________________
જીવ, બંધન અને મોક્ષ શકતા નથી. આ નાસમજી અથવા અજ્ઞાનતાને કારણે આપણે પોતાના સર્વાધિક આવશ્યક કર્તવ્યને ભૂલીને એવા કર્મોમાં ઊલઝાઈ જઈએ છીએ જે આપણને બંધનમાં જકડીને સંસારના દુઃખ-ભર્યા આવાગમનના ચક્રમાં ફસાવી દે છે.
એટલા માટે જીવ અને અજીવની મૌલિક ભિન્નતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત આવશ્યક છે. આ જ્ઞાનને જ જૈન ધર્મમાં ‘ભેદ-વિજ્ઞાન” કહેવામાં આવે છે. જીવ અને અજીવનું એકબીજાથી ભિન્ન હોવા કે ન હોવાના વિષય સાથે સંબંધિત અનેક પ્રશ્નો પર ઊંડાણથી વિચાર કરવાને જ તત્ત્વ-વિચાર કહે છે. પોતાનું કલ્યાણ ચાહનારને તત્ત્વ-વિચાર કરવાની પ્રેરણા આપતાં નાથુરામ ડોંગરીય જેન કહે છેઃ
વસ્તુના તે વાસ્તવિક સ્વરૂપને તત્ત્વ કહે છે જેને જાણીને આપણે પોતાનું કલ્યાણ કરી શકીએ. આપણે શું છીએ? આપણા દુઃખનું વાસ્તવિક કારણ શું છે? શા માટે આપણે સંસાર અને એના જન્મ, મરણ, શરીર, સુખ, દુઃખાદિ બંધનોમાં ફસાયેલા છીએ, અને કેવી રીતે એમનાથી છૂટીને સુખી બની શકીએ છીએ? સ્થિર અને આકુળતા રહિત સાચું સુખ અને શાંતિ આપણને મળી શકે છે કે નહીં? વગેરે વાતો પર નિષ્પક્ષ ભાવથી ઠીક-ઠીક વિચાર કરવો જ તત્ત્વ-વિચાર છે. વાસ્તવમાં મૂળ તત્ત્વો બે છેઃ (1) જીવ (આત્મા) (2) અજીવ (પ્રકૃતિ). જ્ઞાન, દર્શન, આનંદ અથવા ચેતનામય પદાર્થને આત્મા કહે છે, જે પ્રત્યેક પ્રાણીમાં વિદ્યમાન છે.... અજીવ તે તત્ત્વ છે જેમાં ઉપરોકત ચેતના કે જાણવા કે જોવાની શકિત નથી... સંસારી જીવ અને અજીવના અંતર્ગત પુદ્ગલના પરમાણુ (કર્મ) અનાદિ કાળથી સંબંધિત છે, અને આજ કારણે આત્મ સંસારમાં જન્મ મરણાદિના દુઃખોને ઉઠાવીને નવીન શરીરોને ધારણ કરીને વિવિધ યોનિઓમાં ભટકી રહ્યો છે.
.... સંસારી આત્માઓ, જેઓ કે અનાદિથી કર્મ-મેલથી લિપ્ત છે, આત્મધ્યાન વગેરે દ્વારા કર્મ કલંકને ધોઈને અને પોતાના સહજ પવિત્ર સ્વભાવને પ્રાપ્ત થઈને પૂર્ણ સુખી બની જાય છે.'