________________
70
અહો વિભ્રાન્તચિત્તાનાં પશ્ય પુંસાં વિચેષ્ટિતમ્ । યદ્મપÅયંતિત્વેઽપિ નીયતે જન્મ નિઃફલમ્ II
જૈન ધર્મઃ સાર સંદેશ
અર્થ - આચાર્ય મહારાજ કહે છે કે જુઓ, ભ્રમરૂપ ચિત્તવાળા પુરુષોની ચેષ્ટા સાધુપણામાં પણ પાખંડ પ્રપંચ કરીને જન્મને નિષ્ફળ કરી દે છે.83
કેટલાક લોકો સમજે છે કે પાપથી બચવું અને પુણ્ય કમાવવું જ ધર્મ છે. એટલા માટે તેઓ પાપથી બચવા અને પુણ્ય કમાવવા પર ભાર આપે છે. એ ઠીક છે કે પુણ્ય કરવું સારું કે ભલું છે અને પાપ કરવું ખરાબ છે. પરંતુ પોતાના ભલાં-બૂરાં કર્મો દ્વારા આપણે કેવળ શુભ-અશુભ કર્મોને એકઠાં કરીએ છીએ અને તદનુસાર પોતાના શુભ-અશુભ કર્મોને ભોગવવા માટે સંસારની સારીખરાબ યોનિઓમાં ભટકતા રહીએ છીએ. પુણ્ય કર્મો દ્વારા ક્યારેય મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જયાં સુધી આપણે મોહ, ક્ષોભ આદિ વિકારોને દૂર કરીને આત્મશુદ્ધિ કે વીતરાગતાની અવસ્થાને પ્રાપ્ત કરી લેતા નથી, ત્યાં સુધી પાપ અને પુણ્ય બન્ને લોખંડની અને સોનાની બેડીઓ સમાન બંધનકારી બની રહે છે. ભાવ પાહુડ મૂલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જેઓ આત્માને તો પ્રાપ્ત કરવાની ઇચ્છા કરતા નથી અને બધા પ્રકારનાં પુણ્યકર્મો કરે છે, તેઓ પણ મોક્ષ પ્રાપ્ત ન કરીને સંસારમાં જ ભ્રમણ કરે છે.84
નયગ્રક બૃહદ્ ગાથામાં પણ કહેવામાં આવ્યું છેઃ
:
મોહના નિમિત્તથી ઉત્પન્ન થવાને કારણે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારનાં શુભ અને અશુભ કર્મોથી સંસાર ભ્રમણ થાય છે.85
પુણ્ય અને પાપને સોના અને લોખંડની બેડીઓ સમાન બતાવતાં પંડિત પન્નાલાલ સમયસાર ની પ્રસ્તાવનામાં કહે છેઃ
બંધનની અપેક્ષા (દ્રષ્ટિએ) સુર્વણ અને લોહ-બન્નેની બેડીઓ સમાન છે. જે બંધનથી બચવા ઇચ્છે છે તેમણે સુર્વણ (પુણ્ય)ની