________________
14
જૈન ધર્મ સાર સંદેશ જીવ બે પ્રકારના હોય છેઃ (1) કર્મથી લિપ્ત અને (2) કર્મથી રહિત. પહેલાને બદ્ધ (બંધાયેલો) અથવા સંસારી અને બીજાને મુક્ત કે અસંસારી કહે છે. જે જીવો કર્મોના બંધનમાં બંધાઈને આવાગમનના ચક્રમાં ફસાયેલા છે, તેમને બદ્ધ જીવ કહે છે અને જેઓ પોતાના બધા કર્મોને નષ્ટ કરીને પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિત થઈને મોક્ષની પ્રાપ્તિ કરી ચૂક્યા હોય છે, તેમને મુક્ત જીવ કહે છે.
જીવ પોતાની સહજ શુદ્ધ અવસ્થામાં બધી રીતે પરિપૂર્ણ હોય છે. તે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય (શક્તિ), અર્થાત્ અનંત ચતુષ્ટય (સાર સમૂહ)થી સંપન્ન હોય છે. મોક્ષની પ્રાપ્તિ કરીને તે સદાને માટે આવાગમનથી મુક્ત થઈ જાય છે. પરંતુ સંસારી જીવોની શુદ્ધતા ન્યૂનાધિક (અસમાન) રૂપમાં કર્મ-મેલથી પ્રભાવિત રહે છે. એટલા માટે તેમના જ્ઞાનઅજ્ઞાન, સુખ-દુઃખ, શક્તિ-અશક્તિ વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. કર્મોથી જકડાયેલા સંસારી જીવોને જ્ઞાન, સુખ વગેરેની પ્રાપ્તિ પોતાની જાતે સહજ રૂપે થતી નથી. કર્મોના આવરણથી ઢંકાયેલા હોવાને કારણે તેમને કેવળ ઇંદ્રિયોના માધ્યમથી સીમિત જ્ઞાન, સુખ વગેરેની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તેમની ઇંદ્રિયોની સંખ્યા અનુસાર તેમને ઊંચી કે નીચી શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે. ઊંચી કે નીચી – કોઈપણ શ્રેણીના જીવમાં ચેતનાનો ગુણ સદા કોઈને કોઈ અંશમાં અવશ્ય રહે છે, ભલે જ જીવના અન્ય બધા ગુણો લુપ્ત થઈ ગયા હોય. એટલા માટે ચેતનાને જીવનું લક્ષણ કહેવામાં આવ્યું છેઃ
ચેતનાલક્ષણો જીવ ? અર્થ-ચેતના જીવનું લક્ષણ છે.
સંસારમાં અગણિત જીવ છે. તેમની ગણતરી કરી શકાતી નથી. કારણ કે તેમને જે પણ જ્ઞાન થાય છે, તે તેમની ઇંદ્રિયોના સહારે જ થાય છે. એટલા માટે ઈન્દ્રિયોની સંખ્યા અનુસાર તેમને પાંચ ભાગોમાં વહેંચવામાં આવે છેઃ (1) એક ઇંદ્રિયવાળા (2) બે ઇંદ્રિયોવાળા (3) ત્રણ ઇંદ્રિયોવાળા (4) ચાર ઇંદ્રિયોવાળા અને (5) પાંચ ઇંદ્રિયોવાળા. પૃથ્વીકાયિક, જલકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિ, અર્થાત્ ઝાડ-છોડોને સૌથી અલ્પ વિકસિત જીવ માનવામાં આવે છે, કારણ કે એમને માત્ર એક જ સ્પર્શનો અનુભવ કરાવનારી ઇંદ્રિય