________________
40
જૈન ધર્મ સાર સંદેશ જો તું સદાને માટે સુખ ઇચ્છે છે તો પોતાનાથી ભિન્ન પદાર્થમાં પોતાપણાની ભાવનાનો ત્યાગ કર અને ખુદ પોતાને પોતાના જ આત્મામાં લીન કરી લે. આ જ કલ્યાણનો માર્ગ અને સુખનો ભંડાર છે.
સૌથી સુખી જગતમાં થાય છે તે જીવ,
જે પર સંગતિ પરિહરિ સમરે આત્મ સદેવ. સંસારમાં તે જ જીવ સૌથી સુખી હોય છે જે પોતાનાથી ભિન્નની સંગતિનો ત્યાગ કરી સદા આત્માના જ ધ્યાનમાં લાગેલો રહે છે.
રાગ દ્વેષમય આત્મા ધારે છે બહુ વેશ,
તેમાં નિજને માનીને સહે દુઃખ વિશેષ. પોતાનાથી ભિન્ન પદાર્થો પ્રતિ રાગ અને દ્વેષની ભાવના રાખવાને કારણે જ આત્માને વિભિન્ન યોનિઓમાં અનેક રૂપ ધારણ કરવાં પડે છે. આ રીતે પોતાનાથી ભિન્ન પદાર્થોમાં પોતાપણાની કલ્પના કરવાને કારણે આત્માને અનંત દુઃખો સહન કરવો પડે છે.
આજ ઘડી દિન શુભ થઈ પામ્યો નિજ ગુણ ધામ,
મનની ચિંતા મટી ગઈ ઘટમાં બિરાજે રામ. આજનો સમય અને દિવસ (આ જીવન-કાળ) જ્યારે કે મેં આત્મ-ગુણો અને આત્મ-ધામને પ્રાપ્ત કરી લીધું છે, મારા માટે શુભ કે કલ્યાણમય બની ગયા છે. હવે મારા મનની ચિંતા દૂર થઈ ગઈ છે અને મારી અંદર પરમાત્મા બિરાજી રહ્યાં છે.
જૈન ધર્મ શું છે? આ પુસ્તકનો આરંભ કરતી વખતે પહેલા અધ્યાયમાં જ કહેવાઈ ચૂકયું છે કે જૈન” શબ્દ “જિન” શબ્દથી બન્યો છે અને “જિન” શબ્દનો અર્થ છે “વિજેતા કે “જીતનાર'. રાગ-દ્વેષ આદિ દોષો અને કામ-ક્રોધ, મોહ આદિ વિકારો પર વિજય પ્રાપ્ત કરીને જે પૂર્ણરૂપે મુક્ત અને સુખી થઈ જાય છે તેને જ “જિન” કહેવામાં આવે છે. એવા જિન પુરુષ અનાદિ કાળથી જીવોના કલ્યાણ માટે સંસારમાં આવતા રહ્યા છે. જૈન-પરંપરા અનુસાર વર્તમાન યુગમાં પણ એવા