________________
જીવ, બંધન અને મોક્ષ
પ્રાપ્ત થઈ છે, જેનાથી એમને આંશિકરૂપથી ફક્ત સ્પર્શનું જ્ઞાન થાય છે. તત્ત્વધિગમ સૂત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
વનસ્પત્યન્તાનામ્ એકમ્.
75
અર્થ-વનસ્પતિ સુધી, અર્થાત્ પૃથ્વીકાયિક (પૃથ્વીની કાયાવાળા સૂક્ષ્મત્તમપરમાણુરૂપ જીવ) જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિ સુધીના જીવોમાં માત્ર એક સ્પર્શેન્દ્રિય હોય છે.
વનસ્પતિ (ઝાડ-છોડ) હરી-ફરી શકતા નથી. એટલા માટે તેમને ‘સ્થાવર’ (અચળ) જીવ કહેવામાં આવે છે. શેષ બધા સંસારી જીવ હરીફરી શકે છે. એટલા માટે તેમને ‘ત્રસ’ (હરી ફરી શકે તેવા) કહેવામાં આવે છે.
અને
વનસ્પતિથી ઉપરની શ્રેણીમાં કીડા-કીટાણું, પિપીલિકા (કીડી), ભમરા મનુષ્ય છે જેમનામાં ક્રમશઃ એક-એક ઇંદ્રિય અધિક હોય છે, જેમ કે તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં કહેવામાં આવ્યું છેઃ
કૃમિ-પિપીલિકા-ભ્રમર-મનુષ્યાદીનામ્ એકેક વૃદ્ધાનિ.4
–
અર્થ - કૃમિ, પિપીલિકા, ભમરો અને મનુષ્ય વગેરેમાં ક્રમશઃ એક-એક ઇંદ્રિય અધિક થતી જાય છે.
આ પ્રમાણે કીડા અને કીટાણુંઓને બે ઇંદ્રિયો હોય છે - સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય (જિહ્વા), જેમનાથી એ ક્રમશઃ સ્પર્શ અને સ્વાદનો અનુભવ કરે છે. પછી કીડીઓને ત્રણ ઇંદ્રિયો હોય છે – સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને પ્રાણેન્દ્રિય (નાક), જેનાથી એ ક્રમશઃ સ્પર્શ, સ્વાદ અને ગંધનો અનુભવ કરે છે. પછી ભમરા વગેરે જીવોને ચાર ઇંદ્રિયો હોય છે – સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય અને નેત્રન્દ્રિય (આંખ), જેમનાથી તેઓ ક્રમશઃ સ્પર્શ, રસ (સ્વાદ), ગંધ અને રૂપ-રંગનો અનુભવ કરે છે. અંતમાં ઉચ્ચ પશુ-પક્ષીઓ તથા મનુષ્યોને પાંચેય ઇંદ્રિયો હોય છે – સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, નેત્રન્દ્રિય અને શ્રવણેન્દ્રિય (કાન), જેમનાથી તેઓ ક્રમશઃસ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દનો અનુભવ કરે છે. દેવ યોનિના જીવો, નારકી જીવો અને મનુષ્યોને આ પાંચેય ઇંદ્રિયો સિવાય એક આંતરિક ઇંદ્રિય પણ પ્રાપ્ત હોય છે, જેને મન કહે છે.