________________
132
જૈન ધર્મ સાર સંદેશ યદ્યપિ એ ઠીક છે કે ક્યારેક પોતાની જાતે જ મરેલાં ભેંસ, બળદ વગેરે પશુઓનું માંસ મળી જાય છે. પરંતુ ત્યાં પણ, અર્થાત્ તે માંસને ખાવાથી પણ, તે માંસના આશ્રિત રહેનારા તે મરેલા પશુની જાતિના અનેક સૂક્ષ્મ જીવોના ઘાત થવાથી હિંસા તો થાય જ છે.43
રાંધેલા કે સંધ્યા વિનાના માંસને માત્ર ખાવું જ નહીં, બલકે સ્પર્શવું પણ હિંસાના પાપનો દોષી બનાવે છે. જેનધર્મામૃતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જે જીવ કાચા અથવા રાંધેલા માંસનો ટુકડો પણ ખાય છે, અથવા સ્પર્શે છે, તે પુરુષ નિરંતર એકત્રિત થયેલા અનેક જીવ કોટિઓ (જીવ સમુહ) ના પિંડને મારે છે. ભાવાર્થ - માંસને ખાનારો તો પાપનો ભાગીદાર છે જ, પરંતુ જે માંસને ઉઠાવે છે,મૂકે છે કે તેનો સ્પર્શ પણ કરે છે, તે પણ જીવહિંસાના પાપનો ભાગીદાર થાય છે, એનું કારણ એ છે કે માંસમાં જે તજ્જાતીય (જે જીવનું તે માંસ છે તે જાતિના) સૂક્ષ્મ જીવ હોય છે, તેઓ એટલા કોમળ હોય છે કે મનુષ્યના સ્પર્શ કરવા માત્રથી તેમનું મરણ થઈ જાય છે.
માંસ ખાવાને ઉચિત ઠરાવવા માટે કેટલાક લોકો એ દલીલ કરે છે કે માંસાહારી મનુષ્ય એક જ મોટા પશુને મારીને પોતાનું ભોજન પૂરું કરી શકે છે જયારે શાકાહારી મનુષ્ય પોતાના ભોજન માટે અનેક અન્નના દાણા અને શાકભાજીનો ઘાત કરે છે. એટલા માટે માંસાહારીથી અધિક શાકાહારીને હિંસાનો દોષ લાગે છે. આ પ્રમાણેનો તર્ક એ ખોટી ધારણા પર આધારિત છે કે એકેન્દ્રિય (જેવાં કે-ઝાડ-છોડ)થી લઈને પંચેન્દ્રિય જીવ (જેવાં કે-પશુ, મનુષ્ય) સુધી – બધા પ્રકારના જીવોના ઘાતનો દોષ બરાબર જ હોય છે. પરંતુ એવું હોતું નથી. જો એવું હોત તો એક ઘાસ કે છોડ (એકેન્દ્રિય જીવ)ને ઉખાડવા અને એક મનુષ્ય(પંચેન્દ્રિયજીવ)ની હત્યા કરવાનો દોષ બરાબર જ માનવામાં આવત. ઝાડ-છોડોમાં ફક્ત સ્પર્શ-જ્ઞાનની જ થોડી શક્તિ હોય છે જ્યારે બે ઇંદ્રિયથી લઈને પાંચ ઇંદ્રિયો સુધીના જીવોની જ્ઞાન-શક્તિઓની સંખ્યા અને ક્ષમતા ક્રમશઃ વધતી જાય છે. એ જ કારણ છે કે એક મચ્છરને મારવાની સરખામણીએ એક મનુષ્યને મારવાનું પાપ અસંખ્યગણું અધિક માનવામાં આવે