SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 158 જૈન ધર્મ સાર સંદેશ સ્વભાવરૂપ ધર્મનું આરાધન કર્યું નહીં. એટલા માટે હે આત્મન્ ! જેમને આપણે લોકોએ કદી મનથી પણ ચિંતવન કરી શકતા નથી એવાં અકસ્માતે થનારાં અને અન્ય અનેક પ્રકારના અસહ્ય દુઃખો તારે ભોગવવાં પડ્યાં.19 આ માયાવી સંસારના લોભામણા વિષયોના ભોગથી જીવને કયારેય પણ તૃપ્તિ થતી નથી. વિષયોનાં જૂઠાં સુખ આખરે દુઃખમાં બદલાઈ જાય છે અને જીવને સદા દુઃખ જ ભોગવવું પડે છે. જેવું કે જેનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ દુઃખથી દૂર ભાગનારા અને સુખ ચાહનારા આ પ્રાણી મોહથી આંધળો થઈને ભલા-બૂરાનો વિચાર ન કરીને જે-જે ચેષ્ટાને કરે છે, તે-તેનાથી તે દુઃખને પામે છે.0 આવા મનુષ્યો પશુઓથી પણ બદતર છે, કારણ કે પશુઓ તો વિવેક શક્તિથી રહિત હોવાને કારણે ધર્મ-સાધના અથવા આત્મ-કલ્યાણ માટે પ્રયત્ન કરી શકતાં નથી. પરંતુ વિવેક શક્તિના હોવા છતાં પણ જો મનુષ્ય આત્મા કલ્યાણ માટે પ્રયત્ન કરતો નથી અને માત્ર સાંસારિક વસ્તુઓના જ લોભ અને મોહમાં ફસાયેલો રહે છે તો તેનું મનુષ્ય-જીવન નિરર્થક જ માનવામાં આવશે. એને સમજાવતાં નાથુરામ ડોંગરીય જૈન કહે છેઃ જે મનુષ્ય કેવળ ધન કમાવા માટે જ રાત-દિવસ એડીથી ચોટી સુધી પરસેવો વહેવડાવતો રહે છે અને ધર્મ-કર્મને ભૂલી જાય છે અને તે ધનનો ઉચિત રીતે સ્વયં ભોગ કરતો નથી તથા ન બીજાઓની સહાયતા અને પરોપકાર કરે છે, તે ભોજનની પીરસેલી થાળીને કુકરાવીને લાંઘણ કરનારા (ખાધા-પીધા વિના રહેનારા) મનુષ્યની સમાન જ મૂર્ખતા કરે છે, અને કેવળ ક્લેશને પાત્ર બને છે. આખરે તે ધન કમાય છે શા માટે? આ રીતે જ જો મનુષ્ય માત્ર ધન કમાવા અને ખાવા, પીવા, મોજ ઉડાવવામાં જ મસ્ત થઈને આત્મોન્નતિ માટે ધર્મ સાધન કરવા અને મોક્ષ પુરુષાર્થની તરફ લક્ષ્ય રાખવા
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy