________________
130
જૈન ધર્મ સાર સંદેશ અને રાજનૈતિક સ્પર્ધા, વૈમનસ્ય, ઈર્ષા, દ્વેષ અને પરસ્પર વેર-વિરોધના ભાવો આજે પણ પ્રાયઃ પહેલાં જેવા જ બનેલા છે, જે ક્યારેય પણ હિંસા અને યુદ્ધના રૂપે ભડકી શકે છે. આજના યુગનો સમાજ પહેલાની જેમ એક-બીજાથી અજાણ અને દૂર રહી ગયો નથી. એટલા માટે આજે આપણે એક-બીજાથી પ્રભાવિત થયા વિના રહી શકતા નથી. આવી સ્થિતિમાં આજના યુગની હિંસા અને યુદ્ધના પરિણામોમાં જે વ્યાપકતા અને વિકરાળતાની સંભાવના છે, તેની પહેલાં ક્યારેય કોઈએ કલ્પના પણ કરી હશે નહીં. એટલા માટે વર્તમાન યુગમાં જૈન ધર્મ દ્વારા બતાવવામાં આવેલી અહિંસાને અપનાવવી અને હિંસાને ત્યાગવી એ હજુ પણ વિશેષ અધિક આવશ્યક થઈ ગયું છે.
પહેલાંના જમાનાની હિંસા અને યુદ્ધની તુલનામાં આજની હિંસા અને યુદ્ધથી થનારા સર્વવ્યાપી સંહારની તરફ ધ્યાન દેવડાવીને હુકમચંદ ભારિલ જૈન ધર્મના અહિંસા-સિદ્ધાંતની વર્તમાન આવશ્યકતાને આ શબ્દોમાં સ્પષ્ટ કરે છે?
પહેલાંના જમાનામાં યુદ્ધના મેદાનમાં સિપાઈઓ લડતા હતા અને સિપાઈઓ જ કરતા હતા, પરંતુ આજે યુદ્ધ સિપાઈઓ સુધી જ સીમિત રહ્યું નથી, યુદ્ધ મેદાનો સુધી જ સીમિત રહ્યું નથી; આજે તેની લપેટમાં આખી દુનિયા આવી ગઈ છે. આજની લડાઈઓમાં માત્ર સિપાઈઓ જ મરતાં નથી, કિસાન પણ કરે છે, મજૂર પણ મરે છે, વેપારીઓ પણ મરે છે, ખેતર-ખળાં પણ બરબાદ થાય છે, કલ-કારખાનાઓ પણ નષ્ટ થાય છે, બજારો અને દુકાનો પણ તબાહ થઈ જાય છે. અધિક શું કહીએ, આજના આ યુદ્ધમાં અહિંસાની વાત કહેનારા પંડિત અને સાધુજન પણ બચશે નહીં, મંદિર-મસ્જિદ પણ સાફ થઈ જશે. આજનાં યુદ્ધ સર્વવિનાશક થઈ ગયાં છે. આજે હિંસા જેટલી ભયાનક થઈ ગઈ છે, ભગવાન મહાવીરની અહિંસાની આવશ્યકતા પણ આજે તેટલી જ અધિક થઈ ગઈ છે.
વાસ્તવમાં જૈન ધર્મ અનુસાર અહિંસાનું પાલન વ્યકિત અને સમાજ બધા માટે સર્વદા અને સર્વથા (સર્વ પ્રકારે) કલ્યાણકારી અને સુખદાયી માનવામાં