________________
156
જૈન ધર્મ સાર સંદેશ દઢતાને ધારણ કરો ત્યજી દો ખોટી ચાલ, વિના નામ ભગવાનના કપાય ન ભવની જાળ. રામ રામના જાપથી નહીં રામમય થાય,
ઘટની માયા છોડતાં સ્વયં રામમય થાય.45 ચંપકસાગરજી મહારાજે પણ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ સંત અથવા સદ્ગુની સેવામાં લાગીને જ; અર્થાત્ તેમની દીક્ષા અને ઉપદેશ અનુસાર પારમાર્થિક સાધના કરવાથી જ, મનુષ્યને સંસારનું નશ્વર અને દુઃખમય હોવાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે તેનાથી છુટકારો પામીને મોક્ષના અનંત સુખની પ્રાપ્તિ કરે છેઃ
તન મનની પીડા ટળે, ભવનું થાય જ્ઞાન,
સંત ચરણને સેવતાં, પામે સુખ નિધાન.૧૧ દુઃખમય સંસારથી છુટકારો પામીને પરમાત્મરૂપ બની જવું અને સદાને માટે સુખી થઈ જવું જ માનવ-જીવનનું લક્ષ્ય છે. એટલા માટે મનુષ્યનો જન્મ પામીને જે કોઈ સંત સદ્ગનું શરણ લઈને જન્મ-મરણના ચક્રને મિટાવવાના અને પરમાત્મા પદને પ્રાપ્ત કરવાના અથાક પ્રયત્નમાં લાગી જાય છે, તેનું જ જીવન સાર્થક છે.
માનવ-જીવનની નિરર્થકતા
કહેવાઈ ચૂક્યું છે કે મનુષ્ય-યોનિ બધી યોનિઓમાં ઉત્તમ છે, કારણ કે ફક્ત મનુષ્ય જ ભલા-બૂરાની ઓળખ કરીને પોતાના કલ્યાણ માટે સફળ પ્રયત્ન કરી શકે છે. આ દુઃખમય સંસારમાં જન્મ લઈને પણ તે બધા દુઃખોને દૂર કરીને પરમસુખની પ્રાપ્તિ કરી શકે છે. પોતાનું કલ્યાણ કરવા માટે તેણે પોતાના આત્માના સાચા સ્વરૂપને ઓળખવું અને પર પદાર્થો, અર્થાત્ પોતાના આત્માથી ભિન્ન સાંસારિક પદાર્થોમાં આસકિત ન રાખવી અત્યંત આવશ્યક છે. જો પોતાના અજ્ઞાનવશ તે સાંસારિક વિષયોમાં જ ફસાયેલો રહી જાય છે અને પોતાનું જીવન પશુઓની જેમ માત્ર ખાવા-પીવા, સૂવા વગેરેમાં જ વિતાવી દે છે તો તે પોતાનું મનુષ્ય-જીવન વ્યર્થ જ ગુમાવીને આ સંસારથી ચાલ્યો જાય છે. એવા મનુષ્યનું જીવન નિરર્થક જ કહેવામાં આવશે. ગણેશપ્રસાદ વર્મીએ ખૂબ જ સ્પષ્ટ રીતે કહ્યું છેઃ