________________
131
અહિંસા આવે છે, જ્યારે હિંસા બધાને માટે સદા અને બધી રીતે પાપમયી, દુઃખદાયી અને દુર્ગતિ તરફ લઈ જનારી માનવામાં આવે છે. માંસ-મદિરાનો નિષેધ ધર્મને કલંકિત ન કરીને એને પવિત્ર બનાવી રાખવા માટે અહિંસાનું પાલન કરવું આવશ્યક છે અને અહિંસાનું પાલન સારી રીતે કરવા માટે પોતાના ખાવા-પીવાની શુદ્ધિ પર ધ્યાન રાખવું આવશ્યક છે. ફક્ત જીભના સ્વાદ માટે કે બીજાની દેખા-દેખીથી નિરપરાધી (નિર્દોષ) જીવોને મારી નાંખી તેમનું માંસ ખાવું અને થોડા નશાની મસ્તી માટે શરાબ વગેરે નશીલા પદાર્થોનું સેવન કરી પોતાના આત્માને દૂષિત કરવો પોતાને પતનની તરફ લઈ જવું છે. માંસ-મદિરાના સેવનથી આત્મા વિકાયુક્ત થઈ જાય છે અને એના માટે મોક્ષ-માર્ગમાં આગળ વધવું કઠિન થઈ જાય છે. એટલા માટે જૈન ધર્મમાં માંસ-મદિરાને સર્વથા નિષેધ કરવામાં આવ્યો છે.
માંસનો નિષેધ કરતાં જૈન ધર્મમાં સમજાવવામાં આવ્યું છે કે માંસની ઉત્પત્તિ જીવહિંસા કર્યા વિના થતી નથી. જો કોઈ કહે કે કોઈ બીજાઓ દ્વારા મારવામાં આવેલા એ સ્વયં મરી ગયેલા પશુનું માંસ ખાવામાં કોઈ હિંસા થતી નથી તો એવું કહેવું ઠીક નથી, કારણ કે તે માંસમાં પણ તે માંસ પર આશ્રિત રહેનારા અનેક જીવોની હિંસા થાય છે. આ પ્રમાણે સ્વયં મારીને, બીજા દ્વારા મારવામાં આવેલા કે પોતાની જાતે મરેલા જીવોનું માંસ ચાહે રાંધીને કે રાંધ્યા વિના ખાવું હિંસાનું જ કાર્ય માનવામાં આવશે. જેનધર્મામૃતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
યતઃ (કરણ કે) પ્રાણોના ઘાત કર્યા વિના માંસની ઉત્પત્તિ થતી નથી, અતઃ માંસ-ભક્ષી પુરુષની અનિવાર્ય (નિશ્ચય જ) હિંસા થાય છે. ભાવાર્થ - માંસનું ભક્ષણ કરનારો પુરુષ ભલે પોતાના હાથથી કોઈ જીવને ન મારે તો પણ તે હિંસાના પાપનો ભાગીદાર થાય જ છે.42
પોતાની જાતે મરેલા જીવોનું માંસ ખાવાથી થનારી હિંસાનો ઉલ્લેખ કરતાં પુરુષાર્થસિકયુયાયમાં કહેવામાં આવ્યું છેઃ