________________
અહિંસા
જ થાય છે અને તેમનું ક્યારેય કલ્યાણ થઈ શકતું નથી. સુખના અર્થે કરવામાં આવેલી હિંસા દુઃખ પરિપાટી (પ્રણાલી) કરે છે, મંગલાર્થે કરેલી હિંસા અમંગલ કરે છે તથા જીવનાર્થે કરેલી હિંસા મૃત્યુને પ્રાપ્ત કરાવે છે. આ વાતને નિશ્ચય જાણવી.
જેઓ અધમ શાસ્ત્રોનું પ્રમાણ દઈને જીવોનો વધ કરવાને ધર્મ બતાવે છે તેમને મૃત્યુ થતાં નરકમાં શૂળી પર ચઢાવવામાં આવે છે.
હિંસાને ધર્મ માનનારાઓ કે એવું કહેનારાઓ અધર્મી છે, કારણ કે જે શાસ્ત્રમાં જીવવધને ધર્મ કહ્યો હોય તે શાસ્ત્રને કદાપિ પ્રમાણભૂત કહી શકાતું નથી. તેને જે અજ્ઞાનીઓ પ્રમાણ માનીને હિંસા કરે છે તેઓ અવશ્ય જ નરકમાં પડે છે.39
129
ધર્મના નામ પર હિંસા કરીને પોતાનું કલ્યાણ ચાહનારો મનુષ્ય તે અનાડી વ્યકિત સમાન છે જે પથ્થર પર ચઢીને સમુદ્રને પાર કરવા ઇચ્છે છે કે વિષ મેળવેલું ભોજન ખાઈને પોતાના જીવનને સુરક્ષિત રાખવા ઇચ્છે છે. જ્ઞાનાર્ણવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જે મૂઢ અધમ ધર્મની બુદ્ધિથી જીવોને મારે છે તે પાષાણ (પથ્થર)ની શીલાઓ (ચટ્ટાનો) પર બેસીને સમુદ્રને તરવાની ઇચ્છા કરે છે, કારણ કે તે નિયમથી ડૂબશે. જે પાપીઓ ધર્મની બુદ્ધિથી જીવઘાતરૂપી પાપ કરે છે તેઓ પોતાના જીવનની ઇચ્છાથી હળાહળ વિષને પીએ છે.4
ધર્મ વાસ્તવમાં પવિત્રતા પ્રદાન કરનારો છે. એને મોક્ષનું સાધન માનવામાં આવે છે. તે મનુષ્યો ખરેખર ભાગ્યહીન છે જેઓ અંધવિશ્વાસનો શિકાર થઈને ધર્મના નામ પર હિંસા કરીને ધર્મને કંલકિત કરે છે અને પોતાના અમોલખ મનુષ્ય-જીવનને દુર્ગતિ તરફ લઈ જાય છે.
આજના યુગમાં ટેક્નીકલ જ્ઞાન-વિજ્ઞાનનો ઘણો વિકાસ થયો છે. એટલા માટે આ યુગને એક વિકસિત યુગમાં માનવામાં આવે છે. પરંતુ આ વિકસિત માનવામાં આવનારા યુગમાં પણ આપણે ધર્મ, જાતિ અને સંપ્રદાયની સંકુચિતતાથી મુક્ત થયા નથી. આપણી અંદર સામાજીક, આર્થિક