________________
માનવ-જીવન
155 છ&ઢાલામાં પણ ઘડપણ અને રોગથી ગ્રસિત થતાં પહેલાં પૂરી તત્પરતાની સાથે સમભાવને ધારણ કરીને પોતાનું કલ્યાણ કરી લેવા માટે આપણને આ શબ્દોમાં ચેતવવામાં આવ્યાં છેઃ
એમ જાણી આળસ છોડી સાહસથી કરવાનો ઢ નિશ્ચય, આ શિખામણ આદરો, જયાં લગી ન રોગ જરા ગ્રહે, ત્યાં લગી ઝટ નિજ હિત કરો, આ રાગ-આગ બાળે સદા, તેથી સમતા-અમૃત સેવો; ચિરકાળથી ભજ્યા વિષય-કષાય હવે તો, ત્યાગી નિજ પદ પામો, કેમ રચ્યો પર પદમાં, ન તારું પદ એ, કેમ દુઃખ સહે;
હવે ‘દોલ” કહે! થાઓ સુખી સ્વ પદ-રચી, દાવ ન ચુકો આ.44 અર્થાત્ એવું જાણીને આળસ છોડીને અને સાહસની સાથે સંકલ્પ લઈને આ ઉપદેશને અપનાવો. જ્યાં સુધી રોગ અને બુઢાપાએ શરીરને ઘેર્યુ નથી ત્યાં સુધી શીધ્ર પોતાના આત્માનું કલ્યાણ કરી લો. આ રાગરૂપી (મોહ, આસકિત) આગ જીવોને સદા બાળી રહી છે. એનાથી મુક્ત થઈને શાંતિ પામવા માટે સમતારૂપી અમૃતનું પાન કરો. ચિરકાળ (અનંત જન્મો)થી તું વિષયરૂપી બંધનકારી કર્મોનું સેવન કરતો રહ્યો છે. હજી પણ તું તેમનો ત્યાગ કરીને આત્મપદની પ્રાપ્તિ કર. પોતાના આત્માથી ભિન્ન પદાર્થોમાં તું કેમ આસક્ત થઈ રહ્યો છે? તેઓ તારા પોતાના નથી. તેમનામાં ફસાઈને તું શા માટે દુઃખ ઉઠાવી રહ્યો છે? દોલતરામજી કહે છે કે હે જીવ! આ અવસરને ગુમાવ નહીં.
કેવળ સાહસી અને પોતાની ધુનના પાકા મનુષ્ય જ પારમાર્થિક સાધનાના દુર્ગમ માર્ગ પર દઢતાની સાથે ચાલે અને પોતાના લક્ષ્યની પ્રાપ્તિમાં સફળ થાય છે. કાયર અને આળસુ જીવોનું આ કામ નથી. આળસુ જીવો ફક્ત બહારથી રામ-રામ અથવા કોઈ અન્ય વર્ણાત્મક નામનો જાપ કરે છે પરંતુ આ પ્રકારના બાહ્ય જાપથી તેમને કોઈ વિશેષ લાભ થતો નથી. સાચા સાધકો કોઈ સંત કે સદ્ગુરુ પાસેથી દીક્ષા અને ઉપદેશ ગ્રહણ કરીને દૃઢતાથી પોતાના ગુએ બતાવેલી યુક્તિ અનુસાર નામનો આંતરિક જાપ કે સ્મરણ કરે છે. આ રીતે તેઓ પોતાના અંતરથી માયાને કાઢીને પરમાત્મા પદની પ્રાપ્તિ કરી લે છે. આ તથ્યની તરફ ધ્યાન અપાવતાં ગણેશપ્રસાદ વર્મી કહે છેઃ