SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ-જીવન 157 મનુષ્ય તે જ પ્રશસ્ત અને ઉત્તમ છે જે આત્મીય વસ્તુ પર નિજ સત્તા રાખે. (અર્થાત્ જે માત્ર પોતાના આત્માને જ પોતાનો માને) જે (સંસારની કોઈ વસ્તુમાં નિજત્ત્વ (પોતીકું) માને છે તેઓ જ આ સંસારને પાત્ર છે, અને વિવિધ પ્રકારની વેદનાઓના પણ પાત્ર થાય છે. એવા ભાવ કદાપિ ન કરો (અર્થાત્ એવા વિચારોને ક્યારેય પણ પોતાની અંદર ન લાવો) જેમના દ્વારા આત્માનું અધ:પાત થાય. અધઃપાત (નીચે પડવું)નું કારણ આસક્ત પ્રવૃત્તિ છે. જ્યારે મનુષ્ય અધમ કામ કરવામાં આત્મીય ભાવોને લગાવી દે છે ત્યારે તેની ગણના મનુષ્યોમાં ન થઈને પશુઓમાં થવા લાગે છે.47 આ જ ભાવને વ્યકત કરતાં કુંથુસાગરજી મહારાજ પણ કહે છેઃ ઉત્તમ મનુષ્ય-જન્મને પામીને એવું કરવું (વિષય-વાસનાઓમાં લાગી રહેવું) અત્યંત અયોગ્ય છે. મનુષ્ય-જન્મને પામીને તો આ આત્માએ સૌથી પહેલાં પોતાનું કલ્યાણ કરી લેવું જોઈએ.18 પોતાના અજ્ઞાનવશ આ માયામય સંસારના મોહમાં પડી રહેનારા જીવો પોતાના મન અને ઇંદ્રિયોને વશમાં રાખી શકતા નથી. મન અને ઈન્દ્રિયોથી પ્રાપ્ત વિષય-સુખને જ સાચું સુખ માનીને તેઓ સદા સાંસારિક વિષયોની પાછળ દોડતા રહે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સાચા સુખની પ્રાપ્તિ કરવાનો તેઓ ક્યારેય પણ પ્રયત્ન કરતા નથી. આ કારણે તેઓ આવાગમનના ચક્રમાં પડીને સદા દુઃખી બનેલા રહે છે. તેમની આ દુર્દશાની તરફ ધ્યાન અપાવીને કુંથુસાગરજી મહારાજ તેમને અજ્ઞાનની ઊંઘથી જગાડવાનો પ્રયત્ન કરે છે. તેઓ કહે છે: હે આત્મ! તું અનાદિ કાળથી અત્યંત ભયંકર આ સંસારરૂપી મહાસાગરમાં પરિભ્રમણ કરી રહ્યો છે અને આ પ્રમાણે પરિભ્રમણ કરતાં-કરતાં અનંતકાળ વ્યર્થ જ વ્યતીત થઈ ગયો. હે આત્મ! તું આજ સુધી ઇંદ્રિય અને મનના સુખોમાં જ લાગેલો આવી રહ્યો છે તથા આ કાલ્પનિક અને જૂઠાં સુખોમાં લાગેલા રહેવાના કારણે જ તે આજ સુધી અનંત સુખ આપનારા આત્માના
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy