________________
જેન ધર્મનું સ્વરૂપ
ચોવીસ મહાપુરુષ આવી ચૂક્યા છે જેમનો ઉલ્લેખ પ્રથમ અધ્યાયમાં જ કરી દેવામાં આવ્યો છે. બધા જ જિન પુરુષો સમાનરૂપે સર્વજ્ઞ અને મુક્ત હોવાથી તેમનો બતાવેલો મોક્ષ-માર્ગ પણ સદા એક જ હોય છે. આ જિન પુરુષો દ્વારા બતાવવામાં આવેલા મોક્ષ-માર્ગને જ જૈનધર્મ કહે છે.
જૈનધર્મનું સ્વરૂપ દર્શાવતી વખતે નાથૂરામ ડોંગરીય જેને પણ એવો જ વિચાર પ્રગટ કર્યો છે. તેઓ કહે છેઃ
જે મહાપુરુષે રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, માન આદિ કર્મ શત્રુઓ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરી લીધો હોય અને આત્માને પૂર્ણ સુખી અને અનંત જ્ઞાનનો ભંડાર બનાવી લીધો હોય, તેને ‘જિન’ કહે છે (મોહાદિ કર્મ શત્રુન્ જયતીતિ જિનઃ) અને આ જ વીર તથા મહાપુરુષ દ્વારા જે વિશ્વના દુઃખી પ્રાણીઓને ભેદ-ભાવ વિના કલ્યાણમય સાચો માર્ગ પ્રગટ કરવામાં આવે છે, જેના દ્વારા સંસારના દુઃખી આત્માઓ તેના જ સમાન પરમાત્મા બની શકે, તે માર્ગને જ જૈન ધર્મ કહે છે. સારાંશ એ છે કે સાંસારિક આત્માઓની દીનતાને દૂર કરીને વીરતા સાથે પાપવાસનાઓ અને રાષ્લેષાદિ વિકારો પર તેમને પૂર્ણ વિજયી બનાવીને વાસ્તવિક આનંદ તથા શાંતિના પ્રશસ્ત માર્ગ પર લઈ જઈ પરમાત્મપદ પ્રદાન કરનારા ધર્મને જૈન ધર્મ કહે છે.3
41
જૈન ધર્મનાં સામાન્ય લક્ષણ
ધર્મનાં સંબંધમાં આ પ્રસિદ્ધ ઉક્તિ છેઃ ‘વત્યુ સહાવો ધમ્મો’ અર્થાત્ વસ્તુનો સ્વભાવ જ ધર્મ છે. આત્મા જ મૂળ વસ્તુ છે અને અનંત સૃષ્ટિ, અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અનંત આનંદ (અનંત ચતુષ્ટય) એનો સ્વભાવ અથવા એનું પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. આત્માના આ વાસ્તવિક સ્વરૂપને ઓળખવું જ ધર્મ છે. બીજા શબ્દોમાં, જેનાથી આત્માની વાસ્તવિક્તાની ઓળખ થાય છે, અર્થાત્ જેનાથી આત્માના વાસ્તવિક સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, તેને જ ધર્મ કહે છે.
‘ધર્મ’ શબ્દનો અર્થ ધારણ કરવું, સંભાળ કરવું અથવા અવલંબન કે સહારો આપીને બચાવવું અથવા રક્ષા કરવી પણ કરી શકાય છે. આ અર્થ