________________
3
જીવ, બંધન અને મોક્ષ
જીવ અને અજીવની ભિન્નતા
જૈન ધર્મ અનુસાર સંસારના બધા પદાર્થોને મૂળસ્વરૂપે બે ભાગોમાં વહેંચવામાં આવેલા છે – (1) જીવ અને (2) અજીવ. એમનું વાસ્તવિક સ્વરૂપ એક-બીજાથી બિલકુલ ભિન્ન છે. જીવ તત્ત્વ ચેતના અને જીવન-શક્તિથી યુક્ત હોય છે, જ્યારે અજીવ તત્ત્વ ચેતના અને જીવન-શક્તિથી રહિત હોય છે. જૈન ધર્મમાં બતાવવામાં આવેલા જીવ સિવાયના અન્ય પાંચેય પદાર્થ-(1) પુદ્ગલ (ભૌતિક તત્ત્વ કે પરમાણુ), (2) ધર્મ (ગતિ તત્ત્વ), (3) અધર્મ (સ્વૈર્ય તત્ત્વ), (4) આકાશ અને (5) કાળ (સમય)- અજીવના જ ભેદ છે. જીવ અને શરીરને એક સમજવું એ ભારે ભૂલ છે. જીવને ક્યારેય નિર્જીવ શરીરનો ગુણ અથવા શરીરથી ઉત્પન્ન થનારી કોઈ ચીજ સમજવી જોઈએ નહીં. જોકે પ્રત્યેક પ્રાણીનું નિર્માણ જીવ અને નિર્જીવ તત્ત્વ (શરીર)ના મિલાવટથી થયેલું છે, તો પણ પ્રત્યેક પ્રાણીમાં મળેલા જીવ અને શરીરનું વાસ્તવિક સ્વરૂપ ભિન્નભિન્ન છે. નિર્જીવ તત્ત્વોથી બનેલા શરીરને જીવ તત્ત્વ (આત્મા)થી મળેલું હોવાના કારણે જ જીવિત કહેવામાં આવે છે. શરીરથી જીવ અલગ થતાં જ શરીર નિર્જીવ બની જાય છે. જે પ્રમાણે આપણે પોતાની બાહ્ય ઇંદ્રિયો દ્વારા બાહ્ય નિર્જીવ વસ્તુઓ કે પદાર્થોને જોઈએ અથવા તેમનો અનુભવ કરીએ છીએ, તે જ પ્રમાણે આપણે પોતાની આંતરિક દૃષ્ટિ દ્વારા જીવ (આત્મા)નો પણ આપણા અંતરમાં પ્રત્યક્ષ અનુભવ કરી શકીએ છીએ.
જીવ અને અજીવની ભિન્નતાને ન સમજવાને કારણે આપણે પોતાના જીવનના વાસ્તવિક ઉદ્દેશ્ય અને પોતાના મૂળ કર્તવ્યને સારી રીતે સમજી