________________
જૈન ધર્મનું સ્વરૂપ
પરમાર્થનો વિચાર કરવામાં આવે તો
બેડી પણ તોડવી પડશે. પુણ્ય અને પાપ બન્ને પ્રકારની પ્રકૃતિઓનો બંધ આ જીવને સંસારમાં જ રોકનારો છે.86
જૈન ધર્મમાં આત્મશુદ્ધિ કે આત્મજ્ઞાનને જ ધર્મ કહેવામાં આવ્યો છે. કર્મોનો નાશ અને મોક્ષની પ્રાપ્તિ એનાથી જ થાય છે. એટલા માટે આત્મશુદ્ધિ અને આત્મજ્ઞાન માટે અંતર્મુખી સાધના ન કરી બહિર્મુખી ક્રિયાઓમાં લાગવું અને તપ આદિ કર્મ દ્વારા શરીરને કષ્ટ આપવું વ્યર્થ અને નિષ્ફળ છે. જૈન ગ્રંથ રયણસાર માં એના સંબંધમાં સ્પષ્ટ રૂપે ચેતવણી આપવામાં આવી છે ઃ
હે બહિરાત્મા! તું ક્રોધ, માન, મોહ આદિનો ત્યાગ ન કરીને જો વ્રત તપશ્ચરણાદિ (તપ આદિ કર્મ) ના દ્વારા શરીરને દંડ આપે છે, શું એનાથી તારાં કર્મ નષ્ટ થઈ જશે? કદાપિ નહીં. આ જગતમાં શું ક્યારેય દરને પીટવાથી સાપ મરે છે? કદાપિ નહીં.87
71
આ જ કારણ છે કે જૈનધર્મમાં હઠકર્મો અને બહિર્મુખી ક્રિયાઓને ધર્મ માનવામાં આવ્યો નથી અને તેમને છોડીને કોઈ સાચા ગુરુની સહાયતાથી સાચા ધર્મને અપનાવવા અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ઉદાહરણ માટે, અમૃતાશતિમાં કહેવામાં આવ્યું છેઃ
ગિરિ ગહન, ગુફા આદિ તથા શૂન્ય વનપ્રદેશોમાં રહેવું, ઇંદ્રિયનિરોધ, ધ્યાન, તીર્થસેવન, પાઠ, જપ, હોમ આદિ દ્વારા વ્યક્તિને સિદ્ધિ મળી શક્તી નથી. અતઃ હે ભવ્ય (મોક્ષાર્થી)! ગુરુઓ દ્વારા કોઈ અન્ય જ ઉપાય શોધ. 88
‘ધર્મ શું છે અને શું નથી'ના સંબંધમાં અહીં જે કંઈ કહેવામાં આવ્યું છે તેનાથી જૈનાચાર્યોના ધર્મ-વિષયક દૃષ્ટિકોણની યથાર્થતા કે સત્યતા સહજ જ પ્રગટ થાય છે. એમાં શંકા નથી કે જૈનાચાર્યોએ લોકહિતની ભાવનાથી પ્રેરિત થઈને જ ધર્મના સૈદ્ધાન્તિક અને વ્યાવહારિક પક્ષોની વિસ્તારપૂર્વક વિવેચના કરી છે અને પોતાના વિચારોને સ્પષ્ટતા અને નિર્ભયતાથી વ્યકત કર્યા છે.