________________
270
જૈન ધર્મ સાર સંદેશ કર્યા વિના ધ્યાન પણ સ્થિર થતું નથી. ગણેશપ્રસાદ વર્મી પણ ખૂબ જ જોરદાર શબ્દોમાં મન પર વિજય પ્રાપ્ત કરવા માટે ચેતવે છે. તેઓ કહે છેઃ
જે મનુષ્ય પોતાના મન પર વિજયી નથી સંસારમાં તેની અધોગતિ નિશ્ચિત છે. જેટલા પાપ સંસારમાં છે તે બધાની ઉત્પત્તિનું મૂળ કારણ માનસિક વિકાર છે. જ્યાં સુધી તે શમન શાંત) ન થશે સુખનો અંશ પણ હશે નહીં. મનની શુદ્ધિ વિના કાયા શુદ્ધિનું કોઈ મહત્ત્વ નથી. આત્માનો વિજય તે જ કરી શકે છે જે પોતાના મનને પરથી (આત્માથી ભિન્ન વિષયોથી) રોકીને સ્થિર કરે છે. વિશુદ્ધતા જ મોક્ષની પ્રથમ સીડી છે. તેના વિના આપણું જીવન કોઈ કામનું નથી. જેમણે તેને ત્યાગું તેઓ સંસારથી પાર ન થયા, તેમને અહીં જ ભ્રમણ કરવાનો અવસર મળતો રહેશે.
એટલા માટે મનને બાહ્ય વિષયોથી હટાવીને એને પોતાના આત્મામાં કેન્દ્રિત કરવું આવશ્યક છે. મોક્ષની ઇચ્છા રાખનારા સાધકે ગુરુના ઉપદેશાનુસાર એકાંત અભ્યાસ દ્વારા આત્માથી ભિન્ન વિષયોથી મનને હટાવીને એને આત્મલીન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મનના શાંત થવાથી જ ધ્યાનમાં એકાગ્રતા આવે છે અને ધ્યાનના પૂર્ણ એકાગ્ર થવાથી જીવ પરમાત્માનાં દર્શન પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે મનને વશમાં કરનારો સાધક મોક્ષની પ્રાપ્તિ કરી લે છે.
દયાનની અનિવાર્યતા ધ્યાનની સિદ્ધિ માટે જ મનને બાહ્ય વિષયોથી હટાવવા અને એને વશમાં કરવા પર ભાર આપવામાં આવ્યો છે. પરમાર્થની પ્રાપ્તિ અંતર્મુખી જ્ઞાન દ્વારા થાય છે. આ જ્ઞાન જ અજ્ઞાનજનિત કર્મોનો નાશ કરીને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આ જ્ઞાન કેવળ ધ્યાન દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. એટલા માટે જૈન ધર્મની સાધનામાં ધ્યાનનું સ્થાન સૌથી ઊંચું છે. એની સર્વોચ્ચતા અને અનિવાર્યતા બતાવતાં ઋષિ-ભાસિતમાં કહેવામાં આવ્યું છેઃ
સીસ જહા સરીરસ્ય, જહા મૂલ દુખસ્સયા. સબ્યસ્સ સાહુ ધમ્મસ્સ, તહાં જાણે વિધીયતા