________________
જૈન ધર્મનું સ્વરૂપ
39 જો તું પોતાનું સુખ ચાહતો હોય તો પર વસ્તુ પ્રતિ પોતાના મમત્વને, જે વિષની વેલ સમાન છે, છોડી દે. પર વસ્તુમાં મમત્વનો ભાવ હોવાને કારણે જ સંસારનો ખેલ ચાલતો રહે છે.
જયાં સુધી મનમાં વસે છે પર પદાર્થની ચાહ,
ત્યાં સુધી દુઃખ સંસારમાં ભલે હોય શહેનશાહ. જ્યાં સુધી મનમાં પર પદાર્થની ચાહ વસેલી છે ત્યાં સુધી સંસારમાં દુઃખ લાગેલું રહે છે, ભલેને કોઈ શહેનશાહ પણ કેમ ન હોય.
સમય ગયો નહીં કંઈ કર્યું નહીં જાણ્યો નિજ સાર,
પર અવસ્થામાં મગ્ન થઈ સહેતા દુઃખ અપાર. જીવનનો સમય આમ જ વીતી ગયો. પોતાના કલ્યાણ માટે કંઈ ન કરી શક્યા, પોતાની અસલિયતને સમજ્યા જ નહીં! જીવનભર પોતાનાથી ભિન્ન પદાર્થોની વાતોમાં મગ્ન રહ્યા. એવા જીવોને અપાર દુઃખ સહેવું પડે છે.
પરમાં પોતાનું માની દુઃખી થતો સંસાર,
જેમ પડછાયો થાન જોઈ ભકે વારંવાર. જે પોતાનાથી ભિન્ન છે તેમાં પોતાપણાની કલ્પના કરી સંસાર દુઃખી થઈ રહ્યો છે, જેમ દર્પણમાં પોતાનો પડછાયો જોઈને કૂતરો તેને પોતાના જેવો જ કૂતરો સમજીને તેના તરફ વારંવાર ભસતો રહે છે. (આ પ્રમાણે તે વ્યર્થ જ પોતાની શક્તિ અને સમયને બરબાદ કરીને પરેશાન થતો રહે છે અને નાહક ભસીભસીને બીજાઓને પણ તબાહ કરે છે.)
આ સંસાર મહાપ્રબળ તેમાં વેરી બેય,
પરમાં પોતાની કલ્પના પોતે રૂપ નિજ ખોય. આ સંસારનું બંધન ખૂબ જ મજબૂત છે, કારણ કે એમાં બે ખૂબ જ બળવાન શત્રુ છેઃ એક છે પોતાના સ્વરૂપને ભૂલાવી દેવું અને બીજું છે પોતાનાથી ભિન્ન વસ્તુમાં પોતાપણાની કલ્પના કરવી.
જો સુખ ઇચ્છતા હો સદા ત્યાગો પર અભિમાન, પોતાની વસ્તુમાં લીન રહો કલ્યાણ માર્ગ સુખની ખાણ.