________________
269
અંતર્મુખી સાધના
જેવી રીતે દોરીના સહારે પતંગ આકાશમાં ચઢી જાય છે, એ જ પ્રમાણે વિષયોને આધીન થઈને મન પણ સ્વાનુભૂતિથી અથવા સિદ્ધભગવાનની ભક્તિથી દૂર હટી જાય છે. વાયુ જે પ્રમાણે પતંગને આકાશમાં ઊંચે ચઢાવી દે છે, તે જ પ્રમાણે મોહનીય કર્મ આ જીવને ભક્તિથી હટાવી દે છે. મનના સ્થિર થયા વિના વિષયોથી વિરકિત ક્યારેય થઈ શકતી નથી તથા વિષયોમાં આસક્તિ બનેલી જ રહે છે. અતઃ મનને ધ્યાન દ્વારા એકાગ્ર કરવું જોઈએ. મનને એકાગ્ર કરવા માટે એકાંતમાં અભ્યાસ કરવો પરમ આવશ્યક છે તથા ક્યારેય મનને ખાલી ન રાખવું જોઈએ.’
આ અભ્યાસ કોઈ સાચા ગુરુ પાસેથી ઉપદેશ ગ્રહણ કરવાથી જ સફળતાપૂર્વક કરી શકાય છે. ગુરુની બતાવેલી વિધિથી મનને સ્થિર કરી લેતાં ધ્યાનમાં સ્થિરતા આવી જાય છે. એને સ્પષ્ટ કરતાં શણસાર (જ્ઞાન-સાર)માં કહેવામાં આવ્યું છેઃ
શુદ્ધ મહાવ્રત પાંચેય ધાર્યા, ક્રોધ લોભ મદ મોહ નિવાર્યા, પરિષહ* જીત ભય સ્મર (કામ) ખોઈ, એવા ગુરુ ઉપદેશક હોય. સાર દેશના યોગી પાકે, નિજ આત્મામાં નિજ મન લાવી, નહીં રોકે તો મન ચલ થાય, પવન વેગથી પત્તા જેમ. મન ચંચળ ચપલા ની જેમ, તે મનને વશ કર સાઈ,
બાંધ્યા વિના જેમ જળ સ્થિર નહીં, મન વશ વિના ધ્યાન ન થાય સ્થાયી. અર્થાત્ જે અહિંસા, સત્ય આદિ પાંચેય પવિત્ર મહાવ્રતોને ધારણ કરનારા અને કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ભય અને ચિંતાથી દૂર રહેનારા છે, તેવા જ ગુરુ સાચા ઉપદેશક હોય છે. તેવા ગુરુના સાર ઉપદેશને ગ્રહણ કરીને પોતાના મનને આત્મામાં લગાવવું જોઈએ. જો સાધક પોતાના મનને આ પ્રમાણે નહીં રોકે તો મન હવાની લહેરથી કાંપતા રહેનારા પત્તાની જેમ ચંચળ જ બનેલું રહે છે. તે સ્વામી (ગુરુદેવ)! વિજળીની સમાન ચંચળ આ મનને વશમાં કરો. જે પ્રમાણે બંધ લગાવ્યા વિના જળ સ્થિર થતું નથી, તે જ પ્રમાણે મનને વશમાં
* પરિષહ = ટાઢ, તડકો, ભૂખ, તરસ વગેરે 22 વિપત્તિઓમાંથી પ્રત્યેક સહેવી તે.