________________
જૈન ધર્મઃ સાર સંદેશ
સાચો ગુરુ જેને આત્મસ્વરૂપનો અનુભવ પ્રાપ્ત થઈ ગયો હોય છે, તે પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માને સંસારના સમસ્ત પદાર્થોથી, જે જડ અથવા અચેતન છે, બિલકુલ ભિન્ન સમજે છે. સંસારના સઘળા પદાર્થોથી પોતાના આત્માની ભિન્નતાના જ્ઞાનને જ જૈન ધર્મમાં ‘ભેદ-વિજ્ઞાન’ કહેવામાં આવે છે. આ ભેદ-વિજ્ઞાનના પ્રગટ થવાથી સાચા ગુરુને સાંસારિક વસ્તુઓ પ્રતિ ક્યારેય પણ રાગ, દ્વેષ કે મોહ થતો નથી. તેઓ હંમેશાં શાંત અને શીતળ બનેલા રહે છે. તેમના સત્ય સ્વરૂપ, શીતળ ચિત્ત અને શાંત ભાવનો ઉલ્લેખ કરતાં જૈન કવિ બનારસીદાસજી તેમની વંદના આ શબ્દોમાં કરે છેઃ
184
ભેદ વિજ્ઞાન જાગ્યું જેમના ઘટ, શીતળ ચિત્ત થયું જેમ ચંદન. કેલ કરે શિવ-માર્ગમાં, જગમાં જિનેશ્વરના લઘુનંદન. નિર્મળ સત્ય સ્વરૂપ સદા જેમનું,
અવઘત પ્રગટ્યો મિથ્યાત્વ નિકંદન,
શાંત દશા તેમની પિછાણી, કરે કર જોડી બનારસી વંદન.38
અર્થ - જેના અંતરમાં ભેદ-વિજ્ઞાન પ્રગટ થઈ ગયેલું હોય છે, તેમનું ચિત્ત ચંદનની જેમ શીતળ થઈ જાય છે. પોતાને જિનેશ્વર ભગવાનનો એક નાનો (તુચ્છ) પુત્ર (શિષ્ય) માનનારા ગુરુ સંસારમાં આવીને શિવમાર્ગ અર્થાત્ કલ્યાણમય મોક્ષમાર્ગમાં ચાલવાનો આનંદ મનાવે છે. મિથ્યાત્વ-ભાવને નષ્ટ કરનારું તેમનું નિર્મળ સત્યસ્વરૂપ હંમેશાં પ્રગટ રહે છે. તેમની શાંત દશાને ઓળખતાં બનારસીદાસ હાથ જોડીને તેમની વંદના કરે છે.
સમતા ભાવ ધારણ કરનારા ગુરુના અકથનીય આંતરિક આનંદ અને તેમની અપાર મહિમાનાં ગુણ-ગાન કરતાં પંડિત દોલતરામજી પણ કહે છેઃ
અરિ-મિત્ર, મહેલ-મસાણ, કંચન-કાચ, નિંદા-સ્તુતિ કરે; પૂજા કરનાર અસિ-પ્રહાર કરનાર પ્રતિ સદા સમતા ધરે.
એમ ચિંતનથી નિજમાં સ્થિર થયા, તેમણે
જે અકથનીય આનંદ લહ્યો;
તે ઇંદ્ર નાગ-નરેન્દ્ર કે અભિમાની નહીં કહ્યો.39