________________
જૈન ધર્મ સાર સંદેશ
ક્યારે આવે તે શુભ દિન જે દિન આવે સૂઝ,
પર પદાર્થને ભિન્ન જાણી આવે પોતાની બૂઝ. જ્યારે તે સૌભાગ્યશાળી દિવસ આવશે જ્યારે આપણને (સચ્ચાઈની) સમજ આવશે અને આપણે “પર” (આત્માથી ભિન્ન) પદાર્થોને પોતાનાથી ભિન્ન સમજીને પોતે પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરીશું?
આત્મજ્ઞાન પામ્યા વિના ભટકે સકળ સંસાર,
એના થતાં જ તરે ભવ દુઃખ સાગર. આત્મજ્ઞાન (પોતાના આત્માનું જ્ઞાન) પામ્યા વિના સમગ્ર સંસાર ભટકી રહ્યો છે. આત્મજ્ઞાન થતાં જ મનુષ્ય સંસાર-સાગરના દુઃખોથી પાર થઈ જાય છે.
ભવ-બંધનનું મૂળ છે પોતાની જ તે ભૂલ,
એના જતાં જ મટે સર્વ જગતના શૂળ. પોતાના સ્વરૂપને ન જાણવાની તે ભૂલ જ સાંસારિક બંધનનું મૂળ કારણ છે. આ ભૂલ દૂર થતાં જ સંસારના બધાં દુઃખ મટી જાય છે.
જો ચાહે નિજ વસ્તુ તું પરને ત્યજ સુજાણ,
પર પદાર્થ સંસર્ગથી કદી ન થાય કલ્યાણ. હે જ્ઞાનીજન! જો તું પોતાની વસ્તુ પ્રાપ્ત કરવા ઇચ્છે છે તો પર પોતાનાથી ભિન્ન) પદાર્થોને છોડ. પર પદાર્થો સાથે લગાવ રહેવાને કારણે તારું કલ્યાણ ક્યારેય પણ થઈ શક્યું નથી.
હિતકારી નિજ વસ્તુ છે પરથી તે નહીં થાય,
પરની મમતા મિટાવીને લીન નિજ આતમ થાય. પોતાની જ વસ્તુ (આત્મા) કલ્યાણકારી છે, પર વસ્તુઓથી પોતાનું કલ્યાણ થઈ શકતું નથી. એટલા માટે પર વસ્તુઓ પ્રતિ પોતાના મમત્વને મિટાવીને આપણે પોતાને પોતાના આત્મામાં જ લીન કરવો જોઈએ.
જો સુખ ચાહે પોતાનું ત્યજી દે વિષની વેલ, પરમાં નિજની કલ્પના એ જ જગતનો ખેલ.