરાંત જૈન ધર્મમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને પણ ગુરુનું પદ પ્રાપ્ત છે. એટલા માટે તેમનો ઉલ્લેખ પંચપરમેષ્ઠીમાં કરવામાં આવે છે. વાસ્તવમાં તેઓ જ લોકમાં વિશેષરૂપે ગુરુના નામથી પ્રસિદ્ધ છે, કારણ કે અરહંત ભગવાનને પામવા દુર્લભ માનવામાં આવે છે. હુકમચંદ ભારિë વીતરાગ સર્વજ્ઞ અરહંત ભગવાનને “પરમગુરુ' અને શેષ આચાર્ય આદિને “અપરમગુરુ” અથવા “પરંપરા ગુરુ' કહ્યા છે. વીતરાગ સર્વજ્ઞ અરહંત ભગવાનને આધ્યાત્મિક સાધનામાં પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી હોય છે અને તેઓ જીવતાં-જીવ ઉચ્ચતમ અવિનાશી પદ પ્રાપ્ત કરી ચૂક્યા હોય છે. પરંતુ
Page #169
--------------------------------------------------------------------------
________________
168
જૈન ધર્મ સાર સંદેશ આચાર્યાદિ ગુરુ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં ઉચ્ચતા પ્રાપ્ત કરી લેવા છતાં પણ હજી ઉચ્ચતમ આધ્યાત્મિક પદની પ્રાપ્તિ માટે યત્નશીલ હોય છે. અરહંત ભગવાનની જેમ એમને પણ ધર્મોપદેશ આપવાનો અધિકાર હોય છે. આ પ્રમાણે સંક્ષેપમાં જૈન ધર્મ અનુસાર ગુરુ તે જ કહેવડાવી શકે છે જે સમ્યગ્દર્શન (આંતરિક અનુભવ પર આધારિત સાચી શ્રદ્ધા), સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રથી યુક્ત હોય અને રાગાદિ વિકારોથી મુક્ત થઈને એકમાત્ર જીવોના કલ્યાણ માટે સાચા મોક્ષમાર્ગનો ઉપદેશ આપતા હોય. આ સંબંધમાં હુકમચંદ ભારિલે કહ્યું છેઃ
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર દ્વારા જે મહાન બની ચૂક્યા છે, તેમને ગુરુ કહે છે.
જે સ્વયં વિકારગ્રસ્ત હોય અને સંસારથી વીતરાગ અથવા ઉદાસીન ન થયા હોય તેઓ બીજાઓને વિકારમુક્ત અને વીતરાગી થવાનો ઉપદેશ કેવી રીતે આપી શકે છે? એટલા માટે ગુરુ સ્વયં રાગ, દ્વેષ, મોહાદિ વિકારોથી મુક્ત થઈને સમત્વ-ભાવ ધારણ કરીને સંસારમાં વિચરે છે અને જીવોને તેમના ઉદ્ધારનો માર્ગ બતાવે છે. એટલા માટે ગુરુને મુક્તિદાતા કહે છે.
જૈન ધર્મમાં દેવ અને ગુરુની સાથે જ શાસ્ત્રને પણ આદરણીય સ્થાન પ્રાપ્ત છે, કારણ કે શાસ્ત્ર દ્વારા જીવોને પરમાર્થ-સંબંધી શિક્ષા પ્રાપ્ત થાય છે તથા મોક્ષમાર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે. વાસ્તવમાં સાચા શાસ્ત્રો અથવા સદ્ગથ તીર્થકર અથવા પરમગુરૂની દિવ્યધ્વનિ પર જ આધારિત માન વામાં આવે છે. એટલા માટે તેઓ હિતકારી છે તથા આદર અને સત્કારને યોગ્ય છે. તેઓ કેવલી(સર્વજ્ઞ) તીર્થકર ની પરંપરા ને બનાવી રાખવામાં સહાયક હોય છે, જેવું કે પંડિત ટોડરમલે પોતાના મોક્ષમાર્ગપ્રકાશકમાં સ્પષ્ટ કર્યું છે:
અનાદિથી તીર્થકર કેવલી (સર્વજ્ઞ) થતા આવ્યા છે. તેમને સર્વનું જ્ઞાન હોય છે; ... ફરીથી, તેઓ તીર્થકર કેવલીઓનો દિવ્ય ધ્વનિ દ્વારા એવો ઉપદેશ હોય છે જેનાથી અન્ય જીવોને પદોનું તથા અર્થોનું જ્ઞાન થાય છે; તેના અનુસાર ગણધરદેવ અંગપ્રકીર્ણરૂપ ગ્રંથ ગૂંથે છે તથા તેમના અનુસાર અન્ય-અન્ય આચાર્યાદિક વિવિધ પ્રકાર ગ્રંથાદિકની
Page #170
--------------------------------------------------------------------------
________________
169
રચના કરે છે. તેમનો કોઈ અભ્યાસ કરે છે, કોઈ તેમને કહે છે, કોઈ સાંભળે છે – આ પ્રમાણે પરંપરામાર્ગ ચાલ્યો આવે છે.)
આ પ્રમાણે તીર્થકર, દેવ અથવા પરમ ગુરુ દિવ્યધ્વનિ દ્વારા અધિકારી જીવોને ઉપદેશ આપીને અર્થાત્ દિવ્યધ્વનિના સંપર્કમાં લાવીને તેમને પ્રત્યક્ષરૂપે પારમાર્થિક જ્ઞાન પ્રદાન કરે છે, જયારે કે ગણધરાદિ ગ્રંથકર્તા શાસ્ત્રોના માધ્યમથી તે જ્ઞાનને પરોક્ષરૂપે પ્રસ્તુત કરે છે જેને જીવ પોતાની બુદ્ધિ દ્વારા ગ્રહણ કરવાનો અથવા સમજવાનો પ્રયત્ન કરે છે.
તીર્થકરો અથવા પરમ ગુરુની દિવ્યધ્વનિ પર આધારિત હોવાને કારણે જ સૉંથો અથવા શાસ્ત્રોને પ્રમાણિક માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોના મર્મને સમજવા માટે કોઈ સાચા જ્ઞાની ગુરુની આવશ્યકતા હોય છે, અન્યથા તેમનો સાચો મર્મ ન સમજવાને કારણે અનાડી જીવોને તેમનાથી લાભને બદલે હાનિ થઈ શકે છે. આ વાતને સમજાવતાં હુકમચંદ ભારિલ્લ કહે છેઃ
જેમ ઔષધિ-વિજ્ઞાન સંબંધી શાસ્ત્રોમાં અનેક પ્રકારની ઔષધિઓનું વર્ણન હોય છે. જો કે બધી ઔષધિઓ રોગોને મટાડનારી જ છે, તેમ છતાં પ્રત્યેક ઔષધિ દરેક રોગીના કામની હોઈ શકતી નથી. વિશેષ રોગ તથા વ્યકિત માટે વિશેષ ઔષધિ વિશિષ્ટ અનુપાત (અનુસરણ)ની સાથે નિશ્ચિત માત્રામાં જ ઉપયોગી થાય છે. આ જ વાત શાસ્ત્રોના કથનો પર પણ લાગુ પડે છે. તેથી તેમના મર્મને સમજવામાં પૂરેપૂરી સાવધાની રાખવી જોઈએ, અન્યથા ખોટી ઔષધિના સેવનના સમાન લાભના સ્થાને હાનિની સંભાવના અધિક રહે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખિત વિષયોને તેના પૂર્વાપર પ્રસંગ અને સંદર્ભમાં સમજવા ખૂબ જ આવશ્યક છે, અન્યથા તેનો સાચો ભાવ સમજી શકવો સંભવ થશે નહીં. શાસ્ત્રો સ્વયં બોલતાં નથી, તેમનો મર્મ આપણે સ્વયં (પોતાના નિજી જ્ઞાનના આધારે) અથવા યોગ્ય જ્ઞાનીઓના સહયોગથી કાઢવો પડે છે."
આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે જૈન ધર્મમાં અરહંત દેવ અથવા પરમ ગુરુનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે અને તેઓ જ શાસ્ત્રોની પ્રમાણિકતાનો આધાર છે. તેઓ પ્રત્યક્ષ જ્ઞાનદાતા છે, જ્યારે કે શાસ્ત્રોનું જ્ઞાન જ્ઞાનીઓની સહાયતાથી
Page #171
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
અપ્રત્યક્ષરૂપે પ્રાપ્ત કરવામાં આવે છે. એટલા માટે કુંથુસાગરજી મહારાજ ખૂબ જ સ્પષ્ટતાની સાથે કહે છેઃ
170
આ સંસારમાં સૌથી ઉત્તમ પદાર્થ ભગવાન અરહંતદેવ છે, તેમના દ્વારા કહેવાયેલાં શાસ્ત્રો છે.2
અરહંત દેવ સર્વજ્ઞ(કેવલી) હોય છે અને જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને તેઓ તેમનો સૌથી મોટો ઉપકાર કરે છે. જ્ઞાનાર્ણવમાં તેમનો મહિમા અને પરોપકારનો ઉલ્લેખ આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
:
આવા કેવલી (સર્વજ્ઞ) ભગવાન શીલ અને ઐશ્વર્ય સહિત પૃથ્વીતલમાં વિહાર કરે છે. તેઓ વિભુ (પ્રભુ) સર્વજ્ઞ ભગવાન્ પૃથ્વીતલમાં વિહાર કરીને જીવોના દ્રવ્યમેલ અને ભાવમેલરૂપી મિથ્યાત્વને જડથી નાશ કરે છે અને સમસ્ત ભવ્ય (મોક્ષાર્થી) જીવરૂપી કમળોની મંડળી (સમૂહ)ને પ્રફુલ્લિત કરે છે.
ભાવાર્થ જીવોના મિથ્યાત્વને દૂર કરીને તેમને મોક્ષમાર્ગમાં લગાવે છે.3
-
સાચું સુખ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિમાં જ છે. પરંતુ અનાડી જીવો સંસારના અચેતન વિષયોને સુખનું સાધન સમજી તેમનામાં સુખ શોધવાની કોશિશ કરે છે. ગુરુ જીવોની આ મિથ્યાદ્રષ્ટિને દૂર કરીને એ બતાવે છે કે સાચું સુખ ચૈતન્યમાં જ છે અને આત્મા ચૈતન્યમય છે. એટલા માટે આત્મજ્ઞાનમાં જ સાચું સુખ છે; આત્મજ્ઞાન વિના બધું દુઃખ જ દુઃખ છે. ચૈતન્યસ્વરૂપ આત્માનું પૂર્ણ જ્ઞાન અથવા અનુભવ થઈ જતાં જીવને સંસારી વિષયોથી વૈરાગ્ય અથવા અનાસક્તિ થઈ જાય છે. તે વીતરાગી બની જાય છે. એટલા માટે જેન ધર્મમાં વીતરાગવિજ્ઞાનરૂપ ધર્મને સાધવાનો ઉપદેશ આપવામાં આવે છે અને એ બતાવવામાં આવે છે કે સાચા સુખને પ્રાપ્ત કરવાની અથવા વીતરાગી બનવાની ઇચ્છા રાખનારાઓના હિત માટે વીતરાગી આત્મજ્ઞાની મહાત્મા અથવા ગુરુ સદા સંસારમાં વિદ્યમાન રહે છે, જેમ કે વીતરાગવિજ્ઞાનનો ઉપદેશ આપતાં કાનજી સ્વામી સ્પષ્ટ રીતે કહે છેઃ
Page #172
--------------------------------------------------------------------------
________________
ગુરુ
171 ચૈતન્યનું વીતરાગવિજ્ઞાન સુખરૂપ છે, અને આવા વીતરાગવિજ્ઞાનરૂપ ધર્મને સાધીને અનાદિકાળથી જીવો મુક્ત થતા રહે છે. વીતરાગ-વિજ્ઞાનવંત જીવ (વીતરાગી આત્મજ્ઞાની મહાત્મા) જગતમાં સદાકાળ વિદ્યમાન હોય જ છે. તેથી મુક્તિ માટે તમે પણ વીતરાગવિજ્ઞાન કરો.
સંસારના કેવળ અચેતન વિષય જ જીવ માટે દુઃખદાયી હોતા નથી, બલકે સાંસારિક વિષયોમાં આસક્ત પોતાના નિકટ સંબંધી પણ પોતાના મોહમાં ફસાવીને જીવને સંસારમાં અટકાવી રાખે છે અને તેના દુઃખનું કારણ બને છે. એકમાત્ર ગુરુદેવ જ, જે તેને મોક્ષમાર્ગ બતાવીને સંસારથી મુક્ત કરે છે, તેના સાચા મિત્ર, બંધુ અથવા હિતેચ્છુ છે. જ્ઞાનાવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
હે આત્મજેઓ તને સંસારના ચક્રમાં નાંખે છે, તેઓ તારા બાંધવ (હિતેચ્છુ નથી; પરંતુ જે મુનિગણ (ગુરુ મહારાજ) તારા હિતની વછના કરીને (ઇચ્છા રાખીને) બંધુતા કરે છે, અર્થાત્ હિતનો ઉપદેશ કરે છે, તથા મોક્ષનો માર્ગ બતાવે છે, તેઓ જ વાસ્તવમાં તારા સાચા અને પરમ મિત્ર છે.15
જૈન ધર્મ અનુસાર જીવના કલ્યાણ માટે ગુરુ અત્યંત જ આવશ્યક છે. માત્ર ગુરુદેવ જ જીવને આધ્યાત્મિક દીક્ષા પ્રદાન કરી શકે છે તથા ગુરુની કૃપા અને સહાયતાથી જ તે મોક્ષમાર્ગની કઠિનાઈઓ પર વિજય પ્રાપ્ત કરીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે સંસારમાં સાધારણ રીતે બે પ્રકારના ગુરુઓનો ઉલ્લેખ કરવામાં આવે છે: પહેલાને વિદ્યાગુરુ અને બીજાને દીક્ષાગુરુ કહે છે. લખતાં-વાંચતાં શિખવાડનારા તથા નાના-મોટા વિદ્યાલયોમાં સંસારના અનેક વિષયોની શિક્ષા આપનારાને વિદ્યાગુરુ કહે છે. પરંતુ જેઓ દીક્ષા અથવા પરમાર્થનો ભેદ આપીને જીવના આંતરિક અંધકારને દૂર કરીને તથા આ મોક્ષમાર્ગને પ્રકાશિત કરે છે અને આ પ્રમાણે જીવને વાસ્તવિક સુખ અને શાંતિની પ્રાપ્તિ કરાવે છે, તેમને દીક્ષાગુરુ કહેવામાં આવે છે. આ બન્ને જ ઉપકારી છે તથા સત્કાર અને નમસ્કારને યોગ્ય છે, કારણ કે વિદ્યાગુરુ સાંસારિક વિદ્યા શિખવાડીને સાંસારિક વિષયોનું જ્ઞાન આપે છે અને દીક્ષાગુરુ આધ્યાત્મિક વિદ્યાનો ભેદ બતાવીને આત્મિક પ્રકાશ પ્રદાન કરે છે. પરંતુ
Page #173
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
જીવનું સાચું કલ્યાણ દીક્ષાગુરુ દ્વારા જ થાય છે, કારણ કે તેમની જ કૃપા અને સહાયતાથી જીવ પોતાનો પરમાર્થ સિદ્ધ કરે છે તથા બીજાઓને પણ પરમાર્થનો ઉપદેશ આપી શકે છે, અથવા ધર્મગ્રંથોની રચના દ્વારા તેમને આત્મશુદ્ધિ અને મોક્ષ-પ્રાપ્તિનો માર્ગ બતાવી શકે છે. એટલા માટે આચાર્ય કુંથુસાગરજી મહારાજ પોતાના શ્રાવક પ્રતિક્રમણસાર નામક ગ્રંથમાં પોતાના વિદ્યાગુરુથી પહેલાં પોતાના પરમ પૂજ્ય દીક્ષાગુરુ શ્રી શાંતિસાગરજી મહારાજને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરે છે અને તેમને ‘સુખ અને શાંતિનો સમુદ્ર' બતાવીને તેમનો મહિમા પ્રગટ કરે છે. તેઓ સ્પષ્ટ કહે છે કે તેમની ‘કૃપાના પ્રસાદથી જ હું આ પવિત્ર ગ્રંથની રચના કરી શક્યો છું':
172
દીક્ષાગુરો મેં સુખ-શાન્તિ સિન્ધોઃ કૃપાપ્રસાદાદ્ શાસ્ત્ર મયેદ રચિતં પવિત્રમ્
16
સુધર્મોપદેશામૃતસારમાં પણ ખૂબ જ સ્પષ્ટતાની સાથે એ બતાવવામાં આવ્યું છે કે સદ્ગુરુ અર્થાત્ સાચા અથવા શ્રેષ્ઠ ગુરુની કૃપાથી જ આંતરિક આંખ ખુલે છે, આંતરિક પ્રકાશ પ્રગટ થાય છે અને અંતમાં આત્મા સાચી શોભા પ્રાપ્ત કરે છેઃ
કૃપાપ્રસાદાભુવિ સદગુરોક્ષ વિજ્ઞાનચક્ષુઃ પ્રકટીભવેદ્ધિ તેનેવ વિજ્ઞાનવિલોચનેન પલાયતેઽજ્ઞાનતમઃ પ્રપંચઃ સૂર્યોદયાદેવ તમો યથા હિ જ્ઞાત્વેતિ કાર્યો ગુરુસંગ એવા નિશ્રીયતે વેતિ તતસ્ત્રિલોકે ન ભાંતિ લોકા ગુરુસ્બોધશૂન્યાઃ॥
અર્થ - આ સંસારમાં શ્રેષ્ઠ ગુરુઓની કૃપાના પ્રસાદથી આ સંસારી જીવોનાં જ્ઞાનરૂપી નેત્ર પ્રગટ થઈ જાય છે તથા જેવી રીતે સૂર્યનો ઉદય થવાથી અંધકાર સર્વ નષ્ટ થઈ જાય છે તેવી જ રીતે તે જ્ઞાનરૂપી નેત્ર દ્વારા અજ્ઞાનરૂપી સર્વ અંધકારનો સમૂહ નષ્ટ થઈ જાય છે. આ જ સમજીને ગુરુઓનો સમાગમ સદાકાળ કરતા રહેવું જોઈએ; કારણ કે ત્રણેય લોકોમાં એ વાત નિશ્ચિત છે કે ગુરુઓ દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાન વિના આ સંસારી જીવ ક્યારેય પણ શોભાયમાન થતા નથી.7
Page #174
--------------------------------------------------------------------------
________________
173
ગુરુ
સાંસારિક બંધનથી છુટકારો પામીને મોક્ષધામ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખનારો જીવ કેવી રીતે સદ્ગુરુની પાસે જઈને તેમની પાસે વિનયપૂર્વક દીક્ષા (આધ્યાત્મિક જ્ઞાન-દાન)ની યાચના કરે છે અને કેવી રીતે દયાળુ સદ્ગુરુ કૃપા કરીને તેની અભિલાષા પૂરી કરે છે, એનું વર્ણન જૈન પુસ્તક રામકથામાં પણ આ શબ્દોમાં કરવામાં આવ્યું છેઃ
જેમનાં ચરણ-તટને ચારણ-સાધુ પ્રશંસક સાધુજન), કરી સવિનય તેમને પ્રણામ. દે ભગવાન જેમની દીક્ષા મુજને, પામું જેનાથી શિવપુર (મોક્ષ) ધામ. ભવના દુઃખદાયક ભોગોથી, હું છું મનમાં અધિક ઉદાસ. તોડી નાંખો હે કરુણા-ધન, કૃપા કરી મારો આ ભવ પાશ. મુનિ બોલે છે ! ભવ્યોત્તમ (શ્રેષ્ઠ), આવ્યો તને દિવ્ય વિચાર.
એહિક (સાંસારિક) દિવ્ય સુખોને ત્યજીને, વિરલા કરે આત્મ-ઉદ્ધાર 8 વાસ્તવમાં સાંસારિક બંધનને નષ્ટ કરનારા સાચા જ્ઞાનનો ભેદ (ગુરૂદક્ષા) જીવોને સદ્ગુરુની કૃપાથી જ પ્રસાદરૂપે પ્રાપ્ત થાય છે. પ્રસાદ કૃપા કરીને આપવામાં આવે છે, જબરદસ્તી લઈ શકાતો નથી. સદ્ગુરુ કૃપા કરીને અધિકારી જીવો (ચૂટેલા પાત્રો)ને દીક્ષા (સાચું જ્ઞાન-દાન) આપે છે. આ દીક્ષારૂપી બીજથી જ પારમાર્થિક જ્ઞાનનું વૃક્ષ વિકસિત થાય છે જે મોક્ષનું ફળ આપે છે. સાચા ગુરુથી પ્રાપ્ત કરેલી દીક્ષા ક્યારે પણ નિષ્ફળ થતી નથી. તે અવશ્ય જ પુરુષાર્થી શિષ્યને મોક્ષનું ફળ પ્રદાન કરે છે. એટલા માટે ઉપરના પદમાં મોક્ષધામનો ઇચ્છુક જીવ સદ્ગુરુ પાસે વિનયપૂર્વક દીક્ષાનું દાન માગે છે.
મોટાભાગે ચાર પ્રકારના દાનની ચર્ચા કરવામાં આવે છે. પરંતુ આ ચારેયમાં સદ્ગુરુ દ્વારા આપવામાં આવેલું જ્ઞાન-દાન જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બ્રહ્મચારી મૂળશંકર દેસાઈ આ ચારેય દાનોનો ઉલ્લેખ કરતાં જ્ઞાન-દાનની ઉત્તમતા અથવા શ્રેષ્ઠતાનું કારણ આ શબ્દોમાં વ્યક્ત કરે છેઃ
એવા પાત્ર જીવોને ચાર પ્રકારનું દાન આપવું જોઈએ:
(1) આહાર દાન, (2) ઔષધ દાન, (3) અભય દાન, (4) શાસ્ત્ર દાન (શાસ્ત્ર-પ્રતિષ્ઠિત જ્ઞાન-દાન). આ ચારેય પ્રકારના દાનોમાં ઉત્તમદાન જ્ઞાન-દાન જ છે, કારણ કે આહાર દાન આપવાથી પાત્ર
Page #175
--------------------------------------------------------------------------
________________
174
જૈન ધર્મ સાર સંદેશ જીવ એક દિવસની સુધા નામના રોગથી મુક્ત થઈ શકે છે, ઔષધદાન આપવાથી પાત્ર જીવ મહિના બે મહિના વર્ષ વગેરે સુધી રોગથી મુક્ત થઈ શકે છે, અભયદાન આપવાથી પાત્ર જીવ એક આયુ સુધી ભયથી મુક્ત થઈ શકે છે અને જ્ઞાન-દાન આપવાથી જીવ અનંત ભવના જન્મ-મરણ નાશ કરીને સિદ્ધ પદની પ્રાપ્તિ કરી શકે છે.19
સંત સદ્ગુરુથી પ્રાપ્ત જ્ઞાનરૂપી પ્રસાદ દ્વારા સાધક કેવી રીતે પોતાની સાધનામાં આવનારા વિદનો અને સાંસારિક પ્રલોભનો પર વિજય પ્રાપ્ત કરવામાં સફળ થાય છે, એને જૈન સિદ્ધાંત પ્રવેશ રત્નમાલામાં એક ખૂબ જ સુંદર દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું છે. સંસારનાં પ્રલોભનો, ભ્રમપૂર્ણ વિચાર અને રાગદ્વેષ વગેરે સર્પ સમાન છે અને દ્રઢતાપૂર્વક પોતાની સાધનામાં લાગેલો પુરુષાર્થ જીવ નોળિયા સમાન છે જેને સંત સદ્ગક્ની દીક્ષારૂપી જડી-બુટ્ટી પ્રાપ્ત છે. આ જડી-બુટ્ટીના પ્રભાવથી તે સંસારરૂપી સર્પના વિષરૂપ વિદનને દૂર કરીને પોતાના લક્ષ્યની પ્રાપ્તિમાં સફળ થઈ જાય છે, જેવું કે જેના સિદ્ધાંત પ્રવેશ રત્નમાલામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
સાપ અને નોળિયો એક બીજાના દુશ્મન હોય છે. જ્યારે નોળિયો સાપની સાથે લડાઈ કરે છે તો જંગલમાં એક નોલબેલ નામની જડીબુટ્ટી હોય છે તેની જ પાસે રહીને નોળિયો સાપની સાથે લડાઈ કરે છે, કારણ કે જો લડાઈમાં સાપ કરડી લે, તો તે નોબેલ બુટ્ટીને સૂધી લેવાથી તેનું વિષ દૂર થઈ જાય છે, તો હર હાલતમાં નોળિયો સાપને મારી નાખે છે; તેવી જ રીતે આ આખો સંસાર સર્પ-રૂપ છે અને પુરુષાર્થ કરનારો જીવ નોળિયા સમાન છે.
સર્પરૂપ સંસાર છે, નોળિયા-રૂપ નર જાણ. સંત બુટ્ટી સંયોગથી, થાય સર્પ -વિષની હાન.
આ સંસાર સર્પરૂપ છે અને નોળિયારૂપીય પુરુષાર્થ કરનારો જીવ છે; જ્યારે આ જીવ સંસારના વિષય ભોગોની અનુકૂળતા અને પ્રતિકૂળતામાં
Page #176
--------------------------------------------------------------------------
________________
ગુરુ
બળે છે, ત્યારે તેને સંતરૂપ જડી-બુટ્ટીથી સર્પરૂપ જે મિથ્યાત્વ છે, તેનો નાશ થઈ જાય છે. આ જીવ અનાદિ કાળથી દુઃખી થઈ રહ્યો છે, તેનું કારણ કેવળ એ જ છે કે એને સંતરૂપી બુટ્ટી મળી નથી.20
જ્યાં સુધી જીવ નિર્મળ જ્ઞાનથી પરિપૂર્ણ કોઈ સંત સદ્ગુરુથી દીક્ષા ગ્રહણ કરીને તેમની સેવામાં લાગતો નથી. અર્થાત્ તેમના ઉપદેશાનુસાર દૃઢતાપૂર્વક પારમાર્થિક અભ્યાસમાં જોડાતો નથી, ત્યાં સુધી તેના માટે મુક્તિ પ્રાપ્ત કરવી સંભવ નથી. એટલા માટે શુભચંદ્રાચાર્ય સાચા મહાત્માનાં કેટલાંક લક્ષણોને બતાવીને તેમની સેવામાં લાગવાનો ઉપદેશ આપે છે. તેઓ કહે છેઃ
જે સંયમી મુનિ (મહાત્મા) તત્ત્વાર્થનું (વસ્તુનું) યર્થાથ સ્વરૂપ જાણે છે, મોક્ષ તથા તેના માર્ગમાં અનુરાગી છે, અને સંસારજનિત સુખોમાં નિઃસ્પૃહ (ઇચ્છારહિત) છે તે મુનિ (મહાત્મા) ધન્ય છે. તેમનું કીર્તન તથા પ્રશંસા કરવામાં આવે છે.
જે મુનિજનોનું સંયમરૂપી જીવન ક્રોધાદિ કષાયરૂપ સર્પોથી તથા અજેય રાગાદિ નિશાચરોથી નષ્ટ થયું નથી; તથા જેમનું ચિત્ત નિર્મળ જ્ઞાનરૂપ અમૃતના પાનથી પવિત્ર છે અને જે સ્થાવર ત્રસ (નહીં ચાલનારા અને ચાલનારા)ભેદયુક્ત જગતના જીવો માટે કરુણારૂપી જળના સમુદ્રો છે, હે આત્મન્! મુક્તિરૂપી મંદિર પર ચઢવાની પ્રવૃત્તિ કરતાં તને પૂર્વોક્ત પ્રકારના મુનિઓ (સંતો અથવા મહાત્માઓ)ના ચરણોની છાયા જ સોપાન (સીડી)ના પગથિયાં સમાન થશે.
175
ભાવાર્થ – જેમણે ધ્યાનની સિદ્ધિ કરવી હોય, તેમણે એવા મુનિઓ (સંતો અથવા મહાત્માઓ)ની સેવા કરવી જોઈએ.”
આ દુર્લભ મનુષ્ય-જીવનને સફળ બનાવવા માટે એ અત્યંત આવશ્યક છે કે આપણે કોઈ સાચા સદ્ગુરુની સેવામાં જઈને તેમનાથી દીક્ષા પ્રાપ્ત કરીએ અને તેમના ઉપદેશ અનુસાર પોતાની-જાતને રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન (સાચી શ્રદ્ધા), સમ્યગ્નાન (સાચું જ્ઞાન) અને સમ્યક્ ચારિત્ર (સાચું આચરણ)ને સિદ્ધ કરવામાં પૂર્ણ રીતે લગાવી દઈએ. સદ્ગુરુ વિના જીવનું કલ્યાણ થઈ શકતું
Page #177
--------------------------------------------------------------------------
________________
176
જૈન ધર્મ સાર સંદેશ નથી. તેઓ અપાર કૃપા કરીને અને ઘોર કષ્ટ ઉઠાવીને જીવોને જગાડે છે, તેમને સન્માર્ગમાં લગાવે છે અને તેમને સદાને માટે સુખી બનાવવાનો અથાક પ્રયાસ કરે છે. સંત સદ્ગક્ની અનુપમ કૃપાનો ઉલ્લેખ કરતાં કાનજી સ્વામી કહે છેઃ
અહા જીવોને હિતપંથમાં લગાવવા માટે સંતોએ ઘણા અનુગ્રહથી ઉપદેશ આપ્યો છે. મિથ્યાત્વાદિ ભાવ(આત્માથી ભિન્ન પદાર્થોમાં હું-મારુંનો ભાવ વગેરે) જ સંસારની જાળ છે, તેમાં ફસાઈને જીવ ચાર ગતિમાં ભટકે છે અને દુઃખી થાય છે. તેને દુઃખમાંથી છોડાવીને સુખનો અનુભવ કરાવવા માટે શ્રીગુએ આ વીતરાગવિજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે.
તેથી દુઃખહારી સુખકારી, કહે શિખગુરુ કરુણાધાર, તેમને સાંભળો મન સ્થિર કરી, જો ચાહો પોતાનું કલ્યાણ.
હે ભાઈ! તમારા પોતાના જ કલ્યાણ માટે આ ઉપદેશને તમે અંગીકાર કરો. આત્મહિતના અભિલાષી મુમુક્ષુ જીવો! ગૃહીત-અગૃહીત (ગ્રહણ કરેલા અને ગ્રહણ ન કરેલા) બધા મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રને છોડીને અને શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને અંગીકાર કરીને આત્મકલ્યાણના માર્ગમાં લાગો, પરાશ્રયભાવરૂપ (પારકામાં આત્મભાવરૂપ) આ સંસારમાં ભટકવાનું છોડો, મિથ્યાત્વવાદી ભાવોનું સેવન છોડો અને સાવધાન થઈ ને આત્માને રત્નત્રયની આરાધનામાં જોડો.22
સદ્ગક્ના આ પ્રમાણે સમજાવવાથી અને પોતાના ઉદ્ધારનો સુઅવસર સામે આવતાં પણ જો મૂઢ પ્રાણી તેમની વાતો ન માને, ઊલટું ઉપદ્રવ કરે અને તેમને કષ્ટ આપવાનો પ્રયત્ન કરે તો પછી તેને કોણ બચાવે? તે પછી પોતાનું પોતે જ જાણે. એવા જીવના સંબંધમાં પંડિત ટોડરમલજી કહે છેઃ
જે પ્રમાણે ખૂબ દરિદ્રીને અવલોકન માત્ર ચિંતામણિની પ્રાપ્તિ થાય અને તે અવલોકન ન કરે, તથા જેવી રીતે કોઢીને અમૃત-પાન કરાવે અને તે ન કરે; તે જ પ્રમાણે સંસાર પીડિત જીવ સુગમ મોક્ષમાર્ગના ઉપદેશનો નિમિત્ત બને અને તે અભ્યાસ ન કરે તો તેના અભાગ્યનો
Page #178
--------------------------------------------------------------------------
________________
177
મહિમા અમારાથી તો થઈ શકતો નથી. સ્વાધીન (આત્મનિર્ભર, આત્મસંતુષ્ટ, કોઈથી કંઈક લાભની આશા ન કરનારા) ઉપદેશદાતા ગુરુનો યોગ મળતાં જે જીવો ધર્મવચનોને સાંભળતા નથી તેઓ ધીટ (ધૃષ્ટ અથવા ઉદ્ધત) છે અને તેમનું દુષ્ટ ચિત્ત છે.!
જ્યારે જીવ સદ્ગક્ના ઉપદેશને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે, તેને માને છે અને પછી તેના અનુસાર દઢતાપૂર્વક અભ્યાસ કરે છે, ત્યારે જ તે પારમાર્થિક માર્ગમાં કંઈક આગળ વધી શકે છે. આ સાહસી અને પુરુષાર્થી સાધકોનો માર્ગ છે, કાયરો અને કામચોરોનો નહીં. ભૂધરદાસજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છેઃ
સદ્ગુરુ દેવ જગાડી, મોહ નિદ્રા જ્યારે નિવારે,
ત્યારે કંઈ બને ઉપાય, કર્મચોર આવતા અટકે.24
પરમ દયાળ ગુરુ તો દયા કરે છે, પરંતુ મૂઢજન પોતાની મૂઢતા છોડતા નથી. ભાગ્યશાળી મનુષ્ય ગુરુની મહાનતાને સમજીને તેમને પરમાત્મારૂપ માને છે, તેમના પ્રતિ શ્રદ્ધા-ભક્તિનો ભાવ રાખે છે અને તેમની દયાનો લાભ ઉઠાવે છે, પરંતુ મૂઢ લોકો પોતાની મૂર્ખતાને કારણે તેમનો અનાદર કરે છે, તેમને કષ્ટ આપવાની ચેષ્ટા કરે છે અને અંતમાં રડતાં-કકડતાં અને હાથ મસળતાં સંસારથી વિદાય લે છે. સદ્ગુરુ પ્રતિ જ્ઞાની (વિચારવાન વ્યકિત) અને મૂઢજનના વ્યવહારની આ ભિન્નતાનો સંકેત આપતાં પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહેવામાં આવ્યું છેઃ
શ્રી ગુરુ પરમદયાળુ થઈ દીધો સત્ય ઉપદેશ, જ્ઞાની માને જાણીને, દ્દઢ કરે મૂઢ કલેશ.25
ગુરુનું સ્વરૂપ આ અધ્યાયના પ્રથમ ભાગનો અંત કરતાં જે દોહાને ઉદાહરણ તરીકે આપવામાં (ઉદ્ઘત કરવામાં) આવ્યો છે, તેની પહેલી પંક્તિ “શ્રીગુરુ પરમદયાળ છે, દીધો સત્ય ઉપદેશથી જ સાચા ગુસ્ના સ્વરૂપના સંબંધમાં અત્યંત મહત્ત્વપૂર્ણ સંકેત મળે છે. આમ તો સાચા ગુરુના જ્ઞાન, સામર્થ્ય અને સદાચાર સંબંધી બધા ગુણોને ગણાવવા કઠિન છે, કારણ કે તેઓ અનંત ગુણોના સ્વામી હોય છે,
Page #179
--------------------------------------------------------------------------
________________
178
જેને ધર્મ સાર સંદેશ છતાં પણ આ પંક્તિમાં તેમના મુખ્ય ગુણોની તરફ સંકેત કરતાં આ કહેવામાં આવ્યું છે કે સાચા ગુરુ પરમ દયાળુ હોય છે, તેમને સત્ (અવિનાશીતત્ત્વ)નો પૂર્ણ અનુભવ પ્રાપ્ત હોય છે અને તેઓ કૃપા કરી જીવોના કલ્યાણ માટે તેમને સત્નો જ ઉપદેશ આપે છે. આ જ કારણે તેમને સંસ્કૃતમાં “સદ્ગ’ અને હિન્દીમાં “સતગુરુ” અથવા “ગુરુ” કહે છે. જેને સત્નો યથાર્થ અનુભવ હોતો નથી તે સત્નો ઉપદેશક થઈ શકતો નથી. એટલા માટે કાનજી સ્વામી મુમુક્ષુ (મોક્ષના ઈચ્છુક) જીવોને સાવધાન કરતાં કહે છેઃ
મુમુક્ષુ જીવોએ એ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે જેમણે સત્નો અનુભવ કર્યો હોય- એવા “સત્પુરુષોની પાસે જ સત્નો ઉપદેશ મળી શકે છે, પરંતુ જેમણે “સત્નો અનુભવ જ કર્યો નથી – એવા અજ્ઞાનીઓની પાસેથી ક્યારેય સ–ઉપદેશની પ્રાપ્તિ થતી નથી.ર6
જો કોઈ એ પ્રશ્ન કરે કે શું આપણે પોતાની-જાતે સનું જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી, તો તેને સમજાવી શકાય છે કે સાધારણતઃ જે જ્ઞાન આપણે પોતાની-જાતે પ્રાપ્ત કરીએ છીએ તે પોતાની ઇંદ્રિયો અને મન દ્વારા જ કરીએ છીએ. પરંતુ ઇંદ્રિયો અને મન દ્વારા માત્ર સાંસારિક પદાર્થોનું જ જ્ઞાન થાય છે જે બધા અસત્ (નશ્વર) છે. સનું જ્ઞાન ઇંદ્રિયો અને મન દ્વારા થતું નથી. તે જ્ઞાન અતીન્દ્રિય (ઇંદ્રિયોથી પર) છે. એને માત્ર આંતરિક ધ્યાન કે સમાધિ દ્વારા પોતાના અંતરમાં અનુભવ કરવામાં આવે છે. સાચા ગુરુ તે જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી જ પોતાના અનુભવના આધારે બીજાઓને આ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે અને તેનો માર્ગ બતાવે છે. સાચા ગુરુના ઉપદેશના વિના સત્ન જ્ઞાન ઇંદ્રિયો અથવા મન-બુદ્ધિ દ્વારા પહેલેથી જ ક્યારેય કોઈને પ્રાપ્ત થયેલું હોતું નથી. આ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી જ કોઈ સાધક કેવલી (સર્વજ્ઞ) ગુરુનું પદ પ્રાપ્ત કરે છે.આ જ્ઞાનની પ્રાપ્તિથી તેને અનંત સુખ, અનંત શક્તિ આદિ અન્ય બધા સદ્ગણ સહજ જ પ્રાપ્ત થઈ જાય છે અને તે સાચા ગુરુનું પદ પ્રાપ્ત કરીને જીવોનો સાચો હિતોપદેશી બની જાય છે.
વાસ્તવમાં સત્નો અનુભવ કરનારા સદ્ગુરુ અથવા અરહંત (અરિહંત) દેવની કૃપાથી જ કોઈ સાચો શિષ્ય ગુરુ-પદની પ્રાપ્તિ કરે છે. તેમની કૃપા
Page #180
--------------------------------------------------------------------------
________________
ગુરુ
વિના કોઈ પોતાની–જાતે સદ્ગુરુ કે અરિહંત બની શકતો નથી. આચાર્ય શ્રી શિવમુનિજી મહારાજે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છેઃ
અરિહંત થવાની યોગ્યતા ગુરુની કૃપા વિના સંભવ નથી.7
અર્હમ્ (અરહંત) કે સંત સદ્ગુરુની સેવા અને ભક્તિ દ્વારા જ સાધક સાચા જ્ઞાનને પ્રાપ્ત કરીને મુક્તિની પ્રાપ્તિ કરે છે અને પછી તે પોતાના ગુરુની કૃપાથી સ્વયં ગુરુના પદને પ્રાપ્ત કરીને જીવોને મુક્તિનો ઉપદેશ આપે છે. આ પ્રમાણે મનુષ્ય-જીવનનું લક્ષ્ય, મુક્તિની પ્રાપ્તિ ગુરુ-ભક્તિ દ્વારા જ થાય છે. એને સ્પષ્ટ કરતાં આચાર્ય શિવ મુનિજી કહે છેઃ
જૈન ધર્મ અનુસાર અર્હત્ એક આદર્શ સંત છે, સર્વોચ્ચ શિક્ષક (ઉપદેશક) છે તથા સર્વજ્ઞ છે. જે તેમની ભક્તિ કરે છે, તે મુક્તિ પ્રાપ્ત કરી લે છે.28
179
સદ્ગુરુ અથવા અરિહંત દેવ પોતાનો મુક્તિદાયક ઉપદેશ કોઈ નિજી સ્વાર્થ વિના માત્ર જીવોના ઉપકાર માટે પ્રદાન કરે છે. એટલા માટે તેમને આપ્ત કે સાચા હિતકારક કહેવામાં આવે છે. રત્નકર શ્રાવકાચારમાં એને આ શબ્દોમાં સમજાવવામાં આવ્યું છેઃ
:
દોષોથી રહિત, સર્વજ્ઞ અને જેનાગમના ઉપદેષ્ટા જ સાચા આપ્ત (વિશ્વસનીય ઉપદેશક, અરિહંત) છે. અન્ય કોઈ સાચા આપ્ત અર્થાત્ સાચા દેવ નથી.
પરમપદમાં સ્થિત, કેવલ જ્ઞાનની જ્યોતિથી પ્રકાશિત, વીતરાગી કર્મમેલથી રહિત, કૃતકૃત્ય, સર્વજ્ઞ, આદિ-મધ્ય-અંત થી પણ રહિત, બધા પ્રાણીઓના હિતકારક સાચા દેવ જ હિતોપદેશી કહેવાય છે.
જેવી રીતે વાદકના હાથનો સ્પર્શ પામીને મૃદંગ વાગવા લાગે છે, તેને બીજી કોઈ અપેક્ષા હોતી નથી તેવી જ રીતે હિતોપદેશી અરિહંત દેવ જીવોના હિત માટે વિના કોઈ સ્વાર્થ, રાગ અને અપેક્ષાએ ઉપદેશ આપે છે. તેઓ જ સાચા દેવ છે.29
Page #181
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
લોક પ્રકાશક અને લોક હિતકારી ગુરુ અથવા ઉપદેશક બનવા માટે પોતાના ધ્યાનમાં પૂર્ણ એકાગ્રતા પ્રાપ્ત કરીને કૈવલજ્ઞાન (સર્વજ્ઞતા)ની પ્રાપ્તિ કરવી આવશ્યક છે. કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરવાનો ઉલ્લેખ જ્ઞાનાર્ણવમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છેઃ
180
(સાધક) એકત્વવિતર્ક અવિચાર(પૂર્ણ એકાગ્ર) ધ્યાનથી ઘાતિ કર્મ (આત્માના સ્વરૂપને ઢાંકનારા કર્મ)નો નાશ કરીને, પોતાના આત્મલાભને પ્રાપ્ત થાય છે અને અત્યંત ઉત્કૃષ્ટ શુદ્ધતાને પામીને, કેવલજ્ઞાન અને કેવલદર્શન (પૂર્ણ વિશ્વાસ)ને પ્રાપ્ત કરે છે. તે જ્ઞાન અને દર્શન બન્ને અલબ્ધપૂર્વ છે, અર્થાત્ પહેલાં ક્યારેય પ્રાપ્ત ન થયા હતા. તો તેમને પામીને, તે જ સમય તેઓ કેવલી (સર્વજ્ઞ) ભગવાન સમસ્ત લોક અને અલોકને યથાવત્ (યથાર્થ રૂપમાં) જુએ અને જાણે છે. જે સમયે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે સમયે તે ભગવાન સર્વકાળમાં ઉદયરૂપ (પ્રગટરૂપ) સર્વશદેવ હોય છે અને અનંત સુખ અનંત વીર્ય (શક્તિ) વગેરે વિભૂતિ (ઐશ્વર્ય)ના પ્રથમ સ્થાને (સર્વોચ્ચ સ્થાન પર) હોય છે.30
આવા સર્વગુણ સંપન્ન સર્વજ્ઞાતા સદ્ગુરુ પોતાના દિવ્યધ્વનિ દ્વારા અધિકારી જીવોને બોધિ (આત્મિક જ્ઞાન) પ્રદાન કરે છે. તે દિવ્યધ્વનિથી જ સમસ્ત જ્ઞાન પ્રગટ થાય છે. આ દિવ્યધ્વનિ પરમ પ્રકાશમય હોય છે. એટલા માટે સર્વજ્ઞાતા સદ્ગુરુને બોધિસત્ત્વ (પરમ જ્ઞાનમય કે ચૈતન્યમય) અને વૈશ્વાનર (પરમ જયોતિર્મય પરમાત્મા) પણ કહેવામાં આવે છે. જૈનધર્મામૃતમાં આ વાતોને આ પ્રકારે સમજાવવામાં આવી છેઃ
જે શારીરિક-માનસિક આદિ સર્વ પ્રકારના ક્લેશોમાં પડેલા પ્રાણીઓને સર્વ–અર્થોનું પ્રતિપાદન કરનારી પોતાની અનુપમ ભાષા અથવા દિવ્યવાણી દ્વારા બોધ-પ્રદાન કરે છે, તેને ‘બોધિસત્ત્વ’ (પરમ જ્ઞાનમય કે ચૈતન્યમય સ્વભાવવાળા) કહે છે. લોકાલોક (લોક અને અલોક)ને પ્રકાશ કરનારી કેવલજ્ઞાનરૂપી કિરણો દ્વારા જેના આત્મામાં સદા સુપ્રભાત રહે છે, તે ‘ભવ્ય-દિવાકર’ (દિવ્ય જ્ઞાનનો શીતળ અને
Page #182
--------------------------------------------------------------------------
________________
181
ગુરુ
સુખદ પ્રકાશ આપનારો સૂર્ય) કહેવાય છે. જેમણે ધ્યાનરૂપી અગ્નિ દ્વારા પોતાના જન્મ, જરા (વૃદ્ધાવસ્થા) અને મૃત્યુરૂપી મહારોગોને બાળી દીધા છે અને જે આત્મ-જ્યોતિઓનો પૂંજ છે તે જ ખરેખર વૈશ્વાનર’ (પરમજ્યોતિર્મય પરમાત્મા) છે.
એ સ્પષ્ટ છે કે સાચા ગુરુ (સંત સદ્ગુરુ) જે જ્ઞાનને પ્રદાન કરે છે, તે આંતરિક જ્ઞાન છે, કોઈ બાહ્ય જ્ઞાન નથી, સાચા ગુરુ સંસારથી અનાસક્ત કે વીતરાગી હોય છે. એટલા માટે તેઓ પોતાના શિષ્યોને સંસારના બાહ્ય વિષયોમાં ઊલઝાવતા નથી. તેઓ તેમને બાહ્ય ક્રિયાઓ અને બનાવટી વેશભૂષાથી દૂર રાખવા ઇચ્છે છે અને તેમને અંતર્મુખી બનવાનો ઉપદેશ આપે છે. તેને સ્પષ્ટ કરતાં કાનજી સ્વામી કહે છેઃ
અહા, વીતરાગમાર્ગી સંતોની કથની જ જગતથી જુદી છે. તે અંતર્મુખ લઈ જનારી છે. તેથી હે જીવ! સાચા ગુરુના સ્વરૂપ ઓળખીને કુગુરુની માન્યતાને તું છોડી દે જેનાથી તારું હિત થશે. 2
સાચા ગુરુ સદા સદાચારના નિયમોનું દૃઢતાથી પાલન કરતા કરતા અંતર્મુખી ધ્યાન અથવા સમાધિ દ્વારા પોતાના આત્મામાં લીન થઈ ને સાચા આનંદને પ્રાપ્ત કરી ચૂક્યા હોય છે. એટલા માટે તેઓ પોતાના શિષ્યોને પણ અંતર્મુખી થઈ પોતાના આત્મામાં લીન થવાનો જ ઉપદેશ આપે છે. સાચા ગુરુની ઓળખ બતાવતાં હુકમચંદ ભારિલ્લ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છેઃ
સાંભળો ભાઈ! મૂળ વસ્તુ તો આત્માને સમજીને તેમાં લીન થવું છે. આત્મવિશ્વાસ (સમ્યગ્દર્શન), આત્મજ્ઞાન (સમ્યજ્ઞાન) અને આત્મલીનતા (સમ્મચારિત્ર) જેનામાં હોય તથા જેનું બાહ્યાચરણ પણ આગમાનુકૂળ (સૉંથોને અનુકૂળ) હોય, વાસ્તવમાં સાચા ગુરુ તો તે જ છે.33
સાચા ગુરુમાં કોઈ પણ પ્રકારનો વિકાર હોતો નથી. તેઓ સર્વદોષરહિત અને સર્વગુણસંપન્ન હોય છે. તેમની શક્તિનો પણ કોઈ અંત હોતો નથી. પરંતુ તેઓ પોતાની શકિતનું પ્રદર્શન (દેખાડો) કરતા નથી. તેઓ શાંત-ભાવ
Page #183
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
ધારણ કરેલા રહે છે. તેમના શાંત સ્વરૂપના દર્શન માત્રથી શ્રદ્ધાળુ જીવોમાં આંતરિક પ્રસન્નતા, સદ્ભાવના અને ભક્તિની લહેર દોડી જાય છે અને તેઓ સહજ ભાવથી મોક્ષમાર્ગની તરફ પ્રવૃત થઈ જાય છે. એવા ગુરુની ભક્તિથી મન સાંસારિક વિષયોથી હટે છે અને એકાગ્ર ભાવથી આંતરિક આનંદમાં લીન થવા ચાહે છે તથા તેના માટે ઉચિત પ્રયત્ન અથવા સાધનામાં લાગે છે.
182
અનુભવ પ્રકાશમાં ગુના શાંત સ્વરૂપ અને ગુરુ ભક્તિની મહિમાનો ઉલ્લેખ આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
ગુરુ મોક્ષ-પ્રાપ્તિના માર્ગનો ઉપદેશ આપે છે. શાંતસ્વરૂપ ધારણ કરનારા ગુરુ કોઈ વચન બોલ્યા વિના જ મોક્ષનો માર્ગ બતાવે છે. એવા સર્વદોષરહિત શ્રી ગુરુની ભક્તિ કરવા માટે કહેવામાં આવ્યું છે. એમની ભક્તિથી મુક્તિ પ્રાપ્ત થાય છે, એમ સમજીને ગુરૂ ભક્તિ કરવી જોઈએ. ત્યારે મન બધા ભોગોથી ઉદાસીન થઈને આત્મસ્વરૂપમાં સ્થિર થવા ઈચ્છે છે અને તેના માટે સાધનામાં લાગે છે. એટલા માટે મનની સ્થિરતા સાધ્ય(લક્ષ્ય) છે અને ગુરુ ભક્તિ તેનું કારણ (સાધક કે પ્રેરક) છે.34
શાંતભાવ ધારણ કરનારા સદ્ગુરુ જ્યારે પણ જીવોને ઉપદેશ આપવા માટે વચન બોલે છે તો તેમનું વચન હંમેશા સત્ય, મધુર અને હિતકારી હોય છે. તેઓ ક્યારેય કોઈનું દિલ દુખાડતા નથી અને ન ગુપ્ત કે પ્રગટ રૂપથી બીજાઓ પાસેથી પોતાના માટે કંઈ લે છે. તેઓ સદા બધી પરિસ્થિતિઓમાં સદાચારના નિયમોનું પાલન કરે છે. તેઓ અહિંસા, સત્ય, અચૌર્ય (બીજાઓની કોઈ વસ્તુ ન લેવાનો નિયમ) અને બ્રહ્મચર્ય વગેરે વ્રતોનો નિર્વાહ સહજ ભાવથી કરે છે. એમના આ સદ્ગુણોનો ઉલ્લેખ કરતાં મૂળશંકર દેસાઈ કહે છેઃ
કેવા છે તે ગુરુ? ત્રસ તથા સ્થાવર (ચર અન અચર) જીવોની મન વચન કાયાથી હિંસા કરતા નથી, બીજા જીવોથી હિંસા કરાવતા નથી તથા જે હિંસા કરે છે તેની અનુમોદના પણ કરતા નથી. એવા અહિંસા મહાવ્રત યુક્ત છે. તે મુનિરાજ હિત મિત (હિતકારી અને મધુર)
Page #184
--------------------------------------------------------------------------
________________
ગુરુ
183
આગમ (સદ્ગથીના) અનુકૂળ વચન બોલે છે. જેમની વાણીમાં ન કટુતા છે ન કઠોરતા છે, એવા સત્ય મહાવ્રત યુક્ત છે. તે મુનિરાજ પારકી વસ્તુ લેવાનો ભાવ પણ કરતા નથી એવા અચોર્ય મહાવ્રત યુક્ત છે. તે મુનિરાજનો સંસારની બધી જ સ્ત્રીઓ પ્રતિ માતા, બહેન, પુત્રી જેવો વ્યવહાર છે અને પોતાના અંતરંગમાં (અંતરમાં) રતીભાર કામ-વાસના આવવા દેતા નથી. તેથી બ્રહ્મચર્ય મહાવત સહિત છે.
આમ તો સંસારમાં ઉપદેશકોની કોઈ કમી નથી. પરંતુ કેવળ સદ્ગુરુ જ સાચા હિતોપદેશી હોય છે જે નિઃસ્વાર્થ ભાવથી માત્ર જીવોના કલ્યાણ માટે ઉપદેશ આપે છે. તેઓ સ્વયં આધ્યાત્મરસના આનંદનો અનુભવ પ્રાપ્ત કરી ચૂક્યા હોય છે અને બીજાઓને પણ પોતાના ઉપદેશ દ્વારા તેઓ તે જ આનંદરસનો અનુભવ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. જેણે સ્વયં આધ્યાત્મરસને ચાખ્યો નથી તેને સાચો ઉપદેશક અથવા વક્તા માનવો જોઈએ નહીં. આ સંબંધમાં પંડિત ટોડરમલ ખૂબ જ સ્પષ્ટતાની સાથે કહે છે:
આધ્યાત્મરસ દ્વારા યથાર્થ પોતાના સ્વરૂપનો અનુભવ જેને થયો ન હોય તે જિનધર્મનો મર્મ જાણતો નથી. આધ્યાત્મસમય સાચા જિન ધર્મનું સ્વરૂપ તેના દ્વારા કેવી રીતે પ્રગટ કરી શકાય? એટલા માટે આત્મજ્ઞાની હોય તો સાચું વક્તાપણું (ઉપદેશક હોવાનો ગુણ) હોય છે. જે આધ્યાત્મરસનો રસિયો વક્તા છે, તેને જિન ધર્મના રહસ્યનો વક્તા જાણવો... એવો જે વકતા ધર્મબુદ્ધિથી ઉપદેશદાતા હોય તે જ પોતાનું અને અન્ય જીવોનું ભલું કરે છે અને જે કષાયબુદ્ધિથી (માન, માયા, લોભ વગેરેથી યુક્ત બુદ્ધિથી) ઉપદેશ આપે છે તે પોતાનું તથા અન્ય જીવોનું બૂરું કરે છે – એવું જાણવું. 6
સ્વાર્થી ઉપદેશકોથી સાવધાન કરવાના ઉદ્દેશ્યથી તેઓ ફરી કહે છેઃ વક્તા કેવો હોવો જોઈએ કે જેને શાસ્ત્ર વાંચીને આજીવિકા વગેરે લૌકિક-કાર્ય સાધવાની ઇચ્છા ન હોય; કારણ કે જો આશાવાન હોય તો યથાર્થ ઉપદેશ આપી શકતો નથી.37
Page #185
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
સાચો ગુરુ જેને આત્મસ્વરૂપનો અનુભવ પ્રાપ્ત થઈ ગયો હોય છે, તે પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માને સંસારના સમસ્ત પદાર્થોથી, જે જડ અથવા અચેતન છે, બિલકુલ ભિન્ન સમજે છે. સંસારના સઘળા પદાર્થોથી પોતાના આત્માની ભિન્નતાના જ્ઞાનને જ જૈન ધર્મમાં ‘ભેદ-વિજ્ઞાન’ કહેવામાં આવે છે. આ ભેદ-વિજ્ઞાનના પ્રગટ થવાથી સાચા ગુરુને સાંસારિક વસ્તુઓ પ્રતિ ક્યારેય પણ રાગ, દ્વેષ કે મોહ થતો નથી. તેઓ હંમેશાં શાંત અને શીતળ બનેલા રહે છે. તેમના સત્ય સ્વરૂપ, શીતળ ચિત્ત અને શાંત ભાવનો ઉલ્લેખ કરતાં જૈન કવિ બનારસીદાસજી તેમની વંદના આ શબ્દોમાં કરે છેઃ
184
ભેદ વિજ્ઞાન જાગ્યું જેમના ઘટ, શીતળ ચિત્ત થયું જેમ ચંદન. કેલ કરે શિવ-માર્ગમાં, જગમાં જિનેશ્વરના લઘુનંદન. નિર્મળ સત્ય સ્વરૂપ સદા જેમનું,
અવઘત પ્રગટ્યો મિથ્યાત્વ નિકંદન,
શાંત દશા તેમની પિછાણી, કરે કર જોડી બનારસી વંદન.38
અર્થ - જેના અંતરમાં ભેદ-વિજ્ઞાન પ્રગટ થઈ ગયેલું હોય છે, તેમનું ચિત્ત ચંદનની જેમ શીતળ થઈ જાય છે. પોતાને જિનેશ્વર ભગવાનનો એક નાનો (તુચ્છ) પુત્ર (શિષ્ય) માનનારા ગુરુ સંસારમાં આવીને શિવમાર્ગ અર્થાત્ કલ્યાણમય મોક્ષમાર્ગમાં ચાલવાનો આનંદ મનાવે છે. મિથ્યાત્વ-ભાવને નષ્ટ કરનારું તેમનું નિર્મળ સત્યસ્વરૂપ હંમેશાં પ્રગટ રહે છે. તેમની શાંત દશાને ઓળખતાં બનારસીદાસ હાથ જોડીને તેમની વંદના કરે છે.
સમતા ભાવ ધારણ કરનારા ગુરુના અકથનીય આંતરિક આનંદ અને તેમની અપાર મહિમાનાં ગુણ-ગાન કરતાં પંડિત દોલતરામજી પણ કહે છેઃ
અરિ-મિત્ર, મહેલ-મસાણ, કંચન-કાચ, નિંદા-સ્તુતિ કરે; પૂજા કરનાર અસિ-પ્રહાર કરનાર પ્રતિ સદા સમતા ધરે.
એમ ચિંતનથી નિજમાં સ્થિર થયા, તેમણે
જે અકથનીય આનંદ લહ્યો;
તે ઇંદ્ર નાગ-નરેન્દ્ર કે અભિમાની નહીં કહ્યો.39
Page #186
--------------------------------------------------------------------------
________________
ગુરુ
અર્થ – વીતરાગી મહાત્મા અથવા સાચા સંત સદ્ગુરુ શત્રુ કે મિત્ર પ્રતિ, સોના કે કાચના પ્રતિ, નિંદા કે સ્તુતિ કરનારાના પ્રતિ અને સત્કારપૂર્વક પૂજા કરનારા અથવા તલવારથી પ્રહાર કરનારા પ્રતિ સદા સમતા ધારણ કરીને રહે છે. આ પ્રમાણેનો સમત્વ-વિચાર રાખીને આત્મસ્વરૂપમાં સ્થિરતાથી લીન રહેનારા મહાત્માને જે અકથનીય (વચનથી કહી ન શકાય તેવો) આનંદ પ્રાપ્ત થાય છે, તે આનંદ દેવતાઓના રાજા ઇન્દ્ર, નાગોના રાજા વાસુકિ, ચક્રવર્તી રાજા કે પોતાની–જાતને બધાનો સ્વામી માની બેસનારા અભિમાનીને મળવાની વાત ક્યારે પણ કહી શકાતી નથી, અર્થાત્ આ બધાને તે આનંદ ક્યારે પણ પ્રાપ્ત થઈ શકતો નથી.
185
સાચા ગુરુના સમતા ભાવનો ઉલ્લેખ કરતાં જૈન કવિ ભૂધરદાસજી પણ પોતાના હૃદયમાં તેમના દર્શનની લાલસા રાખીને બન્ને હાથ જોડીને તેમને આ વિનંતિ કરે છેઃ
તે મુનિવર ક્યારે મળશે ઉપકારી ટેક ।। કંચન કાચ બરાબર જેમને, જેમ શત્રુ
મહેલ મસાણ મરણ અને જીવન, સમ ગરિમા અને ગાળી. ।।વે ૦।। જોડી જુગલ કર ‘ભૂધર’વિનવે, તે પદની લાલશા અમારી,
ભાગ ઉદયથી દર્શન જ્યારે પામું, તે દિન પર બલિહારી. ।।વે 0 40
તેમ હિતકારી,
અર્થ – ખબર નથી તે શ્રેષ્ઠ પરોપકારી મુનિવર અથવા મહાત્મા મને ક્યારે મળશે જેમના માટે સોનું અને કાચ, શત્રુ અને હિતેષી મિત્ર, મહેલ અને સ્મશાન ભૂમિ, મરણ અને જીવન તથા પ્રશંસા અને ગાળ એક સમાન છે. ભૂધરદાસજી બન્ને હાથ જોડીને વિનંતી કરે છે કે મને તો તેમના જ ચરણોમાં પહોંચવાની લાલસા છે. હું તે દિન પર બલિહાર જઈશ જે દિવસે મારું ભાગ્ય ઉદય થશે અને હું તેમનાં દર્શન પ્રાપ્ત કરીશ.
સાચા ગુરુ વાસ્તવમાં પરમાત્માનું સાકાર રૂપ હોય છે. જૈન ધર્મમાં પરમાત્માના બે રૂપ બતાવવામાં આવ્યાં છેઃ એક સકલ (શરીર સહિત) અને બીજું નિષ્કલ (શરીર રહિત) આ બન્ને ભેદોને સમજાવતાં ાણ-સાર (જ્ઞાન-સાર)માં કહેવામાં આવ્યું છેઃ
Page #187
--------------------------------------------------------------------------
________________
186
દ્વિવિધઃ તથા પરમાત્મા સકલઃ તથા નિષ્કલઃ ઇતિ જ્ઞાતવ્યઃ॥ સકલો અર્ધસ્વરૂપઃ સિદ્ધઃ પુનઃ નિષ્કલઃ ભણિતઃ |/1
અર્થ સકલ અને નિષ્કલ આ બે પ્રકારના પરમાત્માને જાણવા જોઈએ. અર્હત (અરહંત) રૂપમાં તેઓ સકલ (શરીર સહિત) અથવા સાકાર હોય છે અને સિદ્ધરૂપમાં તેમને નિષ્કલ (શરીર રહિત) કહેવામાં આવ્યા છે.
આ પ્રમાણે સાચા ગુરુ હરતા-ફરતા સિદ્ધ ભગવાન છે, અર્થાત્ તેઓ પરમાત્માના સાકાર (શરીરધારી)રૂપ છે. આપણે આવા ગુરુની સામે શ્રદ્ધાભક્તિ સાથે શિર ઝુકાવવું જોઈએ અને તેમના ઉપદેશોનું દૃઢતાપૂર્વક પાલન કરવું જોઈએ. હુકમચંદ ભારિલ્લ પણ તેમના ચરણોમાં શીશ ઝુકાવતા તેમના બતાવેલા માર્ગ પર ચાલતા રહેવાની અભિલાષા આ શબ્દોમાં વ્યક્ત કરે છેઃ
-
જૈન ધર્મઃ સાર સંદેશ
-
ચાલતા-ફરતા સિદ્ધોથી ગુરુ ચરણોમાં શીશ ઝુકાવીએ છીએ, અમે ચાલીએ તમારા કદમ પર, નિત આજ ભાવના ભાવે છે.42
ગુરૂપ્રાપ્તિનું ફળ
જીવનું અજ્ઞાન જ તેના બંધનનું મૂળ કારણ છે. ગુરુની જ કૃપાથી જીવ પોતાના જન્મ-જન્માંતરથી જકડાયેલા અજ્ઞાનના અંધકારને સમૂળ નષ્ટ કરીને આંતરિક જ્ઞાનના પ્રકાશને પ્રગટ કરવામાં અને પોતાના દુઃખોથી સદાને માટે છુટકારો પામીને મોક્ષનું અનંત સુખ પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. ગુથી પ્રાપ્ત આ અનુપમ લાભનું વર્ણન આચાર્ય પદ્મનંદિ આ શબ્દોમાં કરે છેઃ
-
આ સંસાર-વન અજ્ઞાન-અંધકારથી વ્યાપ્ત છે, દુઃખરૂપ વ્યાલોથી-દુષ્ટ હાથીઓ અથવા સર્પોથી ભરેલું છે – અને તેમાં એવા કુમાર્ગ છે જે દુર્ગતિરૂપ ગૃહોમાં લઈ જનારા છે અને જેમનામાં પડીને બધાં પ્રાણી ભૂલી-ભટકીને ઘૂમી રહ્યાં છે ભવનમાં ચક્કર કાપી રહ્યાં છે. તે વનમાં નિર્મળ જ્ઞાનની પ્રભાથી (આભાથી) દૈદીપ્યમાન ગુરૂવાક્યરૂપઅર્હત્ત્રવચનરૂપ, અર્થાત્ ગુરુ-ઉપદેશરૂપ, - મહાન દીપક સળગી રહ્યો છે. જે સુબુધજન છે તે તે જ્ઞાનદીપકને પ્રાપ્ત થઈને અને તેના સહારે સન્માર્ગને જોઈને સુખપદને -સુખના વાસ્તવિક સ્થાન (મોક્ષ)ને પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી.43
Page #188
--------------------------------------------------------------------------
________________
ગુરુ
187
આ જ પ્રમાણેનું વર્ણન પ્રસ્તુત કરતાં આચાર્ય અમિતગતિ પણ કહે છે કે દુઃખમય સંસાર-વનમાં ભટકતા રહેનારા જીવ માત્ર ગુસ્ના બતાવેલા માર્ગ પર ચાલીને જ બધાં સંકટોથી બચીને સુરક્ષિત મોક્ષરૂપી નગરમાં પહોંચી શકે છેઃ
આ દુઃખો રૂપી હાથીઓથી ભરેલા અને હિંસા વગેરે પાપોના વૃક્ષોને રાખનારા તથા ખોટી ગતિરૂપી ભીલોના પલ્લિઆ (દુષ્ટવૃત્તિઓવાળાના ગામો)ના ખોટા માર્ગમાં નિત્ય પટકનારા સંસાર વનમાં સર્વ જ પ્રાણીઓ ભટક્યા કરે છે. આ વનની વચ્ચે જે ચતુર પુરુષ સુગુસ્ના બતાવેલા માર્ગમાં ચાલવાનું શરૂ કરી દે છે તે પરમાનંદમય, ઉત્કૃષ્ટ અને સ્થિર એક નિર્વાણરૂપી નગરમાં પહોંચી જાય છે.44
અસંખ્ય જન્મોથી જીવની આંતરિક આંખ બંધ પડી છે. એ કારણે તેને પોતાની-જાતનું જ્ઞાન નથી. તે પોતાના અંતરમાં પ્રવેશ કરીને પોતાના પરમાત્મારૂપનું દર્શન કરવામાં અસમર્થ છે. જ્યારે સરરૂપી નેત્ર-વૈદ્ય પોતાની યુક્તિ દ્વારા જીવના અજ્ઞાનરૂપી પડદાને હટાવે છે, ત્યારે જીવની આંતરિક આંખ ખૂલે છે. ત્યારે તે પોતાની અંદર અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્માના દર્શન કરવામાં અને અનંત સુખને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. અનુભવ પ્રકાશમાં એ તથ્યને આ શબ્દોમાં સમજાવવામાં આવ્યું છેઃ
જેમ કોઈનો જન્મ થયો અને તે જન્મથી જ પોતાની આંખ પર ચામડી લપેટેલો સંસારમાં આવ્યો. તેની આંખોની અંદર પ્રકાશ જેમનો તેમ હતો, પરંતુ બાહ્ય ચામડીથી ઢંકાયેલો રહેવાને કારણે તેને પોતાનું શરીર સૂઝતું ન હતું. જ્યારે કોઈ આંખોનો વૈદ્ય મળ્યો, ત્યારે તેણે બતાવ્યું કે ચામડીની અંદર પૂરી જ્યોતિવાળી તેની આંખ છે અને તે વૈદ્ય યુક્તિ દ્વારા લપેટાયેલી ચામડીને દૂર કરી દીધી. ત્યારે તે બાળકને પોતાનું શરીર આપોઆપ સૂઝવા લાગ્યું અને અન્ય ચીજો પણ દેખાવા લાગી. આ પ્રમાણે અનાદિ કાળથી જ્ઞાન-ચક્ષુ (આંતરિક આંખો બંધ પડેલી ચાલી આવી રહી છે. આ કારણે પોતાનું આંતરિક સ્વરૂપ દેખાતું
Page #189
--------------------------------------------------------------------------
________________
188
જૈન ધર્મ સાર સંદેશ નથી. ત્યારે સદ્ગુરુરૂપી નેત્ર-વેદ્ય મળ્યા. તેમણે જ્ઞાનના આવરણને દૂર કરવાની યુક્તિ બતાવી. તે યુક્તિનો શ્રદ્ધાપૂર્વક પ્રયોગ કરવાથી જ્ઞાનનું આવરણ દૂર થઈ ગયું. ત્યારે તે જીવે સ્વયં જ પોતાના અખંડ
જ્યોતિસ્વરૂપનાં દર્શન કર્યા અને તેને અનંત સુખની પ્રાપ્તિ થઈ.ડ
સદ્ગુરુની દીક્ષા અને ઉપદેશનું અમૃતમય વચન જ તે અંજન છે જેનાથી જીવની આંતરિક આંખનો પડદો હટે છે, તેના અંતરમાં અનંત જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થાય છે અને તે પરમાત્માના આનંદમય રસમાં મગ્ન થાય છે. એને સ્પષ્ટ કરતાં અનુભવ પ્રકાશમાં કહેવામાં આવ્યું છેઃ
અજ્ઞાનનું આવરણ ત્યારે જ હટે છે જ્યારે સદ્ગુરુ પોતાના વચનરૂપી અંજનથી આ આવરણને દૂર કરે છે. ત્યારે જ આંતરિક જ્ઞાન-ચક્ષુ પ્રકાશિત થાય છે તથા લોક અને અલોક દેખાવા લાગે છે. આ જ્ઞાનનો મહિમા અપાર છે. અંદરના જ્ઞાનમય મૂર્તિનું ધ્યાન કરીને અનેકમુનિજન અથવા સંત-મહાત્મા પાર થઈ ગયા. .. તે મૂર્તિનું સ્વરૂપ જ્ઞાનનો ભંડાર છે. તે સ્વરૂપનું વારંવાર ધ્યાન કરવાથી અવિનાશી રસની પ્રાપ્તિ થાય છે. તે રસનું સેવન સંત-જન કરતા રહ્યા છે. તું પણ તેનું સેવન કર. આ કલ્યાણમય અનુપ જ્યોતિસ્વરૂપ પદ તારું પોતાનું જ છે. તું પરમેશ્વરના પદને પોતાનાથી દૂર ન સમજ. પોતાને પરમેશ્વરનું જ રૂપ સમજ તેને કંઈક યાદ તો કર. પછી જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થઈ જશે. મોહનો અંધકાર મટી જશે અને બધું જ પૂરું કરી લેવાનો આનંદમય ભાવ ચિત્તમાં છવાઈ જશે. એટલા માટે પરાયી (પોતાનાથી ભિન) વસ્તુઓનું ધ્યાન અને ચિંતન છોડીને શીધ્ર પોતાના આત્માની તરફ જો તથા તેના વિચાર અને ધ્યાનમાં મગ્ન રહે. તારી અંદર જ પરમાત્માનો આનંદમય વિલાસ થઈ રહ્યો છે. એનાથી અધિક ભલું બીજું શું છે?46
બાહ્ય આંખોથી આપણે ફક્ત બાહ્ય સંસારના અનિત્ય અને નશ્વર પદાર્થોને જ જોઈએ છીએ જે મોહક અને ભ્રામક છે. તેઓ આપણી અંદર અનેક વિકાર પેદા કરીને આપણને દુઃખમાં ફસાવી રાખે છે. તે દુઃખથી મુક્તિ અપાવવા માટે સદ્ગુરુ જ આપણા ત્રીજા નેત્રને ખોલે છે અને આપણને સાચું જ્ઞાન પ્રદાન કરે
Page #190
--------------------------------------------------------------------------
________________
189
છે. તે નેત્રના ખુલવાથી સાધક ત્રિલોચન (ત્રણ નેત્રવાળો) બની જાય છે અને તે ત્રણેય લોકોને જોઈ શકે છે. તે નેત્રના ખૂલ્યા વિના ન તો આપણી અજ્ઞાનતાનું અંધારું દૂર થાય છે, ન આપણા દુઃખોનો અંત થાય છે અને ન આપણે ક્યારે સુખી જ થઈ શકીએ છીએ. સદ્ગ દ્વારા પ્રાપ્ત આ જ્ઞાનનો મહિમા બતાવતાં જૈન ધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
આ સંસારરૂપી ઉગ્ર મરુસ્થળમાં દુઃખરૂપ અગ્નિથી સંતપ્ત (ખૂબ તપેલા) જીવોને આ સત્યાર્થ જ્ઞાન જ અમૃતરૂપી જળથી તૃપ્ત કરવા માટે સમર્થ છે, અર્થાત્ સંસારના દુઃખોને મટાડનાર સમ્યજ્ઞાન જ છે.
જ્યાં સુધી જ્ઞાનરૂપી સૂર્યનો સાતિશય (પૂર્ણતાની સાથે) ઉદય થતો નથી ત્યાં સુધી આ સમસ્ત જગત અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત રહે છે, પરંતુ જ્ઞાનના પ્રગટ થતાં જ અજ્ઞાનનો વિનાશ થઈ જાય છે.
જ્ઞાન જ તો સંસારરૂપી શત્રુને નષ્ટ કરવા માટે તીર્ણ ખડગ (તલવાર) છે અને જ્ઞાન જ સમસ્ત(બધા) તત્ત્વોને પ્રકાશિત કરવા માટે ત્રીજું નેત્ર છે.
જેની નિર્દોષ ચેષ્ટામાં ત્રીજા જ્ઞાન-નેત્ર દ્વારા ત્રૈલોક્ય (ત્રિલોકી) દર્પણના સમાન પ્રતિબિંબિત થાય છે, તેને ત્રિલોચન' કહે છે.?
સદ્ગુરુ દ્વારા જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે, તે આપણી અંદર જ છે, સદ્ગુરુ કયાંય બહારથી કંઈક ઘોળીને આપણને પિવડાવતા નથી. તેઓ તો ફક્ત આંતરિક આંખ ખોલાવાની યુક્તિ શિખવાડે છે.તે યુક્તિને જાણ્યા વિના આપણે દુઃખી બનીને ઠેર ઠેરની ઠોકરો ખાતા ફરીએ છીએ. આપણી પોતાની જ ગઠડીમાં જ્ઞાનનું અમોલખ રત્ન, મણિ અથવા લાલ રાખેલાં છે. પરંતુ આપણે તે ગઠડીને ખોલવાની યુક્તિ જાણતા નથી. એટલા માટે આપણે સંસારમાં કંગાળની જેમ કોડી-કોડી માટે મોહતાજ બનીને ફરીએ છીએ અને અગણિત જન્મો સુધી કષ્ટ ભોગવતા રહીએ છીએ છે. પોતાની અંદર અનંત જ્ઞાનનો ભંડાર હોવા છતાં પણ આપણે સંસારના અંધકૂપમાં પડ્યા રહીએ છીએ. સદ્ગુરુ તે ગઠડીને ખોલવાની યુક્તિ શિખવાડીને જ્ઞાનરૂપી લાલની પ્રાપ્તિ કરાવી દે છે. ત્યારે આપણને આપ મેળે પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય
Page #191
--------------------------------------------------------------------------
________________
190
જૈન ધર્મ સાર સંદેશ છે, આપણાં બધાં દુઃખ મટી જાય છે અને આપણે અનંત આનંદની પ્રાપ્તિ કરી લઈએ છીએ. આ વાતોને સમજાવતાં અનુભવ પ્રકાશમાં કહેવામાં આવ્યું છેઃ
જેવી રીતે બધાની ગઠડીમાં લાલ અથવા મણિ છે, છતાં પણ બધા ભ્રમમાં ભૂલેલા દુઃખથી પરેશાન થઈ રહ્યા છે. જો ગઠડી ખોલીને જોઈ લઈએ, તો સુખી થઈ જઈશું. જો આંધળો કૂવામાં પડી જાય તો કોઈ આશ્ચર્ય નથી. પરંતુ જો આંખવાળો કૂવામાં પડે તો આશ્ચર્ય છે. તે જ પ્રમાણે આ જાણનારો અને દેખનારો આત્મા સંસારરૂપી કૂવામાં પડી ગયો છે, આ ખૂબ આશ્ચર્યની વાત છે. મોહરૂપી ઠગે આત્માના શિર પર પોતાની ઠગાઈ (છેતરપિંડી અથવા ભ્રાંતિ) નાંખી રાખી છે જેનાથી સંસારરૂપી ઘરને જ પોતાનું ઘર માનીને તે નિજ ઘરને ભૂલેલો છે. ગુરુના જ્ઞાનમંત્ર દ્વારા જ્યારે ઠગાઈ ઊતારવામાં આવે છે ત્યારે જ તે નિજઘરને પ્રાપ્ત કરે છે. શ્રીગુરુ તેને વારંવાર નિજઘરને પામવાનો ઉપાય બતાવે છે અને તેને પોતાના અખંડ સુખ-ભરેલા ધામને પ્રાપ્ત કરીને અવિનાશી રાજ્ય કરવાનું કહે છે. તેઓ સમજાવે છે કે પોતાના પાપકર્મોના કારણે જ તે પોતાનું રાજપદ ખોઈ નાંખ્યું અને હવે કંગાળ બનીને કોડી-કોડી ભાગતો ફરે છે. તારો ખજાનો તારી પાસે જ હતો, તે તેની સંભાળ ન કરી. એટલા માટે દુઃખી બન્યો.18
સદ્ગુરુ (સંત મહાત્મા) પરમાત્મસ્વરૂપનો નિજી અનુભવ પ્રાપ્ત કરીને પરમાત્મારૂપ થઈ ગયેલા હોય છે. એટલા માટે તેમનાથી પ્રાપ્ત દીક્ષા અને ઉપદેશનો મોક્ષાર્થીના હૃદય પર ઊંડો પ્રભાવ પડે છે. તેઓ જ શાસ્ત્રનો યથાર્થ મર્મ સમજાવી શકે છે. પરંતુ જો કોઈ શાસ્ત્રોને સ્વયં વાંચીને પરમાર્થના મર્મને ગ્રહણ કરવાની ચેષ્ટા કરે છે તો તેને નિષ્ફળતા જ હાથ લાગે છે. એનાથી વિપરિત, જે સદ્ગુરુ પાસેથી સાંભળીને અને સમજીને પરમાર્થની સાધનામાં લાગે છે, તે પોતાના પ્રયોજનને સિધ્ધ કરી લે છે. એટલા માટે પરમાર્થના ખોજીને જરૂરી છે કે સદ્ગુરુની પાસે જઈને તેમના ઉપદેશનો લાભ ઉઠાવે અને પોતાનો પ્રયોજન સિદ્ધ કરે. માત્ર શાસ્ત્રોને વાંચવાથી પોતાનું પ્રયોજન સિદ્ધ થઈ શકતું નથી. આ જ તથ્યની તરફ સંકેત કરતાં કાનજી સ્વામી કહે છેઃ
Page #192
--------------------------------------------------------------------------
________________
ગુરુ
191 સર્વ શાસ્ત્રોનું પ્રયોજન એ જ છે કે ચૈતન્યસ્વરૂપ આનંદમય આત્માને ઓળખીને તેમાં લીન થા. શાસ્ત્રનું એક જ વાક્ય પુરુષોની પાસેથી સાંભળીને જો એટલું સમજી લે ત્યારે જ તેનું પ્રયોજન સિદ્ધ છે; અને લાખો-કરોડો શાસ્ત્રો સાંભળીને પણ આ જ સમજવાનું છે. જો આ ન સમજે તો તે જીવે શાસ્ત્રોના એક શબ્દને પણ યથાર્થરૂપે જાણ્યો નથી. અને જે જીવને શાસ્ત્ર વાંચતાં પણ આવડતું ન હોય, નવ તત્ત્વોનાં નામ જાણતો ન હોય, તો પણ જો સત્પષની પાસેથી શ્રવણ કરીને ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ કરી લીધો છે તો તેના બધા પ્રયોજનની સિદ્ધિ છે.49
ગુરુએ આપેલો ઉપદેશ અત્યંત પ્રભાવકારી હોય છે. જ્યારે સાધક તે ઉપદેશ અનુસાર અભ્યાસ કરે છે તો તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. પોતાના આનંદમય સ્વરૂપનો અનુભવ થઈ જતાં તે પોતાને સંસારના અન્ય બધા જ પદાર્થોથી ભિન્ન સમજવા લાગે છે અને સાંસારિક વિષય-સુખથી ઉદાસીન થઈને મોક્ષ-સુખમાં લીન થઈ જાય છે. આ અનુપમ સુખ તપસ્યા વગેરેના રૂક્ષ સાધનોથી ક્યારે પણ પ્રાપ્ત થઈ શકતું નથી. જેનધર્મામૃતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જે પુરુષ ગુરુના ઉપદેશથી, અભ્યાસથી અને સંવિતિ અર્થાત્ સ્વાનુભવથી (આત્માનુભવથી) સ્વ અને પરના અંતર (ભેદ)ને જાણે છે તે જ પુરુષ નિરંતર મોક્ષસુખનો અનુભવ કરે છે.
ઉક્ત પ્રકારે જે અવિનાશી આત્માને શરીરથી ભિન્ન જાણતો નથી તે ઘોર તપશ્ચરણ (સંયમ) કરીને પણ મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી.50
સંસારમાં અનાસક્ત રહેનારા વીતરાગી ગુરુ બધા સદ્ગુણોથી પરિપૂર્ણ હોય છે. વાસ્તવમાં તેઓ હરતા-ફરતા પરમાત્મા જ હોય છે. તેઓ સર્વસમર્થ અને પરમ ઉદાર દાતા હોય છે. તેમની ભક્તિ દ્વારા બધું જ મેળવી શકાય છે. એટલા માટે જૈન ધર્મમાં પરમાત્મારૂપ ગુરુની ભકિતનો અપાર મહિમા બતાવવામાં આવ્યો છે અને તેમના ગુણ-ગાન કરવામાં આવ્યા છે. ગુરુરૂપી પરમાત્માની ભક્તિનો ઉપદેશ આપતા રત્નાકર શતકમાં કહેવામાં આવ્યું છેઃ
Page #193
--------------------------------------------------------------------------
________________
192
જૈન ધર્મ સાર સંદેશ વીતરાગી પ્રભુ (રાગરહિત ગુરુદેવ)ના ગુણોના ચિંતનથી જ્યારે અનાદિ કાલીન કર્મબદ્ધ આત્માને શુદ્ધ કરી શકાય છે તો પછી કયું લૌકિક કાર્ય અસાધ્ય રહી જશે? પ્રભુભક્તિથી મોટામાં મોટું કાર્ય સંપન્ન કરી શકાય છે. અતઃ પ્રત્યેક સમયે હરતા-ફરતા, ઊઠતા-બેસતાં ભગવાનની ભક્તિ કરવી જોઈએ.'
ગુરુ-ભક્તિનો મહિમા અને તેનાથી પ્રાપ્ત થનારા લાભોનો ઉલ્લેખ કરતાં રત્નાકર શતકમાં ફરી કહેવામાં આવ્યું છેઃ
જો વ્યક્તિ મન લગાવીને પ્રભુના ચરણોમાં ભક્તિ કરે છે, તેને ત્રણેય લોકની બધી સુખ-સામગ્રીઓ મળી જાય છે, તેનો યશ સમસ્ત લોકમાં વ્યાપ્ત થઈ જાય છે તથા બધા લોકો તેને સ્નેહ અને તેનો આદર કરવા લાગે છે. મોક્ષલક્ષ્મી (મોક્ષરૂપી લક્ષ્મી) તેની તરફ પ્રતિ ક્ષણ જોતી રહે છે, સ્વર્ગની સંપત્તિઓ તેને આપોઆપ મળી જાય છે તથા સમસ્ત ગુણ તેને પ્રાપ્ત થઈ જાય છે. અભિપ્રાય એ છે કે ભગવાનની ભક્તિમાં અપૂર્વ ગુણ વર્તમાન છે, જેનાથી તેમની ભક્તિ કરવાથી બધી સુખ-સામગ્રીઓ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. ... પ્રભુભક્તિનો આધાર લઈને તપશ્ચરણ વગેરે વિના પણ વ્યકિત પોતાનો ઉદ્ધાર કરી શકે છે. 2
સદ્ગુરુ જ કૃપા કરીને જીવને સત્સંગમાં લાવે, જ્ઞાનનો ઉપદેશ આપે, પોતાના પ્રતિ પ્રેમ વધારે, પોતાનું ધ્યાન કરાવે, અલખને દેખાડે, અંતરમાં આનંદ-રસ ચખાડે અને અંતમાં સંસારથી મુક્ત કરે છે. અનુભવ પ્રકાશમાં તેમનો મહિમા અને તેમના ઉપકારનો સંકેત આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
શ્રીગુરુના જ પ્રતાપથી સંતોનો સંગ (સત્સંગ) મળે છે જેનાથી સંસારના તાપ (દુઃખ) મટી જાય છે, પોતાની અંદર જ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે અને જ્ઞાનની પ્રત્યક્ષ પિછાણ થઈ જાય છે. શ્રી ગુરુ પોતાનું ધ્યાન કરાવે છે, પોતાના પ્રતિ પ્રેમ વધારે છે અને જીવને અંતર્મુખી ધ્યાનમાં લીન કરાવે છે. ત્યારે જીવ સહજ જ આત્મરસની પ્રાપ્તિ કરે છે, કર્મ-બંધનને નષ્ટ કરે
Page #194
--------------------------------------------------------------------------
________________
ગુરુ
છે, પોતાને પોતાના સ્વરૂપમાં લગાવે છે અને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ધ્યાન કરે છે. ત્યારે આનંદ ઉત્પન્ન થાય છે જેનું રસાસ્વાદન (સ્વાદ) કરીને મન શાંત થઈ જાય છે. એને ‘નિજ અનુભવ' કહેવામાં આવે છે. આ અનુભવને પોતાનાથી દૂર કોણ કહી શકે છે? આ (નિજ અનુભવ) આવાગમનના ચક્રને મીટાવે છે, અલખને દેખાડે છે, આત્માના ચૈતન્ય અને આનંદસ્વરૂપને પ્રગટ કરે છે અને અવિનાશી રસ પ્રાપ્ત કરાવે છે, જેનો મોક્ષાર્થી ગુણ-ગાન કરે છે જેનો અપાર મહિમા છે અને જેને જાણી લેવાથી સંસારનો ભાર દૂર થઈ જાય છે. શ્રીગુરુની કૃપાથી આત્માના આ વિકારરહિત અત્યંત શુદ્ધ સ્વરૂપને જાણી લેવું જોઈએ.૩
આ પ્રમાણે એ સ્પષ્ટ છે કે કોઈ સંત સદ્ગુરુની સંગતિ મળી જવાથી જ જીવ પોતાના સ્વરૂપની ઓળખ પ્રાપ્ત કરી શકે છે અને સંસારના દુઃખોથી છુટકારો પામી મોક્ષ-સુખ પ્રાપ્ત કરવામાં સફળ થાય છે.સંતોએ મોક્ષ-માર્ગને સરળ બનાવી દીધો છે. કોઈ શારીરિક યોગ-મુદ્રા સાધ્યા કે કષ્ટ ઉઠાવ્યા વિના આત્મલીનતા પ્રાપ્ત કરીને જીવ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. એને સ્પષ્ટ કરતાં અનુભવ પ્રકાશમાં કહેવામાં આવ્યું છેઃ
આ પ્રમાણે સત્સંગ અથવા સંતોની સંગતિના ફળસ્વરૂપે જીવ પોતાના અંતરમાં ધ્યાન લગાવીને પોતાના આત્મસ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરે છે જેનાથી તેનો અત્યંત કઠિન મોહ દૂર થઈ જાય છે અને તે પરમાનંદની પ્રાપ્તિ કરે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિના માર્ગને સંતોએ સરળ કરી દીધો છે.
193
ચોરાસી લાખ યોનિઓમાં ભટકતા રહેનારા જીવે ક્યારેય પણ ક્યાંય સ્થિરતાની સાથે નિવાસ કર્યો નથી. જ્યાં સુધી એ પોતાના પરમ જ્યોતિર્મયસ્વરૂપને ઓળખીને પોતાના કલ્યાણમય મોક્ષધામને પ્રાપ્ત કરી લેતો નથી ત્યાં સુધી આ કાર્ય પૂરું થઈ જ શકતું નથી. જપી, તપી, બ્રહ્મચારી, યતી (સંન્યાસી) વગેરે બનીને અનેક પ્રકારના વેશ ધારણ કરવાથી પણ ભલા શું થઈ શકે છે? અનાદિ ભ્રમ અને દુઃખ તો આત્મરસરૂપી અમૃતના પીવાથી જ મટે છે.4
Page #195
--------------------------------------------------------------------------
________________
194
જૈન ધર્મ સાર સંદેશ પોતાના અનંત દુઃખ મટાડવા અને પરમ પદને પ્રાપ્ત કરવા માટે પોતાનામાં બહારથી કોઈ નવા ગુણ લાવવાની આવશ્યકતા હોતી નથી. આત્મા
સ્વયં જ સર્વગુણ-સંપન્ન છે.બસ ફક્ત કોઈ સંત સદ્ગક્ની સહાયતાથી એના પ્રકાશને ઢાંકનારા બાહ્ય આવરણને હટાવી દેવાની આવશ્યકતા હોય છે. એને હટાવવાનો ઉપાય પણ સંતોએ સુગમ કરી દીધો છે. આ સંબંધમાં દીપચંદજી શાહ કાશલીવાલ કહે છેઃ
જ્ઞાન અને દર્શન (વિશ્વાસ)ને ધારણ કરનારો મારો આત્મા ચૈતન્ય અને આનંદરૂપ છે. મારું આ સ્વરૂપ અનંત ચૈતન્યશક્તિથી સુશોભિત અને અનંત ગુણોથી પરિપૂર્ણ છે. આ મારા જ ઉપયોગ માટે છે. હું પોતાનું ધ્યાન પોતાના આ સ્વરૂપમાં લગાવીશ. આ પ્રમાણે અનાદિ દુઃખને મટાડીશ અને પરમપદને પ્રાપ્ત કરીશ. પોતાના સ્વરૂપ-પ્રાપ્તિનો આ સુગમ રાહ છે. આત્માને પોતાના અનુભવમાં લાવવું જ કઠિન છે. એને પણ સંતોએ સુગમ કરી દીધું છે. હું પણ એને તેમના જ પ્રસાદરૂપમાં પામ્યો છું.
આ પ્રમાણે આત્માના અનુભવનો પ્રકાશ પ્રાપ્ત કરવો જ આનંદ ધામમાં અખંડ સુખ ભોગવવું છે. એને માત્ર અનુભવ દ્વારા જ જાણી શકાય છે, વચન (કથન) દ્વારા વ્યક્ત કરી શકાતું નથી.”
કોઈ સંત સદ્ગની સંગતિમાં આવ્યા પછી જીવની વિચારધારા કેવી રીતે બદલાય છે અને તે કેવી રીતે સંસારમાં અનાસક્ત ભાવથી રહીને અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરવામાં સફળ થાય છે, એને ચંપક સાગરજી મહારાજે ખૂબ જ સ્પષ્ટ અને સુંદર ઢંગથી પ્રસ્તુત કર્યુ છે. તેઓ કહે છેઃ
જો ક્યારેક આત્માને સૌભાગ્યથી કોઈ સદ્ગક્નો સમાગમ થઈ જાય છે, તો તેઓ દયાળુ થઈને આ મોહિત સંસારી જીવને પોતાના પરમહિત ઉપદેશથી સાવધાન કરે છે કે “જે સુખ શાંતિ માટે તું બહાર ભટકી રહ્યો છે તે સુખ શાંતિનો અથાગ સાગર તો તારી ભીતર (શરીરમાં નહીં આત્મામાં) હિલોળા લઈ રહ્યો છે. કસ્તૂરા હરણની નાભિમાં કસ્તૂરી હોય છે તેની મોહક સુગંધમાં તે હરણ મસ્ત થઈ જાય છે પરંતુ ભ્રમથી તે તે સુગંધને પોતાની અંદરની ન સમજીને બહારની
Page #196
--------------------------------------------------------------------------
________________
ગુરુ
195
અન્ય વસ્તુઓની સમજે છે, અતઃ આમ-તેમ દોડતાં-ફરતાં બીજીબીજી ચીજોને સુંઘતાં-સૂંઘતાં થાકી જાય છે પરંતુ તેની ઇચ્છાની તૃપ્તિ થઈ શકતી નથી. તેવી જ દશા તારી છે. અતઃ બહારની તરફથી પોતાની વિચારધારાને હટાવીને પોતાની અંતરંગની તરફ સન્મુખ થા, અંતર્મુખ થવાથી જ તને શાંતિ પ્રાપ્ત થશે, તારી આકુળતા દૂર થશે અને તારી પરતંત્રતાનાં બંધન ઢીલાં થશે. તારી ભીતર અપાર અક્ષય નિધિ ભરેલી છે, તે પોતાની-જાતને દીન-હીન કેમ સમજી રહ્યો છે, એક વાર પોતાની તરફ જો તો ખરો.”
દીનબંધુ પતિતપાવન અને તરણતારણ પોતાના સદ્ગક્ની હિતવાણીને સાંભળીને જ્યારે આ જીવની મિથ્યા શ્રદ્ધામાં પરિવર્તન આવે છે, જ્યારે એના હૃદયમાં આત્મ-શ્રદ્ધા જાગૃત થાય છે, ત્યારે મિથ્યા શ્રદ્ધાનું જનક (ઉત્પાદક) મોહનીય કર્મ સ્વયં એ રીતે દૂર થઈ જાય છે જે રીતે વિશાળ ખુલ્લા મેદાનમાં સૂર્ય ઉદય થવાથી રાતનો અંધકાર લાપતા થઈ જાય છે, શોધવા પર પણ ત્યાં ક્યાંય દેખાતો નથી. મિથ્યા શ્રધ્ધાનો ગહન અંધકાર હટતાં જ આ જીવની ભીતર આત્મ-જ્યોતિ ઝગમગી ઊઠે છે, જેનાથી આત્માને પોતાની અનુભૂતિ (અનુભવો થવા લાગે છે. તે સ્વ-આત્મ અનુભૂતિથી જીવને મહાન અનુપમ આનંદ પ્રાપ્ત થાય છે, તે સંસારના કોઈ પણ ઈષ્ટ ભોગ ઉપભોગ પદાર્થના અનુભવથી મળતો નથી, તે નિજ-આત્માનો આનંદ ન તો કહી શકાય છે, ન કોઈ ઉદાહરણથી પ્રગટ કરી શકાય છે. જેવી રીતે મુંગો મનુષ્ય કોઈ વિષયના સુખનો સ્વયં અનુભવ તો કરે છે પરંતુ કોઈ અન્ય વ્યક્તિને બતાવી શકતો નથી, ઠીક એવી જ વાત આત્મ અનુભવની થઈ જાય છે. તે આત્મઅનુભવને જૈન દર્શનમાં “સમ્યગ્દર્શન' કહ્યું છે.
સમ્યગ્દર્શન થતાં જ જીવની વિચારધારા તથા કાર્ય પ્રણાલીમાં મહાન પરિવર્તન આવી જાય છે. તેને પછી પોતાના આત્મા સિવાય અન્ય કોઈ પદાર્થમાં રૂચિ રહેતી નથી. તે બાહ્ય પદાર્થોને સ્પર્શવા છતાં પણ તેમનામાં રત (લીન) થતો નથી, અછૂત જેવો રહે છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
196
જૈન ધર્મઃ સાર સંદેશ
અતઃ તે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ગૃહસ્થાશ્રમનાં બધાં કાર્યો કરતાં કરતાં પણ, તેમનાથી અલિપ્ત અછૂતો રહે છે. અતઃ પાપપકડ્ મેલથી મલિન થતો નથી, જેવી રીતે કીચડમાં પણ પડેલું સોનું મેલું થતું નથી કે પાણીમાં રહીને કમળ પાણીથી અછૂત રહે છે. સમ્યગ્દર્શન થતાં જ જ્ઞાન અને આચરણ યોગ્ય ધારામાં વહેવા લાગે છે. ત્યારે તેમનું નામ સમ્યજ્ઞાન સચ્ચારિત્ર (સ્વરૂપાચરણ વગેરે) થઈ જાય છે. આવો વ્યક્તિ અવશ્ય સ્વલ્પકાળમાં સંસારમાંથી મુક્ત થઈ જાય છે.
જો જીવ સર્વજ્ઞ સદ્ગુના ઉપદેશના અનુસાર અંતર્મુખી અભ્યાસ દ્વારા એકવાર પણ આત્મરસને ચાખી લે તો તેને એવો આનંદ આવશે કે તે પછી ક્યારેય પાછા વળીને પણ સાંસારિક વિષયોની તરફ જોશે નહીં. જેવું કે અનુભવ પ્રકાશમાં કહેવામાં આવ્યું છેઃ
સર્વજ્ઞ દેવે આખા ઉપદેશનું મૂળ તત્ત્વ એ બતાવ્યું છે કે જીવ આત્મસ્વરૂપના અનુભવના રસના જો એકવાર સ્વાદ લઈ લે, તો તે એવો આનંદમાં મગ્ન થઈ જશે કે અન્ય વસ્તુઓની તરફ ક્યારેય જોશે પણ નહીં. પોતાના સ્વરૂપમાં સમાધિ લગાવીને પોતાનામાં એકાકાર થઈ જવું એ સંતોનું ચિહ્ન છે. આવી અવસ્થામાં રાગાદિ વિકાર જોવા મળી શકતા નથી, જેવી રીતે આકાશમાં ફૂલ જોવા મળતાં નથી. શરીરને આત્મા સમજવાના અભ્યાસનો નાશ થવાની અને ચૈતન્ય અને આનંદરૂપ આત્માના પ્રકાશનો અનુભવ થવાની અવસ્થાના લક્ષણ કે તેની વિશેષતાને લખીને બતાવી શકાતી નથી. એને જોવાથી, અર્થાત્ અનુભવ કરવાથી આનંદ મળે છે. એનો સ્વાદ લખવામાં આવી શકતો નથી.57
આવો ઉપદેશ સંતોની સંગતિ કે સત્સંગમાં જ પ્રાપ્ત થાય છે. માત્ર સંત-મહાત્માની સંગતિ જ સંત-મહાત્મા બનાવી શકે છે. એટલા માટે આત્મકલ્યાણના ઇચ્છુક જીવોએ પરમ દુર્લભ સત્સંગનો લાભ અવશ્ય ઉઠાવવો જોઈએ. એને સમજાવતાં ગણેશ પ્રસાદજી વર્ણી કહે છેઃ
Page #198
--------------------------------------------------------------------------
________________
197 વર્તમાનમાં નિષ્કપટ સમાગમનું મળવું પરમ દુર્લભ છે, જેવી રીતે દીપકથી દીપકને સળગાવવામાં આવે છે તેવી જ રીતે મહાત્માઓથી મહાત્મા બને છે, તેથી મહાત્માઓના સંપર્ક સાધુ સમાગમ)થી એક દિવસ સ્વયં મહાત્મા થઈ જશો.*
સર્વજ્ઞાતા, સર્વશક્તિમાન અને પરમ દયાળુ સદ્ગુરુ પાસે કંઈ માગવાની આવશ્યકતા હોતી નથી. તેઓ પોતાના સહજ સ્વભાવથી જ જીવો પર દયા કરે છે. એટલા માટે જીવોનું કલ્યાણ આપોઆપ થઈ જાય છે. વર્ણીજીએ તેને એક સુંદર ઉદાહરણ દ્વારા આ પ્રમાણે સ્પષ્ટ કર્યું છેઃ
જે છાયામાં વૃક્ષની નીચે બેસી જાય છે તેને એની આવશ્યકતા નથી કે વૃક્ષ પાસે છાયાની યાચના કરે, વૃક્ષની નીચે બેસવાથી છાયાનો લાભ આપમેળે થઈ જાય છે. આ જ રીતે જે રુચિપૂર્વક શ્રી અરહંતદેવના ગુણોનું સ્મરણ કરે છે તેનાં મંદ કષાય થવાથી શુભોપયોગ (આત્માદ્વારા રાગાદિથી રહિત નિશ્ચલ દશા ગ્રહણ કરવી) સ્વયમેવ (પોતાની-જાતે જ) થઈ જાય છે અને તેના પ્રભાવથી શાંતિનો લાભ પણ સ્વયં થઈ જાય છે.”
આ રીતે સદ્ગક્ની કૃપાથી જીવને પોતાના આત્મસ્વરૂપનો અનુભવ થઈ જાય છે. તે ત્રણેય લોકોના સ્વામીનું પદ પ્રાપ્ત કરીને તે સહજ સુખધામનો નિવાસી બની જાય છે જે પરમ જયોતિર્મય, નિર્મળ અને નિરાળું છે તથા તેના હૃદયમાં નિરંજન દેવ (નિર્વિકાર પરમાત્મા) પ્રગટ થઈ જાય છે. આને બતાવતાં અનુભવ પ્રકાશમાં કહેવામાં આવ્યું છેઃ
શ્રીગુરુએ આત્માનો બોધ કરાવ્યો છે. તેને પામીને જ જીવ સુખી થાય છે. એના વિષે ક્યાં સુધી કહેવામાં આવે? એ પોતે જ નિર્મળ અને અનુપમ પદ છે જેનો મહિમા અપાર છે. એ અલખ, અખંડ, પરમજ્યોતિર્મય અને સહજ સુખનો ભંડાર છે. પરંતુ આ આત્મા અનાદિ કાળથી સંસારના દુઃખ-દ્વન્દ્રમાં જ પોતાના માનીને તેમાં જ આનંદ માની રહ્યો હતો. આ જ ભૂલ તેના દુઃખનું મૂળ છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
198
જૈન ધર્મઃ સાર સંદેશ
સદ્ગુરુના વચનરૂપી અમૃતને પીવાથી આ ભૂલ મટે છે. જયારે આત્મચેતના જાગૃત થાય છે, ત્યારે અન્ય પદાર્થોની તરફ જોવાનું દૂર થઈ જાય છે. પોતાના સ્વરૂપ અને પોતાના પદને જોતાં જ આત્માને એ અનુભવ થઈ જાય છે કે તેનું પદ તો ત્રણેય લોકોના સ્વામીનું છે.
આજ અવર્ણનીય અનુભવના સંકેત આપતાં જ્ઞાનદર્પણમાં કહેવામાં આવ્યું છેઃ
મારું સ્વરૂપ અનુપમ વિરાજિતું મારામાં અન્ય ન દેખાય આવી જ્ઞાન કળા નિધિ ચૈતન્યમૂર્તિ એક અખંડ, મહા સુખ સ્થાન. પૂર્ણ સ્વયં પ્રતાપ લઈ જ્યાં યોગ નથી પરના સકળ વિવિધ. પોતે દેખી અનુભવ ભયો અતિ દેવ નિરજનને ઉર આણ્યા.
અર્થ - મારું અનુપમ સ્વરૂપ સુશોભિત થઈ રહ્યું છે. મારામાં કોઈ બીજું દેખાતું નથી. આ જ્ઞાનની પરિપૂર્ણ કલારૂપ એક અખંડ ચૈતન્ય મૂર્તિ છે જે પરમસુખનું ધામ છે. આ પોતાના પૂર્ણ પ્રતાપની સાથે પ્રકાશિત છે. જેમાં અન્ય બધી વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી કોઈનું પણ મિશ્રણ (મિલાવટ) નથી. પોતાની જાતનાં દર્શનથી એક નિરાળો અનુભવ થયો છે અને નિરંજન દેવ (નિર્વિકાર પરમાત્મા) હૃદયમાં વિરાજવા લાગ્યા છે.
આ જ છે ગુરુકૃપાનું અદ્ભુત ફળ.
શિષ્યનું કર્તવ્ય
પરમ દયાળુ ગુરુ સહજ ભાવથી જીવો પર દયા કરીને તેમને ઉપદેશ આપે છે, તેમને મોક્ષનો માર્ગ દેખાડે છે તથા તેમને આ માર્ગ પર ચાલવા માટે પ્રેરણા, ઉત્સાહ અને સહાયતા પ્રદાન કરે છે. પરંતુ શિષ્ય જો ગુરુની વાત જ ન સાંભળે, તેમનાથી વિમુખ રહે અને ક્રોધ, માન, માયા, લોભ વગેરેનો શિકાર થઈને કુમાર્ગ પર ચાલે, તો તેનો નિસ્તાર (ઉદ્ધાર) ભલા કેવી રીતે થઈ શકે છે? જો હિતોપદેશી ગુરુ જીવ-કલ્યાણ માટે ઉપદેશ આપે છે તો પોતાનું કલ્યાણ ચાહનાર જીવે પણ તે ઉપદેશનો લાભ ઉઠાવવા માટે પોતાના આવશ્યક
Page #200
--------------------------------------------------------------------------
________________
199 કર્તવ્યને નિભાવવું અત્યંત આવશ્યક છે. જો કોઈ પાત્ર ઊંધા મોંએ પડેલું હોય અથવા ગંદકી અર્થાત્ વિકારોથી ભરેલું હોય તો તે ભલા ગુરુનો પવિત્ર અમૃતમય ઉપદેશ કેવી રીતે ગ્રહણ કરી શકે છે? એટલા માટે એ આવશ્યક છે કે જીવ પોતાના જીવનની શુદ્ધતા પર ધ્યાન આપે, સદાચારના આવશ્યક નિયમોનું પાલન કરે, શ્રદ્ધાભાવથી ગુરુની પાસે જાય, ગુરુના ઉપદેશોને સાંભળે, તેમનાથી દીક્ષા લે અને પછી દઢતાની સાથે ગુરુએ બતાવેલા માર્ગ પર ચાલે. શિષ્યને માટે વિનમ્રભાવથી ગુરુની આજ્ઞામાં રહેવું તથા તેમની સેવા અને ભક્તિ કરવી આવશ્યક છે. પછી સંયમપૂર્વક આત્મ-સાધનામાં લાગીને આત્મ-શુદ્ધિ કરવી અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી સહજ થઈ જાય છે. આ આવશ્યક કર્તવ્યોનું દઢતાપૂર્વક પાલન કરનારો શિષ્ય જ ગુરુકૃપાનો પૂરો લાભ ઉઠાવીને પોતાના જીવનને સફળ બનાવી શકે છે. શિષ્યના કર્તવ્ય-સંબંધી આવી જ કેટલીક વાતો પર અહીં જૈનાચાર્યોના વિચાર પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે.
જે ભાગ્યશાળી જીવો છે તેઓ જ પોતાના સ્વરૂપને સમજવા અને પોતાનાં દુઃખોને દૂર કરવાના સંબંધમાં ગહનતાથી વિચારે છે. તેઓ કોઈ સાચા ગુરુની ખોજ કરે છે, તેમની પાસે જઈને તેમની પાસેથી ઉપદેશ ગ્રહણ કરે છે અને તેમના ઉપદેશાનુસાર આધ્યાત્મિક અભ્યાસમાં લાગીને પોતાના જીવનને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ સંબંધમાં પંડિત ટોડરમલજી કહે છેઃ
ભલો હોનહાર છે એટલા માટે જે જીવને એવો વિચાર આવે છે કે હું કોણ છું? મારું શું સ્વરૂપ છે? જીવ દુઃખી થઈ રહ્યો છે તેથી દુઃખ દૂર થવાનો શું ઉપાય છે?– મારે આટલી વાતોનો નિર્ણય કરીને જે કંઈ મારું હિત છે તે કરવું જોઈએ – આવા વિચારથી ઉદ્યમવંત (પ્રયત્નશીલ) બને છે. પુનશ્વ, આ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થાય છે એવું જાણીને અતિ પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે; કંઈક પૂછવું હોય તો પૂછે છે; તથા ગુરુઓએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે છે અને પોતાના વિચારથી સત્ય અર્થોનો નિશ્ચય કરીને જે કર્તવ્ય હોય તેનો ઉદ્યમી થાય છે. 62
Page #201
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
પારમાર્થિક માર્ગ પર ચાલનારા સાધકે પોતાના આહાર, વ્યવહાર, આચાર અને વિચારને શુદ્ધ રાખવા અને ગુરુના બતાવેલા સદાચારના નિયમોનું દૃઢતાથી પાલન કરવું અત્યંત આવશ્યક છે. એને સમજાવતા આચાર્ય કુંથુસાગરજી મહારાજ કહે છેઃ
200
આત્માને શુદ્ધ કરનારા આત્માના શુદ્ધ ભાવ છે. જે આત્માનું શરીર શુદ્ધ હોય છે તેના ભાવ પણ શુદ્ધ હોય છે. જેનું શરીર અશુદ્ધ હોય છે તેના ભાવ પણ અશુદ્ધ હોય છે. આ શરીરના બનવા અને વધવામાં જો કારણ સામગ્રી અશુદ્ધ હોય છે તો આ શરીર પણ અશુદ્ધ થાય છે તથા શરીરના બનવા કે વધવાનાં સાધન જો શુદ્ધ હોય છે તો શરીર પણ શુદ્ધ જ હોય છે. મનુષ્ય જે ભોજન કરે છે તે પણ શરીરના વધવાનું કારણ છે. શુદ્ધ શરીર પણ તે મદિરામાં સાદિક અશુદ્ધ પદાર્થોનું સેવન કરવાથી અવશ્ય જ અશુદ્ધ થઈ જાય છે. જ્યાં શરીરની અશુદ્ધતા હોય છે ત્યાં પરિણામો (આંતરિક ભાવો)માં અશુદ્ધતા હોવી સ્વાભાવિક છે. એટલા માટે આ મદિરા માંસાદિકના સેવનને ધર્મનો નાશ કરનાર બતાવ્યું છે.
એના સિવાય આ પદાર્થ અત્યંત ધૃણિત છે, જોવાને યોગ્ય પણ નથી. અનેક જીવોનો ઘાત કરવાથી ઉત્પન્ન થાય છે. એમનું સેવન કરવાથી ક્ષણભર માટે જીભનો સ્વાદ ભલે જ મળી જાય, પરંતુ તે ક્ષણભરનો સ્વાદ અનંત દુઃખોને દેનારો હોય છે. એટલા માટે હે આત્મ! તું એમનું સેવન કરવાનો સર્વથા ત્યાગ કર. એમનો ત્યાગ કરવાથી શરીર પવિત્ર થાય છે અને તેનાથી આત્મા અને તેનો ભાવ પવિત્ર થાય છે.
પ્રથમ તો શ્રેષ્ઠ ગુરુઓનો સમાગમ મળવો જ અતિ કઠિન છે. કોઈ વિશેષ શુભ કર્મના ઉદયથી જ ગુરુઓનો સમાગમ મળે છે. એવા ગુરુઓનો સમાગમ મળી જતાં તથા તેમની પાસેથી નિર્મળ વ્રતોને ગ્રહણ કરી લેતાં પછી તે વ્રતોનું ખૂબ પ્રયત્નોથી પાલન કરવું જોઈએ. તેમનામાં ન તો દોષ લગાવવો જોઈએ અને ન તેમનો ભંગ કરવો જોઈએ. આ પ્રમાણે નિર્દોષ વ્રતના પાલન કરવાથી જ શ્રાવક
Page #202
--------------------------------------------------------------------------
________________
ગુરુ
201
જન્મ (સાધકનો જન્મ) કૃતાર્થ ગણવામાં આવે છે. આ પ્રમાણે વ્રત (સદાચાર) પાલનથી મન પણ તે વ્રતોમાં તથા ધર્મ કે શીલ પાલનમાં અત્યંત દઢ થઈ જાય છે. 63
શિષ્ય અધૂરા જ્ઞાનના આધારે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકતો નથી. પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે તેને પૂર્ણ જ્ઞાનની આવશ્યકતા હોય છે. પૂર્ણ જ્ઞાન માત્ર પરમાત્મારૂપ પૂર્ણ જ્ઞાની ગુરુ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ એવા પૂર્ણ જ્ઞાની ગુરુનો પૂર્ણ લાભ ઉઠાવવા માટે શિષ્ય પણ પૂરી શુદ્ધતા અને દ્રઢતા સાથે તેમના બતાવેલા ઉપદેશોનું પાલન કરવું આવશ્યક છે. આ વાતની તરફ સંકેત કરતાં હુકમચંદ ભારિલ્લ કહે છેઃ
પરમાત્મા વીતરાગી અને પૂર્ણજ્ઞાની હોય છે, તેથી તેમનો ઉપાસક પણ વીતરાગતા અને પૂર્ણજ્ઞાનનો ઉપાસક હોવો જોઈએ. વિષયકષાય (વિષય-વિકારો)નો અભિલાષી વીતરાગનો ઉપાસક હોઈ જ શકતો નથી.64
ગુરુ સર્વજ્ઞાતા જ નહીં, સર્વદાતા અર્થાત્ બધું જ આપનારા પણ હોય છે. શિષ્યની પાસે તેમને આપવા માટે ભલા છે જ શું? છતાં પણ શિષ્ય શ્રદ્ધાભાવથી પોતાના તન-મન-ધન દ્વારા તેમની સેવા અને ભક્તિ કરવી જોઈએ અને પોતાનું સર્વસ્વ તેમને સમર્પિત કરવા માટે તૈયાર રહેવું જોઈએ. જો સાચા ગુરુ ન મળી શક્યા હોય, તો તેમને મળવાની તીવ્ર ચાહ કે લાલસા પોતાના હૃદયમાં સજાવી રાખવી જોઈએ. સાચી ચાહ રાખનારાને સાચો રાહ દેખાડનારા ક્યારેક ને કયારેક મળી જ જાય છે. સાચા ગુરુની તન-મન-ધનથી ભક્તિ કરવાનો ઉપદેશ આપતાં મૂળ શંકર દેસાઈ કહે છેઃ
ગુરુ એવા જ (નિસ્પૃહ અથવા લોભરહિત) હોય છે એવી શ્રદ્ધા રાખવી જોઈએ અને એવા ગુરુ મળવાથી તેમની તન-મન-ધનથી ભકિત કરવી જોઈએ. એવા ગુરુ ન મળે તો વેશધારીની ભક્તિ કરવી એ તો માત્ર ઝેર ખાઈને જીવવા બરાબર છે. વર્તમાનમાં હંસ જોવામાં આવતા નથી તો કાગડાને તો હંસ માનવા જોઈએ નહીં.
Page #203
--------------------------------------------------------------------------
________________
202
જૈન ધર્મ સાર સંદેશ એ પ્રમાણે યથાર્થ ગુરુ ન મળે તો ભાવના એવી રાખવી જોઈએ કે આવા નિસ્પૃહી ગુરુ ક્યારે મળે; તે ભાવના પણ સાતિશય પુણ્યબંધની જનની(અત્યાધિક પુણ્ય કર્મ ઉત્પન્ન કરનારી) છે.65
એ બતાવતાં કે સંત સદ્ગુરુની સેવા દ્વારા જ પરમ આનંદમય ધામની પ્રાપ્તિ થાય છે, ચંપક સાગરજી મહારાજ કહે છેઃ
તન મનની પીડા ટળે, ભવનું થાય જ્ઞાન, સંત ચરણને સેવતાં, પામે સુખ નિધાન.66
આચાર્ય કુંથુસાગરજી મહારાજ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જેઓ ગુરુ ધારણ કરતા નથી અને તેમની સેવાથી દૂર રહે છે તેમની ન લોકમાં શોભા થાય છે અને ન તો પરલોકમાં જ. તેઓ નગરા કે ગુરુમાર કહેવામાં આવે છે અને તિરસ્કાર (અપમાન કે અનાદર)ને પાત્ર માનવામાં આવે છે. આચાર્યજી કહે છેઃ
જે લોકો ગુરુઓની સેવા કરતા નથી અથવા પોતાના ગુરુઓને માનતા નથી તેઓ ગુરુમાર કહેવાય છે અને એટલા માટે ન તો તેઓ સંસારમાં શોભા પામે છે અને ન તો તેમની વિદ્યા પૂર્ણરૂપથી વિકસિત થાય છે. વિકસિત ન થવાથી તે વિદ્યા પૂર્ણરૂપથી પોતાના કાર્યને પણ કરી શકતી નથી. એટલા માટે ગુરુઓની સેવા કરવી, ગુરુઓને માનવા, તેમનો સમાગમ કરવો વગેરે કાર્ય પ્રત્યેક જીવને આત્મકલ્યાણ કરવા માટે પરમાવશ્યક છે.67
આજ્ઞાકારિતા, વિનમ્રતા અને સહનશીલતા શિષ્યના વિશેષ શૃંગાર છે, અર્થાત્ એમનાથી શિષ્યની વિશેષરૂપે શોભા થાય છે. શિષ્ય માટે એ અત્યાધિક લાભકારી પણ છે. આ ગુણોને ધારણ કરનારો શિષ્ય શીધ્ર જ ગુમ્ની પ્રસન્નતા પ્રાપ્ત કરીને પોતાનું કલ્યાણ કરી લે છે. શિષ્યના આ ગુણો પર પ્રકાશ નાંખતાં જિન-વાણીમાં કહેવામાં આવ્યું છેઃ
જે ગુસ્ની આજ્ઞાનું પાલન કરનારો હોય, અંતેવાસી, અર્થાત્ ગુરુની નિકટ રહેનારો હોય તથા પોતાના ગુના ઇગિત ઈશારાઓ તથા આકાર મનોભાવનો જાણકાર હોય તેને વિનીત કહે છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
ગુરુ
203
આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા, ગુજ્જનોના હૃદયથી દૂર રહેનારા, શત્રુ સમાન વિરોધી તથા વિવેકહીન સાધકને અવિનીત (ઉદંડ, નિરંકુશ, ગુસ્તાખ) કહે છે.
મહાપુરુષોની શિક્ષાથી કુદ્ધ (ગુસ્સે) થવું જોઈએ નહીં. ચતુર થઈને સહનશીલતા રાખવી જોઈએ.
કોપ (ક્રોધ) કરવો ચંડાળ કર્મ છે, જે કરવો જોઈએ નહીં. વ્યર્થ બકવાદ કરો નહીં. સમયની અનુકૂળતા અનુસાર ઉપદેશ શ્રવણ કરીને પછી તેનું એકાંતમાં ચિંતન-મનન કરવું જોઈએ. ભૂલથી જો કદાચિત ચાંડાલ ભાવે ક્રોધ થઈ જાય તો તેને ક્યારેય છૂપાવો નહીં. જો દોષ થઈ જાય તેને ગુરુજનોની સમક્ષ સ્વીકાર કરી લો. જો પોતાનો દોષ ન હોય તો વિનયપૂર્વક તેને સ્પષ્ટ કરી દેવો જોઈએ.
આ મારું પરમ સૌભાગ્ય છે કે મહાપુરુષ મને મીઠો ઉપાલભ્ય (ઠપકો અથવા ફરિયાદ) અથવા કઠોર શબ્દોમાં ભર્જના (નિંદા) કરે છે. એનાથી મારું પરમ કલ્યાણ થશે, એવું માનીને તેનો વિવેકપૂર્વક પાલન કરે. ગુજનની શિક્ષા, દંડ કઠોર તથા કઠિન હોવા છતાં પણ દુષ્કતનો નાશક હોય છે. એટલા માટે ચતુર સાધક તેને પોતાના હિતકારી માને છે. પરંતુ અસાધુજન તેને દ્વેષ-જનક અને ક્રોધકારી સમજી બેસે છે.
સાધુ પુરુષ તો એમ સમજે છે કે ગુરુજી મને પોતાનો પુત્ર, લઘુભ્રાતા અથવા સ્વજન સમાન માનીને એવું કરી રહ્યા છે. એટલા માટે તે ગુરુજીની શિક્ષા (દંડ)ને પોતાનું કલ્યાણકારી માને છે. પરંતુ પાપ દ્રષ્ટિવાળો શિષ્ય તે દશામાં પોતાને દાસ માનીને દુઃખી થાય છે.
જો કદાચિત્ આચાર્ય (ગુરુ) કુદ્ધ થઈ જાય તો પોતાના પ્રેમથી તેમને પ્રસન્ન કરો. હાથ જોડીને તેમનો વિનય (વિનંતી) કરો તથા ક્ષમા માગીને તેમને વિશ્વાસ અપાવો કે ભવિષ્યમાં તેવો દોષ ફરી ક્યારેય કરીશ નહીં.
આચાર્ય (ગુરુ)ના મનના ભાવ જાણીને અથવા તેમનું વચન સાંભળીને સુશિષ્ય તેને વાણી દ્વારા સ્વીકાર કરીને કાર્ય દ્વારા તેને આચરણમાં લાવવું જોઈએ.
Page #205
--------------------------------------------------------------------------
________________
204
જૈન ધર્મ સાર સંદેશ વિનીત સાધક પ્રેરણા વિના જ પ્રેરિત થાય છે, તે બાજુ આજ્ઞા થઈ અને અહીં કામ પૂરું થયું એવી તત્પરતાની સાથે તે સદેવ પોતાના કર્તવ્યો કરતો રહે છે.
શિક્ષા સંબંધી ઉપરોક્ત નિયમોને જાણીને જે બુદ્ધિમાન શિષ્ય વિનય ધારણ કરે છે તેનો યશ લોકમાં ફેલાય છે. અને જેમ આ પૃથ્વી પ્રાણી માત્રનો આધાર છે તેવી જ રીતે તે વિનયી શિષ્ય આચાર્યો (ગુઓ)નો આધારભૂત થઈને રહે છે. 8
શિષ્ય સદા ગુસ્ની આજ્ઞામાં રહેતા અને પોતાની પૂરી જવાબદારી નિભાવતાં ગુસ્ના ઉપદેશનું પાલન કરવું જોઈએ. ગુજ્ઞી બતાવેલી સાધનામાં દઢતાપૂર્વક લાગવું, સાંસારિક પદાર્થોમાં હું-મારુંની ભાવના (આપાભાવ)ને નષ્ટ કરવી અને પોતાના વાસ્તવિક સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરવા માટે ભરપૂર પ્રયત્ન કરવો શિષ્યનું અત્યંત આવશ્યક કર્તવ્ય છે. એના માટે ગુરુદેવ વારંવાર ઉપદેશ આપે છે, ચેતવે છે અને પ્રેરિત કરે છે. પરંતુ આ કાર્ય તો શિષ્ય સ્વયં જ કરવાનું છે, એના બદલામાં કોઈ બીજું તો કરી શકતું નથી. પર (આત્માથી ભિન્ન પદાર્થો)માં આપાભાવ માનીને જીવે સ્વયં જ પોતાને દુઃખમાં નાખી રાખ્યો છે. એટલા માટે તેણે સ્વયં જ આ જૂઠા આપાભાવને નષ્ટ કરવો પડશે અને આત્માનુભવ પ્રાપ્ત કરીને પોતાનાં દુઃખોને દૂર કરવા પડશે. એને સ્પષ્ટ કરતાં અનુભવ પ્રકાશમાં કહેવામાં આવ્યું છેઃ
જે પર (પોતાનાથી ભિન્ન) છે, અર્થાત્ જે પોતાનું નથી, તેને પોતાનું માનીને પોતાના જ આપાભાવ (હું-મારુંનો ભાવ)થી તું દુઃખી બનેલો છે. તને દુઃખ દેનારો કોઈ બીજો નથી, તારી જ ભાવનાએ તારો ભવ (સંસાર) બનાવ્યો છે, અજન્મા (જન્મરહિત આત્મા) ને જન્મ આપ્યો છે. પોતાનાથી ભિન્ન (પર)ને જોઈને તે પોતાને ભૂલાવી દીધો - આ રીતે આ અવિદ્યા તારી જ ફેલાયેલી છે. આ અવિદ્યાભાવથી જે કર્મ કરવામાં આવે છે તેમનામાંથી તું આત્મભાવને કાઢી લે. પછી આત્મભાવ નીકળી જતાં જડ કર્મ તારું કંઈ પણ બગાડી શકશે નહીં, અર્થાત્ તું નિષ્કર્મ અને નિર્વિકારી બની રહેશે. આ પ્રમાણે
Page #206
--------------------------------------------------------------------------
________________
ગુરુ
તારી શક્તિ અપરંપાર અસીમ છે. પોતાનાથી ભિન્ન (પર)માં આત્મભાવના કરવાના કારણે જ તું ભવ (સંસારચક્ર)માં પડેલો છે, અને તેં પોતાના સંસારનો વિસ્તાર કર્યો છે. હવે આત્મભાવના કે આત્મધ્યાન દ્વારા તું પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે જે અવિનાશી, અનુપમ, નિર્મળ, અચલ, પરમપદરૂપ, સારતત્ત્વ, સત-ચિત્આનંદમય, અવિકારી, ચેતન, અરૂપી, અજર અને અમર છે. તો પછી આવી ભાવના કેમ ન કરવામાં આવે?છ
205
શરીર અને ઇંદ્રિયોના સુખ-આરામમા ભૂલીને આત્મજ્ઞાન અને આત્મસુખની પ્રાપ્તિમાં શિથિલતા કે લાપરવાહી દેખાડવી મોટી ભૂલ છે. આત્મજ્ઞાનથી જ મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. એટલા માટે શિષ્યે શરીરાદિની તુલનામાં પોતાના આત્માને સંવારવાનો અને તેને રત્નત્રયના અલંકારથી સુશોભિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને સમજાવતાં કાનજી સ્વામી કહે છેઃ
જીવ વ્યર્થનો મોહ કરીને દુઃખી થાય છે. મારી માતા, મારો પુત્ર, મારી પુત્રી, મારી બહેન, મારો ભાઈ – એવું મમત્વ કરે છે, પરંતુ હે જીવ! તું તો જ્ઞાન છે, તું તો આનંદ છે; આમ પોતાના જ્ઞાન-આનંદને અનુભવમાં લે; તેઓ તારાથી ક્યારેય જુદા થશે નહીં. માતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-બહેન તો જુદા જ છે; તેઓ જો આત્માના જ હોત તો જુદા શા માટે પડત? અને તેમના વિના આત્મા કેવી રીતે ટકતે? આત્મા તો તે બધાંથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છે; તેનું જ્ઞાન તેનાથી ક્યારેય જુદું પડતું નથી! એવા જ્ઞાનસ્વરૂપથી જ્યારે પોતાને અનુભવમાં લઈએ ત્યારે જ આત્માનું સાચું જ્ઞાન થાય છે અને ત્યારે જ આત્માને પરથી ભિન્ન માનવો કહેવાય છે. શરીર સુંદર હોય કે કુરૂપ તે જડનું રૂપ છે, આત્મા તે રૂપ ક્યારેય થયો નથી. જે જડ છે તે ત્રણેય કાળ જડ જ રહે છે, અને જે ચેતન છે તે ત્રણેય કાળ ચેતન જ રહે છે. જડ અને ચેતન ક્યારેય પણ એક થતા નથી; શરીર અને આત્મા જુદા જ છે. આવા આત્માને અનુભવમાં લેવાથી સમ્યગ્દર્શન થઈને અપૂર્વ શાંતિ થાય છે. આવા આત્માની ધર્મ દ્રષ્ટિ વિના મિથ્યાત્વ
દેવ
Page #207
--------------------------------------------------------------------------
________________
206
જૈન ધર્મ સાર સંદેશ મટતું નથી, દુઃખ ટળતું નથી અને શાંતિ થતી નથી. ... શરીર તો જડ, અર્થાત્ ચેતનાથી રહિત મૃતક ફ્લેવર છે – શું તેની સજાવટથી આત્માની શોભા છે? – નહીં; ભાઈ! સમ્યક્તરૂપી મુકુટથી અને ચારિત્ર્યરૂપી હારથી પોતાના આત્માને અલંક્ત કરો. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયથી આત્માની શોભા છે. ચેતન ભગવાનની શોભા જડ શરીર દ્વારા થતી નથી; તેથી દેહ દ્રષ્ટિ છોડીને આત્માને ઓળખો – આવો ઉપદેશ છે.
.... આત્માનું સાચું સ્વરૂપ સમજો અને પોતાની મિથ્યાત્વરૂપ ભૂલને દૂર કરો, – એવી શ્રી ગુસ્ની શિક્ષા છે.10
શિષ્યએ ગુસ્નાં વચનોને પોતાના હૃદયમાં વસાવી લેવાં જોઈએ અને તેમનાં બતાવેલાં સાધનો દ્વારા મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. પોતાના શરીરના સુખ-આરામ માટે નાહક સમય ગુમાવવો ઉચિત નથી. આ જ ભાવનાને પ્રગટ કરતાં આચાર્ય પરમનંદિ કહે છેઃ
ભવતુ ભવતુ યાદૃફ તાદૃગેતપુર્મો હદિ ગુસ્વચન ચેદસ્તિ તત્તત્ત્વદશિll ત્વરિતમસમસારાનંદકંદાયમાના ભવતિ યદનુભાવાદક્ષયા મોક્ષલક્ષ્મીઃા ભાવાર્થ - જો કે આ શરીર આવું અપવિત્ર ક્ષણિક છે તો એવું જ રહે, પરંતુ જો પરમ ગુનું વચન જે તત્ત્વને દેખાડનારું છે મારા મનમાં રહે તો તેના પ્રભાવથી અર્થાત્ તે ઉપદેશ પર ચાલવાથી મને આ જ શરીર દ્વારા અનુપમ અને અવિનાશી આનંદથી ભરપૂર મોક્ષલક્ષ્મી શીધ્ર જ પ્રાપ્ત થઈ જાય.1
શ્રાવક પ્રતિક્રમણસારમાં પણ કહેવામાં આવ્યું છે કે શ્રેષ્ઠ ગુને પ્રાપ્ત કરીને પ્રમાદરહિત થઈને (લાપરવાહીને ત્યાગીને) પોતાના લક્ષ્યની પ્રાપ્તિમાં દઢતાથી લાગી રહેવું જોઈએઃ
નૃજન્મલાભે સ્વવિવેકદ્ર વા, સુદુર્લભ શ્રેષ્ઠગુરું ચ લધ્વા. કદાપિ ચિત્તે કુરુ મા પ્રમાદ, ક્ષમસ્વ લોકસ્થિત સર્વજીવાત્T
Page #208
--------------------------------------------------------------------------
________________
ગુરુ
અર્થ આ સંસારમાં મનુષ્ય-જન્મની પ્રાપ્તિ થવી અત્યંત કઠિન છે. જો કોઈ વિશેષ પુણ્યકર્મના ઉદયથી મનુષ્ય-જન્મની પ્રાપ્તિ થઈ જાય અને પછી તે જ મનુષ્ય-જન્મમાં પોતાના આત્મજ્ઞાનને દેનાર અત્યંત દુર્લભ અને કૃપાનાં સાગર શ્રેષ્ઠ નિગ્રંથ (બંધન મુક્ત) ગુરુની પ્રાપ્તિ થઈ જાય તો પછી મનુષ્યે પોતાના હૃદયમાં ક્યારેય પ્રમાદ કરવો જોઈએ નહીં. ત્રણેય લોકોમાં જેટલા જીવ છે તે બધાને ક્ષમા કરી દેવા જોઈએ (અર્થાત્ તેમના પ્રતિ સદા અહિંસા અને ક્ષમાનો ભાવ રાખવો જોઈએ).72
ગુનામાં અનુપમ ઉપકારને ધ્યાનમાં રાખીને શિષ્યના હૃદયમાં ગુરુ પ્રતિ સૌથી અધિક શ્રદ્ધા અને ભક્તિનો ભાવ હોવો જોઈએ જૈન સિધ્ધાંત પ્રવેશ રત્નમાલા અનુસાર શિષ્યની દ્રષ્ટિએ ગુરુનો મહિમા ગોવિંદથી પણ વધારે છે, કારણ કે તેઓ જ કૃપા કરીને ગોવિંદ (પરમાત્મા)ને મળવાનો માર્ગ દેખાડીને ગોવિંદ સાથે મળાવે છે. એટલે જ તો આ ગ્રંથમાં કહેવામાં આવ્યું છેઃ
જ
ગુરુ અને દેવ બન્ને ઊભા, કોને લાગું પાય,
બલિહારી શ્રી ગુરુદેવની, ભગવાન દીધો બતાવી.73
207
શિષ્યને પોતાના ગુરુ પ્રતિ ઊંડી ભક્તિ-ભાવના હોવી જોઈએ અને તેના ચિત્તમાં ગુરુના સત્સંગ અને ગુના ધ્યાનનો હંમેશાં ચાવ (પ્રેમ) હોવો જોઈએ. નીચે આપવામાં આવેલી પ્રાર્થનામાં ભક્ત પોતાના ગુના મહિમાનાં ગુણ-ગાન કરતાં તેમના પ્રત્યે આવી જ ભાવના વ્યકત કરે છેઃ
જેમણે રાગ દ્વેષ કામાદિક જીત્યા, સર્વ જગ જાણી લીધું, સૌ જીવોને મોક્ષ માર્ગનો, નિસ્પૃહ થઈ ઉપદેશ દીધો. બુદ્ધ, વીર, જિન, હરિ હરબ્રહ્મા, કે તેને સ્વાધીન કહો, ભક્તિ ભાવથી પ્રેરિત થઈ, આ ચિત્ત તેમાં જ થઈ લીન રહો.IIIII વિષયોની આશા નહીં જેમને, સામ્ય-ભાવ ધન રાખે છે. નિજ-પરની હિત-સાધનામાં, જે નિશ-દિન તત્પર રહે છે, સ્વાર્થ-ત્યાગની કઠિન તપસ્યા, વિના ખેદ જે કરે છે,
Page #209
--------------------------------------------------------------------------
________________
208
એવા જ્ઞાની સાધુ જગતના, દુઃખ સમુહને હરે છે.II2 રહે સદા સત્સંગ તેમનો જ, ધ્યાન તેમનું જ નિત્ય રહે, તેમના જેવી ચર્યામાં આ ચિત્ત સદા અનુરક્ત રહે.
હુકમચંદ ભારિલ્લે પણ પોતાની ગુરુ-સ્તુતિમાં આવી જ ભક્તિ ભાવના પ્રગટ કરી છેઃ
તે વાણીના અંતર્તમને, જે ગુરુઓએ પિછાણ્યું છે.
તે ગુરુવર્યના ચરણોમાં,મસ્તક બસ આપણે ઝુકાવવાનું છે.
ગુને મળવાની અને ગુરુને પોતાનાં હૃદયમાં વસાવવાની કેટલી પ્રબળ ઇચ્છા શિષ્યને હોવી જોઈએ તેની એક ઝલક ભૂધરદાસજીની આ ભાવભરી વિનંતીમાં જોઈ શકાય છેઃ
જેમના અનુગ્રહ વિના કદી નહિ કપાય કર્મ જંજીર, તે સાધુ મારા ઉર વસો મમ હરે પાપ પીડ .
જે કાચ કંચન સમ ગણે અરિ મિત્ર એક સ્વરૂપ . નિન્દા વડાઈ સાશ્રિખી વન ખંડ શહેર અનૂપ.
સુખ દુઃખ જીવન મરણમાં નહીં ખુશી નહીં દિલગીર, સાધુ મેરા ઉર વસો મમ હરે પાપ પીડ.
તે
કર જોડી ભૂધર વિનવે ક્યારે મળે તે મુનિરાજ,
આ આશ મનની ક્યારે ફળે મમ સરે સઘળાં કાજ,
સંસાર વિષમ વિદેશમાં જે વિના કારણે વીર,
જૈન ધર્મઃ સાર સંદેશ
તે
સાધુ મેરા ઉર વસો મમ હરે પાપ પીડ. 7
દોલતરામજી પણ પોતાની વિનંતીમાં શિષ્યની વિનમ્રતા અને તેના મનોભાવને ખૂબ જ માર્મિક ઢબે વ્યક્ત કરતાં કહે છેઃ
અમારી વીર હરો ભવ પીડ,
હું, દુઃખી તપિત દયામૃત-સાગર, દેખી આવ્યો તમારા તીર,
તમે પરમેશ્વર મોક્ષમાર્ગદર્શક, મોહ દાવાનળ નીર.
તમે વિના હેતુ જગત ઉપકારી, શુદ્ધ ચિદાનંદ ધીર
Page #210
--------------------------------------------------------------------------
________________
209
ગુરુ
ગણપતિ જ્ઞાન સમુદ્ર ન લધે, તમે ગુણ સિંધુ ગંભીર, યાદ નથી મેં વિપત્તિ સહી જે, ઘરી-ધરી અનંત શરીર. તમારા ગુણ ચિંતનથી નાશે ભય, જેમ વાદળ ચાલતાં સમીર. કોટિવારની અરજ આ જ છે, હું દુઃખ સહું અધીર. હરી વેદના ફંદ “દીલ”ની કાપો કર્મ જંજીર.
અર્થ - હે વીર! અમારી સંસાર-ચક્રની વ્યથાને દૂર કરો. હે દયા-અનુકંપાના સમુદ્ર! હે પરમ કારૂણિક! હું દુઃખોથી સંતપ્ત (તપેલો) છું અને દુઃખ-પરિહારાર્થ (દુઃખથી મુક્ત થવા માટે) આપના કૃપાસિંધુ તટ પર ઉપસ્થિત થયો છું. આપ પરમેશ્વર છો, મોક્ષપથના દર્શયિતા છો તથા મોહરૂપ પ્રચંડ દાવાનળને શમન કરવામાં નીર-સમાન છો. આપ હેતુ વિના વિશ્વનો ઉપકાર કરનારા છો, શુદ્ધ પરમાત્મા છો, ધીર છો. આપના અપાર જ્ઞાન-સમુદ્રને ગણપતિ પણ ઉલ્લંઘન કરી શકતા નથી (અર્થાત્ તેને પાર કરી શકતા નથી), આપ ગંભીર ગુણ-સિંધુ છો. મેં અનંત શરીર ધારણ કરતાં જે વિપત્તિઓને સહન કરી, તેમનું સ્મરણ નથી, અર્થાત્ તે એટલી અધિક અને વિપુલ છે કે
સ્મરણ રાખવું પણ દુષ્કર (કઠિન) છે. આપના ગુણોનું ચિંતન કરવાથી તે સમસ્ત ભયોનો તેવી જ રીતે નાશ થઈ જાય છે જેવી રીતે પવનનાં ચાલવાથી વાદળ વિખેરાઈ જાય છે. મારી આજ કોટિશઃ પ્રાર્થના છે કે હું અધીર દુઃખ ભોગવી રહ્યો છું. આપ આ “દોલતની કર્મ શૃંખલાઓનો નિકન્તન (નાશ) કરીને વેદના-જાળથી મુક્ત કરી દો.77
કુગુરુની સેવાથી હાનિ મનુષ્ય-જીવનમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. વાસ્તવમાં મોક્ષ પ્રાપ્તિ જ મનુષ્ય-જીવનનું લક્ષ્ય છે. આ લક્ષ્યની પ્રાપ્તિ ગુમ્ની કૃપા અને સહાયતાથી જ થાય છે. ગુરુ જ મોક્ષનો માર્ગ દેખાડે છે. એટલા માટે જો સાચો માર્ગ દેખાડનારા ગુની ખોજ કર્યા વિના આપણે કોઈ નકલી અથવા પાખંડી ગુના કહેવામાં આવીને ખોટા માર્ગમાં લાગી જઈએ તો આપણે પોતાના લક્ષ્યથી
Page #211
--------------------------------------------------------------------------
________________
210
જૈન ધર્મ સાર સંદેશ વિમુખ થઈ જઈશું અને પોતાના લક્ષ્યની પ્રાપ્તિ ન કરીને અનેક યોનિઓમાં ભટકતા રહીશું. આ પ્રમાણે આપણું માનવ જીવન નિષ્ફળ થઈ જશે. એટલા માટે ગુરુ ધારણ કરવામાં અત્યંત સાવધાનીની આવશ્યકતા છે. એને સ્પષ્ટ કરતાં હુકમચંદ ભાવિલ કહે છેઃ
ગુસ્ના સ્વરૂપને સમજવામાં અત્યંત સાવધાનીની આવશ્યકતા છે. કારણ કે ગુરુ તો મુક્તિના સાક્ષાત્ માર્ગ-દર્શક હોય છે. જો તેમના સ્વરૂપને સારી રીતે ન સમજી શક્યા તો ખોટા ગુસ્ના સંયોગથી ભટકી જવાની સંભાવના અધિક બનેલી રહે છે. 78
એટલા માટે ગુરુ ધારણ કરતાં પહેલાં તેમના સંબંધમાં, જ્યાં સુધી બની શકે, તપાસ કરી લેવી જોઈએ. જે ઉદેશ્યની પૂર્તિ માટે ગુરુ ધારણ કરવામાં આવે છે, તે મનુષ્ય-જીવનનો સૌથી મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે. એટલા માટે વિચાર્યાસમજ્યા વિના કોઈ અંધ પરંપરાના પ્રભાવમાં આવીને અથવા કોઈ પ્રચલિત લોક-રીતિને નિભાવવા માટે કોઈને ગુરુ ધારણ કરવું હિતકારક થવાને બદલે હાનિકારક થઈ શકે છે. એટલા માટે આપણે સારી રીતે સમજી બૂઝીને નકલી અથવા ઢોંગી ગુસ્થી બચીને રહેવું જોઈએ અને કેવળ સાચા ગુને જ ધારણ કરવા જોઈએ. આ સંબંધમાં નાથુરામ ડોંગરીય જૈન કહે છેઃ
પ્રત્યેક વ્યક્તિએ સંસારમાં ફેલાયેલા દરેક “ધર્મ' નામની વસ્તુ પર અથવા દેવી, દેવતાઓ, ધર્મશાસ્ત્રો અને ગુઓ પર અંધ બનીને વિશ્વાસ ક્યારેય કરવો જોઈએ નહીં. જ્યારે આપણે પૈસાની હાંડીને પણ ઠોકી-વગાડીને ખરીદીએ છીએ તો જે ધર્મ અથવા દેવ, ગુરુ વગેરેના દ્વારા આપણે સંસાર-સમુદ્રથી પાર થઈને સાચું સુખ પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ, તેમનો અંધ બની સહારો લેવો, ભલે તેનાથી નુકશાનને બદલે લાભ જ કેમ ન હોય, બુદ્ધિમતા હોઈ શકે નહીં, ... જે આત્મજ્ઞાનથી શૂન્ય, રાત-દિવસ વિષય-કષાયોમાં મસ્ત રહેતો હોય છે, તે રાગી, દ્વેષી, આડંબરી અને ઢોંગી સાધુ કદાપિ સાચો ગુરુ હોઈ શકે નહીં.79
Page #212
--------------------------------------------------------------------------
________________
ગુરુ
211
આચાર્ય કુંથુસાગરજી મહારાજ પણ આપણને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં ચેતવે છે કે અનેકાનેક યોનિઓમાં ભટકાવનારા કુગુથી આપણે બચવું જોઈએ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારા સદ્ગુરુ (સાચા ગુરુ)ની સેવામાં લાગવું જોઈએ તેઓ કહે છેઃ
હે આત્મન્ કુગુઓની સેવા કરવાથી જ તે આજ સુધી સદાકાળ અત્યંત કલેશ અને ભ્રાંતિ ઉત્પન્ન કરનારા નિગોદ (અત્યંત અવિકસિત સૂક્ષ્મતમ યોનિ)માં પરિભ્રમણ કર્યું છે, મહાદુઃખ દેનારા પ્રતિક્ષણ પ્રાણોનું હરણ કરનારા અત્યંત નિંદનીય નરકમાં પરિભ્રમણ કર્યું છે અને અત્યંત નિકૃષ્ટ યોનિ કહેવડાવનારી તિર્યંન્ચગતિમાં પરિભ્રમણ કર્યુ છે. હે શિષ્ય! આ પ્રમાણે તે વીતરાગ નિર્ઝન્થ (બંધન મુક્ત) ગુસ્ની સેવા ન કરવાથી અને કુગુરૂની સેવા કરવાથી અનંત કાળ સુધી સંસાર રૂપી મહાસાગરમાં પરિભ્રમણ કર્યું. એટલા માટે હવે તું કુગુઓની સેવા કરવાનો સર્વથા ત્યાગ કરી દે. કૃપાના સાગર સમસ્ત જીવો પર દયા ધારણ કરનારા વીતરાગ નિર્ગુન્થ ગુઓની સેવા કરવાથી મોક્ષરૂપી સ્વરાજ્ય (પોતાનું અર્થાત્ આત્માનું રાજ્ય) તારે આધીન થઈ જશે. કુગુરુ પથ્થરની નાવ સમાન હોય છે, પોતે પણ ડૂબે છે અને પોતાનાં સેવકને પણ લઈને ડૂબે છે. એટલા માટે એવા કુગુઓથી સદા બચીને રહેવું જોઈએ.
નિર્ઝન્થ ગુરુ સદા મોક્ષમાર્ગમાં લાગેલા રહે છે તથા શિષ્યોને પણ મોક્ષમાર્ગમાં લગાવે છે. એટલા માટે આવા શ્રેષ્ઠ ગુઓની સેવાથી આ જીવને શીધ્ર જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે.80
ગુરુ હોવાનો દંભ કરનારા અથવા વિશેષ પ્રકારના વેશ ધારણ કરનારા કુગુઓને ઓળખવા આસાન નથી. એટલા માટે કુગુઓની ઓળખ કરવા માટે પંડિત ટોડરમલ થોડા સંકેત આપતાં કહે છે.
જે જીવ વિષય-કષાયાદિ (વિષય-વિકારાદિ) અધર્મરૂપ તો પરિણમિત હોય (કર્મ કરે) છે, અને માનાદિકથી પોતાને ધર્માત્મા માને છે, ધર્માત્માને યોગ્ય નમસ્કરાદિ ક્રિયા કરાવે છે, અથવા કિંચિત્
Page #213
--------------------------------------------------------------------------
________________
212
જૈન ધર્મ સાર સંદેશ ધર્મનું કોઈ અંગ ધારણ કરીને મોટા ધર્માત્મા કહેવડાવે છે, મોટા ધર્માત્મા યોગ્ય ક્રિયા કરાવે છે – આ પ્રમાણે ધર્મનો આશ્રય કરીને પોતાને મોટા મનાવે છે, તે બધા કુગુરુ જાણવા.
ત્યાં કેટલાય તો કુળ દ્વારા પોતાને ગુરુ માને છે. તેમાં કેટલાક બ્રાહ્મણાદિક તો કહે છે – અમારું કુળ જ ઊંચુ છે, એટલા માટે અમે બધાના ગુરુ છીએ. પરંતુ કુળની ઉચ્ચતા તો ધર્મ સાધનથી છે જો ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થઈને હીન આચરણ કરે તો તેને ઉચ્ચ કેવી રીતે માનીએ? જો કુળમાં ઉત્પન્ન થવાથી જ ઉચ્ચપણું રહે, તો માંસભક્ષણાદિ કરે તો પણ તેને ઉચ્ચ જ માનો; તો તે બનતું નથી.
તથા કોઈ કહે છે કે અમારા કુળમાં મોટા ભક્તો થયા છે, સિદ્ધ થયા છે, ધર્માત્મા થયા છે; અમે તેમની સંતતિમાં છીએ, એટલા માટે અમે ગુરુ છીએ. પરંતુ તે વડાઓના વડા તો એવા ઉત્તમ હતા નહીં; જો તેમની સંતતિમાં ઉત્તમ કાર્ય કરવાથી ઉત્તમ માનો છો તો ઉત્તમ પુરુષની સંતતિમાં જે ઉત્તમ કાર્ય ન કરે, તેને ઉત્તમ શા માટે માનો છો? ... એટલા માટે મોટાઓની તુલનામાં મહંત માનવા યોગ્ય નથી. આ પ્રમાણે કુળ દ્વારા ગુપૂણાને માનવું એ મિથ્યા ભાવ જાણવો.
. કેટલાય કોઈ પ્રકારનો વેષ ધારણ કરવાથી ગુસ્પણું માને છે; પરંતુ વેશ ધારણ કરવાથી કયો ધર્મ થયો કે જેનાથી ધર્માત્મા-ગુરુ માનીએ? ત્યાં કોઈ ટોપી લગાવે છે, કોઈ ગોદડી રાખે છે, કોઈ ફકીરનો ચોલો પહેરે છે, કોઈ ચાદર ઓઢે છે, કોઈ લાલ વસ્ત્ર રાખે છે, કોઈ શ્વેત વસ્ત્ર રાખે છે, કોઈ ભગવું રાખે છે, કોઈ ટાટ (ગૂણપાટ) પહેરે છે, કોઈ મૃગચર્મ રાખે છે, કોઈ રાખ લગાવે છે વગેરે અનેક સ્વાંગ બનાવે છે. આવા સ્વાંગ બનાવવામાં ધર્મનું કયું અંગ થયું? ગૃહસ્થોને ઠગવાના હેતુએ આવા વેશ જાણવા, જો ગૃહસ્થ જેવો પોતાનો સ્વાંગ રાખે તો ગૃહસ્થ ઠગાશે કેવી રીતે? અને એમને તેમના દ્વારા આજીવિકા અને ધનાદિક અને માનાદિનું પ્રયોજન સાધવાનો છે; એટલા માટે આવા સ્વાંગ બનાવે છે. ભોળું જગત તે સ્વાંગને જોઈને ઠગાય છે અને ધર્મ થયો માને છે; પરંતુ આ ભ્રમ છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
ગુરુ
સર્પને જોઈને કોઈ ભાગે, તેને તો લોકો કંઈ પણ કહેતા નથી, હાય હાય! જુઓ તો, જે કુગુરુ રૂપી! સર્પને ત્યજે છે. તેને મૂઢ લોકો દુષ્ટ કહે છે, બૂરુ બોલે છે.
અહો, સર્પ દ્વારા તો એકવાર મરણ થાય છે અને કુગુરુ અનંત મરણ આપે છે – અનંત વાર જન્મ-મરણ કરાવે છે. એટલા માટે હે ભદ્ર! સર્પનું ગ્રહણ તો ભલું અને કુગુનું સેવન ભલું નથી.
81
સાચા ગુરુ પોતાના શિષ્યોને મોક્ષપદની પ્રાપ્તિ કરાવનારા ધર્મનો અભ્યાસ કરાવે છે અને કુમાર્ગમાં લઈ જનારા અધર્મથી દૂર રાખે છે. પરંતુ મોક્ષમાર્ગથી વિમુખ કરાવનારા કુગુરુ પોતાના શિષ્યોને કુમાર્ગમાં નાંખીને અનેક જન્મો સુધી દુઃખી બનાવી રાખે છે. એટલા માટે મોક્ષાર્થીએ લોક-લાજ અને કુળ-પરંપરાની પરવા ન કરીને નિર્ભયતાથી અધર્મની તરફ લઈ જનારા કોઈ પણ પ્રકારના ફુગુને ત્યાગી દેવો જોઈએ અને તે સાચા ગુરુને ધારણ કરવા જોઈએ જે દિવ્યધ્વનિ દ્વારા મોક્ષમાર્ગને દેખાડે છે. આને સ્પષ્ટ કરતાં કાનજી સ્વામી કહે છેઃ
તે કુગુરુ છે; મિથ્યાત્વને કારણે તેઓ સ્વયં તો પથ્થરની નાવની જેમ સંસાર સમુદ્રમાં ડૂબે છે; અને અન્ય જે જીવ વિતરાગી ગુરુઓનું સ્વરૂપ ન ઓળખીને એવા કુગુરુઓને સાચા સમજીને તેમનું સેવન કરે છે તેઓ પણ સંસાર સમુદ્રમાં ડૂબે છે.
પ્રશ્નઃ- કોઈ કુગુરુ મળી જાય તો શું કરવું?
ઉત્તરઃ- તો એવું જાણવું કે આ સાચા ગુરુ નથી; તે સ્વયં પણ મિથ્યાભાવથી દુઃખી છે અને તેનું સેવન કરનારો જીવ પણ મિથ્યાભાવની પુષ્ટિથી દુઃખી છે, - એવું સમજીને આપણે તેનું સેવન છોડવું. એમાં કોઈનું અપમાન કરવાની કે દ્વેષ કરવાની વાત નથી, પરંતુ પોતાના આત્માને મિથ્યાત્વાદિ દોષોથી બચાવવાની વાત છે.
213
ધરમમાં શરમ હોતી નથી, અર્થાત્ શરમથી અથવા લોક્લાજથી પણ કુગુરુઓનું સેવન ધર્મી જીવ કરતા નથી.
Page #215
--------------------------------------------------------------------------
________________
214
જૈન ધર્મ સાર સંદેશ પોતાનું હિત ચાહનારા મુમુક્ષુ જીવને દુનિયાની સ્પૃહા હોતી નથી, દુનિયા શું બોલશે – એ જોવા માટે તેઓ રોકાતા નથી; દુનિયાથી ડરીને અસત્ દેવ-ગુરુ-ધર્મનું સેવન તેઓ ક્યારેય કરતાં નથી; પ્રાણ ચાલ્યા જાય તો પણ સાચા દેવ-ગુરુ-ધર્મથી વિપરીત કોઈને તેઓ માનતા નથી. તેમને પોતાના અંતરમાં વીતરાગતા જ ઈષ્ટ છે.82
એટલા માટે જૈન ધર્મમાં જ્યાં એક તરફ આપણા મનુષ્ય-જીવનને સવારનારા અને સફળ બનાવનારા સાચા ગુની સેવા અને ભક્તિ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે, ત્યાં બીજી બાજુ આપણા મનુષ્ય-જીવનને કુમાર્ગમાં લગાવનાર અને તેને નિષ્ફળ બનાવનારા કુગુરુથી સદા બચીને રહેવા માટે ચેતવવામાં આવ્યા છે. કુગુરુ અથવા ખોટા ગુને નમસ્કાર કરવું પણ હિતકર નથી. રત્નકર૭ શ્રાવકાચાર માં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છેઃ
સમ્યગ્દષ્ટિથી સંપન્ન જીવ, ભય, આશા, સ્નેહ અથવા લોભથી પણ ક્યારેય ખોટા દેવ, ખોટા શાસ્ત્ર અથવા ખોટા ગુને નમન ન કરે. ક્યારેય તેમનો વિનય પણ કરે નહીં.83
કુંથુસાગરજી મહારાજ પણ રાગ-દ્વેષથી યુક્ત કુગુઓને ત્યાગવા અને રાગ-દ્વેષ-રહિત, બંધન મુક્ત કૃપાસાગર સદ્ગને ધારણ કરીને મોક્ષની પ્રાપ્તિ કરવા તથા પોતાના મનુષ્ય-જીવનને સફળ બનાવવાનો ઉપદેશ આપે છે. જીવને ચેતવતાં તેઓ કહે છેઃ
હે આત્મ! જો તે ગુરુ સમજીને રાગ-દ્વેષી કુગુઓની સ્તુતિ કરી હોય, તેમની પ્રશંસા કરી હોય, કોઈ લોભને કારણે તેમને નમસ્કાર કર્યા હોય અથવા કુનીત (દુરાચરણ) પ્રદર્શક કુશાસ્ત્રની સ્તુતિ કરી હોય, પ્રશંસા કરી હોય તથા કોઈ લોભથી તેમને નમસ્કાર કર્યા હોય તો તું પોતાના આત્માને શુદ્ધ કરવા માટે તે કાર્યોનો ત્યાગ કર તથા
Page #216
--------------------------------------------------------------------------
________________
215
પવિત્ર મનથી જિનેન્દ્ર દેવ (જિતેન્દ્રિય ગુરુદેવ)ના કહેલા શાસ્ત્રોનું પઠન પાઠન કર અને કૃપાના સાગર નિર્ઝન્થાબંધન મુક્ત) ગુને માન સદાય યથાર્થ દેવ, શાસ્ત્ર ગુસ્ની આરાધના કરી જેનાથી મનુષ્ય-જન્મ પ્રાપ્ત થઈને તને શીધ્ર જ મોક્ષની પ્રાપ્તિ થાય.84
નિષ્કર્ષ રૂપમાં જૈન ધર્મનો આ જ ઉપદેશ છે કે પોતાનું કલ્યાણ ચાહનારા મનુષ્ય સુગુરુ, અર્થાત્ સાચા ગુરુની સેવા-ભક્તિ દ્વારા સંસારસાગરને પાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સંસારમાં ભટકાવનારા કુગુરુની સેવાથી દૂર રહેવું જોઈએ. સુગુરુ અને કુગુરુ સંબંધી આ જ મૂળ ઉપદેશને મૂળશંકર દેસાઈ આ શબ્દોમાં વ્યક્ત કરે છેઃ
સુગુરુની જે સેવા કરે, થાય ભવ પાર, કુગુરુની સેવા કરે, વધે સંસાર અપાર. અનાદિકાળથી પોતાના આત્માએ કુગુસ્ની સેવા કરવામાં અનંતકાળ પસાર કર્યો તો પણ કલ્યાણ થયું નહીં, જે જીવ પોતાનું કલ્યાણ કરવા ચાહે છે તેમણે પ્રથમ સુગુરૂને ઓળખીને તેમનાં ચરણોમાં ભક્તિ કરવી જોઈએ.85
Page #217
--------------------------------------------------------------------------
________________
07જી
દિવ્ય ધ્વનિ
તીર્થકરો કે કેવલજ્ઞાનીઓથી પ્રગટ થનારી અલોકિક વાણીને દિવ્યધ્વનિ કહે છે. આ દિવ્યધ્વનિ અથવા અલૌકિક નાદ જ જૈનધર્મનું મૂળ સ્ત્રોત છે. જેને પરંપરા અનુસાર એના જ આધારે ગણધરો અને આચાર્યોએ જૈન ધર્મના મૂળગ્રંથોની રચના કરી.
દિવ્યધ્વનિનું સ્વરૂપ કહેવાય છે કે જ્યારે વર્ધમાન મહાવીરને પોતાની સાધનામાં સફળતા પ્રાપ્ત થઈ ગઈ અને તેમના બધા આંતરિક વિકાર પૂર્ણતઃ નષ્ટ થઈ ગયા, ત્યારે તેમનો નિર્મળ આત્મા અનંત જ્ઞાન અર્થાત્ સર્વજ્ઞતા અથવા કેવલજ્ઞાનના પ્રકાશથી ઝગમગી ઊઠ્યો. તેઓ સર્વજ્ઞ, સર્વદર્શી અને અનંત જ્ઞાન ભંડારના સ્વામી બની ગયા. તેમના સર્વાગથી એક વિચિત્ર ગર્જના રૂપ ઓમકારધ્વનિ ગુંજી ઉઠી. આ વિચિત્ર અથવા અલૌકિક ધ્વનિને જ દિવ્ય ધ્વનિ કહે છે. એના આધારે તેમના પ્રમુખ શિષ્ય ગૌતમ ગણધરે જૈનધર્મના મૂળ દ્વાદશાંગ ગ્રંથોની રચના કરી અને પછી પાછળથી અન્ય આચાર્યો દ્વારા એમના પર આધારિત અન્ય ગ્રંથ બનાવવામાં આવ્યા.
પ્રસિદ્ધ જૈન વિદ્વાન દેવેન્દ્ર કુમાર શાસ્ત્રી નીમચ તીર્થકરોની આ દિવ્યધ્વનિને “શબ્દ બ્રહ્મ'ની સંજ્ઞા આપી છે. પોતાની સાધના દ્વારા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ જગતને પાર કરવાથી જ આત્મા શૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરના બંધનોથી મુક્ત થઈને પોતાના નિર્મળ સ્વરૂપને ધારણ કરે છે. ત્યારે એ સમસ્ત જ્ઞાનના ભંડારને પ્રાપ્ત કરીને કેવલજ્ઞાની બને છે.
સાધારણ રીતે જ્યારે આપણે કોઈ પણ ભાષામાં કોઈ વર્ણાત્મક શબ્દ અથવા વચન બોલીએ કે તેને સાંભળીએ છીએ તો તે મોં દ્વારા બોલવામાં આવે છે અને કાનો
216
Page #218
--------------------------------------------------------------------------
________________
દિવ્ય ધ્વનિ
દ્વારા સાંભળી શકાય છે. પરંતુ દિવ્યવાણી અથવા ધ્વનિ ન મોં દ્વારા બોલી શકાય છે અને ન બાહ્ય કાનો દ્વારા સાંભળી શકાય છે. આ વાણી કે ધ્વનિ મોં ખોલ્યા વિના આપમેળે અંતરમાં ગૂંજે છે. પરંતુ સાધારણ રીતે મોંથી બોલવા અને કાનોથી સાંભળવાની પોતાની પુરાણી આદતના કારણે શરૂ-શરૂમાં એવું લાગે છે કે આ દિવ્યધ્વનિ મુખથી બોલવામાં આવી રહ્યો છે અને બાહ્ય કાનોથી સાંભળવામાં આવી રહ્યો છે. પરંતુ આ તો આંતરિક વાણી છે જે આંતરિક કમળરૂપી મુખથી નીકળે છે. એના સ્વરૂપનો સંકેત આપતાં જૈનધર્મના મહાપુરાણમાં કહેવામાં આવ્યું છેઃ
217
ભગવાન (મહાવીર)ના મુખરૂપ કમળથી વાદળોની ગર્જનાનું અનુકરણ કરનારો અતિશય યુક્ત મહાદિવ્યધ્વનિ નીકળી રહ્યો હતો અને તે ભવ્ય (મોક્ષાર્થી) જીવોના મનમાં સ્થિત મોહરૂપી અંધકારને નષ્ટ કરતો સૂર્ય સમાન સુશોભિત થઈ રહ્યો હતો. તે દિવ્યધ્વનિ ભગવાનના મુખથી એ પ્રમાણે નીકળી રહ્યો હતો જે પ્રમાણે પર્વતની ગુફાના અગ્રભાગથી પ્રતિધ્વનિ નીકળી રહ્યો હોય.3
મહાપુરાણના આ કથનોથી એ સ્પષ્ટ છે કે વાદળોની ગર્જના સમાન પ્રતિધ્વનિત થનારી અને સૂર્યના સમાન મોહરૂપી અંધકાર ને નષ્ટ કરનારા દિવ્યધ્વનિમાં અવાજ અને પ્રકાશ બન્ને જ જોવા મળે છે.
નાદબિન્દુપનિષદમાં પણ પ્રણવ (પરમેશ્વર)નું સ્વરૂપ દર્શાવતાં તેને નાદ અને જ્યોતિ(પ્રકાશ)થી યુક્ત કહેવામાં આવ્યું છે. આ નાદ(આંતરિક અવાજ) અને પ્રકાશના આનંદમાં મગ્ન થઈને મન આનંદમય શબ્દબ્રહ્મમાં વિલીન થઈ જાય છે, જેવું કે નાદબિન્દુપનિષદનું સ્પષ્ટ કથન છેઃ “બ્રહ્મસ્વરૂપ પ્રણવમાં સંલગ્ન (તલ્લીન) નાદ જ્યોતિ સ્વરૂપ હોય છે. તેમાં મન લયને પ્રાપ્ત થાય છે’’.
દિવ્યધ્વનિ દ્વારા નીકળનારો અવાજ આંતરિક અવાજ છે જે બાહ્ય કે
ભૌતિક મુખથી પ્રગટ કરી શકાતો નથી. પ્રસિદ્ધ જૈન ગ્રંથ કસાયપાહુડમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ ‘જે સમયે દિવ્યધ્વનિ પ્રગટ થાય (ખિરે) છે તે સમયે ભગવાનનું મુખ બંધ રહે છે.''' તિલોયપણતી અને હરિવંશ પુરાણમાં પણ દિવ્યધ્વનિને તાળવું, દંત, ઓષ્ઠ તથા કંઠના હલન-ચલન રૂપ વ્યાપારથી રહિત થઈને એક જ સમયમાં ભવ્યજનોને આનંદ દેનારો બતાવવામાં આવ્યો છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
218
જૈન ધર્મ સાર સંદેશ | મુખથી બોલવામાં આવનારા કોઈ પણ ભાષાના વર્ણાત્મક શબ્દો અથવા વચનોને આપણે પોતાની ઈચ્છાથી પ્રયત્નપૂર્વક બોલીએ છીએ. પરંતુ દિવ્યધ્વનિ બધી ઈચ્છાઓથી પર તીર્થકરોની અંદરથી કોઈ પ્રયત્ન વિના અનાયાસ જ જીવોના કલ્યાણ માટે સહજભાવથી પ્રગટ થાય છે. મહાપુરાણ અને નિયમસાર તાત્પર્યાવૃત્તિમાં એ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે “ભગવાન મહાવીર)ની તે વાણી બોલવાની ઇચ્છા વિના જ પ્રગટ થઈ રહી હતી.” સ્વયમ્ભ સ્ત્રોત અને સમાધિશતક માં બતાવવામાં આવ્યું છે કે અરહન્ત ભગવાનની આ ક્રિયા સ્વાભાવિક જ વિના પ્રયત્ન થાય છે.
જૈન ધર્મમાં દિવ્યધ્વનિના સ્વરૂપના સંબંધમાં ઉપર જે વાતો બતાવવામાં આવી છે, તેવી જ વાતો અમૃતનાદોપનિષદ્ માં પણ પ્રણવ અથવા ૐકાર ધ્વનિના વિષયમાં કહેવામાં આવી છે. પ્રણવ અથવા ૐકારના દિવ્યધ્વનિના સંબંધમાં અમૃતનાદોપનિષની આ ઉકિત છેઃ
આ પ્રણવ-નામનો નાદ બાહ્ય પ્રયત્નથી ઉચ્ચારિત થનારો નથી. એ વ્યંજન નથી. સ્વર પણ નથી. કંઠ, તાળવું, ઓષ્ઠ અને નાસિકાથી ઉચ્ચારિત થનારો પણ નથી. આ મૂદ્ધ (મોઢાની વચ્ચેનો ભાગ જયાંથી મૂર્ધન્ય અક્ષરો ઉચ્ચારાય છે)થી ઉચ્ચારિત થનારો પણ નથી. બન્ને ઓષ્ઠોની ભીતર સ્થિત દંત સ્થાનથી પણ આનું ઉચ્ચારણ થઈ શકતું નથી. આ તે દિવ્ય અક્ષર છે, જે ક્યારેય ક્ષરિત (નષ્ટ) થતો નથી અર્થાત્ આ અવ્યકત નાદના રૂપમાં સદા વિદ્યમાન રહે છે. એટલા માટે (મનને સ્થિર કરવા માટે) સંયમની સાથે પ્રણવનો અભ્યાસ કરવો જોઈએ અને મનને નિરંતર નાદમાં લીન કરી રાખવું જોઈએ.10
જ્યારે મન આંતરિક નાદ અથવા દિવ્યધ્વનિના આનંદમાં લીન થઈ જાય છે, ત્યારે તે પૂરી રીતે સ્થિર અથવા શાંત થઈ જાય છે. ત્યારે આત્મા ક્રમશઃ સ્થળ, સૂક્ષ્મ અને કારણ – ત્રણેય શરીરોથી નિર્લિપ્ત થઈને નિર્મળ બની જાય છે. આ નિર્મળ અને નિર્લિપ્ત આત્માની અંદરથી જ દિવ્યધ્વનિ પ્રસ્ફટિત થાય (ખિરે) છે. પરંતુ સાંસારિક જીવનમાં ત્રણેય શરીરોથી નિર્લિપ્ત થવાથી પણ આ આત્મા આ શરીરોથી આવૃત (ઢંકાયેલો) દેખાય છે. આ જ કારણે આત્માથી
Page #220
--------------------------------------------------------------------------
________________
219
દિવ્ય ધ્વનિ નીકળનારો દિવ્યધ્વનિ શરીરના સર્વાગથી નીકળતો હોય એવું પ્રતીત થાય છે. એટલા માટે આ શીર્ષકના પ્રારંભમાં એ કહેવામાં આવ્યું છે કે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી ભગવાન મહાવીરના “સર્વાગથી એક વિચિત્ર ગર્જના રૂપ ૐકાર ધ્વનિ ગૂંજી ઊઠ્યો.'
એમાં સંદેહ નથી કે જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત કરી ચૂકેલા તીર્થકરોના ઊંડા અનુભવને કોઈપણ ભાષાના વર્ણાત્મક શબ્દોમાં ઠીક-ઠીક વ્યક્ત કરી શકાતું નથી. તેમનો અનુભવ મન બુદ્ધિ અને વચનથી પર હોય છે. એટલા માટે તેમનાથી સહજ ભાવથી પ્રગટ થનારો દિવ્યધ્વનિ વર્ણનાત્મક કે અક્ષરાત્મક હોઈ શકતો નથી. તે નિરક્ષરી જ હોઈ શકે છે.
આ નિરક્ષરી દિવ્યધ્વનિનો મર્મ વિખરાયેલા અને ચંચળ મન-બુદ્ધિવાળા મનુષ્યો માટે સમજી શકવો સંભવ નથી. એટલા માટે ગણધરો અથવા સુયોગ્ય પાત્રોના અભાવમાં આ દિવ્યધ્વનિ પ્રગટ થતો નથી. કહેવાય છે કે કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઈ જવા પર પણ 66 દિવસો સુધી ગણધરનો અભાવ હોવાને કારણે ભગવાન મહાવીરનો દિવ્યધ્વનિ પ્રગટ થયો નહીં. જયવિલામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે “ગણધરનો અભાવ હોવાથી... દિવ્યધ્વનિની પ્રવૃત્તિ થતી નથી.”12 આ દિવ્યધ્વનિ ગણધરના સંશયને દૂર કરવા માટે હોય છે. જીવ
જ્યારે તીર્થકર ભગવાનના ચરણોમાં શરણ લઈને તેમનાથી દીક્ષા પ્રાપ્ત કરે છે અને તેમના બતાવેલા ઉપદેશ અનુસાર અભ્યાસમાં લાગે છે, ત્યારે જ તે આ દિવ્યધ્વનિને સાંભળી શકે છે. કસાયપાહુડમાં આ પ્રશ્ન ઊઠાવવામાં આવ્યો છેઃ “જેણે જિન પાદ-મૂળમાં મહાવ્રતનો સ્વીકાર કર્યો છે( દીક્ષા લીધી છે), એવા પુરુષને છોડીને અન્યના નિમિત્તથી દિવ્યધ્વનિ કેમ પ્રગટ થતો નથી?” એના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે; “આવો જ સ્વભાવ છે.”13
જૈન ગ્રંથોના એ કથન તે અટળ આધ્યાત્મિક નિયમની તરફ સંકેત કરે છે જેના અનુસાર કોઈ તીર્થકર, પૂર્ણજ્ઞાની માર્ગદર્શક કે સદ્ગક્ની શરણમાં આવીને, તેમનાથી દીક્ષા લીધા વિના કોઈ પણ વ્યક્તિ પોતાની અંદર દિવ્યધ્વનિનો અનુભવ પ્રાપ્ત કરી શકતો નથી. કોઈ તીર્થકર કે સાચો ગુરુ જ પોતાના શિષ્યોને પોતાના દિવ્યધ્વનિની અનુભૂતિનો અનુભવ પ્રદાન કરી શકે છે. તીર્થકર અથવા સદ્ગુરુ જ પોતાના શિષ્યોના આત્માને પોતાના આંતરિક ધ્વનિ સાથે જોડે અને
Page #221
--------------------------------------------------------------------------
________________
220
જૈન ધર્મ સાર સંદેશ પોતાની પ્રજ્વલિત જ્યોતિથી તેમની બુઝાયેલી જ્યોતિને પ્રગટાવે છે. એટલા માટે જ્યાં સુધી કોઈ સાધક કોઈ તીર્થકર અથવા સદ્ગથી દીક્ષિત થઈને તેમના ઉપદેશનો અભ્યાસ કરતો નથી ત્યાં સુધી તેને તીર્થકરના દિવ્યધ્વનિનો અવાજ અને પ્રકાશનો અનુભવ પ્રાપ્ત થઈ શકતો નથી.
તીર્થકર જીવોના કલ્યાણના માટે જ સંસારમાં આવે છે. મોક્ષમાર્ગ પ્રકાશમાં પંડિત ટોડરમલજી કહે છેઃ
આવા જીવોનાં ભલું થવાનાં કારણભૂત તીર્થકર કેવલી ભગવાન રૂપી સૂર્યનો ઉદય થયો; તેમની દિવ્યધ્વનિરૂપી કિરણો દ્વારા ત્યાંથી મુક્ત થવાનો માર્ગ પ્રકાશિત કર્યો.
કોઈ તીર્થકર કે સર્વશદેવની દિવ્યધ્વનિનો આશ્રય લીધા વિના આત્મતત્ત્વના સ્વરૂપનું જ્ઞાન સંભવ નથી. સમયસારની પ્રસ્તાવનામાં પંડિત પન્નાલાલજીએ પણ સીમધર સ્વામીની દિવ્યધ્વનિ દ્વારા જ શ્રી કન્દકુન્દ સ્વામીને આત્મહત્ત્વનો અનુભવ પ્રાપ્ત થવાની વાત બતાવી છે. તેઓ કહે છેઃ
શ્રી કુન્દકુન્દ સ્વામીના વિષયમાં એ માન્યતા પ્રચલિત છે કે તેઓ વિદેહ ક્ષેત્ર ગયા હતા અને સીમંધર સ્વામીની દિવ્યધ્વનિથી તેમણે આત્મતત્ત્વનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું હતું.'
આત્મતત્ત્વનાં સાચા સ્વરૂપ કે અનંત જ્ઞાનરૂપ પરમાત્માનો અનુભવ કોઈ તીર્થકર કે પૂર્ણ જ્ઞાની મહાત્માના માધ્યમથી (અર્થાત્ તેમની દિવ્યધ્વનિના સહારે) પ્રાપ્ત કરવાનો અટળ આધ્યાત્મિક નિયમને એક ઉપમા દ્વારા સમજાવી શકાય છે. અગાધ સમુદ્રના જળને સીધા રીતે આપણે પી શકતા નથી અને ન આપણે એનાથી સિંચાઈના કામ લઈ શકીએ છીએ. પરંતુ સમુદ્રનું તે જ જળ
જ્યારે વરાળ બનીને વાદળનું રૂપ લઈ લે છે તો તે વર્ષા બનીને વરસે છે જેને આપણે ઉચિત વિધિથી પોતાના પીવાના કામમાં લઈ શકીએ છીએ અને તેનાથી આખી ધરતી પણ હરી-ભરી થઈ જાય છે. આજ પ્રમાણે સમુદ્રરૂપી પરમાત્માના અનંત જ્ઞાનનો અનુભવ આપણને સીધા રૂપે થઈ શકતો નથી. તે જ્ઞાન આપણને ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે તે વાદળરૂપી તીર્થકર કે સાચા ગુરુ બનીને
Page #222
--------------------------------------------------------------------------
________________
221
દિવ્ય ધ્વનિ આપણને પોતાની જ્ઞાનમય દિવ્યધ્વનિનો અનુભવ પ્રદાન કરે. અનંત જ્ઞાનરૂપ પરમાત્માનો અનુભવ પ્રાપ્ત કરવાનો આવો જ પ્રાકૃતિક નિયમ છે.
આ જ ભાવને વ્યક્ત કરતાં છાન્દોગ્યોપનિષદ માં સત્યકામ જાબાલ પોતાને શિષ્યરૂપમાં સ્વીકાર કરવાને માટે ગુરુ ગૌતમને વિનયપૂર્વક કહે છેઃ
મેં આપ જેવા મહાત્માઓ પાસેથી સાંભળ્યું છે કે કેવળ ગુથી જાણેલી વિદ્યા જ પરમપદની પ્રાપ્તિ કરાવી શકે છે. 16 મુણ્ડકોપનિષદમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ જિજ્ઞાસુએ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા અને વિનયની સાથે વેદોના રહસ્યને જાણનારા અને પરમાત્મામાં સ્થિત કોઈ ગુસ્ના શરણમાં જ જવું જોઈએ.17
આ સંબંધમાં એ શંકા ઉઠાવવામાં આવે છે કે આપણે તો કોઈ તીર્થકર કે ગુના વચનો અથવા વર્ણાત્મક શબ્દો દ્વારા આપવામાં આવેલા ઉપદેશોને જ પોતાના મન દ્વારા સમજીએ છીએ. તો પછી મન અને વચનથી પરની અવસ્થાને પ્રાપ્ત કરેલા તીર્થકરો અથવા સદ્ગની નિરક્ષરી વાણી કે દિવ્યધ્વનિથી કોઈ ગણધર અથવા શિષ્ય કોઈ પ્રકારનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે? એનું સમાધાન કરતાં ધવલા પુસ્તક માં કહેવામાં આવ્યું છે કે આવી શંકા ઉચિત નથી, કારણ કે અનુભવ અથવા સાચું જ્ઞાન આત્માનો ગુણ છે, મનનો નહીં. એટલા માટે એક નિર્મળ આત્માનું જ્ઞાન બીજો નિર્મળ આત્મા કોઈ પ્રકારનું વચન બોલ્યા વિના પણ ગ્રહણ કરી શકે છે. વાસ્તવમાં સાચા જ્ઞાન કે અલોકિક આધ્યાત્મિક અનુભવને કોઈ પણ વર્ણાત્મક શબ્દ કે વચન દ્વારા વ્યક્ત કરી જ શકાતું નથી. આ પ્રમાણે તીર્થકર અથવા સાચા ગુરુ માટે પોતાની નિરક્ષરી દિવ્યવાણી દ્વારા કોઈ ગણધર અથવા સુયોગ્ય શિષ્યને અલૌકિક દિવ્યધ્વનિ સંભળાવવો અને તેને ગૂઢ અનુભવ પ્રદાન કરવો કોઈ અસંગત વાત નથી.
સાચું પૂછો તો નિરક્ષરી ભાષા જ સહજ અથવા સ્વાભાવિક ભાષા છે અને મનુષ્ય જ્યાં સુધી બોલતાં શીખતો નથી ત્યાં સુધી નિરક્ષરી ભાષા જ તેની
Page #223
--------------------------------------------------------------------------
________________
222
જૈન ધર્મઃ સાર સંદેશ
અભિવ્યક્તિ નો આધાર હોય છે. નિરક્ષરી ભાષા સહજ અને અકૃત્રિમ છે; તેને શીખવાની જરૂર પડતી નથી. પરંતુ અક્ષરી ભાષા કૃત્રિમ છે, તેને શીખવાની જરૂર પડે છે.
વાસ્તવમાં અંતરથી ઊઠનારો દિવ્યધ્વનિ અંતરાત્માનો અવાજ અથવા પરમાત્માનો પોકાર છે જે આપણને અંદર બોલાવી રહ્યો છે અને આપણને અંદરનો માર્ગ બતાવી રહ્યો છે. બાહ્ય સાંસારિક વિષયોમાં ઊલઝાયેલા આપણા ધ્યાનને આ દિવ્યધ્વનિ અંદર તરફ વાળે છે, વિષય-વાસનાઓના વિષ-તુલ્ય રસોથી હટાવીને આપણને પોતાનો અમૃત રસ પીવડાવે છે અને અંતમાં આપણા વાસ્તવિક પરમાત્મારૂપને પ્રગટ કરી દે છે જેનાથી આપણે એક અપૂર્વ આંતરિક આનંદમાં મગ્ન થઈ જઈએ છીએ.
દિવ્યધ્વનિનો અવાજ સહજ અને સ્વાભાવિક હોવાને કારણે બધા મનુષ્યો માટે એક જ હોય છે જ્યારે કે દેશ-કાળની ભિન્નતા પર નિર્ભર કરનારી કૃત્રિમ કે વર્ણાત્મક ભાષા અનેક પ્રકારની હોય છે. પરંતુ જેવું કે જૈન ગ્રંથોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે, આ એકરૂપ નિરક્ષરી દિવ્યધ્વનિ ન માત્ર નિરક્ષર ગૂઢ આંતરિક અનુભવોની અભિવ્યક્તિ કરે છે, બલકે આ બધી ભાષાઓ કે વર્ણાત્મક શબ્દોમાં આપવામાં આવેલાં ઉપદેશોનો પણ મૂળ સ્રોત છે. આ તથ્યને જૈન ગ્રંથોમાં અનેક ઉપમાઓ દ્વારા સમજાવવામાં આવ્યું છે. ઉદાહરણ માટે, આદિપુરાણમાં કહેવામાં આવ્યું છેઃ
યદ્યપિ તે દિવ્યધ્વનિ એક પ્રકારનો હતો, છતાં પણ ભગવાન (મહાવીર)ના મહાત્મ્યથી તે સમસ્ત મનુષ્યોની ભાષારૂપ થઈ રહ્યો હતો, અર્થાત્ સર્વભાષારૂપ પરિણમન કરી રહ્યો હતો અને લોકોના અજ્ઞાન દૂર કરીને તેમને તત્ત્વનો બોધ કરાવી રહ્યો હતો. જે પ્રમાણે એક જ પ્રકારની જલધારા વૃક્ષોના ભેદથી અનેક રસવાળી થઈ જાય છે તે જ પ્રમાણે સર્વજ્ઞદેવનો તે દિવ્યધ્વનિ પણ પાત્રોના ભેદથી અનેક પ્રકારનો થઈ જતો હતો. અથવા જે પ્રમાણે સ્ફટિક મણિ એક જ પ્રકારનો હોય છે, છતાં પણ તેની પાસે જે-જે રંગના પદાર્થ રાખી દેવામાં આવે છે તે પોતાની સ્વચ્છતા (નિર્મળતા)થી આપમેળે તે-તે પદાર્થોના રંગોને ધારણ કરી લે છે, તે જ પ્રમાણે સર્વજ્ઞ ભગવાનનો
Page #224
--------------------------------------------------------------------------
________________
223
દિવ્ય ધ્વનિ
દિવ્યધ્વનિ પણ એક પ્રકારનો હોવા છતાં શ્રોતાઓના ભેદથી અનેક રૂપ ધારણ કરી લે છે.૨૦
હરિવંશ પુરાણમાં પણ દિવ્યધ્વનિની સર્વભાષાઓમાં પરિણત થવાની શક્તિનો ઉલ્લેખ આ જ પ્રમાણેની ઉપમા દ્વારા આપવામાં આવ્યો છેઃ
જે પ્રમાણે આકાશમાંથી વરસેલું પાણી એકરૂપ હોય છે, પરંતુ પૃથ્વી પર પડતાં જ તે વિવિધ રૂપમાં દેખાવા લાગે છે, તે જ પ્રમાણે ભગવાનની તે દિવ્યવાણી યદ્યપિ એકરૂપ હતી તથાપિ બધા જીવ પોત-પોતાની ભાષામાં તેનો ભાવ પૂરી રીતે સમજતા હતા.
જૈન ધર્મના સ્વયંભૂ સ્તોત્ર ગ્રંથમાં પણ દિવ્યધ્વનિને સર્વભાષારૂપ (બધી ભાષાઓમાં પરિણત થવાની શક્તિ રાખનાર) બતાવતાં કહેવામાં આવ્યું છેઃ
સર્વ ભાષાઓમાં પરિણત થવાના સ્વભાવને લઈને તેમનું (ભગવાન મહાવીરના) શ્રી સંપન્ન વચનામૃત પ્રાણીઓને તે જ પ્રમાણે તૃપ્ત કરે છે જે પ્રમાણે અમૃત પાન કરવાથી જીવ તૃપ્ત થઈ જાય છે.22
કસાયપાહુઇમાં પણ દિવ્યધ્વનિને સર્વભાષામયી બતાવતાં એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કેવી રીતે એમાં અનંત પદાર્થોનું જ્ઞાન પ્રદાન કરવાની શક્તિ છે.23
સાધારણ મનુષ્યો માટે આ સમજી શકવું કઠિન છે કે એક જ નિરક્ષરી દિવ્યવાણી અથવા દિવ્યધ્વનિને અનેક ભાષા બોલનારા કેવી રીતે પોત-પોતાની ભાષામાં ગ્રહણ કરે છે. તીર્થકરોની દિવ્યધ્વનિનું પ્રગટ થવું એક ગૂઢ આધ્યાત્મિક અનુભવ છે. એની વિશેષતાઓને ઈન્દ્રિય, મન અને બુદ્ધિથી પ્રાપ્ત થનારા સાધારણ જ્ઞાનના સ્તર પર ઠીક-ઠીક સમજી શકવું ખરેખર જ બહુ કઠિન છે. છતાં પણ એક સર્વસાધારણ ઉદાહરણ દ્વારા નિરક્ષરી દિવ્યધ્વનિના એક હોવા છતાં પણ અનેક ભાષાઓના રૂપમાં પરિણત થવાની શક્તિની થોડી-ઘણી કલ્પના કરી શકાય છે.
વાઘ-યંત્રોના નિરક્ષરી ધ્વનિનું ઉદાહરણ લઈએ. તબલા, સિતાર, સારંગી વગેરે વાદ્યયંત્રોના વાદનને પ્રાયઃ આપણે બધાએ સાંભળ્યું છે. પરંતુ તાલ અને
Page #225
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
સુરના વિશેષજ્ઞ કોઈ વ્યક્તિને એમના મધુર વાદનથી જેવો અનુભવ પ્રાપ્ત થશે અને તે જેટલો પ્રભાવિત થશે ઠીક તેવો જ અનુભવ અને તે જ પ્રભાવ કોઈ અન્ય સાધારણ વ્યક્તિ પર કદાચ થશે નહીં. આ પ્રમાણે દિવ્યધ્વનિનો અનુભવ અને પ્રભાવ મનુષ્યોની પ્રવૃત્તિ અને શક્તિની ભિન્નતાને કારણે વિભિન્ન રૂપમાં દેખાય છે. પરંતુ જે સાધક ઉચિત યુક્તિના અભ્યાસ દ્વારા ઊંચા આધ્યાત્મિક પદ પર પહોંચી જાય છે, તેમને દિવ્યધ્વનિનો અનુભવ એક સમાન જ હોય છે, અને તેઓ એક સમાન જ દિવ્યધ્વનિથી પ્રભાવિત થાય છે.
224
એક જ ભાષાને અનેક ભાષાઓના રૂપમાં પરિવર્તિત થવાની વાત પણ એક અન્ય ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. આપણે જાણીએ છીએ કે પોતાની માતૃભાષા અથવા પોતાની બોલચાલની ભાષાની સાથે આપણે કેટલા હળેલા-મળેલા હોઈએ છીએ. તેનાથી આપણો એટલો ગહન સંબંધ હોય છે કે આપણે પ્રાયઃ તે જ ભાષામાં સમજવા-વિચારવા અથવા અર્થ ગ્રહણ કરવામાં અભ્યસ્ત થઈ ચૂક્યા હોઈએ છીએ. જો આપણી માતૃભાષા હિન્દી છે તો આપણે સંસ્કૃત, અંગ્રેજી વગેરે અન્ય કોઈ પણ ભાષાને વાંચતા સમયે અથવા અન્ય કોઈ ભાષામાં લખાયેલા વિષય પર વિચાર કરતા સમયે પ્રગટ કે અપ્રગટ રીતે હિન્દીમાં તેનો તરજુમો (રૂપાંતર) કરતાં કરતાં તેને વાંચીએ કે તેના વિષય પર વિચાર કરીએ છીએ. જો કોઈ સભામાં કોઈ વ્યાખ્યાતા અંગ્રેજીમાં વ્યાખ્યાન આપી રહ્યા હોય અને તે સભામાં હિન્દી, બંગાળી, ગુજરાતી, મરાઠી વગેરે માતૃભાષાવાળી વ્યક્તિઓ તેને સાંભળી રહ્યા હોય છે, તો બધા સ્વાભાવિક રીતે પોત-પોતાની ભાષામાં તરજુમો કરતાં કરતાં તેને ગ્રહણ કરે છે. આ પ્રમાણે વ્યાખ્યાતાની અંગ્રેજી ભાષા શ્રોતાઓના કાનો સુધી પહોંચતાં સ્વાભાવિક રીતે શ્રોતાઓની વિભિન્ન ભાષાઓમાં પરિવર્તિત થતી જાય છે. આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે એક જ નિરક્ષરી દિવ્ય ધ્વનિને અનેક ભાષા બોલનારા કેવી રીતે પોત-પોતાની ભાષામાં ગ્રહણ કરે છે.
આ જ ભાવને દર્શાવતાં ગોમ્મટસારમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છેઃ
Page #226
--------------------------------------------------------------------------
________________
દિવ્ય ધ્વનિ
કેવલીનો દિવ્યધ્વનિ જ્યાં સુધી સાંભળનારાઓના કર્ણપ્રદેશ (કાનોના છિદ્રો)ને પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી એ અનક્ષરી જ છે... પરંતુ જ્યારે સાંભળનારાઓના કાનોનો વિષય બની જાય છે ત્યારે તે અક્ષરાત્મક થઈને યથાર્થ ઉપદેશોના વચનના રૂપમાં સંશયાદિને દૂર કરે છે.4
225
આ સંબંધમાં એક બીજું ઉદાહરણ આપી શકાય છે. જે પ્રમાણે આજકાલ એક જ ભાષા વિભિન્ન અનુવાદક-યંત્રો દ્વારા એક સાથે જ અનેક ભાષાઓમાં સાંભળી શકાય છે તે જ પ્રમાણે દિવ્યધ્વનિ પણ પોતાની વિશેષતાઓના કારણે એક સાથે જ અનેક મનુષ્યોને તેમની પોત-પોતાની નિર્મળતા અને યોગ્યતા અનુસાર તેમની પોતાની જ ભાષામાં અર્થગ્રહણ કરાવે છે.
આ પ્રમાણે નિરક્ષરી ધ્વનિ અથવા અક્ષરી ભાષા એક હોવા છતાં પણ શ્રોતાઓની શકિત અને યોગ્યતા અનુસાર તેને અનેક રૂપમાં ગ્રહણ કરવામાં કોઈ અસંગતિ નથી.
દિવ્યધ્વનિનો પ્રભાવ
કહેવાઈ ચૂક્યું છે કે બધી ઇચ્છાઓથી પર તીર્થંકરોની અંદરથી દિવ્યધ્વનિ કોઈ ઇચ્છા કે પ્રયત્ન વિના સહજ ભાવથી જીવોના કલ્યાણ માટે પ્રગટ થાય છે. એટલા માટે પરમ પરોપકારી તીર્થંકરોના દિવ્યધ્વનિનો પ્રભાવ સદા કલ્યાણકારી હોય છે. તે જીવો ખરેખર જ ભાગ્યશાળી છે જેઓ પોતાના પુણ્યની પ્રેરણાથી આ દિવ્યધ્વનિનો અનુભવ પ્રાપ્ત કરે છે અને એના દ્વારા પોતાને નિર્મળ બનાવીને તથા પોતાના સાચા સ્વરૂપને ઓળખીને સદાને માટે જન્મ-મરણના દુઃખથી મુક્ત થઈ જાય છે. દિવ્યધ્વનિ ગણધરો અને યોગ્ય શિષ્યોના સંશયને દૂર કરીને તેમને સાચું જ્ઞાન પ્રદાન કરે છે, તેમને વિશુદ્ધ બનાવે છે અને તેમને ચારેય ફળો (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)ની પ્રાપ્તિ કરાવી દે છે. જૈન ધર્મ અનુસાર દિવ્યધ્વનિ દ્વારા જ ભગવાન મહાવીરના પ્રમુખ શિષ્ય ગૌતમ ગણધરનો સંશય નષ્ટ થયો, તેમણે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી અને તેના આધારે જીવોના કલ્યાણાર્થે જૈન ગ્રંથોની રચના કરી. આચાર્ય કુમાર કાર્તિકેય દ્વારા રચિત કાર્તિક્રયાનુપ્રેક્ષા નામના ગ્રંથમાં પ્રશ્નોત્તર શૈલીમાં દિવ્યધ્વનિરૂપ શાસ્ત્રની પ્રવૃત્તિનું કારણ બતાવતાં કહેવામાં આવ્યું છેઃ
Page #227
--------------------------------------------------------------------------
________________
226
જૈન ધર્મ સાર સંદેશ પ્રશ્ન- વીતરાગ સર્વજ્ઞના દિવ્યધ્વનિરૂપ શાસ્ત્રની પ્રવૃત્તિ કયા કારણથી થઈ? ઉત્તર- ભવ્ય (કલ્યાણાર્થી) જીવોના પુણ્યની પ્રેરણાથી.
જેવું કે હરિવંશ પુરાણમાં કહેવામાં આવ્યું છે, આ દિવ્યધ્વનિ ચારેય પુરુષાર્થોનું ફળ આપનારો છેઃ
ગણધરના પ્રશ્નના અનંતર દિવ્યધ્વનિ પ્રગટ થવા લાગ્યો. ભગવાનનો દિવ્યધ્વનિ ચારેય દિશાઓમાં દેખાઈ દેનારા ચાર મુખકમળોમાંથી નીકળતી હતી. આ ચાર પુરુષાર્થરૂપ ચાર ફળને દેનારો હતો. આ પ્રમાણે એ સાર્થક હતો.26
તીર્થંકર આદિનાથે પોતાના પરોપકારી સ્વભાવને કારણે દયા કરીને દિવ્યધ્વનિરૂપી અમૃતની ધારા પીવડાવીને જ જીવોનો ઉદ્ધાર કર્યો હતો, જેવું કે આદિપુરાણમાં કહેવામાં આવ્યું છેઃ
તેઓ જગદ્ગુરુ ભગવાન્ (આદિનાથ) સ્વયં કૃતકૃત્ય થઈને પોતાના ઉદ્ધારનું કાર્ય પૂરું કરી ચૂક્યા પછી) પણ ધર્મોપદેશ દ્વારા બીજાની ભલાઈ માટે ઉદ્યોગ (યત્નો કરતા હતા. એનાથી નિશ્ચય થાય છે કે મહાપુરુષોની ચેષ્ટાઓ સ્વભાવથી જ પરોપકાર માટે હોય છે. તેમના મુખકમળથી પ્રગટ થયેલો દિવ્યધ્વનિ અથવા દિવ્યવાણીએ તે વિશાળ સભાને અમૃતની ધારાના સમાન સંતુષ્ટ કર્યા હતા, કારણ કે અમૃતધારા સમાન જ તેમની દિવ્યવાણી ભવ્ય જીવોના સંતાપ દૂર કરનારી હતી, જન્મ-મરણના દુઃખથી છોડાવનારી હતી.27
પરમાર્થની પ્રાપ્તિમાં સૌથી મોટું બાધક આપણું મન છે. જ્યાં સુધી મનની ચંચળતા દૂર થતી નથી અને એ એકાગ્ર થતું નથી ત્યાં સુધી ન ધ્યાન લાગી શકે છે, ન આંતરિક શુદ્ધિ થાય છે અને ન આત્માના સ્વરૂપની ઓળખ પણ કરી શકાય છે. મનને શાંત કરવું અથવા એને વશમાં લાવવું અત્યંત કઠિન કાર્ય છે, કારણ કે મન સ્વાદનું આશિક છે અને સંસારના લોભામણા વિષયોના સ્વાદ લેવા માટે એ દિવસ-રાત તેમની પાછળ દોડ લગાવી રાખે છે. જ્યાં
Page #228
--------------------------------------------------------------------------
________________
227
દિવ્ય ધ્વનિ
સુધી એને સાંસારિક વિષયોથી અધિક ઊંચો અને મીઠો સ્વાદ મળી જતો નથી ત્યાં સુધી એને સંસારમાં ભટકતા રહેવાથી રોકી શકાતું નથી. દિવ્યધ્વનિમાં જ તે અત્યંત મધુર અમૃતનો સ્વાદ છે જેને પામીને મન તૃપ્ત થાય છે. એ તેમાં એ પ્રમાણે મગ્ન થઈ જાય છે કે એને અન્ય કોઈ વિષયની ચાહ રહી જ જતી નથી. એ દિવ્યધ્વનિના મધુર રસમાં પૂરી રીતે લીન થઈ જાય છે. મનને આ પ્રમાણે શાંત અને સ્થિર કરી લેવાથી સાધક સહજ જ ધ્યાનની ગૂઢ અવસ્થાને પ્રાપ્ત કરીને પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરી લે છે.
એટલા માટે રણજીતસિંહ કૂમટ મનની શાંતિને વધારવા અને આત્માની અનુભૂતિનો આનંદ પ્રાપ્ત કરવા માટે દિવ્યધ્વનિ અથવા અંતરનો અવાજ કે શબ્દને સાંભળવાની પ્રેરણા આપે છે. તેઓ કહે છેઃ
દિમાગમાં (અંતરમાં) થઈ રહેલા અવાજને સાંભળો અને તેના દ્રષ્ટા બની જાઓ. એના પર કોઈ નિર્ણય ન લો, ન એને રોકો કે ન એનાથી લડાઈ લડો. શીઘ્ર જ અનુભવ થશે કે શબ્દને ‘‘હું’’ સાંભળી રહ્યો છું. આ “હું”(આત્મા)ની અનુભૂતિ તમારી પોતાની ઉપસ્થિતિની અનુભૂતિ છે અને આ બૌદ્ધિક વાત નથી બલકે બુદ્ધિથી પર ચીજ છે. .. જયારે આપણે વિચારોના દ્રષ્ટા બનીશું તો જોઈશું કે આ શાંત મનની સ્થિતિ જે પહેલાં કેટલીક ક્ષણોની હતી તે વધવા લાગી છે અને ધીરે-ધીરે ગહન પણ થવા લાગી છે. આ જ ‘“સ્વ’” (આત્મા)ની સાથે એકતાની અનુભૂતિ થવા લાગશે. અહીંથી એક અંતરની ખુશી અનુભૂત થશે- સ્વ (આત્મા) સાથે સાક્ષાત્કારની.28
જૈન ગ્રંથોમાં વારંવાર દિવ્યધ્વનિની વિશેષતાઓને બતાવીને તેની અનુપમ મધુરતા, અલૌકિક મનોહરતા (મનને હરનારી અથવા વશમાં કરનારી શક્તિ) તથા મનના મોહરૂપી અંધકારને નષ્ટ કરવા અને પરમતત્ત્વને પ્રકાશિત કરવાના સામર્થ્ય (સમર્થતા)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દિવ્યધ્વનિના સ્વરૂપ પર વિચાર કરતાં એના પૂર્વના શીર્ષકમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે આ દિવ્યધ્વનિ ‘ભવ્ય જનોને આનંદ દેનારો’ (તિલોયપણતી 1/162, 4/902, હરિવંશ પુરાણ 2/113) છે, ‘મનમાં સ્થિત
Page #229
--------------------------------------------------------------------------
________________
228
જૈન ધર્મ સાર સંદેશ મોહરૂપી અંધકારને નષ્ટ કરતો સૂર્યના સમાન સુશોભિત” (મહાપુરાણ 23/69) છે તથા “લોકોનું અજ્ઞાન દૂર કરીને તેમને તત્ત્વનો બોધ કરાવી રહ્યો છે.” (આદિપુરાણ 23/70)
એવા જ વિચારને વ્યક્ત કરતાં ધવલા ટીકામાં આચાર્ય વીરસેન કહે છેઃ
તીર્થકરનો દિવ્યધ્વનિ મધુર, મનોહર, ગંભીર અને વિશદ (શુદ્ધ) ભાષાના અતિશયોથી યુક્ત હોય છે.29
આ જ પ્રમાણે અલંકાર-ચિત્તામણિમાં દિવ્યધ્વનિને “અસીમ સુખપ્રદ”30 બતાવવામાં આવ્યો છે.
આચાર્ય જિનસેને પણ આદિપુરાણમાં કહ્યું છેઃ
હે ભગવન, જેમાં સંસારના સમસ્ત પદાર્થો ભરેલા છે, જે સમસ્ત ભાષાઓનું નિર્દેશન કરે છે, અર્થાત્ જે પોતાની અતિશય અલૌકિક વિશેષતાના કારણે સમસ્ત ભાષાઓના રૂપમાં પરિણમન કરે છે અને જે સ્યાદ્વાદરૂપી અમૃતથી યુક્ત હોવાને કારણે સમસ્ત પ્રાણીઓના હૃદયના અંધકારને નષ્ટ કરે છે – એવો આપનો આ દિવ્યધ્વનિ જ્ઞાનીજનોને શીધ્ર જ તત્ત્વોનો અનુભવ કરાવી દે છે.”
આ બધાં કથનોથી સ્પષ્ટ થઈ જાય છે કે જૈન ધર્મ અનુસાર અમૃત સમાન મધુર અને મનોહર (મનને હરનારો કે વશમાં કરનારો) દિવ્યધ્વનિમાં જ તે અનુપમ આનંદનો રસ છે જે મનને પૂરી રીતે તૃપ્ત કરી દે છે. દિવ્યધ્વનિની પ્રાપ્તિ થતાં મન પોતાની ચંચળતા છોડીને સ્થિર અને એકાગ્ર થઈ જાય છે. દિવ્યધ્વનિ હૃદયને દિવ્યતા પ્રદાન કરે છે, પોતાના પવિત્ર પ્રભાવથી અંતરાત્માના સમસ્ત કલુષ (પાપ)ને ધોઈને તેને નિર્મળ બનાવે છે અને તેને પરમાત્માનું રૂપ આપી દે છે. એટલા માટે દિવ્યધ્વનિને સંસાર-સાગરને પાર કરવાનો માર્ગ કહેવામાં આવે છે. આચાર્ય જિનસેને સ્પષ્ટ કહ્યું છેઃ
હે ભગવન, આપનો આ દિવ્યધ્વનિ અથવા દિવ્યવાણીરૂપી પવિત્ર જળ અમારા લોકોના મનના સમસ્ત મેલને ધોઈ રહ્યું છે. વાસ્તવમાં
Page #230
--------------------------------------------------------------------------
________________
દિવ્ય ધ્વનિ
આ જ તીર્થ છે અને આ જ આપના દ્વારા બતાવેલું ધર્મરૂપી તીર્થ, ભવ્યજનોનો સંસારરૂપી સમુદ્રથી પાર થવાનો માર્ગ છે.32
શ્રી કાનજી સ્વામીજી પણ કહે છેઃ
સાચા દેવ, નિગ્રંથ (ગ્રંથિરહિત કે બંધનમુક્ત) ગુરુ અને ત્રિલોકીનાથ પરમાત્માના મુખથી નીકળેલો ધ્વનિ (દિવ્યધ્વનિ) અર્થાત્ આગમસાર આ ત્રણ નિમિત્તો વિના મુક્તિ થતી નથી.33
229
ઉપનિષદોમાં પણ દિવ્યધ્વનિ અથવા અનાહત નાદને મનને વશમાં કરવાનું અચૂક સાધન માનવામાં આવ્યું છે. ઉદાહરણ માટે, નાદબિન્દૂનિયમાં મનને વશમાં કરવાને માટે એને અનાહત નાદમાં લીન કરવાને ઉપદેશ આપતાં કહેવામાં આવ્યું છેઃ
આ મનરૂપી આંતરિક સર્પ અનાહત નાદને ગ્રહણ કરતાં પર તે સોહામણા નાદની ગંધથી બંધાઈને તત્કાળ બધી ચપળતાઓનો પરિત્યાગ કરી દે છે. પછી સંસારને ભૂલીને એ એકાગ્ર થઈ જાય છે અને અહીં-તહીં ક્યાંય દોડતું નથી. વિષયોના વનમાં વિચરનારા મનરૂપી મતવાળા હાથીને વશીભૂત કરવામાં આ નાદરૂપી તીક્ષ્ણ અંકુશ જ સમર્થ હોય છે. આ નાદ મનરૂપી મૃગને બાંધવામાં જાળનું કામ કરે છે. આ મનરૂપી તરંગને રોકવામાં તટનું કામ કરે છે.34
આ જ ઉપનિષદ્ માં ફરી આગળ કહેવામાં આવ્યું છેઃ
જ્યારે નિરંતર નાદનો અભ્યાસ કરવાથી વાસનાઓ પૂરી રીતે ક્ષીણ થઈ જાય છે, ત્યારે મન અને પ્રાણ નિઃસંદેહ રીતે નિરાકાર બ્રહ્મમાં વિલીન થઈ જાય છે. કોટિ-કોટિ નાદ અને કોટિ-કોટિ બિંદુ બ્રહ્મપ્રણવનાદમાં લીન થઈ જાય છે.35
આ સંબંધમાં નાદબિન્દુપનિષદ અને અમૃતનાદોપનિષદનાં કેટલાંક અવતરણો પહેલાં પણ આ અધ્યાયમાં અપાઈ ચૂક્યાં છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
230
જૈન ધર્મ સાર સંદેશ દિવ્યધ્વનિ એક ઊંચા અને ગૂઢ અનુભવની અવસ્થામાં પ્રગટ થાય છે જ્યાં મન, બુદ્ધિ અને વચનનો પ્રવેશ હોતો નથી. એટલા માટે એને ન મનબુદ્ધિ દ્વારા યથાર્થ રૂપે સમજી શકાય છે અને ન એને વર્ણાત્મક ભાષાના વચનો દ્વારા વ્યક્ત જ કરી શકાય છે. પરંતુ પરમાર્થી સાધકોને એના ગહન શાંત અને ગંભીર પ્રભાવનો અનુભવ ખૂબ જ સ્પષ્ટ અને નિઃસંદેહ રીતે થાય છે.
દિવ્યધ્વનિનો પ્રભાવ એટલો ગહન અને વ્યાપક હોય છે કે પશુપક્ષી પણ પોત-પોતાના સ્તર પર એનાથી પ્રભાવિત થયા વિના રહેતાં નથી. હરિવંશપુરાણમાં કહેવામાં આવ્યું છે કે હોઠો ને હલાવ્યા વિના જ નીકળેલા તીર્થંકરના દિવ્યધ્વનિએ તિર્થન્ચ (પશુ-પક્ષી), મનુષ્ય અને દેવોનો દૃષ્ટિમોહ નષ્ટ કરી દીધો, અર્થાત્ તેમનો મોહ ભરેલો દૃષ્ટિકોણ નષ્ટ થઈ ગયો અને તેમની પ્રવૃત્તિ જ્ઞાનની તરફ થઈ ગઈ.
એનાથી એ સૂચિત થાય છે કે ઉચ્ચ કોટિના મહાત્માઓ પ્રભાવથી તેમની સમક્ષ પશુ-પક્ષીઓના સ્વભાવમાં પણ અંતર આવી જાય છે અને તેઓ તે મહાત્માઓ પ્રતિ અનુકૂળ વ્યવહાર કરવા લાગે છે. કહેવાય છે કે જ્યારે દેવદતે બુદ્ધને મદમસ્ત હાથીના પગ તળે કચડાવવાની કુચેષ્ટા કરી તો તે હાથી બુદ્ધની પાસે આવીને તેમની સામે શિર ઝૂકાવીને શાંતભાવથી ઊભો રહી ગયો.
આ વાતને પ્રાયઃ બધા જાણે છે કે વનમાં નિવાસ કરનારા ઋષિમુનિઓને વાઘ, સિંહ વગેરે ખૂંખાર જંગલી જાનવર ક્યારેય છેડતા નથી અને ઋષિ-મુનિઓને પણ તેમનાથી ક્યારેય કોઈ ભય હોતો નથી. ઉચ્ચ કોટિના મહાત્માઓ કે સંતોની સૌમ્ય આકૃતિ, સ્વાભાવિક સરળતા, અહિંસામય જીવન અને શાંત ભાવને જોઈને જંગલી જંતુઓનો વિરોધ-ભાવ મટી જાય છે અને સંત-મહાત્માઓના સમીપનું સંપૂર્ણ વાતાવરણ સહજ જ શાંતિમય થઈ જાય છે. યોગસૂત્રમાં પણ કહેવામાં આવ્યું છે:
અહિંસાપ્રતિષ્ઠાયાં તત્સંનિધો વેરત્યાગડા ? અર્થાત્ જ્યારે સાધકમાં અહિંસાનો ગુણ સારી રીતે સ્થાપિત થઈ જાય છે ત્યારે તેની સામે બધાં પ્રાણી સહજ જ વૈરભાવનો ત્યાગ કરી દે છે. બીજા શબ્દોમાં,
Page #232
--------------------------------------------------------------------------
________________
દિવ્ય ધ્વનિ
231 જ્યારે અહિંસાની ભાવના સાધકની અંદર દ્રઢ થઈ જાય છે તો તે અહિંસા ભાવનાનો અનુકૂળ પ્રભાવ પાસે આવનારાઓની ઉપર અવશ્ય પડે છે.
આવી સ્થિતિમાં અનંત જ્ઞાન અને અનંત આનંદને પ્રાપ્ત કરીને પોતાની અંદર દિવ્યધ્વનિને પ્રગટ કરી લેનાર તીર્થકરની સામે આવેલાં પશુ-પક્ષીઓનું તેમના પ્રભાવમાં આવવું બિલકુલ જ સ્વાભાવિક છે.
તત્ત્વભાવનામાં અરહંત ભગવાનના દિવ્ય સ્વરૂપ તથા તેમના મેઘ ગર્જના સમાન દિવ્યધ્વનિનો ઉલ્લેખ આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
પરમ રમણીક અશોકવૃક્ષ (જ્યાં શોક કે દુઃખ હોતું નથી) શોભાયમાન છે. તેની નીચે પ્રભુનું સિંહાસન છે. દુંદુભિ વાજાં (દિવ્ય નગારાં)નો પરમ મિષ્ટ (મધુર) અને ગંભીર ધ્વનિ થઈ રહ્યો છે. ભગવાનનો દિવ્યધ્વનિ મેઘ ગર્જનાની સમાન થઈ રહ્યો છે.28
મહાવીર સ્વામીની પૂજામાં પણ આ દિવ્યધ્વનિનો સંકેત કરતાં કહેવામાં આવ્યું છેઃ
ઘનન ઘન ઘનઘંટ બજે દૃમદમ દમદમ મિરરંગ સજે છે વાસ્તવમાં આ અનાહત નાદ, જે પ્રભુનું પ્રગટ રૂપ છે, સંપૂર્ણ વિશ્વમાં વ્યાપ્ત છે. આચાર્ય પાર્થદવે સંગીત-સમયસારમાં સ્પષ્ટ કહ્યું છેઃ
નાદાત્મક જગતા અર્થ- સંપૂર્ણ જગત નાદાત્મક છે.40
ભક્તિની તન્મયતા અને ધ્યાનની સિદ્ધિ માટે નાદની આવશ્યકતા બતાવતાં આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છેઃ
ભક્તિ માટે તન્મયતા અને તન્મયતા માટે નાદ-સૌંદર્ય આવશ્યક છે. નાદ-સૌંદર્યની ભાવના સંગીતને જન્મ આપે છે. વીણાનો ઝંકાર, વેણુની સ્વર-માધુરી, મૃદંગ-મુરજ-પર્ણવ-દર્દ-પુક્ર-મંજીર વગેરે અનેક વાદ્ય પ્રાણોમાં ઐક્ય ભાવ ઉત્પન્ન કરે છે. ઐક્ય ભાવથી ધ્યાન-સિદ્ધિ થાય છે. મન-વચન-કાયા એકનિષ્ઠ થઈને સમાધિનો અનુભવ કરે છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
232
જૈન ધર્મ સાર સંદેશ આ બતાવતાં કે કેવી રીતે ધ્યાન કે સમાધિની અવસ્થામાં દિવ્યધ્વનિની અમૃત-વૃષ્ટિ દ્વારા સાધકોનાં સાંસારિક દુઃખ દૂર થઈ જાય છે, તેમને પરમસુખનો અનુભવ થાય છે અને તેઓ મુક્તિનું મહાફળ પ્રાપ્ત કરી લે છે, મહાચંદ્ર જૈન કહે છેઃ
અમૃત ઝર ઝરી ઝરી આવે જિનવાણી, દિવ્ય ધ્વનિ ગંભીર ગર્જના છે શ્રવણ સુણતા સુખદાની. ભવ્ય જીવ મન-ભૂમિ મનોહર પાપ કચરાની હાનિ. ધર્મ-બીજ ત્યાં ઉગે સુંદર મુક્તિ-મહાફળ કરી દ્રઢ એવું અમૃત ઝરે અતિ શીતળ મિથ્યા તપન બુઝાણી. “બુધ મહાચંદ્ર'' આ ઝર ભીતર મગ્ન સફળ તે જ જાણી. અર્થ - ભગવાન જિનેન્દ્રની વાણી અમૃતનિઝરની સાથે ઝર-ઝર (વરસાદની ઝડી) વરસી રહી છે. દિવ્યધ્વનિ જ તે ગંભીર મેઘગર્જના છે જેને સાંભળીને શ્રોત્ર સપુટ (આંતરિક કાન)માં સુખની પ્રતીતિ થઈ રહી છે. ભવ્યાત્માઓ (મોક્ષ-પ્રાપ્તિની સાધનામાં લાગેલા જીવો)ની હૃદય-ભૂમિનો પાપમય અવકર (કચરો) એનાથી વહી ગયો છે, નષ્ટ થઈ ગયો છે. આ જિનેન્દ્ર-ભારતી (વાણી)રૂપ અમૃત નીરના સિંચનથી શ્રેષ્ઠ ધર્મબીજ અંકુરિત થાય છે જેના વૃક્ષ પર મુક્તિરૂપ મહાન ફળ ફલિત થાય છે. આ પ્રમાણેના અત્યંત શીતલ અમૃતનિઝરથી મિથ્યાત્વરૂપ દાહની શાંતિ થાય છે. “મહાચન્દ્ર”નો અભિમત છે કે આ જ અમૃત-નિઝરમાં જેઓ મગ્ન રહે છે, અવગાહન (ડૂબકી) કરે છે, તેઓ જ પોતાનો જન્મ સફળ કરે છે. .
દિવ્યધ્વનિના સ્વરૂપ અને પ્રભાવ પર વિચાર કરવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે મનને વશમાં કરવા, સંસાર-સાગરને પાર કરવા અને આત્મતત્ત્વના સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરીને પોતાના જીવનને સફળ બનાવવા માટે કોઈ તીર્થકર અથવા સાચા ગુન્ની ખોજ કરીને તેમની પાસેથી દિવ્યધ્વનિનું રહસ્ય પ્રાપ્ત કરવું અત્યંત આવશ્યક છે. એટલા માટે આપણે પૂરી તૈયારી અને દ્રઢ સંકલ્પની સાથે પોતાના મનુષ્ય જીવનના આ મૂળ ઉદેશ્યને પૂરો કરવાના પ્રયત્નમાં
Page #234
--------------------------------------------------------------------------
________________
દિવ્ય ધ્વનિ
233
લાગી જવું જોઈએ. શ્રી કાનજી સ્વામીએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં આપણને જીવનનાં આ ઉદ્દેશ્યની પૂર્તિના પ્રયત્નમાં પૂરી તૈયારીની સાથે લાગી જવાનો ઉપદેશ આપ્યો છે. તેઓ કહે છેઃ
સાચા દેવ, ગુરુ, શાસ્ત્રના નિમિત્ત વિના કદાપિ સત્ય સમજી શકાતું નથી, એવો નિયમ અવશ્ય છે કે જ્યાં પોતાની તૈયારી હોય છે ત્યાં નિમિત્તનો સુયોગ અવશ્ય થાય જ છે. મહાવિદેહમાં તીર્થંકર ન હોય એ કદાપિ બની શકે નહીં. જો પોતાની તૈયારી હોય તો ભલે ગમે ત્યાં, સત્ નિમિત્તનો યોગ મળી જ જાય છે અને જો પોતાની તૈયારી ન હોય તો સત્ નિમિત્તનો યોગ મળવા છતાં પણ સત્નો લાભ થતો નથી.43
...
...
એટલા માટે આપણાં માટે જરૂરી છે કે સગ્રંથો કે શાસ્ત્રોથી પ્રેરણા લઈને અને સાચા દેવનું સ્મરણ કરીને, દ્રઢ સંકલ્પ અને પૂરી તૈયારીની સાથે સાચા ગુરુની શોધ કરીએ અને તેમના દ્વારા દિવ્યધ્વનિનો અનુભવ પ્રાપ્ત કરીને પોતાનાં જીવનને સફળ બનાવીએ. જૈન ધર્મ પર ગહનતાથી વિચાર કરતાં એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ ધર્મમાં દિવ્યધ્વનિને સર્વાધિક મહત્ત્વ આપવામાં આવ્યું છે અને એનો અનુભવ પ્રાપ્ત કરવો માનવ-જીવનને સફળ બનાવવા માટે આવશ્યક માનવામાં આવ્યો છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
08જી અનુપ્રેક્ષા (ભાવના)
સાંસારિક વસ્તુઓ અને વ્યકિતઓની અસલિયતને ન સમજવાને કારણે જીવ તેમના મોહમાં પડી જાય છે અને તેમનામાં આસક્ત થઈ જાય છે. તેની આ આસક્તિ જ તેના બંધનનું મૂળ કારણ છે. જ્યાં સુધી જીવમાં સંસાર પ્રતિ અનાસક્તિ કે વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થતી નથી, ત્યાં સુધી સંસારથી તેનો છુટકારો પામવો સંભવ નથી. એટલા માટે જૈન ધર્મમાં સંસારની વાસ્તવિકતાને સમજાવીને તેનું વારંવાર સ્મરણ અને ચિંતન કરતા રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ પ્રકારના સ્મરણ અને ચિંતનથી જીવમાં સંસાર પ્રતિ અનાસક્તિ અને વૈરાગ્યની ભાવના વિકસિત થાય છે અને સમત્વ-ભાવ ઉત્પન્ન થાય છે. આ ભાવના મોક્ષ-પ્રાપ્તિ માટે અત્યંત સહાયક સિદ્ધ થાય છે. સંસાર અને એના પદાર્થોની અસલિયત વિશે વારંવાર ચિંતન કરવાને જ જૈન ધર્મમાં અનુપ્રેક્ષા' (અનુકવારંવાર; પ્રેક્ષા–ધ્યાનથી જોવું કે ગહનતાથી વિચાર કરવો) અથવા “ભાવના” (વારંવાર ચિંતન કરવું) કહેવામાં આવ્યું છે. તત્ત્વાધિગમ સૂત્રમાં એને આ શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યું છેઃ
(તત્ત્વનું) પુનઃ પુનઃ ચિંતન કરવું અનુપ્રેક્ષા (ભાવના) છે.'
વૈરાગ્ય વધારનારી ભાવનાઓ જૈન ગ્રંથોમાં વૈરાગ્યની વૃદ્ધિ માટે બાર પ્રકારની અનુપ્રેક્ષાઓનો ઉલ્લેખ જોવા મળે છે. એમને બાર વૈરાગ્ય ભાવનાઓ પણ કહે છે. એમના નામ છેઃ 1. અનિત્ય ભાવના 2. અશરણ ભાવના 3. સંસાર ભાવના 4. એકત્વ ભાવના 5. અન્યત્વ ભાવના 6. અશુચિ ભાવના 7. આસ્રવ ભાવના 8. સંવર ભાવના
234
Page #236
--------------------------------------------------------------------------
________________
235
અનુપ્રેક્ષા (ભાવના) 9. નિર્જરા ભાવના 10. લોક ભાવના 1. બોધિ-દુર્લભ ભાવના અને 12. ધર્મ ભાવના. પોતાની સાધનામાં દઢ થવા માટે એમને સારી રીતે સમજી લેવી આવશ્ક છે. આપણે અહીં એક-એક કરીને એમના પર વિચાર કરીશું.
1. અનિત્ય ભાવના આ સંસાર અને એના પદાર્થોને જે રૂપમાં આપણે પોતાના મન અને ઈન્દ્રિયો દ્વારા અનુભવ કરીએ છીએ, તે તેમનું વાસ્તવિક રૂપ નથી. જયાં સુધી આપણને પારમાર્થિક જ્ઞાન થતું નથી, ત્યાં સુધી આપણે સાંસારિક જ્ઞાન આપણને ભ્રમમાં જ રાખે છે. ધન-દોલત, માન-પ્રતિષ્ઠા, સુંદરતા અને દુનિયાની ચમકદમક વગેરે જે વિષયોને સ્થાયી સમજીને આપણે તેમની પાછળ દોડતા રહીએ છીએ, તેઓ સ્થાયી નથી. જે શરીરને આપણે મોહક અને આકર્ષક સમજીને તેને મળવા કે લપેટાવાને માટે વ્યગ્ર રહીએ છીએ, તે કેવળ હાડ-માંસનું એક પૂતળું છે, જે ચિતામાં બળીને ભસ્મ થઈ જાય છે. પરંતુ આપણા ઉપર અજ્ઞાનજનિત મોહનો એટલો મોટો પડદો પડ્યો છે કે આપણે આ અનિત્ય અને અસાર સંસારને નિત્ય અને સાચો માનીને એમાં આસક્ત થઈ જઈએ છીએ. સંસારની અનિત્ય અને જૂઠી વસ્તુઓના લોભમાં પડીને આપણે અનેક પ્રકારનાં ભલાંબૂરા કર્મો કરીએ છીએ, જેમના ફળસ્વરૂપે આપણને આવાગમનના ચક્રમાં પડીને ઘોર દુઃખ ભોગવવું પડે છે. એવી સ્થિતિથી બચવા માટે જૈન ગ્રંથોમાં અનેક પ્રકારે સંસારની અનિત્યતા અને અસારતા દર્શાવીને તેનું વારંવાર ચિંતન કરતા રહેવા પર ભાર આપવામાં આવ્યો છે. આપણે જે પ્રમાણેનું ચિંતન વારંવાર કરીએ છીએ, તેના અનુસાર જ આપણી ચિત્તવૃત્ત ઢળી જાય છે. જ્યારે સંસારની અનિત્યતા અને અસારતાની ભાવના આપણા હૃદયમાં ઘર કરી લે છે, ત્યારે આપણે સંસારથી ઉદાસીન કે અનાસક્ત થઈ જઈએ છીએ અને દૃઢ વિશ્વાસની સાથે મોક્ષમાર્ગમાં સહજ રીતે આગળ વધતા જઈએ છીએ.
સંસારનો અર્થ જ છે સંસરણ કે ગમન કરનાર. અર્થાત્ જે ચલાયમાન છે કે જેમાં સદા પરિવર્તન કે બદલાવ થતો રહે છે, તેને જ સંસાર કહે છે. અહીં એકમાત્ર પરમાત્માસ્વરૂપ આત્મા જ નિત્ય છે, જે વાસ્તવમાં સંસારથી પર અને તેનાથી ભિન્ન છે. સંસારમાં જે કંઈ ઉત્પન્ન થાય છે, તે અવશ્ય જ નષ્ટ
Page #237
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
થાય છે. પરંતુ મોહવશ આપણે અનિત્ય અને નશ્વર પદાર્થોને નિત્ય કે સ્થાયી સમજીને તેમનામાં આસક્ત થઈ જઈએ છીએ અને પોતાની આ નાસમજીના કારણે જન્મ-મરણના ચક્રમાં પડીને દુઃખ ભોગવતા રહીએ છીએ. એટલા માટે જૈનગ્રંથોમાં વારંવાર સંસાર અને સાંસારિક પદાર્થોની અનિત્યતાની તરફ આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે અને નિત્ય પદાર્થ (પરમાત્મ-તત્ત્વ)ને જાણવા માટે ધ્યાન દ્વારા પરમાર્થ બુદ્ધિ પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે, જેવું કે ચાણસાર (જ્ઞાનસાર)માં કહેવામાં આવ્યું છેઃ
236
વીજળી જળ પરપોટાવત પ્યારા, જોબન જીવન તન ધન બધા। એવા સર્વ અસ્થિર પિછાણ, પરમ ધ્યાનને કરો પ્રમાણ।।
વીજળી અથવા જળ પરપોટા સમાન જીવન, યૌવન, ધન-ધાન્ય બધું અસ્થિર (અનિત્ય) છે. આ પ્રમાણે પરમાર્થ બુદ્ધિથી જાણો.
જિન-વાણીમાં પણ સંસાર અને એના બધા પદાર્થોને અનિત્ય અને ક્ષણભંગુર બતાવતાં કહેવામાં આવ્યું છેઃ
જે કંઈ ઉત્પન્ન થયું છે તેનો નિયમથી નાશ થાય છે. પરિણમન (બદલાતું રહેનારું) સ્વરૂપ હોવાથી કંઈ પણ શાશ્વત (નિત્ય) નથી.
જન્મમરણ સાથે છે, યૌવન જરા સાથે છે, લક્ષ્મી (ધનદોલત) વિનાશ સાથે છે, આ પ્રમાણે બધા પદાર્થો ક્ષણભંગુર છે એવું જાણો.
જેવી રીતે નવીન મેઘ તત્કાળ ઉદય થઈને વિનાશ થઈ જાય છે, તે જ પ્રમાણે આ સંસારમાં પરિવાર, બંધુવર્ગ, પુત્ર, સ્ત્રી, ભલા મિત્રો, શરીરનું લાવણ્ય (સુંદરતા), ગૃહ, ગોધન (ઘણી બધી ગાયોની સંપત્તિ) વગેરે સમસ્ત પદાર્થો અસ્થિર છે.3
આચાર્ય કુંથુસાગરજી મહારાજે પણ સંસાર અને તેના પદાર્થોની અનિત્યતા આ શબ્દોમાં વ્યક્ત કરી છેઃ
આ સંસાર જોત-જોતામાં નષ્ટ થઈ જાય છે. માતા, પિતા, ભાઈ, પુત્ર વગેરેનો સંયોગ વીજળીની ચમક સમાન ચંચળ છે, એમના વિયોગનો
Page #238
--------------------------------------------------------------------------
________________
237
અનુપ્રેક્ષા (ભાવના)
કોઈ નિશ્ચિત કાળ નથી, જેમનો આજે સંયોગ છે કાલે તેમનો જ વિયોગ થઈ જાય છે. આજે જે ધની છે કાલે તે જ દરિદ્ર થઈ જાય છે. આ પ્રમાણે વિચાર કરવાથી આ સંસારની અનિત્યતા આપોઆપ માલૂમ થઈ જાય છે.
એ બતાવતાં કે જીવ આ સંસારમાં અજ્ઞાનજનિત મોહનો શિકાર થઈને અનિત્યને નિત્ય અને દુઃખને સુખ માનવાના ભ્રમમાં પડેલો પોતાનો વિનાશ કરી રહ્યો છે, શુભચંદ્રાચાર્ય આપણને આ ભ્રમમાંથી નીકળવા માટે ચેતાવે છે. તેઓ કહે છેઃ
હે મૂઢ! ક્ષણ-ક્ષણમાં નાશ થનારા ઈન્દ્રિયજનિત સુખમાં પ્રીતિ કરીને એ ત્રણેય ભુવન નાશને પ્રાપ્ત થઈ રહ્યાં છે, તે તું કેમ જોતો નથી?
પુત્ર, સ્ત્રી, બાંધવ, ધન શરીરાદિ ચાલ્યાં જાય છે અને જે છે, તે પણ અવશ્ય જ ચાલ્યાં જશે. પછી એમના માટે આ જીવ વ્યર્થ જ કેમ ખેદ કરે છે?
જે મૂઢ પંચેન્દ્રિયોના વિષય સેવનમાં સુખ શોધે છે, તેઓ જાણે શીતળતા માટે અગ્નિમાં પ્રવેશ કરે છે અને દીર્ધ જીવન માટે વિષપાન કરે છે. તેમને આ વિપરીત-બુદ્ધિથી સુખને સ્થાને દુઃખ જ થશે.
આ જગત ઈન્દ્રજાલવત્ (જાદૂ કે બાજીગરીના સમાન) છે. પ્રાણીઓના નેત્રોને મોહનીઅંજનની જેમ ભુલાવે છે, અને લોકો એમાં મોહને પ્રાપ્ત થઈને પોતાને ભૂલી જાય છે, અર્થાત્ લોકો ધોખો ખાય છે. અતઃ આચાર્ય મહારાજ કહે છે કે આપણે જાણતા નથી એ લોકો કયા કારણથી ભૂલે છે. આ પ્રબળ મોહનું માહાત્મય જ છે.
આ જગતમાં જે જે ચેતન અને અચેતન પદાર્થો છે, તેમને બધા મહર્ષિઓએ ક્ષણ-ક્ષણમાં નષ્ટ થનારા અને વિનાશક (નશ્વર) કહ્યા છે. આ પ્રાણી એમને નિત્યરૂપ માને છે, આ ભ્રમ માત્ર છે.
આચાર્ય પદ્મનન્ટિએ પણ સંસારની અનિત્યતા અને એને ન સમઝવાના કારણે થનારી જીવની દુર્દશાનું ઘણું જ માર્મિક વર્ણન કર્યું છે. તેઓ કહે છેઃ
Page #239
--------------------------------------------------------------------------
________________
238
જૈન ધર્મ સાર સંદેશ આ સંસાર-સરોવરમાં યમ-ધીવર (માછી)ના હાથથી ફેલાયેલી ચમકીલી જરા-જાળમાં ફસાઈને પણ આ લોકરૂપ દીન-હીન માછલીઓનો સમૂહ પોતાના ઈન્દ્રિય- સુખ-જળમાં ક્રીડા કરતો રહે છે અને નિકટમાં જ પ્રાપ્ત થનારી ઘોર આપત્તિઓનાં ચક્રને જોતો નથી, આ ઘણો જ ખેદનો વિષય છે! અર્થાત્ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ જતાં પણ જે ઈન્દ્રિય-વિષય-સુખોમાં મગ્ન રહે છે તેમની દશા ઘણી જ ખેદજનક છે! એવા લોકો જાળમાં ફસાઈને ક્રીડા કરતાં માછલીઓની જેમ શીઘ જ ઘોર આપદાઓને પ્રાપ્ત થાય છે.
ગત જીવોને કાળના ગાલમાં (મોંમાં) ગયેલા સાંભળીને અને ઘણાને પોતાની સામે કાળના ગાલમાં જતા (મરતા) જોઈને પણ જે લોકો પોતાને સ્થિર માની રહ્યા છે તેનું કારણ એકમાત્ર મોહ છે-અને એટલા માટે એવા લોકો મોહી કહેવાય છે. વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાંબુઢાપો આવી જતાં પણ જે લોકો ધર્મમાં ચિત્ત લગાવતા નથી તેઓ પુત્ર-પૌત્રાદિક બંધનોથી પોતાના આત્માને હજી વધુ ને વધુ બંધાવી રહ્યા છે. એવા લોકોનું બંધન-મુક્ત થવું ખૂબ જ કઠિન કાર્ય બની જાય છે.
આ જગતમાં મનોવાંછિત લક્ષ્મી પામ્યા, સમુદ્ર સુધી પૃથ્વીને ભોગવી-તેના પર રાજ્ય કર્યુ- અને તે અતિ મનોહર રમણીય વિષય પ્રાપ્ત કર્યા જે સ્વર્ગમાં દેવતાઓને પણ દુર્લભ છે; પરંતુ આ બધાનું અનંતર (પછી) મૃત્યુ આવશે. અતઃ એ બધા વિષય-ભોગ-જેમનામાં હે આત્મા તું રચ્યા-પચ્યો રહ્યો છે – વિષમિશ્રિત ભોજનના સમાન ધિક્કારને યોગ્ય છે. અર્થાત્ જે પ્રમાણે વિષ ભેળવેલું ભોજન ખાતા સમયે સ્વાદિષ્ટ માલૂમ થાય તો પણ અંતમાં પ્રાણોનું હરણ કરનારું હોવાથી ત્યાજ્ય છે, તે જ પ્રમાણે આ વિષય-સુખો પણ સેવન કરતાં સમયે સારાં માલૂમ હોવા છતાં પણ અંતમાં દુર્ગતિનું કારણ હોવાથી ત્યાગવાને યોગ્ય છે. અતઃ એમનામાં આસક્તિનો ત્યાગ કરીને મુક્તિના માર્ગ પર લાગવું જોઈએ જેનાથી ફરી વિયોગાદિ-જન્ય કષ્ટ ઉઠાવવાં ન પડે.
Page #240
--------------------------------------------------------------------------
________________
અનુપ્રેક્ષા (ભાવના)
[239 આ સંસારમાં વિધિના વશથી - પૂર્વોપાર્જિત કર્મને આધીન થયેલો-રાજા પણ ક્ષણભરમાં રંક થઈ જાય છે અને સર્વરોગોથી રહિત તરૂણ હૃષ્ટ-પુષ્ટ નવજુવાન – પણ શીઘ જ નાશને પ્રાપ્ત થઈ જાય છે; બીજાઓની તો વાત જ શું? જ્યારે સંસારમાં સારરૂપ માનવામાં આવનારા ધન અને જીવન બન્નેની જ આવી ક્ષણભંગુર સ્થિતિ છે ત્યારે બુધજનોએ કોને પામીને મદ કરવો જોઈએ? ક્યાંય પણ તેમના મદ માટે સ્થાન નથી, વિધિનાં ચક્કરમાં પડીને પળભરમાં બધો મદ ચકનાચૂર થઈ જાય છે.
ધન, સ્ત્રી અને પુત્રાદિની હાલત તે દીપકોના સમાન છે જે ઊંચા પર્વતની ચોટી પર રાખેલા પવનથી કાંપી રહ્યા છે અને પળભરમાં બુઝાઈ જવાની સ્થિતિમાં છે. આવા ક્ષણભંગુર ધનાદિકને પામીને જે મનુષ્ય ઘમંડ કરે છે – અભિમાની બની રહ્યો છે – તે પ્રાયઃ પાગલ થયેલો મુક્કો-ધૂસો મારીને આકાશને હણવા ચાહે છે! વ્યાકુળ થયેલો સૂકી નદીને તરવાની ચેષ્ટા કરે છે! અને પ્યાસથી પીડિત થયેલો મૃગમરીચિકા (મૃગજળ) ને પીવાનો ઉદ્યમ કરે છે! આ બધાં કાર્યો જે પ્રમાણે વ્યર્થ છે અને એમને કરનારા કોઈ પણ મનુષ્યના પાગલપણાને સૂચિત કરે છે, તે જ પ્રમાણે સ્ત્રી-પુત્ર-ધનાદિકને પામીને અહંકાર (ગર્વ) કરવો પણ વ્યર્થ છે અને તે અહંકારીના પાગલપણાને સૂચિત કરે છે.
મનુષ્યનો સૌથી ઘનિષ્ઠ સંબંધ અને તેની સૌથી ગહન આસક્તિ પોતાના શરીર સાથે હોય છે, જેને તે રોજ સવારે-શણગારે છે અને જેના સુખ-આરામને માટે અનેક ઉપાય અને અથાક પ્રયત્નો કરે છે. તે ભૂલી જાય છે કે તેનું શરીર નશ્વર છે, જીવનું બંધન છે અને દુઃખનું કારણ છે. તે પોતાની સુંદરતા, શક્તિ અને સામર્થ્યનું અભિમાન કરે છે, પરંતુ કાળની સામે તેનું કંઈ પણ જોર ચાલતું નથી. પોતાના પ્રિયજનોના મૃત્યુ પર તે નાહક રડે-વિલાપ કરે છે અને પોતાના મૃત્યુને, જેને ટાળી શકાતું નથી, ભૂલાવી રહે છે. જીવનની અનિત્યતા પર ઉચિત ધ્યાન ન આપવાને કારણે તે પોતાના દુર્લભ મનુષ્ય-જીવનના અમૂલ્ય સમયને વ્યર્થ જ ગુમાવીને સંસારમાંથી ચાલ્યો જાય છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
240
જૈન ધર્મ સાર સંદેશ સંસારની અનિત્યતાના સંબંધમાં આચાર્ય પદ્ધનન્ટિના વિચારોનો ઉલ્લેખ આપણે પહેલાં કરી ચૂક્યા છીએ. હવે આપણે શરીરની અનિત્યતાના સંબંધમાં તેમના વિચારોને નીચે પ્રસ્તુત કરીએ છીએ. શરીરની અવસ્થાના સંબંધમાં તેઓ કહે છેઃ
કાયા તો દુઃખ અને મરણની જનની છે. દુઃખ અને મરણ આ જ ભૂમિથી ઉત્પન્ન થાય છે. જો કાયા ન હોય તો આત્માને દુઃખ પણ ન ઉઠાવવાં પડે અને મરણ પણ ન થઈ શકે. જ્યારે કાયાની સાથે આત્માનો સંબંધ છે તો પછી દુઃખ અથવા મરણ ઉપસ્થિત થતાં જેનું સંબંધાવસ્થામાં હોવું અવશ્યમ્ભાવી (ચોકકસ) છે, બુધજનોએ શોક કરવો જોઈએ નહીં. એનાથી પ્રત્યુત (વિપરીત) તેમણે તો નિત્ય જ નિરાકુળ (શાંત) થઈને બહિરાત્મ-બુદ્ધિનાં ત્યાગપૂર્વક આત્મસ્વરૂપનો - પોતાની મુક્તિનો - વિચાર કરવો જોઈએ, જેનાથી દુઃખદાયી દેહનો પુનઃ પુનઃ જન્મ જ સંભવ રહે નહીં.
જેણે જન્મ લીધો છે તે મૃત્યુનો દિવસ આવતાં પર નિશ્ચિતપણે અવશ્ય જ મરે છે, ત્રણેય લોકમાં પણ પછી તેનો કોઈ રક્ષક હોતો નથી – તેને મોતથી બચાવી શકતો નથી. અતઃ જે મનુષ્ય પોતાના પ્રિય સ્વજનના મરવા પર શોક કરે છે તે નિર્જન વનમાં વિલાપ કરીને રડે છે – નિર્જન વનનો વિલાપ જેમ વ્યર્થ હોય છે તેવી જ રીતે તેનો તે શોક પણ વ્યર્થ છે, તેના પર કોઈ ધ્યાન આપનારું નથી.
એ સુનિશ્ચિત છે કે પોતાની આયુ યમથી અતિશય જ પીડિત છે – કાળથી બરાબર હણાઈ જઈ રહી છે. આ રીતે આયુનો વિનાશ થતો જોઈને પણ જે મનુષ્ય પોતાને સ્થિર-અમર માની રહ્યો છે- નિરંતર કાળના મોંમાં ચાલ્યા જવાનો જેને ખ્યાલ જ હોતો નથી - તે કેવી રીતે અજ્ઞાની નથી? અવશ્ય જ અજ્ઞાની છે-જડબુદ્ધિ છે.?
શુભચંદ્રચાર્યએ પણ ખૂબ જ પ્રભાવપૂર્ણ ઢંગથી આ શરીરની અનિત્યતા દેખાડી છે. તેઓ કહે છેઃ
Page #242
--------------------------------------------------------------------------
________________
241
અનુપ્રેક્ષા (ભાવના)
આ લોકમાં રાજાઓને ત્યાં જે ઘડિયાળનો ઘંટ વાગે છે અને અવાજ કરે છે, તે સૌનાં ક્ષણિકપણાને પ્રગટ કરે છે; અર્થાત્ જગતને જાણે કે પોકારી પોકારીને કહે છે કે હે જગતના જીવો! જે કંઈપણ પોતાનું કલ્યાણ કરવા ચાહો છો, તો શીઘ જ કરી નાખો, નહીં તો પસ્તાશો. કારણ કે આ જે ઘડી વીતી ગઈ, તે કોઈ પ્રકારે પણ ફરી પાછી આવશે નહીં. આ પ્રમાણે આગળની ઘડી પણ જો વ્યર્થ જ ખોઈ દેશો તો તે પણ ગયેલી પાછી આવશે નહીં.
જુઓ! આ જીવોનું પ્રવર્તન (બદલાવ) કેવું આશ્ચર્યકારક છે કે શરીર તો પ્રતિદિન ક્ષીણ થતું જાય છે અને આશા ક્ષીણ થતી નથી, પરંતુ વધતી જાય છે. તથા આયુર્બળ તો ઘટતું જાય છે અને પાપકાર્યોમાં બુદ્ધિ વધતી જાય છે. મોહ તો નિત્ય સ્કુરાયમાન હોય છે અને આ પ્રાણી પોતાના હિત અને કલ્યાણમાર્ગમાં લાગતો નથી. એટલે આ કેવું અજ્ઞાનનું માહાત્મય છે?
જે પ્રમાણે નદીની જે લહેરો જાય છે, તે ફરી પાછી ક્યારેય આવતી નથી; એ જ પ્રમાણે જીવોની જે વિભૂતિ (મહિમા અથવા મહત્તા) પહેલાં હોય છે, તે નષ્ટ થવા પશ્ચાત્ ફરી પાછી આવતી નથી. આ પ્રાણી વ્યર્થ જ હર્ષ-વિષાદ કરે છે.
નદીની લહેરો કદાચ ક્યાંક પાછી પણ આવતી હોય પરંતુ મનુષ્યોનું ગયેલું રૂપ, બળ, લાવણ્ય અને સૌન્દર્ય ફરી આવતું નથી. આ પ્રાણી વ્યર્થ જ તેમની આશા લગાવી રાખે છે.
જીવોનું આયુર્બળ તો અંજલિના જળની જેમ ક્ષણ-ક્ષણમાં નિરંતર ઝરે છે અને યૌવન કમળની વેલના પત્ર પર પડેલા જળબિંદુની જેમ તત્કાળ ઢળી જાય છે. આ પ્રાણી વૃથા જ સ્થિરતાની ઈચ્છા રાખે છે.*
એનાથી એ સ્પષ્ટ છે કે સંસાર અને શરીર ઉપરથી જેવા લાગે છે, વાસ્તવમાં તેવા નથી. જે નિત્ય અને સુખદ માલૂમ પડે છે, તેઓ વાસ્તવમાં અનિત્ય અને દુઃખદ છે. આ સંસારમાં સર્વત્ર વૈતભાવ કે વિરોધીભાવ જોવા મળે છે. જન્મની સાથે મૃત્યુ, સંયોગની સાથે વિયોગ, સંપદાની સાથે વિપદા
Page #243
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
અને સફળતાની સાથે નિષ્ફળતા લાગેલી છે. એટલા માટે આપણે સંસાર અને શરીરના યથાર્થ સ્વભાવનું વારંવાર ચિંતન કરતાં કરતાં ક્યારેય પણ એમનામાં આસક્ત થવું જોઈએ નહીં. આ પ્રકારના ચિંતન કે ભાવનાથી જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ થાય છે અને સાધકને આત્મ-સ્વરૂપને ઓળખવા અને મોક્ષની પ્રાપ્તિ કરવામાં સહાયતા મળે છે.
242
2. અશરણ ભાવના
જીવને આ સંસારમાં કયાંય પણ શરણ નથી; તેને કોઈ પણ શરણ દેનાર કે બચાવનાર નથી. પોતાના ભ્રમવશ એ કેટલાક લોકોને આત્મીય કે પોતાના સમજે છે અને તેમની પાસેથી પોતાની રક્ષાની આશા રાખે છે. પરંતુ જ્યારે તેને પોતાના કર્મોને ચૂકવતા ચૂકવતા દુઃખ ભોગવવું પડે છે, ત્યારે કોઈ પણ તેના દુઃખને વહેંચી શક્યું નથી. જ્યારે મૃત્યુનો સમય આવે છે, ત્યારે સ્ત્રી, પુત્ર, ભાઈ-બંધુ વગેરે આત્મીયજન તથા અંગરક્ષક, સેના વગેરે બધાં જોતાં જ રહી જાય છે. કોઈ પણ તેને બચાવી શકતું નથી. આ સત્યનું વારંવાર ચિંતન કરવું જ અશરણ ભાવના છે.
એને સારી–૨ીતે સમજીને મનુષ્ય માત્ર ધર્મનું શરણ લેવું જોઈએ અને આત્મતત્ત્વની ઓળખ કરીને સંસારની અનિત્ય વસ્તુઓથી સદાને માટે છુટકારો મેળવી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રયત્નમાં પંચપરમેષ્ટી (અરહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ) અર્થાત્ સાચા ધર્મગુરુ તેના સહાયક બની શકે છે.
એ વાતો અનેક જૈન ગ્રંથોમાં બતાવવામાં આવી છે. ઉદાહરણ માટે, પુરુષાર્થસિદ્ધયુપાયમાં અશરણ ભાવનાને આ પ્રમાણે સમજાવવામાં
આવી છેઃ
જેમ નિર્જન વનમાં સિંહથી પકડાયેલા હરણના બચ્ચાને કોઈ
પણ શરણ નથી અથવા કોઈ પણ રક્ષા કરનારું નથી, તે જ પ્રમાણે આ સંસારરૂપી ગહન વનમાં મૃત્યુથી પકડાયેલા જીવને કોઈ શરણ નથી.”
Page #244
--------------------------------------------------------------------------
________________
અનુપ્રેક્ષા (ભાવના)
243 આ પ્રમાણે કોઈ પણ સાંસારિક વ્યક્તિ કે વસ્તુ જીવની રક્ષા કરી શકતી નથી. માત્ર જીવનું ધર્માચરણ જ જીવની રક્ષા કરી શકે છે. એટલા માટે જીવને પોતાની રક્ષા માટે ક્ષમા, માર્દવ (કોમળતા), શૌચ (પવિત્રતા), સત્ય, સંયમ વગેરે દશ લક્ષણરૂપ ધર્મનું આચરણ કરવું જોઈએ. જિન-વાણીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જે તમને ક્ષમાદિ દશલક્ષણરૂપ (ધર્મ) ભાવથી પરિણત (પરિવર્તિત) કરે તે જ આપોઆપ શરણ છે.10
પોતાના કર્મોના અનુસાર જીવ અનેક યોનિઓમાં જન્મ લે છે અને પ્રત્યેક યોનિમાં તે ગર્ભાવસ્થાથી જ મૃત્યુની તરફ આગળ વધતો જાય છે. મૃત્યુની ઘડી આવી જતાં તેને કોઈ પણ બચાવી શકતું નથી. વાસ્તવમાં આ સંસારમાં જીવનું કોઈ શરણ છે જ નહીં. ફક્ત ધર્માચરણ કરનારો આત્મા સ્વયં અને તેને ધર્મની શિક્ષા-દિક્ષા દેનારા ધર્મગુરુ - એ જ જીવના શરણ છે. એને સ્પષ્ટ કરતાં શુભચન્દ્રાચાર્ય કહે છેઃ
હે મૂઢ પ્રાણી! આયુનામા કર્મ જીવોને ગર્ભાવસ્થાથી જ નિરંતર પ્રતિક્ષણ પોતાના પ્રયાસોથી મંજિલોથી) યમ મંદિરની તરફ લઈ જાય છે, એટલે તેને જો!
જ્યારે મૃત્યુકાળ) આવે છે, ત્યારે આ જીવને કોઈ પણ બચાવી શકતું નથી.
કોઈ એવું સમજતું હશે કે મૃત્યુથી બચાવનાર કોઈ તો આ જગતમાં અવશ્ય હશે, પરંતુ એવું સમજવું સર્વથા મિથ્યા છે, કારણ કે કાળથી – મૃત્યુથી – રક્ષા કરનાર ન તો કોઈ થયું અને ન કદી કોઈ થશે.
જો નિશ્ચય દૃષ્ટિથી વિચારવામાં આવે, તો પોતાના આત્માનું જ શરણ છે અને વ્યવહાર દષ્ટિથી વિચાર કરવામાં આવે તો પરંપરાય (ગુરુ શિષ્યની પરંપરાથી ચાલ્યા આવતા) સુખના કારણે વીતરાગતાને પ્રાપ્ત થયેલ પંચપરમેષ્ઠિનું જ શરણ છે; કારણ કે તેઓ વીતરાગતાનું એકમાત્ર કારણ છે, તેથી અન્યનું શરણ છોડીને ઉપરોકત બે જ શરણ
Page #245
--------------------------------------------------------------------------
________________
244
જૈન ધર્મ સાર સંદેશ વિશે વિચારવું જોઈએ – (આત્મા જે ધર્માચરણ કરે છે અને સદ્ગુરુ જે તેને ધર્મનું જ્ઞાન આપે છે.)
3.સંસાર ભાવના જીવ પોતાના અજ્ઞાનવશ જે કર્મ કરે છે તેના અનુસાર તેને અનેક યોનિઓમાં જન્મ લેવો પડે છે. ભલા-બૂરા કર્મોમાં ઊલઝાયેલા જીવના જન્મ-મરણનો સિલસિલો સદા ચાલતો રહે છે. એને જ સંસાર કહે છે. પોતાના કર્મોના કારણે જ જીવ ક્યારેક ઊંચી અને ક્યારેક નીચી યોનિમાં જન્મ લે છે. સંસારના આ ચક્રથી બચવા માટે જીવે સંસારના આ સ્વરૂપનું વારંવાર ચિંતન કરતાં કરતાં તેના પ્રતિ મોહ કે આસક્તિનો ત્યાગ કરી દેવો જોઈએ અને આત્મતત્ત્વનું ધ્યાન કરીને આવાગમનથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને સમજાવતાં શુભચન્દ્રાચાર્ય કહે છેઃ
એ જીવો પોત-પોતાનાં કર્મરૂપી બેડીઓથી બંધાયેલા સ્થાવર (અચર) અને ત્રસ(ચર) શરીરોમાં સંચાર કરતાં કરતાં મરે અને ઉપજે છે.
એ યંત્રવાહક (કર્મોના લેખને લઈને ચાલનારું પ્રાણી) સંસારમાં અનેક રૂપોને ગ્રહણ કરે છે અને અનેક રૂપોને છોડે છે. જે પ્રમાણે નૃત્યના રંગમંચ પર નૃત્ય કરનાર ભિન્ન-ભિન્ન સ્વાંગોને ધારણ કરે છે, તે જ પ્રમાણે આ જીવ નિરંતર ભિન્ન-ભિન્ન સ્વાંગ(શરીર)ધારણ કરતો રહે છે.
આ સંસારમાં આ પ્રાણી કર્મોથી બલાત (જબરદસ્તી) વંચિત થઈ (ઠગાયેલ) રાજાથી તો મરીને કૃમિ થઈ જાય છે અને કૃમિથી મરીને ક્રમથી દેવોનો ઇન્દ્ર થઈ જાય છે. આ પ્રમાણે પરસ્પર ઊંચી ગતિથી નીચી ગતિ અને નીચીથી ઊંચી ગતિ બદલાતી જ રહે છે.
આ સંસારમાં પ્રાણીની માતા તો મરીને પુત્રી થઈ જાય છે અને બહેન મરીને સ્ત્રી થઈ જાય છે, અને પછી તે જ સ્ત્રી કરીને તમારી પુત્રી પણ થઈ જાય છે. એ જ પ્રમાણે પિતા મરીને પુત્ર થઈ જાય છે તથા પછી તે જ મરીને પુત્રનો પુત્ર થઈ જાય છે. આ પ્રમાણે પરિવર્તન થતું જ રહે છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
245
અનુપ્રેક્ષા (ભાવના)
એનો ટૂંકો સાર એ છે કે સંસારનું કારણ અજ્ઞાનભાવ છે. અજ્ઞાનભાવથી પરદ્રવ્યોમાં મોહ તથા રાગદ્વેષની પ્રવૃત્તિ થાય છે. રાગદ્વેષની પ્રવૃત્તિથી કર્મબંધ થાય છે અને કર્મબંધનું ફળ ચારેય ગતિમાં ભ્રમણ કરવાનું છે.2
જિન-વાણીમાં પણ સંસારના સ્વભાવને સંક્ષેપમાં બતાવીને આત્મસ્વરૂપનું ધ્યાન કરીને સંસારથી મુક્ત થવાનો ઉપદેશ આ શબ્દોમાં આપવામાં આવ્યો છેઃ
જીવ એક શરીરને છોડે છે અને બીજું ગ્રહણ કરે છે, પછી નવું ગ્રહણ કરીને પુનઃ તેને છોડી અન્ય ગ્રહણ કરે છે. આ રીતે અનેક વાર ગ્રહણ કરે અને છોડે છે.
આ પ્રમાણે સંસારના સ્વરૂપને જાણીને સર્વ પ્રકાર ઉદ્યમ કરીને મોહને છોડીને તે ભવ્ય (મોક્ષાર્થી), તે આત્મસ્વભાવનું ધ્યાન કર જેનાથી સંસારના ભ્રમણનો નાશ થાય.
4. એકત્વ ભાવના આ સંસારમાં સ્ત્રી, પુત્ર, મિત્ર-બંધુ, ધન-સંપત્તિ વગેરેથી ઘેરાયેલા હોવાના અને તેમના પ્રતિ મમત્વ-ભાવ રાખવાના કારણે આ જીવ પોતાના એકત્વ-ભાવને ભૂલાવી દે છે. કુટુંબ-પરિવારને પોતાના સમજીને તેમના માટે તે જેજે કર્મ કરે છે તે બધાનું ફળ તેણે એકલાએ જ ભોગવવું પડે છે. આ સચ્ચાઈનું વારંવાર ચિંતન કરવું જ એકત્વ ભાવના છે.
આ ભાવના હૃદયમાં સારી-રીતે બેસી જતાં મનુષ્ય સાંસારિક વિષયોથી અનાસક્ત થઈ જાય છે અને તેને સહજ જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે.
જીવના એકલાપણાને સ્પષ્ટ કરતાં પુરુષાર્થસિયુપાયમાં કહેવામાં આવ્યું છેઃ આ જીવ સદાનો એલો છે. પરમાર્થદૃષ્ટિએ એનો કોઈ મિત્ર નથી. એકલો આવ્યો છે, એકલો બીજી યોનિમાં ચાલ્યો જશે. એક્લો જ વૃદ્ધ થાય છે, એકલો જ યુવાન થાય છે અને એકલો જ બાળક થઈને ક્રીડા કરતો ફરે છે. એકલો જ રોગી થાય છે, એકલો જ દુઃખી થાય છે, એકલો જ પાપ કમાય
Page #247
--------------------------------------------------------------------------
________________
246
જૈન ધર્મ સાર સંદેશ છે અને એક્લો જ તેના ફળને ભોગવે છે. બંધુવર્ણાદિક કોઈ પણ સ્મશાન ભૂમિથી આગળના સાથી નથી, એક ધર્મ જ સાથે જનાર છે.
જિન-વાણીમાં પણ જીવનું એકલાપણું દર્શાવતાં આવા જ ભાવ પ્રકટ કરવામાં આવ્યા છેઃ
જીવ એકલો ઉત્પન્ન થાય છે, એકલો જ ગર્ભમાં દેહને ગ્રહણ કરે છે, એકલો જ બાળક અને યુવાન થાય છે અને એકલો જ જરા-ગ્રસિત વૃદ્ધ થાય છે.
એકલો જ જીવ રોગી થાય છે, શોક કરે છે તથા એકલો જ માનસિક દુઃખથી તપ્તાયમાન થાય છે. બિચારો એકલો જ મરે છે અને એકલો જ નરકનાં દુઃખ ભોગવે છે.
હે ભવ્ય, તું બધા પ્રકારથી પ્રયત્ન કરીને જીવને શરીરથી ભિન્ન અને એકલો જાણી લે. જીવને આ પ્રમાણે એકલો જાણી લેતા સમસ્ત પરદ્રવ્ય (આત્માથી ભિન્ન પદાર્થ) ક્ષણમાત્રમાં હેય (ત્યાજ્ય) થઈ જાય છે.'
જેવું કે ઉપર કહેવાઈ ચૂક્યું છે, જીવ આ સંસારની વસ્તુઓ અને વ્યક્તિઓના મોહમાં પડીને તેમના માટે જે પણ ભલું-બૂરું કર્મ કરે છે, તેનું ફળ તેણે એકલાએ જ ભોગવવું પડે છે. જો જીવ એત્વ ભાવનાનું ચિંતન કરીને આ વિષયો પ્રતિ પોતાનો મોહ અથવા આસક્તિનો ત્યાગ કરી દે તો તે સહજ જ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. એને સમજાવતાં જ્ઞાનાવમાં કહેવામાં આવ્યું છે:
આ જીવ પુત્ર, મિત્ર, સ્ત્રી વગેરેના નિમિત્ત જે કંઈ બૂરાં-ભલાં કાર્ય કરે છે તેમનું ફળ પણ નરકાદિક ગતિઓમાં સ્વયં એકલો જ ભોગવે છે. ત્યાં પણ કોઈ પુત્ર-મિત્રાદિ કર્મફળ ભોગવવા માટે સાથી હોતા નથી.
આ પ્રાણી બૂરાં-ભલાં કાર્ય કરીને જે ધનોપાર્જન કરે છે, તે ધનને ભોગવવાને તો પુત્રમિત્રાદિ અનેક સાથી થઈ જાય છે, પરંતુ પોતાના કર્મોથી ઉપાર્જન કરેલાં નિર્દયરૂપ દુઃખોના સમૂહને સહેવા અર્થે કોઈ પણ સાથી હોતો નથી. આ જીવ એકલો જ બધાં દુઃખોને ભોગવે છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
અનુપ્રેક્ષા (ભાવના)
જે સમયે આ જીવ ભ્રમરહિત થઈને એવું ચિંતન કરે કે, હું એકતાને પ્રાપ્ત થઈ ગયો છું, તે જ સમયે આ જીવનો સંસારનો સંબંધ સ્વયં જ નષ્ટ થઈ જાય છે; કારણ કે સંસારનો સંબંધ તો મોહથી છે અને જો મોહ જતો રહે તો તમે એક છો પછી મોક્ષ કેમ ન પામો?
શ્રાવક પ્રતિક્રમણસારમાં પણ એ બતાવવામાં આવ્યું છે કે સદા એક રહેનારા આત્માનું અનેક પ્રતિ મમત્વ હોવું જ તેના બંધન અને દુઃખનું મૂળ કારણ છે. એટલા માટે એકત્વ ભાવનાનું ચિંતન આત્માને અનેકાત્મક સંસારથી મુક્ત કરાવવામાં ખૂબ જ સહાયક થાય છે. એને સમજાવતાં કુન્ધુસાગરજી મહારાજ કહે છેઃ
આ આત્મા સદા એકલો જ મહાપાપ ઉત્પન્ન કરે છે અને સમય મળતાં એકલો જ તે કર્મોના ઉદયથી ઉત્પન્ન થનારા મહાન દુઃખોને ભોગવે છે. એ જ પ્રમાણે એકલો જ મોક્ષ જાય છે અને એકલો જ અનંતકાળ સુધી સિદ્ધ અવસ્થામાં વિરાજમાન રહે છે. હે આત્મન! જયાં સુધી તારો આત્મા આ પ્રમાણે મોક્ષમાં પહોંચીને પોતાના આત્મામાં લીન ન થઈ જાય ત્યાં સુધી તું આ સુખ દેનારા આત્માની એકત્વ ભાવનાનું જ ચિંતન કરતો રહે.
247
5.અન્યત્વ ભાવના
જડ અને મૂર્તિમાન શરીર તથા સાંસારિક પદાર્થોથી ચેતન અને અમૂર્ત (આકારરહિત) આત્મા સર્વથા ભિન્ન છે. આ ભિન્નતાનું વારંવાર ચિંતન કરતા રહેવાને જ અન્યત્વ ભાવના કહે છે. આ પ્રમાણેનું ચિંતન ન કરવાને કારણે જીવ શરીર અને સાંસારિક પદાર્થોને પોતાનાથી ભિન્ન રૂપમાં જોતાં અને સમજતાં પણ એમના પ્રતિ રાગ કરે છે અને એમના મોહમાં પડ્યો રહે છે. એટલા માટે જૈન ગ્રંથોમાં અન્યત્વ ભાવનાને સાધક માટે આવશ્યક માનવામાં આવી છે. પુરુષાર્થસિદ્ધયુપાયમાં આત્માને શરીર અને સાંસારિક પદાર્થોથી બિલકુલ ભિન્ન બતાવતાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
યદિપ આ શરીર સાથે મારો અનાદિકાળથી સંબંધ છે, પરંતુ એ અન્ય છે અને હું અન્ય જ છું. એ ઇન્દ્રિયમય છે, હું અતીન્દ્રિય (ઇન્દ્રિયથી
Page #249
--------------------------------------------------------------------------
________________
248
જૈન ધર્મઃ સાર સંદેશ
પર) છું. એ જડ છે, હું ચૈતન્ય છું. એ અનિત્ય છે, હું નિત્ય છું. એ આદિ અંત સંયુક્ત છે, હું અનાદિ અનંત છું. સારાંશ –શરીર અને હું સર્વથા ભિન્ન છીએ. એટલા માટે જયારે અત્યંત સમીપસ્થ શરીર પણ પોતાનું નથી, તો પછી સ્ત્રી, કુટુંબાદિક આપણાં કેવી રીતે થઈ શકે છે? એ તો પ્રત્યક્ષ જ બીજાં છે.18
જીન-વાણી અનુસાર શરીર અને બાહ્ય વસ્તુઓને પોતાનાથી ભિન્ન જાણવા છતાં પણ તેમનામાં રાગ કરવો નરી મૂર્ખતા છે.
આ જીવ બધી બાહ્ય વસ્તુઓને આત્માથી ભિન્ન જાણે છે અને જાણવા છતાં પણ તે પરદ્રવ્યોમાં રાગ કરે છે. આ એની મૂર્ખતા છે.
જે કોઈ દેહને જીવનના સ્વરૂપે તત્ત્વતઃ ભિન્ન જાણીને આત્મ-સ્વરૂપનું જ સેવન કરે છે તેની અન્યત્વ ભાવના કાર્યકારી (અસરકાર) છે.9
જ્ઞાનાર્ણવ માં પણ આત્માને શરીર અને બાહ્ય પદાર્થોથી ભિન્ન બતાવતાં આત્મભાવમાં લીન થવાનો ઉપદેશ આ શબ્દોમાં આપવામાં આવ્યો છે.
મૂર્ત ચેતનારહિત વિવિધ પ્રકારનાં સ્વતંત્ર પરમાણુઓથી જે શરીર રચવામાં આવ્યું છે તેની સાથે અને આત્મા સાથે શું સંબંધ છે? વિચારો! એનો વિચાર કરવાથી કંઈ પણ સંબંધ નથી, એવો પ્રતિભાસ (ભ્રમ) થશે.
જ્યારે ઉપર્યુકત પ્રકારે દેહ સાથે જ પ્રાણીની અત્યંત ભિન્નતા છે, ત્યારે બહિરંગ (બહારનાં) જે કુટુંબાદિક છે તેમની સાથે એકતા કેવી રીતે થઈ શકે છે? કારણ કે એ તો પ્રત્યક્ષમાં ભિન્ન દેખાય છે.
આ આત્મા અનાદિકાળથી પર પદાર્થોને પોતાના માનીને તેમનામાં રમે છે, આ જ કારણે સંસારમાં ભ્રમણ કર્યા કરે છે. આચાર્ય મહારાજે આવા જ જીવને ઉપદેશ કર્યો છે કે, તું પરભાવોથી ભિન્ન પોતાના ચૈતન્યભાવમાં લીન થઈને મુક્તિને પ્રાપ્ત થા. આ પ્રમાણે આ
અન્યત્વભાવનાનો ઉપદેશ છે.20
આ પ્રમાણે આત્માને શરીર અને સાંસારિક વસ્તુઓથી બિલકુલ ભિન્ન સમજતાં સમજતાં આત્મલીનતાની પ્રાપ્તિના પ્રયત્નમાં લાગવું જોઈએ.
Page #250
--------------------------------------------------------------------------
________________
અનુપ્રેક્ષા (ભાવના)
6. અશુચિ ભાવનાઃ
આત્મા પોતે પોતાનામાં નિર્મળ અને પવિત્ર છે. પરંતુ કર્મોને કારણે મળેલા અપવિત્ર શરીરમાં રાગ કરવા અને તેમાં મમત્વનો ભાવ રાખવાથી જીવમાં વિકારો ઉત્પન્ન થઈ જાય છે અને તેને સંસારના બંધનમાં પડીને દુઃખ ઉઠાવવાં પડે છે. આવું અપવિત્ર શરીર પ્રીતિ કરવાને યોગ્ય નથી. એની અપવિત્રતાનું વારંવાર ચિંતન કરવું જ અશુચિ ભાવના છે. જીવને પોતાના અને પારકાં-બધાં શરીર પ્રત્યે અશુચિ કે અપવિત્રતાની ભાવના રાખીને પોતાને પોતાનાં આત્મામાં, જે પરમ પવિત્ર છે, લીન કરી દેવો જોઈએ. આ પ્રમાણે જીવે સદા માટે શરીરથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જિન-વાણીમાં શરીરને ‘મળ-મૂત્રનું ઘર’ કહેતાં એની અપવિત્રતા આ શબ્દોમાં બતાવવામાં આવી છેઃ
હે ભવ્ય, તું આ દેહને અપવિત્ર જાણ. આ દેહ સમસ્ત કુત્સિત (નીચ) વસ્તુઓનો પિંડ છે, કૃમિ-સમૂહોથી ભરેલો છે, અપૂર્વ દુર્ગંધમય છે તથા મળ-મૂત્રનું ઘર છે.
પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહેવામાં આવ્યું છેઃ
શરીર એટલું નિંદ્ય પદાર્થ છે કે જો એના ઉપર ત્વચાજાળ ન હોત, તો એની તરફ જોવું પણ કઠિન થઈ જાત.2
249
જ્ઞાનાર્ણવમાં પણ શરીરને અત્યંત અપવિત્ર અને દુઃખનું ઘર બતાવીને એનાથી છુટકારો પામવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. મનુષ્ય-શરીર પ્રાપ્ત કરવાનું સુંદર ફળ તેને જ મળે છે જે શરીરથી અનાસક્ત થઈને કલ્યાણ માર્ગ પર ચાલીને શરીરથી છુટકારો મેળવી લે છે. એને સમજાવતાં જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
આ મનુષ્યનું શરીર નવ દ્વારો દ્વારા નિરંતર દુર્ગંધરૂપ પદાર્થોથી ઝરતું રહે છે, તથા ક્ષણવંશી પરાધીન છે અને નિત્ય અન્નપાણીની સહાયતા ઇચ્છે છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
250
જૈન ધર્મ સાર સંદેશ આ શરીરમાં જે જે પદાર્થો છે, સુબુદ્ધિથી વિચાર કરતાં તેઓ બધાં ધૃણાના સ્થાન તથા દુર્ગધમય વિષ્ટાના ઘર જ પ્રતીત થાય છે. આ શરીરમાં કોઈ પણ પદાર્થ પવિત્ર નથી.
જો આ શરીર બહારના ચામડાથી ઢંકાયેલ ન હોત, તો માખી, કૃમિ તથા કાગડાઓથી એની રક્ષા કરવામાં કોઈ પણ સમર્થ ન હોત.
આ શરીરને પ્રાપ્ત થવાનું ફળ તેમણે જ લીધું, જેમણે સંસારથી વિરકત (ઉદાસીન કે અનાસક્ત) થઈને એને પોતાના કલ્યાણમાર્ગમાં પુણ્યકર્મોથી ક્ષણ કર્યું.
આ જગતમાં સંસારથી (જન્મમરણથી) ઉત્પન્ન જે જે દુઃખો જીવોને સહેવાં પડે છે, તેઓ બધાં આ શરીરના ગ્રહણથી જ સહેવાં પડે છે. આ શરીરથી નિવૃત્ત (મુક્ત) થતાં પછી કોઈ પણ દુઃખ નથી.23
મનુષ્ય-શરીર પામીને શરીરથી સદાને માટે છુટકારો પામી લેવામાં જ આત્મ-કલ્યાણ છે.
7. આરવ ભાવના કાયા, વચન અને મન દ્વારા જીવ જે શુભ (પ્રશસ્ત) અને અશુભ (અપ્રશસ્ત) કર્મ કરે છે તેના અનુસાર જ તેનાં પુણ્ય અને પાપના વિકારો પ્રવેશ કરે છે. જેવી રીતે અહિંસા, સત્ય વગેરે શુભ કર્મોથી પુણ્ય અને હિંસા, અસત્ય વગેરે અશુભ કર્મોથી પાપના વિકાર જીવમાં પ્રવેશ કરે છે. આ શુભ અને અશુભ કર્મોથી ઉત્પન્ન વિકારોનો જીવમાં પ્રવેશ કરવો જ આસ્રવ કહેવાય છે. પુણ્ય અને પાપ બન્નેનો આસવ જીવ માટે બંધનકારી છે. આવા બંધનકારી આસવના સ્વરૂપનું વારંવાર ચિંતન કરવું જ આસ્રવ ભાવના છે. આ પ્રમાણેનું ચિંતન જીવને પુણ્ય અને પાપથી ઉપર ઊઠીને અનાસક્ત થવા અને આત્મસ્વરૂપના ધ્યાનમાં લાગવા માટે પ્રેરિત કરે છે. આત્મસ્વરૂપના ધ્યાનથી પાપ-પુણ્યનો પ્રવાહ અથવા આસ્રવ રોકાઈ જાય છે, જે કર્મોથી છુટકારો પામવા માટે આવશ્યક છે.
આસવના સંબંધમાં બતાવતાં જિન-વાણીમાં કહેવામાં આવ્યું છેઃ
Page #252
--------------------------------------------------------------------------
________________
અનુપ્રેક્ષા (ભાવના)
251 કર્મ પુણ્ય તથા પાપરૂપે બે પ્રકારનું હોય છે. તેનાં કારણો પણ બે પ્રકારનાં છે – પ્રશસ્ત (શુભ) અને ઈતર અર્થાત્ અપ્રશસ્ત (અશુભ). મંદ કષાય (અલ્પ વિકાર)રૂપ પરિણામ (પરિવર્તન) પ્રશસ્ત અને તીવ્ર કષાયરૂપ પરિણામ અપ્રશસ્ત કર્માસ્ત્રવનાં કારણો છે.
શુભચંદ્રાચાર્યે શુભ અને અશુભ કર્મોના આસ્રવને આ શબ્દોમાં સ્પષ્ટ કર્યો છેઃ
જેમ સમુદ્રમાં પ્રાપ્ત થયેલું જહાજ છિદ્રોથી જળને ગ્રહણ કરે છે, તે જ પ્રમાણે જીવ શુભાશુભયોગરૂપ છિદ્રોથી (મન વચન કાયાથી) શુભાશુભકર્મોને ગ્રહણ કરે છે.25
સંક્ષેપમાં, બંધનકારી કર્મોનો જીવમાં પ્રવેશ કરવો જ આસ્રવ છે. આ વાતનું વારંવાર ચિંતન કરવું અને આ વાતને સારી રીતે ચિત્તમાં બેસાડી લેવી જ આસવ ભાવના છે. આ ભાવના જીવને બંધનકારી કર્મોથી બચેલો રહેવા માટે સજાગ કરે છે.
8. સંવર ભાવના તત્ત્વાર્થાધિગમ સૂત્ર અનુસાર કર્મોના આસ્રવ (પ્રવાહ)નો વિરોધ કરવો (રોકવું) જ સંવર છે, “આસ્રવ નિરોધઃ સંવરઃ”26
આપણે જે પણ શુભ અથવા અશુભ કર્મો કરીએ છીએ, તેઓ પહેલાં આપણા ચિત્તમાં શુભ કે અશુભ ભાવના રૂપમાં ઊઠે છે. ત્યારે આપણે કાયા, વચન અને મન દ્વારા તે ભાવોને કાર્યરૂપ આપીએ છીએ. એના અનુસાર સંવરના બે ભેદ કરવામાં આવે છેઃ (i) ભાવ સંવર અને (i) દ્રવ્ય સંવર. જીવના તે ભાવો જે કર્મોના આસ્રવને રોકનારા હોય છે તેમને ભાવસંવર કહે છે અને તે ભાવો અનુસાર નવાં કર્મોનો આત્મામાં પ્રવેશ રોકાઈ જવો દ્રવ્યસંવર કહેવાય છે. જેનધર્મમાં કર્મોના આમ્રવને રોકવા માટે ઘણા ઉપાય બતાવવામાં આવ્યા છે, જેમ કે રાગ-દ્વેષને દૂર કરવા માટે પુરુષો અથવા મહાત્માઓની જીવનચર્યાનું સ્મરણ કરવું,
Page #253
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
બીજાઓને પીડા ન પહોંચાડવાના ઉદ્દેશ્યથી સાવધાનીથી ચાલવું-ફરવું, સંયમપૂર્વક રહેવું વગેરે.
252
આ પ્રમાણે નવાં બંધનકારી કર્મોને પોતાની અંદર પ્રવેશ ન થવા દેવા માટે અંદર અને બહારથી પૂર્ણ સતર્ક અને સચેષ્ટ બનેલા રહેવું જ સંવર ભાવનાનું વાસ્તવિક લક્ષ્ય છે. એને જ્ઞાનાર્ણવમાં આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છેઃ
સમસ્ત આસ્રવોના નિરોધને સંવર કહ્યું છે. તે દ્રવ્યસંવર તથા ભાવસંવરના ભેદથી બે પ્રકારનાં છે.
જે પ્રમાણે યુદ્ધના સંકટમાં સારી રીતે સજાયેલા વીરપુરુષ બાણોથી ભેદાતા નથી, તે જ પ્રમાણે સંસારની કારણરૂપ ક્રિયાઓથી વિરતિરૂપ (વૈરાગ્ય) સંવરવાળા સંયમી મુનિ પણ અસંયમરૂપ બાણોથી ભેદાતા નથી. જે કારણે આસ્રવ થાય, તેના પ્રતિપક્ષી (વિરોધી) ભાવોથી તેને રોકવો જોઈએ.
ક્રોધકષાયનો તો ક્ષમા શત્રુ છે, તથા માનકષાયનો મુભાવ (કોમળભાવ), માયાકષાયનો ભાવ (સરળભાવ) અને લોભકષાયનો પરિગ્રહ ત્યાગભાવ; આ પ્રમાણે અનુક્ર્મથી (ક્રમાનુસાર) શત્રુજાણવા જોઈએ.
જે યોગી ધ્યાની મુનિ છે, તેઓ નિરંતર સમભાવોથી અથવા નિર્મમત્વથી રાગદ્વેષનું નિરાકરણ (ઉકેલ) કરતા રહે છે, તથા સમ્યગ્દર્શનના યોગથી મિથ્યાત્વરૂપ ભાવોને નષ્ટ કરી દે છે.
સંવર કરવામાં તત્પર સંયમી અને નિઃશંક મુનિ અસંયમરૂપી વિષના (ઝેરના) ઉદ્ગાર (ઉભરો)ને સંયમરૂપી અમૃતમયી જળથી દૂર કરી દે છે.
જેમ ચતુર દ્વારપાલ મેલા તથા અસભ્યજનોને ઘરમાં પ્રવેશ કરવા દેતો નથી તે જ પ્રમાણે સમીચીન (શુદ્ધ) બુદ્ધિ પાપ-બુદ્ધિને હૃદયમાં ફરકવા દેતી નથી.
આનો સંક્ષિપ્ત આશય એ છે કે આત્મા અનાદિકાળથી પોતાના
સ્વરૂપને ભૂલી રહ્યો છે, આ કારણે આસ્રવરૂપ ભાવોથી કર્મોને બાંધે છે અને જ્યારે એ પોતાના સ્વરૂપને જાણીને તેમાં લીન થાય છે, ત્યારે તે સંવરરૂપ થઈને આગામી (આવનારા) કર્મબંધનને રોકે છે.7
Page #254
--------------------------------------------------------------------------
________________
253
અનુપ્રેક્ષા (ભાવના)
ઇન્દ્રિયોના વિષયો પ્રતિ રાગ ન રાખવાથી કે તેમનાથી અનાસક્ત રહેવાથી આત્મામાં કોઈ પણ નવા કર્મનો પ્રવેશ થતો નથી. સંવરનો આ જ વાસ્તવિક અર્થ છે. નવા કર્મોથી આત્માને બચાવવા કે ઢાંકી રાખવા માટે સંવર જાણે એક કવચ છે. આ જ ભાવને જિન-વાણીમાં આ પ્રમાણે વ્યકત કરવામાં આવ્યા છેઃ
જે મુનિ ઈન્દ્રિયોના વિષયથી વિરક્ત થઈને મનોહર ઈન્દ્રિય વિષયોથી આત્માને સદેવ સંવૃત (ઢાંકેલો અર્થાત્ સુરક્ષિત) રાખે છે, તેની સ્પષ્ટ સંવર ભાવના છે.28
9. નિર્જરા ભાવનાઃ નિર્જરાનો અર્થ છે કર્મોનું બળી જવું કે ઝરી જવું. કર્મ જ સંસારના બીજ છે. જેવું કે આપણે હમણાં જોયું છે, સંવર દ્વારા નવા કર્મ આત્મામાં પ્રવેશ કરી શકતાં નથી. નિર્જરા દ્વારા આત્માનાં સમસ્ત સંચિત કર્મો બળી જાય છે. આ પ્રમાણે સંવર અને નિર્જરા દ્વારા બધાં કર્મોથી છુટકારો પામીને આત્મા સદાને માટે મોક્ષ સુખને પ્રાપ્ત કરી લે છે.
નિર્જરાના બે ભેદ બતાવવામાં આવ્યા છેઃ (1) સવિપાક નિર્જરા અર્થાત્ આત્મામાં સંચિત કર્મોનું પોતાનું ફળ આપીને સ્વયં બળી જવું કે ઝરી જવું, અને (2) અવિપાક નિર્જરા અર્થાત્ સંચિત કર્મોને પારમાર્થિક સાધના દ્વારા બાળીને નષ્ટ કરી દેવાં.
આ બન્ને ભેદોને સ્પષ્ટ કરતાં પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહેવામાં આવ્યું છેઃ આ (નિર્જરા) બે પ્રકારની હોય છે; એક સવિપાક નિર્જરા,બીજી અવિપાક નિર્જરા. પૂર્વ સંચિત કર્મોની સ્થિતિ પૂર્ણ થઈને તેમનાં રસ (ફળ) આપીને સ્વયં ઝરી જવાને સવિપાક નિર્જરા કહે છે, અને તપશ્ચર્યા પરીષહવિજયાદિ (ભૂખ-પ્યાસ, ઠંડી-ગરમી વગેરેને સ્થિર ભાવથી સહન કરવામાં સફળતા)ના દ્વારા કર્મોની સ્થિતિ પૂરી કર્યા વગર જ ઝરી જવાને અવિપાક નિર્જરા કહે છે. આમ્રફળનું વૃક્ષમાં લાગેલ કાળ પામીને સ્વયં પાકી જવું સવિપાક નિર્જરાનું અને પદાર્થ
Page #255
--------------------------------------------------------------------------
________________
254
જૈન ધર્મઃ સાર સંદેશ
વિશેષમાં દબાવીને ગરમી દ્વારા પકવવું અવિપાક નિર્જરાનું ઉદાહરણ છે. સવિપાક નિર્જરા સંપૂર્ણ સંસારી જીવોને હોય છે, પરંતુ અવિપાક નિર્જરા સમ્યદ્રષ્ટિ સત્પુરુષો તથા વ્રતધારીઓની જ હોય છે. નિર્જરા સ્વરૂપનું આ પ્રમાણે ચિંતન કરવું નિર્જરાનુપ્રેક્ષા છે.29
જ્ઞાનાર્ણવમાં નિર્જરા ભાવનાના આ બન્ને ભેદોને આ શબ્દોમાં સમજાવવામાં આવ્યા છેઃ
આ નિર્જરા જીવોને સકામ અને અકામ બે પ્રકારની હોય છે. એમનામાંથી પહેલી સકામ નિર્જરા (અવિપાક નિર્જરા) તો મુનિ ઓને હોય છે અને અકામ નિર્જરા (સવિપાક નિર્જરા) સમસ્ત જીવોને હોય છે.
યદ્યપિ કર્મ અનાદિકાળથી જીવની સાથે લાગેલાં છે, તથાપિ તેઓ ધ્યાનરૂપી અગ્નિ સાથે સ્પર્શ થતાં તત્કાળ જ ક્ષય થઈ જાય છે. તેમનો ક્ષય થવાથી જેમ અગ્નિના તાપથી સુવર્ણ શુદ્ધ થાય છે, તે જ પ્રમાણે આ પ્રાણી પણ કર્મનષ્ટ થઈને શુદ્ધ (મુક્ત) થઈ જાય છે.30
સ્થિરભાવથી પોતાના અંતરમાં આત્મસ્વરૂપનું ધ્યાન કરવાથી જ ઉત્તમ નિર્જરા થાય છે. જિન-વાણીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જે મુનિ સમતાભાવરૂપ સુખમાં લીન થઈને આત્માનું સ્મરણ કરે છે તથા ઇન્દ્રિયો અને કષાયોને જીતી લે છે તેને ઉત્કૃષ્ટ (ઉત્તમ) નિર્જરા થાય છે.
આ પ્રમાણે સંવર દ્વારા નવા કર્મોનો પ્રવાહ રોકાઈ જવાથી અને નિર્જરા દ્વારા બધાં સંચિત કર્મોના નષ્ટ થઈ જવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે.
10. લોક ભાવના
જ્યાં જીવ અને અજીવ (અચેતન) પદાર્થોનો નિવાસ છે તેને લોક કહે છે. આ લોકમાં આત્માને છોડી અન્ય બધા પદાર્થો પરિવર્તનશીલ છે. તેઓ બધા સમયની સીમામાં છે અને કોઈ વિશેષ સમયે ઉત્પન્ન અને નાશ થતા રહે છે. એકમાત્ર આત્મા જ નિત્ય પદાર્થ છે જે બધાં સાસાંરિક પદાર્થોથી બિલકુલ
Page #256
--------------------------------------------------------------------------
________________
અનુપ્રેક્ષા (ભાવના)
255 ભિન્ન છે. એને સારી-રીતે સમજીને સાધકે બધા સાસરિક પદાર્થોનાં પ્રતિ મમતા કે પોતાપણાનો ત્યાગ કરી દેવો જોઈએ.
આ પ્રમાણે લોકના યથાર્થ સ્વરૂપનું વારંવાર સ્મરણ અને ચિંતન કરવું જ લોકભાવના છે. આ ભાવના આત્મસ્વરૂપનું ધ્યાન કરવામાં ખૂબ જ સહાયક થાય છે.
જ્ઞાનાવમાં લોકભાવનાને આ પ્રમાણે સમજાવવામાં આવી છેઃ જેટલાં આકાશમાં જીવો વગેરે ચેતન અચેતન પદાર્થો જ્ઞાની પુરુષોએ જોયા છે, તે તો લોક છે. તેનાથી બાહ્ય જે કેવળ માત્ર આકાશ છે, તેને અલોક કે અલોકાકાશ કહે છે.
આ લોકમાં એ બધાં પ્રાણી વિવિધ ગતિઓમાં સંસ્થિત (રહેતાં) પોતપોતાનાં કર્મરૂપી ફાંસીને વશીભૂત થઈને મરતાં તથા ઉપજતાં રહે છે.
આ ભાવનાનો સંક્ષિપ્ત અભિપ્રાય એ છે કે આ લોક જીવાદિક દ્રવ્યોની રચના છે. જે (સમસ્તદ્રવ્ય) પોત પોતાના સ્વભાવને લઈને ભિન્ન-ભિન્ન વિરાજમાન છે, તેમનામાં સ્વયં એક આત્મદ્રવ્ય છે. તેનું સ્વરૂપ યથાર્થ જાણીને, અન્ય પદાર્થોથી મમતા છોડીને, આત્મભાવન (આત્મચિંતન) કરવું જ પરમાર્થ છે. વ્યવહારથી સમસ્ત દ્રવ્યોનું યથાર્થ સ્વરૂપ જાણવું જોઈએ, જેનાથી મિથ્યા-શ્રદ્ધાન દૂર થઈ જાય છે, આ પ્રમાણે લોકભાવનાનું ચિંતન કરવું જોઈએ.”
આ કથનોથી સ્પષ્ટ છે કે ઉત્પન્ન અને નષ્ટ થનારી સાંસારિક વસ્તુઓને આત્માથી ભિન્ન સમજતાં તેમના પ્રતિ મોહ અને મમતાનો ત્યાગ કરીને સમભાવથી આંતરિક ધ્યાન કરીને આત્મસ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરવો જોઈએ. આ જ લોકભાવનાનો ઉદ્દેશ્ય છે.
I. બોધિદુર્લભ ભાવના સંસારના અસંખ્ય જીવોમાં મનુષ્યને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. અનેક યોનિઓમાં ભટક્યા પછી અત્યંત કઠિનાઈથી મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય છે. આ જન્મમાં પણ પાંચેય ઈન્દ્રિયો અને સુંદર બુદ્ધિથી યુક્ત હોવું અને પછી
Page #257
--------------------------------------------------------------------------
________________
256
જૈન ધર્મ સાર સંદેશ સુસંગતિ અને સુઅવસર પ્રાપ્ત કરવો દુર્લભ છે. આવા મનુષ્યોમાં પણ તે સાધકો અત્યંત દુર્લભ છે જઓ આળસ અને સુસ્તીને છોડીને પૂર્ણ તત્પરતાની સાથે બોધિ (પરમ જ્ઞાન)ની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. આ બોધિ જ મોક્ષનું સાધન અથવા માર્ગ છે. આ તથ્યનું વારંવાર ચિંતન કરવું કે બોધિ જ દુર્લભથી દુર્લભ પદાર્થ છે અને એકમાત્ર મનુષ્ય-જીવનમાં જ એની પ્રાપ્તિ થઈ શકે છે, બોધિદુર્લભ ભાવના કહેવામાં આવે છે.
આ ભાવના આળસ અને અસાવધાનીને ત્યાગવા અને પૂર્ણ તત્પરતાની સાથે બોધિ-પ્રાપ્તિના પ્રયત્નમાં લાગ્યા રહેવાની પ્રેરણા આપે છે.
શુભચંદ્રાચાર્યએ બોધિદુર્લભ ભાવનાને આ પ્રમાણે સમજાવી છેઃ આ જે બોધિ અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર – સ્વરૂપ રત્નત્રય છે, સંસારરૂપી સમુદ્રમાં પ્રાપ્ત થવા સુગમ નથી, પરંતુ અત્યંત દુર્લભ છે. એને પામીને પણ જે ખોઈ બેસે છે, તેમને હાથમાં રાખેલાં રત્નને મહાસાગરમાં નાખી દેતાં પર જેમ ફરી મળવું કઠિન છે, તે જ પ્રમાણે સમ્યગ્રત્નત્રયને પામવું દુર્લભ છે.33
જિન-વાણીમાં પણ આ દુર્લભ મનુષ્ય-જીવનમાં અત્યંત દુર્લભ બોધિ, અર્થાત્ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રને અપનાવવા પર ભાર આપતાં કહેવામાં આવ્યું છેઃ
આ પ્રમાણે આ મનુષ્યગતિને દુર્લભથી પણ અતિદુર્લભ જાણીને અને તે જ પ્રમાણે દર્શન, જ્ઞાન તથા ચારિત્રને પણ દુર્લભથી દુર્લભ સમજીને દર્શન, જ્ઞાન, ચારિત્ર આ ત્રણેનું ખૂબ આદર કરો.
આ પરમ દુર્લભ બોધિ કે સમ્યગ્દર્શન,જ્ઞાન અને ચારિત્રને જ મોક્ષનો માર્ગ કહેવામાં આવ્યો છે, જે માનવ-જીવનનું લક્ષ્ય છે.
12. ધર્મ ભાવના સર્વજ્ઞ દેવે જીવોના ઉદ્ધાર માટે તેમને ધર્મનો ઉપદેશ આપ્યો છે. ધર્મના સંરક્ષણમાં જ જીવોના ઉપકાર માટે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી વગેરે નિયમિત રીતે પોત-પોતાનું કાર્ય કરે છે. ધર્મ આ લોકમાં જીવની રક્ષા કરે છે અને પરલોકમાં મોક્ષરૂપી અમૃત પ્રદાન
Page #258
--------------------------------------------------------------------------
________________
[257
અનુપ્રેક્ષા (ભાવના) કરે છે. એટલા માટે પોતાનું કલ્યાણ ચાહનારાઓએ દઢતાથી અહિંસા, સત્ય વગેરે ધર્મના બધા નિયમોનું પાલન કરવું જોઈએ. ધર્મનાં સ્વરૂપ, મહિમા અને ફળને યથાર્થ રીતે સમજીને એનું વારંવાર ચિંતન કરવું જ ધર્મ ભાવના છે.
પુરુષાર્થસિદ્ધયુયાયમાં એને સંક્ષિપ્ત રૂપમાં આ પ્રમાણે સમજાવવામાં આવી છેઃ
આ સર્વજ્ઞપ્રણીત (સર્વજ્ઞ દ્વારા રચિત) જૈન ધર્મ અહિંસાલક્ષણયુક્ત છે. સત્ય, શૌચ, બ્રહ્મચર્યાદિ એના અંગ છે. એમની અપ્રાપ્તિથી જીવ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરે છે, પાપના વિપાકથી દુઃખી થાય છે, પરંતુ એની પ્રાપ્તિથી અનેક સાંસારિક સમ્પદાઓનો ભોગ કરીને મુક્તિ-પ્રાપ્તિથી સુખી થાય છે. આ પ્રમાણે ચિંતન કરવાને ધર્માનુપ્રેક્ષા (ધર્મ ભાવના) કહે છે.5
ધર્મભાવનાના વિષયમાં કંઈક અધિક વિસ્તારથી બતાવતાં જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
ધર્મ, કષ્ટ આવતાં સમસ્ત જગતના ત્રણ-સ્થાવર (ચાલનારા અને ન ચાલનારા) જીવોની રક્ષા કરે છે અને સુખરૂપી અમૃતના પ્રવાહથી સમસ્ત જગતને તૃપ્ત કરે છે.
મેઘ, પવન, સૂર્ય, ચંદ્રમા, પૃથ્વી, સમુદ્ર અને ઇન્દ્ર એ સંપૂર્ણ પદાર્થ જગતના ઉપકારરૂપ પ્રવર્તતા (સંચાલિત થાય) છે અને તેઓ બધાં જ ધર્મદ્વારા રક્ષિત અવસ્થામાં રહેતાં સંચાલિત થાય છે. ધર્મ વિના એ કોઈ પણ ઉપકારી થતા નથી.
ધર્મ, પરલોકમાં પ્રાણીની સાથે જાય છે, તેની રક્ષા કરે છે, નિયમથી તેનું હિત કરે છે તથા સંસારરૂપી કદમ (કીચડ)માંથી તેને કાઢીને નિર્મળ મોક્ષમાર્ગમાં સ્થાપિત કરે છે.
આ જગતમાં ધર્મ સમાન અન્ય કોઈ સમસ્ત પ્રકારના અભ્યદય (ઉન્નતિ)નો સાધક નથી. એમનોવાંછિત સંપત્તિ આપનારો છે. આનંદરૂપી વૃક્ષનું કંદ (મૂળ) છે, અર્થાત્ આનંદના અંકુર એનાથી જ ઉત્પન્ન થાય છે તથા હિતરૂપ પૂજનીય અને મોક્ષનો દેનારો પણ આ જ છે.16
Page #259
--------------------------------------------------------------------------
________________
258
જૈન ધર્મ સાર સંદેશ ધર્મને દશ અંગોવાળો કહેવામાં આવે છે. આ દશ અંગોનો ઉલ્લેખ જ્ઞાનાર્તવમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છેઃ
1. ક્ષમા 2. માર્દવ (કોમળતા) 3. શૌચ (પવિત્રતા) 4. આર્જવ 5. સત્ય 6. સંયમ 7. બ્રહ્મચર્ય 8. તપ છે. ત્યાગ અને 10. આક્સિન એ દસ પ્રકારના ધર્મ છે.37
આ પુસ્તકના બીજા અધ્યાયમાં ધર્મના સ્વરૂપને વિસ્તારપૂર્વક બતાવવામાં આવ્યું છે. ધર્મની ભાવના સદા ચિત્તમાં બનેલી રહેવી જોઈએ. ત્યારે જ સાધક અધર્મથી બચીને દઢતાથી ધર્મના નિયમોનું પાલન કરતાં કરતાં મોક્ષમાર્ગમાં આગળ વધી શકે છે.
આ બાર ભાવનાઓના નિરંતર ચિંતનથી સંસાર, શરીર અને ઇન્દ્રિયોના ભોગોથી ચિત્ત ઉદાસીન થાય છે, આત્મ-નિર્મળતા પ્રગટ થાય છે અને વૈરાગ્યભાવની વૃદ્ધિ થાય છે.
જ્ઞાનાર્ગવમાં આ ભાવનાઓના અભ્યાસનું ફળ બતાવતાં કહેવામાં આવ્યું છેઃ
આ દ્વાદશ ભાવનાઓનો નિરંતર અભ્યાસ કરવાથી પુરુષોના હૃદયમાં (ક્રોધ, માન, માયા વગેરે) કષાયરૂપ અગ્નિ બુઝાઈ જાય છે તથા પદ્રવ્યો પ્રતિ રાગ ભાવ ઓગળી જાય છે અને અજ્ઞાનરૂપ અંધકારનો વિલય (નાશ) થઈને જ્ઞાનરૂપ દીપકનો પ્રકાશ થાય છે.*
જ્યાં સુધી જીવની સંસાર પ્રતિ આસક્તિ રહે છે ત્યાં સુધી તેનું અંતરમાં ધ્યાન લાગવું કઠિન છે અને ધ્યાન વિના મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. બાર ભાવનાઓના ચિંતનથી ધ્યાનમાં રુચિ થાય છે અને ધ્યાન દ્વારા કેવલજ્ઞાન (સર્વજ્ઞતા) ના પ્રગટ થતાં મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છેઃ
ભગવતી આરાધના મૂલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ ધર્મધ્યાનમાં જે પ્રવૃત્તિ કરે છે તેને એ દ્વાદશાનુપ્રેક્ષા (બાર ભાવનાઓ) આધારરૂપ છે.19
Page #260
--------------------------------------------------------------------------
________________
અનુપ્રેક્ષા (ભાવના)
259 એટલા માટે જિન-વાણીમાં બાર ભાવનાઓનો ઉલ્લેખ કરીને આ નિશ્ચિત ઉપદેશ દેવામાં આવ્યો છેઃ
એમને (બાર ભાવનાઓને) સમજીને નિત્ય પ્રતિ, મન, વચન અને કાયાની શુદ્ધિ સાથે એમની ભાવના કરો.40
ધ્યાનને સ્થિર બનાવનારી ભાવનાઓ પરમાર્થની સાધનામાં લાગેલા સાધક માટે પોતાના ધ્યાનને સ્થિર બનાવી રાખવું અત્યંત આવશ્યક છે. મનુષ્ય એક સંવેદનશીલ પ્રાણી છે. તે જે વાતાવરણમાં અને જે લોકોની વચ્ચે રહે છે, તેમનાથી તે કોઈ ને કોઈ પ્રકારે અવશ્ય પ્રભાવિત થાય છે. સંસારના સુખી, દુઃખી, ગુણી કે પુણ્યાત્મા અને પાપી-બધા જીવો પ્રતિ મનુષ્યના મનમાં સ્વાભાવિક રીતે વિભિન્ન પ્રકારની પ્રતિક્રિયાઓ ઉત્પન્ન થાય છે. પરંતુ ધ્યાન કે સમાધિની સાધના કરનારા સાધકના ચિત્તમાં કોઈ પણ પરિસ્થિતિમાં કોઈના પણ પ્રતિ તીવ્ર પ્રતિક્રિયાના ઊઠવાથી વિદન પેદા થાય છે. જો વિભિન્ન પરિસ્થિતિઓમાં પડેલા જીવો પ્રતિ પૂરી કઠોરતા અપનાવી લેવામાં આવે અને તેમની બિલકુલ ઉપેક્ષા કરી દેવાનો વિચાર કરવામાં આવે તો એવું કરી શકવું અત્યંત કઠિન છે અને એવી કઠોરતા મનુષ્ય માટે ઉચિત પણ નથી. આવી સ્થિતિમાં સાધક વિભિન્ન પરિસ્થિતિઓમાં પોતાનું સંતુલન કેવી રીતે બનાવેલું રાખી શકે છે? પોતાના ચિત્તને સંતુલિત રાખ્યા વિના તે પોતાના ધ્યાનને સ્થિર કેવી રીતે રાખી શકે છે? ધ્યાનની સ્થિરતાને માટે આવશ્યક શાંતિ, સમતા અને મૃદુતાને તે કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે? આ સમસ્યાઓનું સમાધાન શું છે? અર્થાત્ શાંત ચિત્ત થઈને ધ્યાનને કેવી રીતે સ્થિર રાખી શકાય છે? જેન ધર્મમાં એના માટે મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ નામની ચાર ભાવનાઓનો નિરંતર અભ્યાસ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
તવાધિગમસૂત્રમાં આ ભાવનાઓનો ઉલ્લેખ આ પ્રમાણે કરવામાં આવ્યો છેઃ
મૈત્રી પ્રમોદકારુણ્યમાધ્યસ્થાનિ ચ સત્ત્વગુણાધિકક્લિશ્યમાનાવિનયેષુ !
Page #261
--------------------------------------------------------------------------
________________
260
જૈન ધર્મ સાર સંદેશ અર્થાત્ પ્રાણીમાત્રમાં મૈત્રી, પોતાનાથી અધિક ગુણવાળાઓમાં પ્રમોદ, કિલશ્યમાન્ (દુઃખિત કે પીડિત જીવો)માં કરૂણા-ભાવ અને અવિનેય (ધર્મમાં રુચિ ન રાખનારા દુષ્ટ કે ઉજજડ જીવો)માં માધ્યસ્થ (ઉદાસીન) ભાવના કરવી જોઈએ.
જ્ઞાનાવમાં પણ આ ભાવનાઓનું ચિંતન કરવાનો ઉપદેશ આ શબ્દોમાં આપવામાં આવ્યો છેઃ
મૈત્રી પ્રમોદ કારુણ્ય અને માધ્યસ્થ- આ ચાર ભાવનાઓને પુરાણપુરુષો (તીર્થકર વગેરે)એ આશ્રિત કર્યા છે (અર્થાત્ એમનો સહારો લીધો છે) આ કારણે ધન્ય છે, (પ્રશંસનીય છે); એટલે ધર્મધ્યાનની સિદ્ધિ માટે આ ચાર ભાવનાઓનું ચિત્તમાં ધ્યાન કરવું જોઈએ.12
પ્રથમ ભાવના - મૈત્રીનો અર્થ છે સમસ્ત પ્રાણીમાત્રને પોતાના સમાન સમજતાં પોતાના ચિત્તમાં સદા એ ચાહ બનાવેલી રાખવી કે બધાં પ્રાણીઓ દુઃખથી બચેલી રહે અને સુખને પ્રાપ્ત કરે.
જ્ઞાનાર્ણવમાં મૈત્રી ભાવનાને આ પ્રમાણે વ્યક્ત કરવામાં આવી છેઃ
આ મૈત્રીભાવનામાં એવી ભાવના રહે કે - આ બધા જીવો કષ્ટ આપદાઓથી વર્જિત થઈને જીવો, તથા વેર પાપ અપમાનને છોડીને સુખને પ્રાપ્ત થાઓ. આ પ્રમાણેની ભાવનાને મૈત્રીભાવના કહે છે.૧૩
આ જ ભાવને વ્યક્ત કરતાં જૈનધર્મામૃતમાં મૈત્રી ભાવનાને આ પ્રમાણે સમજાવવામાં આવી છેઃ
સર્વેડપિ સુખિનઃ સન્તુ સસ્તુ સર્વે નિરામયાઃ | સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુઃખમાપ્નયાત્ // મા કાર્ષીત કોડપિ પાપાનિ મા ચ ભૂત્ કોડપિ દુઃખિતઃ | મુચ્યતાં જગદÀષા મતિર્મેત્રી નિગદ્યતે |
સંસારના બધાં પ્રાણીઓ સુખી થાઓ, બધાં પ્રાણીઓ રોગરહિત રહો, બધાં જીવો આનંદથી રહે અને નિત્ય નવા કલ્યાણોને જુએ.
Page #262
--------------------------------------------------------------------------
________________
અનુપ્રેક્ષા (ભાવના)
કોઈ પણ જીવ દુઃખને પ્રાપ્ત ન થાય, કોઈ પણ પ્રાણી પાપોને ન કરે અને આ પૂરો સંસાર દુઃખોથી છુટે. આ પ્રમાણેના વિચાર કરવાને મૈત્રીભાવના કહે છે.4
બીજી ભાવનાને પ્રમોદ (મુદિતા-આનંદ) કહેવામાં આવી છે. સંસારમાં જે મનુષ્ય સદાચાર, પારમાર્થિક સાધના કે અન્ય કોઈ પણ ગુણમાં પોતાનાથી ચઢિયાતી હોય તેમના પ્રતિ ક્યારેય પણ ઈર્ષા અને દ્વેષની ભાવના ન રાખીને સદા તેમના પ્રતિ ભક્તિ અને અનુરાગના ભાવ રાખીને પોતાના અંતરમાં પ્રસન્નતાનો અનુભવ કરવો જ પ્રમોદની ભાવના છે.
આ ભાવનાને જ્ઞાનાર્ણવમાં આ શબ્દોમાં સ્પષ્ટ કરવામાં આવી છેઃ
જે પુરુષો તપ, શાસ્ત્રાધ્યયન અને યમ નિયમાદિકમાં ઉદ્યમયુક્ત ચિત્તવાળા છે, તથા જ્ઞાન જ જેમના નેત્ર છે, ઇન્દ્રિય, મન અને કષાયોને જીતનારા છે, તથા સ્વતત્ત્વાભ્યાસ(આત્મા વિશે અભ્યાસ) કરવામાં ચતુર છે, જગતને ચમત્કૃત કરનારા ચારિત્રથી (આચરણથી) જેમનો આત્મા અધિષ્ઠિત (પ્રતિષ્ઠિત) છે, એવા પુરુષોના ગુણોમાં પ્રમોદનું (હર્ષનું) હોવું તે મુદિતા કે પ્રમોદ ભાવના છે.
45
261
ત્રીજી ભાવનાને કારુણ્ય (કરુણા-ભાવના) કહે છે. પરમાર્થના સાધકે કોમળચિત્ત હોવું અત્યંત આવશ્યક છે. ત્યારે જ તે સંસારના દુઃખોની તીવ્રતાને સારી રીતે સમજી શકે છે અને તેમનાથી છુટકારો પામવાના ઉપાયમાં દૃઢતાથી લાગી શકે છે. આવી વ્યક્તિને પોતાના સમાન જ બીજાઓના દુઃખો પ્રતિ પણ ઊંડી સહાનુભૂતિ હોય છે અને તે તેમના પર દયા કરીને તેમનો ઉદ્ધાર કરવા ચાહે છે. તેના ચિત્તમાં જીવો પ્રતિ કરૂણાનો ભાવ અને તેમના ઉદ્ધારની ભાવનાનું હોવું જ કરુણા-ભાવના કહેવાય છે. જ્ઞાનાર્ણવમાં એને આ પ્રમાણે સમજાવવામાં આવી છેઃ
જે જીવો દીનતાથી તથા શોક ભય રોગાદિકની પીડાથી દુઃખી હોય, પીડિત હોય તથા વધ (ઘાત) બંધન સહિત રોકાયેલા હોય, અથવા પોતાના જીવનની વાંછા (ઇચ્છા) કરતાં કે કોઈ અમને બચાવો એવી દીન પ્રાર્થના કરનારા હોય, તથા ક્ષુધા, તૃષા, ખેદ (ભૂખ, પ્યાસ,
Page #263
--------------------------------------------------------------------------
________________
262
જૈન ધર્મ સાર સંદેશ દુઃખ) વગેરેથી પીડિત હોય, તથા શીત ઉષ્ણતા વગેરેથી પીડિત હોય તથા નિર્દય પુરુષોની નિર્દયતાથી રોકાયેલા પીડિત કરેલા) મરણના દુઃખને પ્રાપ્ત હોય, આ પ્રમાણે દુઃખી જીવોને જોવા-સાંભળવાથી તેમનાં દુઃખ દૂર કરવાના ઉપાય કરવાની બુદ્ધિ હોય તેને કરુણા નામની ભાવના કહે છે.16
ચોથી ભાવનાને માધ્યચ્ય ભાવના કહે છે. જે લોકો અનેક પ્રકારની વિષય-વાસનાઓમાં બૂરી રીતે લિપ્ત (આસકત) છે, બધા સાથે સદા દુષ્ટતાનો વ્યવહાર કરે છે, બધાને સતાવવાં કે કષ્ટ આપવું જ જેમનો સ્વભાવ છે, જે પોતાના કલ્યાણની વાત સાંભળવા પણ તૈયાર નથી અને અકારણ પરમાત્માસ્વરૂપ જિનેન્દ્રદેવ, સદગુરુ અને સૉંથોની નિંદા કરે છે, તેમને સમજાવવા-બૂઝાવવાની ચેષ્ટા કરવી પથ્થર પર તીર મારવા સમાન જ નિષ્ફળ છે. તેવી સ્થિતિમાં તેમને સમજાવવા કે કોઈ રીતે છેડવાં પોતાની જાતને વ્યર્થ જ સંકટમાં નાંખવી છે. તેમના પ્રતિ વ્યર્થ ચિંતા કરવાથી કે પરેશાન થવાથી કોઈ લાભ નથી. એટલા માટે પરમાર્થના સાધકે તેમના પ્રતિ રાગ-દ્વેષ ન કરતાં તટસ્થતા કે ઉદાસીનતાનો ભાવ અપનાવવો જ ઉચિત છે. આ ઉદાસીનતાની ભાવનાને જ માધ્યચ્ય ભાવના કહે છે. જ્ઞાનાવમાં આ ભાવનાને આ પ્રમાણે વ્યકત કરવામાં આવી છેઃ
જે પ્રાણી ક્રોધી હોય, નિર્દય અને દૂરકર્મી હોય, માંસ મધ અને પર-સ્ત્રીમાં લુબ્ધ (લંપટ) તથા આસક્ત વ્યસની હોય, અને અત્યંત પાપી હોય તથા દેવ-શાસ્ત્ર ગુઓના સમૂહની નિંદા કરનારા અને પોતાની પ્રશંશા કરનારા હોય તથા નાસ્તિક હોય, એવા જીવોમાં રાગદ્વેષરહિત મધ્યસ્થભાવ હોવો તેને ઉપેક્ષા ક્કી છે. ઉપેક્ષા નામ ઉદાસીનતા (વીતરાગતા)નું છે, તેથી આ જ મધ્યસ્થભાવના છે.47
આ ચારે ભાવનાઓને નાથુરામ ડોંગરીય જેને ઘણા જ સંક્ષિપ્ત રૂપમાં સરળ અને સુંદર ઢંગથી પ્રસ્તુત કરી છે. તેઓ કહે છેઃ
સત્વેષ મૈત્રી ગુણિપુ પ્રમોદ, ક્લિષ્ટપુ જીવેષ કૃપાપરત્વ માધ્યસ્થ-ભાવ વિપરીત-વૃત્તો, સદા મમાત્મા વિદધાતુ દેવ!
Page #264
--------------------------------------------------------------------------
________________
263
અનુપ્રેક્ષા (ભાવના)
અર્થાત્ મનુષ્ય વિચારે કે – ભગવસંસારના સંપૂર્ણ પ્રાણીઓથી મિત્રતા, ગુણી પુરુષોને જોઈને પ્રસન્નતા, દુઃખી જીવો પર દયાર્દ્રતા (દયા) અને અકારણ દ્વેષ કરનારાઓ કે દુષ્ટ જીવો પર માધ્યસ્થતા અર્થાત્ ન રાગ, ન દ્વેષ, મારો આત્મા નિરંતર ધારણ કરે. પ્રત્યેક વ્યક્તિનું મનુષ્યતાના નાતે આ પરમ કર્તવ્ય હોવું જોઈએ કે તે જીવનની ઉપર્યુક્ત ચર્યા (વર્તન) અને ભાવનાઓને પોતાના જીવનમાં અવશ્ય ઉતારે 48
આ ચારેય ભાવનાઓને પ્રાચીન ભારતીય પરંપરામાં પ્રાયઃ સવર્ણસંમતિથી ધાર્મિક આચાર-વિચારનું આવશ્યક અંગ, માર્ગદર્શક અને ધર્મ ધ્યાનની આધારશિલા માનવામાં આવી છે. જૈન ધર્મના જ સમાન બૌદ્ધ ધર્મ અને પતંજલિ યોગમાં પણ આ ચારેય ભાવનાઓની શિક્ષા આપવામાં આવી છે.
પતંજલિના યોગસૂત્રમાં આ જ ભાવનાઓનો ઉલ્લેખ મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાના નામથી કરવામાં આવ્યો છેઃ મૈત્રીકરણામુદિતોપેક્ષાણાં સુખદુઃખપુણ્યાપુણ્યવિષયાણાં
ભાવનાતશ્ચિત્તપ્રસાદનમ્ અર્થાત્ સુખી, દુઃખી, પુણ્યાત્મા અને પાપી જીવો પ્રતિ ક્રમશઃ મિત્રતા, કરુણા (દયા), પ્રસન્નતા અને ઉપેક્ષાની ભાવના કરવાથી ચિત્તમાં નિર્મળતા આવે છે.
નિશ્ચય જ એ ભાવનાઓ સાધક માટે ખૂબ ઉપયોગી છે. ક્રોધ, માન, માયા વગેરે ચિત્તના વિકારોને હટાવીને એ આત્માને નિર્મળ બનાવે, અંતરમાં પ્રકાશ ઉત્પન્ન કરે, સંસાર પ્રતિ મોહને દૂર કરે અને ધ્યાનને સ્થિર બનાવે છે. ધ્યાન કે સમાધિ દ્વારા જ તો અંતમાં જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે.
ઉક્ત વિવેચનથી સ્પષ્ટ છે કે આ અધ્યાયમાં વર્ણિત ભાવનાઓનો સમુચિત અભ્યાસ, અભ્યાસીના વૈરાગ્ય-ભાવને વધારવા અને ધ્યાનને સ્થિર કરવામાં નિશ્ચિતરૂપે સહાયક સિદ્ધ થાય છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
69જી અંતર્મુખી સાધના
આ કહેવામાં આવી ચૂક્યું છે કે, બધા જીવોને સુખની ઇચ્છા હોય છે. સંસારી મનુષ્યો સાંસારિક વિષયોમાં સુખ શોધવાની કોશિશ કરે છે. એટલા માટે તેમનું મન ઈન્દ્રિયોના માધ્યમ દ્વારા હમેશાં સાંસારિક વિષયોની તરફ દોડતું રહે છે. પરંતુ તેમને કોઈપણ સાંસારિક વિષય-ભોગથી, જે ક્ષણિક અને ભ્રામક છે,
ક્યારેક તૃપ્તિ થતી નથી. તેઓ સદા દુઃખી જ બનેલા રહે છે. આત્મા સ્વયં જ સાચા સુખનો ભંડાર છે. એટલા માટે સાચા સુખની પ્રાપ્તિ માટે બહાર દોડનારા મનને બાહ્ય વિષયોથી વાળીને અંતરમાં લાવવાની અને એને આત્મસ્વરૂપમાં લીન કરવાની આવશ્યકતા છે. બધી સુખ-શાંતિ તથા શક્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ પોતાના અંતરમાં જ થાય છે. બાહ્ય વિષય મિથ્યા અને નશ્વર છે. એ જ કારણ છે કે સંસારમાં અનાસક્ત રહેનારા બધા સાચા સંત-મહાત્મા જીવોને બહિર્મુખી કર્મ-ધર્મને ત્યાગવા અને અંતર્મુખી સાધનાને અપનાવવાનો ઉપદેશ આપે છે. સંતોના ઉપદેશની આ જ વિશેષતાની તરફ ધ્યાન દોરતા કાનજી સ્વામી કહે છેઃ
અહી, વીતરાગમાર્ગી સંતોની કથની જ જગથી જુદી છે, તે અંતર્મુખ લઈ જનારી છે.
પૂર્ણ સંતોની વાત જ જગતથી નિરાળી હોય છે. તેઓ અંતર્મુખી સાધનાનો ઉપદેશ આપે છે. આ અંતર્મુખી સાધના માટે સાધકે કોઈ સાચા સંત-સદ્ગુરૂની પાસે જઈને તેમની પાસેથી અંતર્મુખી સાધનાની જાણકારી પ્રાપ્ત કરવાની જરૂર હોય છે. અંતર્મુખી સાધનામાં સૌથી પહેલાં સદા બહાર ભટકતા રહેનારા મન પર નિયંત્રણ કરવું આવશ્યક છે. મન પર નિયંત્રણ કર્યા વિના અંતર્મુખી ધ્યાનનો
264
Page #266
--------------------------------------------------------------------------
________________
અંતર્મુખી સાધના
અભ્યાસ કરવો સંભવ નથી અને ધ્યાન વિના મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી. જ્ઞાનાર્ણવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જ્યાં સુધી પ્રમાદ (લાપરવાહી) અને ઇન્દ્રિયોના વિષયોમાં ચિત્તની પ્રવૃત્તિ રહે છે, ત્યાં સુધી કોઈ ધ્યાનમાં લાગી શકતું નથી.
જો તું ધ્યાન કરવા ઇચ્છે છે તો પ્રથમ જ પોતાના મનને વશમાં કર અને શાંતભાવ ધારણ કર.
265
મનનું નિયંત્રણ
મનને પોતાના નિયંત્રણમાં લાવવું કે એને વશમાં કરવું જ અંતર્મુખી સાધનાનું મૂળ છે. જે સાધક વિષયોની તરફ દોડનારા મનને વશમાં કરી લે છે, તે બધાને પોતાના વશમાં કરી લે છે. મનને વશમાં કરવાથી જ કર્મોનો મેલ ઉતરે છે અને ચિત્તમાં શુધ્ધતા આવે છે. એના ફળસ્વરૂપે ધ્યાનમાં નિર્મળતા આવે છે, વિવેકમાં વૃદ્ધિ થાય છે અને અંતમાં સાધક આત્મલીન થઈ મુક્તિની પ્રાપ્તિ કરી લે છે. જ્ઞાનાર્ણવમાં આ વાતોને વિસ્તારથી સમજાવતાં કહેવામાં આવ્યું છેઃ
જેણે મનનો રોધ કર્યો તેણે બધું જ રોક્યું, અર્થાત્ જેણે પોતાના મનને વશ કર્યુ તેણે બધાને વશ કર્યા અને જેણે પોતાના મનને વશીભૂત ન કર્યુ તેનું અન્ય ઇન્દ્રિયાદિકને રોકવું પણ વ્યર્થ જ છે.
મનની શુદ્ધતાથી જ સાક્ષાત્ કલંકનો વિલય (નાશ) થાય છે અને જીવોને તેમનું સમભાવ સ્વરૂપ થતાં સ્વાર્થની (આત્મસ્વરૂપની) સિદ્ધિ થાય છે, કારણ કે જ્યારે મન રાગદ્વેષરૂપ પ્રવર્તતું નથી ત્યારે જ પોતાના સ્વરૂપમાં લીન થાય છે, આ જ સ્વાર્થની સિદ્ધિ છે.
સંયમી મુનિઓને એકમાત્ર મનરૂપી દૈત્યનું જીતવું જ સમસ્ત અર્થોની સિદ્ધિને આપનારું છે, કારણ કે આ મનને જીત્યા વિના અન્ય વ્રત નિયમ તપ તથા શાસ્ત્રાદિકમાં કલેશ કરવો (ધર્મગ્રંથોને વાંચવા અને તેમનો પાઠ કરવાનું કષ્ટ કરવું) વ્યર્થ જ છે.
નિઃસંદેહ મનની શુદ્ધિથી જ જીવોની શુદ્ધતા થાય છે, મનની શુદ્ધિ વિના ફક્ત કાયાને ક્ષીણ કરવી વ્યર્થ છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
266
જૈન ધર્મ સાર સંદેશ મનની શુદ્ધતાથી ઉત્તરોત્તર વિવેક વધે છે. જે પુરુષ ચિત્તની શુદ્ધતાને ન પામીને સારી રીતે મુક્ત થવા ઇચ્છે છે તે માત્ર મૃગતૃષ્ણાની નદીમાં જળ પીએ છે. ભાવાર્થ – મૃગતૃષ્ણામાં જળ ક્યાંથી આવ્યું? તે જ પ્રમાણે ચિત્તની શુધ્ધતા વિના મુક્તિ ક્યાંથી થાય?
મનને વશમાં કરવું જેટલું આવશ્યક છે, તેટલું જ કઠિન પણ છે. મન અનેક રૂપ ધારણ કરે છે. ક્યારેક દૈત્ય કે રાક્ષસના સમાન વિકરાળ બનીને જીવોને કષ્ટ પહોંચાડે છે અને ક્યારેક હાથી, વાંદરા અને સર્પના સમાન પોતાના અત્યંત પ્રબળ, ચંચળ અને ઝેરીલા સ્વભાવને પ્રગટ કરે છે. એટલા માટે એને જીતવું અત્યંત કઠિન છે. દઢ સંકલ્પ સાથે અડગ રીતે પોતાની સાધનામાં લાગ્યા રહેનારા સાધકો જ મનને જીતવામાં સફળ થાય છે. મનના સ્વભાવ પર પ્રકાશ નાખતાં તથા એને પૂરી સાવધાની અને સાહસની સાથે વશમાં લાવવાની પ્રેરણા આપતાં જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
વિષય ગ્રહણ કરવામાં લુબ્ધ (લોભી) એવા આ ચિત્તરૂપી દેત્યે (રાક્ષસે) સર્વ પ્રકારની વિક્રિયા (ખરાબ કર્મ) કરીને વિકારરૂપ થઈ પોતાની ઇચ્છાનુસાર આ જગતને પીડિત કર્યું છે.
હે મુનિ! આ ચિત્તરૂપી હસ્તી (હાથી) એવો પ્રબળ છે કે એનું પરાક્રમ અનિવાર્ય છે, અર્થાત્ એની શક્તિને રોકી શકવી કઠિન છે. એટલા માટે જ્યાં સુધી એ સમીચીન (યથાર્થ) સંયમરૂપી ઘરને નષ્ટ કરતું નથી, તેનાથી પહેલાં પહેલાં તું એનું નિવારણ કર. આ ચિત્ત નિરર્ગળ (સ્વચ્છંદ) રહેશે તો સંયમને બગાડશે.
આ ચંચળચિત્તરૂપી વાંદરો વિષયરૂપી વનમાં ભમતો રહે છે. તેથી જે પુરુષ એને રોક્યો, વશ કર્યો, તેને જ વાંછિત ફળની સિદ્ધિ છે.
જે પદ નિર્મત્સર (દ્વષરહિત) તપોનિષ્ઠ મુનિઓ દ્વારા પણ અસાધ્ય છે તે પદ ચિત્તના પ્રસારને રોક્વારા ધીર પુરુષો દ્વારા જ પ્રાપ્ત કરવામાં આવે છે. ભાવાર્થ - માત્ર બાહ્ય તપથી ઉત્તમ પદ પામવું અસંભવ છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
267
અંતર્મુખી સાધના
જે મુનિએ પોતાના ચિત્તને વશ કર્યું નથી તેનું તપ, શાસ્ત્રાધ્યયન, વ્રત ધારણ, જ્ઞાન, કાયકલેશ ઈત્યાદિ બધું તુષખંડન (ભૂસું કૂટવાં) સમાન નિઃસાર (વ્યર્થ) છે, કારણ કે મનના વશીભૂત થયા વિના ધ્યાનની સિદ્ધિ થતી નથી. એને રોકવું અતિશય કઠિન છે. જે યોગીશ્વર એને રોકે છે તે ધન્ય છે. આ જગતમાં જે સાધક ચિત્તરૂપી દુર્નિવાર સર્પને જીતે છે તેઓ યોગિઓના સમુહમાં વંદનીય છે.
પવન વેગે થાય પ્રબળ, મન ભમે સર્વ સ્થાન,
એને વશ કરી નિજમાં રમે, તે મુનિ સર્વ શિરમોર. મન અનેક જન્મોથી રાગ, દ્વેષ અને મોહના સંસ્કારોથી જકડાયેલું છે. આ સંસ્કાર એટલા પ્રબળ છે કે જરાક પણ અસાવધાની થતાં એ પ્રયત્નશીલ સાધકોના મનમાં પણ વિકાર ઉત્પન્ન કરી દે છે અને તેમને પોતાના માર્ગથી ભ્રષ્ટ કરી દે છે. એટલા માટે સાધકે સાંસારિક વિષયોના પ્રલોભનથી બચીને રહેવા માટે હંમેશાં પૂરી રીતે સાવધાન રહેવું આવશ્યક છે. રાગાદિ ભાવ મનને અનેક પ્રકારે અશાંત કરે છે. તેઓ ક્યારેક ભ્રમ પેદા કરે છે, કયારેક ડરાવે છે, ક્યારેક રોગમાં ફસાવે છે, ક્યારેક સંદેહ ઉત્પન્ન કરે છે અને ક્યારેક દુઃખમાં ઊલઝાવીને સાધકને પોતાની સાધનાથી વિચલિત કરી દે છે. રાગ, દ્વેષ અને મોહના વિકારોને અત્યંત સાવધાનીપૂર્વક મનમાંથી કાઢી નાખ્યા પછી જ સાધક પોતાના ધ્યાનને એકાગ્ર કરી શકે છે અને ત્યારે જ તે પરમાત્માનાં દર્શન પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકે છે. એટલા માટે રાગાદિ વિકારોને દઢતાપૂર્વક દૂર કરીને મનને જીતવાનો અને પોતાની અંદર પરમાત્માસ્વરૂપનાં દર્શન કરવાનો ઉપદેશ આપતાં જ્ઞાનાર્ણવમાં ફરીથી કહેવામાં આવ્યું છેઃ
આત્મસ્વરૂપને સન્મુખ સ્વસ્થ(શાંત) કરવામાં આવેલું મન પણ અનાદિકાળથી ઉત્પન્ન થયેલા અને બંધાયેલા રાગાદિ શત્રુઓથી જબરદસ્તી પીડિત કરવામાં આવે છે, અર્થાત્ પોતાને આધીન (વશ) કરવામાં આવેલું મન પણ રાગાદિક ભાવોથી તત્કાળ કલંકિત (મલિન) કરવામાં આવે છે, એ કારણે મુનિગણો કે સાધકોનું એ કર્તવ્ય છે કે આ વિષયમાં તેઓ પ્રમાદ રહિત (આળસ રહિત) થઈને સૌથી પહેલાં
Page #269
--------------------------------------------------------------------------
________________
268
જૈન ધર્મઃ સાર સંદેશ
આ રાગાદિકને દૂર કરવાનો પ્રયત્ન કરે. જે યોગી મુનિ કે સાધક ઇન્દ્રિયોના વિષયોને દૂર કરીને નિજ સ્વરૂપનું અવલંબન કરે તો પણ રાગાદિક ભાવ મનને વારંવાર છેતરે છે, અર્થાત્ વિકાર ઉત્પન્ન કરે છે. આ રાગાદિક ભાવ મનને ક્યારેક તો મૂઢ કરે છે, ક્યારેક ભ્રમરૂપ કરે છે, ક્યારેક ભયભીત કરે છે, ક્યારેક રોગોથી ચલાયમાન કરે છે, ક્યારેક શંકિત કરે છે, ક્યારેક કલેશરૂપ કરે છે. ઇત્યાદિ પ્રકારે સ્થિરતાથી ડગાવી દે છે.
મોહરૂપી કર્દમ (કીચડ) ક્ષીણ થતાં તથા રાગાદિક પરિણામો પ્રશાંત થતાં યોગીગણ પોતાનામાં જ પરમાત્માના સ્વરૂપનું અવલોકન કરે છે તથા અનુભવ કરે છે. જ્યાં સુધી મનમાં રાગદ્વેષ રહે છે ત્યાં સુધી પરમાત્માનું સ્વરૂપ ભાસતું નથી, રાગદ્વેષ મોહના નષ્ટ થવાથી જ શુભાશુભ કર્મોને નષ્ટ કરનારા પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. રાગદ્વેષ મોહરૂપી કર્દમ (કીચડ)ના અભાવથી પ્રસન્નચિત્તરૂપી જળમાં મુનિને સમસ્ત વસ્તુઓના સમૂહ સ્પષ્ટ સ્ફુરાયમાન થાય છે અર્થાત્ પ્રતિભાસે છે.
જે પ્રમાણે કપાયેલી પાંખોવાળું પક્ષી ઊડવામાં અસમર્થ હોય છે તે પ્રમાણે મનરૂપ પક્ષી પણ રાગદ્વેષરૂપ પાંખોના કપાઈ જવાથી વિકલ્પરૂપ ભ્રમણથી રહિત થઈ જાય છે.
આ પ્રાણી મોહના વશથી અન્ય સ્વરૂપ પદાર્થોમાં ક્રોધ કરે છે, દ્વેષ કરે છે, તથા રાગ પણ કરે છે. આ કારણે મોહ જ જગતને જીતનારો છે. આ રાગદ્વેષરૂપ વિષના વનનું બીજ મોહ જ છે એવું ભગવાને કહ્યું છે. આ કારણે આ મોહ જ સમસ્ત દોષોની સેનાનો રાજા છે. જે મુનિ મોહરૂપી પટલ (પડદો)ને દૂર કરે છે તે મુનિ શીઘ્ર જ સમસ્ત લોકને જ્ઞાનરૂપી નેત્રોથી સાક્ષાત્ - પ્રત્યક્ષ (પ્રગટ) જુએ છે.
મનને સ્થિર કર્યા વિના વિષયોથી અનાસક્તિ થતી નથી અને વિષયોના મોહમાં પડીને મન ભક્તિથી દૂર થઈ જાય છે. મનને શાંત અને એકાગ્ર કરવા માટે એકાંતમાં અભ્યાસ કરવો આવશ્યક છે. એને એક સુંદર ઉપમા દ્વારા સમજાવતાં રત્નાકર શતકમાં કહેવામાં આવ્યું છેઃ
Page #270
--------------------------------------------------------------------------
________________
269
અંતર્મુખી સાધના
જેવી રીતે દોરીના સહારે પતંગ આકાશમાં ચઢી જાય છે, એ જ પ્રમાણે વિષયોને આધીન થઈને મન પણ સ્વાનુભૂતિથી અથવા સિદ્ધભગવાનની ભક્તિથી દૂર હટી જાય છે. વાયુ જે પ્રમાણે પતંગને આકાશમાં ઊંચે ચઢાવી દે છે, તે જ પ્રમાણે મોહનીય કર્મ આ જીવને ભક્તિથી હટાવી દે છે. મનના સ્થિર થયા વિના વિષયોથી વિરકિત ક્યારેય થઈ શકતી નથી તથા વિષયોમાં આસક્તિ બનેલી જ રહે છે. અતઃ મનને ધ્યાન દ્વારા એકાગ્ર કરવું જોઈએ. મનને એકાગ્ર કરવા માટે એકાંતમાં અભ્યાસ કરવો પરમ આવશ્યક છે તથા ક્યારેય મનને ખાલી ન રાખવું જોઈએ.’
આ અભ્યાસ કોઈ સાચા ગુરુ પાસેથી ઉપદેશ ગ્રહણ કરવાથી જ સફળતાપૂર્વક કરી શકાય છે. ગુરુની બતાવેલી વિધિથી મનને સ્થિર કરી લેતાં ધ્યાનમાં સ્થિરતા આવી જાય છે. એને સ્પષ્ટ કરતાં શણસાર (જ્ઞાન-સાર)માં કહેવામાં આવ્યું છેઃ
શુદ્ધ મહાવ્રત પાંચેય ધાર્યા, ક્રોધ લોભ મદ મોહ નિવાર્યા, પરિષહ* જીત ભય સ્મર (કામ) ખોઈ, એવા ગુરુ ઉપદેશક હોય. સાર દેશના યોગી પાકે, નિજ આત્મામાં નિજ મન લાવી, નહીં રોકે તો મન ચલ થાય, પવન વેગથી પત્તા જેમ. મન ચંચળ ચપલા ની જેમ, તે મનને વશ કર સાઈ,
બાંધ્યા વિના જેમ જળ સ્થિર નહીં, મન વશ વિના ધ્યાન ન થાય સ્થાયી. અર્થાત્ જે અહિંસા, સત્ય આદિ પાંચેય પવિત્ર મહાવ્રતોને ધારણ કરનારા અને કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ભય અને ચિંતાથી દૂર રહેનારા છે, તેવા જ ગુરુ સાચા ઉપદેશક હોય છે. તેવા ગુરુના સાર ઉપદેશને ગ્રહણ કરીને પોતાના મનને આત્મામાં લગાવવું જોઈએ. જો સાધક પોતાના મનને આ પ્રમાણે નહીં રોકે તો મન હવાની લહેરથી કાંપતા રહેનારા પત્તાની જેમ ચંચળ જ બનેલું રહે છે. તે સ્વામી (ગુરુદેવ)! વિજળીની સમાન ચંચળ આ મનને વશમાં કરો. જે પ્રમાણે બંધ લગાવ્યા વિના જળ સ્થિર થતું નથી, તે જ પ્રમાણે મનને વશમાં
* પરિષહ = ટાઢ, તડકો, ભૂખ, તરસ વગેરે 22 વિપત્તિઓમાંથી પ્રત્યેક સહેવી તે.
Page #271
--------------------------------------------------------------------------
________________
270
જૈન ધર્મ સાર સંદેશ કર્યા વિના ધ્યાન પણ સ્થિર થતું નથી. ગણેશપ્રસાદ વર્મી પણ ખૂબ જ જોરદાર શબ્દોમાં મન પર વિજય પ્રાપ્ત કરવા માટે ચેતવે છે. તેઓ કહે છેઃ
જે મનુષ્ય પોતાના મન પર વિજયી નથી સંસારમાં તેની અધોગતિ નિશ્ચિત છે. જેટલા પાપ સંસારમાં છે તે બધાની ઉત્પત્તિનું મૂળ કારણ માનસિક વિકાર છે. જ્યાં સુધી તે શમન શાંત) ન થશે સુખનો અંશ પણ હશે નહીં. મનની શુદ્ધિ વિના કાયા શુદ્ધિનું કોઈ મહત્ત્વ નથી. આત્માનો વિજય તે જ કરી શકે છે જે પોતાના મનને પરથી (આત્માથી ભિન્ન વિષયોથી) રોકીને સ્થિર કરે છે. વિશુદ્ધતા જ મોક્ષની પ્રથમ સીડી છે. તેના વિના આપણું જીવન કોઈ કામનું નથી. જેમણે તેને ત્યાગું તેઓ સંસારથી પાર ન થયા, તેમને અહીં જ ભ્રમણ કરવાનો અવસર મળતો રહેશે.
એટલા માટે મનને બાહ્ય વિષયોથી હટાવીને એને પોતાના આત્મામાં કેન્દ્રિત કરવું આવશ્યક છે. મોક્ષની ઇચ્છા રાખનારા સાધકે ગુરુના ઉપદેશાનુસાર એકાંત અભ્યાસ દ્વારા આત્માથી ભિન્ન વિષયોથી મનને હટાવીને એને આત્મલીન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મનના શાંત થવાથી જ ધ્યાનમાં એકાગ્રતા આવે છે અને ધ્યાનના પૂર્ણ એકાગ્ર થવાથી જીવ પરમાત્માનાં દર્શન પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે મનને વશમાં કરનારો સાધક મોક્ષની પ્રાપ્તિ કરી લે છે.
દયાનની અનિવાર્યતા ધ્યાનની સિદ્ધિ માટે જ મનને બાહ્ય વિષયોથી હટાવવા અને એને વશમાં કરવા પર ભાર આપવામાં આવ્યો છે. પરમાર્થની પ્રાપ્તિ અંતર્મુખી જ્ઞાન દ્વારા થાય છે. આ જ્ઞાન જ અજ્ઞાનજનિત કર્મોનો નાશ કરીને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આ જ્ઞાન કેવળ ધ્યાન દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. એટલા માટે જૈન ધર્મની સાધનામાં ધ્યાનનું સ્થાન સૌથી ઊંચું છે. એની સર્વોચ્ચતા અને અનિવાર્યતા બતાવતાં ઋષિ-ભાસિતમાં કહેવામાં આવ્યું છેઃ
સીસ જહા સરીરસ્ય, જહા મૂલ દુખસ્સયા. સબ્યસ્સ સાહુ ધમ્મસ્સ, તહાં જાણે વિધીયતા
Page #272
--------------------------------------------------------------------------
________________
271
અંતર્મુખી સાધના
અર્થ - જેવી રીતે શરીરમાં મસ્તકનું અને વૃક્ષમાં મૂળ (જડ)નું મહત્ત્વ છે તેવી જ રીતે સાધુના સમસ્ત ધર્મોમાં ધ્યાનનું મહત્ત્વ છે. કારણ કે ધ્યાન વિના વ્યુત્સર્ગ (શરીરાદિમાં હું-મારુંના ભાવનો ત્યાગ) નથી થતો અને વ્યુત્સર્ગ વિના શરીર, સંસાર, કષાય અને કર્મથી મુક્તિ થતી નથી.'
કન્ડેયાલાલ લોઢાએ પણ ધ્યાનને સર્વોચ્ચ અને મુક્તિ માટે અનિવાર્ય સાધન બતાવતા કહ્યું છેઃ
જૈન ધર્મના સાધના માર્ગમાં સર્વોચ્ચ સ્થાન ધ્યાનનું છે. ... એ નિયમ છે કે ધ્યાન વિના વીતરાગતા અથવા કેવલજ્ઞાન થતું નથી. કેવલજ્ઞાન વિના મુકિત થતી નથી. અતઃ મુક્તિની અન્યતમ સાધના ધ્યાન જ છે.12
ધ્યાનને “મુક્તિનું દ્વાર’ બતાવતાં તેઓ પછી કહે છેઃ
અત્યાર સુધી જેટલા સાધક મુક્ત થયા છે, તે બધાએ ધ્યાન સાધના અવશ્ય કરી છે. ધ્યાન મુક્તિનું દ્વાર છે. ધ્યાન વિના મુક્તિમાં પ્રવેશ ક્યારેય સંભવ નથી.13
ધ્યાનને સંસાર-સમુદ્રથી પાર જવાનું એકમાત્ર સાધન બતાવતાં શુભચંદ્રાચાર્ય પણ કહે છેઃ
હે આત્મ! તું સંસારના દુઃખવિનાશાર્થે જ્ઞાનરૂપી સુધારસ (અમૃતરસ)ને પી અને સંસારરૂપ સમુદ્રને પાર થવા માટે ધ્યાનરૂપી જહાજનું અવલંબન કર.
મોક્ષ કર્મોના ક્ષયથી જ થાય છે. કર્મોનો ક્ષય સમ્યજ્ઞાનથી થાય છે અને તે સમ્યજ્ઞાન ધ્યાનથી સિદ્ધ થાય છે, અર્થાત્ ધ્યાનથી જ્ઞાનની એકાગ્રતા થાય છે. આ કારણે ધ્યાન જ આત્માનું હિત છે. હે આત્મ! જો તું કષ્ટથી પાર પામવા યોગ્ય સંસાર નામના મહાપક (કીચડ)થી નીકળવાની ઇચ્છા રાખે છે તો ધ્યાનમાં નિરંતર વૈર્ય કેમ ધારણ કરતો નથી?
Page #273
--------------------------------------------------------------------------
________________
272
જૈન ધર્મ સાર સંદેશ આ વાતની પુષ્ટિ કરતાં તત્વભાવનામાં પણ કહેવામાં આવ્યું છે. આત્મધ્યાન જ પરમોપકારી જહાજ છે. એના પર ચઢીને ભવ્ય જીવો સંસાર પાર થઈ જાય છે. એટલા માટે જ્ઞાનીએ આત્મધ્યાનનો જ અભ્યાસ કરવો જોઈએ. વાસ્તવમાં આત્મધ્યાનથી જ આત્માની શુદ્ધિ થાય છે, આત્મધ્યાનથી જ આનંદની પ્રાપ્તિ થાય છે, આત્મધ્યાનથી જ કર્મોની નિર્જરા (પાપને ક્ષીણ કરવું તે) થાય છે, આત્મધ્યાનથી જ કર્મોનો સંવર થાય છે, આત્મધ્યાનથી જ મોક્ષ થાય છે. એટલા માટે હિતેચ્છુએ નિરંતર આત્મધ્યાનનો અભ્યાસ પરમ નિશ્ચિત થઈને કરવો યોગ્ય છે.15
શાણસાર (જ્ઞાનસાર) માં પણ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે ધ્યાનનો અભ્યાસ કર્યા વિના આત્માનો અનુભવ પ્રાપ્ત કરવો સંભવ નથીઃ
જેવી રીતે પાષાણ (પથ્થર)માંથી સુવર્ણ (સોનું), કાષ્ઠ (લાકડું) માંથી અગ્નિ વિના પ્રયોગ (યુક્તિ)થી દેખાતા નથી, તેમ ધ્યાન વિના આત્માનાં દર્શન થતાં નથી. ધ્યાનથી જ આત્માનો શુદ્ધ પ્રતિભાસ (અનુભવ) થાય છે.16
ધ્યાનનું સ્વરૂપ ધ્યાનની અનિવાર્યતાને સમજતાં ધ્યાન સંબંધી અનેક પ્રશ્નોનો સંક્ષિપ્ત પરંતુ સાચો ઉત્તર સ્પષ્ટરૂપે જાણી લેવો આવશ્યક છે. ધ્યાનના સંબંધમાં સ્વાભાવિક રીતે આવા પ્રશ્નો ઉઠે છેઃ જૈન ધર્મ અનુસાર ધ્યાન કોને કહે છે ધ્યાન કેટલા પ્રકારનું હોય છે? તેની યથાર્થ જાણકારી કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે છે? ધ્યાન કોણ કરી શકે છે? ક્યા ધ્યાનનું શું ફળ છે? ઇત્યાદિ. અહીં આ પ્રશ્નો પર સંક્ષેપમાં વિચાર કરવામાં આવશે.
સૌથી પહેલાં એ સમજી લેવું આવશ્યક છે કે જેન ધર્મમાં ધ્યાન કોને કહે છે. જૈન ધર્મના આદિપુરાણ અનુસાર “તન્મય થઈને કોઈ એક જ વસ્તુમાં જો ચિત્તનો વિરોધ કરી લેવામાં આવે છે તેને ધ્યાન કહે છે”17 અથવા એમ કહીએ
Page #274
--------------------------------------------------------------------------
________________
અંતર્મુખી સાધના
273 કે “જે ચિત્તનું પરિણામ સ્થિર થાય છે તેને ધ્યાન કહે છે અને જે ચંચળ રહે છે તે અનુપ્રેક્ષા, ચિંતા, ભાવના અથવા ચિત્ત કહે છે.”18
આજ વાતને જ્ઞાનાર્ણવમાં આ પ્રમાણે કહેવામાં આવી છેઃ એકાગ્ર ચિંતાને રોધવા (રોકવા)ને પંડિત જન ધ્યાન કહે છે. જે એક ચિંતા (ચિત્તવૃત્તિ)નો નિરોધ છે – એક શેય(પરમાત્મા)માં સ્થિર થયેલું છે તે તો ધ્યાન છે અને એનાથી ભિન્ન છે તે ભાવના છે. તેને અનુપ્રેક્ષા અથવા અર્થચિંતા પણ કહે છે.19
આ પ્રમાણે ચિત્તને એકાગ્રભાવે ઈષ્ટ પદાર્થમાં સ્થિર રાખવું જ ધ્યાનનું સામાન્ય લક્ષણ છે. અહીં મુખ્ય વાત છે ચિત્તને એકાગ્ર કરીને ટકાવવું. “અગ્ર”નો અર્થ છે મુખ. જેનું એક અગ્ર હોય છે તે એકાગ્ર કહેવાય છે, જે અનેક બાજુએ દોડતો રહે છે તે ચંચળ કહેવાય છે. ચિત્તને ખૂબ જ યત્નથી અન્ય વિષયોમાંથી હટાવીને એક ઈષ્ટ વિષયમાં ટકાવી રાખવું જ ચિત્તને એકાગ્રભાવથી ટકાવવું છે અને એ જ ધ્યાનનું સ્વરૂપ છે.
પોતાના અંતરમાં ચિત્તને એકાગ્ર ભાવથી પૂરી રીતે ટકાવવા માટે તન, મન અને વચન-ત્રણેય ને બિલકુલ નિશ્ચલ અથવા સ્થિર રાખવા આવશ્યક છે. આ ત્રણેયની ક્રિયાઓને રોક્વા અથવા બંધ કરવાને જૈન ધર્મમાં ત્રિયોગનો નિરોધ કરવો કહે છે. આ ત્રિયોગ-નિરોધથી જ આત્મલીનતાની અવસ્થા પ્રાપ્ત થાય છે. એને કવ્યસંગ્રહમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
મા ચિઠહ મા જંપહ, મા ચિન્તાહ કિ વિ જેણ હોઈ થિરો.
અપ્પા અપ્પમ્મિ ઓ, ઇણમેવ પર હવેઝાણા અર્થ - હે ધ્યાતા! તું ન તો શરીર વડે કોઈ ચેષ્ટા કર, ન વાણી દ્વારા કંઈ બોલ અને ન મનથી કંઈ ચિંતન કર, આ પ્રમાણે ત્રિયોગનો વિરોધ કરવાથી તું સ્થિર થઈ જઈશ - તારો આત્મા આત્મરત (આત્મલીન) થઈ જશે. આ જ પરમ ધ્યાન છે.20
તન, મન અને વચનને પૂર્ણ સ્થિર કરવાથી જ આત્માની પોતાની અંદર સાંભળવા અને જોવાની શક્તિ એકાગ્ર થાય છે અને આ પૂર્ણ એકાગ્રતાની એક ક્ષણમાં જે ઊંડો અનુભવ પ્રાપ્ત થાય છે તેને કલ્પભર (અનેક મહાયુગો સુધી) ની પણ ચંચળ વૃત્તિવાળી સાધના દ્વારા પ્રાપ્ત કરી શકાતી નથી.
Page #275
--------------------------------------------------------------------------
________________
274
જૈન ધર્મ સાર સંદેશ ધ્યાનની ઊંડી અવસ્થામાં ધ્યાતા (ધ્યાન કરનારા) શરીરમાં રહીને પણ શરીર અને સંસારથી અસંગ, અતીત કે અનાસક્ત થઈ જાય છે. એને સમજાવતાં કન્ડેયાલાલ લોઢા કહે છેઃ
શરીરમાં રહીને શરીરથી અસંગ થવું, શરીરથી અનાસક્ત થવું, અર્થાત્ કાયોત્સર્ગ કરવો (શરીરમાંથી હું-મારું'ની ભાવનાને કાઢવી) મુક્તિની સાધના છે. ... માનવ માત્રમાં શરીર અને સંસારથી અસંગ, અતીત થવાથી ક્ષમતા છે – આ જ માનવ ભવ (જન્મ)ની વિશેષતા છે. સર્વસંગ રહિત થવાનો પ્રયાસ જ ધ્યાન-સાધના છે.
જ્યારે ધ્યાનમાં પૂર્ણ આત્મલીનતાની અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે અને આત્મા શરીરાદિ પ્રત્યે હું-મારુંની ભાવનાને ત્યાગીને શરીરાદિથી અનાસક્ત થઈ જાય છે ત્યારે એને પોતાની અંદર જ પરમાત્માના દર્શન પ્રાપ્ત થઈ જાય છે. એને સ્પષ્ટ કરતાં સાગરમલ જૈન કહે છેઃ
ધ્યાનમાં આત્મા, આત્મા દ્વારા આત્માને જાણે છે. .. ધ્યાન જ તે વિધિ છે, જેના દ્વારા આપણે સીધા પોતાના જ સન્મુખ થઈએ છીએ, એને જ આત્મ-સાક્ષાત્કાર કહે છે. ધ્યાન જીવમાં “જિન”ના, આત્માને પરમત્માનાં દર્શન કરાવે છે.22
જ્યારે એકાગ્રતા ભંગ થાય છે તો ધ્યાન તૂટી જાય છે. એટલા માટે ધ્યાન માટે ચિત્તને વિક્ષેપ રહિત કે બાધારહિત રાખવું આવશ્યક હોય છે. આ જ દ્રષ્ટિથી જ્ઞાનાર્ણવામાં ધ્યાનને આ રૂપમાં સમજાવવામાં આવ્યું છેઃ
યોગીશ્વર ચિત્તના આકુળતારહિત (વિક્ષેપ કે બાધાથી રહિત) થવાને અર્થાત્ ક્ષોભરહિત થવાને જ ધ્યાન કહે છે.૩
સાંસારિક વિષયો પ્રત્યે રાગ, દ્વેષ અને મોહ જ ચિત્તમાં આકુળતા, ક્ષોભ અથવા બાધા ઉત્પન્ન કરે છે. એટલા માટે ધ્યાનની સિદ્ધિ માટે એનાથી ઉપર ઊઠવું આવશ્યક છે. આ જ કારણ છે કે પંચાસ્તિકાયમાં કહેવામાં આવ્યું છેઃ
Page #276
--------------------------------------------------------------------------
________________
275
અંતર્મુખી સાધના
જેને મોહ અને રાગદ્વેષ નથી તથા મન વચન કાયરૂપ યોગો (ક્રિયાઓ)ના પ્રત્યે ઉપેક્ષા છે, તેને શુભાશુભને બાળનારી ધ્યાનમય અગ્નિ પ્રગટ થાય છે.24
એ જ પ્રમાણે અનુગારધામૃતમાં કહેવામાં આવ્યું છેઃ ઈષ્ટાનિઝ બુદ્ધિ (વસ્તુના ઈચ્છિત અને અનિચ્છિત હોવાનો ભાવ)ના મૂળ મોહનો છેદ (નાશ) થઈ જવાથી ચિત્ત સ્થિર થઈ જાય છે. તે ચિત્તની સ્થિરતાને ધ્યાન કહે છે.5
ધ્યાન-સંબંધી આ કથનોથી સ્પષ્ટ છે કે ચિત્તની એકાગ્રતા અને સ્થિરતાને જ ધ્યાન કહેવામાં આવે છે. આ એકાગ્રતાનો ક્રમિક વિકાસ થાય છે. પ્રારંભમાં ચિત્ત થોડી જ ક્ષણો માટે એકાગ્ર થાય છે. ધીરે-ધીરે દઢતા પૂર્વક પ્રયત્ન ચાલુ રાખવાથી એકાગ્રતામાં કંઈક અધિક નિખાર અને સ્થિરતા થવા લાગે છે અને અંતમાં એકાગ્રતા એટલી ગહન અને સ્થિર થઈ જાય છે કે એ તલ્લીનતામાં બદલાય જાય છે. ત્યારે ધ્યાતા (ધ્યાન કરનાર) ધ્યેય (ધ્યાન કરવામાં આવતા પદાર્થ)માં લીન થઈ જાય છે, અર્થાત્ ધ્યાતા ધ્યેય સાથે એકાકાર થઈ જાય છે. આ રીતે મુખ્ય રીતે એકાગ્રતાની આ ત્રણ અવસ્થા હોય છે જેને પતંજલિએ પોતાના યોગશાસ્ત્રમાં ક્રમશઃ ધારણા, ધ્યાન અને સમાધિ કહી છે. પરંતુ જૈન ધર્મમાં “ધ્યાન’ શબ્દને વ્યાપક અર્થમાં ગ્રહણ કરવામાં આવે છે જેમાં એકાગ્રતાની પ્રારંભિક અવસ્થાથી લઈને પૂર્ણ તલ્લીનતા સુધીની બધી અવસ્થાઓ સામેલ છે. આ જ કારણ છે કે જૈન ધર્મમાં યોગ” અર્થાત્ ચિત્તવૃત્તિનિરોધ અને સમાધિ અર્થાત્ ધ્યાતા અને ધ્યેયની એકરૂપતા - બન્ને જ શબ્દ “ધ્યાન' શબ્દના પર્યાયવાચક (સમાનાર્થક) માનવામાં આવ્યા છે, જેવું કે આદિપુરાણમાં ધ્યાનના પર્યાયવાચી શબ્દોનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે:
યોગ, ધ્યાન, સમાધિ, ધીરોધ અર્થાત્ બુદ્ધિની ચંચળતા રોકવી, સ્વાન્ત નિગ્રહ અર્થાત્ મનને વશમાં કરવું, અને અંતઃસલીનતા અર્થાત્ આત્માના સ્વરૂપમાં લીન થવું આદિ બધા ધ્યાનના જ પર્યાયવાચક શબ્દો છે.26
Page #277
--------------------------------------------------------------------------
________________
276
જૈન ધર્મ સાર સંદેશ ધ્યાનમાં ઊંડાણ આવવાથી ધ્યેય પદાર્થનું યથાર્થ સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. આ પ્રમાણે આત્મધ્યાન દ્વારા આત્માના સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત થઈ જાય છે, જેનાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આત્મધ્યાન જ જૈન ધર્મમાં મુક્તિનું કારણ માનવામાં આવે છે, જેવું કે આદિપુરાણમાં કહેવામાં આવ્યું છેઃ
જે કોઈ એક જ વસ્તુ (આત્મા)માં પરિણામોની સ્થિર અને પ્રશંસનીય એકાગ્રતા હોય છે તેને જ ધ્યાન કહે છે, એવું ધ્યાન જ મુક્તિનું કારણ બને છે.27
ધ્યાન અંતર્મુખી સાધન છે. તેથી એના માટે મનને અંતર્મુખ બનાવવું આવશ્યક છે. જ્યાં સુધી ઈદ્રિયો બાહ્ય વિષયોમાં લાગેલી રહે છે ત્યાં સુધી ન મન અંતર્મુખ થઈ શકે છે અને ન તો એકાગ્રતા આવી શકે છે. એટલા માટે માળા ફેરવવાને અથવા અન્ય બહિર્મુખી ક્રિયાઓમાં લાગવાને ધ્યાન કરવું કહી શકાય નહીં. રાજવાર્તિકમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
માળા જપવી આદિ ધ્યાન નથી, કારણ કે એમાં એકાગ્રતા નથી. ગણતરી કરવામાં વ્યગ્રતા સ્પષ્ટ જ છે.28
ધ્યાનના ભેદ (પ્રકાર) ધ્યાન' શબ્દને વ્યાપક અર્થમાં ગ્રહણ કરવાના કારણે જૈન ધર્મમાં એના અનેક ભેદ કરવામાં આવ્યા છે. સૌથી પહેલાં અપ્રશસ્ત (અશુભ) ધ્યાનને પ્રશસ્ત (શુભ) ધ્યાનથી અલગ કરી અપ્રશસ્ત ધ્યાનને ત્યાગવા અને પ્રશસ્ત ધ્યાનને અપનાવવા માટે કહેવામાં આવ્યું છે. અપ્રશસ્ત અને પ્રશસ્ત આ બન્નેના બે-બે ભેદ કહેવામાં આવ્યા છે. અપ્રશસ્ત ધ્યાનના આર્ત અને રોદ્ર નામના બે ભેદ છે અને પ્રશસ્ત ધ્યાનના ધર્મ અને શુક્લ નામના બે ભેદ છે. પછી આ ચારેયમાંથી પ્રત્યેકના ચાર-ચાર ભેદ બતાવવામાં આવ્યા છે. આ બધા પર આપણે અહીં સંક્ષેપમાં વિચાર કરીશું.
અજ્ઞાની જીવ રાગ, દ્વેષ અને મોહને વશ થઈને અશુભ કે ખોટા ચિંતનમાં લાગેલા રહે છે. આ પ્રકારના ચિંતનથી તેમની વિષયોની તૃષ્ણા વધે છે. તેમનું
Page #278
--------------------------------------------------------------------------
________________
અંતર્મુખી સાધના
સાંસારિક વિષય-સંબંધી આ ખોટું ધ્યાન જ અપ્રશસ્ત ધ્યાન કહેવામાં આવે છે. એને સ્પષ્ટ કરતાં જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
જેણે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણ્યું નથી તથા જેનો આત્મા રાગદ્વેષ મોહથી પીડિત છે એવા જીવની સ્વાધીન (ઉપદેશ વિના મનમાની) પ્રવૃત્તિને અપ્રશસ્ત ધ્યાન કહેવામાં આવે છે.29
અપ્રશસ્ત ધ્યાનનો પ્રથમ ભેદ આર્ત ધ્યાન છે. આર્તનો અર્થ છે દુઃખી. દુઃખી મનુષ્યો દ્વારા દુઃખની અવસ્થામાં કરવામાં આવેલું ધ્યાન આર્ત ધ્યાન કહેવાય છે. એના ચાર ભેદ છે. પ્રથમ ઇષ્ટ વસ્તુ ન મળતાં તેની પ્રાપ્તિ માટે, બીજું અનિષ્ટ વસ્તુ મળતાં તેને હટાવવા માટે, ત્રીજું રોગ આદિ થતાં તેને દૂર કરવા માટે અને ચોથું બીજાના ભોગ અને ઐશ્વર્યને જોઈને તે ભોગોને ભોગવવા માટે કરવામાં આવે છે. એમને ક્રમશઃ ઇષ્ટવિયોગજ, અનિષ્ટસંયોગજ, પીડા ચિંતવન અને નિદાન પ્રત્યય (નિદાન બંધ) આર્ત ધ્યાન કહે છે.
ગાણસાર(જ્ઞાનસાર)માં એમને આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યાં છેઃ
પોતાની પ્રિય વસ્તુ જે ધન કુટુંબાદિ તેમના વિયોગમાં તેમને મળવા માટે વારંવાર ચિંતવન કરવું ઇષ્ટવિયોગ જ આર્તધ્યાન છે. પોતાને દુ:ખદાયી દરિદ્રતા, શત્રુ આદિના સંયોગમાં વિયોગ માટે ચિંતવન કરવું અનિષ્ટસંયોગજ આર્તધ્યાન છે. પોતાના શરીરમાં રોગ ઇત્યાદિ થતા તેમના દૂર થવા માટે વારંવાર ચિંતવન કરવું પીડા ચિંતવન આર્તધ્યાન છે અને ભાવિ સાંસારિક સુખો માટે ચિંતવન કરવું નિદાન બંધ આર્ત્તધ્યાન છે.30
277
અપ્રશસ્ત ધ્યાનનો બીજો ભેદ (પ્રકાર) રૌદ્ર ધ્યાન છે. રુદ્ર અર્થાત્ ક્રૂર વ્યકિતઓનું ક્રૂર કર્મોના સંબંધમાં વારંવાર ક્રૂર ચિંતવન કરવું રૌદ્ર ધ્યાન કહેવાય છે. એના પણ ચાર ભેદ છે. એમને સમજાવતાં જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
તત્ત્વદર્શી પુરુષોએ ક્રુર આશય (હૃદય) વાળા પ્રાણીને રુદ્ર કહ્યું છે. તે રુદ્ર પ્રાણીના કાર્ય અથવા તેના ભાવને રૌદ્ર કહે છે. હિંસામાં આનંદ માનવાથી, મૃષા (અસત્ય કહેવા)માં આનંદ માનવાથી, ચોરીમાં આનંદ
Page #279
--------------------------------------------------------------------------
________________
278
જૈન ધર્મ સાર સંદેશ માનવાથી અને વિષયોની રક્ષા કરવામાં આનંદ માનવાથી જીવોના રૌદ્ર ધ્યાન પણ નિરંતર ચાર પ્રકારના હોય છે, અર્થાત્ હિંસાનંદ, મૃષાનંદ, ચૌર્યાનંદ અને સંરક્ષણાનંદ – આ ચારેય ભેદ રૌદ્ર ધ્યાનના છે. આદિપુરાણમાં એની પુષ્ટિ આ શબ્દોમાં કરવામાં આવી છેઃ જે પુરુષ પ્રાણીઓને રડાવે છે તે રુદ્ર, ક્રૂર અથવા બધા જીવોમાં નિર્દય કહેવાય છે. એવા પુરુષનું જે ધ્યાન હોય છે તેને રોદ્રધ્યાન કહે છે. આ રૌદ્રધ્યાન પણ ચાર પ્રકારના હોય છે. હિંસાનન્દ અર્થાત્ હિંસામાં આનંદ માનવો, મૃષાનંદ અર્થાત્ જૂઠું બોલવામાં આનંદ માનવો, તેયાનંદ (ચોર્યાનંદ) અર્થાત્ ચોરી કરવામાં આનંદ માનવો અને સંરક્ષણાનંદ અર્થાત્ પરિગ્રહ (સંગ્રહ કરવામાં આવેલી ધન-સંપત્તિ)ની રક્ષામાં જ રાત-દિવસ લાગેલા રહીને આનંદ માનવો - આ રૌદ્રધ્યાનના ચાર ભેદ છે.32
સંસારમાં ફેલાયેલા અંધવિશ્વાસના શિકાર થઈને કેટલાક લોકો મુદ્રા, મંડલ, યંત્ર-તંત્ર, મારન, ઉચ્ચાટન આદિ અનેક પ્રકારના ખોટા ધ્યાનના પ્રપંચમાં પડીને સન્માર્ગથી એટલા દૂર ચાલ્યા જાય છે કે તેમને ફરીથી સન્માર્ગ પર લાવવા અત્યંત કઠિન થઈ જાય છે. તેમને આવા પ્રપંચથી બચાવી રાખવા માટે જ જૈન ધર્મમાં અપ્રશસ્ત ધ્યાનનું ભેદો સહિત વર્ણન કરવામાં આવ્યું છે અને તેમને આ બધાથી બચવા અને કર્મ-બંધનને મટાવનારા પ્રશસ્ત ધ્યાનમાં લાગવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. અપ્રશસ્ત ધ્યાનથી થનારી ભારે હાનિને બતાવતાં જ્ઞાનાર્ણવમાં સાધકને એમનાથી બચીને રહેવા માટે આ શબ્દોમાં સાવધાન કરવામાં આવ્યા છે?
ખોટા ધ્યાનના કારણે સન્માર્ગથી વિચલિત થયેલા ચિત્તને ફરીથી સેંકડો વર્ષોમાં પણ કોઈ સન્માર્ગમાં લાવવા માટે સમર્થ થઈ શકતું નથી, આ કારણે ખોટું ધ્યાન કદાપિ કરવું જોઈએ નહીં.
એટલા માટે મોક્ષાર્થીએ આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનને ત્યાગીને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને જ ગ્રહણ કરવું જોઈએ.
Page #280
--------------------------------------------------------------------------
________________
279
અંતર્મુખી સાધના
ધર્મ ધ્યાન કોને કહે છે અને એની શું આવશ્યકતા છે? જે જ્ઞાન આપણને ઇંદ્રિયો દ્વારા પ્રાપ્ત થાય છે શું તેનાથી આપણું કાર્ય સિદ્ધ થઈ શકતું નથી ? અહીં એ સમજી લેવું આવશ્યક છે કે ઇંદ્રિયો અને મન દ્વારા સાંસારિક પદાર્થોનું જે કંઈ જ્ઞાન આપણને મળે છે તેનાથી આ પદાર્થોની વાસ્તવિકતા કે અસલિયતની જાણકારી થતી નથી. એના સિવાય ઘણા બધા એવા વિષયો પણ છે જે એટલા સૂક્ષ્મ, દૂર અને ગુપ્ત છે કે ઇંદ્રિયો અને મન દ્વારા તેમની જાણકારી સંભવ નથી અને આ બધાની વાસ્તવિકતાની જાણકારી થયા વિના આપણે વિષય-વાસનાઓ અને સાંસારિક મોહથી છૂટી શકતા નથી. એટલા માટે આ પદાર્થોની વાસ્તવિકતાની જાણકારી પ્રાપ્ત કરવી આવશ્યક છે. આ જાણકારી માત્ર સાચા આંતરિક ધ્યાન દ્વારા જ થઈ શકે છે. રાગ-દ્વેષને ત્યાગીને સામ્યતાનો અભ્યાસ કરવા માટે સાધક જે ધ્યાન ધરે છે તે જ સાચું આંતરિક ધ્યાન છે, કારણ કે સામ્યાવસ્થામાં જ પદાર્થોની યથાર્થ જાણકારી પ્રાપ્ત થાય છે. તે જ ધ્યાનને જૈન ધર્મમાં ધર્મ ધ્યાન કહે છે. આદિપુરાણમાં એને આ શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યું છેઃ
વસ્તુના સ્વભાવ (યર્થાથ સ્વરૂપ)ને ધર્મ કહે છે અને જે ધ્યાનમાં વસ્તુ સ્વભાવનું ચિંતવન કરવામાં આવે છે તેને ધર્મ ધ્યાન કહે છે.34
જ્ઞાનસારમાં ધર્મ ધ્યાનને આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છેઃ
રાગ-દ્વેષને ત્યાગીને અર્થાત્ સામ્યભાવથી જીવાદિ પદાર્થોનું, તેઓ જેમ-જેમ પોતાના સ્વરૂપમાં સ્થિત છે, તેમ-તેમ ધ્યાન કે ચિંતવન કરવું ધર્મ ધ્યાન છે.ઝ
ધર્મ ધ્યાનના આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય નામના ચાર ભેદ છે.
વિચયનો અર્થ છે વિચાર કરવો. જે વિષયોને સાધારણ રીતે જાણી શકાતા નથી તે વિષયો પર સર્વજ્ઞ સદ્ગુરુ કે જિનેન્દ્ર દેવના ઉપદેશ અથવા આજ્ઞાના આધારે જ વિચાર કરી શકાય છે. સગ્રંથોમાં બતાવવામાં આવેલા અનેક વિષયો પર તેમને સર્વજ્ઞની આજ્ઞાને પ્રકાશિત કરનારા સમજીને તેમનું ચિંતવન કરવું આજ્ઞા વિચય કહેવાય છે. એને સમજાવતાં આદિપુરાણમાં કહેવામાં આવ્યું છેઃ
Page #281
--------------------------------------------------------------------------
________________
280
જૈન ધર્મ સાર સંદેશ અત્યંત સૂક્ષ્મ પદાર્થને વિષય કરનારો જે આગમ (સદ્ગથ અથવા શાસ્ત્ર) છે તેને આજ્ઞા કહે છે, કારણ કે પ્રત્યક્ષ અને અનુમાનના વિષયથી રહિત ફક્ત શ્રદ્ધાન (શ્રદ્ધા કે વિશ્વાસ) કરવા યોગ્ય પદાર્થમાં એક આગમની જ ગતિ હોય છે. ભાવાર્થ – સંસારમાં કેટલાય પદાર્થો એવા છે જે ન તો પ્રત્યક્ષ દ્વારા જાણી શકાય છે અને ન તો અનુમાનથી જ. એવા સૂક્ષ્મ, અંતરિત (છૂપાયેલા) અને દૂરવર્તી પદાર્થોનું જ્ઞાન માત્ર આગમ (સદ્ગથ) દ્વારા જ થાય છે. જે પરમ ઉત્કૃષ્ટ છે, સૂક્ષ્મ છે અને આખ (સર્વજ્ઞાતા હિતોપદેશક)ના દ્વારા કહેવાયેલું છે એવા પ્રવચન અર્થાત્ આગમને સત્યાર્થ રૂપ માનીને મુનિ આગમમાં કહેવાયેલા પદાર્થોનું ધ્યાન કરે. આ પ્રમાણે ધ્યાન કરવાને આજ્ઞાવિચય નામનું ધર્મ ધ્યાન કહે છે. ૩૦ આજ્ઞાવિચય ધ્યાનને જ્ઞાનાર્ણવમાં આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છેઃ જે ધ્યાનમાં સર્વજ્ઞની આજ્ઞાને અગ્રેસર (પ્રધાન) કરીને પદાર્થોને સમ્યક-પ્રકારે ચિંતવન કરીએ (વિચારીએ) તેને મુનીશ્વરોએ આજ્ઞાવિચય નામ ધર્મધ્યાન કહ્યું છે.
શ્રીજિન-આજ્ઞામાં કહ્યું, વસ્તુ સ્વરૂપ જે માને, ચિત્ત લગાવે તેમાં, આજ્ઞાવિચય તેને જાણો.”
ધર્મ ધ્યાનના બીજા ભેદ અપાય વિચયનો અર્થ છે કર્મોના અપાય (નાશ)ના સંબંધમાં વિચાર કરવો. જીવ અજ્ઞાનવશ પોતાના વિકારયુક્ત કાયિક, વાચિક અને માનસિક કર્મોને કારણે જન્મ-મરણના ચક્રમાં પડીને દુઃખ ભોગવી રહ્યો છે. એટલા માટે આ કર્મોના નાશના ઉપાયના વિષયમાં ગંભીરતાથી વિચાર કરવો, બાર અનુપ્રેક્ષાઓ (ભાવનાઓ), ક્ષમા, શૌચ, સત્ય, સંયમ આદિ દસ ધર્મ અને ધર્મના અન્ય અંગોને ગ્રહણ કરી ચિત્તશુદ્ધિ કરવી તથા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચરિત્રને અપનાવીને કર્મોને સમૂળ નષ્ટ કરવા માટે ધ્યાન કરવું અપાય વિચય ધર્મ ધ્યાન કહેવાય છે. આદિપુરાણમાં એને આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છેઃ
Page #282
--------------------------------------------------------------------------
________________
અંતર્મુખી સાધના
281 આ સંસારરૂપી સમુદ્ર માનસિક, વાચનિક, કાયિક અથવા જન્મ-જરામરણથી થનારા, ત્રણ પ્રકારના સંતાપોથી ભરાયેલો છે. એમાં પડેલા જીવ નિરંતર દુઃખ ભોગવતા રહે છે. તેમના દુઃખનું વારંવાર ચિંતવન કરવું તે અપાયરિચય નામનું ધર્મધ્યાન છે. અથવા તે દુઃખોને દૂર કરવાની ચિંતાથી તેમને દૂર કરનારા અનેક ઉપાયોનું ચિંતવન કરવું પણ અપાયરિચય કહેવાય છે. બાર અનુપ્રેક્ષા તથા દસ ધર્મ આદિનું ચિંતવન કરવું આ જ અપાયરિચય નામના ધર્મ ધ્યાનમાં સામેલ સમજવું જોઈએ.38
જ્ઞાનાર્ણવમાં અપાય વિચયને આ શબ્દોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ જે ધ્યાનમાં કર્મોનો અપાય (નાશ) થાય, તથા જેમાં ચિંતવન કરવામાં આવે કે આ કર્મોનો નાશ કયા ઉપાયથી થશે, તે ધ્યાનને બુદ્ધિમાન પુરુષોએ અપાયરિચય કહ્યું છે.
પછી એવું વિચારીએ કે જે પ્રમાણે અન્ય ધાતુ (પાષાણ)માં મળેલું કંચન (સોનું) અગ્નિથી શોધન કરી, શુદ્ધ કરવામાં આવે છે, તે જ પ્રમાણે હું પ્રબળ ધ્યાનરૂપ અગ્નિ દ્વારા કર્મોના સમૂહને નષ્ટ કરીને, આત્માને ક્યારે શુદ્ધ કરીશ?
મોક્ષમાર્ગમાં વિપ્નને, માટે કઈ વિધીથી તેય,
એમ ચિંતે જ્ઞાની જયારે, વિચય અપાય તે હોય.19
કર્મો અનુસાર ફળ ઉત્પન્ન થવાને જ કર્મવિપાક કહે છે. ધર્મધ્યાનના ત્રીજા ભેદ વિપાકવિચયમાં મોક્ષાર્થી કર્મોથી છુટકારો પામવાના ઉપાયમાં દઢતાથી લાગેલા રહેવા માટે વારંવાર ધ્યાન કરે છે.
- આદિપુરાણમાં વિપાકવિચય ધર્મધ્યાનને આ શબ્દોમાં સમજાવવામાં આવ્યું છેઃ
શુભ અને અશુભ ભેદોમાં વિભક્ત થયેલા કર્મોના ઉદયથી સંસારરૂપી આવર્ત (ચક્ર)ની વિચિત્રતાનું ચિંતવન કરનારા મુનિને જે ધ્યાન થાય છે તેને આગમને જાણનારા ગણધરાદિ દેવ વિપાકવિચય નામનું ધર્મધ્યાન માને છે. ... કારણ કે કર્મોના વિપાક (ઉદય)ને જાણનારો મુનિ તેમને
Page #283
--------------------------------------------------------------------------
________________
282
જૈન ધર્મ સાર સંદેશ નષ્ટ કરવા માટે પ્રયત્ન કરે છે, એટલા માટે મોક્ષાભિલાષી મુનિઓને મોક્ષના ઉપાયભૂત આ વિપાક વિચય નામના ધર્મ ધ્યાનનું અવશ્યપણે ચિંતવન કરવું જોઈએ.40
ધર્મ ધ્યાનના ચોથા ભેદ સંસ્થાન વિચયમાં એ વિચાર કરવામાં આવે છે કે જીવ પોતાના કર્મો અનુસાર કેવી રીતે અનેક પ્રકારના દ્વીપો, સ્વર્ગો અને નરકોમાં સુખ-દુઃખ ભોગવે છે. નરકોની અસહ્ય પીડાથી તડપતા જીવની તે સમયે કોઈ પોકાર સાંભળનારા હોતો નથી. ફક્ત ધર્મ જ લોક-પરલોકમાં પોતાનો સહાયક હોય છે. એટલા માટે સાધક આત્મધ્યાન દ્વારા પોતાના કર્મ રહિત પરમ નિર્મળ આત્મતત્વને ઓળખવાનો પ્રયત્ન કરે છે. સંસ્થાનવિચય ધર્મધ્યાનનો આ જ ઉદેશ છે.
જ્ઞાનાર્ણવમાં સંસ્થાનવિચય ધર્મધ્યાનને આ પ્રમાણે સમજાવવામાં આવ્યો છેઃ
સંસ્થાનવિય ધર્મધ્યાનમાં લોકનું સ્વરૂપ વિચારવામાં આવે છે. આ લોક ઊર્ધ્વ(ઉપર), મધ્ય, અધોભાગ (નીચેના ભાગ) દ્વારા ત્રણ ભુવનોને ધારણ કરે છે. હિંસાદિ પાંચ પાપ કે સાત વ્યસનોના સેવનમાં લાગેલા રહેનારા જીવો ઘોર નરકોમાં જઈને દુઃખ ભોગવે છે.જે રોગ અસહ્ય છે અને જેમની કોઈ ચિકિત્સા નથી, એવા સમસ્ત પ્રકારના રોગ નરકોમાં રહેનારા જીવોના શરીરના રોમ-રોમમાં હોય છે. તે નારકી જીવ તે નરક ભૂમિને અપૂર્વ (જેવું પહેલાં ક્યારેય જોયું ન હતું તેવું) ભયાનક જોઈને કોઈનું શરણ લેવાની ઈચ્છાથી ચારે તરફ જૂએ છે, પરંતુ ત્યાં કોઈ સુખનું કારણ દેખાતું નથી અને ન કોઈ શરણ જ પ્રતીત થાય છે. પછી વિચારે છે કે આ ધર્મરૂપ બંધ જ એવો છે કે સાથે આવે છે અને જયાં જાય છે તે જ રક્ષા કરે છે. એ નિયત રૂપે હિત જ કરે છે અને દુઃખનો નાશ કરીને સુખ આપે છે. એવા ધર્મરૂપી મિત્રનું મેં સેવન જ કર્યું નથી અને જેમનું સેવન મેં મિત્ર સમજીને કર્યું તેમનામાંથી કોઈ એક પણ સાથે આવ્યું નહીં. એટલા માટે આલોકના સંસ્થાનના ચિંતવન બાદ (અથવા એના ફળસ્વરૂપ) ધ્યાતા ધ્યાન
Page #284
--------------------------------------------------------------------------
________________
283
અંતર્મુખી સાધના
કરનાર પોતાના શરીરની અંદર કર્મરહિત જ્યોતિર્મય પુરુષસ્વરૂપ અતિ નિર્મલ આત્માનું ચિંતવન કરે.
ધર્મ ધ્યાન દ્વારા આત્માને શુદ્ધ કરીને ધ્યાતા શુકલ ધ્યાનમાં પ્રવેશ કરે છે. વિકારો દૂર થઈ જતાં આત્માનું સ્વરૂપ નિર્મળ, પવિત્ર અને સ્વચ્છ (શુક્લ) થઈ જાય છે. તે નિર્મળ આત્મા દ્વારા કરવામાં આવનારા ધ્યાનને શુક્લ ધ્યાન કહે છે, જેવું કે જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
પુરુષોના (ક્રોધ, માન, માયા, લોભ આદિ) કષાયરૂપી મળનો ક્ષય (નષ્ટ) થવાથી અથવા ઉપરામ (શાંત) થવાથી આ શુક્લ ધ્યાન થાય છે. એટલા માટે તે ધ્યાનને જાણનારા આચાર્યોએ તે શબ્દની વ્યુત્પત્તિ અનુસાર તેનું “શુક્લ’ એવું સાર્થક નામ રાખ્યું છે.12
એના પૃથ–વિતર્ક, એકત્વવિતર્ક, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ અને સુપરતક્રિયાનિવૃતિ નામના ચાર ભેદ છે. એમનામાંથી પ્રથમ બે શ્રુતજ્ઞાન અર્થાત્ આગમ અથવા પ્રામાણિક સૉંથોનો આધાર લઈને કરવામાં આવે છે, પરંતુ અંતના બે શુક્લ ધ્યાનમાં કોઈ આલંબન કે આધાર હોતો નથી. તે સર્વજ્ઞ કેવલી અર્થાત્ કેવલી સંત દ્વારા સ્વતઃ કરવામાં આવે છે.
આગમ કે શાસ્ત્રને વિતર્ક કહે છે. પૃથકત્વવિતર્ક નામના ધ્યાનમાં વિતર્કની અનેક પ્રકારતા (પૃથત્વ) રહે છે. વિતર્કની અનેકતા હોવાને કારણે વિચારની પણ અનેકતા હોય છે. પરંતુ એકત્વવિતર્ક નામક ધ્યાનમાં વિતર્કનાં એકરૂપ થવાને કારણે વિચાર ઉઠતા નથી અને ધ્યાનમાં એકતા કે નિશ્ચલતા આવી જાય છે. ધ્યાતાનું ધ્યાન એકભાવમાં સ્થિર રહે છે. આ ધ્યાનથી ધ્યાતા કેવલી (સર્વજ્ઞ) બની જાય છે. કેવલી પુરુષદ્રારા કરવામાં આવનારા બે અન્ય ધ્યાનોને, જેવું કે ઉપર કહેવામાં આવ્યું છે, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ અને વ્યુપરતક્રિયાનિવૃતિ કહે છે. સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ ધ્યાનમાં મન અને વચનની ક્રિયા તો શાંત થઈ ચૂકી હોય છે, પરંતુ કાયાની સૂક્ષ્મ ક્રિયા બાકી રહે છે. સુપરતક્રિયાનિવૃત્તિ ધ્યાનમાં કાયાની આ સૂક્ષ્મ ક્રિયા પણ મટી જાય છે અને ધ્યાતા અચળ અને નિષ્કમ્પ થઈને પોતાના ધ્યાનમાં પૂર્ણરૂપે લીન થઈ જાય છે. જ્ઞાનાર્ણવમાં શુક્લ ધ્યાનના આ ચારેય ભેદોને આ પ્રમાણે સમજાવવામાં આવ્યા છેઃ
Page #285
--------------------------------------------------------------------------
________________
284
જૈન ધર્મઃ સાર સંદેશ
આ ચાર ધ્યાનોના આદિના બે શુક્લ ધ્યાનોમાં પ્રથમ શુક્લ ધ્યાન વિતર્ક, વિચાર અને પૃથક્ત્વસહિત છે. એટલા માટે એનું નામ પૃથકત્ત્વવિતર્ક વિચાર છે અને બીજું એનાથી વિપર્યસ્ત (વિપરીત) છે. બીજું શુક્લ ધ્યાન વિતર્ક સહિત છે, પરંતુ વિચાર રહિત છે અને એક્ત્વ પદથી લાતિ છે અર્થાત્ સહિત છે. એટલા માટે એનું નામ મુનિઓએ એકત્વવિતકાં-વિચાર (એકત્વ વિતર્ક અવિચાર) કહ્યું છે. આ ધ્યાન અત્યંત નિર્મળ છે. ત્રીજા શુક્લ ધ્યાનનું સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ એવું સાર્થક નામ છે. એમાં ઉપયોગની (ચેતના સહિત થનારી મન અને વચનની) ક્રિયા નથી. પરંતુ કાયકી ક્રિયા વિદ્યમાન છે. આ કાયકી ક્રિયા ઘટતી-ઘટતી જ્યારે સૂક્ષ્મ રહી જાય છે ત્યારે આ ત્રીજું શુક્લ ધ્યાન થાય છે, અને એનાથી એનું સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ (સૂક્ષ્મ ક્રિયા અનિવૃતિ) એવું નામ છે અને આર્ય પુરુષોએ ચોથા ધ્યાનનું નામ સમુચ્છિન્નયિ અર્થાત્ વ્યુપરતક્રિયાનિવૃત્તિ એવું કહ્યું છે. એમાં કાયકી ક્રિયા પણ મટી જાય છે.43
બધાં કર્મોનો નાશ ધ્યાન દ્વારા જ થાય છે. આદિપુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
ઉત્તમ ધ્યાનથી જ કર્મોનો ક્ષય થાય છે. જે પ્રમાણે મંત્રની શક્તિથી સમસ્ત શરીરમાં વ્યાપેલું વિષ ખેંચી લેવામાં આવે છે તે જ પ્રમાણે ધ્યાનની શક્તિથી સમસ્ત કર્મરૂપી વિષ દૂર હટાવી દેવામાં આવે છે.44
સમસ્ત કર્મોના હટી જવાથી કેવલી પુરુષને લોક અને અલોકનું પૂર્ણ જ્ઞાન થઈ જાય છે. તેમના જ્ઞાનની ગહનતા અને ગૂઢતા યોગીશ્વરો માટે પણ અગમ્ય છે. જ્ઞાનાર્ણવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
તે જ્ઞાન અને દર્શન બન્ને અલબ્ધપૂર્વ છે, અર્થાત્ પહેલાં ક્યારેય પ્રાપ્ત થયાં ન હતાં. તેથી તેમને પામીને, તે જ સમયે તે કેવલી ભગવાન સમસ્ત લોક અલોકને યથાવત્ જુએ અને જાણે છે. તે સર્વજ્ઞ ભગવાનના પરમ ઐશ્વર્ય, ચારિત્ર અને જ્ઞાનને જાણવું અને કહેવું મોટા-મોટા યોગીઓ માટે પણ અગોચર છે.45
Page #286
--------------------------------------------------------------------------
________________
અંતર્મુખી સાધના
285
કેવલી થયા બાદ અને શરીર ત્યાગતાં પહેલાનાં થોડા સમયની અંદર જ કેવલી પુરુષ અંતિમ બે શુકલ ધ્યાનોને પૂર્ણ કરે છે અને ત્યારે તેઓ મોક્ષ ધામને પ્રાપ્ત કરે છે.
આર્ત્ત, રોદ્ર, ધર્મ અને શુક્લ નામના ચારેય ધ્યાનોનું ફળ બતાવતાં ાણસાર (જ્ઞાનસાર)માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
આર્તધ્યાનથી જીવની તિર્યક્ (નિમ્ન પશુ-પક્ષીની) ગતિ થાય છે. રોદ્રધ્યાનથી નરકગતિ, ધર્મધ્યાનથી દેવગતિ અને શુક્લધ્યાનથી મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે.46
ગુરુ-મૂર્તિ-ધ્યાન અને મંત્ર-સ્મરણ
મનુષ્ય મન દ્વારા સંચાલિત ઇંદ્રિયોના માધ્યમથી સંસારના બાહ્ય વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને તેનું જ્ઞાન સાધારણ રીતે તે જ વિષયો સુધી સીમિત રહે છે. ઇંદ્રિયો કેવળ બહાર જ કામ કરવાની ક્ષમતા રાખે છે. એટલા માટે મન અને ઇંદ્રિયોની દોડ સદા બહાર જ લાગેલી રહે છે. કેવળ આ બાહ્ય અથવા ઉપરના જ્ઞાનના આધારે મનુષ્ય સંસારી, અર્થાત્ પરમાર્થની દૃષ્ટિએ અનાડી, બનેલો રહે છે. તે સદા સાંસારિક વિષયભોગોની પ્રાપ્તિના પ્રયત્નમાં લાગેલો રહે છે અને પોતાનું આખું જીવન અનુચિત અને અનાવશ્યક કાયિક, વાચિક અને માનસિક કર્મોમાં ફસાઈને જ ગુમાવી દે છે. તે જાણતો નથી કે તેના શરીરની અંદર જ સાચા જ્ઞાન અને આનંદનો અનંત ભંડાર ભરેલો પડ્યો છે. ઇંદ્રિયોની બાહ્ય દોડને બંધ કરવા અને મનને અંતરમાં એકાગ્ર કરવાથી જ તે અંતર્મુખી બની શકે છે અને અંતર્મુખતાથી જ ધ્યાનની શરૂઆત થાય છે. ધ્યાનના વિકાસ દ્વારા જ પૂર્ણ જ્ઞાન કે સર્વજ્ઞતાની પ્રાપ્તિ થાય છે અને પૂર્ણ જ્ઞાન દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું એકમાત્ર સાધન ધ્યાન જ છે. આ ધ્યાન દ્વારા પ્રાપ્ત જ્ઞાનના આધારે જ જ્ઞાનીજનોએ આગમ અથવા સગ્રંથોની રચના કરી છે. આ ધ્યાનના સંબંધમાં સાચી અને સમસ્ત જાણકારી માત્ર તેઓ જ આપી શકે છે જેઓ સ્વયં ધ્યાનનો અભ્યાસ કરીને
Page #287
--------------------------------------------------------------------------
________________
286
જૈન ધર્મ સાર સંદેશ પૂર્ણ જ્ઞાની બની ચૂક્યા હોય. બીજા શબ્દોમાં, માત્ર આઈ દેવ અથવા સાચા ગુરુ પાસેથી જ ધ્યાનની પૂરી જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. તેઓ જ આપણા મન, વચન અને કાયાની શુદ્ધિના ઉપાયો તથા ધ્યાનના બધા ભેદો અને તેમના અભ્યાસની પૂરી વિધિને વિસ્તારપૂર્વક અને સ્પષ્ટતાની સાથે સમજાવી શકે છે. એટલા માટે સ્વામી પડ્મનંદિ કહે છેઃ
યોગતો હિ લભતે વિબંધનમ્ યોગતોપિ કિલ મુચ્યતે નરઃ | યોગવર્ભ વિષમ ગુરાર્ગિરા બોધ્યમતદખિલ મુમુક્ષુણા |
અર્થાત્ યોગ (મન, વચન અને કાયની ક્રિયાઓ)ને અશુદ્ધ રાખવાથી કર્મો સાથે બંધ(બંધન) થાય છે તથા શુદ્ધ યોગથી અવશ્ય આ માનવ કર્મોથી છુટી જાય છે. જો કે ધ્યાનનો માર્ગ કઠિન છે તો પણ જે મોક્ષ ચાહનારો છે તેણે ગુરુના વચનોથી આ સર્વ (સમસ્ત) ધ્યાનના માર્ગને સમજી લેવો જોઈએ.47
શાળસાર (જ્ઞાનસાર)માં પણ વારંવાર કહેવામાં આવ્યું છે કે ગુરુ પ્રસાદ (ગુરુ કૃપા)થી જ ધ્યાન તથા તેના બધા ભેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. ઉદાહરણ માટે, એ બતાવતાં કે આ વિષયનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે જ્ઞાનસારમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જ્ઞાન જિને ભણિત, સ્ફટાર્થવાદિભિઃ વિગતલેપઃ |
તદેવ નિસ્સેદેહ, જ્ઞાતવ્ય ગુરુપ્રસાદેન * અર્થ-જિન, અર્થાત્ જિતેન્દ્રિય સંતરૂપ ગુરુ દ્વારા, જેઓ કર્મોથી નિર્લિપ્ત હોય, તથા સત્યનો સ્પષ્ટ રીતે ઉપદેશ કરતા હોય, જ્ઞાનને સંદેહ રહિત થઈને ગુરુપ્રસાદ (ગુરુકૃપા) દ્વારા જાણવું જોઈએ.
ધ્યાનના ભેદોને જાણવા અને તેમનો અભ્યાસ કરવાના પ્રસંગમાં પણ ગુરુપ્રસાદનો જ ઉલ્લેખ કરતાં આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છેઃ
ધ્યાનના આ ભેદોને ગુરુના પ્રસાદથી જાણવા અથવા ગુરુના પ્રસાદથી ધ્યાનના ભેદોનો અભ્યાસ કરો.50
Page #288
--------------------------------------------------------------------------
________________
અંતર્મુખી સાધના
287 વાસ્તવમાં ધ્યાનના અભ્યાસમાં ગુરુનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. જો આ વિષય પર ઊંડાણથી વિચાર કરીએ કે ધ્યાન કોનું કરવું જોઈએ, અર્થાત્ કોને ધ્યેય બનાવવું કલ્યાણકારી અને ફળદાયક સિદ્ધ થાય છે, અથવા અર્હત્ કે સંત સદ્ગુરુ કોનું ધ્યાન કરવાનો ઉપદેશ આપે છે તો એ ખબર પડશે કે શરૂમાં પોતાના ગુરુના દેહ સ્વરૂપનું અને તેમના દ્વારા આપવામાં આવેલા મંત્રનું, પછી તેમના જયોતિર્મય દિવ્ય સ્વરૂપનું અને અંતમાં તેમના રંગ-રૂપ-આકાર-રહિત પરમાત્માસ્વરૂપનું ધ્યાન કરવું જ સાધક (ધ્યાતા) માટે સૌથી ઉપયુક્ત (યોગ્ય) અને લાભકારી કહેવામાં આવ્યું છે.
ઉપર ધર્મધ્યાન અને શુક્લધ્યાનના ભેદોના પ્રસંગમાં આપણે જોયું કે તેમના ભેદોનું વિશ્લેષણ વિશેષ રીતે ધ્યાન કરનારા (ધ્યાતા), ધ્યેય અને ધ્યાનની અવસ્થાની મિશ્રિત દષ્ટિએ કરવામાં આવ્યું છે. આ વિશ્લેષણ કે વ્યાખ્યા શાસ્ત્રીય અને બૌદ્ધિક દૃષ્ટિએ બિલકુલ ઉચિત છે. પરંતુ જ્યારે વ્યાવહારિક દૃષ્ટિએ આ વિષય પર વિચાર કરવામાં આવે છે કે ધ્યાન કરનારાએ કોનું કયા રૂપમાં ધ્યાન કરવું જોઈએ ત્યારે ધ્યાનને નીચે આપવામાં આવેલા ચાર ભાગોમાં વિભક્ત કરવામાં આવે છે. પહેલા બૌદ્ધિક દૃષ્ટિથી પ્રશસ્ત (શુભ) ધ્યાનના બતાવવામાં આવેલા ભેદ અને અત્યારે વ્યાવહારિક દૃષ્ટિથી કરવામાં આવતા ભેદ પરસ્પર એક-બીજાની અંદર આવી જાય છે. વ્યાવહારિક દૃષ્ટિથી કરવામાં આવેલા ચાર પ્રકારના ભેદોને, જેમને ગુરુપ્રસાદ (ગુરુકૃપા)થી જાણવામાં આવે છે, થાણસાર (જ્ઞાનસાર)માં આ પ્રમાણે બતાવવામાં આવ્યા છેઃ
પિડર્ઘ ચ પદસ્થ રૂપસ્થ ગુઅસાદના
અર્થાત્ પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ-ધ્યાનના આ ભેદોને ગુરુ પ્રસાદથી જાણવા જોઈએ. પછી ધ્યાનના એક વધુ ભેદનો ઉલ્લેખ કરતાં આ જ પુસ્તકમાં કહેવામાં આવ્યું છેઃ અન્ય ગ્રંથોમાં રૂપાતીત ધ્યાનનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
288
જૈન ધર્મઃ સાર સંદેશ
આ ચારેય ભેદોને ઉલ્લેખ જ્ઞાનાર્ણવમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છેઃ પિણ્ડસ્થં ચ પદસ્થં ચ રૂપસ્થ રૂપવર્જિતમ્। ચતુર્દા ધ્યાનમાપ્રાતં ભવ્યરાજીવભાસ્કરેઃ ।।
અર્થ – જે ભવ્ય (મોક્ષાર્થી)રૂપી કમળો(ચરણ)ને પ્રફુલ્લિત કરવા માટે સૂર્યના સમાન યોગીશ્વર છે તેમણે ધ્યાનને પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આમ ચાર પ્રકારના કહ્યા છે.3
આ ચારેય ભેદોમાંથી પિંડસ્થ અને પદસ્થ નામના પ્રથમ બે ભેદો પર પહેલાં વિચાર કરીએ. ‘પિંડ’નો અર્થ છે શરીર અથવા દેહ. એટલા માટે આ પ્રસંગે પિંડસ્થ ધ્યાનનો અર્થ અર્હત્ કે સંત સદ્ગુરુના દેહ સ્વરૂપ (ગુરુ-મૂર્તિ)નું ધ્યાન કરવું છે. ‘પદ’ શબ્દથી અહીં મંત્રનો બોધ થાય છે. એટલા માટે પદસ્થ ધ્યાનનો અર્થ છે ગુરુ દ્વારા આપવામાં આવેલા મંત્રનું સ્મરણ અને ધ્યાન કરવું. એને સ્પષ્ટ કરતાં જૈને સિદ્ધાંતકોશમાં કહેવામાં આવ્યું છેઃ
ઉપરોકત ચાર ભેદોમાં પિંડસ્થ ધ્યાન તો અર્હત ભગવાન (કે ગુરુદેવ)ની શરીરાકૃતિનો વિચાર કરે છે અને પદસ્થ ધ્યાન એ પંચપરમેષ્ઠી ના વાચક (બોધ કરાવનારા) અક્ષરો અને મંત્રોનો અનેક પ્રકારે વિચાર કરવો છે.54
જ્ઞાનાસારમાં પણ કહેવામાં આવ્યું છેઃ
અરહંત (અર્હત્ કે સદ્ગુરુ)ની મૂર્તિ (સ્વરૂપ)નું ચિંતવન કરવું તે પિંડસ્થ ધ્યાન છે.ઽ અને પંચપરમેમહીના નમસ્કારાત્મક (નમોકાર) મંત્ર કે જે પંચપરમેષ્ઠીના વાચક છે તેમનું ધ્યાન કરવું પદસ્થ ધ્યાન છે અને ઉપદેશિત ધ્યાન કરવું.
56
ગુરુ
જ્ઞાનાર્ણવ માં પણ પદસ્થ ધ્યાનને આ શબ્દોમાં સમજાવવામાં આવ્યું છેઃ
જેને યોગીશ્વર પવિત્ર મંત્રોના અક્ષર સ્વરૂપ પદોનું અવલંબન કરીને
ચિંતવન કરે છે તેને યોગીશ્વરોએ પદસ્થ ધ્યાન કહ્યું છે.
57
Page #290
--------------------------------------------------------------------------
________________
અંતર્મુખી સાધના
મનના સદા બહાર દોડતા રહેવાને કારણે ચિત્તવૃત્તિ સદા ચંચળ બનેલી હોય છે. એને એકાગ્ર કરવા અને આત્મનિષ્ઠ બનાવવા માટે શરૂમાં કોઈ અવલંબન કે આધારની જરૂરત હોય છે. એટલા માટે એને ગુરુના સ્વરૂપનું ધ્યાન અને પંચપરમેષ્ઠીના પાંચ પવિત્ર નામોનું સ્મરણ (સુમિરન અથવા જપ)નો આધાર આપી એને પોતાના અંતરમાં એકાગ્ર કરીને ધ્યાન કરવાનો અભ્યાસ શિખવવામાં આવે છે. જૈનધર્મામૃતમાં એને આ શબ્દોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
આત્મ-સ્વરૂપનું ચિંતવન કે ધ્યાન કોઈ આધાર કે આદર્શ વિના સંભવ નથી. તેથી જ (સાધક) પંચપરમેષ્ઠીને આદર્શ માનીને તેમના આધાર દ્વારા આત્મ-સ્વરૂપનું ચિંતવન કરે છે. અરહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચેયને વીતરાગતારૂપ પરમપદમાં અવસ્થિત હોવાને કારણે પંચપરમેષ્ઠી કહે છે. વસ્તુતઃ આ પંચપરમેષ્ઠી શું છે? આત્માની ક્રમથી વિકસિત અવસ્થાઓનાં નામમાત્ર છે. ... આ પ્રમાણે સાધકને આત્મ-ચિંતન માટે પંચપરમેષ્ઠીની ઉપાસના કરવાનું વિશેષ રીતે વિધાન કરવામાં આવ્યું છે.
સમ્યગ્દષ્ટિ જીવ જે પંચપરમેષ્ઠીઓનું સદા સ્મરણ (સુમિરન) કરે છે, તેમના નામનો જપ અને ધ્યાન કરે છે અને જેમના આધાર કે આશ્રયથી આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરવા ચાહે છે, તેમના નામનો નમસ્કારાત્મક મંત્ર અનાદિ મૂળમંત્ર છે.
289
શિષ્ય જે ગુરુને પહેલાં પોતાની બાહ્ય આંખો (ચર્મચક્ષુઓ)થી જુએ છે, તેમને જ તે તેમના દ્વારા બતાવેલા પંચપરમેષ્ઠીઓના નમસ્કારાત્મક મંત્રસ્મરણ (સુમિરન)ના અભ્યાસ દ્વારા આંતરિક આંખ (જ્ઞાનચક્ષુ)થી જોવા માટે સમર્થ થઈ જાય છે.રત્નાકર શતકમાં આ અત્યંત ઉપયોગી મંત્રના સ્મરણ અને ધ્યાનની વિધિને આ પ્રમાણે સમજાવવામાં આવી છેઃ
જે પ્રમાણે ઝવેરી મોતીની ફક્ત પાંચ માળાઓને જોઈને સંપૂર્ણ મોતીસમૂહની પરીક્ષા કરી લે છે તે જ પ્રમાણે પાંચ મંત્ર સાથે સંબંધ રાખનારા અક્ષર સમૂહને શ્રેષ્ઠ મુનિ લલાટમાં ધ્યાન કરીને પહેલાં ચર્મચક્ષુઓ દ્વારા જોઈને પુનઃ જ્ઞાન-ચક્ષુથી જુએ છે. તે સમયે તેમને પોતાના સ્વરૂપનાં દર્શન થાય છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
290
જૈન ધર્મઃ સાર સંદેશ
નમોકાર મંત્રની ધ્યાન કરવાની આ વિધિ સર્વસાધારણ માટે ઉપયોગી છે. આ વિધિથી મન સ્થિર થઈ જાય છે. વ્યવહારમાં કાર્ય કરનારી વિધિ એ જ છે કે એકાંત સ્થાનમાં બેસીને લલાટના મધ્યમાં – ભ્રમરોની વચ્ચે એનું ચિંતન કરવું. આ મંત્રના ધ્યાનથી સર્વ પ્રકારે સુખ મળે છે.છ
આ મંત્રનો જપ ત્રણ પ્રકારે કરવામાં આવે છે:
વાચકઃ આ જપમાં શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવે છે અર્થાત્ મંત્રને મોં વડે બોલી-બોલીને જપ કરવામાં આવે છે.
ઉપાંશુઃ આ જપમાં અંદરથી શબ્દોના ઉચ્ચારણની ક્રિયા થાય છે. ગળામાં મંત્રના શબ્દો ગુંજતા રહે છે પરંતુ મુખમાંથી નીકળી શકતા નથી. માનસઃ આ જપમાં શબ્દોના બાહ્ય અને આંતરિક ઉચ્ચારણનો પ્રયાસ અટકી જાય છે. મનમાં મંત્રનો જાપ થતો રહે છે. આ જ ક્રિયા ધ્યાનનું રૂપ ધારણ કરે છે.
જૈન ધર્મ અનુસાર આ માનસ જપ જ સર્વોત્તમ વિધિ છે જે સર્વાધિક પ્રભાવશાળી અને ફળદાયક સિદ્ધ થાય છે.
જેવું કે ઉપર જૈનધર્મામૃતમાંથી આપવામાં આવેલા અવતરણમાં બતાવવામાં આવ્યું છે, પંચપરમેષ્ઠીનાં પાંચ નામ ક્રમથી વિકસિત થયેલી પાંચ પારમાર્થિક અવસ્થાઓને સૂચિત કરનારા ઇષ્ટોનાં નામ છે. આંતરિક જ્ઞાનનો પૂર્ણ વિકાસ ક્રમશઃ પાંચ પડદાઓના દૂર થઈ જવાથી જ થાય છે. પંચપરમેષ્ઠીઓના નામનો જપ અથવા સુમિરન આંતરિક જ્ઞાનના પાંચ પડદાઓને દૂર કરવામાં અત્યંત ઉપયોગી સિદ્ધ થાય છે. આ સત્યને અનુભવ પ્રકાશમાં દીપક પર પડેલા પડદાઓના ઉદાહરણ દ્વારા આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છેઃ
જેવી રીતે દીપકની ઉપર પાંચ પડદા પડેલા છે. જ્યારે એક પડદો દૂર થાય છે તો હળવો ધૂંધળો પ્રકાશ થાય છે. બીજો પડદો દૂર થવાથી પ્રકાશ વધી જાય છે. ત્રીજો પડદો હટતાં પ્રકાશ ઓર વધી જાય છે. ચોથો પડદો હટતાં પ્રકાશ તેનાથી પણ અધિક તેજ થઈ જાય છે અને જ્યારે પાંચમો પડદો પણ હટી જાય છે ત્યારે પ્રકાશ આવરણરહિત
Page #292
--------------------------------------------------------------------------
________________
291
અંતર્મુખી સાધના
(બધા આવરણો કે પડદાઓથી રહિત) થઈ પૂર્ણ રીતે ચમકી ઉઠે છે. આ જ પ્રમાણે જ્ઞાનને ઢાંકનારા પાંચ પડદા છે. 60
આ પડદાઓને હટાવવામાં ગુરુમંત્રનો અભ્યાસ અત્યંત ઉપયોગી સિદ્ધ થાય છે. મંત્ર અનેક હોઈ શકે છે. પરંતુ જેવું કે થાણસાર (જ્ઞાનસાર)માં કહેવામાં આવ્યું છે, શિષ્યએ “ગુરુ ઉપદેશિત ધ્યાન કરવું જોઈએ.'t
જે મંત્ર ગુરુના મુખથી ઉચ્ચારિત થાય છે, અર્થાત્ જે મંત્રને ગુરુ પોતાના મુખથી બોલીને શિષ્યને પ્રદાન કરે છે, તેમાં ગુરુની અપાર શક્તિ સમાયેલી હોય છે. તે ગુરુના સ્વરૂપના સમાન જ પ્રભાવશાળી હોય છે અને ગુરુના સ્વરૂપને પ્રગટ કરે છે. એટલા માટે શિષ્ય શ્રદ્ધા અને વિશ્વાસની સાથે ગુરુના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ.
ગુરુમંત્રના સ્મરણ અને ધ્યાનનો અપાર મહિમા અને અદ્ભુત ફળનો ઉલ્લેખ કરતાં જ્ઞાનાવમાં ફરીથી કહેવામાં આવ્યું છેઃ
પંચપરમેષ્ઠીઓને નમસ્કાર કરવા રૂપ છે લક્ષણ. જેનું એ મહામંત્રને ચિંતવન કરીએ, કારણ કે આ નમસ્કારાત્મક મંત્ર જગતના જીવોને પવિત્ર કરવામાં સમર્થ છેઃ
જે જીવો પાપોથી મલિન છે તેઓ આ જ મંત્રથી વિશુદ્ધ થાય છે અને આ જ મંત્રના પ્રભાવથી મનીષિગણ (બુદ્ધિમાન કે વિવેકીજન) સંસારના કલેશોથી છુટે છે.
ભવ્ય જીવોને આપદા (વિપત્તિ)ના સમયે આ જ મંત્ર આ જગતમાં બાંધવ (મિત્ર) છે. એના અતિરિક્ત અન્ય કોઈ પણ, જીવો પર કૃપા કરવા માટે તત્પર નથી. ભાવાર્થ – બધાનો રક્ષક આ એક મહામંત્ર છે. 62 રત્નાકર શતકમાં પણ આ મંત્રનો પ્રભાવ અને ફળ બતાવતાં કહેવામાં
આવ્યું છેઃ
આ મંત્રના ધ્યાનથી સમસ્ત પાપ દૂર થઈ જાય છે, આત્મા પવિત્ર થઈ જાય છે અને મોક્ષરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરવામાં વિલંબ થતો નથી. આ નમોકાર મંત્રમાં આવી જ વિચિત્ર શક્તિ છે, સંસારનું મોટામાં મોટું
Page #293
--------------------------------------------------------------------------
________________
292
જૈન ધર્મ સાર સંદેશ કામ એના સ્મરણમાત્રથી સિદ્ધ થઈ જાય છે. જે વ્યક્તિઓ ભક્તિભાવપૂર્વક પ્રતિદિન આ મંત્રનો જાપ કરે છે, તેમને ઐહિક સુખોની સાથે પારલૌકિક સુખ પણ પ્રાપ્ત થાય છે અને સંસારનું પરિભ્રમણ ચક્ર એનાથી સમાપ્ત થાય છે.63
જે સમયે ગુરુ પંચપરમેષ્ઠીઓના નામનું ઉચ્ચારણ કરતાં કરતાં શિષ્યને નમોકાર(નમસ્કારાત્મક) મંત્રની દીક્ષા આપે છે તે સમયે જાણે શિષ્યના સૌભાગ્યનો ઉદય થઈ જાય છે. પંચપરમેષ્ઠીઓના પાંચ નામને લેવાના, અર્થાત્ ગ્રહણ કરવાના સમયે જ શિષ્યનાં ઘણાં બધાં પાપ કપાઈ જાય છે અને તેના જીવનની પ્રવૃતિ પરમાર્થની તરફ થઈ જાય છે. પછી ધીરે-ધીરે ગુરુ-મંત્રના જાપના અભ્યાસથી તેનાં બધાં કર્મ નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બની જાય છે. જ્ઞાનાર્ણવમાં એનો સંકેત આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
જિન ભગવાનનું નામ લેવાથી જ ભવ્ય જીવોના અનાદિકાળથી ઉત્પન્ન થયેલા જન્મમરણજન્ય સમસ્ત રોગ લઘુ (હલકા) થઈ જાય છે.
આ મંત્રરાજ મહાતત્ત્વને જેણે હૃદયમાં સ્થિત કર્યું તેણે મોક્ષ માટે પાથેય (ભાતું) સંગ્રહ કર્યું.
જે સમયે આ મહાતત્ત્વ મુનિના હૃદયમાં સ્થિતિ કરે છે તે જ કાળે સંસારના સન્તાન (સિલસિલો)નો અંકુર ઓગળી જાય છે, અર્થાત્ તૂટી જાય છે.64
ગુરુ પાસેથી નામ લેવાથી, અર્થાત્ ગુરુ દ્વારા આપવામાં આવેલા નામને ગ્રહણ કરવાથી જીવના પાપો અને દુઃખોના મટી જવાનો ઉલ્લેખ સ્તુતિ-પાઠમાં પણ આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
કૃપા તારી એવી હોય, જન્મ મરણ મિટાવે મોટા, વારંવાર હું વિનંતી કરું, તમારી સેવા ભવસાગર તરું. નામ લેતાં સર્વ દુઃખ મટી જાય, તમારાં દર્શન દેખી પ્રભુ આપ, તમે છો પ્રભુ દેવોના દેવ, હું તો કરું તવ ચરણની સેવ. હું આવ્યો પૂજન કાજ, મારો જન્મ સફળ ભયો આન,
Page #294
--------------------------------------------------------------------------
________________
293
અંતર્મુખી સાધના
નાથ તારા નામ થી, અઘ(પાપ) ક્ષણ માહિ પલાયન, જેમ દિનકર પ્રકાશથી, અંધકાર વિનાશાય.65
અનાહત ધ્યાન ગુરુ-સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં તેમના દ્વારા આપવામાં આવેલા મંત્રનું સ્મરણ (સુમિરન કે જાપ) કરવાના અભ્યાસથી અનાહત શબ્દ અથવા નાદ પ્રગટ થાય છે. જૈન ધર્મમાં અનાહત શબ્દને શ્રદ્ધા-ભકિતપૂર્વક અનાહત દેવ કહેવામાં આવ્યો છે તથા તેનો મહિમા અને ફળ બતાવતાં તેનું ધ્યાન કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જ્ઞાનાર્ણવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
ચન્દ્રલેખામાં સૂક્ષ્મ સ્યુરન્ત ભાનુભાસ્વરમ્ અનાહતાભિધં દેવં દિવ્યરૂપ વિચિન્તયે
અર્થ - ચંદ્રમાની રેખાના સમાન સૂક્ષ્મ અને સૂર્ય સરખા દેદીપ્યમાન, સ્કુરાયમાન (ગૂંજાયમાન) થતા તથા દિવ્યરૂપના ધારક એવા જે અનાહત
નામના દેવ છે તેનું ચિંતવન કરો. જે શબ્દ કોઈ આઘાત અથવા ટકરાવ વિના આપમેળે ઉત્પન્ન થાય છે તેને અનાહત નાદ કહે છે. સંસારના બધા શબ્દ કોઈને કોઈ બે કે બે થી અધિક વસ્તુઓના પરસ્પર અથડાવા અથવા એક વસ્તુનું બીજી વસ્તુ દ્વારા ઠોકવા, પીટવા કે કંપિત કરવાથી ઉત્પન્ન થાય છે. એટલા માટે અનાહત શબ્દ કે ધ્વનિ બધા સાંસારિક શબ્દો કે અવાજોથી ભિન્ન છે. “દેવ” શબ્દથી દિવ્યતા કે પ્રકાશનો બોધ થાય છે. એટલા માટે “અનાહત દેવ'થી તાત્પર્ય તે દિવ્ય ધ્વનિ અથવા શબ્દ સાથે છે જેમાં દિવ્ય અવાજની સાથે દિવ્ય પ્રકાશ પણ છે. એટલા માટે જ્ઞાનાર્ણવના ઉપર આપવામાં આવેલા શ્લોકમાં અનાહત દેવને ગૂંજાયમાન અને ચંદ્ર અને સુર્યના સમાન દેદીપ્યમાન (શીતલ અને દિવ્ય જ્યોતિ સાથે પ્રકાશમાન) બને જ કહેવામાં આવ્યા છે.
દેવ’ શબ્દનો પ્રયોગ જ્યોતિ સ્વરૂપ ભગવાન કે પરમાત્મા માટે કરવામાં આવે છે. પરમાત્માને સ્વયંભૂ અર્થાત્ સ્વયં પોતાનાથી ઉત્પન્ન થનારા માનવામાં આવે છે. સંસારના બધા પદાર્થો કોઈને કોઈ કારણથી ઉત્પન્ન થાય છે, પરંતુ ભગવાન કે
Page #295
--------------------------------------------------------------------------
________________
294
જૈન ધર્મ સાર સંદેશ પરમાત્માનું કોઈ કારણ નથી. તે એક કારણરહિત, અમૂર્ત કે અવ્યક્ત ચેતન સત્તા છે. આ અવ્યક્ત અથવા અપ્રગટ સત્તા પોતાને અનાહત શબ્દના રૂપમાં પ્રગટ કરે છે. જૈન ગ્રંથોમાં એનો સંક્તિ એમ કહીને આપવામાં આવ્યો છે કે અનાહત શબ્દ કે દિવ્ય ધ્વનિ તીર્થકર ભગવાનના મુખકમળમાંથી નીકળે છે. ભગવાનના આ જ પ્રગટ રૂપ (અનાહત દેવ કે દિવ્ય ધ્વનિ)ના સહારે જીવ અમૂર્ત અને અપ્રગટ ભગવાનનાં દર્શન કરે છે અને સંસાર-સાગરથી પાર થાય છે. એને પ્રણવ પણ કહે છે જે પરમેષ્ઠી કે પરમાત્માનું સૂચક કે બોધ કરાવનારો (વાચક) છે, અર્થાત્ પ્રણવને વાચક અને પરમેષ્ઠી કે પરમાત્માને તેનો વાચ્ય (પ્રણવ દ્વારા સૂચિત કે જ્ઞાત થનારા) માનવામાં આવે છે. આ વાતોને સમજાવતાં અને અનાહત શબ્દના ધ્યાનનો ઉપદેશ આપતાં તથા તેનું ફળ બતાવતાં જ્ઞાનાવમાં કહેવામાં આવ્યું છેઃ
આ અનાહત નામા દેવમાં જેમણે અભ્યાસ સ્થિર કર્યો છે એવા સપુરુષ આ દિવ્ય જહાજ દ્વારા સંસારરૂપ ઘોર સમુદ્રને તરીને શાંતિને પ્રાપ્ત થઈ ગયા છે.
એકાગ્રતાને પ્રાપ્ત થઈને, ચિત્તને સ્થિર (નિશ્ચલ) કરવા માટે તે જ અનાહતને અનુક્રમે (ક્રમે-ક્રમે)સૂક્ષ્મ ધ્યાન કરતાં-કરતાં વાળના અગ્રભાગ સમાન ધ્યાન કરો, અર્થાત્ સૂક્ષ્મથી સૂક્ષ્મતર શબ્દનું ધ્યાન કરતાં કરતાં અંતમાં અત્યંત સૂક્ષ્મ અનાહત શબ્દનું ધ્યાન કરો.
તે પશ્ચાત્ સમસ્ત વિષય જેમાં ઓગળી ગયા છે એવી રીતે પોતાના મનને સ્થિર કરનારા યોગી તે જ ક્ષણમાં જ્યોતિર્મય સાક્ષાત્ જગતને પ્રત્યક્ષ અવલોકન કરે છે.
આ અનાહત મંત્રના ધ્યાનથી ધ્યાનને અણિમા (યોગની એક સિદ્ધિ) આદિ સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને દેત્યાદિક સેવા કરે છે તથા આજ્ઞા અને ઐશ્વર્ય થાય છે એમાં સંદેહ નથી.
ત્યાર બાદ ક્રમથી લક્ષ્યોથી (જોવા યોગ્ય વસ્તુઓથી) છોડાવીને, અલક્ષ્યમાં (અદશ્યમાં) પોતાના મનને ધારણ કરતાં કરતાં ધ્યાનીના અંતરંગમાં અક્ષય (અવિનાશી) તથા ઈંદ્રિયોની અગોચર જ્યોતિ અર્થાત્ જ્ઞાન પ્રગટ થાય છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
295
અંતર્મુખી સાધના
આ અનાહત તત્ત્વ અથવા શિવનામા (કલ્યાણકારી કહેવામાં આવતા) તત્ત્વને અવલંબન કરી મનીષીગણ (જ્ઞાનીજન) અનંત કલેશવાળા સંસારરૂપી વનથી પાર થઈ ગયા.
હે મુને! તું પ્રણવ નામા અક્ષરનું સ્મરણ કર અર્થાત્ ધ્યાન કર, કારણ કે આ પ્રણવ નામા અક્ષર દુઃખરૂપી અગ્નિની જ્વાળાને શાંત કરવા માટે મેઘના સમાન છે.
આ પ્રણવથી અતિનિર્મળ શબ્દરૂપ જ્યોતિ અર્થાત્ જ્ઞાન ઉત્પન્ન થયું છે અને પરમેષ્ઠીનો વાચ્ય વાચક સંબંધ પણ આ જ પ્રણવથી થાય છે, અર્થાત્ પરમેષ્ઠી તો આ પ્રણવના વાચ્ય અને એ પરમેષ્ઠીના વાચક છે.67
વીણા આદિ વાદ્ય-યંત્રોના તાર દ્વારા ઉત્પન્ન થનારા અતિ મધુર અને સુરીલા સ્વર જેવા આ અનાહત નાદને સાંભળવાનો ઉપદેશ આપતાં જાનાર્ણવમાં ફરીથી કહેવામાં આવ્યું છે.
ધીર પુરુષ! આ ધ્યાનનું તંત્ર (તારવાળા વાઘ-યંત્રો જેવા ધ્વનિને) સાંભળવાથી, એ ચિત્તને પવિત્ર કરે છે. તીવ્રરાગાદિકનો અભાવ કરીને ચિત્તને વિશુદ્ધ કરે છે તથા આચારણ કરાયેલા અભ્યાસ કરી લેતાં) મોક્ષ આપે છે. આ યોગીશ્વરો દ્વારા જાણવામાં આવેલો છે, આ કારણે એને તું આસ્વાદ, ધાર (ધારણ કરી અને સાંભળ અને ધ્યાનનું આચરણ કર.68
પતંજલિએ પણ પોતાના યોગસૂત્રમાં પ્રણવને ઈશ્વરનો વાચક (બોધક) કહ્યો છે, અર્થાત્ તેમનાં અનુસાર પણ પ્રણવ, ઈશ્વરનો વાચક છે જે પોતાના વાચ્ય ઈશ્વરનો બોધ કરાવે છે અથવા એમ કહો કે પ્રણવ (અનાહત નાદ અથવા દિવ્ય ધ્વનિ) ના અભ્યાસ દ્વારા ઈશ્વરને જાણવામાં આવે છે યોગસૂત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
તસ્ય વાચકઃ પ્રણવ ા તજ્જપસ્તદર્થભાવન9
Page #297
--------------------------------------------------------------------------
________________
296
જેન ધર્મ સાર સંદેશ અર્થાત્ આ પ્રણવ (ઈશ્વરનો) વાચક (બોધ કરાવનારો), અર્થાત્ તે અવ્યક્ત કે અપ્રગટ ઇશ્વરને પ્રગટ કરનારો છે. એનો જપ અને એના અર્થનું ચિંતન કે ધ્યાન કરવું જોઈએ.
મનની દુવિધાને દૂર કરવા અને પરમાર્થનો ભેદ પામવા માટે સ્મરણ અને ધ્યાનને આવશ્યક બતાવીને તેના આનંદમાં મગ્ન થવાની અને પોતાના જીવનને સફળ બનાવવાની પ્રેરણા નીચે આપવામાં આવેલા પદોમાં ખૂબ જ સુંદર ઢંગથી આપવામાં આવી છેઃ
દુવિધા ક્યારે જશે આ મનની, ક્યારે નિજનાથ નિરંજન સમરું તજી સેવા જન-જનની. ક્યારે રુચિથી પીએ દઢ ચાતક, બુંદ અક્ષયવદ વાદળની, ક્યારે શુભ ધ્યાન કરું સમતા ગ્રહિ, કરું ન મમતા તનની. ક્યારે ઘટ અંતર રહે નિરંતર, દઢતા સુગુરુ-વચનની,
ક્યારે સુખ લઉં ભેદ પરમાર્થ, મટે ધારણા ધનની. અર્થ – ખબર નથી, અમારા મનની આ દુવિધા ક્યારે દુર થશે? તે અવસર ક્યારે આવશે, જ્યારે હું પામર મનુષ્યોની ગુલામીથી છુટકારો પામીને પોતાના નિર્વિકાર આત્મા-રામની અલખ જગાવીશ. ખબર નથી ક્યારે અમારા નેત્ર-ચાતક ઘનીભૂત અક્ષય પદના સરસ બિંદુઓનું સચિની સાથે પાન કરશે? હું સમતા ભાવને ધારણ કરીને શરીર આદિના મોહને છોડીને આત્મ-સંબંધી શુભ ધ્યાનને ક્યારે ધારણ કરીશ? મારા મનમાં – મારા આત્મામાં સદ્ગુરુઓની વાણીનો સંચાર
ક્યારે થશે? હું તે વાણી પર ક્યારે દઢ રહીશ? હું સાંસારિક વ્યવહારુ ધનની ધારણા (ધન-સંગ્રહની પ્રવૃતિ)ને ભુલાવીને ભેદ-વિજ્ઞાન દ્વારા ઉત્પન્ન થનારા પરમાર્થ (સાચુંધન) ના સુખને ક્યારે પ્રાપ્ત ક્રીશ? ભજ ચતુર્વિશતિ નામાં જે ભજે તે ઊતરી ભવદધિ લે શિવસુખ-ધામ. રાખી નિશ્ચય જપો “બુધજન પૂરા સૌના કામ.
Page #298
--------------------------------------------------------------------------
________________
297
અંતર્મુખી સાધના
અર્થ - હે ભવ્યાત્મ! ચોવીસો ભગવાનના બતાવેલા) નામનું ભજન કર. જેમણે ભજન ક્યું તેમણે સંસાર-સમુદ્રથી પાર ઊતરીને શિવસુખ (મોક્ષસુખ) પ્રદાન કરનારા સ્થાનને પ્રાપ્ત ક્યું બુધજન! શ્રદ્ધાપૂર્વક એમનો જપ કરો. એ નામ બધાની કામનાઓને પૂર્ણ કરનારાં છે.”
રૂપસ્થ અને રૂપાતીત ધ્યાન ઉપરોક્ત પિંડસ્થ ધ્યાન અને પદસ્થ ધ્યાનના વિવેચનથી એ સ્પષ્ટ છે કે પિંડસ્થ ધ્યાનમાં અરહંત (અતિ) ભગવાન કે સંત સદ્ગુરુના દેહ સ્વરૂપનું અને પદસ્થ ધ્યાનમાં તેમના દ્વારા આપવામાં આવેલા મંત્રનું ધ્યાન કરવામાં આવે છે. આ બને ધ્યાનોના ફળસ્વરૂપે અંતરમાં અનહદ કે અનાહત નાદ સંભળાવા લાગે છે અને અર્વત્ ભગવાન કે સંત સદ્ગુરુના જ્યોતિર્મય દિવ્ય સ્વરૂપના દર્શન થાય છે. રૂપસ્થ ધ્યાનમાં અત્ ભગવાન્ કે સંત સદ્ગુરુના આ જ દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે. આ પ્રમાણે પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ – આ ત્રણેય ધ્યાનોમાં અત્ ભગવાન કે સંત સદ્ગરનું જ કોઈને કોઈ રૂપમાં ધ્યાન કરવામાં આવે છે. એટલા માટે વ્યસંગ્રહ ટીકામાં કહેવામાં આવ્યું છેઃ
પદસ્થ, પિંડસ્થ અને રૂપસ્થ આ ત્રણેય ધ્યાનોના ધ્યેયભૂત શ્રી અત્ સર્વજ્ઞ છે.72
એ બતાવતાં કે રૂપસ્થ ધ્યાનમાં અત્ ભગવાનના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે, તત્ત્વભાવનામાં તેમના દિવ્ય સ્વરૂપ તથા દિવ્યલોકમાં થનારી તેમની અલૌકિક સભા (સમવસરણ)ના મનોહર દશ્યનું વર્ણન આ શબ્દોમાં કરવામાં આવ્યું છેઃ
અરહંત ભગવાનના સ્વરૂપમાં તન્મય થઈને તેમનું ધ્યાન કરવું એ રૂપસ્થ ધ્યાન છે. જેમનું પરમોદારિક (દિવ્ય) શરીર કોટિ સૂર્યની
જ્યોતિને મંદ કરનારું છે, જેમાં માંસ આદિ સાત ધાતુઓ નથી. પરમ શુદ્ધ રત્નવત્ ચમકી રહ્યું છે, પ્રભુ પરમ શાંત, સ્વરૂપ મગ્ન વિરાજમાન છે, જેમના સર્વ શરીરમાં વીતરાગતા ઝલકી રહી છે.
Page #299
--------------------------------------------------------------------------
________________
298
જૈન ધર્મ સાર સંદેશ શ્રી અરહંત ભગવાનને શ્રદ્ધા, તૃષા, રોગ, શોક, ચિંતા, રાગ-દ્વેષ, જન્મ, મરણ આદિ અઢાર દોષ નથી. પ્રભુના આઠ પ્રાતિહાર્ય (ઐશ્વર્યસૂચક વાતાવરણ અને સેવક) શોભાયમાન છે – (1) અતિ મનોહર રત્નમય સિંહાસન પર અંતરિક્ષ (આકાશ)માં વિરાજમાન છે. (2) કરોડો ચંદ્રમાની જ્યોતિને મંદ કરનારા તેમના શરીરની પ્રજાનું મંડળ તેમની ચારેય તરફ પ્રકાશમાન થઈ રહ્યું છે. (3) ત્રણ ચંદ્રમાની સમાન ત્રણ છત્ર ઉપર શોભિત થતા પ્રભુ ત્રણ લોકના સ્વામી છે, એવું ઝળકાવી રહ્યા છે. (4) હંસની સમાન અતિ શ્વેત ચમરોને બન્ને તરફ દેવગણ ઢોળી રહ્યા છે. (5) દેવો દ્વારા કલ્પવૃક્ષોના મનોહર પુષ્પોની વર્ષા થઈ રહી છે. (6)પરમ રમણીક અશોક (શોક દૂર કરનારું) વૃક્ષ શોભાયમાન છે તેની નીચે પ્રભુનું સિંહાસન છે. (7) દુંદુભિ વાજાઓનો પરમ મિષ્ટ (મધુર) અને ગંભીર ધ્વનિ થઈ રહ્યો છે. (8) ભગવાનનો દિવ્યધ્વનિ મેઘ ગર્જનાની સમાન થઈ રહ્યો છે.13
સાધકો માટે અહં ભગવાનને ધ્યાન યોગ્ય બતાવતાં તથા તેમના દિવ્ય સ્વરૂપની પ્રભુતાને પ્રગટ કરતાં આદિપુરાણમાં પણ કહેવામાં આવ્યું છેઃ
જે તેજોમય પરમોદારિક (અત્યંત સૂક્ષ્મ) શરીરને ધારણ કરેલ છે એવા કેવલ જ્ઞાની અઈન્ત જિનેન્દ્ર ધ્યાન કરવાને યોગ્ય છે. રાગ આદિ અવિદ્યાઓને જીતી લેવાથી જે જિન કહેવાય છે, ઘાતિયા કર્મોના નષ્ટ થવાથી જે અહંન્ત (અરિહંત) કહેવાય છે, શુદ્ધ આત્મ-સ્વરૂપની પ્રાપ્તિ થવાથી જે સિદ્ધ કહેવાય છે અને ત્રિલોકના સમસ્ત પદાર્થોને જાણવાથી જે બુદ્ધ કહેવાય છે, જે ત્રણેય કાળોમાં થનારી અનંત પર્યાયો સહિત સમસ્ત પદાર્થોને જુએ છે, એટલા માટે વિશ્વદર્શી (બધાને જોનારા) કહેવાય છે અને જે પોતાના જ્ઞાનરૂપ ચૈતન્ય ગુણથી સંસારના બધા પદાર્થોને જાણે છે એટલા માટે વિશ્વજ્ઞ (સર્વજ્ઞ) કહેવાય છે. . આ પ્રમાણે જે ઉપર કહેલા લક્ષણો સહિત છે, પરમાત્મા છે, પરમપુરુષરૂપ છે, પરમેષ્ઠી છે, પરમતત્ત્વસ્વરૂપ છે, પરમજ્યોતિ (કવળ જ્ઞાન) રૂપ છે અને અવિનાશી છે એવા અન્તિદેવ ધ્યાન કરવા યોગ્ય છે.74
Page #300
--------------------------------------------------------------------------
________________
અંતર્મુખી સાધના
299 તેમની દિવ્ય અલૌકિક સભામાં ફેલાયેલા દિવ્ય પ્રકાશ અને દિવ્યધ્વનિનું વર્ણન આદિપુરાણમાં આ શબ્દોમાં કરવામાં આવ્યું છેઃ
દેવોના દુંદુભી મધુર શબ્દ કરતાં આકાશમાં વાગી રહ્યા હતાં. જેમનો શબ્દ અત્યંત મધુર અને ગંભીર હતો એવા પણવ, તુણવ, કહલ, શંખ અને નગારા આદિ વાજાંઓ સમસ્ત દિશાઓના મધ્ય ભાગને શબ્દાયમાન કરતાં કરતાં તથા આકાશને આચ્છાદિત કરતાં કરતાં શબ્દ કરી રહ્યાં હતાં. ... શું આ મેઘોની ગર્જના છે? અથવા જેમાં ઉઠતી લહેરો શબ્દ કરી રહી છે એવો સમુદ્ર પણ ક્ષોભને પ્રાપ્ત થયો છે? આ પ્રમાણે તર્ક-વિર્તક કરી ચારે તરફ ફેલાતો ભગવાનના દેવદુંદુભિઓનો શબ્દ સદા જયવંત રહે. ... તે સમયે તે જિનેન્દ્ર ભગવાનના શરીરની પ્રભા મધ્યાહનના સૂર્યની પ્રજાને તિરોહિત કરતી – પોતાના પ્રકાશમાં તેનો પ્રકાશ છુપાવતી, કરોડો દેવોના તેજને દૂર હટાવતી, અને લોકમાં ભગવાનનું ખૂબ ભારે ઐશ્વર્ય પ્રગટ કરતી ચારે બાજુ ફેલાઈ રહી હતી.... જે પ્રમાણે મેઘોની ગર્જના સાંભળીને ચાતક પક્ષી પરમ આનંદને પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે તે સમયે ભગવાનનો દિવ્ય ધ્વનિ સાંભળીને ભવ્ય જીવોના સમુહ પરમ આનંદને પ્રાપ્ત થઈ રહ્યાં હતા. બધાની રક્ષા કરનારા અને અગ્નિના સમાન દેદીપ્યમાન ભગવાનને પ્રાપ્ત કરી ભવ્ય (મોક્ષાર્થી) જીવરૂપી રત્નો દિવ્ય કાંતિને ધારણ કરનારી પરમ વિશુદ્ધિને પ્રાપ્ત થયા હતાં.75
શુભચંદ્રાચાર્ય પણ પોતાના જ્ઞાનાર્ણવ ગ્રંથમાં આ જ ઉપદેશ આપે છે કે રૂપસ્થ ધ્યાનમાં અતિ (અરહંત) ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. તેમના અદ્ભુત મહિમા અને અપાર ગુણોનું વર્ણન કરતાં તેઓ કહે છેઃ
આ રૂપસ્થ ધ્યાનમાં અરહંત ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. ... આપનું ચરિત અચિંત્ય છે, આપ સુંદર ચરિત્રવાળા ગણધરાદિ મુનિ ગણો દ્વારા સેવનીય છો અને સમસ્ત જગતના હિતેષી (હિતેચ્છ) છો. આપ ઇંદ્રિયોના સમુહને રોકનારા, વિષયરૂપ શત્રુઓનો નિષેધ કરનારા, રાગાદિક સંતાન (રાગાદિની ચાલી આવેલી પરંપરા)ને નષ્ટ
Page #301
--------------------------------------------------------------------------
________________
300
જૈન ધર્મઃ સાર સંદેશ
કરનારા અને સંસારરૂપી અગ્નિને હોલવવા માટે મેઘ સમાન છો. આપે દિવ્યરૂપ ધારણ કર્યુ છે, આપ ધીર અર્થાત્ ક્ષોભ (આકુળતા) રહિત અને નિર્મળ જ્ઞાનરૂપી નેત્રવાળા છો. આપનો વિભવ (એશ્વર્ય) દેવ અને યોગીશ્વરોની કલ્પનાથી પર છે.
જેણે પૃથ્વીતલને પવિત્ર ર્યું છે અને ત્રણેય જગતનું અવતરણ કર્યું છે અને મોક્ષ માર્ગનું નિરૂપણ કરનારો છે, અનંત છે અને જેનું શાસન પવિત્ર છે, તથા જેણે પોતાના ભામંડલથી (પ્રકાશ મંડળથી) સૂર્યને આચ્છાદિત કર્યો છે, કોટિ ચંદ્રમા સમાન પ્રભાના ધારક છે, જે જીવોના શરણભૂત છે, સર્વત્ર જેના જ્ઞાનની ગતિ છે, જે શાંત છે, દિવ્યવાણીમાં પ્રવીણ છે, તથા ઇંદ્રિયોરૂપી સર્પો માટે ગરુડ સમાન છે, સમસ્ત અભ્યુદયનું મંદિર છે, તથા દુઃખરૂપ સમુદ્રમાં પડતા જીવોને હસ્તાવલંબન આપનારા છે અને જે દિવ્ય પુષ્પવૃષ્ટિ, આનક અર્થાત્ દુંદુભિ વાજાઓ તથ અશોકવૃક્ષો સહિત વિરાજમાન છે, તથા રાગરહિત (વીતરાગ) છે, પ્રાતિહાર્ય મહાલક્ષ્મીથી ચિહ્નિત છે, અને પરમ ઐશ્વર્ય (પરમેશ્વર ) છે.7
આ પ્રમાણે અરહંત ભગવાનના જ્યોતિર્મયસ્વરૂપ તથા તેમના અપાર મહિમા અને પ્રભુતાને બતાવીને શુભચંદ્રાચાર્ય તેમના ધ્યાનનું ફળ બતાવતાં કહે છેઃ
ઉપરોકત સર્વજ્ઞ દેવનું ધ્યાન કરનારો જે ધ્યાની અન્ય શરણથી રહિત હોય, પોતાના મનને સાક્ષાત્ તેમાં જ સંલીન કરે છે, તે તન્મયતાને પામીને, તે જ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. યોગી (ધ્યાની મુનિ કે સાધક) તે સર્વજ્ઞ દેવ પરમ જ્યોતિને આલંબન કરીને તેના ગુણગ્રામોમાં (ગુણ સમૂહોમાં) રંજાયમાન થતો મનમાં વિક્ષેપ રહિત (આવેગરહિત) થઈને, તે જ સ્વરૂપને પ્રાપ્ત થાય છે.
તે પરમાત્મામાં મન લગાવે ત્યારે તેના જ ગુણોમાં લીન ચિત્ત થઈને તેમાં જ ચિત્તનો પ્રવેશ કરીને તે જ ભાવથી ભાવિત યોગી મુનિ તેની જ તન્મયતાને પ્રાપ્ત થાય છે. જ્યારે અભ્યાસના વશથી તે મુનિને તે સર્વજ્ઞના સ્વરીતે તન્મયતા ઉત્પન્ન થાય છે તે સમયે તે મુનિ પોતાની અસર્વજ્ઞ આત્માને સર્વજ્ઞ સ્વરૂપ જુએ છે.”
Page #302
--------------------------------------------------------------------------
________________
301
અંતર્મુખી સાધના
આ પ્રમાણે અરહંત ભગવાન કે સાચા સંત સદ્ગક્ના જ્યોતિર્મય સ્વરૂપનું વર્ણન કરી તથા તેમના ધ્યાન દ્વારા ધ્યાનીના તેમની સાથે એકાકાર થવાનું ફળ બતાવીને શુભચંદ્રાચાર્ય પોતાના અંતિમ નિષ્કર્ષના રૂપમાં પછી કહે છેઃ
હે મુને, તું વીતરાગ દેવનું જ ધ્યાન કર. કેવા છે વીતરાગ ભગવાનું? ત્રણેય લોકોના જીવોના આનંદનું કારણ છે, સંસારરૂપ સમુદ્રને પાર થવા માટે જહાજ તુલ્ય છે તથા પવિત્ર અર્થાત્ બધા મેલથી રહિત છે તથા લોક અલોકને પ્રકાશિત કરવા માટે દીપકના સમાન છે અને પ્રકાશમાન તથા નિર્મળ એવા છે કે કરોડ શરદના ચંદ્રમાની પ્રભાથી પણ અધિક પ્રભાના ધારક છે. તેઓ જગતના અદ્વિતીય નાથ છે, શિવસ્વરૂપ (કલ્યાણરૂપ) છે, અજન્મા અને પાપરહિત છે. એવા વીતરાગ ભગવાનનું તું ધ્યાન કર.
સર્વવિભવજુત જાન, જે ધ્યાડૅ અરહંત ક્રૂ I
મન વસિ કરિ સતિ માન, તે પાર્વે તિસ ભાવÉ 78 અર્થાત્ જે પોતાના મનને વશમાં કરીને અરહંત ભગવાનને બધા ઐશ્વર્યોથી યુક્ત અને સાચા માનીને તેમનું ધ્યાન કરે છે, તે તેમની જ અવસ્થા (ભાવ)ને પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે જીવિત પરમ ચેતન અર્થ કે સંત સદ્ગુરુ, જે સ્વયં મુક્ત થઈને મુક્તિની યુક્તિ બતાવે છે, કે ધ્યાનથી ધ્યાની તેમના જ સમાન મુક્ત બની જાય છે.
રૂપસ્થ ધ્યાનમાં પોતાને પૂરી રીતે દઢ કરી લીધા બાદ ધ્યાતા (ધ્યાન કરનારા) પોતાને રૂપ-રંગ આદિ ચિહ્નોથી રહિત અમૂર્ત પરમાત્માના ધ્યાનમાં લગાવે છે. એને જ રૂપાતીત ધ્યાન કહે છે. આ ધ્યાનના ફળસ્વરૂપે ધ્યાતા ધીરે-ધીરે પરમાત્માના ગુણોને ગ્રહણ કરતાં કરતાં એ અનુભવ કરવા લાગે છે કે હું પરમાત્મા છું, “અહં બ્રહમાસ્મિ'. પરંતુ આ ધ્યાનમાં આત્મા અને પરમાત્માનો ભેદ અથવા દ્વૈતભાવ બનેલો રહે છે જ્યાં સુધી આ ભેદ બનેલો રહે છે ત્યાં સુધી આ ધ્યાનને સવિકલ્પ ધ્યાન કહે છે જ્યારે આત્મા અને
Page #303
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ પરમાત્માનો આ ભેદ અથવા દ્વૈતભાવ મટી જાય છે અને ધ્યાતા સર્વવિકલ્પ રહિત થઈને પોતાને પરમાત્મામાં લીન કરી લે છે તો તે ધ્યાનને નિર્વિકલ્પ ધ્યાન અથવા નિર્વિકલ્પ સમાધિ કહે છે. આ નિર્વિકલ્પ સમાધિ અથવા ધ્યાનને રૂપાતીત ધ્યાન કહે છે. આ ધ્યાન દ્વારા આત્મા પરમાત્મામાં સમાઇને પરમાત્મા બની જાય છે. જ્ઞાનાર્ણવમાં આ રૂપાતીત ધ્યાનને આ શબ્દોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
302
રૂપસ્થ ધ્યાનમાં સ્થિરીભૂત છે જેનું ચિત્ત તથા નષ્ટ થઈ ગયા છે વિભ્રમ જેના એવો ધ્યાની અમૂર્ત, અજન્મા ઇંદ્રિયોથી અગોચર, એવા પરમાત્માના ધ્યાનનો પ્રારંભ કરે છે.
જે ધ્યાનમાં ધ્યાની મુનિ ચિદાનંદમય, શુદ્ધ, અમૂર્ત, પરમાક્ષરરૂપ (પરમાત્મારૂપ) આત્માને આત્મા દ્વારા સ્મરણ કરે અર્થાત્ ધ્યાન કરે તે રૂપાતીત ધ્યાન માનવામાં આવ્યું છે.
પરમાત્માના સ્વભાવ સાથે એકરૂપ ભાવિત અર્થાત્ મળેલો ધ્યાની મુનિ તે પરમાત્માના ગુણ સમૂહોથી પૂર્ણરૂપ પોતાના આત્માને રીને, પછી તેને પરમાત્મામાં યોજન કરે (જોડી દે કે મેળવી દે). એવું વિધાન છે.
ધ્યાની મુનિ તે પરમાત્માના સ્વરૂપમાં મન લગાવીને તેના જ ગુણગ્રામોથી ગંજાયમાન થઈ (રંગીને) તેમાં જ પોતાના આત્માને આપની જ સાથે તે સ્વરૂપની સિદ્ધિ માટે જોડે છે અર્થાત્ તલ્લીન થાય છે.
જેવી રીતે નિર્મળ દર્પણમાં પુરુષના સમસ્ત અવયવ અને લક્ષણ દેખાય છે તે જ રીતે પરમાત્માના સમસ્ત ગુણ નિર્મળ આત્મામાં પ્રતિબિંબિત થાય છે.
પૂર્વોક્તિ પ્રમાણે જ્યારે પરમાત્માનો નિશ્ચય થઈ જાય છે અને દઢ અભ્યાસથી તેમને પ્રત્યક્ષ થવા લાગે છે તે સમયે પરમાત્માનું ચિંતવન એ પ્રમાણે કરો કે એવા પરામાત્મા હું જ છું, હું જ સર્વજ્ઞ છું, સર્વવ્યાપક છું, સિદ્ધ છું, તથા હું જ સાધ્ય અર્થાત્ સિદ્ધ કરવા યોગ્ય હતો. સંસારથી રહિત, પરમાત્મા, પરમજ્યોતિસ્વરૂપ, સમસ્ત વિશ્વને જોનારો હું જ છું. હું જ નિરંજન છું, એવા પરમાત્માનું ધ્યાન કરો. તે સમયે પોતાનું સ્વરૂપ નિશ્ચલ અમૂર્ત અર્થાત્ શરીરરહિત નિષ્કલંક, જગતના ગુરુ,
Page #304
--------------------------------------------------------------------------
________________
અંતર્મુખી સાધના
ચૈતન્યમાત્ર અને ધ્યાન તથા ધ્યાતાના ભેદરહિત એવું અતિશય સ્કુરાયમાન (પ્રતીત) હોય છે.
આ મુનિ જે સમયે પૂર્વોકત પ્રમાણે પરમાત્માનું ધ્યાન કરે છે તે સમયે પરમાત્મામાં પૃથક્ભાવ અર્થાત્ અલગપણાનું ઉલ્લંઘન કરીને સાક્ષાત્ એકતાને એવી રીતે પ્રાપ્ત થઈ જાય છે કે, જેનાથી પૃથક્ષણાનું બિલકુલ ભાન હોતું નથી.
-
ભાવાર્થ – તે સમયે ધ્યાતા અને ધ્યેયમાં દ્વૈતભાવ રહેતો નથી. હે મુને, આ પ્રમાણે જેના સમસ્ત વિકલ્પ દૂર થઈ ગયા છે, જેના રાગાદિક બધા દોષ ક્ષીણ થઈ ચૂક્યા છે, જે જાણવા યોગ્ય સમસ્ત પદાર્થોના જાણકાર છે, જેણે સંસારના સમસ્ત પ્રપંચ છોડી દીધા છે, જે શિવ અર્થાત્ કલ્યાણ સ્વરૂપ અથવા મોક્ષ સ્વરૂપ છે, જે અજ અર્થાત્ જેને આગળ જન્મ-મરણ કરવાનું નથી, જે અનવદ્ય અર્થાત્ પાપોથી રહિત છે, તથા જે સમસ્ત લોકનો એક અદ્વિતીય નાથ છે એવા પરમપુરુષ પરમાત્માને ભાવોની શુદ્ધતાપૂર્વક અતિશય કરીને ભજ.
ભાવાર્થ - શુદ્ધ ભાવોથી આવા પરમ પુરુષ પરમાત્માનું ધ્યાન કર.
સિદ્ધ નિરંજન કર્મ વિના, મૂર્તિરહિત અનન્ત,
જો ધ્યાવે પરમાત્મા, તે પામે શિવ સંત.79
303
અર્થાત્ જે સંતરૂપ સજ્જન ધ્યાતા પરિપૂર્ણ, કર્મરહિત, અમૂર્ત, અનંત (અંતરહિત) અને નિરંજન (માયારહિત) પરમાત્માનું ધ્યાન કરે છે તે કલ્યાણમય મોક્ષ પદને પ્રાપ્ત કરે છે.
ધ્યાનનો ક્રમિક વિકાસ થાય છે. હું કહી ચૂક્યો છું કે જ્યાં સુધી ધ્યાનીની અંદર દ્વૈતભાવ બનેલો રહે છે કે ધ્યાન, ધ્યાતા ધ્યેય અને ધ્યાનનું ફળ આદિના વિકલ્પો ઉઠતા રહે છે ત્યાં સુધી તે ધ્યાનને સવિકલ્પ ધ્યાન કહે છે. જ્યારે બધા વિકલ્પ મટી જાય છે અને ધ્યાતા ધ્યેય માં સ્થિરતાપૂર્વક લીન થઈ જાય છે ત્યારે તે ધ્યાનને નિર્વિકલ્પ ધ્યાન કરે છે. ધ્યેયની દૃષ્ટિએ આ નિર્વિકલ્પ ધ્યાનને જ રૂપાતીત ધ્યાન અર્થાત્ રૂપ-રંગાદિ રહિત પરમાત્માનું ધ્યાન કહેવામાં આવે છે અને ધ્યાનના સ્વરૂપની દૃષ્ટિથી એને જ શુક્લધ્યાન (જે વિશુદ્ધ હોય છે)
Page #305
--------------------------------------------------------------------------
________________
304
જૈન ધર્મ સાર સંદેશ કહેવામાં આવે છે. એમાં પણ ક્રમિક વિકાસ થાય છે. જેમ-જેમ આ નિર્વિકલ્પ ધ્યાન ગહન, સૂક્ષ્મ અને સ્થિર થતું જાય છે તેમ-તેમ ધ્યાન પણ ઉચ્ચતર કોટિનું થતું જાય છે. ધ્યાનની ગહનતા, સૂક્ષ્મતા અને સ્થિરતા એક-બીજા પર નિર્ભર છે. જેમ-જેમ ધ્યાન ગહન થતું જાય છે તેમ-તેમ તે અધિક સૂક્ષ્મ થતું જાય છે અને તે ધ્યાનમાં અધિક આનંદ આવવાથી તેમાં સ્થિરતા પણ વધતી જાય છે. અંતમાં ધ્યાન અત્યંત ગહન, સૂક્ષ્મ અને સ્થિર થઈને પરમાત્મ
સ્વરૂપમાં નિષ્ફમ્પ ભાવથી ટકી જાય છે. તે અવસ્થાને જૈનધર્મમાં શૂન્ય ધ્યાન કહેવામાં આવે છે.
સવિકલ્પ અને નિર્વિકલ્પ ધ્યાન અથવા સમાધિનો ભેદ બતાવતાં અનુભવ પ્રકાશમાં કહેવામાં આવ્યું છે.
નિશ્ચય મોક્ષમાર્ગના બે ભેદ (સ્તર) છે - સવિકલ્પ અને નિર્વિકલ્પ. સવિકલ્પમાં “અહં બ્રહમાસ્મિ' (હું બ્રહ્મા છું) - એવો ભાવ આવે છે. નિર્વિકલ્પને વીતરાગ અવસ્થા અર્થાત્ સ્વસંવેદન (આત્માનુભવની એકતા અથવા અભેદ ભાવ) કહેવામાં આવે છે. 80
જેને સિદ્ધાંત કોશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે નિર્વિકલ્પ સમાધિને જ શુક્લધ્યાન અથવા રૂપાતીત ધ્યાન કહે છે:
ધ્યાન કરતા સાધુને બુદ્ધિપૂર્વક રાગ સમાપ્ત થઈ ગયા બાદ જે નિર્વિકલ્પ સમાધિ પ્રગટ થાય છે, તેને શુક્લધ્યાન કે રૂપાતીત ધ્યાન કહે છે. એની પણ ઉત્તરોત્તર વૃદ્ધિગત ચાર શ્રેણીઓ છે. પહેલી શ્રેણીમાં અબુદ્ધિપૂર્વક જ જ્ઞાનમાં શેય પદાર્થોની તથા યોગ પ્રવૃતિઓ (કાયિક, વાચિક અને માનસિક પ્રવૃતિઓ)ની સંક્રાંતિ (પરિવર્તન) થતી રહે છે, આગળની શ્રેણીઓમાં એ પણ રહેતી નથી. ધ્યાન રત્નદીપકની જ્યોતિની જેમ નિષ્ઠપ થઈને સ્થિર થાય છે.
નિયમસાર તાત્પર્યવૃત્તિમાં આ ધ્યાનને આ શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યું છેઃ
Page #306
--------------------------------------------------------------------------
________________
305
અંતર્મુખી સાધના
ધ્યાન, ધ્યેય, ધ્યાતા, ધ્યાનનું ફળ આદિના વિવિધ વિકલ્પોથી વિમુક્ત (નિર્વિકલ્પ), અંતર્મુખાકાર, સમસ્ત ઇંદ્રિય સમૂહના અગોચર, નિરંજન, નિજ પરમતત્ત્વ (પરમાત્વસ્વરૂપ)માં અવિચળ સ્થિતરૂપ ધ્યાન તે નિશ્ચય (ચોક્કસ) શુક્લ ધ્યાન છે.82
જ્યારે ધ્યાનમાં લીન ધ્યાનીના બધા વિકલ્પ મટી જાય છે અને તે બધા વિષયોને ભૂલીને તથા મંત્ર-સ્મરણ કે અન્ય ધ્યેય વસ્તુને પણ છોડીને શૂન્યવત્ બનીને કેવલજ્ઞાન (સર્વજ્ઞતા)માં નિષ્કપ ભાવથી સ્થિર થઈ જાય છે તો તેના ધ્યાનને શૂન્ય ધ્યાન કહેવામાં આવે છે.
શણસાર (જ્ઞાનસાર)માં શૂન્ય ધ્યાનના સ્વરૂપને આ શબ્દોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
પરમાર્થથી સાલંબન ધ્યાન (ધર્મધ્યાન)ને જાણીને તેને છોડવું જોઈએ તથા ત્યારબાદ નિરાલંબન ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. પ્રથમ દ્વિતીય આદિ શ્રેણીઓને પાર કરતાં કરતાં તે યોગી ચરમસ્થાનમાં પહોંચીને સ્થૂળતઃ શૂન્ય થઈ જાય છે. કારણ કે રાગાદિથી મુક્ત, મોહ રહિત, સ્વભાવ પરિણત (આત્મભાવમાં લીન) જ્ઞાન જ જિનશાસનમાં શૂન્ય કહેવામાં આવે છે. જે ધ્યાનમાં ન તો ઇંદ્રિય વિષય છે, ન મંત્ર-સ્મરણ (મંત્રનું સુમિરન) છે, ન કોઈ ધ્યાન કરવાની વસ્તુ છે, ન કોઈ ધારણા સ્મરણ છે; ક્વલજ્ઞાન પરિણતિ (ક્વલ જ્ઞાનમાં સ્થિતિ) જ છે અને જે આકાશ ન હોવા છતાં પણ આકાશવત્ નિર્મળ છે, તે શૂન્ય ધ્યાન કહેવાય છે.
હું કોઈનો નથી, પુત્રાદિ કોઈ પણ મારા નથી, હું એકલો છું; શૂન્ય ધ્યાનના જ્ઞાનમાં યોગી આ પ્રકારના પરમ સ્થાનને પ્રાપ્ત કરે છે. મન, વચન, કાય, મત્સર, મમત્વ, શરીર, ધન ધાન્ય આદિથી હું શૂન્ય છું આ પ્રકારના શૂન્ય ધ્યાનથી યુક્ત યોગી પુણ્ય-પાપથી લિપ્ત થતો નથી. હું શુદ્ધાત્મા છું, જ્ઞાની છું, ચેતન ગુણ સ્વરૂપ છું, એક છું, આ પ્રકારના ધ્યાનથી યોગી પરમાત્મ સ્થાનને પ્રાપ્ત કરે છે. અત્યંતરને
Page #307
--------------------------------------------------------------------------
________________
306
જૈન ધર્મ સાર સંદેશ નિશ્ચિત કરીને તથા બાહ્ય પદાર્થો સંબંધી સુખો અને શરીરને શૂન્ય કરીને હંસરૂપ પુરુષ અર્થાત્ અત્યંત નિર્મળ અત્મા કેવલી થઈ જાય છે.83
આચાર સાર માં શૂન્ય ધ્યાનમાં લીન ધ્યાનીની અવસ્થાની તરફ સંકેત કરતાં કહેવામાં આવ્યું છેઃ
બધા રસ વિરસ થઈ જાય છે, કથા ગોષ્ઠી અને કૌતુક વિઘટ (હટી) જાય છે, ઇંદ્રિયોના વિષય મૂરઝાઈ જાય છે, તથા શરીરમાં પ્રીતિ પણ સમાપ્ત થઈ જાય છે. જ્યાં ન ધ્યાન છે, ન ધ્યેય છે, ન ધ્યાતા છે ન કંઈ ચિંતવન છે, ન ધારણાના વિકલ્પો છે, આવા શૂન્યને સારી રીતે માણવું જોઈએ. શૂન્ય ધ્યાનમાં પ્રવિષ્ટ યોગી સ્વસ્વભાવથી સંપન્ન, પરમાનંદમાં સ્થિત તથા પ્રગટ ભરિતાવસ્થાવત્ (પરિપૂર્ણાવસ્થા જેવા) હોય છે. ધ્યાન યુક્ત યોગીને જ્યાં સુધી કંઈ પણ વિકલ્પ ઉત્પન્ન થતા રહે છે, ત્યાં સુધી તે શૂન્ય ધ્યાન નથી, તે કાં તો ચિંતા છે અથવા ભાવના. 84
ધ્યાતાના આવશ્યક ગુણ ધ્યાનના ભેદો પર વિચાર કર્યા અને ધ્યાનના અંતિમ લક્ષ્યને સમજ્યા બાદ આપણે એ પણ જાણવું જોઈએ કે ધ્યાનના આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ધ્યાતાએ કેવા હોવું જોઈએ. જો સાધક એ જાણી લે કે ધ્યાનના અભ્યાસમાં સફળ થવા માટે કયા ગુણોથી યુક્ત હોવું આવશ્યક છે તો તે ગુણોને ગ્રહણ કરવા માટે ભરપૂર પ્રયાસ કરી શકે છે. ધ્યાતા માટે જે ગુણ આવશ્યક છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ જ્ઞાનાર્ણવમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છેઃ
શાસ્ત્રમાં એવા ધ્યાતાની પ્રશંસા કરવામાં આવી છે જે મુમુક્ષુ હોય, અર્થાત્ મોક્ષની ઇચ્છા રાખનારો હોય. કારણ કે જો એવો ન હોય, તો મોક્ષના કારણે ધ્યાન શા માટે કરે? બીજો સંસારથી વિરક્ત (અનાસક્ત) હોય, કારણ કે સંસારથી વિરક્ત (અનાસક્ત) થયા વિના ધ્યાનમાં ચિત્ત શા માટે લગાવે? ત્રીજો ક્ષોભરહિત શાંત ચિત્ત હોય, કારણ કે વ્યાકુળચિત્તથી ધ્યાનની સિદ્ધિ થઈ શકતી નથી. ચોથો
Page #308
--------------------------------------------------------------------------
________________
307
અંતર્મુખી સાધના
વશી કહો જેનું મન પોતાના વશમાં હોય, કારણ કે મનના વશ થયા વિના તે ધ્યાનમાં કેવી રીતે લાગે? પાંચમો સ્થિર હોય, શરીરના સાંગોપાંગ આસનમાં દઢ હોય, કારણ કે કાયા ચલાયમાન રહેવાથી ધ્યાનની સિદ્ધિ થતી નથી. છઠ્ઠો જિતાક્ષ (જીતેન્દ્રિય) હોય, કારણ કે ઇંદ્રિયોને જીત્યા વિના તે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે અને ધ્યાનની સિદ્ધિ થઈ શકતી નથી. સાતમો સંવૃત કહી સંવરયુક્ત હોય. કારણ કે ખાનપાનાદિમાં વ્યાકુળ થઈ જાય તો, ધ્યાનમાં ચિત્ત કેવી રીતે સ્થિર થાય? આલ્મો ધીર હોય. ઉપસર્ગ (વિજ્ઞ)આવતાં ધ્યાનથી ચુત ન થાય. ત્યારે ધ્યાનની સિદ્ધિ થાય છે. આવા આઠ ગુણ સહિત ધ્યાતાના ધ્યાનની સિદ્ધિ થઈ શકે છે, અન્યની થતી નથી.85 જ્ઞાનાવમાં પછી કહેવામાં આવ્યું છેઃ
જે મુનિ (સાધકોનું ચિત્ત કામ ભોગોમાં વિરક્ત થઈને અને શરીરમાં સ્પૃહાને છોડીને સ્થિરીભૂત થયું છે, નિશ્ચય કરીને તેને જ ધ્યાતા કહ્યો છે. તે જ પ્રશંસનીય ધ્યાતા છે.86
મોક્ષની ચાહ રાખનારા ધ્યાતાએ ઉપર્યુકત ગુણોને પોતાની અંદર વસાવવાનો ભરપૂર પ્રયત્ન કરવો જોઈએ.
અહીં એ પ્રશ્ન ઉઠાવી શકાય છે કે ધ્યાન કરવાનો અધિકાર માત્ર સાધુ કે મુનિને જ છે કે ગૃહસ્થ પણ ધ્યાન કરી શકે છે. કેટલાક લોકોની એ ધારણા છે કે ધ્યાન માત્ર ગૃહત્યાગી સાધુ-સંન્યાસી કે મુનિ જ કરી શકે છે. ગૃહસ્થ ધ્યાનની સાધના કરી શકતા નથી.
એ ઠીક છે કે ગૃહસ્થ પ્રાયઃ અનેક પ્રકારના ગૃહકાર્યોમાં ફસાયેલા રહે છે. એટલા માટે તેમને ધ્યાન માટે અધિક સમય કાઢવામાં કઠિનાઈ થાય છે. આ કઠિનાઈથી બચવા માટે પ્રાચીન કાળમાં કેટલાક ઉત્સાહી મનુષ્યોએ ઘર-બારને છોડી જંગલ કે સૂમસામ જગ્યાઓમાં જઈને સાધના કરવાનો નિર્ણય લીધો. પછી ધીરે-ધીરે ઘર-બાર ત્યાગીને સાધના કરવાની એક પરંપરા બની ગઈ. આ જ પરંપરા અનુસાર મહાવીર અને બુદ્ધ પણ ગૃહત્યાગ કરીને સત્યની
Page #309
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
શોધમાં નીકળ્યા અને પોતાની સાધનામાં સફળતા પ્રાપ્તને કરી ઘણાઓને સત્યનો માર્ગ બતાવ્યો. જ્ઞાનાર્ણવમાં પણ આ જ પરંપરાની તરફ સંકેત કરતાં કહેવામાં આવ્યું છેઃ
308
ગૃહસ્થગણ ઘરમાં રહીને પોતાના ચપળ (ચંચળ) મનને વશ કરવામાં અસમર્થ હોય છે, તેથી જ ચિત્તની શાંતિ અર્થે સત્પુરુષોએ ઘરમાં રહેવાનું છોડી દીધું છે અને તેઓ એકાંત સ્થાનમાં રહીને ધ્યાનસ્થ થવામાં ઉદ્યમી થયા છે.87
એનાથી એ ખબર પડે છે કે ગૃહસ્થ-જીવનમાં ધ્યાન કરવું કઠિન માનવામાં આવ્યું છે. પરંતુ ગૃહસ્થ-જીવનને ત્યાગીને જંગલ કે સૂમસામ જગ્યામા રહેવું પણ તો કંઈ ઓછું કઠિન કામ નથી. શરીરના પાલન-પોષણ, આવાસ, ચિકિત્સા આદિ માટે જંગલનું એકાંત જીવન આસાન કેવી રીતે હોઈ શકે છે? પછી પોતાના મનને પૂરો સમય ચિંતામુક્ત રાખીને ધ્યાનમાં લગાવી રાખવાનું કામ પણ કોઈ વિરલા જ કરી શકે છે. આ પ્રમાણે સાધક ભલે ગૃહસ્થ હોય કે સંન્યાસી – કઠિનાઈઓનો સામનો બન્ને જ પ્રકારના સાધકોએ કરવો પડે છે. કોઈ પણ મહાન કાર્ય કઠિનાઈઓનો સામનો કર્યા વિના સંભવ નથી. પરમાર્થની પ્રાપ્તિ કરવી ચોકકસ જ બહાદુરોનું કામ છે, કાયરોનું નહીં. એટલા માટે એ માનવું કે માત્ર મુનિજન કે સાધુ-સંન્યાસી જ ધ્યાન કરી શકે છે અને ગૃહસ્થને માટે ધ્યાન કરવું અસંભવ છે (જેમ કે શુભચંદ્રાચાર્ય માને છે), યુક્તિ સંગત પ્રતીત થતું નથી.
88
જો એક તરફ બુદ્ધ અને મહાવીર જેવા પરમાર્થની પ્રાપ્તિ કરનારા ગૃહત્યાગીઓનાં ઉદાહરણ છે તો બીજી તરફ બુદ્ધના જ પ્રસિદ્ધ ગૃહસ્થ શિષ્ય વિમલકીર્તિ (જેમના મહિમા અને તેજસ્વિતાથી બુદ્ધના પ્રધાન ભિક્ષુ શિષ્ય સારિપુત્ર, આનંદ આદિ પ્રભાવિત હતા) અને રાજા જનકનું ઉદાહરણ છે, જેમના વિશે કહેવામાં આવે છે કે એમણે ગૃહસ્થ જીવનમાં રહીને પણ પોતાની પારમાર્થિક સાધનામાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી લીધી હતી. એટલા માટે ગૃહસ્થ માટે નિશ્ચિત રૂપથી ધ્યાનની સાધના અને પરમાર્થની પ્રાપ્તિને અસંભવ ઘોષિત કરવું ઉચિત પ્રતીત થતું નથી.
Page #310
--------------------------------------------------------------------------
________________
અંતર્મુખી સાધના
309
વાસ્તવમાં ધ્યાનમાં સફળ થવા માટે રાગ, દ્વેષ અને મોહથી ઉપર ઊઠીને અનાસક્ત કે નિર્લિપ્ત જીવન વિતાવવાનો પ્રયાસ કરવો આવશ્યક બને છે
અને આ કાર્ય ગૃહસ્થ અને સંન્યાસી બન્ને માટે કઠિન અવશ્ય છે, પરંતુ ઉચિત સાહસ, પૂર્ણ વિશ્વાસ અને દૃઢ સંકલ્પ અને અડગ અભ્યાસ દ્વારા આ કઠિનાઈ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે,બીજા શબ્દોમાં, દૃઢ સંકલ્પ અને અડગ અભ્યાસ દ્વારા ગૃહસ્થ અને સંન્યાસી - બન્ને જ ધ્યાનની સાધનામાં સફળ થઈ શકે છે.
આ જ વિચારને પ્રગટ કરતાં સાગરમલ જૈન કહે છેઃ
અનેક
સમ્યક્ દૃષ્ટિ ગૃહસ્થ એવા હોય છે જે જળમાં કમળવત્ ગૃહસ્થ
જીવનમાં અલિપ્ત ભાવથી રહે છે. એવા વ્યક્તિઓ માટે ધર્મધ્યાનની સંભાવનાનો અસ્વીકાર કરી શકાતો નથી.89
પોતાના વિચારને સ્પષ્ટ કરતાં તેઓ પછી કહે છેઃ
વ્યકિતમાં મુનિ વેશ ધારણ કરવા માત્રથી ધ્યાનની પાત્રતા આવતી નથી. પ્રશ્ન એ નથી કે ધ્યાન ગૃહસ્થને સંભવ થશે કે સાધુને? વસ્તુતઃ નિર્લિપ્ત જીવન જીવનારો વ્યકિત ભલે તે સાધુ હોય કે ગૃહસ્થ, તેના માટે ધર્મધ્યાન સંભવ થઈ શકે છે. બીજી બાજુ આસક્ત, દંભી અને સાકાંક્ષ વ્યકિત, ભલે તે મુનિ જ કેમ ન હોય, તેના માટે ધર્મધ્યાન અસંભવ હોય છે. ધ્યાનની સંભાવના સાધુ અને ગૃહસ્થ હોવા પર નિર્ભર કરતી નથી. તેની સંભાવનાનો આધાર જ વ્યકિતના ચિત્તની નિરાકુળતા કે અનાસક્તિ છે. જે ચિત્ત અનાસક્ત અને નિરાકુળ છે, પછી તે ચિત્ત ગૃહસ્થનું હોય કે મુનિનું, એનાથી કોઈ અંતર પડતું નથી. ધ્યાનના અધિકારી બનવા માટે આવશ્યક એ છે કે વ્યકિતનું માનસ નિરાકાંક્ષ, અનાકુળ અને અનુદ્વિગ્ન રહે. એ અનુભૂત સત્ય છે કે કોઈ વ્યક્તિ ગૃહસ્થ જીવનમાં રહીને પણ નિરાકાંક્ષ, અનાકુળ અને અનુદ્વિગ્ન બનેલો રહે છે. બીજી બાજુ કેટલાક સાધુ, સાધુ થઈને પણ
Page #311
--------------------------------------------------------------------------
________________
310
જૈન ધર્મ સાર સંદેશ સદેવ આસક્ત, આકુળ અને ઉદ્વિગ્ન રહે છે, અતઃ ધ્યાનનો સંબંધ ગૃહી જીવન કે મુનિ જીવન સાથે ન રહીને ચિત્તની વિશુદ્ધિ સાથે છે. ચિત્ત જેટલું વિશુધ્ધ હશે ધ્યાન તેટલું જ સ્થિર હશે.90
એનાથી સ્પષ્ટ છે કે ગૃહસ્થ પણ પોતાના ચિત્તને વિશુદ્ધ કરીને તથા મોહરહિત કે અનાસક્ત થઈને મુનિના સમાન જ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. મોક્ષ પ્રાપ્તિ માટે સાધુ-સંન્યાસી નો વેશ ધારણ કરવો આવશ્યક નથી. જૈનધર્મામૃત અને રત્નકર૭ શ્રાવકાચારમાં સ્પષ્ટ રૂપથી મોહરહિત ગૃહસ્થને મોહગ્રસ્ત મુનિથી શ્રેષ્ઠ બતાવતાં કહેવામાં આવ્યું છેઃ
મોહરહિત સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ મોક્ષમાર્ગ પર સ્થિત છે પરંતુ મોહવાન્ - મુનિ મોક્ષમાર્ગ પર સ્થિત નથી, કારણ કે મોહી મુનિથી નિર્મોહી ગૃહસ્થ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે.”
આ જ પ્રમાણે કોઈ પણ પારમાર્થિક સાધનાના સંબંધમાં જાતિ અને કુળનો વિચાર કરવો પણ વ્યર્થ છે. જેનામામૃતનું સ્પષ્ટ કથન છેઃ
નીચ કુળમાં જન્મેલો ચાંડાળ પણ જો સમ્યગ્દર્શનથી યુક્ત છે, તો શ્રેષ્ઠ છે – અતઃ પૂજ્ય છે. પરંતુ ઉચ્ચ કુળમાં જન્મ લઈને પણ જે મિથ્યાત્વયુક્ત છે, તેઓ શ્રેષ્ઠ અને આદરણીય નથી.92
અહીં એ પણ યાદ રાખવું આવશ્યક છે કે પોતાની ઊંચી જાતિ, કુળ, શારીરિક રંગ-રૂપ, ધન-સંપત્તિ, બળ-બુદ્ધિ કે અન્ય કોઈ પણ પ્રકારનું અભિમાન, ધ્યાન કે ધાર્મિક સાધના માટે બાધક છે. બીજાને નીચી નજરે જોનારો અને તેમનું અપમાન કરનારો સ્વયં જ નીચે પડે છે અને અપમાનિત થાય છે, જેમ કે રત્નકર૭ શ્રાવકાચારમાં કહેવામાં આવ્યું છેઃ
જ્ઞાન, પૂજા (આદર, સત્કાર), કુળ, જાતિ, બળ, ધનસંપત્તિ, તપસ્યા અને શરીર – આ આઠેયને લઈને ગર્વ કરવાને નિરહંકાર આચાર્યોએ (આઠ પ્રકારના) મદ કહ્યો છે. જે ઘમંડી વ્યક્તિ પોતાના ઘમંડમાં
Page #312
--------------------------------------------------------------------------
________________
અંતર્મુખી સાધના
31 અન્ય ધર્માત્માઓનું અપમાન કરે છે તે વાસ્તવમાં પોતાના જ ધર્મનું અપમાન કરે છે.93
આ પ્રમાણે સાચો અને પ્રશંસનીય ધ્યાતા તે જ છે જે રાગ-દ્વેષ અને મોહથી ઉપર ઉઠીને તથા સંસાર પ્રત્યે અનાસક્ત ભાવ અપનાવીને દઢ સંકલ્પ અને પૂર્ણ નિષ્ઠાની સાથે અડગ થઈને ધ્યાનની સાધનામાં લાગેલો રહે છે. ધ્યાન કે કોઈ પણ પારમાર્થિક સાધનામાં જાતિ, કુળ અને વેશભૂષાનું કોઈ મહત્વ નથી.
ધ્યાનનું આસન, સ્થાન, સમય અને ફળ ધ્યાન માટે મનને એકાગ્ર અને સ્થિર બની રહેવું આવશ્યક છે. મન શરીર દ્વારા પ્રભાવિત થાય છે. એટલા માટે ધ્યાન માટે તે જ આસન ઉપયુક્ત થઈ શકે છે જે શરીર માટે કષ્ટકારક ન હોય. સાથે જ શરીરને સીધું, સજાગ અને સ્થિર બનાવી રાખવું પણ આવશ્યક છે. એટલા માટે ધ્યાન માટે ન સૂઈ જવું ઠીક છે અને ન લગાતાર ઊભા રહેવું પણ ઠીક છે. બસ શાંતિપૂર્વક પલાંઠી લગાવીને સરળ ભાવથી (વિશેષ તણાઈને નહીં) શરીરને સીધું રાખીને સુખપૂર્વક આસન લગાવીને ધ્યાનમાં બેસી જવું જોઈએ. જ્ઞાનાર્ગવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જે જે આસનથી સુખરૂપ ઉપવિષ્ટ (બેઠેલા) મુનિ પોતાના મનને નિશ્ચલ કરી શકે તે જ સુંદર આસન મુનિઓએ સ્વીકારવું જોઈએ.94
પતંજલિના યોગસૂત્રમાં પણ આસનની પરિભાષા આપતાં કહેવામાં આવ્યું છેઃ
સ્થિર સુખમાસનમ્ 5 અર્થાત્ સ્થિર થઈને સુખપૂર્વક બેસવું જ આસન છે.
ધ્યાનની સિદ્ધિ માટે હલ્યા-ડોલ્યા વિના અને કષ્ટ વિના દઢતાથી પોતાના આસનમાં બેસી રહેવું આવશ્યક છે. એવું કરવામાં સફળ થવું જ આસનને
Page #313
--------------------------------------------------------------------------
________________
312
જૈન ધર્મ સાર સંદેશ જીતવું છે જેમાં તન(શરીર) અને મન-બને શાંત અને સ્થિર બનેલા રહે છે. આ સંબંધમાં જ્ઞાનાર્ગવમાં કહેવામાં આવ્યું છેઃ
જે યોગી કે સાધક વિશેષરૂપથી જિતેન્દ્રિય છે તે આસનનો જય કરે છે, અર્થાત્ આસનને જીતે છે, કારણ કે જેમનું આસન સારી રીતે સ્થિર છે તે સમાધિમાં જરા પણ કષ્ટ પ્રાપ્ત કરતા નથી. ભાવાર્થ – આસનને જીતી લે તો સમાધિ (ધ્યાન)થી ચલાયમન થતો નથી.
આસનના અભ્યાસની વિકળતાથી શરીરની સ્થિરતા રહેતી નથી અને સમાધિના સમયે શરીરની વિકળતાથી નિશ્ચય જ કષ્ટ થાય છે.
ઉત્તમ સાધક કે યોગીએ પર્યકસન કરીને (પલાંઠી લગાવીને) ધ્યાન કરવું જોઈએ. સાધક કે મુનિ જ્યારે ધ્યાનનું આસન જમાવીને બેસે ત્યારે એવું થવું જોઈએ કે તેનું અંગ કે મને કોઈ પણ પ્રકારે પણ ચલાયમાન ન થાય, તથા તેના વેગોનો સંકલ્પ શાંત થઈ ગયો હોય, તેના સમસ્ત ભ્રમ નષ્ટ થઈ ગયા હોય, એવો નિશ્ચલ હોય કે સમીપસ્થ પ્રાશ (બુદ્ધિમાન) પુરુષ પણ એવો ભ્રમ કરવા લાગી જાય કે આ શું પથ્થરની મૂર્તિ છે કે ચિત્રિત મૂર્તિ છે. આ પ્રમાણે આસન જીતવાનું વિધાન કહેવામાં આવ્યું છે.96
જે સાધક સંયમી અને વિષયો પ્રતિ અનાસક્ત ભાવ ધારણ કરનાર છે, તેઓ કોઈ પણ આસન કે અવસ્થામાં નિશ્ચલ થઈને ધ્યાન કરી શકે છે. એટલા માટે તેમને ધ્યાન કરવા માટે આસન આદિનો કોઈ નિયમ નથી, જેવું કે જ્ઞાનાવણમાં કહેવામાં આવ્યું છેઃ
જે સાધક કે યોગી સંવેગ વૈરાગ્ય યુક્ત હોય ( પોતાના મનોવેગોથી ઉદાસીન થઈ ચૂક્યો હોય), જે સંવર રૂપ હોય (કામ, ક્રોધ આદિ વિકારોના પ્રવાહથી સંવૃત કે સુરક્ષિત હોય), ધીર હોય, જેનો આત્મા
Page #314
--------------------------------------------------------------------------
________________
313
અંતર્મુખી સાધના
સ્થિર હોય, ચિત્ત નિર્મળ હોય, તે મુનિ સર્વ અવસ્થા સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં (સમયે) ધ્યાન કરવા યોગ્ય છે.97
આદિપુરાણમાં પણ પલાંઠી લગાવીને સરળ ભાવથી સીધા થઈને સુખપૂર્વક ધ્યાનમાં બેસવાનો ઉપદેશ આપતાં કહેવામાં આવ્યું છેઃ
સાધક પર્યક આસન બાંધીને પલાંઠી લગાવીને)પૃથ્વીતળ પર વિરાજમાન થાય, તે સમયે પોતાના શરીરને સમ સરળ અને નિશ્ચલ રાખે. ધ્યાનના સમયે જેનું શરીર સમરૂપે સ્થિત હોય છે, અર્થાત્ ઊંચ-નીચું થતું નથી, તેને સમાધાન અર્થાત્ ચિત્તની સ્થિરતા રહે છે અને જેનું શરીર વિષમરૂપથી સ્થિત છે તેમના સમાધાનનો ભંગ થઈ જાય છે અને સમાધાનનો ભંગ થઈ જવાથી બુદ્ધિમાં આકુળતા ઉત્પન્ન થઈ જાય છે. એટલા માટે મુનિઓએ ઉપર કહેવામાં આવેલા પર્યક આસનથી બેસીને અને ચિત્તની ચંચળતા છોડીને ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. આકુળતા ઉત્પન્ન થવાથી કંઈપણ ધ્યાન કરી શકાતું નથી. એટલા માટે ધ્યાનના સમયે સુખાસન લગાવવું જ સારું છે. પર્યક આસન અધિક સુખકર માનવામાં આવે છે.98
ધ્યાનના ઉચિત સ્થાનના સંબંધમાં એ બતાવવામાં આવ્યું છે કે ધ્યાન માટે એકાંત સ્થાનમાં આસન લગાવવું ઠીક છે જ્યાં વિશેષ શોરબકેર, હલચલ અને અશાંતિ ન હોય. રત્નાકર તકમાં કહેવામાં આવ્યું છેઃ
મનને એકાગ્ર કરવા માટે એકાંતમાં અભ્યાસ કરવો પરમ આવશ્યક છે.99
એ બતાવતાં કે એકાંતમાં જ ધ્યાનનો અભ્યાસ કરવો વ્યાવહારિક છે, રત્નાકર શતક માં પછી કહેવામાં આવ્યું છેઃ
વ્યવહારમાં કાર્ય કરનારી વિધિ આ જ છે કે એકાંત સ્થાનમાં બેસીને લલાટની મધ્યમાં – ભ્રમર (ભૃકુટી)ની વચ્ચે એનું (મંત્રનું) ચિંતન (ધ્યાન) કરે.100
ગાવસાર (જ્ઞાનસાર)માં પણ કહેવામાં આવ્યું છેઃ
Page #315
--------------------------------------------------------------------------
________________
314
જૈન ધર્મઃ સાર સંદેશ
ધ્યાન માટે એવું સ્થાન હોય જ્યાં ધ્યાન ભંગના કારણે, અર્થાત્ બાધા (વિઘ્ન)ની સંભાવના ન હોય.101
ધ્યાનના સમયના સંબંધમાં પણ આ જ વાત લાગુ છે કે ધ્યાનનો સમય એવો હોય જ્યારે શોરબકોર, અશાંતિ કે વિઘ્ન-બાધાની સંભાવના ન હોય. આ જ દૃષ્ટિથી રાતના અંતિમ પ્રહર (ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધી)ને ધ્યાનનો સૌથી ઉપયુક્ત સમય માનવામાં આવે છે. પ્રાચીન કાળથી જ મહાત્માઓએ આ પારમાર્થિક અભ્યાસ માટે અતિ સુંદર સમય માનતાં એને ‘બ્રહ્મ-વેળા' કે ‘બ્રહ્મ-મુહૂર્ત’ નામ આપી રાખ્યું છે. રાતના અંતિમ પ્રહરથી સવાર સુધીની આ વેળા, જે દિવસનો શોરબકોર શરૂ થવાના પહેલાંની વેળા છે અને જેનાથી નવા દિવસની શરૂઆત થાય છે, ધ્યાન માટે અનુકૂળ અને શાંતિમય સિદ્ધ થાય છે. એટલા માટે ગણેશપ્રસાદ વર્ણી કહે છેઃ
પ્રાતઃ ઉઠીને ભગવદ્ભક્તિ કરો. ચિત્તમાં શાંતિ આવવી જ ભગવદ્ભક્તિનું ફળ છે.102
પરંતુ સંયમી અને ધીર સાધક (ધ્યાતા) માટે કોઈ પણ સમય ઉપયુક્ત છે. એટલા માટે તેમના માટે સમય કે સ્થાનનો કોઈ પણ નિયમ નથી. જૈન મહાપુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
=
તેને (ધ્યાતાને) ધ્યાન કરવાનો કોઈ નિયત કાળ હોતો નથી, કારણ કે સર્વદા શુભ પરિણામોનું થવું સંભવ છે. આ વિષયમાં ગાથા છે – કાળ પણ તે જ યોગ્ય છે જેમાં ઉત્તમ રીતિથી યોગનું સમાધાન પ્રાપ્ત થાય છે. ધ્યાન કરનારાઓ માટે દિવસ રાત્રિ અને વેળા આદિ રૂપથી સમયમાં કોઈપણ પ્રકારનું નિયમન કરી શકાતું નથી.103
વાસ્તવમાં સંયમી અને અભ્યસ્ત ધ્યાતા માટે સમય, સ્થાન, આસન આદિનો કોઈ ખાસ નિયમ નથી. એને સ્પષ્ટ કરતાં આદિપુરાણમાં પણ કહેવામાં આવ્યું છેઃ
ધ્યાન કરવાના ઇચ્છુક ધીર-વીર મુનિઓ કે સાધકો માટે દિવસ-રાત અને સંધ્યાકાળ આદિ કાળ પણ નિશ્ચિત નથી, અર્થાત્ તેમના માટે
Page #316
--------------------------------------------------------------------------
________________
315
અંતર્મુખી સાધના
સમયનો કોઈ પણ નિયમ નથી, કારણ કે ધ્યાનરૂપી ધન બધા સમયમાં ઉપયોગ કરવા યોગ્ય છે, અર્થાત્ ધ્યાન ઇચ્છાનુસાર બધા સમયમાં કરી શકાય છે, કારણ કે બધા દેશ (સ્થાન), બધા કાળ (સમય) અને બધી ચેષ્ટાઓ (આસનો)માં ધ્યાન ધારણ કરનારા અનેક મુનિરાજ આજ સુધી સિદ્ધ થઈ ચૂક્યા છે, અત્યારે થઈ રહ્યા છે અને આગળ પણ થતા રહેશે. એટલા માટે ધ્યાન માટે દેશ, કાળ અને આસન વગેરેનો કોઈ ખાસ નિયમ નથી. જે મુનિ જે સમયે, જે દેશમાં અને જે આસનથી ધ્યાનને પ્રાપ્ત થઈ શકે છે તે મુનિના ધ્યાન માટે તે જ સમય, તે જ દેશ અને તે જ આસન ઉપયુક્ત માનવામાં આવ્યું છે. 104
ધ્યાનશતકના શ્લોક 38-40ની વ્યાખ્યા કરતાં કહૈયાલાલ લોઢા અને સુષમા સિંઘવીએ પણ ધ્યાનના સમય, સ્થાન અને આસનના સંબંધમાં આ જ વિચારની પુષ્ટિ કરી છે. તેઓ કહે છેઃ
ધ્યાન કરનારાઓ માટે કોઈ નિશ્ચિત દિવસ, રાત્રિ અને વેળાનો નિયમ બનાવી શકાય નહીં. પરિપકવ ધ્યાતા કોઈ પણ કાળમાં નિબંધ રૂપથી (બાધા વિના) ધ્યાનસ્થ થઈ શકે છે.
ધ્યાન માટે પદ્માસન, વજાસન, ખગાસન આદિ કોઈ આસનવિશેષ આવશ્યક નથી. જે આસનથી સુખ અને સ્થિરતા પૂર્વક બેસી શકાય, ધ્યાન માટે તે જ આસન ઉપયુક્ત છે.
બધા દેશ, સર્વકાળ અને સર્વચેષ્ટા (આસનો)માં વિદ્યમાન (સ્થિત થઈને), ઉપશાંત દોષવાળા (વિકાર રહિત) અનેક મુનિઓએ (ધ્યાન દ્વારા) ઉત્તમ કેવલજ્ઞાન આદિની પ્રાપ્તિ કરી છે, તેથી ધ્યાન માટે દેશ, કાળ ચેષ્ટા (આસન)ના કોઈ નિયમ નથી પરંતુ જે પ્રમાણે મન, વચન અને કાયાના યોગો (ક્રિયાઓ)નું સમાધાન (સ્થિરતા) થાય, તે જ પ્રમાણેનો પ્રયત્ન કરવો જોઈએ.105
ધ્યાન માટે શાંત અને સ્થિર હોવું અત્યંત આવશ્યક છે. આ વાતને સ્પષ્ટ કરતાં કન્ડેયાલાલ લોઢા પોતાના એક અન્ય પુસ્તકમાં કહે છેઃ
Page #317
--------------------------------------------------------------------------
________________
316
જૈન ધર્મ સાર સંદેશ ધ્યાનનું સ્થાન એકાંત તથા શાંત હોવું જોઈએ. ધ્યાન-કાળમાં મોન રાખવું આવશ્યક છે. ધ્યાન માટે કોઈ પ્રકારનું વિશેષ સ્થાન, વિશેષ કાળ અને વિશેષ આસન હોય, એ આવશ્યક નથી. જે કાળ અને સ્થાન અશાંતિનું કારણ ન હોય, તે જ કાળ અને સ્થાન ધ્યાન માટે ઉપયુક્ત છે. જે આસનથી સ્થિરતા અને સુખપૂર્વક બેસી શકાય, તે જ આસનથી બેસવામાં આવે. કરોડરજ્જુ સીધી રાખો, આંખો બંધ કરી લો.06
અજ્ઞાનવશ જૂઠા વિષય-સુખની શોધમાં બહાર ભટકનારા મનને ધ્યાન દ્વારા જ અંદર વાળવામાં આવે છે. અજ્ઞાન અને દુઃખથી જીવને મુક્ત કરવાનું ધ્યાન જ એક માત્ર કારગર સાધન છે. જેવું કે પહેલા કહેવાઈ ચૂક્યું છે, જૈન ધર્મમાં ધ્યાનને એક વ્યાપક અર્થમાં લેવામાં આવે છે જેમાં ધ્યાનની પ્રારંભિક અવસ્થાથી લઈને એની પૂર્ણ પરિપકવ અવસ્થા સુધીની બધી અવસ્થાઓ સામેલ છે. પ્રારંભમાં જયાં સુધી એકાગ્રતા અને સ્થિરતાની કમી રહે છે ત્યાં સુધી ધ્યાનીને ધ્યાનના લાભનો અનુભવ થતો નથી. પરંતુ જ્યારે ધીરે-ધીરે અંતરમાં એકાગ્રતા આવતી જાય છે ત્યારે અંતરનું અંધારું દૂર થવા લાગે છે અને આંતરિક દિવ્ય પ્રકાશ અને દિવ્યધ્વનિના અનુભવથી ધ્યાનીને ધ્યાનનો આનંદમય રસ પ્રાપ્ત થવા લાગે છે. ધ્યાન દ્વારા કર્મોની કાલિમા હટે છે, અંધકાર દૂર થાય છે, પ્રકાશ પ્રગટ થાય છે, વિષયોની ભૂખ મટે છે, ચિત્તમાં શાંતિ અને સામ્યભાવનો ઉદય થાય છે, બધા પારમાર્થિક ગુણ અને શક્તિઓ પ્રાપ્ત થઈ જાય છે, બધી અભિલાષાઓ પૂરી થઈ જાય છે, આત્મા પરમાત્માથી અભેદ થઈને પરમાત્મા બની જાય છે અને તેને સદાને માટે મોક્ષના અનંત સુખની પ્રાપ્તિ થઈ જાય છે. આ પ્રમાણે ધ્યાન દ્વારા તે બધા પદાર્થોની પ્રાપ્તિ થઈ જાય છે જે મનુષ્ય માટે પ્રાપ્ત કરવા યોગ્ય છે અને ધ્યાનીનું મનુષ્ય-જીવન સાર્થક થઈ જાય છે. જ્ઞાનાવમાં ધ્યાન દ્વારા પ્રાપ્ત થનારા ફળોનો ઉલ્લેખ આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
અહો જુઓ, આ આત્મા અનંતવીર્યવાન્ (અનંત શક્તિથી યુક્ત) છે તથા સમસ્ત વસ્તુઓને પ્રકાશિત કરનારો છે તથા ધ્યાન શક્તિના પ્રભાવથી ત્રણેય લોકોને પણ ચલાયમાન કરી શકે છે. આ આત્માની
Page #318
--------------------------------------------------------------------------
________________
અંતર્મુખી સાધના
શક્તિ યોગીઓને પણ અગોચર છે, કારણ કે એનાથી અનંત પદાર્થોને જોવા જાણવાની શક્તિ પ્રગટ થાય છે.
ધ્યાની જે સમયે વિશુદ્ધ ધ્યાનના બળથી કર્મરૂપી ઈંધણોને ભસ્મ કરી દે છે તે સમયે આ આત્મા જ સ્વયં સાક્ષાત્ પરમાત્મા થઈ જાય છે, એ નિશ્ચય છે.
આ આત્માના ગુણોનો સમસ્ત સમૂહ ધ્યાનથી જ પ્રગટ થાય છે તથા ધ્યાનથી જ અનાદિ કાળની સંચિત કરવામાં આવેલી કર્મસન્તતિ (કર્મોની પરંપરા) નષ્ટ થાય છે. આત્માની શક્તિઓ બધી સ્વાભાવિક છે. તેથી અનાદિકાળથી કર્મોના દ્વારા ઢંકાયેલી છે. ધ્યાનાદિક કરવાથી પ્રગટ થાય છે. બધી નવી ઉત્પન્ન થયેલી દેખાય છે. તેથી જ્ઞાનરૂપી દીપકનો પ્રકાશ થતાં પ્રગટ થાય છે.
આ આત્મા ત્રણ જગતનો ભર્તા(સ્વામી) છે, સમસ્ત પદાર્થોનો જ્ઞાતા છે, અનંત શક્તિવાળો છે, પરંતુ અનાદિકાળથી પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને (પડીને) પોતાની જાતને જાણતો નથી. આ આત્માદર્શન જ્ઞાન નેત્રવાળો છે, પરંતુ અજ્ઞાનરૂપી અંધકારથી વ્યાપ્ત થઈ રહ્યો છે. આ કારણે જાણતો હોવા છતાં પણ જાણતો નથી અને જોતો હોવા છતાં પણ કંઈ જોતો નથી.
સમભાવ ધ્યાનથી નિશ્ચલ ટકે છે. જે પુરુષનું ધ્યાન નિશ્ચલ છે તેનો સમભાવ પણ નિશ્ચલ છે. ધ્યાનનો આધાર સમભાવ છે અને સમભાવનો આધાર ધ્યાન છે.
સમીચીન (ઉચિત) પ્રશસ્ત ધ્યાનથી માત્ર સામ્ય જ સ્થિર નથી થતું, પરંતુ કર્મના સમૂહથી મલિન આ યંત્રવાહક (કર્મોના કારણે યંત્રની જેમ ચાલનાર) જીવ પણ શુદ્ધ થાય છે, અર્થાત્ ધ્યાનથી કર્મોનો ક્ષય પણ થાય છે.
જ
જે સમયે સંયમી સાક્ષાત્ સમભાવને અવલંબન કરે છે તે જ સમયે તેના કર્મસમૂહનો ઘાત કરનારું ધ્યાન થાય છે. ભાવાર્થ – સમતા ભાવ વિના ધ્યાન કર્મોનો ક્ષય કરવાનું કારણ બનતું નથી. અનાદિ કાળના વિભ્રમથી ઉત્પન્ન થયેલા રાગાદિક અંધકાર
317
Page #319
--------------------------------------------------------------------------
________________
318
જૈન ધર્મ સાર સંદેશ અતિ નિબિડ (સઘન) છે, તેથી ધ્યાનરૂપી સૂર્ય ઉદય થઈને જીવના તે અંધકારને તત્કાળ દૂર કરી દે છે.
સંસારરૂપી અગ્નિ દ્વારા ઉત્પન્ન થયેલા મોટા આતપ (પ્રચંડ ગર્મી)ની પ્રશાંતિ માટે ધીરવીર પુરુષો દ્વારા ધ્યાનરૂપી સમુદ્રમાં અવગાહન (સ્નાન) કરવાની જ પ્રશંસા કરવામાં આવે છે.
આ પ્રશસ્ત ધ્યાન જ મોક્ષનું એક પ્રધાન કારણ છે, અને એ જ પાપના સમૂહરૂપી મહાવનને દગ્ધ (બાળવા) કરવા માટે અગ્નિના સમાન છે. 107
આદિપુરાણમાં ધ્યાનથી પ્રાપ્ત થનારા ફળોનો ઉલ્લેખ આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
મોક્ષના સાધનોમાં ધ્યાન જ સૌથી ઉત્તમ સાધન માનવામાં આવ્યું છે. એ કર્મોનો ક્ષય કરવારૂપ કાર્યનું મુખ્ય સાધન છે. ઋષિઓમાં શ્રેષ્ઠ ગણધરાદિ દેવ અનંત સુખને જ ધ્યાનનું ફળ કહે છે. જે પ્રમાણે વાયુ સાથે ટક્રાયેલા મેઘ તરત જ વિલીન થઈ જાય છે, તે જ પ્રમાણે ધ્યાનરૂપી વાયુ સાથે ટાયેલા કર્મરૂપી મેઘ તરત જ વિલીન થઈ જાય છે-નષ્ટ થઈ જાય છે. એટલા માટે મોક્ષાભિલાષી જીવોએ નિરંતર ધ્યાનનો અભ્યાસ કરવાનો જ પ્રયત્ન કરવો જોઈએ. ધ્યાન કરનારા યોગીનું ચિત્ત સંતુષ્ટ થવાથી જે પરમ આનંદ થાય છે તે જ સૌથી અધિક ઐશ્ચર્ય છે, પછી યોગથી થનારી અનેક રિદ્ધિઓનું તો કહેવું જ શું? ભાવાર્થ – ધ્યાનના પ્રભાવથી હૃદયમાં જે અલૌકિક આનંદ પ્રાપ્ત થાય છે તે જ ધ્યાનનું સૌથી ઉત્કૃષ્ટ ફળ છે અને અનેક રિદ્ધિઓની પ્રાપ્તિ થવી ગૌણ ફળ છે. 108
તે મનુષ્યો ખરેખર ધન્ય છે જે અત્ દેવ અથવા સાચા સંત સદ્ગુરુનું શરણ લઈને તેમની પાસેથી દીક્ષા ગ્રહણ કરે છે, તેમની પાસેથી ધ્યાનના સ્વરૂપ, તેની વિધિ અને તેના ભેદોને સારી રીતે સમજીને તેના અભ્યાસમાં દૃઢતાથી લાગી જાય છે અને આ પ્રમાણે પોતાના જીવનને સફળ બનાવી લે છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
0 100
આત્માથી પરમાત્મા
આત્મા પોતાના અસલી રૂપમાં પરમ શુદ્ધ હોય છે. એની શુદ્ધતામાં અભાવ આવવાના કારણે જ એ સંસારના બંધનમાં પડે છે અને શુદ્ધતાની પ્રાપ્તિ થતાં મુક્ત થઈ જાય છે. અર્થાત્ પરમાત્મારૂપ ગ્રહણ કરી લે છે. અશુદ્ધતા અને શુદ્ધતાની દ્રષ્ટિથી જૈન ધર્મમાં આત્માની ત્રણ મુખ્ય અવસ્થાઓ બતાવવામાં આવી છે, જેમના અનુસાર આત્માના નિમ્નલિખીત ત્રણ મુખ્ય ભેદ કરી શકાય છેઃ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આ ભેદોને સારી રીતે સમજી લેવા આવશ્યક છે. એમને સમજવાની આવશ્યકતા બતાવતાં આચાર્ય કુંથુસાગરજી મહારાજ કહે છેઃ
જે પુરુષ મોહનીય કર્મની તીવ્રતાથી બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા આ આત્માના ત્રણેય ભેદોને જાણતો નથી તે પુરુષ ઉન્મત્ત (મતવાળા) પુરુષના સમાન અત્યંત નિંદનીય કાર્યોને કર્યા કરે છે અને સંસારમાં મૂર્ખ કહેવાય છે. પરંતુ જે પુરુષ આ ત્રણે પ્રકારના આત્માના સ્વરૂપને જાણે છે તે પુરુષ બહિરાત્મ-બુદ્ધિનો ત્યાગ કરી દે છે. અંતરાત્મામાં નિવાસ કરે છે અને પછી તે ઉત્તમ પુણ્યવાન પુરુષ અત્યંત શુદ્ધ એવા પરમાત્માને જોવાનો પ્રયત્ન કરે છે. ... તેથી પ્રત્યેક ભવ્ય (મોક્ષાર્થી) જીવનું ર્તવ્ય છે કે તે બહિરાત્મ બુદ્ધિનો ત્યાગ કરીને અંતરાત્મા બને તથા અંતરાત્મા બનીને પરમાત્મા બનવાનો પ્રયત્ન કરે; કારણ કે પરમાત્મા જ આત્માનું સર્વોત્કૃષ્ટ કલ્યાણ છે.
319
Page #321
--------------------------------------------------------------------------
________________
320
જૈન ધર્મ સાર સંદેશ
બહિરાત્મા
જેનધર્મામૃતમાં બહિરાત્માનું સ્વરૂપ આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છે:
આત્મબુદ્ધિઃ શરીરાદો યસ્ય સ્યાદાત્મવિશ્વમાત્ | બહિરાત્મા સ વિષેયો મોહનિદ્રાસ્તચેતનઃ ||
જે જીવને શરીરાદિ પર-પદાર્થોમાં આત્મ-બુદ્ધિ છે, અર્થાત્ જે આત્માના ભ્રમથી શરીર, ઈન્દ્રિય વગેરેને જ આત્મા માને છે અને જેની ચેતના-શકિત મોહરૂપી નિંદ્રાથી અસ્ત થઈ ગઈ છે, તેને બહિરાત્મા જાણવો જોઈએ.
સ્પષ્ટ છે કે જે જીવ મોહવશ ભ્રમમાં પડીને શરીરાદિ બાહ્ય વસ્તુઓને આત્મા માને છે, તેમને પોતાના સમજે છે અને તેમના પ્રતિ રાગ-દ્વેષ વગેરે રાખીને તેમનામાં આસક્ત થાય છે, તેને જન્મ-મરણના ચક્રમાં આવવું પડે છે.
શરીર અને ઇન્દ્રિયોને આત્મા સમજવાની ભૂલને કારણે તે તેમના દ્વારા આ સંસારમાં અનેક પ્રકારનાં કર્મ કરવામાં ઊલઝાયેલો રહે છે અને વિચારે છે કે આ કર્મો દ્વારા તે પોતાનું કલ્યાણ કરી શકશે અને સુખી બની જશે. પરંતુ તેણે વારંવાર આ સંસારથી નિરાશ થઈને જ જવું પડે છે.
આ પ્રમાણે શરીરાદિને આત્મા સમજનાર જીવના શરીરાદિ દ્વારા કરેલા કાર્યો આત્માને અનુકૂળ ન થઈને એને પ્રતિકૂળ જ હોય છે, જેમ કે જેનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
અક્ષદ્ધારવિશ્રાન્ત સ્વતત્ત્વવિમુખેભ્રંશમ્ | વ્યાવૃતો બહિરાત્માયું વપુરાત્મતિ મન્યતે ||
ઈન્દ્રિયો દ્વારા બાહ્ય વેપારોમાં ઊલઝાયેલો આ બહિરાત્મા શરીરને જ આત્મા માને છે. એનો વેપાર સ્વતત્ત્વથી અર્થાત્ પોતાના આત્માથી સદા સર્વથા વિમુખ અથવા પ્રતિકૂળ જ રહે છે.'
Page #322
--------------------------------------------------------------------------
________________
આત્માથી પરમાત્મા
આત્મા ચેતન અને અવિનાશી છે, પણ શરીર જડ અને નાશવાન્ છે. એટલા માટે આ બે બિલકુલ ભિન્ન પદાર્થોને એક માનવા સર્વથા ભ્રામક અને અકલ્યાણકારી સિદ્ધ થાય છે. આ સચ્ચાઈ તરફ ધ્યાન અપાવતાં આચાર્ય કુન્ધુસાગરજી મહારાજ કહે છેઃ
શરીર, આત્મા ક્યારે પણ એક થઈ શકે નહીં. શરીર જડ઼ છે અને આત્મા ચૈતન્યમય અને જ્ઞાનમય છે. એટલા માટે શરીર અને આત્માને એક જ માનનાર બુદ્ધિ સર્વથા મિથ્યા છે. જે જીવ આ ભેદોને જાણતો નથી તે બહિરાત્મ બુદ્ધિનો ત્યાગ કરી શકતો નથી અને એટલા માટે તે આત્માના કલ્યાણના કાર્યોને તો છોડી દે છે અને શરીર સુખ આપવા માટે અનેક પ્રકારનાં પાપ ઉત્પન્ન કરતો રહે છે, જેનાં લીધે તે સદા કાળ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. પરંતુ જે પુરુષ આ આત્માના યથાર્થ ભેદોને જાણે છે તે ત્યાગ કરવા યોગ્ય બહિરાત્મ બુદ્ધિનો ત્યાગ કરી દે છે અને અંતરાત્મા બનીને પરમાત્મા બનવાનો પ્રયત્ન કરે છે.
321
કાનજી સ્વામીએ પણ શરીર અને આત્માની ભિન્નતાને ખૂબ જ સ્પષ્ટતાની સાથે વ્યક્ત કરી છે. તેઓ કહે છેઃ
જે જડ છે તે ત્રણેય કાળ જડ જ રહે છે, અને જે ચેતન છે તે ત્રણેય કાળ ચેતન જ રહે છે. જડ અને ચેતન કયારે પણ એક થતા નથી; શરીર અને આત્મા સદેવ જુદા જ છે. આ રીતે આત્માને અનુભવમાં લેવાથી સમ્યગ્દર્શન થઈને અપૂર્વ શાંતિ થાય છે. આવા આત્માની ધર્મદ્રષ્ટિ વિના મિથ્યાત્વ મટતું નથી, દુઃખ ટળતું નથી અને શાંતિ થતી નથી.
આપણા શરીરની પાંચેય ઇન્દ્રિયો માત્ર સંસારના બાહ્ય વિષયો સાથે સંપર્ક બનાવવા માટે બનાવવામાં આવી છે. તેઓ અંદર જઈને આત્મા સાથે સંપર્ક બનાવી શકતી નથી. એમને પોતાની માનીને એમના દ્વારા જે બાહ્ય વિષયોને પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરવામાં આવે છે, તેઓ બધા ભ્રામક અને અકલ્યાણકારી સિદ્ધ થાય છે. જૈનધર્મામૃતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
Page #323
--------------------------------------------------------------------------
________________
322
જૈન ધર્મ સાર સંદેશ ન તદસ્તીન્દ્રિયાળ્યેષુ યર્લૅમકરમાત્મનઃ | તથાપિ રમત બાલસ્તàવજ્ઞાનભાવનાત્ |
પાંચેય ઈન્દ્રિયોના વિષયોમાં એવો કોઈપણ પદાર્થ નથી જે આત્માનું ભલું કરનાર હોય, તો પણ આ અજ્ઞાની જીવ અનાદિકાળની અજ્ઞાન ભાવનાથી ઉત્પન્ન સંસ્કારના કારણે તે જ ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહે છે.
બહિરાત્મ બુદ્ધિવાળા વ્યકિતના શરીરની સાથે એટલો ગાઢ પોતાપણાનો ભાવ થઈ જાય છે કે તે શરીરના ગુણોને જ પોતાના ગુણ માનવા લાગે છે. શરીરના કાળા-ગોરા, દુબળા-જાડા, સુરૂપ-કુરૂપ, રોગી-નીરોગી વગેરે થતાં તે આ ગુણોને પોતાના જ ગુણ માનવા લાગે છે અને એમના કારણે સુખી અથવા દુઃખી થાય છે. શરીરની ઈન્દ્રિયોની સાથે પણ તેનો આવો જ પોતાપણાનો ભાવ હોય છે અને તે પોતાને એમનાથી અભિન્ન (સમાન) માનીને એમની વિભિન્ન અવસ્થાઓના અનુસાર પોતાને આંધળો, કાણો, બહેરો, લૂલો, લંગડો વગેરે માને છે. શરીરની સાથે પોતાપણાનો ભાવ હોવાને કારણે જ તેને આ અમર અને અવિનાશી આત્માના જન્મ-મરણના ચક્રમાં પડ્યા હોવાનો અનુભવ થાય છે. મનુષ્ય, પશુ, પક્ષી વગેરે વિભિન્ન યોનિઓમાં શરીર ધારણ કરતાં તે તે જ રૂપોને પોતાનું સ્વરૂપ માને છે. આ પ્રમાણે આ બધામાં તેનો “હું છું' નો ભાવ, અર્થાત્ અહંભાવ દઢ થતો રહે છે.
જે પ્રમાણે તે પોતાના આત્માને દેહરૂપમાં ગ્રહણ કરે છે તે જ પ્રમાણે તે બીજા આત્માઓને પણ દેહરૂપ જ માને છે. આ પ્રમાણે તે પોતાના અને પારકાના ભ્રમમાં પડી જાય છે. શરીરમાં આત્મ-બુદ્ધિ હોવાને કારણે જ તે રાગ, દ્વેષ અને મોહનો શિકાર બને છે અને વિભિન્ન આત્માઓમાં તેને માતા, પિતા, ભાઈ, સ્ત્રી, પુત્ર, મિત્ર, શત્રુ વગેરેનો ભાવ ઉત્પન્ન થાય છે.
શરીરમાં આત્મ-ભાવ હોવાથી અહંભાવની સાથે જ મમત્વ-ભાવ, અર્થાત્ મારાપણાનો ભાવ પણ ઉત્પન્ન થઈ જાય છે, જેમ “આ મારી માતા છે', “આ મારો પુત્ર છે', “આ મારો મિત્ર છે'. વગેરે. મમત્વ-ભાવ માત્ર બીજા આત્માઓ સુધી જ સીમિત રહેતો નથી, બલકે એ અન્ય સાંસારિક વસ્તુઓ પર પણ છવાઈ જાય છે, જેમ કે “આ મારું ઘર છે”, “આ મારાં કપડાં છે', “આ મારી સંપત્તિ છે,' વગેરે.
Page #324
--------------------------------------------------------------------------
________________
323
આત્માથી પરમાત્મા
આ પ્રમાણેના ભ્રમથી ઉત્પન્ન મોહના કારણે રાગ-દ્વેષ વગેરે વિકાર લગાતાર વધતા જાય છે અને સંસાર અથવા આવાગમનનું મૂળ એવી અવિદ્યાના સંસ્કાર દૃઢ થતા જાય છે. જન્મ-જન્માંતરથી દઢ થયેલા અવિદ્યાના સંસ્કારના કારણે આત્માને શરીર માનવાનો ભાવ એટલો સ્વાભાવિક લાગવા લાગે છે કે વારંવાર સાધુ-મહાત્માઓના ઉપદેશોને સાંભળ્યા પછી પણ આ ભ્રમથી છુટકારો પામવો અત્યંત કઠિન થઈ જાય છે. એટલા માટે આચાર્ય અમિતગતિ મોક્ષ-સુખની પ્રાપ્તિ માટે આત્મ-સ્વરૂપને પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપતાં ખૂબ જ સ્પષ્ટતાથી કહે છેઃ
મોહી જીવ મોહમાં ફસાઈને પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. એટલા માટે અનંત સુખને આપનારી મુક્તિને ક્યારે પણ પામી શકતો નથી. વાસ્તવમાં મુક્તિ પોતાના સાચા આત્માના સ્વભાવની પ્રાપ્તિ છે.?
મોહી જીવને પોતાના કુટુંબ પ્રતિ વિશેષ આસક્તિ હોય છે. એટલા માટે કુટુંબની અસલિયત બતાવતાં તેઓ ફરી કહે છેઃ
એક કુટુંબમાં જીવો ભિન્ન-ભિન્ન ગતિઓ (યોનિઓ)થી આવીને એકઠા થઈ જાય છે. તે જ જીવો આયુ પૂરી કરીને પોત-પોતાની બાંધેલી ગતિ અનુસાર ચાલ્યા જાય છે. ધર્મશાળાના યાત્રિઓના સમાન કુટુંબીજનોનો સમાગમ (મિલાપ) છે. મોહી જીવ તેમની સાથે ગાઢ મોહ કરીને પોતાના સ્વાત્મા (પોતાના આત્મા)ને ભૂલી જાય છે.*
જો આપણે કોઈપણ વ્યકિતના મૃત્યુ સમયે ધ્યાન આપીએ તો આ સ્પષ્ટ થઈ જાય છે કે જે વ્યકિતઓ અથવા વસ્તુઓ પ્રતિ તેની ગાઢ આસકિત હતી તે બધાને છોડીને તેણે એકલાએ જ સંસારમાંથી જવું પડે છે. અંત સમયમાં કોઈપણ સગા-સંબંધી, માતા-પિતા, ભાઈ-બંધુ, કુટુંબ-પરિવાર અથવા કંઈપણ ધન-સંપતિ અથવા હાટ હવેલી સાથે જતી નથી. એટલા માટે એ સૌના પ્રતિ પોતાની આસકિતને ત્યાગીને આત્મ-સ્વરૂપની ઓળખ કરવી જોઈએ.
પરંતુ આ બધું બાહ્ય રીતે જોયા અને સાંભધ્યા પછી પણ બાહ્ય વિષયોથી ધ્યાનને હટાવવું અને એને પોતાની અંદર લાવીને ચૈતન્યસ્વરૂપ આત્મામાં
Page #325
--------------------------------------------------------------------------
________________
324
જૈન ધર્મ સાર સંદેશ લીન કરવું અત્યંત કઠિન છે. પરંતુ આજ સાચો યોગ છે જેના દ્વારા સાચા આત્મજ્ઞાન અને સાચી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ જ તથ્યને સમજાવતાં એકવાશીતિમાં પદ્મનંદિ મુનિ કહે છેઃ
બહિર્વિષયસમ્બન્ધઃ સર્વઃ સર્વસ્ય સર્વદા | અતસ્ત ભિન્નચૈતન્યબોધયોગી તુ દુર્લભી 19
અર્થાત્ બધા બાહ્ય વિષયોથી સંબંધ હોવો બધા જીવો માટે સદા જ સુલભ છે, પણ આ બાહ્ય વિષયોમાં ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માનું જ્ઞાન (અનુભવ) પ્રાપ્ત કરવું, જે વાસ્તવિક યોગ છે, દુર્લભ છે.
બહિરાત્મ-બુદ્ધિ જીવને એટલી બૂરી રીતે જકડી લે છે કે તેનો વિવેક નષ્ટ થઈ જાય છે અથવા અત્યંત મંદ પડી જાય છે. આવો મૂઢબુદ્ધિ જીવ પોતાના હિત અને અહિતને સમજી શકતો નથી અને સ્વયં અનંત આનંદસ્વરૂપ હોવા છતાં પણ પોતાના નિજ સ્વરૂપને ભૂલીને શુદ્ધ ઈન્દ્રિય-સુખ માટે સાંસારિક વિષયોની પાછળ અધીરાઈથી દોડતો રહે છે. જેનામામૃતમાં હીરાલાલ જેને આવા જીવની દશાનું ખૂબ જ માર્મિક ચિત્ર ઉપસ્થિત કર્યું છે. તેઓ કહે છેઃ
બહિરાત્માને પોતાના આત્માની ભલાઈ-બૂરાઈનું પરિજ્ઞાન (સૂક્ષ્મ જ્ઞાન) હોતું નથી, એટલા માટે તે આત્માના પરમ શત્રુસ્વરૂપ ઈન્દ્રિયવિષયોનું ખૂબ પ્રેમથી સેવન કરે છે. એવું બહિરાત્મા પ્રાણી સાંસારિક વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે નિરંતર આકુળ-વ્યાકુળ (તડપતું રહે છે અને અનેક નિરર્થક આશાઓને કરતું રહે છે. રાક્ષસી અને આસુરી વૃત્તિને ધારણ કરે છે, પ્રમાદી, આળસુ અને અતિનિદ્રાળુ હોય છે, ક્રોધ, માન, માયા, દંભ અને લોભ થી યુક્ત હોય છે. કામ-સેવનમાં આસક્ત તથા ભોગપભોગના સાધનો એક્ત કરવામાં સલંગ્ન રહે છે અને વિચાર્યા કરે છે કે આજે મેં આ પામી લીધું છે, કાલે મારે આ પ્રાપ્ત કરવાનું છે, મારી પાસે આટલું ધન છે, અને આગળ હું આટલું કમાઈશ. મારા અમુક શત્રુ છે, મેં અમુક શત્રુને મારી નાંખ્યા છે અને અમુકને હમણાં મારીશ. હું ઇશ્વર છું, સ્વામી છું, આ બધા મારા સેવક અને દાસ છે. મારા સમાન બીજું કોણ છે, હું કુલીન છું, અને
Page #326
--------------------------------------------------------------------------
________________
આત્માથી પરમાત્મા
આ અકુલીન છે, આ પ્રકારના વિચારોથી આ બહિરાત્મા પ્રાણી સદા ઘેરાયેલું રહે છે.10
એનાથી સ્પષ્ટ છે કે સંસારથી મુકિત અને સાચા સુખની પ્રાપ્તિ માટે બહિરાત્મ-ભાવનો ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે.
હવે આપણે એ સમજવાનું છે કે જૈનધર્મના અનુસાર અંતરાત્મા કોને કહે છે અને અંતરાત્મા બનવાનો શું ઉપાય છે.
325
અંતરાત્મા
આપણે જોઈ ચૂક્યા છીએ કે આત્મા ચેતન સ્વરૂપ છે. એનાથી વિપરીત શરીર, ઇન્દ્રિય અને સંસારની બધી અન્ય બાહ્ય વસ્તુઓ જડ અથવા અચેતન છે. એટલા માટે બાહ્ય વસ્તુઓને આત્મા માનવાની ભૂલને મિથ્યા દૃષ્ટિ અથવા બહિરાત્મા કહેવામાં આવ્યો છે અને એને ત્યાગવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જે ચેતન સ્વરૂપ આત્માને આપણે જાણવા ઇચ્છીએ છીએ તે કયાંય બહાર નથી. તે આપણી અંદર જ છે અને પોતાની અંદર જ આપણે તેને જાણી શકીએ છીએ. પોતાની અંદર અનુભવ કરવામાં આવનારી આ ચેતન સત્તા અથવા આત્માને જ જૈનધર્મમાં અંતરાત્મા કહેવામાં આવે છે. જયાં સુધી આપણું ધ્યાન આત્માથી ભિન્ન બાહ્ય પદાર્થોમાં અટકી રહ્યું છે અને આપણે બાહ્ય વસ્તુઓમાં આસકત રહીએ છીએ ત્યાં સુધી આપણને અંતરાત્માનું જ્ઞાન અથવા અનુભવ થઈ શકતો નથી. અંતરાત્માનો અનુભવ પ્રાપ્ત કરવા માટે આપણે પોતાની ઇન્દ્રિયોને બહાર જતી રોકીને પોતાના ધ્યાનને અંદર એકાગ્ર કરવું આવશ્યક છે. ત્યારે જ આપણને પોતાના અંતરમાં પોતાના આત્માનો પ્રકાશ દેખાઈ શકે છે. અન્ય કોઈ પણ ઉપાયથી અંતરાત્માનું જ્ઞાન સંભવ નથી.
એ સમજાવતાં કે અંતરાત્મા કોને કહેવાય છે, પંડિત હીરાલાલ જૈન કહે છેઃ
જેની દષ્ટિ બાહ્ય પદાર્થોથી હટીને પોતાના આત્મા તરફ રહે છે, જેને સ્વ-પરનો (પોતાનો અને પોતાનાથી ભિન્ન બીજાઓનો) વિવેક
Page #327
--------------------------------------------------------------------------
________________
326
જૈન ધર્મઃ સાર સંદેશ
થઈ જાય છે, જે લૌકિક કાર્યોમાં અનાસક્ત અને આત્મિક કાર્યોમાં સાવધાન રહે છે, તેને અંતરાત્મા અથવા સમ્યગ્દષ્ટિ કહે છે.
અંતરાત્માનું જ્ઞાન કોઈ બાહ્ય ઇન્દ્રિય દ્વારા થઈ શકતું નથી, કારણ કે ઇન્દ્રિયો કેવળ બાહય વિષયોનું જ જ્ઞાન આપી શકે છે. તેમની પહોંચ કયારેય અંતરમાં થઈ શકતી નથી. એટલા માટે અંતરાત્માનું જ્ઞાન કેવળ પોતાના અંતરમાં જ થઈ શકે છે. આ રીતે પ્રત્યેક જીવને ‘હું છું’નો અનુભવ થાય છે. આ પ્રમાણે પ્રત્યેક જીવને પોતાના આત્માના અસ્તિત્ત્વનો આભાસ થાય છે. પરંતુ તેને પોતાના યર્થાથ સ્વરૂપનો અનુભવ થતો નથી કે તે વાસ્તવમાં અવિનાશી, અનંત જ્ઞાનમય અને આનંદમય છે. એનો અનુભવ પ્રાપ્ત કરવા માટે પોતાના ધ્યાનને બાહ્ય વિષયોથી હટાવીને એકાગ્રતાની સાથે અંદરમાં લગાવવું આવશ્યક છે. એને જૈનધર્મામૃતમાં આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છેઃ
સંયમ્ય કરણગ્રામમેકાગ્રત્વેન ચેતસઃ | આત્માનમાત્મવાન્ ધ્યાયેદાત્મનૈવાત્મનિ સ્થિતમ્॥
ઇન્દ્રિય-સમુદાયનું નિયમન કરીને અને ચિત્તને એકાગ્ર કરીને આત્મા પોતાના જ દ્વારા પોતાનામાં અવસ્થિત (વિદ્યમાન) થઈને પોતાના સ્વરૂપનું ધ્યાન કરે.
ભાવાર્થ- આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે બાહ્ય કોઈપણ વસ્તુને ગ્રહણ કરવાની આવશ્યકતા નથી, પરંતુ તેમના ત્યાગની જ આવશ્યકતા છે. જયારે આ આત્મા ચારેય તરફથી પોતાની પ્રવૃત્તિ હટાવીને, ઇન્દ્રિયોના વિષય અને મનની ચંચળતાને પણ રોકીને પોતાની જાતમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે, ત્યારે જ તેને આત્મ- સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.12
આત્માનું સ્વરૂપ અનંત જ્ઞાનમય અને પરમ પ્રકાશમય છે. એટલા માટે જ્યારે સાધક બાહ્ય વિષયોની તરફ દોડનારી પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને એકાગ્રભાવથી પોતાના ધ્યાનને પોતાની અંદર લઈ જાય છે, ત્યારે તેને
Page #328
--------------------------------------------------------------------------
________________
327
આત્માથી પરમાત્મા અતંરાત્માના પ્રકાશ અથવા આંતરિક જ્યોતિનાં દર્શન થાય છે. એનો ઉલ્લેખ જેનધમશ્રિતમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છે.
આ જડ પાર્થિવ દેહમાં આત્મ-બુદ્ધિનું હોવું જ સંસારના દુઃખનું મૂળ કારણ છે. તેથી આ મિથ્યા બુદ્ધિને છોડીને અને બાહ્ય વિષયોમાં દોડતી ઈન્દ્રિયોની પ્રવૃત્તિને રોકીને અંતરંગમાં પ્રવેશ કરેઅર્થાત્ જ્ઞાન-દર્શનાત્મક અંતજર્યોતિમાં આત્મ-બુદ્ધિ કરે, તેને પોતાનો આત્મા માને.
જે આ ઈન્દ્રિયોનું વિષયાત્મક રૂપ છે, તે મારા આત્મસ્વરૂપથી વિલક્ષણ છે – ભિન્ન છે. મારું રૂપ તો આનંદથી ભરેલું અંતજર્યોતિમય છે. અતઃ આ શરીરને, ઈન્દ્રિયોને અને તેમના વિષયોને આત્મસ્વરૂપથી સર્વથા ભિન્ન જાણે.
શરીરાદિને આત્મા સમજવાને કારણે જીવ જે અજ્ઞાનના ઘોર અંધકારમાં પડી આ સંસારમાં ભટકી રહ્યો છે તે અંધકારનો વિનાશ કેવળ આ આંતરિક જ્ઞાન દ્વારા જ થઈ શકે છે. આ જ્ઞાનનો પ્રકાશ ત્રીજા નેત્રના ખૂલતાં જ પ્રાપ્ત થાય છે. જેના કૃિતમાં એને આ ઉપમાઓ દ્વારા સમજાવવામાં આવ્યું છેઃ
જે મિથ્યાજ્ઞાનરૂપ ઉત્કટ (ઘોર) અંધકાર ચંદ્રને અગમ્ય છે (અર્થાત્
જ્યાં ચંદ્રમાનો પ્રકાશ પહોંચી નથી શકતો) અને સૂર્યથી પણ દુર્ભેધક છે, (અર્થાત્ જ્યાં સૂર્યનાં કિરણો પણ પ્રવેશ કરી શકતાં નથી) તે સમ્યજ્ઞાનથી જ નષ્ટ કરવામાં આવે છે.
આ સંસારરૂપી ઉગ્ર (કઠિન) મરુસ્થળમાં દુઃખરૂપી અગ્નિથી સંતપ્ત (ખૂબ તપેલા) જીવોને આ સત્યાર્થ જ્ઞાન (આત્મરૂપી સત્ય પદાર્થનું જ્ઞાન) જ અમૃતરૂપી જળથી તૃપ્ત કરવા માટે સમર્થ છે, અર્થાત્ સંસારના દુઃખોને મિટાવનાર સમ્યજ્ઞાન જ છે.
જ્યાં સુધી જ્ઞાનરૂપી સૂર્યનો સાતિશય(પૂર્ણ પ્રકાશની સાથે) ઉદય થતો નથી, ત્યાં સુધી આ સમસ્ત જગત અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત રહે છે, પરંતુ જ્ઞાનના પ્રગટ થતાં જ અજ્ઞાનનો વિનાશ થઈ જાય છે.
Page #329
--------------------------------------------------------------------------
________________
328
જૈન ધર્મઃ સાર સંદેશ
ઇન્દ્રિયરૂપ મૃગોને બાંધવા માટે જ્ઞાન જ એક દઢ પાશ (ફુંદો) છે, કારણ કે જ્ઞાનના વિના ઇન્દ્રિયો વશમાં થતી નથી. તથા ચિત્તરૂપી સર્પનો નિગ્રહ (નિયંત્રણ) કરવા માટે જ્ઞાન જ એક-માત્ર ગારુડ મહામંત્ર છે, કારણ કે જ્ઞાનથી જ મન વશીભૂત થાય છે.
જ્ઞાન જ તો સંસારરૂપી શત્રુને નષ્ટ કરવા માટે તીક્ષ્ણ ખડગ (તલવાર) છે અને જ્ઞાન જ સમસ્ત તત્ત્વોને પ્રકાશિત કરવા માટે ત્રીજું નેત્ર છે.4
પોતાના અંતરમાં જ્ઞાનનો પ્રકાશ થઈ જતા જીવનો સંસાર પ્રતિ દૃષ્ટિકોણ બદલાઈ જાય છે, કારણ કે ત્યારે જીવ સાંસારિક વસ્તુઓની નશ્વરતા અને મિથ્યાત્વને યથાર્થરૂપમાં સમજવા લાગે છે. આ પ્રમાણે જીવ પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે જ અન્ય પદાર્થોનું પણ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. એટલા માટે આત્માને સ્વપરભાસી, અર્થાત્ પોતાને અને સાથે જ પોતાનાથી ભિન્ન પદાર્થોને પ્રકાશિત કરનારો કહેવામાં આવે છે. આ તથ્યને આચાર્ય કુન્ધુસાગરજીએ એક ઉપમાના સહારે આ પ્રમાણે સમજાવ્યું છેઃ
જે પ્રમાણે દીપક અન્ય પદાર્થોને પ્રકાશિત કરે છે અને પોતના સ્વરૂપને પણ પ્રકાશિત કરે છે, સળગતા દીપકને જોવા માટે કોઈ બીજા દીપકને જોવાની આવશ્યકતા હોતી નથી, એ જ સળગતો દીપક પોતાના સ્વરૂપને પણ પ્રકાશિત કરી દે છે, એ પ્રમાણે આ જ્ઞાનમય આત્મા પોતાના જ્ઞાનથી અન્ય પદાર્થોને પણ પ્રકાશિત કરે છે અને સ્વાનુભૂતિ દ્વારા પોતાના સ્વરૂપને પણ પ્રકાશિત કરે છે.15
અહીં દીપકની ઉપમા કેવળ આત્માના સ્વપરભાસી હોવાનો સંકેત આપવાને માટે આપી છે. વાસ્તવમાં આત્મા અલોકિક છે, જેની ઉપમા સંસારની કોઈપણ વસ્તુથી આપી જ શકાતી નથી. એને કેવળ નિજી અનુભવ દ્વારા જ જાણી શકાય છે. કાનજીસ્વામીએ સ્પષ્ટ રૂપમાં કહ્યું છેઃ
અલૌકિક ચીજ આત્મા છે, તેના સ્વભાવને અન્ય કોઈ બાહ્ય પદાર્થની ઉપમા આપી શકાતી નથી, પોતાના સ્વાભાવથી જ તે જાણી શકાય છે. એવા આત્માને જ્યારે સ્વાનુભવથી જાણે ત્યારે સમ્યગ્દર્શન થાય છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
329
આત્માથી પરમાત્મા
આત્માના આનંદ સ્વરૂપનો ઉલ્લેખ કરતાં પણ તેઓ આત્માની બાહ્ય પદાર્થોથી ભિન્નતા દેખાડે છે. તેઓ કહે છેઃ
આત્મા સ્વયં સુખધામ છે પછી વિષયોનું શું કામ છે? જેને આત્મામાંથી જ સુખનો અનુભવ થઈ રહ્યો છે તેને બાહ્ય વિષયોનું શું કામ છે? જ્યાં આત્માના સહજ સુખમાં લીનતા છે ત્યાં બાહ્ય પદાર્થની ઇચ્છા જ રહેતી નથી. સુખ તો આત્મામાંથી ઉત્પન્ન થાય છે, કોઈ બાહ્ય વસ્તુમાંથી આવતું નથી. બાહ્ય પદાર્થોનો ઉપભોગ કરવા કોણ ઇચ્છશે?- કે જે ઇચ્છાથી દુઃખી હશે, તે. જે સ્વયં આપમેળે સુખી હશે તે અન્ય પદાર્થની ઇચ્છા શામાટે કરશે? જે નિરોગી હોય તે દવાની ઇચ્છા શામાટે કરે?17
જૈનધર્મમાં ભેદ-વિજ્ઞાન દ્વારા પણ આત્માને અન્ય વસ્તુઓથી ભિન્ન બતાવ્યું છે અને તેના સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરવા પર જોર આપવામાં આવ્યું છે, જેમ કે, હુકમચંદ ભારિલ્લના નિમ્નલિખિત કથનથી સ્પષ્ટ છેઃ
પર (પારકા)થી ભિન્ન નિજાત્માને જાણવો જ ભેદ-વિજ્ઞાન છે. ભેદ–વિજ્ઞાન ‘સ્વ’ અને ‘પર’ની વચ્ચે કરવામાં આવે છે, અતઃ એને સ્વપર ભેદ વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. વસ્તુતઃ આ આત્મ-વિજ્ઞાન જ છે, કારણ કે એમાં પર થી ભિન્ન નિજાત્માને જાણવો જ મૂળ પ્રયોજન છે.
ભેદ વિજ્ઞાનમાં મૂળ વાત બન્નેને માત્ર જાણવાની અથવા એક સમાન જાણવાની નહીં, ભિન્ન-ભિન્ન જાણવાની છે. ભિન્ન-ભિન્ન જાણવાની પણ નહીં, પરથી ભિન્ન સ્વને જાણવાનું છે. પર ને છોડવા માટે જાણવાનું છે અને સ્વને પકડવા માટે પર ને માત્ર જાણવાનું છે અને સ્વને જાણીને તેમાં જામવાનું છે, રમવાનું છે.18
જયાં સુધી જીવને અંતરાત્માનો અનુભવ થતો નથી ત્યાં સુધી પારમાર્થિક દૃષ્ટિથી તે સૂતેલો રહે છે; અંતરાત્માના અનુભવ દ્વારા જ તે જાગૃત થાય છે. આ આત્માનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થઈ શકતું નથી અને ન વચન દ્વારા એનું વર્ણન કરી શકાય છે. અંતરાત્માનું જ્ઞાન કેવળ આંતરિક અનુભવ દ્વારા જ થાય
Page #331
--------------------------------------------------------------------------
________________
330
જૈન ધર્મ સાર સંદેશ છે અને આ જ્ઞાનના થતાં જ અન્ય પદાર્થોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલા માટે પારમાર્થિક દૃષ્ટિથી અંતરાત્માના જ્ઞાન વિના અન્ય બધાં જ્ઞાનને નિરર્થક કહેવામાં આવ્યાં છે. અનેક જૈન ગ્રંથોમાં આ વાતો તરફ આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે. ઉદાહરણ માટે, જેનામામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
જે શુદ્ધાત્મ- સ્વરૂપની પ્રાપ્તિ ન થવાથી હું અત્યાર સુધી મોહનિદ્રામાં સૂતો રહ્યો અને જે શુદ્ધાત્મ- સ્વરૂપની પ્રાપ્તિ થતાં હું જાગૃત થયો છું, અર્થાત્ યથાવત્ વસ્તુ સ્વરૂપને જાણવા લાગ્યો છું તે શુદ્ધાત્મ- સ્વરૂપ અતીન્દ્રિય છે અર્થાત્ ઈન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય (ગ્રહણ કરવા યોગ્ય) નથી અને અનિર્દેશ્ય છે અર્થાત્ વચનાદિને પણ અગોચર છે. તે તો માત્ર પોતાના દ્વારા પોતે જ અનુભવ કરવા યોગ્ય છે, તે જ રૂપ હું છું.”
આત્મજ્ઞાન વિના અન્ય પદાર્થોના જ્ઞાનને મિથ્યાજ્ઞાન અથવા અજ્ઞાન બતાવતાં શ્રાવણક પ્રતિકમણસારમાં કહેવામાં આવ્યું છે.
જે પોતાના આત્માના સ્વરૂપને જાણતાં જાણતાં અન્ય પદાર્થોના સ્વરૂપને જાણે છે તે જ સમ્યજ્ઞાન કહેવાય છે, જે જ્ઞાન પોતાના આત્માના સ્વરૂપને જાણતું નથી તે અન્ય પદાર્થોના સ્વરૂપને યથાર્થ રીતે જાણી શકતું નથી. આ જ કારણ છે કે આત્મજ્ઞાન વિના જેટલું જ્ઞાન છે તે બધું મિથ્યા-જ્ઞાન અથવા અજ્ઞાન કહેવાય છે.20
બધા ધાર્મિક પ્રયત્નોનું લક્ષ્ય પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ જ છે. એટલા માટે જે ધાર્મિક કાર્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સહાયક ન હોય, તેને નિરર્થક જ સમજવું જોઈએ. તે બતાવતાં કે પોતાના આત્માની અનુભૂતિ (અનુભવ) વિના બધા ધાર્મિક પ્રયત્નો નિરર્થક છે, હુકમચંદ ભારિલ્લ પોતાના પુસ્તક તીર્થકર હાવીર ઔર ઉનકા સર્વોદય તીર્થમાં કહે છે?
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે અનિવાર્ય શરત છે આત્માનુભૂતિનું પ્રાપ્ત થવું. આત્માનુભૂતિ વિના સમસ્ત પ્રયત્નો નિરર્થક છે.... અંતિમરૂપથી
Page #332
--------------------------------------------------------------------------
________________
331
આત્માથી પરમાત્મા
એટલું કહેવું છે કે એકમાત્ર પરમાર્થ સ્વરૂપ આત્માનો અનુભવ કરો, ... એકમાત્ર નિજ શુદ્ધાત્માનો અનુભવ કરવો જ સાર છે.
આત્માના આંતરિક અનુભવ દ્વારા જ્યારે અભ્યાસીને આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તે આત્માને નિત્ય અમર અને અવિનાશી તથા બધા બાહ્ય પદાર્થોથી ભિન્ન સમજીને તેમનાથી વીતરાગ અથવા અનાસક્ત થઈ જાય છે. જેનામામૃતના અનુસાર તેની વિચારધારા આ પ્રકારની થઈ જાય છેઃ
જ્ઞાન અને દર્શનથી સંપન્ન મારો આ આત્મા સદા એક અખંડ, ધ્રુવ (અડગ), અવિનાશી અને અમર છે. એના સિવાય જેટલા બાહ્ય પદાર્થ છે, તેઓ બધા મારાથી ભિન્ન છે અને નદી-નાવ સંયોગની સમાન કર્મ-સંયોગથી પ્રાપ્ત થયા છે. એટલા માટે મારે પર પદાર્થોમાં રાગદ્વેષને છોડીને એકમાત્ર પોતાની આત્મામાં જ અનુરાગ કરવો જોઈએ.
હું સદાકાળ એક છું (પરના સંયોગથી રહિત છું) નિર્મમ છું, (મમત્વ ભાવથી રહિત છું), શુદ્ધ છું, જ્ઞાની છું (સ્વ પરના ભેદ-વિજ્ઞાનરૂપ વિવેકજ્યોતિથી પ્રકાશમાન છું) અને યોગીન્દ્રગોચર છું (કવલ-શ્રુતકેવલી વગેરે મહાન યોગીઓના જ્ઞાનનો વિષય છું) કર્મ-સંયોગથી પ્રાપ્ત બાહય બધા પદાર્થો મારાથી સર્વથા ભિન્ન છે, તેઓ ત્રિકાળમાં પણ મારા થઈ શકતા નથી.22
સાંસારિક વિષયો પ્રતિ રાગ અથવા આસક્તિ હોવાને કારણે જ જીવ બંધનમાં પડે છે અને તેમનાથી વીતરાગ અથવા અનાસક્ત થઈ જતાં મુક્ત થઈ જાય છે. આ જ જૈન ધર્મનો મૂળ ઉપદેશ છે, જેમ કે જૈનધામૃતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
બધ્યતે મુચ્યતે જીવઃ સમમાં નિર્મમઃ ક્રમાત્ | તસ્માત્સર્વપ્રયત્નન નિર્મમત્વ વિચિન્તયેત્ |
સ્ત્રી-પુત્ર-ધનાદિમાં મમતા રાખનાર જીવ કર્મોથી બંધાય છે અને તેમનામાં મમતા ભાવ નહીં રાખનાર જીવ કર્મોથી છુટી જાય છે. એટલા માટે જ્ઞાનીજનો માટે જરૂરી છે કે તેઓ સર્વ પ્રકારના પ્રયત્નો દ્વારા નિર્મમત્વભાવનું ચિંતન કરે; અર્થાત્ પર પદાર્થોમાં મમતાનો ત્યાગ કરે.
Page #333
--------------------------------------------------------------------------
________________
332
જૈન ધર્મ સાર સંદેશ રાગી બજ્ઞાતિ કર્મારિ વીતરાગી વિમુગંતિ | જીવો જિનોપદેશોડયં સંક્ષેપા બન્ધમોક્ષયોઃ II રાગી જીવ કર્મોને બાંધે છે અને વીતરાગી કર્મોથી વિમુક્ત થાય છે. સંક્ષેપમાં જિનદેવે બંધ અને મોક્ષનો આટલો જ ઉપદેશ આપ્યો છે.23
વીતરાગતા અથવા અનાસક્તિના ભાવ દઢ કરવા માટે અભ્યાસીએ સાંસારિક વ્યક્તિઓ અને પદાર્થો પ્રતિ પોતાના મમત્વનો પૂરી રીતે ત્યાગ કરી દેવો બિલકુલ આવશ્યક છે. આ મમત્વથી છુટકારો પામવા માટે જેનામામૃતમાં અભ્યાસીને નિમ્નલિખિત વિચારધારાને અપનાવવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
કુટુંબ, ધન અને શરીરાદિના સંયોગથી જ દેહીઓને (શરીરધારી સંસારી પ્રાણીઓને) આ સંસારમાં સહસ્ત્રો દુઃખ ભોગવવા પડે છે. એટલા માટે હું મન-વચન-કાયાથી આ સર્વ પરપદાર્થોને છોડું છું અર્થાત્ તેમનામાં મમત્વભાવનો પરિત્યાગ કરું છું.
શરીરની બાળ-વૃદ્ધાદિ દશાઓના થવાથી તથા વ્યાધિ અને મૃત્યુના આવવાથી જ્ઞાની જીવ કેવો વિચાર કરે છે- જયારે હું અજર-અમર છું, ત્યારે મારું મૃત્યુ થઈ શકતું નથી, પછી તેનો ભય કેમ હોય? જ્યારે મુજ ચૈતન્યમૂર્તિને કોઈ વ્યાધિ થઈ શકતી નથી, ત્યારે તેની વ્યથા મને કેમ હોય? વાસ્તવમાં હું ન બાળ છું, ન વૃદ્ધ છું અને ન યુવાન છું. આ બધી અવસ્થાઓ તો પુદ્ગલ (જડ પરમાણુઓ)માં હોય છે. પછી આ અવસ્થાઓના પરિવર્તનથી મારે રજમાત્ર પણ દુઃખી થવું જોઈએ નહીં.
શારીરિક વિષય-ભોગોની તરફ દોડનારી મનોવૃત્તિ અથવા વિષયાભિલાષાને દૂર કરવા માટે અથવા રોકવા માટે જ્ઞાની જીવ વિચારે છે- મોહવશ મેં પાંચેય ઈન્દ્રિયોના વિષયભૂત રૂપ-રસ-ગંધસ્પર્ધાત્મક બધાં પુદ્ગલ જ્યારે વારંવાર ભોગવી-ભોગવીને છોડ્યાં છે, ત્યારે આજે ઉચ્છિષ્ટ (એઠું) ભોજનના તુલ્ય તે જ પુદ્ગલોમાં મુજ જ્ઞાનીની અભિલાષા કેવી?24
Page #334
--------------------------------------------------------------------------
________________
આત્માથી પરમાત્મા
333 જ્યારે સાધક પોતાના અંતરમાં ઉઠનારી રાગ-દ્વેષાદિ લહેરોને શાંત કરવામાં સફળ થાય છે ત્યારે તે અંતરાત્માનો અનુભવ કરી શકે છે. ત્યારે તેને સમત્વ-ભાવની પ્રાપ્તિ થઈ જાય છે અને તે બધાને સમદષ્ટિથી જોવા લાગે છે. આ અવસ્થાને જેનામામૃતમાં આ પ્રમાણે વ્યક્ત કરવામાં આવી છેઃ
જેનું મનરૂપી જળ રાગ-દ્વેષ-કામ-ક્રોધ-માન-માયા લોભાદિક તરંગોથી ચંચળ થતું નથી તે જ પુરુષ આત્માના યથાર્થ સ્વરૂપને જુએ છે અર્થાત્ અનુભવ કરે છે. તે આત્મતત્ત્વને ઈતર (બીજો) જન અર્થાત્ રાગ-દ્વેષાદિ કલ્લોલો (લહેરો)થી આકુલિત (વ્યાકુળ) ચિત્તવાળો મનુષ્ય જોઈ શકતો નથી.
જેને આત્મ-દર્શન થઈ જાય છે, તે અંતરાત્મા શત્રુ અને મિત્ર પર સમ-ભાવી થઈ જાય છે, તેના માટે માન અને અપમાન સમાન બની જાય છે, તે સાંસારિક વસ્તુઓના લાભ અથવા અલાભમાં સમાન રહેવા લાગે છે અને લોષ્ઠ-કાંચન (માટીનો ઢગલા અને સોનું) ને સમ-દષ્ટિથી જોવા લાગે છે.25
પોતાના અંતરાત્માનું જ્ઞાન થવાથી જ પરમાત્માનું જ્ઞાન થાય છે. એટલા માટે પરમાત્માનું જ્ઞાન કરતાં પહેલા પોતાના અંતરાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું આવશ્યક છે. એને સ્પષ્ટ કરતાં શુભચંદ્રાચાર્ય પોતાના 'જ્ઞાનાર્ણવ ગ્રંથમાં કહે છેઃ
અજ્ઞાતસ્વસ્વરૂપેણ પરમાત્મા ન બુધ્યતે | આત્મવ પ્રાન્વિનિશ્ચયો વિજ્ઞાતું પુરુષ પરા
અર્થ-જેણે પોતાના આત્માનું સ્વરૂપ જાણ્યું નથી તે પરમ પુરુષ પરમાત્માને જાણી શકતો નથી. આ કારણે પરમ પુરુષ-પરમાત્માને જાણવાની ઇચ્છા રાખનાર પહેલાં પોતાના આત્માનો જ નિશ્ચય કરે.
એટલા માટે અંતરાત્મા પર વિચાર કર્યા પછી હવે આપણે પરમાત્માના સંબંધમાં વિચાર કરીશું.
Page #335
--------------------------------------------------------------------------
________________
334
જૈન ધર્મ સાર સંદેશ
પરમાત્મા
બધાં જીવ પરમાત્મા બનવા ચાહે છે, બધા ની આંતરિક પ્રવૃત્તિ પરમાત્મા બનવાની છે; કારણ કે બધા પરમાત્માનાં જ અવ્યક્ત અથવા અપ્રગટ રૂપ છે, અથવા એમ કહીએ કે બધામાં પરમાત્મા અવ્યકત રૂપથી વર્તમાન (હાજર) છે.”
જીવના પરમાત્મરૂપ પ્રાપ્ત કરી લેવાને જ મોક્ષ કહેવામાં આવે છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હોવાને કારણે અજ્ઞાની જીવ પોતાનાથી ભિન્ન બાહ્ય વસ્તુઓ અથવા વ્યક્તિઓ (ધન-સંપતિ, કુટુંબ-પરિવાર વગેરે)ને પોતાના સમજીને તેમનામાં સુખ શોધવાની કોશિશ કરે છે. પરંતુ આ બધાં મિથ્યા અને નશ્વર છે. તેમનાથી સાચું સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. સાચું સુખ પરમાત્મપદ, મોક્ષ અથવા નિર્વાણની પ્રાપ્તિ કરવાથી જ મળે છે. જેનામામૃતમાં આ પરમ કલ્યાણરૂપ સુખનું સ્વરૂપ આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે.
જન્મજરામયમરણેઃ શોકેદ્ર પૈભવૈશ્ચ પરિમુક્તમ્ નિર્વાણ શુદ્ધસુખ નિઃ શ્રેયસમિષ્યતે નિત્યમ્ |
તે નિવાર્ણ, જન્મ-જરા-મરણ, રોગ-શોક, દુઃખ અને ભયથી પરિમુક્ત (સંપૂર્ણ મુક્ત) છે, ત્યાં આત્માનું શુદ્ધ સુખ છે અને તે નિત્ય પરમ કલ્યાણરૂપ કહેવામાં આવ્યું છે.28 - જ્યારે જીવ બધાં કર્મોથી મુક્ત થઈને અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રણેય શરીરોથી છુટકારો પામીને પૂરી રીતે શુદ્ધ થઈ જાય છે, ત્યારે એ પરમાત્મા બની જાય છે. તેને જ જેનધર્મમાં જિન, ઈશ્વર, પરમાત્મા વગેરે નામોથી પોકારવામાં આવે છે, જેમ કે જેને ધમકૃતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
નિર્મલ કેવલઃ શુદ્ધો વિવિક્તઃ પ્રભુરક્ષયા પરમેષ્ઠી પરાત્મતિ પરમાત્મશ્વરો જિનઃ ||
જે નિર્મલ છે (કર્મમલથી રહિત છે), કેવલ છે (શરીરાદિના સંબંધથી વિમુક્ત છે), શુદ્ધ છે, વિવિક્ત છે (શરીરરૂપનો કર્મ (જે
Page #336
--------------------------------------------------------------------------
________________
આત્માથી પરમાત્મા
335 કર્મનિર્મિત છે) થી વિમુક્ત છે) અક્ષય છે ( અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યરૂપ અનંતચતુષ્ટયને ધારણ કરવાથી ક્ષય-રહિત છે), પરમેષ્ઠી છે (ઇન્દ્રાદિપૂજિત પરમપદમાં વિદ્યમાન છે), પરમાત્મા છે (સર્વ સંસારી જીવોથી ઉત્કૃષ્ટ છે), ઇશ્વર છે (અન્ય જીવોમાં જોવા ન આવનાર એવા અનંત જ્ઞાનાદિરૂપ ઐશ્વર્યથી યુકત છે) અને જિન છે (સર્વ કર્મોના ઉન્મેલન (જડમૂળથી ઉખેડવું તે) કરનાર વિજેતા છે) તેને પરમાત્મા કહે છે.”
જે જીવ પહેલાં બહિરાત્મા હતો, તે જ જ્યારે વિષય-વિકારોથી પોતાના ધ્યાનને હટાવીને અને તેને પોતાની અંદર લાવીને તેને આંતરિક પ્રકાશથી જોડે છે, ત્યારે તે અંતરાત્મા બની જાય છે. પછી તે જ જીવ જ્યારે આંતરિક ધ્યાન અથવા સમાધિની સૌથી ઊંચી અવસ્થામાં પહોંચી જાય છે, ત્યારે તે પરમાત્મા બની જાય છે. એને જેનામામૃતમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છેઃ
જે આ ઉત્તમ અંતરાત્માની સર્વોચ્ચ દશામાં પહોંચીને પોતાના સર્વ આંતરિક વિકારોનો અભાવ કરીને પરમ કેવલ્યને પ્રાપ્ત કરી લે છે, તેને પરમાત્મા, કેવલી, જિન, અરહન્ત, સ્વયજૂ... વગેરે નામોથી પોકારે છે.30
પરમાત્માના ગુણોનું ન યથાર્થરૂપે વર્ણન કરી શકાય છે અને ન કોઈ સંસારી પદાર્થ સાથે તેની ઉપમા જ આપી શકાય છે. તો પણ જીવોની બૌદ્ધિક ક્ષમતા અનુસાર તેમને સમજાવવા માટે શુભચંદ્રાચાર્યએ પોતાના જ્ઞાનાર્ણવ ગ્રંથમાં પરમાત્માના સ્વરૂપના સંબંધમાં આ પ્રમાણે કહ્યું છે.
નિર્લેપો નિષ્કલઃ શુદ્ધો નિષ્પન્નોડત્યન્તનિવૃતઃ | નિર્વિકલ્પ શુદ્ધાત્મા પરમાત્મતિ વર્ણિતઃ |
જે નિર્લેપ છે, અર્થાત્ જેમાં કર્મોનો લેપ નથી, જે નિષ્કલ (શરીર રહિત) છે, શુદ્ધ છે, અર્થાત્ જેમાં રાગ, દ્વેષ વગેરે વિકાર નથી, જે નિષ્પન્ન છે, અર્થાત્ પૂર્ણરૂપ છે (જેને કંઈ કરવાનું શેષ નથી),
Page #337
--------------------------------------------------------------------------
________________
336
જૈન ધર્મઃ સાર સંદેશ
જે અત્યંત નિવૃત છે, અર્થાત્ બધાથી સર્વથા મુક્ત સુખરૂપ છે અને જે નિર્વિકલ્પ છે, અર્થાત્, જેમાં ભેદ નથી, એવા શુદ્ધાત્માને પરમાત્મા કહેવામાં આવ્યા છે.31
તેઓ ફરી કહે છેઃ
સિદ્ધ (પૂર્ણ) ભગવાન શરીરરહિત, ઇન્દ્રિયરહિત, મનના વિકલ્પોથી રહિત નિરંજન છે( જેમને મેલ લાગતો નથી), તેઓ અનંત વીર્ય (શક્તિ) અને અખંડ આનંદથી યુક્ત આનંદરૂપ છે.
તેઓ પરમેષ્ઠી (પરમપદમાં વિરાજમાન), પરમ પ્રકાશમય, પરિપૂર્ણ અને સનાતન (સદા બનેલા રહેનાર) છે.
પૂર્ણતઃ તૃપ્ત (તૃષ્ણાથી બિલકુલ રહિત) પરમાત્મા ત્રણેય લોકના શિખર પર સદા વિરાજમાન છે. આ સંસારમાં કોઈપણ એવો સુખદાયક પદાર્થ નથી જેના સુખથી પરમાત્માના સુખની ઉપમા આપી શકાય. તેમનું સુખ અનુપમ છે.
પરમાત્માનો મહિમા અને તેમના અનંત જ્ઞાનનો વૈભવ વચનોથી કહેવા યોગ્ય નથી. તેમના ગુણોનો સમૂહ કેવળ સર્વજ્ઞ પુરુષના જ્ઞાન (અનુભવ)નો વિષય છે.32
આદિપુરાણમાં સર્વજ્ઞતા અથવા કેવલજ્ઞાનના આધારે પરમાત્માના અનેક ઉત્તમ ગુણો તથા પરમાત્માથી પ્રગટ થનારો દિવ્યધ્વનિની પ્રશંસા કરતાં તેમની સ્તુતિ આ શબ્દોમાં કરવામાં આવી છેઃ
હે ભગવન્, આ દેદીપ્યમાન કેવલજ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થવાથી એ સ્પષ્ટ પ્રગટ થઈ ગયું છે કે આપ જ ધાતા અર્થાત્ મોક્ષમાર્ગની સૃષ્ટિ (સર્જન) કરનારા છો અને આપ જ ત્રણેય લોકના સ્વામી છો. એના સિવાય આપ જન્મજરારૂપી રોગોનો અંત કરનારા છો, ગુણોના ખજાના છો અને લોકમાં બધાંથી શ્રેષ્ઠ છો. એટલા માટે હે દેવ, આપને અમે લોકો વારંવાર નમસ્કાર કરીએ છીએ. હે નાથ, આ સંસારમાં આપ જ મિત્ર છો, આપ જ ગુરુ છો, આપ જ સ્વામી છો,
Page #338
--------------------------------------------------------------------------
________________
આત્માથી પરમાત્મા
આપ જ સ્રષ્ટા (સર્જનહાર) છો અને આપ જ જગતના પિતામહ છો. આપનું ધ્યાન કરનારો જીવ અવશ્ય જ મૃત્યુરહિત સુખ અર્થાત્ મોક્ષસુખને પ્રાપ્ત થાય છે.
આપની આ દિવ્યધ્વનિ, જ્ઞાનીજનોને શીઘ્ર જ તત્ત્વોનું જ્ઞાન કરાવી દે છે. હે ભગવન, આપનું વાણીરૂપી આ પવિત્ર પુણ્ય જળ અમારા લોકોના મનના સમસ્ત મેલને ધોઈ રહ્યું છે, વાસ્તવમાં આ જ તીર્થ છે અને આ જ આપના દ્વારા કહેવાયેલું ધર્મરૂપી તીર્થ ભવ્યજનથી ને સંસારરૂપી સમુદ્રથી પાર થવાનો માર્ગ છે. હે ભગવન્, મુનિ લોકો આપને જ પુરાણ પુરુષ અર્થાત્ શ્રેષ્ઠ પુરુષ માને છે, આપને જ ઋષિઓના ઇશ્વર અને અક્ષય ઋદ્ધિને ધારણ કરનારા અચ્યુત અર્થાત્ અવિનાશી કહે છે તથા આપને જ અચિન્ત્ય યોગને ધારણ કરનાર અને સમસ્ત જગતના ઉપાસના કરવા યોગ્ય યોગીશ્વર અર્થાત્ મુનિઓના અધિપતિ કહે છે.
હે ભગવન, આપ ત્રણેય લોકોના એક પિતામહ છો. એટલા માટે આપને નમસ્કાર છે, આપ પરમ નિવૃત્ત અર્થાત્ મોક્ષ અથવા સુખના કારણ છો. એટલા માટે આપને નમસ્કાર છે. આપ ગુરુઓના પણ ગુરુ છો તથા ગુણોના સમૂહથી પણ ગુરુ અર્થાત્ શ્રેષ્ઠ છો એટલા માટે પણ આપને નમસ્કાર છે, એના સિવાય આપે સમસ્ત ત્રણેય લોકોને જાણી લીધા છે એટલા માટે પણ આપને નમસ્કાર છે. હે જિનેન્દ્ર, આપની સ્તુતિ કરીને અમે લોકો આપનું વારંવાર સ્મરણ કરીએ છીએ અને હાથ જોડીને આપને નમસ્કાર કરીએ છીએ.33
337
આદિપુરાણના ઉક્ત કથનથી એ સ્પષ્ટ થઈ જાય છે કે પરમાત્માનું ધ્યાન કરનાર સાધક (અભ્યાસી) જ મોક્ષસુખની પ્રાપ્તિ કરે છે. આ અભ્યાસી પરમાત્માના દિવ્યધ્વનિના સહારે જ ધ્યાનમગ્ન થઈને પરમાત્માનું જ્ઞાન (અનુભવ) પ્રાપ્ત કરે છે. એટલા માટે આપણે એકમાત્ર આ પરમાત્માનું જ ચિંતન અને ધ્યાન કરવું જોઈએ. આ પરમાત્માને જ બધા ગુરુઓના ગુરુ કહેવામાં આવે છે, કારણ કે સંસારમાં આવનારા બધા સાચા ગુરુ વાસ્તવમાં તે નિરાકાર પરમાત્માનું જ સાકારરૂપ હોય છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
338
જૈન ધર્મ સાર સંદેશ શુભચંદ્રાચાર્ય એ પણ જ્ઞાનાવમાં આ તથ્યોની પુષ્ટિ (સમર્થન) ઘણી જ સ્પષ્ટતાની સાથે કરી છે. પરમાત્માનું સ્વરૂપ તેમના ધ્યાનની મહત્તા અને તેનાથી પ્રાપ્ત પરમાત્માના જ્ઞાનની સર્વશ્રેષ્ઠતા બતાવતાં તેઓ કહે છેઃ
જેના ધ્યાનમાત્રથી જીવોના સંસારમાં જન્મ લેવાથી ઉત્પન્ન (રાગદ્વેષ વગેરે) રોગ નષ્ટ થઈ જાય છે, અન્ય કોઈ પ્રકારથી નષ્ટ થતા નથી, તે જ ત્રિભુવનનાથ અવિનાશી પરમાત્મા છે.
એમાં સંદેહ નથી કે જેને જાણ્યા વિના અન્ય બધા પદાર્થોને જાણવા પણ નિરર્થક છે અને જેનું સ્વરૂપ જાણવાથી સમસ્ત વિશ્વ જાણી શકાય છે, તે જ પરમાત્મા છે.
જે પરમાત્માના જ્ઞાન વિના આ પ્રાણી નિશ્ચિતરૂપથી સંસારરૂપી ગહન વનમાં ભટકતું રહે છે, તથા જે પરમાત્માને જાણવાથી જીવ તત્કાળ ઈન્દ્રથી પણ અધિક મહત્તાને પ્રાપ્ત થઈ જાય છે, તેને જ સાક્ષાત્ પરમાત્મા જાણવા. તે જ સમસ્ત લોકને આનંદ આપનારાં નિવાસસ્થાન છે, તે જ પરમ જ્યોતિ (પરમ પ્રકાશમય જ્ઞાનરૂપ) છે, અને તે જ ત્રાતા (રક્ષક) છે. પરમ પુરુષ છે, અચિજ્યચરિત છે, અર્થાત્ જેનું ચરિત્ર કોઈના ચિંતવનમાં આવતું નથી.
જે પરમાત્માના સ્વરૂપને જાણ્યા વિના આત્મતત્ત્વમાં સ્થિતિ (સ્થિરતા) થતી નથી, અને જેને જાણીને મુનિઓએ તેના જ એશ્વર્યનો સાક્ષાત્ અનુભવ પ્રાપ્ત કર્યો છે, તે જ પરમાત્મા મુક્તિની ઇચ્છા કરનારા મુનિજનો દ્વારા નિયમ-પૂર્વક ધ્યાન કરવા યોગ્ય છે. એટલા માટે અન્ય બધાનું શરણ છોડીને તેમાં જ પોતાના અતંરાત્માને લગાવીને તેને જાણવો જોઈએ. જે વચન દ્વારા કહી શકાતો નથી, ઈન્દ્રિયો દ્વારા જાણી શકાતો નથી, જે અવ્યકત, અનંત, વચનથી પર, અજન્મા અને આવાગમનથી રહિત છે, તે પરમાત્માનું નિર્વિકલ્પ (અવિચલિત) થઈને ધ્યાન કરવું જોઈએ. જે પરમાત્માના જ્ઞાનના અનંતમા ભાગમાં, દ્રવ્ય પર્યાયોથી ભરેલું આ અલોક સહિત લોક સ્થિત છે, તે જ પરમાત્મા ત્રણ લોકના ગુરુ છે. 4
Page #340
--------------------------------------------------------------------------
________________
આત્માથી પરમાત્મા
339. જૈનધર્મની જ સમાન યોગદર્શનમાં પણ પરમાત્મા અથવા ઈશ્વરને બધા ગુના ગુરુ કહેવામાં આવ્યા છે. પંતજલિ રચિત યોગસૂત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
સઃ પૂર્વેષામપિ ગુરુ કાલેનાનવચ્છેદતાત્ 5
અર્થાત્ તે (ઈશ્વર) પૂર્વકાળમાં આવેલા બધા ગુના ગુરુ છે, કારણ કે તે કાળ (સમય) દ્વારા સીમિત નથી. ભાવ એ છે કે આ સંસારમાં આવનારા બધા સાચા ગુરુ, ભલે તે ભૂતકાળમાં, વર્તમાનકાળમાં અથવા ભવિષ્યકાળમાં આવ્યા, તેઓ બધા તત્ત્વતઃ પરમાત્માથી અભિન્ન હોય છે, કારણ કે તેઓ બધા તે અવ્યકત અથવા નિરાકાર પરમાત્માના જ વ્યક્તિ અથવા સાકાર રૂપ હોય છે. અંતર માત્ર એટલું જ છે કે કોઈપણ ગુરુ કોઈ નિશ્ચિત સમય માટે જ સંસારમાં આવે છે, જ્યારે અનાદિ અને અનંત પરમાત્મા સદા કાયમ રહેનાર છે; તે સમયની સીમાથી પર છે.
હવે એ બતાવતાં કે સ્મરણ (સુમિરન) અને ધ્યાન અથવા સમાધિના નિયમિત અભ્યાસ દ્વારા સાધકનો આત્મા પરમાત્માથી એકાકાર થઈ જાય છે, શુભચંદ્રાચાર્ય કહે છેઃ
આ પ્રમાણે નિરંતર સ્મરણ કરતાં કરતાં યોગી તે પરમાત્માના સ્વરૂપના અવલંબનથી યુક્ત થઈને તેના તન્મયત્વ (તેમાં લીન થવાની અવસ્થા)ને પ્રાપ્ત થાય છે.36
આત્મા કયા પ્રકારે પરમાત્મામાં લીન થઈને પરમાત્માથી પૂર્ણતઃ એકાકાર થઈ જાય છે, અથવા એમ કહો કે પરમાત્મા જ બની જાય છે – એને શુભચંદ્રાચાર્યએ આ શબ્દોમાં વ્યક્ત કર્યું છેઃ
તે ધ્યાન કરનાર સાધક અન્ય બધાનું શરણ છોડીને તે પરમાત્માસ્વરૂપમાં એવો લીન થાય છે કે, ધ્યાતા અને ધ્યાન - આ બન્નેના ભેદનો અભાવ થઈને ધ્યેય (પરમાત્મા)સ્વરૂપથી એકતાને પ્રાપ્ત થઈ જાય છે. આ લીનતાની અવસ્થામાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ના ભેદ મટી જાય છે.
જે ભાવમાં આત્મા અભિન્નતાથી પરમાત્મામાં લીન થાય છે, તે સમરસીભાવ આત્મા અને પરમાત્માનો સમાનતા (સમાન) સ્વરૂપભાવ છે,
Page #341
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મઃ સાર સંદેશ
તેથી તે પરમાત્મા અને આત્માને એક કરનાર સ્વરૂપ કહેવામાં આવ્યું છે. (ભાવાર્થ, આત્મા અને પરમાત્માના આ એકત્વ ભાવમાં દ્વૈત ભાવ દૂર થઈ જાય છે; આત્મા પરમાત્મા બની જાય છે.)
340
જ્યારે આત્મા પરમાત્માના ધ્યાનમાં લીન થાય છે ત્યારે તે એકીકરણની અવસ્થા કહેવામાં આવે છે. એ એકીકરણ(અખંડતા) અનન્યશરણ છે, પરમાત્મા સિવાય અન્ય આશ્રય નથી. ત્યારે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં હોય છે અને તત્સ્વરૂપતાથી તે પરમાત્મા જ હોય છે. આ પ્રમાણે પરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્મા થઈ જાય છે.37
જૈનધર્મ અનુસાર બહિરાત્માને પરમાત્મા બનાવવો જ પરમાર્થી સાધનાનું લક્ષ્ય છે. જે આત્મા પહેલાં શરીરાદિ બાહ્ય પદાર્થોમાં અપનત્વ-ભાવ (પોતાપણાનો ભાવ) રાખવાના કારણે બહિરાત્મા બનેલો રહે છે, તેને બાહ્ય વિષયોથી હટાવીને આત્મિક ધ્યાનમાં લગાવવામાં આવે છે. આ અંતર્મુખી સાધનાથી તે અંતરાત્મા બની જાય છે. પછી અંતરાત્મા પરમાત્માના ધ્યાનમાં લીન થવાના અભ્યાસ દ્વારા પરમાત્મા બની જાય છે. એટલા માટે જૈન ગ્રંથોમાં વારંવાર બહિરાત્મ-ભાવને છોડીને અંતરાત્મ-ભાવમાં દૃઢતાથી સ્થિત થઈ અને પછી અંતરાત્માને પરમાત્માના ધ્યાનમાં લીન કરીને તેને પરમાત્મા બનાવવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ઉદાહરણ માટે જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
ત્યકત્વેવં બહિરાત્માનમન્તરાત્મવ્યવસ્થિતઃ । ભાવયેત્ પરમાત્માનં સર્વસંકલ્પવર્જિતમ્ ।।
આ પ્રમાણે આત્માના ત્રણેય ભેદોને જાણીને બહિરાત્માપણાને છોડવું જોઈએ અને પોતાના અંતરાત્મામાં અવસ્થિત થઈને સર્વસંકલ્પ-વિકલ્પોથી રહિત પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ.38
હઢાલામાં પણ આ વાતની પુષ્ટિ આ શબ્દોમાં કરવામાં આવી છે.
બહિરાતમતા હેય જાનિ જિ, અન્તર આતમ હૂજે; પરમાતમ કો ધ્યાય નિરન્તર જો નિત આનન્દ પૂજે 119
Page #342
--------------------------------------------------------------------------
________________
આત્માથી પરમાત્મા
341 અર્થાત્ બહિરાત્મપણાને છોડવા યોગ્ય (હેય, ત્યાજય)સમજીને તેને છોડીને અંતરાત્મા થઈ જવું જોઈએ અને સદા પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ, જેના દ્વારા નિત્ય (અવિનાશી) આનંદની પ્રાપ્તિ થાય છે.
અહીં એ સમસ્યા ઉભી થાય છે કે જે પરમાત્માને આપણે ક્યારેય પણ જોયા નથી, જે ઈન્દ્રિય, બુદ્ધિ અને વચનથી પર છે, તેમનું ધ્યાન આપણે કેવી રીતે કરી શકીએ. ધ્યાન કરવા માટે સાધને શરૂ શરૂમાં કોઈને કોઈ મૂર્તિમાન અથવા સાકાર સ્વરૂપનો આધાર લેવો આવશ્યક હોય છે.
અહીં આ સમસ્યાના સમાધાન માટે આપણે જૈન ધર્મમાં બતાવવામાં આવેલા પરમાત્માના બે ભેદો પર ધ્યાન આપવું જોઈએ. જૈન ધર્મ અનુસાર પરમાત્માના બે ભેદ આ પ્રમાણે છેઃ () સકળ (શરીર સહિત) અથવા સાકાર અને (2) નિષ્કળ (શરીર રહિત) અથવા નિરાકાર. સ્વયં જીવન મુક્ત થઈને જે મહાત્મા અન્ય સંસારી મનુષ્યોને પોતાના ઉપદેશ દ્વારા કલ્યાણનો માર્ગ દેખાડે છે તેમને સકળ અથવા સાકાર પરમાત્મા કહેવામાં આવે છે અને જે શરીરથી મુક્ત થઈને અવિનાશી પરમધામના સ્વામી બની ચૂકયા છે, તેમને નિષ્કળ અથવા નિરાકાર પરમાત્મા છે છે. આ બન્નેમાં તત્ત્વતઃ કોઈ ભેદ નથી. બન્ને જ એક સમાન સર્વજ્ઞ અને સર્વદ્રષ્ટા હોય છે. એટલા માટે સાધક પોતાના ઉપદેશદાતા પરમેષ્ઠી અથવા સાચા જીવનમુક્ત મહાત્માનું ધ્યાન કરતાં કરતાં આ ધ્યાનના સહારે નિરાકાર પરમાત્માના ધ્યાનમાં લીન થઈ જાય છે. આ પ્રમાણે જૈન ધર્મમાં ઉક્ત સમસ્યાનું આસાનીથી સમાધાન થઈ જાય છે.
સકળ (સાકાર) અને નિષ્કળ (નિરાકાર) નામના પરમાત્માના બન્ને ભેદોને બતાવતાં જેનામામૃતમાં કહેવામાં આવ્યું છેઃ જિનાગમ (જૈન ધર્મગ્રંથો)માં પરમાત્માના બે ભેદ કહેવામાં આવ્યા છે – એક સફળ પરમાત્મા અને બીજા નિકળી પરમાત્મા.
સ-શરીર હોવા છતાં પણ જે જીવનમુક્ત છે અને કેવલ્ય અવસ્થાને પ્રાપ્ત કરીને સર્વજ્ઞ-સર્વદર્શી બની ગયા છે, એવા અરહન્ત પરમેષ્ઠીને સકળ પરમાત્મા કહે છે. તથા જેમણે સર્વ-કર્મ બંધનોથી છુટીને અવિનાશી પરમધામ પ્રાપ્ત કરી લીધું છે, એવા અનંત ગુણોના
Page #343
--------------------------------------------------------------------------
________________
342
જૈન ધર્મઃ સાર સંદેશ
સ્વામી સિદ્ધપરમેષ્ઠીને નિષ્ફળ પરમાત્મા કહે છે. સકળ પરમાત્માને સાકાર અથવા સગુણ પરમાત્મા અને નિષ્ફળ પરમાત્માને નિરાકાર અથવા નિર્ગુણ પરમાત્માના નામથી સંબોધિત કરવામાં આવે છે.40 જ્ઞાનાર્ણવમાં પણ આ જ બન્ને ભેદોનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છેઃ સાકાર નિર્ગતાકાર
અર્થ- પરમાત્મા કેવા છે, તેનું સ્વરૂપ કહે છેઃ પ્રથમ તો સાકાર છે (આકાર સહિત છે અર્થાત્ શરીરાકાર મૂર્તીક છે) તથા નિર્ગતાકાર (આકાર વગર) કહો નિરાકાર પણ છે.
આ જ બન્ને ભેદોને બતાવતાં હઢાલામાં કહેવામાં આવ્યું છે કે પરમાત્મા પોતાની બન્ને જ અવસ્થાઓમાં એક સમાન બધાને જાણનાર અને જોનાર છેઃ
પરમાત્માના બે પ્રકાર છે- સકળ(સાકાર) અને નિકળ (નિરાકાર) (।) શ્રી અરિહન્ત પરમાત્મા તેઓ સકળ (શરીર સહીત) પરમાત્મા છે, (2) સિદ્ધ પરમાત્મા નિકળ પરમાત્મા છે. તેઓ બન્ને સર્વજ્ઞ હોવાથી લોક અને અલોક સહિત સર્વ પદાર્થોનું ત્રિકાળવર્તી સંપૂર્ણ સ્વરૂપ એક સમયમાં યુગપત્ (એક સાથે) જાણનાર, જોનાર બધાના જ્ઞાતા-દ્રષ્ટા છે.42
આ પ્રમાણે સાકાર પરમાત્માના ધ્યાનના સહારે સાધક નિરાકાર પરમાત્માના ધ્યાનમાં લીન થઈને પરમાત્મા બની જાય છે.
પરમાત્માની પ્રાપ્તિ અથવા અવિનાશી મોક્ષસુખની પ્રાપ્તિ માટે ત્રણ વાતોની આવશ્યકતા હોય છેઃ (1) ગુરુથી દીક્ષા પ્રાપ્ત કરવી (2) તેના અનુસાર નિયમિતરૂપથી અભ્યાસ કરવો અને (3) એમના ફળસ્વરૂપે બાહ્ય પદાર્થોથી ભિન્ન આત્મસ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરવો.
પહેલાં કહેવામાં આવી ચૂક્યું છે કે ગુરુએ જીવન મુક્ત હોવું જોઈએ. જે સ્વયં મુક્ત નથી, તે બીજાને મુક્તિનો ઉપદેશ કેવી રીતે આપી શકે? જે સ્વયં મુક્તિના માર્ગથી પરિચિત નથી, તે બીજાંઓને મુક્તિનો માર્ગ કેવી રીતે બતાવી શકે છે?
Page #344
--------------------------------------------------------------------------
________________
આત્માથી પરમાત્મા
343
અભ્યાસ કરવા માટે અભ્યાસીએ એકાંત સ્થાનમાં બેસીને પોતાની ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી હટાવીને, ચિત્તને એકાગ્ર કરીને તથા આળસ, નિંદ્રા અને અસાવધાની (લાપરવાહી)ને દૂર કરીને પોતાના અંતરમાં ધ્યાન લગાવવું જોઈએ.
જન્મ-જન્માંતર થી જે ધ્યાન બાહ્ય વિષયોમાં લાગેલું રહ્યું છે તેને ધીરેધીરે જ અંતરમાં લગાવી શકાય છે. એટલા માટે એમાં ઉતાવળ કરવી જોઈએ નહીં. જેમ-જેમ ધ્યાન અંતરમાં લાગવા લાગે છે, તેમ-તેમ આંતરિક આનંદ મળવા લાગે છે અને સાંસારિક વિષયોનું સુખ ફીકું લાગવા લાગે છે. ત્યારે આત્માનુભવ અથવા આત્મસાક્ષાત્કાર જ અભ્યાસીના જીવનનું લક્ષ્ય બની જાય છે. તે સંસારના લોભામણા વિષયોથી આકૃષ્ટ (આસકત) અથવા પ્રભાવિત થતો નથી. તે આ સંસારમાં અનાસક્ત ભાવથી વ્યવહાર કરે છે અને એકમાત્ર પરમાત્મભાવની પ્રાપ્તિની જ અભિલાષા રાખે છે. આ વાતોને જૈનધર્મામૃત માં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવી છે.
જે
· પુરુષ ગુરુના ઉપદેશથી, અભ્યાસથી અને સંવિતિ અર્થાત્ સ્વાનુભવથી સ્વ અને પરના અંતર-ભેદને જાણે છે તે જ પુરુષ નિરંતર મોક્ષસુખનો અનુભવ કરે છે.43
જૈન ધર્મ અનુસાર સાચા ગુરુ “જીન, શુદ્ધ, બુદ્ધ, નિરામય (રાગદ્વેષ વગેરે રોગોથી મુકત) સર્વજ્ઞ, સર્વદર્શી અને કેવલજ્ઞાનના ધારક અરહન્ન પરમેષ્ઠી કહેવાય છે.
તે અંરહન્ત અવસ્થામાં રહેતાં તેઓ સર્વદેશોમાં વિહાર કરીને અને ભવ્ય જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને અંતમાં ... સર્વ કર્મથી રહિત થઈને તેઓ અરહન્ત પરમેષ્ઠી નિર્વાણને પ્રાપ્ત થઈ જાય છે.’4
અભ્યાસ અને આત્મનુભવને જૈનધર્મામૃતમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યો છેઃ
ચિત્ત-વિક્ષેપ (વ્યગ્રતાથી) રહિત થઈને અને એકાંત સ્થાનમાં બેસીને આત્માના વીતરાગ શુદ્ધ સ્વરૂપની ભાવના કરવાને અભ્યાસ કહે છે.
જેના ચિત્તમાં રાગ-દ્વેષાદિરૂપ કોઈ પ્રકારનો વિક્ષેપ ન હોય, જે જન-સંપર્કથી રહિત એકાંત શાંત સ્થાન પર અવસ્થિત હોય અને
Page #345
--------------------------------------------------------------------------
________________
344
જૈન ધર્મ સાર સંદેશ હેય-ઉપાદેયરૂપ (છોડવા અને ગ્રહણ કરવા યોગ્ય) તત્ત્વ વિષયમાં જેની નિશ્ચલ બુદ્ધિ હોય, એવો યોગી સંયમી જિતેન્દ્રિય પુરુષ અભિયોગથી અર્થાત્ આળસ, નિદ્રા અને પ્રમાદ વગેરેને દૂર કરીને પોતાના આત્માના યથાર્થ સ્વરૂપની ભાવના (ધ્યાન) કરે.
જેણે આત્મભાવનાનો અભ્યાસ કરવાનો હમણાં આરંભ કર્યો છે, તે યોગીને પોતાના પુરાણા સંસ્કારોને કારણે બાહ્ય-વિષયોમાં સુખ માલૂમ થાય છે અને આત્મસ્વરૂપની ભાવનામાં દુઃખ પ્રતીત થાય છે. પરંતુ યથાવત્ આત્મસ્વરૂપને જાણીને તેની (દઢ) ભાવનાવાળા યોગીને બાહ્ય વિષયોમાં દુઃખની પ્રતીતિ થવા લાગે છે અને પોતાના આત્માના સ્વરૂપ ચિંતનમાં જ સુખની અનુભૂતિ થાય છે.
સંવિત્તિ અર્થાત્ આત્માનુભૂતિ અથવા સ્વાનુભવમાં જેમ-જેમ ઉત્તમ તત્ત્વ અર્થાત્ આત્માનું શુદ્ધ સ્વરૂપ સન્મુખ આવતું જાય છે, તેમ-તેમ જ સહજ સુલભ પણ ઇન્દ્રિયોના વિષય અરુચિકર લાગવા લાગે છે. અને જેમ-જેમ સહજ સુલભ પણ ઇન્દ્રિય-વિષય અરુચિકર લાગવા લાગે છે, તેમ-તેમ જ સ્વાનુભવમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ સામે આવતું જાય છે.
જેને સ્વાત્મ-સંવિત્તિ (પોતાના આત્માનો નિજી અનુભવ અથવા અનુભૂતિ) થઈ જાય છે, તેને આ સમસ્ત જગત્ ઈન્દ્રજાળ (માયાજાળ) સમાન દેખાવા લાગે છે, તે માત્ર સ્વાત્મ-સ્વરૂપના લાભની જ અભિલાષા કરે છે, અને કોઈ વસ્તુને પામવાની ઈચ્છા તેને રહેતી નથી. જો કદાચિત્ કોઈ પદાર્થમાં તેની પ્રવૃત્તિ થઈ જાય છે, તો તેને અત્યંત પશ્ચાત્તાપ થાય છે. મનુષ્યોની સાથે બેસીને મનોરંજન કરવામાં તેને કોઈ આનંદ આવતો નથી, એટલા માટે તે એકાંત વાસની ઇચ્છા કરે છે.45
મનુષ્ય ઘણું જ સંવેદનશીલ પ્રાણી છે. જે સારા અને બૂરા વ્યકિતઓ, પદાર્થો અને ગુણોનું તે સ્મરણ, ચિંતન અને ધ્યાન કરે છે, તેમના સમાન તે બની જાય છે. આ જ કારણ છે કે, જૈનધર્મમાં સ્મરણ અને ધ્યાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને સાધકોને આત્મતત્ત્વ અથવા પરમાત્મતત્ત્વનું
Page #346
--------------------------------------------------------------------------
________________
345
આત્માથી પરમાત્મા ચિંતન અને ધ્યાન કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. સદ્ગુરુ અથવા અરહન્ત દેવ પરમ પવિત્ર અને સદ્ગણોના ભંડાર હોય છે. એટલા માટે તેમના પ્રતિ કરવામાં આવેલી ભક્તિ આપમેળે ભક્તોના હૃદયના મેલને ધોઈને તેમને પવિત્ર કરી દે છે. આ પ્રમાણે જે ભક્ત સાકાર પરમાત્મારૂપ સાચા મહાત્મા અથવા અરહન્ત દેવના પ્રતિ ભક્તિ-ભાવ રાખીને દઢતાની સાથે અભ્યાસમાં લાગે છે તે પોતાની ભક્તિ-પૂર્ણ સાધના દ્વારા પરમાત્મા બની જાય છે.
નાથૂરામ ડોંગરીય જૈને આ વિષયને ઘણી જ સ્પષ્ટતાની સાથે સમજાવ્યો છે. એ સમજાવતાં કે કોઈના ગુણ-દોષોથી મનુષ્ય કેવી રીતે પ્રભાવિત થાય છે અને કેવી રીતે પરમાર્થનો રાહ બતાવનાર સદ્ગુરુ અથવા અરહન્ત દેવના પ્રતિ તેની ભક્તિ ઉમટી પડે છે, તેઓ કહે છેઃ
ગુણોનું ચિંતવન કરવાથી ગુણો અને દોષોના વિચાર કરવાથી દોષોની વૃદ્ધિ થવી સ્વાભાવિક નિયમ છે. પછી પરમાત્માના ગુણોનું, જે કે મોહાદિ આત્મશત્રુઓ પર વીરતાપૂર્વક વિજય પ્રાપ્ત કરીને આદર્શ બની ચૂકયા છે, ચિંતવન કરીને આપણે લોકો પણ, જે કે રાગ, દ્વેષ મોહાદિકના કારણે પોતાની વાસ્તવિકતાને ભૂલેલા છીએ અને દુર્ભાવનાઓ અને વાસનાઓની જંજીરમાં જકડાયેલા છીએ, જો આત્મશત્રુઓ પર વીરતાપૂર્વક વિજય પ્રાપ્ત કરવાની અલૌકિક કળાને શીખી લઈએ અને આત્મબોધ અને જાગૃતિને પ્રાપ્ત કરીને દુઃખ સાગરના વમળના ચક્કરથી નીકળવાનો ઉપાય જાણી લઈએ તો એમાં આશ્ચર્ય જ શું છે?
શ્રદ્ધાનો ભક્તિની સાથે અતૂટ સંબંધ છે. જે વ્યક્તિમાં ગુણ હોય છે, માનવીય વિવેક શ્રદ્ધાપૂર્વક તેના સ્વભાવથી ભક્ત બની જાય છે. પછી જેને આપણે પવિત્ર સમજતા હોઈએ અને પોતાના સન્માર્ગ પ્રદર્શકના રૂપમાં મહાન ઉપકારી પણ માનતા હોઈએ, અને તેના જેવા સુખી, પૂર્ણ અને નિર્દોષ બનવાની ઉત્કંઠા પણ આપણા અંતઃકરણમાં ઘર કરેલ હોય, તથા જે વિશ્વના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોકોમાં પણ આદર્શ અને સર્વશ્રેષ્ઠ વ્યકિત હોય, તેના પ્રતિ હૃદયમાં શ્રદ્ધા થઈ જતાં ભક્તિનો સ્ત્રોત ઉમટી પડવો એ તો ઘણું જ સ્વાભાવિક છે.
Page #347
--------------------------------------------------------------------------
________________
346
જૈન ધર્મ સાર સંદેશ તે ભકિત-સ્ત્રોત ઉમટી પડવાથી ... તેનાં ગુણગાન, નમસ્કાર અને પ્રાર્થના વગેરે કરીને તેના પ્રેમના દિવ્ય પ્રવાહમાં પ્રવાહિત થઈ જવું જરા પણ આશ્ચર્યજનક નથી... તેના પવિત્ર ગુણોની સ્મૃતિ આપણા મલિન હૃદયને દોષો અને પાપોથી રહિત કરીને પવિત્ર કરી દે છે. જે પ્રમાણે સૂર્યથી દૂર અને વીતરાગ રહેવા માં પણ હજારો માઈલ દૂર રહેનાર કમળ તેની પ્રભા માત્રથી પ્રફુલ્લિત થઈ જાય છે અને રાત્રિનો ભયાનક અંધકાર જોત-જોતામાં વિલીન થઈ જાય છે, તે જ પ્રમાણે ભવ્ય પુરુષોના ભકિતભાવથી પૂર્ણ હૃદય કમળ ભગવાનના દર્શન તો દૂર, નામ માત્રથી પ્રફુલ્લિત થઈ જાય છે. એનાથી તેમને એ સમયે જે અનુપમ આનંદ, અપૂર્વ શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે તે કથન નહીં, અનુભવ કરવાની ચીજ છે.46
આ પ્રમાણે સાચી ભક્તિ દ્વારા ભક્ત ભગવાન બની જાય છે. આત્મા પરમાત્મા બની જાય છે. એને જૈનધર્મામૃતમાં એક ઉપમા દ્વારા આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છેઃ
આ આત્મા પોતાનાથી ભિન્ન અઈન્ત, સિદ્ધરૂપ પરમાત્માની ઉપાસના (ભકિત) કરીને તેમના સમાન પરમાત્મા થઈ જાય છે. જેવી રીતે દીપકથી ભિન્ન વાટ પણ દીપકની ઉપાસના કરીને દીપકરૂપ થઈ જાય છે.?
અહીં આ વાતને સારી રીતે યાદ રાખવી આવશ્યક છે કે ભક્તની ભક્તિ સાચી અને ગહન હોવી જોઈએ, કેવળ ઉપરી અને બનાવટી નહીં. એને સ્પષ્ટ કરતાં નાથુરામ ડોંગરીય જેન કહે છેઃ
જે પ્રમાણે સમુદ્રના અતળ તળ (ગર્ભ) માં ભરેલા બહુમૂલ્ય રત્ન, ઉપર ડૂબકી લગાવનારા અથવા ઉતરાવનારા વ્યકિતઓના હાથ લાગતાં નથી, તે જ પ્રમાણે ભારપૂર્વક તન્મય થઈને ભગવદ્ ભકિતમાં મગ્ન થયા વિના અને વીતરાગતાનું અધ્યયન કર્યા વિના તે ચીજ (પરમાત્મ તત્ત્વોની પ્રાપ્તિ થઈ શકતી નથી.18
Page #348
--------------------------------------------------------------------------
________________
આત્માથી પરમાત્મા
અહીં એ સારી-રીતે યાદ રાખવું જોઈએ કે આત્માના પરમાત્મા બનવાનો અર્થ આત્માનો પોતાનાથી કોઈ ભિન્ન પદાર્થ બની જવાનો નથી, બલકે તેના પોતાના જ વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ કરી લેવાનો છે. જયાં સુધી આત્મા કર્મોથી ઉત્પન્ન સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરથી ઢંકાયેલો રહે છે ત્યાં સુધી તેનું વાસ્તવિક સ્વરૂપ છુપાયેલ રહે છે. પણ જ્યારે ધ્યાનના બળથી કર્મ નષ્ટ થઈ જાય છે અને ત્રણેય શરીરના પડદા હટી જાય છે ત્યારે પરમ પ્રકાશમય આત્માનું વાસ્તવિક સ્વરૂપ પોતાની-જાતે પ્રગટ થઈ જાય છે અને તે પરમાત્મા બની જાય છે. આ તથ્યને જ્ઞાનાર્ણવમાં આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છેઃ
આ આત્મા સ્વયં સાક્ષાત્ ગુણરૂપી રત્નોનો ભરેલો સમુદ્ર છે તથા
એ જ આત્મા સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, સર્વનાં હિતરૂપ છે, સમસ્ત પદાર્થોમાં વ્યાપ્ત છે, પરમેષ્ઠી (પરમપદમાં સ્થિત) છે અને નિરંજન છે, અર્થાત્ જેમાં કોઈ પ્રકારની કાલિમા નથી.
આ આત્મા સ્વયં તો જયોતિર્મય (પ્રકાશમય) છે, પણ આ ત્રણ પ્રકારના શરીરો(સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર)થી ઢંકાયેલો છે. જયાં સુધી એને પોતાની જાતનું જ્ઞાન થઈ જતું નથી ત્યાં સુધી ભલા આ બંધનથી કેવી રીતે છુટી શકે છે?
જ્યારે આ આત્મા વિશુદ્ધ ધ્યાનના બળથી કર્મરૂપી ઈંધણોને ભસ્મ કરી દે છે ત્યારે એ સ્વયં જ સાક્ષાત્ પરમાત્મા થઈ જાય છે, આ નિશ્ચય છે.
આ આત્માના ગુણોનો સમસ્ત સમૂહ ધ્યાનથી જ પ્રગટ થાય છે તથા ધ્યાનથી જ અનાદિકાળની સંચિત કરેલી કર્મ-સંતતિ (કર્મોની પરંપરા) નષ્ટ થાય છે.
મોહરૂપી કીચડ નષ્ટ થતાં તથા ભ્રમમાં નાખનારા રાગ વગેરે દોષો પૂરી રીતે શાંત થઈ જતાં યોગી જન(અભ્યાસી) પોતાનામાં જ પરમાત્માના સ્વરૂપને જુએ છે, અર્થાત્ અનુભવ કરે છે.
347
Page #349
--------------------------------------------------------------------------
________________
348
જૈન ધર્મઃ સાર સંદેશ
અજ્ઞાનથી ભ્રષ્ટ ચિત્તવાળો જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપથી દૂર થઈ જાય છે, પણ સમ્યજ્ઞાન (યથાર્થ જ્ઞાન)થી સુવાસિત થઈ જતાં તે જ પોતાના અતંરમાં પ્રભુ પરમાત્માને જુએ છે.9
આત્માના યથાર્થ સ્વરૂપનો અનુભવ થઈ જવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે આ આત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે. આ એકતાના જ્ઞાનથી àતભાવ બિલકુલ મટી જાય છે; આત્મા અને પરમાત્મામાં કોઈ અંતર રહી જતું નથી. એને સ્પષ્ટ કરતાં જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
યઃ પરાત્મા સ એવા ં યોઽહં સ પરમસ્તતઃ ।
જે પરમાત્મા છે, તે જ હું છું, તથા જે સ્વાનુભવગમ્ય હું છું, તે જ પરમાત્મા છે.
આ પ્રમાણે જ્ઞાનાવિમાં પણ કહેવામાં આવ્યું છેઃ
યઃ સિદ્ધાત્મા પરઃ સોડė યોઽહં સ પરમેશ્વરઃ ।।
જે સિદ્ધાત્મા (પૂર્ણતા પ્રાપ્ત આત્મા)નું સ્વરૂપ છે તે જ પરમાત્મરૂપ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે.
આત્મા અને પરમાત્માના અભેદ અથવા એકરૂપ થવાનું આ જ્ઞાન બુદ્ધિ અને વચનનો વિષય નથી, બલકે સાક્ષાત્ સ્વાનુભવ (પોતાનો નિજી અનુભવ)નો વિષય છે. એને બતાવતાં જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
આત્મસ્વરૂપને બીજાઓથી સાંભળતાં તથા બીજાઓને પોતના મુખથી બોલીને સમજાવતાં પણ જયાં સુધી જીવને શરીરથી આત્માના ભિન્ન થવાનો અનુભવ થતો નથી ત્યાં સુધી તે મોક્ષને પાત્ર બનતો નથી.
52
આ અનુભવની પ્રાપ્તિ માટે ઘર છોડીને વન જવાની આવશ્યકતા નથી, કારણ કે આ તો એક આંતરિક અનુભવ છે જે ક્યાંય બહારથી નહીં, બલકે પોતાના અંતરથી જ પ્રાપ્ત થાય છે. એને સ્પષ્ટ કરતાં જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
Page #350
--------------------------------------------------------------------------
________________
349
આત્માથી પરમાત્મા
આત્મસ્વરૂપના સાક્ષાત્કારથી રહિત અજ્ઞાની જીવોને, આ ગામ છે.
આ અરણ્ય(વન)' છે, આ બે પ્રકારના નિવાસોની કલ્પના હોય છે, પરંતુ આત્માનો સાક્ષાત્કાર કરનાર જ્ઞાનીજનોનું તો રાગાદિ-રહિત નિશ્ચલ આત્મા જ નિવાસ સ્થાન છે.53
આ પ્રમાણે સાચા સાધકોની સમસ્ત સાધના અંતર્મુખી હોય છે. તેઓ કોઈ સાચા માર્ગદર્શક ગુસ્ના ઉપદેશાનુસાર સમ્યક દર્શન (શ્રદ્ધા), સમ્યકજ્ઞાન અને સમ્યક ચારિત્રને ગ્રહણ કરીને સ્મરણ, ચિંતન અને ધ્યાનના અંતર્મુખી અભ્યાસના સહારે પોતાના સમસ્ત કર્મોને નષ્ટ કરી દે છે. એના ફળસ્વરૂપે તેઓ આત્માથી પરમાત્મા બની જાય છે, જે મનુષ્ય-જીવનનું વાસ્તવિક લક્ષ્ય છે.
Page #351
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
1.
2.
3.
4.
અધ્યાય
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
સંદર્ભ સૂચિ
રણજીતસિંહ કૂમટ, ધ્યાનસે સ્વબોધ, પ્રાકૃત ભારતી અકાદમી, જયપુર,
2007, પૃ.XIX
હુકમચંદ ભારિલ્લ-સંપાદક, બૃહજિનવાણી સંગ્રહ, દસમ્ સંસ્કરણ, અખિલ ભારતીય જૈન યુવા ફેડરેશન, જયપુર, 2006, પૃ.644
શ્રી આત્મારામજી મહારાજ, શ્રી જૈનતત્ત્વ કલિકા વિકાસ, તૃતીય સંસ્કરણ, આત્મજ્ઞાન-શ્રમણ-શિવ આગમ પ્રકાશન સમિતિ, લુધિયાના, 2004, પૃ.9
વહી, પૃ. 10
-
1
પંડિત ટોડરમલ, મોક્ષમાર્ગ પ્રકાશક, સત્સાહિત્ય પ્રકાશન એવં પ્રચાર
વિભાગ, જયપુર, 1989, પૃ.10 તિલોયપણત્તી 1/1476-78
સ્કન્દ પુરાણ, અધ્યાય 37
સંગવે, વિલાસ એ. આસપેક્ટ્સ ઓફ જૈન રિલિજન, બીજુ સંસ્કરણ,
ન્યુ દિલ્હીઃ ભારતીય જ્ઞાનપીઠ, 1999, પૃ.23
એપિગ્રાફિકા ઇંડિકા 1.386, અભિલેખ VIII વહી ।.383, અભિલેખ III
વહી 1.396, અભિલેખ VIII
ઋગવેદ X.136.1-3; IV.6.8; V.1.22 અને VIII.8.24
ઋગ્વેદ, મંડલ 2, સૂક્ત 33, વર્ગ 17
સંગવે, વિલાસ એ.,આસપેક્ટ્સ ઓફ જૈન રિલિજન, બીજુ સંસ્કરણ,
ન્યુ દિલ્હીઃ ભારતીય જ્ઞાનપીઠ, 1999, પૃ.21
350
Page #352
--------------------------------------------------------------------------
________________
351
સંદર્ભ સૂચિ
1. ઉત્તરાધ્યયન સૂત્ર XXII.3-4 12, એપિગ્રાફિકા ઇંડિકા ..389 અને 1.208-210 13. કલ્પસૂત્ર 150 માં એનું નામ અશ્વસેન આપવામાં આવ્યું છે.
કલ્પસૂત્ર 168 15. ઉત્તરાધ્યયન સૂત્ર XXIII.23 16. ઉત્તરાધ્યયન સૂત્ર XXIII.29
| ઉત્તરાધ્યયન સૂત્ર XXIII.24 અને 30 18. ઉત્તરાધ્યયન સૂત્ર XXIII.25-32
કલ્પ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે વલભીનું સંમેલન મહાવીરનું પરિનિર્વાણ (ઈસા પૂર્વ 527)ના 980 કે 993 વર્ષ પછી થયું હતું જે અનુસાર આ સંમેલન અથવા તો લગભગ ઇસ્વીસન 454 મા અથવા
તેના 13 વર્ષ બાદ લગભગ ઇસ્વીસન 467માં થયું હશે. 20. જૈન સૂત્રાજ, ભાગ 1, સેક્રેડ બુક્સ ઑફ ધ ઈસ્ટ, અંક XXII, સંપાદક,
એકમેક્સમૂલર, અનુવાદક, હરમન જાકોબી, પુનર્મુદ્રણ, દિલ્હીઃ મોતીલાલ બનારસીદાસ, 1964, પ્રસ્તાવના, પૃ.3IVI
અધ્યાય 2 1. નાથુરામ ડોંગરીય જૈન, જેન-ધર્મ, જૈન ધર્મ પ્રકાશક કાર્યાલય, દ્વિતિય
સંસ્કરણ, બિજનૌર, 1941, પૃ.16-17 2. નરેન્દ્ર વિદ્યાર્થી (સમ્પાદક), વર્ણ-વાણી, પ્રથમ ભાગ “પંચમ સંસ્કરણ,
શ્રી ગણેશપ્રસાદ વર્મી જૈન ગ્રન્થમાલા, વારાણસી, 1968, પૃ.369 377 3 નાથુરામ ડોંગરીય જેન, જૈન-ધર્મ, “જૈનધર્મ” પ્રકાશક કાર્યાલય, દ્વિતિય
સંસ્કરણ, બિજનૌર 1941, પૃ.26 પરમાત્મ પ્રકાશ, મૂલ 2/68 રાજચન્દ્ર ગ્રન્થમાલા, દ્વિતિય સંસ્કરણ,
વિક્રમ સંવત 2017 5. મહાપુરાણ 47 302, ભારતીય જ્ઞાનપીઠ, બનારસ, 1951 6. ચારિત્રસાર 31, મહાબીરજી પ્રકાશન, વીર નિર્વાણ સંવત 2488 1. પ્રવચનસાર તાત્પર્ય વૃત્તિ,7 8 9
Page #353
--------------------------------------------------------------------------
________________
352
જૈન ધર્મ સાર સંદેશ 8. સર્વાર્થસિદ્ધિ 9 2 409 11 (ઈષ્ટ સ્થાને ધન્ને ઈતિ ધર્મ), ભારતીય
જ્ઞાનપીઠ બનારસ, 1955 રાજવાર્તિક 9/2/3/59/32, ભારતીય જ્ઞાનપીઠ બનારસ, વિ.સંવત, 2008
રત્નકરષ્ઠ શ્રાવકાચાર 2 (સંસાર દુઃખત સત્યાનું, યો ધરત્યુતમે સુખે) 1, મહાપુરાણ 2 37 2. પંચાધ્યાયી ઉત્તરાર્ધ 715, પંડિત દેવકીનંદન, 1932 13. શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2104, પન્નાલાલ બાક્લીવાલ (હિન્દી અનુવાદક),
શ્રી પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ, 1927, પૃ.- 50 4. બોધ પાહુડ, મૂલ 25, માણિક ચંદ્ર ગ્રન્થમાલા, મુંબઈ, વિક્રમ સવંત 1977 5. કુરલ કાવ્ય 252, પં. ગોવિન્દરાજ જૈન શાસ્ત્રી, વીર નિર્વાણ સંવત 2480 16, શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2101, પન્નાલાલ બાલ્લીવાલ (હિન્દી અનુવાદક),
શ્રી પરમશ્રત પ્રભાવક મંડલ, મુંબઈ 1927, પૃ.49 7. નાથુરામ ડોંગરીય જૈન, જૈન-ધર્મ, “જૈન ધર્મ” પ્રકાશન કાર્યાલય દ્વિતિય
સંસ્કરણ, બિજનૌર 1941, પૃ.26-27 18. રાજવાર્તિક 6 13 5 5246, ભારતીય જ્ઞાનપીઠ બનારસ, વિક્રમ સંવત 2008 19. દ્રવ્યસંગ્રહ ટીકા 35 145 3, દિલ્હી પ્રકાશન, 1953 20. સર્વાર્થસિદ્ધિ 97 419 2, ભારતીય જ્ઞાનપીઠ, બનારસ 1955 2. કાર્તિકેયાનુપ્રેક્ષા 478, રાજચન્દ્ર ગ્રન્થમાલા, 1960 22. દર્શન પાહુડ ટીકા 985, માણિક ચન્દ્ર ગ્રન્થમાલા, મુંબઈ વિક્રમ સંવત 1977 23 નરેન્દ્ર વિદ્યાર્થી (સંપાદક), વર્ગી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ,
શ્રીગણેશપ્રસાદ વર્મી જૈન ગ્રન્થ માલા, વારાણસી, 1968, પૃ. 74 13 24. વહી, પૃ.162-163 #1 અને 3 25 રાજવાર્તિક 89 5 574 32 26. ધવલા 12 4, 2, 8, 8 283 8, અમરાવતી પ્રકાશન 27. નરેન્દ્ર વિદ્યાર્થી (સંપાદક), વર્ણ-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ,
શ્રીગણેશ પ્રસાદવર્તી જૈન ગ્રન્થ માલા, વારાણસી, 1968, પૃ. 75 20 28. તત્ત્વાર્થાધિગમ સૂત્ર, 9 6,જે.એલ.જેની (સંપાદક), ધિ સેન્ટ્રલ જૈન
પબ્લિશિંગ હાઉસ, આરા
Page #354
--------------------------------------------------------------------------
________________
સંદર્ભ સૂચિ
353 29. ચારિત્રસાર 58 1, મહાવીરજી પ્રકાશન, વીર નિર્વાણ સંવત 2488 30.. શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2/10/20, પન્નાલાલ બાકલીવાલ (હિન્દી
અનુવાદક), શ્રી પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ, 1927 31. રત્નકરણ્ડ શ્રાવકાચાર 3; કાર્તિકેયાનુપ્રેક્ષા મૂલ 478; તત્ત્વાનુસાસન 51;
અને દ્રવ્યસંગ્રહ ટીકા 145/3 પણ જુઓ. 32. પુરુષાર્થસિદ્ધયુપાય 220 33. નાથુરામ ડોંગરીય જૈન, જેન-ધર્મ ‘જૈનધર્મ પ્રકાશક કાર્યાલય, દ્વિતિય
સંસ્કરણ, બિજનૌર 1941 પૃ.31 34. નરેન્દ્ર વિદ્યાર્થી (સંપાદક), વર્ણ-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ,
શ્રીગણેશ પ્રસાદવર્ણ જૈન ગ્રન્થ માલા, વારાણસી, 1968, પૃ. 31 # 36 35. ભાવ પાહુડ, મૂલ 85, માણિકચંદ્ર ગ્રન્થમાલા, મુંબઈ, વિક્રમ સંવત 1977 36. ભાવ પાહુડ, મૂલ 83; પરમાત્મ પ્રકાશ, મૂલ 2/68 અને તત્ત્વાનુશાસન પર 37. નાથુરામ ડોંગરીય જૈન, જૈન-ધર્મ જૈનધર્મ પ્રકાશન કાર્યાલય, દ્વિતિય
સંસ્કરણ, બિજનૌર 1941, પૃ.31 38, કાનજી સ્વામી, મોક્ષમાર્ગ પ્રકાશકની કિરણો, કહાન જેને શાસ્ત્રમાલા,
પુષ્પ 44, સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ, વીર સંવત 2476, પૃ.18 39. વહી, પૃ.191 40. નરેન્દ્ર વિદ્યાર્થી (સંપાદક), વર્ણ-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ,
શ્રીગણેશ પ્રસાદવર્ણ જૈન ગ્રન્થ માલા, વારાણસી, 1968, પૃ. 73/2 4. વહી, પૃ. 73/4 42. હીરાલાલ જૈન, જૈનધર્મામૃત, દ્વિતિય સંસ્કરણ, ભારતીય જ્ઞાનપીઠ,
વારાણસી 1965 પૃ.31 43યોગસાર યોગેન્દુ દેવ, ગાથા 65 44. પરમાત્મ પ્રકાશ ટીકા 2/68/190/8, રાજચંદ્ર ગ્રંથમાલા, દ્વિતીય સંસ્કરણ,
વિક્રમ સંવત 2017 45. શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2/10/21, પન્નાલાલ બાકલીવાલ (હિન્દી
અનુવાદક), શ્રી પરમશ્રત પ્રભાવક મંડલ, મુંબઈ, 1927 46. વહી, 2/10/6, 11, 13 અને 15
Page #355
--------------------------------------------------------------------------
________________
354
જૈન ધર્મઃ સાર સંદેશ
47. નરેન્દ્ર વિદ્યાર્થી (સંપાદક), વર્ણી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, શ્રીગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રન્થ માલા, વારાણસી, 1968, પૃ. 75 #2 48. કુરલ કાવ્ય 46 પંડિત ગોવિંદરાજ જૈન શાસ્ત્રી, વીર નિવાર્ણ સંવત 2480 નાથૂરામ ડોંગરીય જૈન, જેન-ધર્મ ‘જૈનધર્મ’ પ્રકાશક કાર્યાલય, દ્વિતિય સંસ્કરણ, બિજનૌર 1941, પૃ.3
49.
5. વહી, પૃ.34
નરેન્દ્ર વિદ્યાર્થી (સંપાદક), વર્ણી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, શ્રીગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રન્થમાલા, વારાણસી, 1968, પૃ. 101/4
52. નાથૂરામ ડોંગરીય જૈન, જેન-ધર્મ ‘જૈનધર્મ’ પ્રકાશક કાર્યાલય, દ્વિતીય સંસ્કરણ, બિજનૌર 1941, પૃ.15
51.
53. વહી, પૃ.20
54. વહી, પૃ.21-22
55. વહી, પૃ.24
પંડિત ટોડરમલ, મોક્ષમાર્ગ પ્રકાશક, સંપાદક-હુકમચંદ ભારિલ્લ, સત્સાહિત્ય પ્રકાશન અને પ્રચાર વિભાગ, જયપુર, 1989 પ્રસ્તાવના, પૃ.25
હુકમચંદ ભારિલ્લ, તીર્થંકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, ચોથુ સંસ્કરણ, શ્રી વીતરાગ-વિજ્ઞાન સાહિત્ય પ્રકાશન, આગરા, 1975, પૃ.1/32 નાથૂરામ ડોંગરીય જૈન, જેન-ધર્મ, ‘જૈનધર્મ’ પ્રકાશક કાર્યાલય, દ્વિતિય સંસ્કરણ, બિજનૌર 1941, પૃ.32
ગણેશપ્રસાદ વર્ણી, વર્ણી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, સંપાદક, નરેન્દ્ર વિદ્યાર્થી, શ્રી ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રંથ માલા, વારાણસી, 1968, પૃ.74/15
નાથૂરામ ડોંગરીય જૈન, જેન-ધર્મ ‘જૈનધર્મ’ પ્રકાશક કાર્યાલય, દ્વિતિય સંસ્કરણ, બિજનૌર 1941, પૃ.23-24
વહી, પૃ.23 અને 25
શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 22/14, પન્નાલાલ બાકલીવાલ (હિન્દી અનુવાદક), શ્રી પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ, 1927 પૃ.234
વહી રર 19, પૃ.235
ભાવ પાહુડ, મૂલ 3/5/89, માણિકચંદ્ર ગ્રંથમાલા, મુંબઈ, વિક્રમ સંવત 1977
56.
57.
58.
59.
60.
61.
62.
63.
64.
Page #356
--------------------------------------------------------------------------
________________
સંદર્ભ સૂચિ
355
5. ગણેશપ્રસાદ વર્ણી, વર્ણી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, નરેન્દ્ર વિદ્યાર્થી, (સંપાદક) શ્રી ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રંથ માલા, વારાણસી, 1968, પૃ. 15 #4, પૃ.16#7 અને, 8, પૃ. 17# 13, પ.19 #33 અને પૂ.20 #42 વહી, પૃ.30 # 22
66.
7. નાથૂરામ ડોંગરીય જૈન, જેન-ધર્મ ‘જૈનધર્મ’ પ્રકાશક કાર્યાલય, દ્વિતિય સંસ્કરણ, બિજનૌર, 1941, પૃ.27
ગણેશપ્રસાદ વર્ણી, વર્ણી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, સંપાદક, નરેન્દ્ર વિદ્યાર્થી, શ્રી ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રંથ માલા, વારાણસી, 1968, પૃ.74 # 13 9. વહી, પૃ.15 #2
કાનજી સ્વામી, મોક્ષમાર્ગ પ્રકાશકની કિરણોં, કહાન જૈન શાસ્ત્રમાલા, પુષ્પ 44, જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ, વીર સંવત 2476, પૃ.191 પંડિત ટોડરમલ, મોક્ષમાર્ગ પ્રકાશક, સત્સાહિત્ય પ્રકાશન અને પ્રચાર વિભાગ, જયપુર, 1989, પૃ. પ્રસ્તાવના, પૃ.32
72. હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, દ્વિતિય સંસ્કરણ, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી 1965 પૃ.96
73. નાથુરામ ડોંગરીય જૈન, જૈન-ધર્મ ‘જૈનધર્મ' પ્રકાશક કાર્યાલય, દ્વિતિય સંસ્કરણ, બિજનૌર 1941, પૃ.39
ગણેશપ્રસાદ વર્ણી, વર્ણી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, સંપાદક, નરેન્દ્ર વિદ્યાર્થી, શ્રી ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રંથ માલા, વારાણસી,
68.
70.
71.
74.
1968, .29 # 210
ભગવતી આરાધના, છંદ મૂલગાથા, 3/ 1347, સખારામ દોશી, સોલાપુર, 1935 આચાર્ય કુન્ધુસાગર, સુધર્મોપદેશામૃતસાર, આચાર્ય કુન્ધુસાગર ગ્રંથ માલા, સોલાપુર, 1940, પૃ.63
7. હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, દ્વિતીય સંસ્કરણ, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી, 1965, પૃ.64
ગણેશપ્રસાદ વર્ણી, વર્ણી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, સંપાદક, નરેન્દ્ર વિદ્યાર્થી, શ્રી ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રંથ માલા, વારાણસી,
75.
76.
78.
1968, પૃ.182 # 1, પૃ. 183 # 13, પૃ.183 # 14, પૃ.344, પૃ.20 # 39, પૃ.106 #7, પૃ. 20 #41, અને પૃ. 178 # 16
Page #357
--------------------------------------------------------------------------
________________
356
જૈન ધર્મ સાર સંદેશ 19. અષ્ટપાહુડ (ભાવ પાહુડ), ગાથા 67, 68 અને 73; હુકમચંદ ભારિલ
(હિન્દી અનુવાદ), તીર્થકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, દ્વિતિય
સંસ્કરણ, શ્રી વીતરાગ-વિજ્ઞાન સાહિત્ય પ્રકાશન, આગરા, 1975, પૃ.133 80. ગૃહસ્થો મોક્ષમાર્ગસ્થો નિર્મોહો નૈવ મોહવાન્ અનગારો ગૃહી શ્રેયાન્
નિર્મોહી મોહિની મુનેઃ | જૈનધર્મામૃત, હીરાલાલ જૈન (સંપાદક),
પૃ.96-97, જુઓ સમન્તભદ્ર કૃત રત્નકરષ્ઠ શ્રાવકાચાર, શ્લોક 33 . પંડિત ટોડરમલ, મોક્ષમાર્ગ પ્રકાશક, દસમ સંક્રણ, હુકમચંદ ભારિલ્લ
(સંપાદક), સત્સાહિત્ય પ્રકાશન અને પ્રચાર વિભાગ, પુર, 1989, પૃ.15-17 82.. ગણેશપ્રસાદ વર્ણી, વર્ણ-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, સંપાદક,
નરેન્દ્ર વિદ્યાર્થી, શ્રી ગણેશપ્રસાદ વર્મી જૈન ગ્રંથ માલા, વારાણસી,.
1968, પૃ.17 # 15 83. શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2/4/60 વહી.પૃ.82 84. ભાવ પાહુડ, મૂલ 84 અને સમયસાર, મૂલ 154 85. નયચક્ર બૃહદ ગાથા 291 અને 376, માણિકચંદ્ર ગ્રંથમાલા, મુંબઈ વિક્રમી
સંવત્ 1977 86. સમયસાર, પ્રવચનકાર-ગણેશપ્રસાદ વર્ણ, સંપાદક-પંડિત પન્નાલાલ,
શ્રી ગણેશાપ્રસાદ વર્ણ ગ્રંથમાલા, વારાણસી, 1969, પૃ. પ્રસ્તાવના 26 87. રયણસાર, ગાથા 70 88, અમૃતાશીતિ 59
અધ્યાય 3 1. નાથુરામ ડોંગરીય જૈન, જેન-ધર્મ, “જૈનધર્મ પ્રકાશક કાર્યાલય, દ્વિતિય
સંસ્કરણ, બિજનોર, 1941, પૃ.34-35 અને 37 2. પદર્શન-સમ્ચય 47 પર ગુણરત્નની ટીકા 3 તત્ત્વાર્થધિગમ સૂત્ર /:22
વહી II:23 5. સિદ્ધસેન દિવાકરનો ન્યાયાવતાર, શ્લોક 31 અને નેમિચંદ્ર સિદ્ધાંત
ચક્રવર્તીનો દ્રવ્યસંગ્રહ, શ્લોક 2
Page #358
--------------------------------------------------------------------------
________________
સંદર્ભ સૂચિ
357 6. હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, દ્વિતિય સંસ્કરણ ભારતીય
જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી, ૧૯૬૫, પૃ.ર૩૧-૨૩ર 7. વહી, પૃ.229-230 8. તત્ત્વાર્થીધિગમ સૂત્ર VII:2
હુકમચંદ ભારિત્સ, તીર્થક્ર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, ચોથુ સંસ્કરણ,
શ્રી વીતરાગ-વિજ્ઞાન સાહિત્ય પ્રકાશન, આગરા, 1975, પૃ.13-14 10. તત્ત્વાર્થાધિગમ સૂત્ર IX:1. 1. વહી 1X:2 12. હીરાલાલ જેન (સંપાદક), જૈનધર્મામૃત, દ્વિતિય સંસ્કરણ ભારતીય
જ્ઞાનપીઠ, વારાણસી 1965,XILપૃ.252 13. તત્ત્વાર્થધિગમ સૂત્ર :3 14. ધવલા પુસ્તક 13, ખંડ 5, ભાગ 4, સૂત્ર 26; પંડિત ટોડરમલ મોક્ષ માર્ગ,
પ્રકાશક સત્સાહિત્ય પ્રકાશન તથા પ્રચાર વિભાગ, જયપુર, 1984,
પૃ.230માં ઉદ્ભૂત 15 હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, દ્વિતીય સંસ્કરણ ભારતીય
જ્ઞાનપીઠ, વારાણસી ૧૯૬૫ પૃ.રપ૧ 16 તત્ત્વાર્થધિગમ સૂત્ર 1.1 17. રત્નકર૭ શ્રાવકાચાર, શ્લોક 4
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, દ્વિતીય સંસ્કરણ ભારતીય
જ્ઞાનપીઠ, વારાણસી 1965, II:3 પૃ.51 19. તત્ત્વાર્થાધિગમ સૂત્ર 1:2 20. પંડિત ટોડરમલ, મોક્ષમાર્ગ પ્રકાશક, સત્સાહિત્ય પ્રકાશન અને પ્રચાર
વિભાગ, દસમ સંસ્કરણ, જયપુર, 1989, પૃ.323 21. પુરુષાર્થસિદ્ધયુપાય, શ્લોક 216 22. હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, દ્વિતિય સંસ્કરણ, ભારતીય
જ્ઞાનપીઠ, વારાણસી 1965 / 5, પૃ.52 23. નાથુરામ ડોંગરીય જૈન, જૈન-ધર્મ જૈનધર્મ' પ્રકાશક કાર્યાલય, દ્વિતીય
સંસ્કરણ, બિજનૌર 1941, પૃ.37-38
Page #359
--------------------------------------------------------------------------
________________
358
જૈન ધર્મ સાર સંદેશા 24. નરેન્દ્ર વિદ્યાર્થી (સંપાદક), વર્ગી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ,
શ્રીગણેશપ્રસાદ વર્મી જૈન ગ્રન્થ માલા, વારાણસી, 1968, પૃ. 345 અને 347 25. હીરાલાલ જૈન, જૈનધર્મામૃત, દ્વિતીય સંસ્કરણ, ભારતીય જ્ઞાનપીઠ,
વારાણસી 1965, II: 105–106 અને 15નો ભાવાર્થ, પૃ.96 અને 99 26. હુકમચંદ ભારિત્સ, તીર્થંકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ શ્રી વીતરાગ
વિજ્ઞાન સાહિત્ય પ્રકાશન, ચોથુ સંસ્કરણ, આગરા, 1975, પૃ.107 27. દ્રવ્યસંગ્રહ, ટીકા સહિત શ્લોક 43 અને 44 28. પ્રમાણ-મીમાંસા પર ટીકા :1,26. 29. પખંડાગમ પર વીરસેન કી ધવલા ટીકા :1.4; એસઃ ગોપાલન, જૈન દર્શનની
પરેખા, વાઈલી ઈસ્ટર્ન લિમિટેડ, ન્યુ દિલ્હી, 1973, પૃ.50માં ઉદ્ભૂત 30. નથમલ ટાટિયા, સ્ટડીઝ ઈન જૈન ફિલોસોફી, જૈન કલ્ચરલ રિસર્ચ
સોસાયટી, બનારસ, 1951, પૃ.73 3હુકમચંદ ભારિત્સ, તીર્થકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, શ્રી વીતરાગ
વિજ્ઞાન સાહિત્ય પ્રકાશન, ચોથુ સંસ્કરણ, આગરા, 1975, પૃ.147 32. શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 7/8-9, અનુવાદક-પન્નાલાલ બાલીવાલ,
શ્રી પરમશ્રત પ્રભાવક મંડલ, 1927 પૃ.105 33. હીરાલાલ જેન (સંપાદક), જૈનધર્મામૃત, દ્વિતીય સંસ્કરણ ભારતીય
જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી 1965 1:13, 14 અને 16, પૃ.109 34. દ્રવ્યસંગ્રહ, શ્લોક 46 35 હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, દ્વિતિય સંસ્કરણ ભારતીય
જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી 1965 1:3, પૃ.113 36. પંડિત ટોડરમલ, મોક્ષમાર્ગ પ્રકાશક, સત્સાહિત્ય પ્રકાશન અને પ્રચાર
વિભાગ, જયપુર, 1989, પૃ.230 37. હુકમચંદ ભારિત્સ, તીર્થંકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, ચોથુ
સંસ્કરણ, શ્રી વીતરાગ-વિજ્ઞાન સાહિત્ય પ્રકાશન, આગરા, 1975, પૃ.185 38 આચાર્ય જિનસેન, આદિ પુરાણ, પ્રથમ ભાગ (સંપાદકઃ પન્નાલાલ
જૈન), સાતમું સંસ્કરણ, ભારતીય જ્ઞાનપીઠ, ન્યુ દિલ્હી, 1944, પર્વ 24, શ્લોક 122, પૃ.585-586
Page #360
--------------------------------------------------------------------------
________________
સંદર્ભ સૂચિ
39.
40.
41.
42.
43.
1.
2.
અધ્યાય 4
3.
4.
5.
6.
7.
8.
9.
359
કાનજી સ્વામી, મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો, બીજો ભાગ, દ્વિતિય સંસ્કરણ, અનુવાદકઃ મગનલાલ જૈન, શ્રી દિ.જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ, વીર સંવંત 2486, પૃ.262-263
10.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર X.2
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, દ્વિતિય સંસ્કરણ, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, ન્યુ દિલ્હી, 1965, XIII.6 પૃ.266
તત્ત્વાર્થાધિગમ સૂત્ર X.6
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, દ્વિતિય સંસ્કરણ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, ન્યુ દિલ્હી, 1965, XIII.7, વિશેષાર્થ, પૃ.268
અમૃતચંદ્રસૂરિ, પુરુષાર્થસિદ્ધિયુપાય, ભાષાટીકાસહિત, શ્રી પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ, 1915 શ્લોક 44, પૃ.31
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, ભારતીય જ્ઞાનપીઠ, કાશી,
1960, 9-10, .109
અમૃતચંદ્રસૂરિ, પુરુષાર્થસિદ્ધિયુપાય, ભાષાટીકાસહિત, શ્લોક 45, પૃ.32 હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, ભારતીય જ્ઞાનપીઠ કાશી,
1960,IV.II, 9-10, .109-110
અમૃતચંદ્રસૂરિ, પુરુષાર્થસિદ્ધિયુપાય, ભાષાટીકાસહિત, શ્લોક 51, પૃ.35 રાજવાર્તિક, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, 1952, 7/13/12/541/5; જુઓ, જેનેન્દ્ર સિદ્ધાન્તકોશ, ભાગ 1, પૃ.૨૨૭ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, દિલ્હી, વારાણસી 1944
શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ હિન્દી ભાષાનુવાદ સહિત, શ્રી પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ, 1927, VIII.9 પૃ.110
હીરાલાલ જૈન (સંકલન-અનુવાદ કર્તા), જિન-વાણી, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, ન્યુ દિલ્હી, વારાણસી, 1944 શ્લોક 420-421, પૃ.107 અને 109 આચારાંગ સૂત્ર અધ્યાય 5 ઉદ્દેશ્ય 5, ગાથા 98
રણજીત સિંહ કૂમટ, ધ્યાન સે સ્વબોધ, પ્રાકૃત ભારતી અકાદમી, જયપુર,
2007, .71-72
Page #361
--------------------------------------------------------------------------
________________
360
જૈન ધર્મ સાર સંદેશ 1. હીરાલાલ જૈન (સંપાદક), જેનધર્મામૃત, ભારતીય જ્ઞાનપીઠ કાશી,
1960,11.25 પૃ.116 12. હીરાલાલ જેન (સંક્લન-અનુવાદક્ત), જિન-વાણી, ભારતીય,
જ્ઞાનપીઠ પ્રકાશન, ન્યુ દિલ્હી, વારાણસી, 1944 શ્લોક 409 અને 425,
પૃ.105 અને 109 13. શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, પન્નાલાલ બાકલીવાલકૃત હિન્દી
ભાષાનુવાદ, શ્રી પરમકૃત પ્રભાવક મંડલ, 1972 મુંબઈ 25, 30, 31 અને
52, પૃ.111, 114 115 અને 19 14. વહી 7, પૃ.110 15. હીરાલાલ જેન (સંપાદક), જૈનધર્મામૃત, ભારતીય જ્ઞાનપીઠ, કાશી,
1960, 6, પૃ.107 16 નાથુરામ ડોંગરીય જૈન, જૈન-ધર્મ, દ્વિતિય સંસ્કરણ જૈન ધર્મ પ્રકાશક
કાર્યાલય બિજનૌર 1941, પૃ.63-64 7. વહી, પૃ.68 18. અમૃતચંદ્રસૂરિ, પુરુષાર્થસિદ્ધયુપાય, ભાષાટીકા સહિત, શ્લોક 77, પૃ.43
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, ભારતીય જ્ઞાનપીઠ કાશી,
1960, IV.20, પૃ.114 20. નાથુરામડે ગરીય જૈન, ન-ધર્મ, જૈન ધર્મપ્રકાશ કાર્યાલય, બિજનેર, 194, પૃ.9 શહુકમચંદ ભારિત્સ, તીર્થકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, તૃતીય
શ્રી વીતરાગ-વિજ્ઞાન સાહિત્ય પ્રકાશન, આગરા, 1975, પૃ.193 22. નાથૂરામ ડોંગરીય જૈન, જેન-ધર્મ, જૈન ધર્મ પ્રકાશક કાર્યાલય, બિજનૌર
1941, પૃ.57 શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, હિન્દી ભાષાનુવાદ સહિત શ્રી પરમશ્રુત
પ્રભાવક મંડલ, મુંબઈ 1927 VIII. 4 અને 47, પૃ.117 અને 118 24. હીરાલાલ જૈન (સંક્લન-અનુવાદકર્તા), જિન-વાણી, ભારતીય જ્ઞાનપીઠ
પ્રકાશન, ન્યુ દિલ્હી, વારાણસી, 1944 શ્લોક 413 અને 415, પૃ.107 25. શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, હિન્દી ભાષાનુવાદ સહિત, VIII.32, 33,
42 અને 49, પૃ.115, 117 અને 118
Page #362
--------------------------------------------------------------------------
________________
સંદર્ભ સૂચિ
| 361 26. હીરાલાલ જેન (સંપાદક), જૈનધર્મામૃત, ભારતીય જ્ઞાનપીઠ, કાશી,
1960 29, 31 અને 32, પૃ.17 27. શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, હિન્દી ભાષાનુવાદ સહિત, 35 અને 57,
પૃ.116 અને 120
વહી, 55, પૃ.119 29. વહી, 48, પૃ.118 30. વહી, 38, અને 44 પૃ.16 અને 117 31 નાથુરામ ડોંગરીય જૈન, જેન-ધર્મ, દ્વિતિય સંસ્કરણ, જૈન ધર્મ પ્રકાશક
કાર્યાલય, બિજનૌર 1941, પૃ.52-53
પતંજલિ, યોગસૂત્ર ||.35 33. હીરાલાલ જેન (સંપાદક), જૈનધર્મામૃત, ભારતીય જ્ઞાનપીઠ, કાશી,
1960 IV.27-28, પૃ.116 34. શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, પન્નાલાલ બાલીવાલકૃત હિન્દી ભાષાનુવાદ,
શ્રી પરમકૃત પ્રભાવક મંડલ, મુંબઈ 1927, 13-14 અને 58, પૃ.112 અને 120 35. વહી, 12, 15 અને 51 પૃ.111, 112 અને 119 36. હીરાલાલ જૈન (સંકલન-અનુવાદક્ત), જિન-વાણી, ભારતીય
જ્ઞાનપીઠ પ્રકાશન, ન્યુ દિલ્હી, વારાણસી, 1944 શ્લોક 417, પૃ.107 37. શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, પન્નાલાલ બાકલીવાલકૃત હિન્દી ભાષાનુવાદ,
શ્રી પરમકૃત પ્રભાવક મંડલ, મુંબઈ 1927, 16, પૃ.112 38. વહી, 17, પૃ.112 39. વહી 18, 21, 22 અને 24, પૃ.13-14 40. વહી, 23 અને 29, પૃ.114-115 વા. હુકમચંદ ભારિત્સ, શાકાહાર, જૈનદર્શનના પરિપ્રેક્ષ્યમાં, પંદરમું
સંસ્કરણ, 1994, રાજેશકુમાર જૈન તથા શાંતિનાથ પાટીલ દ્વારા સંપાદિત
સૂક્તિસુધામાં ઉદ્ભૂત, પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, જયપુર 2000 પૃ.90 42. હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, ભારતીય જ્ઞાનપીઠ, કાશી,
1960, 38, પૃ.119 અમૃતચંદ્રસૂરિ, પુરુષાર્થસિદ્ધયુપાય, ભાષાટીકા સહિત, શ્રી પરમ શ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ, 1915, શ્લોક 66, પૃ.39-40
Page #363
--------------------------------------------------------------------------
________________
362
44.
45.
46.
47.
48.
49.
50.
51.
52.
1.
અધ્યાય 5
2.
5.
3.
4.
જૈન ધર્મઃ સાર સંદેશ
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત IV, 41, પૃ.119-120 અમૃતચંદ્રસૂરિ, પુરુષાર્થસિદ્ધયુપાય, ભાષાટીકા સહિત, શ્રી પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ, 115, શ્લોક 82, પૃ.45
સૂત્રકૃતાંગ 2.6.37-38, જૈન સૂત્ર, સેક્રેડ બુક ઓફ ધિ ઈસ્ટ સીરિજ, અંક 45, પૃ.416
આચારાંગ સૂત્ર 1.1.6.5, જૈનસૂત્ર, સેક્રેડ બુક ઓફ ધિ ઈસ્ટ સીરિજ, અંક 22, પૃ.12
નાથૂરામ ડોંગરીય જૈન, જૈન-ધર્મ, ‘જૈનધર્મ’ પ્રકાશક કાર્યાલય, બિજનૌર, 1941, પૃ.85-86
અમૃતચંદ્રસૂરિ, પુરુષાર્થસિદ્ધયુપાય, ભાષાટીકા સહિત, શ્રી પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ, 1915, શ્લોક 62, પૃ.38-39
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, ભારતીય જ્ઞાનપીઠ, કાશી, 1952, IV.36, પૃ.125
વહી, IV.37, પૃ.125
હુકમચંદ ભારિલ્લ, ચિંતનની ગહરાઇયાં, દ્વિતીય સંસ્કરણ, 1999, રાજેશકુમાર જૈન એવં શાંતિનાથ પાટીલ દ્વારા સંપાદિત સૂક્તિસુધામાં ઉદ્ધૃત, પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, જયપુર, 2000, પૃ.95
હીરાલાલ જૈન જિન-વાણી, ભારતીય જ્ઞાનપીઠ, ન્યુ દિલ્હી, 1975, 4.173 # 723 724
નાથૂરામ ડોંગરીય જૈન, જૈન-ધર્મ દ્વિતીય સંસ્કરણ, ‘જૈનધર્મ’ પ્રકાશક કાર્યાલય, બિજનૌર 1941, પૃ.81-82
કાર્તિકેયાનુપ્રેક્ષા, મૂલ 299, રાજચંદ્ર ગ્રંથમાલા, 1960
ગણેશપ્રસાદ વર્ણી, વર્ણી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, સંપાદક, નરેન્દ્ર વિદ્યાર્થી, શ્રીગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રંથમાલા, વારાણસી, 1968, 9.71 22
વહી, પૃ.75 17
Page #364
--------------------------------------------------------------------------
________________
10.
૨
સંદર્ભ સૂચિ
363 6. વહી, પૃ. 71 21 1. દોલતરામ કૃત છઠઢાલા, સટીક, બીજી આવૃત્તિ, અનુવાદક-મગનલાલ
જી જેન, શ્રી સેઠી ધિ. જૈન ગ્રંથમાલા, વીર સંવત 2489, પૃ.11 શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 3/1-2, અનુવાદક-પન્નાલાલ બાકલીવાલ,
શ્રી પરમશ્રત પ્રભાવક મંડલ, મુંબઈ 1927, પૃ.61 9. ચંપક સાગરજી મહારાજ, આત્મ-મંથન, શ્રી જૈન સદાચાર સાહિત્ય
સમિતિ, જૂનાગઢ, 1965, પૃ.86 આચાર્ય પદ્ધનંદિ, અનિત્ય-ભાવના (અનિત્યપંચાશત), સંપાદક અને અનુવાદક, જુગલ કિશોર મુખ્તાર, વીર-સેવા-મંદિર, સહારનપુર, 1946
શ્લોક 28, પૃ.21 u. વહી, શ્લોક 4, પૃ.4 12. ચંપક સાગરજી મહારાજ, આત્મ-મંથન, શ્રી જૈન સદાચાર સાહિત્ય
સમિતિ, જૂનાગઢ, 1965, પૃ.71-72 13. આચાર્ય પદ્ધનંદિ, અનિત્ય-ભાવના (અનિત્યપંચાશત) સંપાદક અને
અનુવાદક, જુગલ કિશોર મુખ્તાર, વીર-સેવા-મંદિર, સહારનપુર, 1946
શ્લોક 26, પૃ.19-20 શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 1/49, અનુવાદક-પન્નાલાલ બાકલીવાલ, શ્રી
પરમકૃત પ્રભાવક મંડલ, મુંબઈ, 1927, પૃ.15 15. આચાર્ય પદ્મનંદિ, અનિત્ય-ભાવના (અનિત્યપંચાશત) સંપાદક અને
અનુવાદક, જુગલ કિશોર મુખ્તાર, વીર-સેવા-મંદિર, સહારનપુર, 1946
શ્લોક 47, પૃ.34-35 16. ચંપક સાગરજી મહારાજ, આત્મ-મંથન, શ્રી જૈન સદાચાર સાહિત્ય
સમિતિ, જૂનાગઢ, 1965, પૃ.79 હિરાલાલ જેન (સંપાદક), જૈનધર્મામૃત, ભારતીય જ્ઞાનપીઠ વારાણસી,
1965 પૃ.276 18. આચાર્ય પદ્ધનંદિ, અનિત્ય-ભાવના (અનિત્યપંચાશત) સંપાદક અને
અનુવાદક, જુગલ કિશોર મુખ્તાર, વીર-સેવા-મંદિર, સહારનપુર, 1946, બ્લોક 19, પૃ.14-15
Page #365
--------------------------------------------------------------------------
________________
364
19.
20.
21.
22.
23.
24.
25.
26.
27.
28.
29.
શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 1/46-47, અનુવાદક-પન્નાલાલ બાકલીવાલ, શ્રી પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઇ, 1927, પૃ.14
આચાર્ય પદ્મનંદિ, અનિત્ય-ભાવના, શ્લોક 20, પૃ.15 હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, પૃ.323
કુંથુસાગરજી મહારાજ, સુધર્મોપદેશામૃતસાર, આચાર્ય કુંથુસાગર ગ્રંથ માલા, સોલાપુર, 1940 પૃ.94-95
31. . વહી, પૃ.81
30.
32.
જૈન ધર્મઃ સાર સંદેશ
33.
વહી, શ્લોક 7-8, પૃ.6-7
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી,
1965 પૃ.271
બૃહજિનવાણી સંગ્રહ (સંપાદક હુકમચંદ ભારિલ્લ)માં સંકલિત ભૂધરદાસ કૃત બારહ ભાવના, દશમ સંસ્કરણ, અખિલ ભારતીય જૈન યુવા ફેડરેશન, જયપુર 2006, પૃ.657
ચંપક સાગરજી મહારાજ, આત્મ-મંથન, શ્રી જૈન સદાચાર સાહિત્ય
સમિતિ, જૂનાગઢ, 1965, પૃ.86
ગણેશપ્રસાદ વર્ણી, વર્ણી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, સંપાદક - નરેન્દ્ર વિદ્યાર્થી, શ્રી ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રંથ માલા, વારાણસી, 1968, .377/75
હુકમચંદ ભારિલ્લ, વીતરાગ-વિજ્ઞાન પાઠમાલા, ભાગ 2, નવા સંસ્કરણ, પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, જયપુર પૃ.6
ગણેશપ્રસાદ વર્ણી, વર્ણી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, સંપાદક - નરેન્દ્ર વિદ્યાર્થી, શ્રી ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રંથ માલા, વારાણસી, 1968, પૃ.235/94
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, ભારતીય જ્ઞાનપીઠ વારાણસી,
1965, .271/1
હુકમચંદ ભારિલ્લ, તીર્થંકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, ત્રીજું સંસ્કરણ, શ્રી વીતરાગ-વિજ્ઞાન સાહિત્ય પ્રકાશન, આગરા, 1975, પૃ.91 અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, ટીકાકાર-બ્રહ્મચારી સીતલપ્રસાદ,
Page #366
--------------------------------------------------------------------------
________________
સંદર્ભ સૂચિ
મૂલચંદ કિસનદાસ કાપડિયા, સુરત, 1930, પૃ.15-16
ગણેશપ્રસાદ વર્ણી, વર્ણી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, સંપાદક - નરેન્દ્ર વિદ્યાર્થી, શ્રી ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રંથ માલા, વારાણસી, 1968, પૃ.29/15 35. વહી, પૃ.228 # 41 અને પૃ.230 ૫૫
36. વહી, પૃ.234 # 86
વહી, પૃ.69 # 1-6
વહી, પૃ.22 # 1-3
વહી, પૃ.227# 31 અને પૃ. 230 # 52 અને 60
અને 5,
34.
37.
38.
39.
40.
41.
42.
43.
44.
45.
46.
47.
365
48.
શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 24/1 અનુવાદક-પન્નાલાલ બાકલીવાલ, શ્રી પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ 1927, પૃ.246 ગણેશપ્રસાદ વર્ણી, વર્ણી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, સંપાદક - નરેન્દ્ર વિદ્યાર્થી, શ્રી ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રંથ માલા, વારાણસી, 1968, પૃ.6/41-43 અને પૃ.28/13
-
આચાર્ય પદ્મનંદિ, અનિત્ય ભાવના, શ્લોક 17, પૃ.13-14
હીરાલાલ જૈન (સંપાદક), જિન-વાણી, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, ન્યુ દિલ્હી, 1975, પૃ.199
દોલતરામકૃત છહઢાલા, સટીક, બીજી આવૃત્તિ, અનુવાદક-મગનલાલજી જૈન, શ્રી સેઠી ધિ. જૈન ગ્રંથમાલા, 1955, પૃ.150-152 ગણેશપ્રસાદ વર્ણી, વર્ણી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, સંપાદકનરેન્દ્ર વિદ્યાર્થી, શ્રી ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રંથ માલા, વારાણસી, 1968, પૃ.370-371 # 17 અને રૃ.377 # 76
ચંપક સાગરજી મહારાજ, આત્મ-મંથન, શ્રી જૈન સદાચાર સાહિત્ય સમિતિ, જૂનાગઢ, 1965, પૃ.87
-
ગણેશપ્રસાદ વર્ણી, વર્ણી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, સંપાદક - નરેન્દ્ર વિદ્યાર્થી, શ્રી ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રંથ માલા, વારાણસી, 1968, પૃ.238-239 # 107 અને #11f
કુંથુસાગરજી મહારાજ, સુધર્મોપદેશામૃતસાર, આચાર્ય કુંથુસાગર ગ્રંથ
Page #367
--------------------------------------------------------------------------
________________
366
49.
50.
51.
નાથૂરામ ડોંગરીય જૈન, જેન-ધર્મ, દ્વિતીય સંસ્કરણ, ‘જૈનધર્મ’ પ્રકાશક કાર્યાલય, બિજનૌર 1941, પૃ.54-55
ચંપક સાગરજી મહારાજ, આત્મ-મંથન, શ્રી જૈન સદાચાર સાહિત્ય સમિતિ, જૂનાગઢ, 1965, પૃ.89
53. વહી, પૃ. 10f
52.
54.
55.
56.
59.
કુંથુસાગરજી મહારાજ, સુધર્મોપદેશામૃતસાર, પૃ.81
શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 4/57-58, પૃ.81-82
57.
5. ગણેશપ્રસાદ વર્ણી, વર્ણી-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, સંપાદકનરેન્દ્ર વિદ્યાર્થી, શ્રી ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રંથ માલા, વારાણસી,
1.
2.
3.
માલા, સોલાપુર, 1940, પૃ.80-81
કુંથુસાગરજી મહારાજ, શ્રાવક પ્રતિક્રમણસાર, તૃતીય સંસ્કરણ, શિખરચંદ્ર કપૂર ચંદ જૈન, જબલપુર, 1957, પૃ.2-3
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, પૃ.272
અધ્યાય 6
4.
વહી, પૃ.76-77
5.
જૈન ધર્મઃ સાર સંદેશ
કુંથુસાગરજી મહારાજ, શ્રાવક પ્રતિક્રમણસાર, તૃતીય સંસ્કરણ, શિખરચંદ્ર કપૂર ચંદ જૈન, જબલપુર, 1957, પૃ.7
1968, ч.71 # 20
વહી, પૃ. 373 # 38 અને 39
કુંથુસાગરજી મહારાજ, શ્રાવક પ્રતિક્રમણસાર, સંશોધિત તૃતીય સંસ્કરણ, શિખરચંદ્ર કપૂરચંદ જૈન, જબલપુર, 1957, પૃ.21
પંડિત ટોડરમલ, મોક્ષમાર્ગ પ્રકાશક, સંપાદક હુક્મચંદ ભારિલ્લ, દસમ સંસ્કરણ, સત્સાહિત્ય પ્રકાશન અને પ્રચાર વિભાગ, જ્યપુર, 1989 પ્રથમ અધિકાર પૃ.5 હુકમચંદ ભારિલ્લ‚ તીર્થંકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, ચોથુ સંસ્કરણ, શ્રી વીતરાગ-વિજ્ઞાન સાહિત્ય પ્રકાશન, આગરા, 1975, પૃ.120-121
વહી, પૃ. 133
વહી, પૃ.127
Page #368
--------------------------------------------------------------------------
________________
367
સંદર્ભ સૂચિ 6. ગણેશપ્રસાદ વર્ણી, વર્ણ-વાણી, પ્રથમ ભાગ, સંપાદક - નરેન્દ્ર
વિદ્યાર્થી, પંચમ સંસ્કરણ, શ્રી ગણેશપ્રસાદ વર્મી જૈન ગ્રંથ માલા,
વારાણસી, 1968, પૃ.91 #1 1. અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, ટીકાકાર-બ્રહ્મચારી સીતલપ્રસાદ,
મૂલચંદ કિસનદાસ કાપડિયા, સૂરત, 1930, પૃ.268 8. હકમચંદ ભારિ, તીર્થકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, પૃ.149 9. વહી, પૃ.130
પંડિત ટોડરમલ, મોક્ષમાર્ગ પ્રકાશક, સંપાદક-હુક્મચંદ ભારિત્સ, દસમ સંસ્કરણ,
સત્સાહિત્ય પ્રકાશન અને પ્રચાર વિભાગ, ક્યપુર, 1989 પ્રથમ અધિકાર પૃ.10 1. હુકમચંદ ભારિત્સ, તીર્થકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, પૃ.129-130 12. આચાર્ય શ્રી કુંથુસાગરજી મહારાજ, સુધર્મોપદેશામૃતસાર, આચાર્ય શ્રી
કુંથુસાગર ગ્રંથમાલા, સોલાપુર 1940, પૃ.49 ૩. શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, હિન્દી અનુવાદક-પન્નાલાલ બાકલીવાલ,
શ્રીપરમ શ્રુતપ્રભાવક મંડલ, મુંબઈ 1927, 42, 33-34 પૃ.437 14. હરિલાલ જૈન, વીતરાગ વિજ્ઞાન, ભાગ 2, દોલતરામજી રચિત છાહઢાલા
ની દ્વિતીય ઢાલ પર કાનજી સ્વામીના પ્રવચન, શ્રી ધિ જૈન સ્વાધ્યાય
મંદિર ટ્રસ્ટ, સોનગઢ, 1971, પૃ.90 15 શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2.1.22, પૃ.20 16. આચાર્ય કુંથુસાગરજી મહારાજ, શ્રાવક પ્રતિક્રમણસાર, તૃતીય સંસ્કરણ,
શિખરચંદ્ર કપૂરચંદ જૈન, જબલપુર, 1957, શ્લોક 80, પૃ.90-91. 17. આચાર્ય કુંથુસાગરજી મહારાજ, સુધર્મોપદેશામૃતસાર, આચાર્ય શ્રી કુંથુસાગર
ગ્રંથમાલા, સોલાપુર, 1940, શ્લોક 68-69 પૃ.so 18. પન્નાલાલ જૈન-સંપાદક, રામ કથા, પદ્યાનુવાદ લેખક-પંડિત
શ્રીગુણભદ્રજી જૈન, જૈન સાહિત્ય પ્રકાશન, ન્યુ દિલ્હી, 1970, પૃ.306 19. બ્રહ્મચારી મૂલશંકર દેસાઈ, દેવ ગુરુ શાસ્ત્રનું સ્વરૂપ, જૈન દર્શન
વિદ્યાલય, જયપુર, 1961, પૃ.57 20. જૈન સિદ્ધાંત પ્રવેશ રત્નમાલા, પાંચમો ભાગ, બીજું સંસ્કરણ, વીતરાગ
વિજ્ઞાન સાહિત્ય પ્રકાશન સમિતિ, દહેરાદૂન, આગરા, 1974, પૃ.230
Page #369
--------------------------------------------------------------------------
________________
368
જૈન ધર્મ સાર સંદેશ 2. શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 5.1.6, 14 અને 18 પૃ.84-87. 22. હરિલાલ જૈન, વીતરાગ વિજ્ઞાન, ભાગ 2, દોલતરામજી રચિત છાહઢાલા
ની દ્વિતીય ઢાલ પર કાનજી સ્વામીના પ્રવચન, શ્રી ધિ જૈન સ્વાધ્યાય
મંદિર ટ્રસ્ટ, સોનગઢ, 1971, પૃ.149 23. પંડિત ટોડરમલ, મોક્ષમાર્ગ પ્રકાશક, પહેલો અધિકાર, પૃ.20 24, હુકમચંદ ભારિત્સ-સંપાદક, બૃહજિનવાણી સંગ્રહમાં સંગ્રહિત
ભૂધરદાસ કૃત બારહ ભાવના, દસમ સંસ્કરણ, અખિલ ભારતીય જૈન
યુવા ફેડરેશન, જયપુર 2006, પૃ.657 25. અમૃતચંદ્રસૂરિ, પુરુષાર્થસિદ્ધયુપાય, હિન્દી ભાષા ટીકા સહિત, સંપાદક
નાથૂરામ પ્રેમી, શ્રી પરમશ્રુતપ્રભાવક મંડલ, મુંબઈ, 1915, પૃ.2 26. પં. ટોડરમલ કૃત, મોક્ષમાર્ગ પ્રકાશક પર કાનજી સ્વામીના પ્રવચન,
મોક્ષમાર્ગ પ્રકાશની કિરણો, અનુવાદક-મગનલાલ જૈન, શ્રી જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ 1950, પૃ.196 21. આચાર્ય શ્રી શિવમુનિજી મહારાજ દ્વારા શ્રી આત્મારામજી મહારાજની
શ્રી જૈનતત્ત્વ કલિકા વિકાસના સંપાદકીય, આત્મજ્ઞાન-શ્રમણ-શિવ અગમ પ્રકાશન સમિતિ, લુધિયાના, 2004, પૃ.6 આચાર્ય શિવમુનિ, ભારતીય ધર્મોમાં મુક્તિ-વિચાર, દ્વિતીય સંસ્કરણ, પાકૃત ભારતી અકાદમી, જયપુર, 2001, પૃ.123 આચાર્ય સમતભદ્ર, રત્નકરષ્ઠ શ્રાવકાચાર, શ્લોક 5, 7 અને 8 હિન્દી
અનુવાદક- જયકુમાર જલજ, હિન્દી ગ્રન્થ કાર્યાલય, મુંબઈ, 2006, પૃ.8 30. શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવ 42.30-32, પૃ.436-437
હીરાલાલ જૈન સંપાદક, જૈનધર્મામૃત, દ્વિતીય સંસ્કરણ, ભારતીય જ્ઞાનપીઠ,
વારાણસી, 1965 પ્રથમ અધ્યાય, શ્લોક 48, 50 અને 51, પૃ.47-48 32. હરિલાલ જૈન, વીતરાગ વિજ્ઞાન, ભાગ 2, દોલતરામજી રચિત છાહઢાલા
ની દ્વિતીય ઢાલ પર કાનજી સ્વામીના પ્રવચન, શ્રી ધિ જૈન સ્વાધ્યાય
મંદિર ટ્રસ્ટ, સોનગઢ, 1971, પૃ.112-113 33. હુકમચંદ ભારિત્સ, વીતરાગ-વિજ્ઞાન પાઠમાલા, ભાગ 2, નવા સંસ્કરણ,
પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, જયપુર 1989, પૃ.13
Page #370
--------------------------------------------------------------------------
________________
369
સંદર્ભ સૂચિ 34. દીપચંદજી શાહ કાશલીવાલ, સંપાદક-પંડિત પરમાનંદજી જૈન શાસ્ત્રી,
અનુભવ પ્રકાશ, શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, 1963, પૃ.50 35. બ્રહ્મચારી મૂલશંકર દેસાઈ, દેવ ગુરુ શાસ્ત્રનું સ્વરૂપ, શ્રી દિગંબર જૈન
મંદિર, આગ્રા, 1961, પૃ.33-34 36. પંડિત ટોડરમલ, મોક્ષમાર્ગ પ્રકાશક, પહલો અધિકાર, પૃ.16-17 37. વહી, પૃ.15 38. નાટક સમયસાર, ઉત્થાનિકા, છંદ 6; હુકમચંદ ભારિત્સ, તીર્થકર
મહાવીર અને તેમના સર્વોદય તીર્થ પૃ.141માં ઉદ્ભૂત 39. દોલતરામજી, છાહઢાલા, અનુવાદક-મગનલાલજી જૈન, બીજી આવૃત્તિ,
શ્રી દિ.જેન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ, 1963, છઠવી ઢાલ, છંદ 6
અને 11, પૃ.137 અને 146 4૦. ભક્તિ-પાઠ-સંગ્રહ, પૃ.૨૫; હુકમચંદ ભારિત્ન, તીર્થકર મહાવીર અને
તેમના સર્વોદય તીર્થ, પૃ.134-135માં ઉદધૃત વી, પદ્ધસિંહ મુનિરાજ, સાણસાર (જ્ઞાનસાર), ભાષા ટીકાકાર-ત્રિલોકચંદ
જેન, મૂલચંદ કિસનદાસ કાપડિયા, સૂરત, 1944, શ્લોક 32, પૃ.26, 42. હુકમચંદ ભારિત્સ,વીતરાગ-વિજ્ઞાન પાઠમાલા, ભાગ ૨ નવા સંસ્કર,
પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, જયપુર 1989, પૃ.48 43. આચાર્ય પદ્મનંદી, અનિત્ય-ભાવના (અનિત્યપશ્ચાશ), અનુવાદક –
જુગલકિશોર મુખ્તાર તૃતીય સંસ્કરણ, વીર-સેવા-મંદિર, સહારનપુર,
1946 શ્લોક 17(ભાવાર્થ), પૃ.13-14 44. આચાર્ય અમિતગતિ, તત્ત્વભાવના, ટીકાકાર-બ્રહ્મચારી સીતલ પ્રસાદજી,
મૂલચંદ કિસનદાસ કાપડિયા, સૂરત, 1930, પૃ.181 45. દીપચંદજી શાહ કાશલીવાલ, અનુભવ પ્રકાશ, શ્રી દિ.જેન સ્વાધ્યાય
મંદિર ટ્રસ્ટ, સોનગઢ, 1963, પૃ.23 46. વહી, પૃ.31-32 47. હીરાલાલ જૈન-સંપાદક, જૈનધર્મામૃત, દ્વિતીય સંસ્કરણ, ભારતીય
જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી 1965 તૃતીય અધ્યાય, શ્લોક 13, 14 અને
16 અને પ્રથમ અધ્યાય, શ્લોક 36, પૃ.109 અને 45 48, દીપચંદજી શાહ કાશલીવાલ, અનુભવ પ્રકાશ, પૃ.24-25
Page #371
--------------------------------------------------------------------------
________________
370
49.
50.
51.
52.
53.
54.
વહી, પૃ.30-31
વહી, પૃ.11-12
ચંપક સાગરજી મહારાજ, આત્મ-મંથન, શ્રી જૈન સદાચાર સાહિત્ય સમિતિ, જૂનાગઢ, 1965, પૃ.81-83
દીપચંદજી શાહ કાશલીવાલ, અનુભવ પ્રકાશ, પૃ.36
57.
58. નરેન્દ્ર વિદ્યાર્થી-સંપાદક, વર્ણી-વાણી, પંચમ સંસ્કરણ, શ્રી ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રંથમાલા, વારાણસી, 1968, પૃ.160.7 અને પૃ.161.9
55.
56.
59.
60.
61.
62.
63.
64.
65.
જૈન ધર્મઃ સાર સંદેશ પં.ટોડરમલ કૃત મોક્ષમાર્ગ પ્રકાશક પર કાનજી સ્વામીના પ્રવચન, મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણોં, અનુવાદક-મગનલાલ જૈન, શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ, 1950, પૃ.205-206
હીરાલાલ જૈન સંપાદક, જૈનધર્મામૃત, દ્વિતીય સંસ્કરણ, ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી 1965 ચૌદમો અધ્યાય, શ્લોક 33 અને 63, પૃ.285 અને 298 આચાર્ય દેશભૂષણ મહારાજ-અનુવાદક અને સંપાદક, રત્નાકર શતક, શ્રી સ્યાદ્વાદ પ્રકાશન મંદિર, આરા, 1950, પૃ.13
66.
વહી, પૃ.227-228
દીપચંદજી શાહ કાશલીવાલ, અનુભવ પ્રકાશ, પૃ.56
વહી, પૃ.92-93.8
દીપચંદજી શાહ કાશલીવાલ, અનુભવ પ્રકાશ, પૃ.25
જ્ઞાનદર્પણ, પદ 43, દીપચંદજી શાહ કાશલીવાલ રચિત અનુભવ પ્રકાશ, પૃ.25 મેં ઉધૃત
પંડિત ટોડરમલ, મોક્ષમાર્ગ પ્રકાશક, પહલા અધિકાર, પૃ.17 કુંથુસાગરજી મહારાજ, શ્રાવક પ્રતિક્રમણસાર, સંશોધિત તૃતીય સંસ્કરણ, શિખરચંદ્ર કપૂરચંદ જૈન, જબલપુર, 1957, પૃ.25-29
હુકમચંદ ભારિલ્લ‚ તીર્થંકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, ચોથુ સંસ્કરણ, વીતરાગ-વિજ્ઞાન સાહિત્ય પ્રકાશન, આગરા, 1975, પૃ.123 મૂલશંકર દેસાઇ, દેવ ગુરુ શાસ્ત્રનું સ્વરૂપ, શ્રી દિગંબર જૈન મંદિર, આગરા 1961, પૃ.59
ચંપક સાગરજી મહારાજ, આત્મ-મંથન, શ્રી જૈન સદાચાર સાહિત્ય સમિતિ, જૂનાગઢ, 1965, પૃ.87
Page #372
--------------------------------------------------------------------------
________________
371
સંદર્ભ સૂચિ 67. કુંથુસાગરજી મહારાજ, સુધર્મોપદેશામૃતસાર, આચાર્ય કુંથુસાગર ગ્રંથ
માલા, સોલાપુર, 1940, પૃ.51 હીરાલાલ જૈન-સંકલન-અનુવાદકર્તા, જિન-વાણી, ભારતીય જ્ઞાનપીઠ
પ્રકાશન, ન્યુ દિલ્હી, વારાણસી 1944, પૃ.17-21 69. દીપચંદજી શાહ કાશલીવાલ, અનુભવ પ્રકાશ, પૃ.35 70. હીરાલાલ જેન વીતરાગ વિજ્ઞાન, ભાગ 2, દોલતરામજી રચિત
છાહઢાલાની દ્વિતીય ઢાલ પર કાનજી સ્વામીના પ્રવચન, શ્રી દિ.જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ, 1971, પૃ.52-55 અને 57 1. આચાર્ય અમિતગતિ, તત્ત્વભાવના, ટીકાકાર-સીતલ પ્રસાદજી, મૂલચંદ
કિસનદાસ કાપડિયા, સૂરત, 1930, પૃ 59-60 માં ઉદ્ભૂત 72. આચાર્ય કુંથુસાગરજી મહારાજ, શ્રાવક પ્રતિક્રમણસાર, તૃતીય સંસ્કરણ,
શિખરચંદ્ર કપૂરચંદ જૈન, જબલપુર, 1957, શ્લોક 18, પૃ.20 73. જૈન સિદ્ધાંત પ્રવેશ રત્નમાલા, પાંચમો ભાગ, બીજું સંસ્કરણ, વીતરાગ
વિજ્ઞાન સાહિત્ય પ્રકાશન સમિતિ, દહેરાદૂન, આગરા, 1974, પૃ.1 74. હુકમચંદ ભારિત્સ-સંપાદક, બૃહનિવાણી સંગ્રહ, દસમ સંસ્કરણ,
અખિલ ભારતીય જૈન યુવા ફેડરેશન, જયપુર, 2006, પૃ.644 75. હુકમચંદ ભારિત્સ, વીતરાગ-વિજ્ઞાન પાઠમાલા, ભાગ 2, નવમું
સંસ્કરણ, 1989, પૃ.48 16. મૂલશંકર દેસાઈ, દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ, શ્રીદિગમ્બર જૈન મંદિર,
આગરા, 1961, પૃ.58-59 નેમીચંદ જૈન, ભક્તિના અંગૂર અને સંગીત-સમયસાર, મુનિ શ્રી
વિદ્યાનચંદ ચાતુમતિ સમારોહ સમિતિ, ઇંદોર 1972માં ઉદ્ભૂત, પૃ.31 78. હુકમચંદ ભારિત્સ, તીર્થંકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, ચોથુ
સંસ્કરણ, શ્રી વીતરાગ-વિજ્ઞાન સાહિત્ય પ્રકાશન, આગરા, 1975, પૃ.132 19. નાથુરામ ડોંગરીય જૈન, જૈન-ધર્મ દ્વિતિય સંસ્કરણ, “જૈનધર્મ' પ્રકાશક
કાર્યાલય, બિજનૌર 1941, પૃ.32-33 80. આચાર્ય કુંથુસાગરજી મહારાજ, શ્રાવક પ્રતિક્રમણસાર (સટીક), તૃતીય
સંસ્કરણ, શિખરચંદ્ર કપૂરચંદ જૈન, જબલપુર, 1997, પૃ.29-31 કા. પંડિત ટોડરમલ, મોક્ષમાર્ગ પ્રકાશક, સંપાદક-હુકમચંદ ભારિત્સ, દસમ
Page #373
--------------------------------------------------------------------------
________________
372
82.
83.
84.
85.
અધ્યાય 7
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
જૈન ધર્મઃ સાર સંદેશ
સંસ્કરણ, સત્સાહિત્ય પ્રકાશન અને પ્રચાર વિભાગ, જયપુર, 1989, છઠ્ઠો અધિકાર, પૃ.175-177 અને 180
હરિલાલ જૈન, વીતરાગ વિજ્ઞાન, ભાગ 2, દૌલતરામજી રચિત છહઢાલાની દ્વિતીય ઢાલ પર કાનજી સ્વામીના પ્રવચન, શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ, 1971, પૃ.109, 115 અને 116 આચાર્ય સમન્તભદ્ર, રત્નકરણ શ્રાવકાચાર, શ્લોક ૩૦, હિન્દી અનુવાદક -જયકુમાર જલજ, હિન્દી ગ્રંથ કાર્યાલય, મુંબઈ 2006, પૃ.13
આચાર્ય કુંથુસાગરજી મહારાજ, શ્રાવક પ્રતિક્રમણસાર સંશોધિત, તૃતીય સંસ્કરણ, શિખરચંદ્ર કપૂરચંદ જૈન, જબલપુર, 1955, પૃ.75 બ્રહ્મચારી મૂલશંકર દેસાઇ, દેવ ગુરુ શાસ્ત્રનું સ્વરુપ, શ્રી દિગમ્બર જૈન મંદિર, આગરા, 1961, પૃ.33
10.
પ્રકાશચંદ જૈન અને જયસેન જૈન દ્વારા સંપાદિત શ્રુત પંચમી મહાપર્વમાં પ્રકાશિત દેવેન્દ્રકુમાર શાસ્ત્રી, નીમચનું “શ્રુત શું છે?’’ શીર્ષક નિબંધ, ઇંદોરઃ શ્રી દિગમ્બર જૈન ઉદાસીન આશ્રમ, 1980, પૃ.45 અને 48 દિવ્યમહાધ્વનિરસ્ય મુખાજાજ્મેઘરવાનું કૃતિર્નિરગચ્છત્। ભવ્ય મનોગતમોનન્ અતદેષ યથૈવ તમોરિઃ ।।-મહાપુરાણ 23.69 વહી 24/83
નાદબિન્દુપનિષદ્ III.2.1
કસાયપાહુડ−1/97/129/14, સંપાદક-ફૂલચંદ્ર, મહેન્દ્રકુમાર અને કૈલાશચંદ્ર, મથુરાઃ ભારતીય દિગમ્બર જૈન સંઘ 1944, પૃ.129, પંક્તિ 14 તિલોયપણત્તી 1/62; 4/902 શોલાપુર ઃ જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, 1943, પૃ.8 અને 263; જુઓ હરિવંશ પુરાણ ।।.113
મહાપુરાણ ।.186 અને નિયમસાર તાત્પર્યવૃત્તિ 174
સ્વયંભૂ સ્તોત્ર 74, સરસાવાઃ વીર સેવા મંદિર, 1951
સમાધિશતક મૂલ 2, દિલ્હીઃ વીર સેવા મંદિર, 1964 અમૃતનાદોપનિષદ્ 24
Page #374
--------------------------------------------------------------------------
________________
સંદર્ભ સૂચિ
11.
12. જયધવલા 9/4,1, 44/120/10
કસાયપાહુડ 1/1-1,1/76/3, સપાંદક-ફૂલચંદ્ર, મહેન્દ્રકુમાર અને કૈલાશચંદ્ર, મથુરાઃ ભારતીય દિગમ્બર જૈન સંઘ 1944(પૃ.76, પંક્તિ 3); જુઓ તેની વીરસેન વિરચિત જયધવલા ટીકા, વહી, પૃ.76, પંક્તિ 10-13 પંડિત ટોડરમલ, મોક્ષમાર્ગ પ્રકાશક, જયપુરઃ સત્સાહિત્ય પ્રકાશન તથા પ્રચાર વિભાગ, દશમ સંસ્કરણ 1989, પૃ.18
કુંદકુંદાચાર્ય, સમયસાર, સંપાદક-પંડિત પન્નાલાલ, વારાણસીઃ શ્રીગણેશપ્રસાદ વર્ણી ગ્રંથમાલા, 1969, પ્રસ્તાવના, પૃ.13
છાન્દોગ્ટયોપનિષદ્ IV.9.3 મુણ્ડકોપનિષદ્ 1.2.12
જયધવલા 1/1,1,122/368/3, (અમરાવતી પ્રકાશન)
એકતયોઽપિ ચ સર્વતૃભાષાઃ, આદિપુરાણ 23/70 ન્યુ દિલ્હીઃ ભારતીય જ્ઞાનપીઠ, 1944
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.
26.
373
કસાયપાહુડ 1 1,1/57/75/5, મથુરાઃ ભારતીય દિગમ્બર જૈન સંઘ, 1944; પૃ.75-76 પંક્તિ 5-1, જુઓ, તિલોયપણતી 1 68-69
- ૩ ૪
આદિપુરાણ 23/70-23/72
હરિવંશ પુરાણ 58/15; જુઓ મહાપુરાણ 1/187
સ્વયંભૂ સ્તોત્ર 97
કસાયપાહુડ 1/1, 1/126/1, મથુરાઃ ભારતીય દિગમ્બર જૈનસંઘ, 1944, (પૃ.126 પંક્તિ 1)
ગોમ્મટસાર, જીવકાણ્ડ 227/488/15 કલકત્તાઃ જૈન સિદ્ધાંત પ્રકાશની સંસ્થા કાર્તિકયાનુપ્રેક્ષા, તાત્પર્યવૃત્તિ 1/6/15
હરિવંશપુરાણ 58/3, ન્યુ દિલ્હીઃ ભારતીય જ્ઞાનપીઠ
27.
આદિપુરાણ 1/188-189, ન્યુ દિલ્હીઃ ભારતીય જ્ઞાનપીઠ, 1944
28. રણજીતસિંહ કૂમટ, ધ્યાન સે સ્વબોધ, પ્રાકૃત ભારતી અકાદમી, જયપુર,
2007,પૃ.9
ટખણ્ડાગમ, ધવલા ટીકા-સમન્વિત, પ્રથમ જિલ્દ, પૃ.61 અલંકાર-ચિંતામણિ 1/102, ભારતીય જ્ઞાનપીઠ સંસ્કરણ આદિપુરાણ 23/154, ન્યુ દિલ્હીઃ ભારતીય જ્ઞાનપીઠ, 1944
Page #375
--------------------------------------------------------------------------
________________
374
જૈન ધર્મ સાર સંદેશ 32. વહી 23/155 33 મૂલ મેં ભૂલ, ભૈયા ભગવતીદાસજી અને શ્રી બનારસીદાસજી કૃત દોહા
પર શ્રી કાનજી સ્વામીના પ્રવચન, સોનગઢઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
ટ્રસ્ટ, 1947, પૃ.29 34 નાદબિન્દ્રપનિષદ્ III.1.2.5 35. વહી ા.2.4-5 36. જિનભાષાડધરસ્પંદમંતરણ વિજંભિતા / તિર્યદેવમનુષ્યાણાં દૃષ્ટિ
મોહમનીનશત્ |-હરિવંશ પુરાણ 2/113 31. પતંજલિ રચિત યોગસૂત્ર ||.35 38. અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, ટીકાકાર-સીતલ પ્રસાદજી, મૂલચંદ
કિસનદાસ કાપડિયા, સૂરત, 1930 પૃ.320 39. બૃહનિવાણી સંગ્રહ, પૃ.425 40. આચાર્ય પાāદવ, ભક્તિના અંગૂર અને સંગીત-સમયસાર, સંપાદક
નેમીચંદ જૈન, મુનિ શ્રી વિદ્યાનંદ ચાતુર્માસ સમારોહ-સમિતિ, ઇંદોર,
1972, શ્લોક 2, પૃ.4 4. વહી, પૃ.3 42. વહી, પૃ.27 (મહાચંદ જૈન ભજનાવલી, 20) 43 મૂલ મેં ભૂલ, ભૈયા ભગવતીદાસજી અને શ્રી બનારસીદાસજી કૃત દોહા
પર શ્રી કાનજી સ્વામીના પ્રવચન, સોનગઢઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, 1947, પૃ.32
અધ્યાય 8
1. તત્ત્વાર્થાધિગમ સૂત્ર .7 2. પદ્મસિંહમુનિરાજકૃતણાણસાર (જ્ઞાનસાર), શ્લોક 60, ભાષાટીકાકાર
ત્રિલોકચંદજી જૈન, મૂલચંદ કિસનદાસ કાપડિયા, સૂરત, 1944, પૃ.44 3. હીરાલાલ જેન (સંકલન-અનુવાદ કર્તા), જિન-વાણી, ભારતીય
જ્ઞાનપીઠ પ્રકાશન, ન્યુદિલ્હી, વારાણસી, 1975 પૃ.165 # 684-686 કુંથુસાગરજી મહારાજ, સુધર્મોપદેશામૃતસાર, શ્રી આચાર્ય કુંથુસાગર ગ્રંથમાલા, સોલાપુર, 1940, પૃ.60
Page #376
--------------------------------------------------------------------------
________________
375
સંદર્ભ સૂચિ 5. શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2/1 શ્લોક 8, 17, 26, 45 અને 46, અનુવાદક
પન્નાલાલ બાલીવાલ, શ્રી પરમશ્રત પ્રભાવક મંડલ, મુંબઈ, 1927, પૃ.17, 19, 21, 24 અને 25 આચાર્ય પદ્મનંદિ, અનિત્ય-ભાવના સંપાદક અને અનુવાદક – જુગલ કિશોર મુખ્તાર, તૃતીય સંસ્કરણ, વીર-સેવા-મંદિર, સહારનપુર, 1946
શ્લોક 37, 38, 40, 42 અને 43 પૃ.27, 28, 29, 30 અને 31 1. વહી, શ્લોક ૫, 13 અને 50, પૃ. 10-11 અને 36-37.
શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2/A 15, 23, 37-39, પૃ.18, 20 અને 23 અમૃતચંદ્રાચાર્ય, પુરુષાર્થસિદ્ધયુપાય, પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ,
1915, પૃ.98 10. હીરાલાલ જૈન (સંકલન-અનુવાદ કર્તા), જિન-વાણી, પૃ.67 693 1. શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2/2/8, 12, 16 અને 19, પૃ.27-30 12. વહી 2/3/2, 8, 15, 16 અને 17, પૃ.31-34 13. હીરાલાલ જૈન (સંકલન-અનુવાદ ક્ત), જિન-વાણી, પૃ.167 694 અને 696 14. અમૃતચંદ્રાચાર્ય, પુરુષાર્થસિદ્ધયુપાય, હિન્દી ભાષાટીકાકાર અને સંપાદક
- નાથૂરામ પ્રેમી, પરમશ્રુતપ્રભાવક મંડલ, મુંબઈ, 1975, પૃ.૯૯ 15. હીરાલાલ જૈન (સંકલન-અનુવાદ કર્તા), જિન-વાણી, પૃ.169 697-699 16. શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવ 2/4/5, 6 અને 10, પૃ. 3-36 17. કુંથુસાગરજી મહારાજ, શ્રાવક પ્રતિક્રમણસાર (સટીક), શિખરચંદ્ર
કપૂરચંદ જૈન, જબલપુર, 1957, પૃ.83 18, અમૃતચંદ્રાચાર્ય, પુરુષાર્થસિદ્ધયુપાય, હિન્દી ભાષાટીકાકાર અને સંપાદક
નાથુરામ પ્રેમી, પરમકૃત પ્રભાવક મંડલ, મુંબઈ, 1915, પૃ.100 19. હીરાલાલ જેન (સંકલન-અનુવાદ કર્તા), જિન-વાણી, પૃ.169 701-702 20. શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2/5/6, 7 અને 12, પૃ.38-39 શ. હીરાલાલ જૈન (સંકલન-અનુવાદ કર્તા), જિન-વાણી, પૃ.169 703 22. અમૃતચંદ્રાચાર્ય, પુરુષાર્થસિદ્ધયુપાય, પૃ.100 23. શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2/6/3, 5, 7, 9 અને 11, પૃ.40-41 24. હીરાલાલ જૈન (સંકલન-અનુવાદ કર્તા), જિન-વાણી, પૃ.169 707
Page #377
--------------------------------------------------------------------------
________________
376
25.
26.
27.
28.
29.
30.
31.
32.
33.
34.
35.
36.
41.
42.
37.
38. વહી, 2/12/ઉપસંહાર-શ્લોક 2, પૃ.59
39.
ભગવતી આરાધના મૂલ ટીકા સહિત, સખારામ દોશી, સોલાપુર, 1935, પૃ.1679 4. હીરાલાલ જૈન (સંકલન-અનુવાદ કર્તા), જિન-વાણી, પૃ.165# 683
તત્ત્વાર્થાધિગમસૂત્ર VII.11
શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 27 શ્લોક 4 પૃ.272
વહી, 27 શ્લોક 7, પૃ.272
હીરાલાલ જૈન (સંક્લન-સંપાદન-અનુવાદક્ત્ત), જૈનધર્મામૃત, દ્વિતીય સંસ્કરણ, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી, 1965, પૃ.40 શ્લોક 20-21 શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 27 શ્લોક 11-12 પૃ.273
વહી 27 શ્લોક 8-10, પૃ.272-273
વહી 27 શ્લોક 13-14, પૃ.273
નાથૂરામ ડોંગરીય જેન, જેન-ધર્મ દ્વિતીય સંસ્કરણ, ‘જૈનધર્મ’ પ્રકાશન કાર્યાલાય, બિજનૌર 1941, પૃ.84
પતંજલિ, યોગસૂત્ર 1.33
43.
45.
46.
47.
48.
જૈન ધર્મઃસાર સંદેશ
49.
શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2/7/2, પૃ.43 તત્ત્વાર્થાધિગમસૂત્ર IX.1
શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2/8, શ્લોક 1, 4, 5, 6, 7, 9, 10 અને 11, પૃ.45-47 હીરાલાલ જૈન (સંકલન-અનુવાદ કર્તા), જિન-વાણી, પૃ.171 714 અમૃતચંદ્રાચાર્ય, પુરુષાર્થસિદ્ધયુપાય (હિન્દી ભાષા ટીકા સહિત), પૃ.11 શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2/9 શ્લોક 2 અને 8, પૃ.47-48 હીરાલાલ જૈન (સંકલન-અનુવાદ કર્તા), જિન-વાણી, પૃ.173 718 શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2/11/શ્લોક 1, 6 અને 7, પૃ.54-55 શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2/12/શ્લોક 12 પૃ.58
હીરાલાલ જૈન (સંકલન-અનુવાદ કર્તા), જિન-વાણી, પૃ.173 725 અમૃતચંદ્રાચાર્ય, પુરુષાર્થસિદ્ધયુપાય, હિન્દી ભાષાટીકાકાર અને સંપાદકનાથૂરામ પ્રેમી, પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ, 1915, પૃ.102 શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 2/10/શ્લોક 6, 7, 15 અને 16, પૃ.50-52 agl, 2/10/ocùs 20, ų.52
Page #378
--------------------------------------------------------------------------
________________
377
સંદર્ભ સૂચિ અધ્યાય 9 1. હરિલાલ જૈન, વીતરાગ વિજ્ઞાન, ભાગ 2, દોલતરામજી રચિત
છઠઢાલાની દ્વિતીય ઢાલ પર કાનજી સ્વામીના પ્રવચન, શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ, 1971, પૃ.112 શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ સંપાદક-પન્નાલાલજી બાકલીવાલ, શ્રી પરમકૃત પ્રભાવક મંડલ, મુંબઈ, 1927, 3.20, પૃ.65
વહી, 41.1, પૃ.424 4. વહી, 22.6, 7, 11, 14, અને 19, પૃ.233-235,
વહી, 22.21-23, 25 26, 34, 35 અને દોહા 22, પૃ.235-238 વહી, 23.2,4,6,7,11,16,17,27,29,30 અને 33, પૃ.239-244 આચાર્ય દેશ ભૂષણ મહારાજ-અનુવાદક અને સંપાદક, રત્નાકર શતક,
દ્વિતીય ભાગ, શ્રી સ્યાદ્વાદ પ્રકાશન મંદિર, આરા, 1950, પૃ.8 &, પદ્ધસિંહ મુનિરાજ, સાણસાર (જ્ઞાનસાર), ભાષાટીકાકાર-ત્રિલોકચંદ
જૈન, મૂલચંદ કિસનદાસ કાપડિયા, સૂરત, 1944 પૃ.6-7 9. ગણેશપ્રસાદ વર્ણી, વર્ણ-વાણી, પ્રથમ ભાગ, પંચમ સંસ્કરણ, સંપાદક
- નરેન્દ્ર વિદ્યાર્થી, શ્રી ગણેશપ્રસાદ વર્મી જૈન ગ્રંથ માલા, વારાણસી, 1968, પૃ.230, 232, 235 અને 240
ઋષિભાસિત, અધ્યાય 22, ગાથા 14 1. કન્ડેયાલાલ લોઢા, જૈન-ધર્મમાં ધ્યાન, પાકૃત ભારતી અકાદમી, જયપુર,
2007, પૃ.64 12. કન્ડેયાલાલ લોઢા, જૈન-ધર્મમાં ધ્યાન, પાકૃત ભારતી અકાદમી, જયપુર,
2007, પૃ.247
વહી, પૃ.10 4. શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 3. 12, 13 અને 16, પૃ.63-64 15. અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના યા બૃહત્ સામયિક પાઠ, ટીકાકાર-સીતલ
પ્રસાદજી, મૂલચંદ કિસનદાસ કાપડિયા, સૂરત, 1930 પૃ.109 અને 292 16. પદ્ધસિંહ મુનિરાજ, સાણસાર (જ્ઞાનસાર), ભાષાટીકાકાર
ત્રિલોકચંદજી જેન, મૂલચંદ કિસનદાસ કાપડિયા સૂરત, 1944, શ્લોક 36, પૃ.28
10,
Page #379
--------------------------------------------------------------------------
________________
378
જૈન ધર્મ સાર સંદેશ . આચાર્ય જિનસેન, આદિ પુરાણ, પ્રથમ ભાગ, સંપાદક તથા અનુવાદક
પન્નાલાલ જૈન, સાતમું સંસ્કરણ, ભારતીય જ્ઞાનપીઠ, ન્યુ દિલ્હી,
1944, 21.8, પૃ.474 18. વહી, 21.9, પૃ.474 19 શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 25.15 અને 16, પૃ.255-256 20. દ્રવ્યસંગ્રહ ૫૯, જુઓ કયાલાલ લોઢા, જૈન-ધર્મમાં ધ્યાન, પાકૃત
ભારતી અકાદમી, જયપુર, 2007, પૃ.247 2. કન્વેયાલાલ લોઢા, જેન-ધર્મમાં ધ્યાન ભૂમિકા, પાકૃત ભારતી અકાદમી,
જયપુર, 2007, પૃ.11 22. સાગરમલ જૈન, કન્વેયાલાલ લોઢાની, જેન-ધર્મમાં ધ્યાન, પાકૃત
ભારતી અકાદમી, જયપુર, 2007, પૃ.21 23 શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 40.17, પૃ.420 24. પંચાસ્તિકાય, મૂલ 146, પરમશ્રત પ્રભાવક મંડલ, મુંબઈ, 1976, જુઓ,
જૈનેન્દ્ર સિદ્ધાંત કોશ, ભાગ 2, પૃ.494 25 અનગારધર્મામૃત 14.117, ખૂબચંદ, શોલાપુર, 1927, જુઓ, જેનેન્દ્ર
સિદ્ધાંત કોશ, ભાગ 2, પૃ.494 26. આચાર્ય જિનસેન-સંપાદક, આદિપુરાણ, પ્રથમ ભાગ, 21.12, પૃ.475 27. વહી, 21.132, પૃ.488 28. રાજવાર્તિક 9/27/24/627/10, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, દિલ્હી, 1952,
જુઓ, જેનેન્દ્ર સિદ્ધાંત કોશ, ભાગ 2, પૃ.481-482 29. શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 25.19, પૃ.256 30. પદ્ધસિંહ મુનિરાજ, માણસાર (જ્ઞાનસાર), શ્લોક 1, પૃ.9 શ. શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવ 26.2 અને 3, પૃ.262 32. આદિપુરાણ, પ્રથમ ભાગ 21.42-43, પૃ.478-479 1. શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 407, પૃ.418 34. આદિપુરાણ 21.133, પૃ.489 35 પદ્ધસિંહ મુનિરાજ, સાણસાર (જ્ઞાનસાર), શ્લોક 17,જેનેન્ટ સિદ્ધાંત
કોશ ભાગ 2, પૃ.477 36. આદિપુરાણ, પ્રથમ ભાગ 21.134, 135, 139 અને 141, પૃ.489
Page #380
--------------------------------------------------------------------------
________________
379
સંદર્ભ સૂચિ
37. શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવ 33.22 અને અંતિમ દોહા, પૃ.341 38. આદિપુરાણ, પ્રથમ ભાગ 21.141-142, પૃ.489-490 39. શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 341, 9, અને અંતિમ દોહા, પૃ.341, 343 અને 345 40. આદિપુરાણ 21.143 અને 147, પૃ.490 . શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 36.3, 14, 20, 21, 57 અને 185, પૃ.3°f, 354,
355, 361 અને 380 42. વહી, 42.6, પૃ.431 43. વહી, 42.9-11, પૃ.432 44. આદિપુરાણ 21.213-214, પૃ.497
શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 42.31 અને 39, પૃ.436 અને 438 46. પદ્ધસિંહ મુનિરાજ, સાણસાર (જ્ઞાનસાર), ભાષા ટીકાકાર-ત્રિલોકચંદ
જેન, મૂલચંદ કિસનદાસ કાપડિયા, સૂરત, 1944, શ્લોક 13, પૃ.12 47. સ્વામી પનંદિ સર્બોધ ચંદ્રોદય, શ્લોક 26, અમિતગતિ આચાર્યની
તત્ત્વભાવનામાં ઉદ્ભૂત, ટીકાકાર-સીતલપ્રસાદજી, મૂલચંદ કિસનદાસ
કાપડિયા, જૈન પુસ્તકાલય, સૂરત 1930, પૃ.216 48, પદ્ધસિંહ મુનિરાજ, સાણસાર (જ્ઞાનસાર), ભાષાટીકાકાર-ત્રિલોકચંદ,
મૂલચંદ કિસનદાસ કાપડિયા, સૂરત, 1944, શ્લોક 3, પૃ.4 49. વહી, શ્લોક 18, પૃ.15 છે. વહી, શ્લોક 48, પૃ.34-3 5. વહી, શ્લોક 18, પૃ.15 52. વહી, શ્લોક 28, પૃ.21 53. શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 37. 1, પૃ.381 54. જેનેન્દ્ર સિદ્ધાંત કોશ, ભાગ 2, પૃ.480 55 પદ્ધસિંહ મુનિરાજ, સાણસાર (જ્ઞાનસાર), પૃ.15 56. વહી, પૃ.17-18 51. શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 38.1, પૃ.387 58. હીરાલાલ જૈન-સંપાદક, જૈનધર્મામૃત, દ્વિતીય સંસ્કરણ, ભારતીય
જ્ઞાનપીઠ, વારાણસી, 1965, પૃ.86-87
Page #381
--------------------------------------------------------------------------
________________
380
59.
60.
63.
61.
62. વહી, 38.38 અને 43-44, પૃ.394-395
આચાર્ય દેશભૂષણ મહારાજ રત્નાકર શતક, દ્વિતીય ભાગ, શ્રી સ્યાદ્વાદ પ્રકાશન મંદિર, આરા, 1950, પૃ.237
શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવ 42.37, પૃ.437 અને 38.14-15, પૃ.390 હુકમચંદ ભારિલ્લ – સંપાદક, બૃહજ઼િનવાણી સંગ્રહ, દસમું સંસ્કરણ, અખિલ ભારતીય જૈન યુવા ફેડરેશન, જયપુર, 2006, પૃ.177 શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવ 38.23, પૃ.392
વહી, 38.24-26, 28, અને 38.30-32, પૃ.392-393
64.
65.
66.
70.
67.
68. વહી, 3.25, પૃ.66
9. પતંજલિ, યોગસૂત્ર 1.27-28
આચાર્ય પાશ્વદેવ, ભક્તિના અંગૂર અને સંગીત-સમયસાર, સંપાદકનેમીચંદ જૈન, મુનિ શ્રી વિદ્યાનંદ ચાતુર્માસ સમારોહ-સમિતિ, ઇંદોર, 1972, શ્લોક 2, પૃ.34
71.
વહી, પૃ.25 (જૈનપદ સંગ્રહ, 106)
72. દ્રવ્યસંગ્રહ ટીકા 50, પાતનિકા 209/8, દેહલી પ્રકાશન, 1953 જુઓ,
જૈનેન્દ્ર સિદ્ધાંત કોશ, ભાગ 2, પૃ.500
અમિતગતિ આચાર્ય તત્ત્વભાવના, ટીકાકાર-સીતલ પ્રસાદજી, મૂલચંદ કિસનદાસ કાપડિયા, સૂરત, 1930, પૃ.319-320
આદિપુરાણ પ્રથમ ભાગ 21.120-130, પૃ.487-488
વહી 23.61-62, 64, 66; 24.168 અને 170, પૃ.547-548 અને 591 શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 39.1, 4-6, 18-20 અને 23, પૃ.409-410 અને 412
76.
77. વહી, 39.32, 37 અને 41-42, પૃ.413-415
વહી, 39.46 અને અંતિમ સોરઠા, પૃ.416
73.
74.
ન
જૈન ધર્મઃ સાર સંદેશ આચાર્ય દેશભૂષણ મહારાજ-અનુવાદક અને સંપાદક, રત્નાકર શતક, દ્વિતીય ભાગ, શ્રી સ્યાદ્વાદ પ્રકાશન મંદિર, આરા, 1950, પૃ.235-237 અને 240 દીપચંદજી શાહ કાશલીવાલ, અનુભવ પ્રકાશ, શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ, 1963, પૃ.13
પદ્મસિંહ મુનિરાજ, ણાણસાર (જ્ઞાનસાર),
75.
પૃ.18
78.
Page #382
--------------------------------------------------------------------------
________________
381
સંદર્ભ સૂચિ 79. વહી, 40.15, 16, 19;31.35;40.28-31 અને અંતિમ દોહા, પૃ.419-420, 314
અને 422–423 80, દીપચંદજી શાહ કાશલીવાલ, અનુભવ પ્રકાશ, શ્રી દિગમ્બર જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ, 1933, પૃ.29 8ા. જૈનેન્દ્ર સિદ્ધાંત કોશ, ભાગ 4, પૃ.31 82. નિયમસાર તાત્પર્યવૃત્તિ 12 3; જુઓ જેનેન્દ્ર સિદ્ધાંત કોશ, ભાગ 1, પૃ.32 83 પમસિંહ મુનિરાજ, સાણસાર (જ્ઞાનસાર), ભાષા ટીકાકાર
ત્રિલોકચંદજી જૈન, મૂલચંદ કિસનદાસ કાપડિયા, સૂરત, 1944 શ્લોક 37, 38, 41-45 અને 47, પૃ.29-34; જુઓ જેનેન્દ્ર સિદ્ધાંત કોશ, ભાગ
4, પૃ.33 84. આચારસાર 77-79 અને 81; જુઓ જૈનેન્દ્ર સિદ્ધાંત કોશ, ભાગ 1, પૃ.33 85. શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 4.6, પૃ.69-70 86. વહી, 5.3, પૃ.85 87. શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 4.10, પૃ.71
વહી 4.17, પૃ.72 માં શુભચંદ્રાચાર્ય કહે છેઃ “આકાશના પુષ્પ અને ગધેડાના શીંગડા હોતા નથી. કદાચ કોઈ દેશ કે કાળમાં એના હોવાની પ્રતીતિ થઈ શકે છે, પરંતુ ગૃહસ્થાશ્રમમાં ધ્યાનની સિદ્ધિ થવી તે કોઈ
દેશ કે કાળમાં સંભવ નથી.” 89. સાગરમલ જૈન, કન્ડેયાલાલ લોઢાની જેન ધર્મમાં ધ્યાનની ભૂમિકા,
પ્રાકૃત ભારતી અકાદમી, જયપુર, 2007, પૃ.37 90. વહી, પૃ.37-38
હિરાલાલ જેન(સંપાદક), જૈનધર્મામૃત, દ્વિતીય સંસ્કરણ, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી, 1965, પૃ.96-97 અને સમન્તભદ્રત રત્ન
કરષ્ઠ શ્રાવકાચાર, હિન્દી ગ્રંથ કાર્યાલય, મુંબઈ, 2006, શ્લોક 33, પૃ.13 92. હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, દ્વિતીય સંસ્કરણ, ભારતીય
જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી, 1965, પૃ.96 સમન્તભદ્રકૃત રત્નકરષ્ઠ શ્રાવકાચાર, હિન્દી અનુવાદક-જયકુમાર જલજ, હિન્દી ગ્રંથ કાર્યાલય, મુંબઈ, 2006, શ્લોક 25 અને 26, પૃ.12
Page #383
--------------------------------------------------------------------------
________________
382
94.
95.
96.
97.
98.
99.
102.
103.
100.
11. પદ્ધસિંહ મુનિરાજ, ણાણસાર (જ્ઞાનસાર), શ્લોક 9, પૃ.8 ગણેશપ્રસાદ વર્ણી, વર્ણી-વાણી, પ્રથમ ભાગ પંચમ સંસ્કરણ, સંપાદક – નરેન્દ્ર વિદ્યાર્થી, વારાણસી, 1968, પૃ.94# 13
મહાપુરાણ 21.8, જુઓ જેનેન્દ્ર સિદ્ધાંત કોશ, ભાગ 2, પૃ.497 આદિ પુરાણ, પ્રથમ ભાગ 21.81-83 પૃ.483
જિનભદ્રક્ષમાશ્રમણ, ધ્યાનશતક, સંપાદક અને વ્યાખ્યાતા-ક -નૈયાલાલ લોઢા અને સુષમા સિંઘવી, પ્રાકૃત ભારતી અકાદમી, મુંબઈ, 2007, પૃ.83-84 કનૈયાલાલ લોઢા, જૈન ધર્મમાં ધ્યાન, પ્રાકૃત ભારતી અકાદમી, જયપુર, 2007, પૃ.142
104.
105.
106.
107.
108.
1.
2.
અધ્યાય 10
3.
જૈન ધર્મઃ સાર સંદેશ
શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 18.11, પૃ.278 પતંજલિ, યોગસૂત્ર 2.46
શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 18.30-31, 33 અને 39-40, પૃ.282-284
4.
વહી, 18.21, પૃ.280
આદિપુરાણ, પ્રથમ ભાગ 21.60, 21.67-68 અને 21.70-72, પૃ.480-482 આચાર્ય દેશભૂષણ મહારાજ-અનુવાદક અને સંપાદક, રત્નાકર શતક, દ્વિતીય ભાગ, શ્રી સ્યાદ્વાદ પ્રકાશન મંદિર, આરા, 1950, પૃ.8 100. વહી, પૃ.240
શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવ, 21.5-8, 20, 21, 23 અને 25.2,3,5,6 અને 7, પૃ.221, 230 અને 253-254
આદિ પુરાણ, પ્રથમ ભાગ 21.5,7, 212, 213,215 અને 237, પૃ.474, 497 અને 499-500
કુંથુસાગરજી મહારાજ, સુધર્મોપદેશામૃતસાર, આચાર્ય કુંથુસાગર ગ્રંથ માલા, સોલાપુર, 1940, પૃ.108-109
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, દ્વિતીય સંસ્કરણ, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી, 1965 પૃ.32
વહી પૃ.33
કુંથુસાગરજી મહારાજ, સુધર્મોપદેશામૃતસાર, વહી પૃ.108-109
Page #384
--------------------------------------------------------------------------
________________
સંદર્ભ સૂચિ
5.
6.
7.
8.
9.
10.
11.
14.
15.
12.
13. વહી, પૃ.35-36
16.
17.
18.
19.
20.
21.
22.
23.
કાનજી સ્વામી, વીતરાગ વિજ્ઞાન, ભાગ 2 (છઠ્ઠઢાલાના બીજા અધ્યાય પર કાનજી સ્વામીનું પ્રવચન), કહાન જૈન શાસ્ત્રમાલા, સોનગઢ 1971, પૃ.54 હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, વહી પૃ.307
અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, ટીકાકાર-બ્રહ્મચારી સીતલ પ્રસાદ,
મૂલચંદ કિસનદાસ કાપડિયા, 1938, પૃ.34-35
વહી, પૃ.35
વહી, પૃ.126 માં ઉધૃત
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, પૃ.35
26.
વહી, પૃ.29
વહી, પૃ.281-282
વહી, પૃ.108-109
વહી, પૃ.282-283
24.
વહી, પૃ.284-285
25. વહી, પૃ.298-299 અને 37
383
કુંથુસાગરજી મહારાજ, સુધર્મોપદેશામૃતસાર, આચાર્ય કુંથુસાગર ગ્રંથ માલા, સોલાપુર, 1940, પૃ.103
કાનજી સ્વામી, વીતરાગ વિજ્ઞાન, ભાગ 2, છઠ્ઠઢાલાના બીજા અધ્યાય પર કાનજી સ્વામીના પ્રવચન, કહાન જૈન શાસ્ત્રમાલા, સોનગઢ 1971, પૃ.35 વહી પૃ.93
હુકમચંદ ભારિલ્લ, તીર્થંકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, ચોથું સંસ્કરણ, શ્રી વીતરાગ-વિજ્ઞાન સાહિત્ય પ્રકાશન, આગરા, 1975, પૃ.136 હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત પૃ.295
કુંથુસાગરજી મહારાજ, શ્રાવક પ્રતિકમણ સાર, ત્રીજું સંસ્કરણ, શિખરચંદ્ર કપૂરચંદ, જબલપુર, 1957, પૃ.23
હુકમચંદ ભારિલ્લ, તીર્થંકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, પૃ.141-142 હીરલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, પૃ.36 અને 283
શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 32/1, પૃ.316
Page #385
--------------------------------------------------------------------------
________________
384
27.
28.
29.
30.
31.
32.
33.
34.
35.
36.
37.
38.
39.
40.
41.
42.
43.
44.
જૈન ધર્મઃ સાર સંદેશ
આ તથ્યને જેનેન્દ્ર સિદ્ધાંત કોશમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ “કારણ પરમાત્મા દેશ કાલાવચ્છિન્ન (સ્થળ અને સમયમાં સીમિત ન રહેવાવાળા) શુદ્ધ ચેતન સામાન્ય તત્ત્વ છે, જે મુક્ત અથવા સંસારી તથા કીડી અથવા મનુષ્ય બધામાં અન્વય રુપથી (અનુપસ્થિત થયા વગર) મેળવવામાં આવે છે.'’–જેનેન્દ્ર સિદ્ધાંત કોશ, ભાગ 3, વીર સેવા મંદિર દેહલી, સંવત 2021, પૃ.19
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, પૃ.268
47.
વહી, પૃ.42
વહી, પૃ.29
શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 32/8, પૃ.317
વહી 42/73-75 અને 81 પૃ.443-445 (લેખક દ્વારા અનૂદિત)
આદિપુરાણ 23 142-143 154-155, 158, 160 અને 162 પૃ. 560-561 અને 563-564 શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 31/29-30, 41, 31-34 પૃ.313-316 (લેખક દ્વારા અનૂદિત) પતંજલિકૃત યોગસૂત્ર 1.26
શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 31/36, પૃ.314 શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 31/37-39 પૃ.315
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત પૃ.43
દોલતરામજી, છહઢાલા, સટીક, દ્વિતીય આવૃત્તિ, શ્રી સેઠી દિ.જૈન ગ્રંથ
માલા, મુંબઈ, વીર સંવત 2489, પૃ.51
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત પૃ.42-43
વહી, પૃ.266
45.
વહી, પૃ.287-288 અને 306
4. નાથુરામ ડોંગરીય જૈન, જેન-ધર્મ, દ્વિતીય સંસ્કરણ, જૈન ધર્મ પ્રકાશન
કાર્યાલય, બિજનૌર, 1941, પૃ.94-96
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, પૃ.321
શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 31/22, પૃ.312
દોલતરામજી, છહઢાલા, સટીક, પૃ.50
હીરાલાલ જૈન(સંપાદક), જૈનધર્મામૃત, પૃ.285
Page #386
--------------------------------------------------------------------------
________________
385
સંદર્ભ સૂચિ
48. નાથુરામ ડોંગરીય જૈન, જેન-ધર્મ, પૃ.96 49. શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 21/1 પૃ.220; 32/74 પૃ.329; 21/7 અને 8,
પૃ.221;23/11 પૃ.240 અને 32/51 પૃ.325
હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, પૃ.297 Sા શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ 32/45, પૃ.324 52. હીરાલાલ જૈન (સંપાદક), જૈનધર્મામૃત, પૃ.316 s3, વહી, પૃ.313
Page #387
--------------------------------------------------------------------------
________________
મુખ્ય ગ્રંથકારઃ સંક્ષિપ્ત પરિચય
અમિતગતિ આચાર્યઃ શ્રી અમિતગતિ એક પરમ તત્ત્વજ્ઞાની,પરમ યોગી આચાર્ય છે. તેમણે ઘણાં ગ્રંથો રચ્યા છે. તેઓમાં ધર્મપરીક્ષા, સુભાષિતરત્નસંદોહ, યોગસાર, તત્ત્વભાવના અને શ્રાવક્ચાર મુદ્રિત થઈ ચૂક્યાં છે. તમારા ગુરુ શ્રી દેવસેનજી હતાં. આચાર્યજીના વચન બિલકુલ નિષ્પક્ષ અને જિનવાણીના સારને લઈને છે.
કાનજી સ્વામીઃ શ્રી કાનજી સ્વામી ભગવાન કુન્દ્રાચાર્યના પરમ ભક્ત હતા. તેમણે કુન્દ્રાચાર્ય દ્વારા રચિત શાસ્ત્ર સમયસારના અર્થ-ગંભીર સૂક્ષ્મ સિદ્ધાંતોને અતિ સ્પષ્ટ અને સરળ બનાવ્યું છે. સમયસારમાં ભરેલા અમોલખ તત્ત્વ રત્નોના મૂલ્ય જ્ઞાનિઓના હૃદયમાં છુપાયેલું હતું. તેમણે તે જગતને દર્શાવ્યું છે. શ્રી કાનજી સ્વામી એ ઘણી બધી પ્રસિદ્ધ રચનાઓ પર પ્રવચન ર્યા છે જેમના મૂળમાં ભૂલ, વીતરાગ વિજ્ઞાન, અને છાલા પર પ્રવચન વિશેષ રુપથી ઉલ્લેખનીય છે. મોક્ષમાર્ગ પ્રકાશની કિરણો તેમની જાણીતી રચના છે.
કાશલીવાલ, દીપચંદજી શાહઃ પંડિત દીપચંદજી શાહ અઢારમી શતાબ્દીના પ્રતિભા સમ્પન્ન વિદ્વાન અને કવિ હતા. તેઓ આધ્યાત્મિક ગ્રંથોના મર્મજ્ઞ અને સાંસારિક દેહ ભોગોથી ઉદાસ રહે છે. તેમની બધી રચનાઓ જેવા અનુભવ પ્રકાશ, આત્માવલોકન સ્તોત્ર, ચિદ્વિલાસ, પરમાત્મ પુરાણ, ઉપદેશ રત્નમાળા અને જ્ઞાન દર્પણ આધ્યાત્મિક રસથી ઓત-પ્રોત છે. આ રચનાઓમાં જ્ઞાન દર્પણને છોડીને બાકી બધી રચનાઓ હિંદી ગદ્યમાં છે જે ઢૂંઢારી ભાષામાં છે.
કુન્ધુસાગરજી મહારાજ, આચાર્યઃ આચાર્ય કુન્ધુસાગરજી મહારાજ, પરમપૂજય ગુરુ શ્રી આચાર્ય શાન્તિસાગરજી મહારાજના પ્રમુખ ગણ્ય શિષ્ય
386
Page #388
--------------------------------------------------------------------------
________________
387
મુખ્ય ગ્રંથકારઃ સંક્ષિપ્ત પરિચય
હતા. મુનિરાજ શ્રી સુધર્મસાગરજી પાસેથી સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. તેના ચાર વર્ષ બાદ આચાર્ય મહારાજએ તેમના ચરિત્રની નિર્મળતાને જોઈને તેમને “ઐલકપદથી દીક્ષિત કર્યા જો કે શ્રાવકપદમાં ઉત્તમ સ્થાન છે. પછી તેમને મુનિ કુન્થસાગરજીથી નામથી અલંકૃત કર્યા. સ્વ. પૂજય કુન્થસાગરજી મહારાજના ઉપદેશથી ગુજરાત, કાઠ્યિાવાડ, મહારાષ્ટ્ર વગેરે પ્રાંતોના અનેક રાજા ઘણા પ્રભાવિત થયા અને તે મહારાજના સારા ભકત બની ગયા હતા. તેમનું મુનિ અવસ્થાનુ નામ શ્રી 108 ગણેશકીર્તિ મહારાજ હતું અને તેમની પ્રમુખ રચનાઓ શ્રાવક પ્રતિક્રમણસાર અને સુધર્મોપદેશામૃતસાર છે.
કુન્દુકુન્દ્રાચાર્ય ભગવાન્ કુન્દકુન્દ્રાચાર્ય દેવનું દિગમ્બર જૈન પરંપરામાં
સર્વોત્કૃષ્ટ સ્થાન છે. દિગમ્બર જૈનના ધર્માનુયાયી શાસ્ત્રા-પન પહેલાં જે પવિત્ર શ્લોકને મંગલાચરણના રૂપમાં બોલે છે તેનાથી સિદ્ધ થાય છે કે ભગવાન શ્રી મહાવીર સ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમ સ્વામીના તરત પશ્ચાતું, ભગવાન કુન્દકુન્દ્રાચાર્યનું સ્થાન આવે છે. ભગવાન કુન્દકુન્દ્રાચાર્યના રચાયેલા અનેક શાસ્ત્ર છે જેમાં પંચાસ્તિકાય, પ્રવચનસાર, અષ્ટપાહુ, સમયસાર અને નિયમસાર ઘણા પ્રસિદ્ધ છે.
કૂમટ, રણજીત સિંહઃ શ્રી રણજીત સિંહ કૂમટજી ધ્યાનથી સ્વબોધના રચયિતા
છે. આ પુસ્તકમાં કૂમટજીએ જૈન આગમ, બુદ્ધ ત્રિપિટિક, પાતંજલ યોગથી લઈ આધુનિક ચિંતક જે. કૃષ્ણમૂર્તિ, નિસર્ગદરજી મહારાજ આદિના વિચારો અને સ્વયંના વર્ષોના અનુભવનું મિશ્રણ સમાહિત કરી એને એક ઉપયોગી પુસ્તકના રૂપમાં પ્રસ્તુત કર્યુ છે.
ગુણભદ્રાચાર્યઃ ગુણભદ્રાચાર્ય તેમના સમયમાં મોટા વિદ્વાન થયા છે. તેઓ ઉત્કૃષ્ટ જ્ઞાનથી યુકત, તપસ્વી અને ભાવલિંગી મુનિરાજ હતા. તેમણે ઉત્તરપુરાણ નામક ગ્રંથની રચના કરી. તેમના ગુરુ જિનસેનએ પોતાના અંતિમ સમયમાં પોતાના બધાથી યોગ્ય શિષ્ય ગુણભદ્રાચાર્યને બોલાવી અધૂરા લખેલા મહાપુરાણ ગ્રંથને પૂરું કરવાની આજ્ઞા આપી.
Page #389
--------------------------------------------------------------------------
________________
388
જૈન ધર્મ સાર સંદેશ જિનસેન, આચાર્યઃ આચાર્ય જિનસેન એક સિદ્ધાંતણની સાથે સાથ-સાથ ઉચ્ચ કોટિના કવિ હતા. તેમણે પાર્વાક્યુદય કાવ્યની રચના કરી જે સંસ્કૃત સાહિત્યની એક અનુપમ અને ઉત્કૃષ્ટ રચનાઓમાં ગણવામાં આવે છે. આચાર્ય જિનસેન, વીરસેન સ્વામીના શિષ્ય હતા. તેમની અન્ય રચનાઓમાં આદિપુરાણ, વર્ધમાનપુરાણ અને જયધવલા ટીકા પ્રમુખ છે.
જૈન, નાથુરામ ડોંગરીયઃ પંડિત શ્રી નાથુરામજી ઇંદોર નગરીના પ્રખ્યાત વિદ્વાન છે. તેમણે જૈન-ધર્મ નામક ગ્રંથની રચના કરી. તેમના પૂર્વજ મધ્યપ્રદેશના ડોંગરા ગામના રહેવાવાળા હતા જેનાથી તેઓ ડોંગરીય ઉપનામથી પ્રસિદ્ધ છે. તેમણે ભગવાન કુન્દકુન્દ્રાચાર્ય દ્વારા બે હજાર . વર્ષ પૂર્વ રચિત એક અપૂર્વ આધ્યાત્મિક કૃતિ સમયસાર જોકે પ્રાકૃત ભાષામાં હતી, ને આધુનિક રાષ્ટ્રીય ભાષા હિન્દીના પદ્યમાં નિર્માણ કરી સમયસાર વૈભવના નામથી પ્રસ્તુત કર્યા છે.
જૈન, હીરાલાલ ડૉ. હીરાલાલ જેન, જૈન સાહિત્યના મર્મજ્ઞ વિદ્વાન, અધ્યેતા
અને અધ્યાપક હતા. તેમણે ભગવાન મહાવીરના વચનો પર આધારિત અત્યંત પ્રાચીન અને પ્રામાણિક ગાથાઓના સંકલન કર્યુ જેને જિનવાણીના નામથી જાણવામાં આવે છે. ડૉ. હીરાલાલજી ભારતીય જ્ઞાનપીઠના સંચાલક મંડલમાં હતા અને મૂર્તિદેવી ગ્રંથમાલાના સંપાદક પણ રહ્યા.
ટોડરમલ, પંડિતઃ પંડિત શ્રી ટોડરમલજી જૈન વિદ્વાનોમાં મહાન પ્રતિભાશાળી
માનવામાં આવે છે. એક ગંભીર પ્રકૃતિના મહાપુરુષ હતા. સ્વાભાવિક કોમળતા, સદાચારિતા, જન્મજાત વિદ્વત્તાના કારણે ગૃહસ્થ થઈને પણ આચાર્યકલ્પ' કહેવડાવવાનું સૌભાગ્ય તેમને જ પ્રાપ્ત છે. પંડિતજી એ પ્રાચીન જૈન ગ્રંથોની વિસ્તૃત, ગહન પરંતુ સુબોધ ભાષા-ટીકાઓ લખી. પંડિત ટોડરમલજીની રચનાઓમાં સાત તો ટીકા ગ્રંથ છે અને પાંચ મૌલિક રચનાઓ છે. મોક્ષમાર્ગ પ્રકાશક પંડિત ટોડરમલજીનું મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. આ ગ્રંથના આધાર કોઈ એક ગ્રંથ ન થઈ સંપૂર્ણ જૈન સાહિત્ય છે.
Page #390
--------------------------------------------------------------------------
________________
મુખ્ય ગ્રંથકારઃ સંક્ષિપ્ત પરિચય
389
દેશભૂષણજી મહારાજ, આચાર્યઃ શ્રી આચાર્યરત્ન દેશભૂષણજી મહારાજની પ્રાચીન ગ્રંથોને સરળ અને આધુનિક ભાષામાં પ્રકાશિત કરાવવામાં તીવ્ર રુચિ રહે છે. તે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, કન્નડ, તમિલ, મરાઠી, હિન્દી વગેરે અનેક ભાષાઓના સમર્થ વિદ્વાન છે. તેમના દ્વારા સંપાદિત ગ્રંથોમાં રત્નાકર શતક અને પરમાત્મા પ્રકાશ પ્રમુખ છે જે હિન્દી ભાષામાં પ્રકાશિત થઈ ચૂકયા છે.
દેશાઈ, બ્રહ્મચારી મૂલશંકરઃ બ્રહ્મચારી મૂલશંકર દેશાઈ શ્રીતત્ત્વસાર, દેવ ગુરુ શાસ્ત્રનું સ્વરૂપ અને પંચલબ્ધિ નામક પુસ્તકોના રચયિતા છે.
દોલતરામઃ પંડિત શ્રી દોલતરામજી નો જન્મ હાથરસમાં થયો. તેઓ એક કવિ હતા. તેમણે છહાલા કાવ્યની રચના કરી. સંસારના જીવોને દુઃખથી છૂટવાનો અને સુખની પ્રાપ્તિનો પથ દેખાડવાવાળી આ છહાલા બધા જૈનોના માટે ઉપયોગી છે. આ ઘણી જગ્યાએ પાઠશાળાઓમાં ભણાવવામાં આવે છે.
પદ્મનન્ધિ, આચાર્યઃ જૈન સાહિત્યમાં આ નામના અનેક ગ્રંથકાર થયા છે. આચાર્ય પદ્મનન્દિ દ્વારા રચિત અનેક કૃતિઓમાં અનિત્ય ભાવના ગ્રંથ પ્રમુખ છે. તેઓ આધ્યાત્મના વિશેષ પ્રેમી હતા.
ભારિલ્લ, હુકુમચન્દ્રઃ ડૉ. હુકુમચન્દ્ર ભારિલ્લ એક પ્રખ્યાત વિચારક હતા. તેમણે જૈન સાહિત્ય પર ઘણા બધા પુસ્તકો લખ્યા જેમાં તીર્થંકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, બૃહજ્જિનવાણી સંગ્રહ, વીતરાગ-વિજ્ઞાન પામાળા, નિમિત્ત-ઉપાદાન, નયચક્ર આદિ પ્રમુખ છે. શ્રી કાનજી સ્વામી તેમના ગુરુ હતા. તેમના ઘણા પુરસ્કારોથી નવાજ્યા જેમ કે ‘વીર નિર્વાણ ભારતી ઍર્વાડ’. તે અખિલ ભારતીય દિગમ્બર જૈન પરિષદના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
390
જૈન ધર્મ સાર સંદેશ લોઢા, કન્ડેયાલાલઃ શ્રી કન્વેયાલાલ લોઢા વિપશ્યના કે પાતંજલ બન્ને
પરંપરાઓના ઉચ્ચ સ્તરીય સાધક છે. તેઓ જૈન દર્શન કે ધ્યાન પ્રણાલીના પણ પ્રમુખ વિદ્વાન છે. પોતાની પુસ્તક જૈન ધર્મમાં ધ્યાન માં તેમણે બધી પ્રચલિત સાધના પદ્ધતિઓ અને તેમના અંતર્નિહિત સિદ્ધાંતોની પૃષ્ઠભૂમિમાં જૈન ધર્મમાં પ્રતિપાદિત ધ્યાન પ્રણાલીને પ્રસ્તુત કર્યા છે.
વર્ણ, ગણેશ પ્રસાદ શ્રી ગણેશ પ્રસાદ વર્ણજીના જૈન સમાજમાં વિશેષ
સ્થાન છે. બુદ્દેલખંડના જૈન સમાજમાં જૈન સંસ્કૃતિ, શ્રી ગણેશ પ્રસાદ વર્ણીજીના અથાક પ્રયાસોથી જ જીવીત રહી શકે છે. તેમણે અનેક પાશાળાઓ, વિદ્યાલયો, શિક્ષા-મંદિરો અને ગુરુકુલોની સ્થાપના કરી. તેઓ પહેલા વર્ગી, પછી ક્ષુલ્લક અને અંતિમ સમયમાં દિગમ્બર મુનિના પદના ધારક થયા. દેશભરમાં તેમણે ધર્મ પ્રચારને માટે યાત્રાઓ કરી. આચાર્ય વિનોબા ભાવે, બંગાળની પ્રસિદ્ધ સંત આનન્દમયીમા, એટલે સુધી કે ભારતના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ પણ તેમના પ્રતિ શ્રદ્ધા અને માન રાખતા હતા. નરેન્દ્ર વિદ્યાર્થીના સંપાદનમાં વર્ણ-વાણી તેમની સૌથી જાણીતી રચના છે.
શુભચન્દ્રાચાર્યઃ આચાર્ય શુભચન્દ્રાચાર્યજી ઈસા પૂ. અગિયારમી સદીમાં
થયા છે. તેઓ હોયસલા વિષ્ણુવર્ધનના શાસનકાળના સમય જૈન માધીશ હતા. એવું કહેવાય છે કે જયારે તેમણે રાજાનો કષ્ટ દૂર કર્યો તો રાજાએ ખુશ થઈ તેમને “ચારકીર્તિ'ની પદવીથી નવાજ્યા. આચાર્ય શુભચન્દ્રાચાર્યજી જ્ઞાનાવર્ણના રચયિતા છે. આ પ્રસિદ્ધ રચનાનું બીજું નામ યોગાર્ણવ છે. એમાં યોગીશ્વરોના આચરણ કરવાને યોગ્ય, જાણવાને યોગ્ય સંપૂર્ણ જૈનસિદ્ધાંતનું રહસ્ય ભરેલું છે. જેનીઆનો આ એક અદ્વિતીય ગ્રંથ છે. એના પઠન-મનનથી જે આનંદ પ્રાપ્ત થાય છે, તે વચન અગોચર છે. આ માનવું જ પડશે કે એવી સ્વાભાવિક, શીધ્રબોધક, સૌમ્ય, સુંદર અને હૃદયગ્રાહી સંસ્કૃત કવિતા ઘણી ઓછી જોવા મળે છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
391
મુખ્ય ગ્રંથકારઃ સંક્ષિપ્ત પરિચય સમંતભદ્ર આચાર્યઃ આચાર્ય સમતભદ્ર એ રત્નકરષ્ઠ શ્રાવકાચાર નામક
ગ્રંથની રચના કરી. આ જૈન શ્રાવકોની વગેરે આચાર સંહિતા છે. આ કારણ તેના પ્રતિ સદેવ એક અસાધારણ આકર્ષણ બધામાં છે. મૂલતઃ સંસ્કૃત ભાષામાં થવાને કારણ કઠિનાઈથી સમજમાં આવનારા આ ગ્રંથ પ્રાયઃ પ્રવચનોના માધ્યમથી જ જેનો સુધી પહોંચી રહી છે.
Page #393
--------------------------------------------------------------------------
________________
સંદર્ભ ગ્રંથ
અનગારધર્મામૃત, ખૂબચંદ શોલાપુર પ્રકાશન, 1927 અમિતગતિ, આચાર્ય, તત્ત્વભાવના યા બૃહત્ સામયિક પાઠ, બ્રહ્મચારી સીતલ પ્રસાદજી (ટીકાકાર), સૂરતઃ મૂલચંદ કિસનદાસ કાપડિયા, 1930 અમૃતનાદોપનિષદ્
અમૃતાચાર્ય, પુરુષાર્થસિદ્ધયુપાય, હિન્દી ભાષા ટીકાકાર અને સંપાદકનાથૂરામ પ્રેમી, પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ, 1915
અમૃતાશીતિ
અલંકાર ચિંતામણિ, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન
આચારસાર
આચારાંગ સૂત્ર, હરમન જેકોબી (અંગ્રેજી અનુવાદક), સેક્રેડ બુક ઓફ ધી ઈસ્ટ સીરિઝ, અંક 22, પુનર્મુદ્રણ, દિલ્હીઃ મોતીલાલ બનારસીદાસ, 1964 આત્મારામજી મહારાજ, શ્રી જૈનતત્ત્વ કલિકા વિકાસ, ત્રીજું સંસ્કરણ
લુધિયાણાઃ આત્મજ્ઞાન-શ્રમણ-શિવ આગમ પ્રકાશન સમિતિ, 2004 ઉત્તરાધ્યયન, ભાગ 27, હરમન જેકોબી (અંગ્રેજી અનુવાદક), સેક્રેડ બુક ઓફ ધી ઈસ્ટ સીરિઝ, અંક 42, પુનર્મુદ્રણ, દિલ્હીઃ મોતીલાલ બનારસીદાસ, 1964 ઋગવેદ
ઋષિભાસિત
એપિગ્રાફિકા ઇંડિકા
કબીર સાખી–સંગ્રહ, ભાગ 1 અને 2, દસમી વાર, અલ્હાબાદઃ બેલવીડિયર પ્રિંટિગ વર્કસ, 1996
કલ્પસૂત્ર
કાર્તિકયાનુપ્રેક્ષા, રાજચંદ્ર ગ્રંથમાલા, 1960
કાનજી સ્વામી મૂલ મેં ભૂલ, ભૈયા ભગવતીદાસજી અને શ્રી બનારસીદાસજી
392
Page #394
--------------------------------------------------------------------------
________________
393
કૃત દોહા પર શ્રી કાનજી સ્વામીના પ્રવચન, સોનગઢઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, 1947
કાનજી સ્વામી, મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો, કહાન જૈન શાસ્ત્રમાલા, સોનગઢઃ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, 1950
કાનજી સ્વામી, વીતરાગ વિજ્ઞાન, ભાગ 2, છહઢાલાના બીજા અધ્યાય પર કાનજી સ્વામીના પ્રવચન, કહાન જૈન શાસ્ત્રમાલા, સોનગઢઃ 1971 કાશલીવાલ, દીપચંદજી શાહ અનુભવ પ્રકાશ, પંડિત પરમાનંદજી જૈન શાસ્ત્રી (સંપાદક), શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, 1963 કુંથુસાગરજી મહારાજ, આચાર્ય, શ્રાવક પ્રતિકમણસાર, ત્રીજું સંસ્કરણ, જબલપુર, શિખરચંદ્ર કપુરચંદ જૈન, 1957
કુંથુસાગરજી મહારાજ, આચાર્ય, સુધર્મોપદેશામૃતસાર, સોલાપુરઃ આચાર્ય કુન્ધુસાગર ગ્રંથમાલા, 1940
સંદર્ભ ગ્રંથ
કુન્દુકુન્દાચાર્ય, નિયમસાર, બ્રહ્મચારી શીતલપ્રસાદજી કૃત હિન્દી ભાષાટીકા સહિત, મુંબઈઃ જૈન ગ્રંથરત્નાકર કાર્યાલય, 1916
કુન્દકુન્દ્રાચાર્ય, સમયસાર, પંડિત પન્નાલાલ (સંપાદક), વારાણસીઃ શ્રી ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રન્થમાલા, 1969
કૂમટ રણજીત સિંહ, ધ્યાન સે સ્વબોધ, પ્રાકૃત ભારતી અકાદમી, જયપુર, 2007 ગોપાલન, એસ, જૈન દર્શનની રૂપરેખા, ન્યુ દિલ્હીઃ વાઇલી ઈસ્ટર્ન લિમિટેડ, 1973
ગોમ્મટસાર, કર્મકાણ્ડ કલકત્તાઃ જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા ગોમ્મટસાર, કર્મકાણ્ડ અગાસઃ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડલ, 1978 ગોમ્મટસાર, જીવકાણ્ડ અગાસઃ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડલ, 1972 ચંપકસાગરજી મહારાજ, આત્મ-મંથન, જૂનાગઢ: શ્રી જૈન સદાચાર સાહિત્ય
સમિતિ, 1965
ચારિત્રસાર, મહાબીરજી પ્રકાશન, 1962
છાન્દોગ્યયોપનિષદ
જયધવલા, અમરાવતી પ્રકાશન
જિનભદ્રક્ષમાશ્રમણ, ધ્યાનશતક, વ્યાખ્યાતા-કનૈયાલાલ લોઢા અને સુષમા
Page #395
--------------------------------------------------------------------------
________________
394
જૈન ધર્મ સાર સંદેશ સિંઘવી, પ્રાકૃત ભારતી અકાદમી, જયપુર, 2007 જિનસેન, આચાર્ય, આદિ પુરાણ, ભાગ 1-2, પન્નાલાલ જૈન (સંપાદક તથા
અનુવાદક), સાતમું સંસ્કરણ, ન્યુ દિલ્હીઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, 1944 જૈન, નરેન્દ્ર, કરુણાનું ઝરણું, પ્રાકૃત ભારતી અકાદમી, જયપુર, 2005 જેન, નાથુરામ ડોંગરીય, જેન-ધર્મ, દ્વિતીય સંસ્કરણ, બિજનૌરઃ “જૈનધર્મ
પ્રકાશક કાર્યાલય, 1941 જૈન, પન્નાલાલ (સંપાદક), રામ કથા, પંડિત શ્રી ગુણભદ્રજી જેન (પદ્યાનુવાદ
લેખક), ન્યુ દિલ્હીઃ જૈન સાહિત્ય પ્રકાશન, 1970 જેન, પ્રકાશ ચંદ અને જયસેન જૈન (સંપાદક), શ્રુત પંચમી મહાપર્વ, ઇંદોર
દિગમ્બર જૈન ઉદાસીન આશ્રમ, 1980 જેન, રાજારામ, શોરસેની પ્રાકૃત ભાષા અને તેના સાહિત્યનો સંક્ષિપ્ત
ઇતિહાસ, નવી દિલ્હીઃ કુન્દુકુન્દ ભારતી, 2001 જૈન સિદ્ધાંત પ્રવેશ રત્નમાલા, પાંચમો ભાગ, બીજું સંસ્કરણ, દહેરાદૂન,
આગરા: વીતરાગ વિજ્ઞાન સાહિત્ય પ્રકાશન સમિતિ, 1974 જેની, જે.એલ. (સંપાદક), તત્ત્વાર્થાધિગમ સૂત્ર, આરા દિગમ્બર સેન્ટ્રલ
જેન પબ્લિસિંગ હાઉસ ટોડરમલ, પંડિત, મોક્ષમાર્ગ પ્રકાશક, હુકમચંદ ભારિલ્લ (સંપાદક), મગન
લાલ જૈન (અનુવાદક), દસમું સંસ્કરણ, જયપુરઃ સત્સાહિત્ય પ્રકાશન
તથા પ્રચાર વિભાગ, 1989 તિલોયપણસ્તી, શોલાપુરઃ જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, 1943 દરિયા સાહેબ (બિહારવાલા), ગણેશ-ગોષ્ઠી, હસ્તલિખિત ગ્રંથ, દર્શનપાહુડ ટીકા, મુંબઈઃ માણિકચંદ્ર ગ્રંથમાલા, વિક્રમી સંવત 1977 દાદૂ દયાલની વાણી, ભાગ-1, અલ્હાબાદઃ બેલવીડિયર પ્રિન્ટિંગ વર્ક્સ, 1974 દીઘ નિકાય, ભાગ 1-3, લંડનઃ પાલિ ટેસ્ટ સોસાયટી દેવ, યોગેન્દુ, યોગસાર દેવસેનાચાર્ય, બૃહદ નયચક્ર, મુંબઈ: માણિકચંદ્ર ગ્રંથમાલા, ૧૯૭૭ દેવકીનંદન, પંડિત, પંચાધ્યાયી, 1932 દેશભુષણ મહારાજ, આચાર્ય (અનુવાદક અને સંપાદક), રત્નાકર શતક,
Page #396
--------------------------------------------------------------------------
________________
395
સંદર્ભ ગ્રંથ
આગરાઃ શ્રી સ્યાદ્વાદ પ્રકાશન મંદિર, 1950 દેસાઈ, બ્રહ્મચારી મૂલશંકર, દેવ ગુરુ શાસ્ત્રનું સ્વરૂપ, આગરાઃ શ્રી દિગમ્બર
જૈન મંદિર, 1961 દોલતરામ, છાહઢાલા, મગનલાલજી જૈન (અનુવાદક), બીજી આવૃત્તિ,
સોનગઢઃ શ્રી સેઠી દિગમ્બર જૈન ગ્રંથમાલા, 1963 દ્રવ્યસંગ્રહ મૂલ અથવા ટીકા, દેહલી પ્રકાશન, 1953 નાદબિંદૂપનિષદ્ ભાગ-3 પંચાસ્તિકાય, મુંબઈઃ પરમશ્રુત પ્રભાવક મંડલ, 1916 પતંજલિ, યોગસૂત્ર પડ્મનંદિ, આચાર્ય, અનિત્ય-ભાવના (અનિત્યપંચાશત), જુગલકિશોર મુખ્તાર
(સંપાદક અને અનુવાદક), ત્રીજું સંસ્કરણ, સહારનપુરઃ વીર સેવા મંદિર, 1946 પદ્મનંદિ, આચાર્ય, પંચવિંશતિકા, શોલાપુરઃ જીવરાજ ગ્રંથમાલા, 1832 પદ્મનંદિ, આચાર્ય, સદ્ધોધ ચંદ્રોદય, પરમાત્મ પ્રકાશ, દ્વિતીય સંસ્કરણ, રાજચંદ્ર ગ્રંથમાલા, 1960 પલટુ સાહેબની વાણી, ભાગ-1, અલ્હાબાદઃ બેલવીડિયર પ્રિન્ટિંગ વર્ક્સ, 2002 પાર્વેદવ, આચાર્ય, ભક્તિના અંગૂર અને સંગીત-સમયસાર, નેમીચંદ જૈન
(સંપાદક), ઇંદોરઃ મુનિ શ્રી વિદ્યાનંદ ચાતુર્માસ સમારોહ સમિતિ, 1972 પ્રવચનસાર તાત્પર્ય વૃત્તિ, ફૂલચંદ સિદ્ધાંતશાસ્ત્રી, મહેન્દ્રકુમાર તથાકેલાશચંદ્ર (સંપાદક), કસાયપાહુડ,
ભાગ 1-13, મથુરાઃ ભારતીય દિગમ્બર જૈન સંઘ, 1944-1972 બોધ પાહુડ, મુંબઈઃ માણિચંદ્ર ગ્રંથમાલા, 1920 ભગવતી આરાધના, મૂલ અને ટીકા, સખારામ દોશી, સોલાપુર, 1935 ભગવતી સૂત્ર ભાગ-1-2, પ્રધાન સંપાદક-શ્રી અમર મુનિજી મહારાજ, પદ્મ
પ્રકાશન, દિલ્હી, 2005-2006 ભારિત્સ, હુકમચંદ, સૂક્તિસુધા, સંકલન અને સંપાદન કર્તા-રાજેશકુમાર
જેન તથા શાંતિનાથ પાટીલ, પંડિત ટોડરમલસ્મારક ટ્રસ્ટ, જયપુર, 2000 ભારિત્સ, હુકમચંદ, તીર્થકર મહાવીર અને તેમના સર્વોદય તીર્થ, ચોથું સંસ્કરણ, આગરાઃ શ્રીવીતરાગ-વિજ્ઞાન સાહિત્ય પ્રકાશન, 1975
Page #397
--------------------------------------------------------------------------
________________
396
જૈન ધર્મ સાર સંદેશ ભારિત્સ, હુકમચંદ, વીતરાગ-વિજ્ઞાન પાઠમાલા, ભાગ 2, નવા સંસ્કરણ
અને ભાગ 3 પાંચમી આવૃત્તિ, જયપુરઃ પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, 1989 અને 1984 ભારિત્સ, હુકમચંદ (સંપાદક), બૃહજિનવાણી સંગ્રહ, દસમું સંસ્કરણ,
જયપુરઃ અખિલ ભારતીય જૈન યુવા ફેડરેશન, 2006 ભાવ પાહુડ, મુંબઈ: માણિકચંદ્ર ગ્રંથમાલા, 1920 મઝિમ નિકાય, ભાગ 1-3, લંડનઃ પાલિ ટેસ્ટ સોસાયટી, 1949-1951 મહાપુરાણ, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, બનારસઃ 1951 મુડકોપનિષદ્ મુનિરાજ, પદ્ધસિંહ, માણસાર (જ્ઞાનસાર), ત્રિલોકચંદ જૈન
(ભાષાટીકાકાર), સૂરતઃ મૂલચંદ કિસનદાસ કાપડિયા, 1944 યજુર્વેદ રત્નકરષ્ઠ શ્રાવકાચાર, સમન્તભદ્ર કૃત હિન્દી અનુવાદક-જયકુમાર જલજ,
હિન્દી ગ્રંથ કાર્યાલય, મુંબઈ, 2006 રયણસાર રાજવાર્તિક, દિલ્હીઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, 1951 લોઢા, કનૈયાલાલ, જૈન ધર્મમાં ધ્યાન, પ્રાકૃત ભારતી અકાદમી, જયપુર, 2007 વર્ણ, ગણેશપ્રસાદ, વર્ણ-વાણી, પ્રથમ ભાગ, નરેન્દ્ર વિદ્યાર્થી (સંપાદક),
પંચમ સંસ્કરણ, વારાણસીઃ શ્રી ગણેશપ્રસાદ વર્મી જેન ગ્રંથમાલા, 1968 વર્ણ, ગણેશપ્રસાદ (પ્રવચનકાર), સમયસાર, પંડિત પન્નાલાલ (સંપાદક)
વારાણસીઃ શ્રી ગણેશપ્રસાદ વર્મી જેન ગ્રંથમાલા, 1969 વર્ણી, જીનેન્દ્ર (સંપાદક), જેનેન્દ્ર સિદ્ધાંત કોશ, ભાગ 1-4, દિલ્હી,
વારાણસીઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, 1970-1986 શાસ્ત્રી, પંડિત ગોવિંદરાજ જેન, કુરલ કાવ્ય, 1954 શિવમુનિ, આચાર્ય, ભારતીય ધર્મોમાં મુક્તિ-વિચાર, દ્વિતીય સંસ્કરણ,
પ્રાકૃત ભારતી અકાદમી, જયપુર, 2001 શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, પન્નાલાલ બાલીવાલ (સંપાદક અને અનુવાદક),
મુંબઈઃ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડલ, 1927
Page #398
--------------------------------------------------------------------------
________________
397
સંદર્ભ ગ્રંથ પખંડાગમ સંગવે વિલાસ એ. આસપેન્ટ્સ ઓફ જૈન રિલિજન, બીજુ સંસ્કરણ, ન્યુ
દિલ્હીઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન 1999 સન્તભદ્ર, આચાર્ય, રત્નકરષ્ઠ શ્રાવકાચાર, હિન્દી અનુવાદક-જયકુમાર
જલજ, હિન્દી ગ્રંથ કાર્યાલય, મુંબઈ, 2006 સર્વાર્થસિદ્ધિ બનારસઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, 1955 સાગર, લલિતપ્રભ, જ્યોતિ કલશ છલકે, પ્રાક્ત ભારતી અકાદમી, જયપુર, 1993 સોગાણી, કમલચંદ, ઉત્તરાધ્યયન-ચયનિકા, ચોથું સંસ્કરણ, પ્રાકૃત ભારતી
અકાદમી, જયપુર, 1998 સ્કન્દ પુરાણ સ્વયભૂ સ્તોત્ર, સરસાવાઃ વીર સેવા મંદિર, 1951 સમાધિશતક, દિલ્હીઃ વીર સેવા મંદિર, 1964 સૂરિ, આચાર્ય અમૃતચંદ્ર, પુરુષાર્થસિદ્ધયુપાય, નાથુરામ પ્રેમી (હિન્દી
ભાષાટીકાકાર અને સંપાદક), મુંબઈ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ, 1915 સૂરિ, નાગસેન, તત્ત્વાનુશાસન, દિલ્હીઃ વીર સેવા મંદિર, 1963 સૂત્રકૃતાંગ, સેક્રેડ બુક ઓફ ધી ઈસ્ટ સીરિઝ અંક 45 સ્વામીજી, સારવચન, છંદ-બંદ, તેરમી વખત, વ્યાસઃ રાધાસ્વામી સત્સંગ, 1994 હરિલાલ જૈન, વીતરાગ વિજ્ઞાન, ભાગ 2, દોલતરામજી રચિત છાહઢાલાની બીજી ઢાલ પર કાનજી સ્વામીના પ્રવચન, સોનગઢ શ્રી દિગમ્બર જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, 1971 હરિવંશપુરાણ, મુંબઈ: માણિકચંદ્ર જૈન ગ્રંથમાલા હીરાલાલ જૈન, (સંપાદક-અનુવાદક), જિન-વાણી, ન્યુ દિલ્હી, વારાણસીઃ
ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન,1944 હીરાલાલ જૈન, (સંપાદક-અનુવાદક), જિન-વાણી, ન્યુ દિલ્હી, વારાણસીઃ
ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન,1944.
Page #399
--------------------------------------------------------------------------
________________
હજૂર સ્વામીજી મહારાજ
સારબચન રાધાસ્વામી વાર્તિક
બાબા જૈમલસિંહજી
અમારા પ્રકાશનો
પરમાર્થી પત્રો : ભાગ -1
મહારાજ સાવનસિંહજી
૫રમાર્થી પત્રો : ભાગ – 2
સંતમત પ્રકાશ : ભાગ - 1 થી 5
પ્રભાતનો પ્રકાશ
ગુરુમત સાર
પરમાર્થની વાતો
મહારાજ સરદાર બહાદુર જગતસિંહજી
આત્મ-જ્ઞાન
આધ્યાત્મિક પુષ્પો
મહારાજ ચરણસિંહજી
સંત-સંવાદ : ભાગ -1 અને 2
સંતમત દર્શન
સંત-માર્ગ
દિવ્ય પ્રકાશ (સંતમત દર્શન ભાગ -1)
જીવત મરિએ ભવજલ રિએ
પ્રકાશની શોધ (સંતમત દર્શન ભાગ - 3)
પારસના સ્પર્શે પારસ
સત્સંગ સંગ્રહ
398
Page #400
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
સદ્ગુરુઓના વિષયમાં
રુહાની ડાયરી, ભાગ 1,2,3
ધરતી પર સ્વર્ગ – દરિયાઇલાલ કપૂર
અણમોલ ખજાનો - શાન્તિ સેઠી
-
રાય સાહેબ મુંશીરામ
મારા સદ્ગુરુ - જૂલિયન પી. જૉનસન
‘પૂર્વ ના સંત-મહાત્મા’ પુસ્તક-માળાના અંતર્ગત
સંત નામદેવ - જનક પુરી, વીરેન્દ્ર કુમાર સેઠી, ટી.આર.ભંગારી
સંત કબીર - શાન્તિ સેઠી
સંતમતના સંબંધમાં
ગુરુ રવિદાસ - કે.એન.ઉપાધ્યાય
ગુરુ નાનકનો રૂહાની ઉપદેશ - જનક પુરી
ગુરુ અર્જુનદેવ - મહિન્દર સિંહ જોશી
ભાઇ ગુરુદાસ – મહિન્દર સિંહ જોશી
સંત તુકારામ - ચન્દ્રાવતી રાજવાડે
નામ-ભક્તિઃગોસ્વામી તુલસીદાસ - કે.એન.ઉપાધ્યાય,પંચાનન ઉપાધ્યાય
મીરા : પ્રેમ-દીવાની - વીરેન્દ્ર કુમાર સેઠી
સંત દાદૂ દયાળ - કે.એન.ઉપાધ્યાય
સંત પલટૂ - રાજેન્દ્ર કુમાર સેઠી, આર.સી.બહલ સંત ચરનદાસ - ટી.આર.શંગારી
સંત દરિયા (બિહારવાળા) – કે.એન.ઉપાધ્યાય
તુલસીસાહેબ – જનક પુરી, વીરેન્દ્ર કુમાર સેઠી
ઉપદેશ રાધાસ્વામી (સ્વામીજી મહારાજ) - સહગલ, શંગારી, ખાક, ભંડારી
હઝરત સુલતાન બાહૂ - કૃપાલ સિંહ ‘ખાક’
સરમદ શહીદ - ટી.આર.શંગારી, પી. એસ. ‘આલમ’
બોલે શેખ ફરીદ - ટી.આર.શંગારી
399
સંત-સમાગમ – દરિયાઈલાલ કપૂર
સંતમત વિચાર - ટી.આર.ભંગારી, કૃપાલ સિંહ ‘ખાક’ સંત-સંદેશ - શાન્તિ સેઠી
Page #401
--------------------------------------------------------------------------
________________
400
જૈન ધર્મ સાર સંદેશ અંતરનો અવાજ - સી. ડબ્લયૂ. સેંડર્સ જીવંત ધ્યાન સાધના - હેક્ટર એસ્પૉન્ડા ડબિન હક-હલાલની કમાઈ – ટી.આર.શંગારી જિજ્ઞાસુઓ માટે - ટી.આર.શંગારી વિનંતી અને પ્રાર્થના – સંકલિત અમૃત વચન - સંકલિત
પરમાર્થ પરિચય - હેક્ટર એસ્પોન્ડા ડબિન વિશ્વ ધર્મોમાં અધ્યાત્મ માર્ગ
રામચરિતમાનસનો સંદેશ - એસ. એમ. પ્રસાદ
જૈન ધર્મ સાર સંદેશ - કે.એન.ઉપાધ્યાય બાળકો માટેના પુસ્તકો
આત્માની સફર - વિક્ટોરિયા જોન્ઝ
પ્રકાશ એક દીવા અનેક – વિક્ટોરિયા જોન્ઝ To order books on the internet, please visit: www.rssb.org ભારતમાં પુસ્તકો ખરીદવા માટે કૃપયા નીચે લખેલા સરનામાં પર લખોઃ
રાધાસ્વામી સત્સંગ વ્યાસ બી. એ. વી. ડિસ્ટ્રિબ્યુશન સેંટર, 5 ગુરુ રવિદાસ માર્ગ, પૂસા રોડ, નવી દિલ્હી 110 005
Page #402
--------------------------------------------------------------------------
________________ જૈન ધર્મ કોઈ વાડાઓમાં, સંપ્રદાયમાં, વેશમાં કે શરીરની ક્રિયાઓમાં નથી, પરંતુ આત્મસ્વરૂપની ઓળખમાં જ જૈન ધર્મ છે - જૈનત્વ છે. યઃ પરાત્મા સ એવાઈ યોડહં સ પરમસ્તતઃ | જે પરમાત્મા છે, તે જ હું છું, તથા જે સ્વાનુભવગમ્ય હું છું, તે જ પરમાત્મા છે. સત્વેષ મૈત્રી ગુણિપુ પ્રમોદ, ક્લિષ્ટપુ જીવેષ કૃપાપરત્વમ્ | માધ્યસ્થ-ભાવ વિપરીત-વૃત્તો, સદા મમાત્મા વિદધાતુ દેવ! ભગવ! સંસારના સંપૂર્ણ પ્રાણીઓથી મિત્રતા, ગુણી પુરુષોને જોઈને પ્રસન્નતા, દુઃખી જીવો પર દયાર્દ્રતા (દયા) અને અકારણ દ્વેષ કરનારાઓ કે દુષ્ટ જીવો પર માધ્યસ્થતા અર્થાત્ ન રાગ, ન ષ, | મારો આત્મા નિરંતર ધારણ કરે. Jain Dharm-Saar Sandesh (Gujarati) ISBN 978-81-8466-141-5